CIA ALERT
01. May 2024
April 24, 20193min5080

Related Articles



સુરતમાં પ્રતિ કલાકે 99,927નું મતદાન છેલ્લા કલાકમાં જ કેમ ઘટીને 60,052 થઇ ગયું ?

Share On :
Print Friendly, PDF & Email

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત સંસદીય મત વિસ્તારના મતદાન મથકોએ તા.23મીએ સવારે 7થી સાંજે 5 વાગ્યાના 10 કલાક દરમિયાન પ્રતિ કલાકના સરેરાશ લગભગ એક લાખ (99,927) મતદારો મતદાન કરી રહ્યા હતા. પરંતુ, સાંજે 5થી 6ના છેલ્લા છેલ્લા એક કલાક દરમિયાન એક લાખની સરેરાશ ઘટીને 60,152 પર સીમીત થઇ ગઇ હતી. સવાલ એ ઉપસ્થિત થાય છે કે છેલ્લા કલાકમાં મતદાન ઘટે કે વધે?

અત્યાર સુધીની ચૂંટણીમાં એવું જોવામાં આવ્યું છે કે મતદાનના દિવસે છેલ્લા કલાકમાં મતદાનમાં જંગી વધારો થતો હોય છે. પરંતુ, સુરતના 2019ના મતદાનના આંકડા અજીબોગરીબ સ્થિતિ બયાં કરી રહ્યા છે.

કેટલાક નિષ્ણાંતો માની રહ્યા છે કે સુરતના ચૂંટણી તંત્રના આ આંકડા ગળે ઉતરે તેવા નથી. તો કેટલાક નિષ્ણાંતો કહી રહ્યા છે કે વોટર્સ નિરસ રહ્યા છે. ગરમીના કારણે મતદાનમાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો હોવા છતાં એ વધારાના એક કલાકમાં મતદાનમાં જેટલું બુસ્ટઅપ થવું જોઇતું હતું તેવું આંકડા પરથી જાણી શકાયું નથી.

નીચે મુજબના કોષ્ટક પરથી સવારે 7થી દર પ્રતિ બે કલાકે થયેલા મતદાનના આંકડા તેમજ ટકાવારી જાણી શકાય છે અને એ ટકાવારી છેલ્લા એક કલાક 5થી 6ના ગાળામાં કેટલી ઘટી ગઇ એ પણ પ્રથમદર્શી નજરે જોઇ શકાય છે.

ક્રમ સમય કુલ મતદાન  મતદાનની ટકાવારી
પુરુષ સ્ત્રી અન્ય કુલ પુરુષ સ્ત્રી અન્ય ટકાવારી
1 ૭.૦૦ થી ૯.૦૦ ૧૦૨૭૭૬ ૬૪૦૩૯ ૧૬૬૮૧૭ ૧૧.૫૩ ૮.૩૮ ૩.૩૯ ૧૦.૦૮
2 ૭.૦૦ થી ૧૧.૦૦ ૨૨૩૭૧૫ ૧૫૧૦૦૭ ૩૭૪૭૨૪ ૨૫.૧ ૧૯.૭૬ ૩.૩૯ ૨૨.૬૩
3 ૭.૦૦ થી ૧.૦૦ ૩૪૩૪૨૨ ૨૫૯૩૭૬ ૬૦૨૮૦૩ ૩૮.૫૩ ૩૩.૯૪ ૮.૪૭ ૩૬.૪૧
4 ૭.૦૦ થી ૩.૦૦ ૪૬૯૮૦૪ ૩૫૪૩૮૨ ૮૨૪૧૯૩ ૫૨.૭૧ ૪૬.૩૭ ૧૧.૮૬ ૪૯.૭૮
5 ૭.૦૦ થી ૫.૦૦ ૫૫૯૩૬૬ ૪૩૯૮૯૪ ૯૯૯૨૬૮ ૬૨.૭૬ ૫૭.૫૬ ૧૩.૫૬ ૬૦.૩૫
6 ૭.૦૦ થી ૬.૦૦ ૫૬૪૪૮૮ ૪૯૪૯૨૧ ૧૧ ૧૦૫૯૪૨૦ ૬૩.૩૩ ૬૪.૭૫ ૧૮.૬૪ ૬૩.૯૯

(ઉપરોક્ત કોષ્ટક-માહિતી, સુરતના માહિતી ખાતા દ્વારા સત્તાવાર રીતે અપાયેલી માહિતી છે)

ઉપરોક્ત કોષ્ટક જોયા પછી સ્વાભાવિક સવાલ એ ઉપસ્થિત થાય કે સુરતના મતદાન મથકો પર છેલ્લા એક કલાકમાં એવું તે શું બન્યું કે આખા દિવસ દરમિયાન જે ગતિએ મતદારો નોંધાયા તે છેલ્લા એક કલાકના મતદાનમાં વધવાની જગ્યાએ લગભગ અડધા થઇ ગયા.

વિસ્તૃત એનાલિસીસ જોઇએ તો સુરત સંસદીય મત વિસ્તારમાં પ્રતિ બે કલાકના સ્પેલમાં કેટલા મતદારો વધ્યા એ નીચેના આંકડા દર્શાવે છે.

મતદારોની પ્રતિ બે કલાકમાં વધ ઘટ

સવારે 7થી 9                  1,66,817

સવારે 9થી 11                2,07,907

સવારે 11થી બપોરે 1      2,28,079

બપોરે 1થી બપોરે 3       2,21,390

બપોરે 3થી સાંજે 5         1,75,075

સાંજે 5થી 6                      60,052  (એક કલાકના ડબલ ગણીએ તો પણ 1.20 લાખ મતદારો થાય)

આમ, સુરતમાં છેલ્લા એક કલાકના આંકડામાં અનેક ભેદભરમ જોવા મળી રહ્યા છે. છેલ્લા કલાકમાં કોઇપણ ચૂંટણીમાં કોઇપણ સ્થળે મતદાનમાં વધારો નોંધાતો હોય તેની સામે સુરત સંસદીય મત વિસ્તારમાં 2019ની ચૂંટણીમાં છેલ્લા કલાકના મતદાનમાં અસામાન્ય ઘટાડો નોંધાયો છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :