CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 33 of 81 - CIA Live

April 16, 2021
CIA_Live_Logo_New2.jpg
1min716
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાના નેતૃત્વમાં આજરોજ સમગ્ર દક્ષિણ ગુજરાતના સામાજિક અને ઔદ્યોગિક સંગઠનોની મિટીંગ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા મળી હતી.

સમગ્ર સુરતમાં શનિ અને રવિ બે દિવસ જનતા શિસ્ત કાર્યક્રમની ચેમ્બર દ્વારા જાહેરાત

સભામાં ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, સુરતમાં કોરોનાનો કહેર જોતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. વેપારીઓમાં પણ સ્વૈચ્છિક રીતે વેપાર–ધંધા બંધ રાખવાનો ગણગણાટ શરૂ થયો છે. કેટલાક વેપારીઓ અવઢવમાં છે અને તેથી અસમંજસભરી પરિસ્થિતિ ઉભી થઇ છે. આમ, આ ચિંતાનું વાતાવરણ દૂર થાય અને સૌ સાથે મળીને જો એક જ નિર્ણય લે તો તંદુરસ્ત વાતાવરણનું નિર્માણ થઇ શકે.

આ મિટીંગમાં નક્કી થયા મુજબ શહેરના વિવિધ સામાજિક અને ઔદ્યોગિક એકમોના સહયોગથી સમગ્ર સુરતમાં કોરોનાની ચેઈનને બ્રેક કરવા માટે શનિ–રવિ એમ બે દિવસના સ્વયંભૂ બંધ દ્વારા જનતા શિસ્ત કાર્યક્રમની અપીલ કરાઈ છે.

આ મિટીંગમાં ઉપસ્થિત વિવિધ એસોસીએશનના પ્રતિનિધિઓએ કોરોના સંક્રમણ ઘટાડવા બાબતે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ તમામ મંતવ્યોનો નિષ્કર્ષ એક જ હતો કે હાલમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે તા. ૩૦ એપ્રિલ ર૦ર૧ સુધી શનિ–રવિ એમ બે દિવસ વેપાર–ધંધા બંધ રાખી સ્વૈચ્છિક સ્વયં શિસ્ત જાળવવી જોઈએ. આ જનતા સ્વયં શિસ્ત કાર્યક્રમને આગળ વધારવો જોઈએ કે નહીં તે તા. ૩૦ એપ્રિલ ર૦ર૧ પછી પરિસ્થિતિની સમીક્ષા કરી આગળનો નિર્ણય લેવો. સાથે સાથે જનતા સ્વયં શિસ્તનો આ કાર્યક્રમ સંપૂર્ણ સફળ થાય તે માટે વહીવટી તંત્રનો પણ સહયોગ લેવો જોઈએ. ઉપસ્થિત તમામ એસોસીએશનો દ્વારા આ સ્વયંભૂ બંધ – જનતા સ્વયં શિસ્ત કાર્યક્રમ અંગે ચેમ્બર આગેવાની લે અને તે અંગે અપીલ કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ તકે ઉપસ્થિત ચેમ્બરના ઉપપ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, કારીગરોની અને માલિકોની સલામતીને ધ્યાનમાં રાખીને અને સામાજિક જવાબદારીના ભાગ રૂપે બે દિવસ સ્વૈચ્છિક રીતે બંધ રાખવું જોઈએ તથા આ બે દિવસ દરમ્યાન કામદારો કારણ વગર બહાર નહીં નીકળે તે ઇચ્છનીય છે અને તેનું પાલન કરાવવાની જવાબદારી જે તે કારખાનેદારની અને સ્થાનિક એસોસીએશનોની છે.

સભા સંચાલન કરતા સૌરાષ્ટ્ર સમાજના અગ્રણી કાનજી ભાલાળાએ આ સ્વૈચ્છિક એલાનને સફળ બનાવવા માટે તમામ ઓફિસ ધારકોને પણ ખાસ વિનંતી કરી હતી. પોતાની ઓફિસના સ્ટાફને ઓફિસમાં નહીં બોલાવીને આ એલાનને સફળ બનાવવું એ સૌની નૈતિક ફરજ છે એવો સંદેશો ત્વરિત ગતિએ ફેલાવવો એ સમયની માંગ છે. મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ધરાવતા સંચાલકોએ સ્વયંભૂ રીતે જ આ અપીલને ધ્યાનમાં રાખીને આ બે દિવસ અમારા કોમ્પ્લેક્ષની તમામ ઓફિસો સ્વૈચ્છિક બંધ પાળશે તેવું એલાન કરવું જરૂરી બનશે.

ચર્ચાનું સમાપન કરતા ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણની ચેઈન તૂટે તે માટે આપણે સૌએ સજાગ પણ રહેવું પડશે. માત્ર બે દિવસ ધંધા–રોજગાર બંધ રાખવા તે પૂરતું નથી પરંતુ આ બે દિવસ દરમ્યાન અત્યંત જરૂરી હોય તો જ લોકોએ ઘરની બહાર નીકળવું જોઈએ અન્યથા ઘરમાં જ રહેવું જોઈએ.

ચેમ્બરના માનદ્દ મંત્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, શનિવારે સવારે ૬:૦૦ કલાકથી સોમવારે સવારના ૬:૦૦ કલાકનો સમય ગણીએ તો ફક્ત ૪૮ કલાક પોતાના ઘરમાં રહેવાનું છે. આ રીતે સ્વયં શિસ્તનું પાલન કરવામાં આવશે તો જ કોરોના સંક્રમણની ચેઈન તૂટશે.

આ સભામાં, ચેમ્બરના માનદ્દ ખજાનચી મનિષ કાપડિયા, ઇન્ડિયન મેડીકલ એસોસીએશનના પ્રતિનિધિ ડૉ. નિર્મલ ચોરારિયા, સમગ્ર પાટીદાર સમાજના પ્રતિનિધિ કાનજી ભાલાળા, સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ નાનુ વેકરીયા, સુરત બિલ્ડર્સ એસોસીએશન – ક્રેડાઈના પ્રતિનિધિ જસમત વિડીયા, ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા, ફિયાસ્વી અને સાસ્કમાના પ્રમુખ ભરત ગાંધી, એસ.આર.ટી.ઇ.પી.સી.ના નેશનલ ચેરમેન ધીરુ શાહ, લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ હરિ કથીરીયા, સચિન ઇન્ડસ્ટ્રીના અગ્રણી મહેન્દ્ર રામોલીયા, વોર્પ નીટર્સ એસોસીએશનના બ્રિજેશ ગોંડલીયા, સુરત મર્કન્ટાઇલ એસોસીએશનના પ્રમુખ નરેન્દ્ર સાબુ, ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ, કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના ગુજરાત એકમના પ્રમુખ પ્રમોદ ભગત અને મિતેશ શાહ, ધી સુરત આર્ટ સિલ્ક ક્લોથ મેન્યુફેકચરર્સ એસોસીએશનના મંત્રી હિમાંશુ બોડાવાલા, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા વિનેશ શાહ, ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ચિરાગ શાહ, પાંડેસરા વીવર્સ કો–ઓપ. લિ.ના વિમલ બેકાવાલા, મેહુલ વિઠ્ઠલાણી, બરકત પંજવાણી, સુરત ક્ષત્રિય સમાજના અગ્રણી રાજેન્દ્ર લાલવાલા, સુરત જ્વેલરી મેન્યુફેકચરર્સ એસોસીએશનના વિજય માંગુકીયા, વરાછા કો–ઓપ. બેંકના ચેરમેન ભવાન નવાપરા ઉપસ્થિત રહ્યા હતા અને લેવાયેલા નિર્ણયને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.

સાઉથ ગુજરાત ટેકસટાઇલ પ્રોસેસર્સ એસોસીએશન (એસજીટીપીએ), ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલ્ફેર એસોસીએશન (ફોગવા), ફેડરેશન ઓફ સુરત ટેકસટાઇલ્સ ટ્રેડર્સ એસોસીએશન (ફોસ્ટા), સુરત મર્કન્ટાઇલ એસોસીએશન, સુરત હાર્ડવેર એન્ડ બિલ્ડિંગ મટિરિયલ મર્ચન્ટ્‌સ એસોસીએશન, સધર્ન ગુજરાત મશીન ટૂલ્સ હાર્ડવેર એન્ડ વેલ્ડીંગ મર્ચન્ટ એસોસીએશન, સાઉથ ગુજરાત ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસીએશન, પાંડેસરા વીવર્સ કો–ઓપ. સોસાયટી, સાસ્કમા, સુરત ઇલેકટ્રીકલ મર્ચન્ટ્‌સ એસોસીએશન, ધી સુરત આયર્ન એન્ડ સ્ટીલ મર્ચન્ટ્‌સ એસોસીએશન, સુરત હોલસેલ ગ્રેઇન મર્ચન્ટ્‌સ, વેડરોડ આર્ટ સિલ્ક સ્મોલ સ્કેલ કો–ઓપરેટીવ ફેડરેશન લિમિટેડ (વાસ્કોફ), સાઉથ ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજી સોસાયટી, હેન્ડીક્રાફટ એન્ડ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન, સુરત ખાખરા એસોસીએશન, સુરત ડ્રાય ફ્રુટ એસોસીએશન, સુરત નમકીન એસોસીએશન, સુરત મિઠાઇ એસોસીએશન અને સુરત સિરામિકસ એસોસીએશન દ્વારા પણ બે દિવસ સ્વયંભૂ બંધ માટે સમર્થન જાહેર કર્યું છે.

April 14, 2021
CR_Cia.jpg
1min506

સુરતમાં રેમડેસિવિર ડ્રગના ૫૦૦૦ ડૉઝનું મફત વિતરણ કરવાને મામલે મળેલી ધમકીને પગલે ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલે કૉંગ્રેસને એમ કહીને આડેહાથ લીધો હતો કે વિપક્ષના નેતાઓએ મને ધમકી આપવાનું બંધ કરવું જોઈએ.

ઈન્જેક્શન ગેરકાયદે મેળવી અછત ઊભી કરવાનો કથિત આક્ષેપ કરી રાજ્ય કૉંગ્રેસે CR પાટીલની ધરપકડ કરવાની સોમવાર dt 12/4/21 માગણી કરી હતી.

ઈન્જેક્શનની ભારે અછત વચ્ચે સુરતમાં ૫૦૦૦ ડૉઝનું મફત વિતરણ કરવાની જાહેરાત કરી પાટીલે ગયા અઠવાડિયે વિવાદનો મધપૂડો છંછેડ્યો હતો.

૫૦૦૦ રેમડેવિસિર ઈન્જેક્શનનો જથ્થો કાયદેસર રીતે જ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો, એમ CR પાટીલે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું.

જરૂરિયાતમંદોને મફત ઈન્જેક્શન પૂરા પાડવાના ભાજપના કાર્યને વિપક્ષે બિરદાવવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

૧૦ એપ્રિલે ભાજપના સુરત કાર્યાલયેથી ઈન્જેક્શનનું મફત વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.

સોમવાર સુધીમાં જરૂરિયાતમંદ દરદીઓના પરિવારજનોને ૧૦૦૦ ઈન્જેક્શન સહિત ૩૦૦૦ જેટલા ઈન્જેક્શનનું વિતરણ કરી દેવામાં આવ્યું હોવાનું સુરત ભાજપ કાર્યાલયે જણાવ્યું હતું.

જે રાજ્યમાં વધારે માત્રામાં ઈન્જેક્શન હતા ત્યાંથી જ તે પ્રાપ્ત કરવામાં આવ્યા હોવાનું સુરત ભાજપના વિધાનસભ્ય હર્ષ સંઘવીએ સોમવારે કહ્યું હતું. 

April 9, 2021
siecc.jpg
1min533

સુરત. સુરતમાં વધતી જતી કોવીડ-૧૯ ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સાર ઈન્ફ્રાકોન દ્રારા સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર SMC ના કોવીડ કેર સેન્ટર તાત્કાલિક ધોરણે ઊભુ કરવા સોંપવામાં આવ્યું છે.

આ અંગે ચેમ્બરના પ્રમુખ શ્રી દિનેશ નાવડીયા તથા સાર ઈન્ફ્રાકોનના ચેરમેન શ્રી ભરતભાઈ ગાંધીએ આ નિર્ણય સંદર્ભે જણાવ્યું હતું કે, ચેમ્બર પાસે આટલી વિશાળ જગ્યા હોય આવા જરૂરિયાતના સમયે શહેરના નાગરિકોને વધારાની વ્યવસ્થા મળી રહે તથા સરકારી તંત્રને પણ આવી વિપરીત પરિસ્થિતિમાં સમયસર પહોંચી વળવા માટે એક અગત્યની સુવિધા મળી રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ચેમ્બરની વિનંતીને ધ્યાનમાં રાખીને ભૂતપૂર્વ મ્યુનિસીપલ કમિશનર શ્રી થેન્નારસન અને વર્તમાન મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજે આ સેન્ટરની મુલાકાત લઈ આજે રાત્રિથી જ કોવીડ કેર સેન્ટરની સુવિધાઓ ઊભી કરવાના હુકમો કર્યા હતા.

April 5, 2021
vaccination.jpg
1min505

શહેરમાં ૪૫ વર્ષથી વધુના તમામ વેપારીઓ માટે પાલિકાએ રસી ફરજિયાત કરી દેવાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. દુકાન, કરિયાણા, મોલ, મલ્ટિપ્લેક્સ, ઇન્ડસ્ટ્રીઝ તેમ જ ટેક્સટાઇલ અને હીરા બજાર અને હીરા યુનિટના તમામ વેપારીઓ અને કર્મચારીઓને આ નિયમ લાગુ પડશે. વૅક્સિન લીધા બાદ દુકાન બહાર પહેલો ડોઝ લીધો હોવાના બોર્ડ પણ લગાવવા પડશે. જે વેપારીઓ કે કર્મચારીઓ દ્વારા વૅક્સિન લેવામાં નહીં આવે તેમને કાપડ બજાર કે હીરા બજારમાં પ્રવેશ પર

પણ પ્રતિબંધ લગાવાયો છે. આ માટે પાલિકા અને પોલીસની સંયુક્ત ટીમો પણ ચેકિંગ માટે તૈનાત કરવામાં આવી છે.

આ ઉપરાંત આ તમામ બજારોમાં ૪૫ વર્ષથી ઓછીની ઉંમરના વેપારી અને કર્મચારીઓના આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ હશે તો જ તેમને પ્રવેશ આપવામાં આવશે. કાપડના ૨૨ ટૅક્સટાઇલ માર્કેટમાં વૅક્સિન સેન્ટર પણ શરૂ કરવા માટે કવાયત હાથ ધરાઇ છે. સોમવારથી અહીં ટેસ્ટ અને વૅક્સિનની કામગીરી શરૂ કરવામાં આવશે. તમામ સ્થળોએ સુરત મહાપાલિકાના અધિકારીઓ દ્વારા ચકાસણી કરાશે. જો કોઈ વ્યક્તિ જાહેરનામાનું ભંગ કરતાં જણાય તો હુકમનો અનાદર કરનારની સામે ઇન્ડિયન પીનલ કોડની કલમ -૧૮૮ તથા એપેડેમીક ડિસિઝ ઍક્ટ-૧૮૯૭ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સુરત શહેરના તમામ દુકાનદારો, કરિયાણા, મોલ, મલ્ટિપ્લેક્સ, ઇન્ડસ્ટ્રી, ટૅક્સટાઇલ માર્કેટ, હીરા બજાર અને હીરા યુનિટના તમામ વેપારી-કર્મચારીને લાગુ પડશે.

March 27, 2021
atulbakery.jpg
1min457
Surat hit and run Atul Bakery owners car crashes three mopeds collidewoman  killed ap– News18 Gujarati

શહેરના વેસુ વિસ્તારમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં મોડી રાત્રે એક લક્ઝુરિયસ કાર ચાલકે 3 મોપેડને અડફેટે લીધા છે. જેમાં એક મહિલાનું મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે. આ કાર અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયા નીકળ્યા હતા. વાણી વર્તન પરથી અતુલ બેકરીને માલિક અતુલ વેકરીયા ફુલ પીધેલો જણાયો હતો.

અકસ્માત થયા બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને કાર માલિકને પકડી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસને કારમાંથી દારૂની બોટલો પણ મળી હોવાની સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે.

ઘટના સ્થળેથી મળેલી માહિતી અનુસાર સુરતમાં જાણિતી અતુલ બેકરીનો માલિક અતુલ વેકરીયા પોતાની કાર નં. GJ 05 RM 1863 બેફામ અને પૂર ઝડપે હંકારતા વેસુ વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો હતો. ફુલ પીધેલી હાલતમાં જણાયેલા અતુલ વેકરીયાએ સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા વેસુ વિસ્તારમાં એક સાથે ત્રણ મોપેડ ચાલકોને અડફેટે લીધા હતા. જેમાં બેથી ત્રણ લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં એક મહિલાનું પણ મોત થયું છે.

March 23, 2021
surat_loksabha.png
1min521

સુરતના મોટા વરાછા વિસ્તાર એક કન્સ્ટ્રક્શન સાઇટના અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગમાં ખોદકામ દરમિયાન માટી ધસી પડતાં ત્યાં કામ કરી રહેલા 8 મજૂરો દટાય ગયા હતા જેમાંથી ૨ના ઘટના સ્થળે મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.

મોટા વરાછા વિસ્તારમાં અબ્રામા નજીક સિલ્વાસા પેરેડાઈઝ નામની નવનિર્મિત બિલ્ડીંગના અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં ખોદકામ થઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બનવા પામી હતી. બનાવ અંગે સમગ્ર વિસ્તારમાં વાયુવેગે વાત પ્રસરતા આસપાસના રહેવાસીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ચાલુ બાંધકામ ધરાવતી એપાર્ટમેન્ટની કન્સ્ટ્રકશન સાઇટ પર અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ માટે ખોદકામ દરમિયાન સિમેન્ટની દિવાલ બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી. દરમિયાન તાબડતોબ હાથ ધરાયેલી બચાવ કામગીરી દરમિયાન ચાર શ્રમિકોને બહાર કઢાયા હતા. જેમાંથી બેના મોત થઈ ચૂક્યા હતા જ્યારે બેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ ચાર ફાયર સ્ટેશનની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. કતારગામ, કોસાડ, મોટા વરાછા, કાપોદ્રા ફાયર સ્ટેશનના અધિકારીઓ અને જવાનો શ્રમિકોને બચાવાની કામગીરી કરી રહ્યા છે. કન્સ્ટ્રક્શન સાઈટ પર લોકોની ભારે ભીડ ઉમટી પડતાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

March 17, 2021
coronahotspot.jpeg
1min719

સુરત શહેરમાં ગુજરાત રાજ્ય બહારથી આવતા તમામ વ્યક્તિએ ફરજીયાત સાત(૭) દિવસ હોમ ક્વોરન્ટાઈન થવું તેમજ ઘરમાં પણ અન્ય વ્યક્તિને સંક્રમણ ન થાય તે માટે અલગથી હોમ આઇસોલેશનમાં રહેવાનું રહેશે અને તે દરમ્યાન જો લક્ષણો જણાય તો તાત્કાલિક કોવિડ-19 નો ટેસ્ટ કરાવવાનો રહેશે.

Image
March 15, 2021
coronaupdate.jpg
1min639

ગુજરાત રાજ્યમાં તા.૧૪મી માર્ચ ૨૦૨૧ની રાત્રે ૯ કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કુલ 810 કેસ નોંધાયા છે. આ જ સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં કોરોનાના 586 દર્દીઓ સ્વસ્થ થયા છે. ગુજરાતમાં રાજ્યમાં કુલ 2,69,361 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. જેથી રાજ્યનો રિકવરી રેટ પણ 96.82%એ પહોંચ્યો છે.

રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં 163, સુરતમાં 241, વડોદરામાં 117 તેમજ રાજકોટમાં 70 દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 4422 એક્ટિવ કેસમાંથી 54 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 4368 સ્ટેબલ છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 મોત અને ખેડામાં 1 મોત નોંધાતા હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4424એ પહોંચ્યો છે.

March 12, 2021
breaking_CIA-1280x831.jpg
2min1017
May be an image of 2 people
Surat Mayor Hemali Boghawala with PM Shri Modi, File Photo

સુરત મહાનગરપાલિકાના મેયર તરીકે હેમાલી બોઘાવાલા તેમજ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન તરીકે ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ પરેશ પટેલની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણી તેમજ શાસક પક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપૂતની વરણી કરવાનો મેન્ડેટ ભાજપના પ્રદેશ મોવડી મંડળે આપ્યો હતો.

May be an image of 4 people and people smiling
SMC Standing Committee chairman Shri Paresh Patel with PM Shir Modi, file photo

Standing Committee Members

સ્થાયી સમિતિની ટીમ

  • વ્રજેશ ઉનડકટ,
  • ઉર્વશી પટેલ,
  • ચીમન પટેલ,
  • દક્ષેશ વાઘાણી,
  • સુધાકર ચૌધરી,
  • મનીષા મહાત્મા,
  • ભૂષણ પાટીલ,
  • રશ્મિબેન,
  • અમીતાબેન પટેલ,
  • ધર્મેશ ભાલાળા

ભાજપાના પ્રદેશ મોવડી મંડળે સુરતમાં જ્ઞાતિ કે કોમના કોઇપણ સમીકરણોને પ્રાધાન્ય નહીં આપીને પહેલી વખત બોલ્ડ નિણર્ય લીધો છે.

March 4, 2021
surat_loksabha.png
1min514

દેશમાં 10 લાખ કરતા વધારે વસ્તીવાળા શહેરોમાં રહેનારા બેંગ્લુરુ સૌથી બેસ્ટ શહેર બન્યું છે. જ્યારે 10 લાખથી ઓછી વસ્તીવાળા શહેરોમાં શિમલા ટોપ પર છે. કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાના મંત્રાલયે ઈઝ ઓફ લિવિંગ રેંકિંગ-2020 (Ease of Living Index India List) જાહેર કર્યું છે.

કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાના મંત્રી હરદીપસિંહ પૂરીએ રિપોર્ટ જારી કર્યો છે. ખાસ વાત એ છે કે દેશની રાજધાની દિલ્હી આ બન્ને કેટેગરીમાં 10મા નંબર સુધી પણ નથી પહોંચી શક્યું. દિલ્હી 13મા નંબર પર રહ્યું છે. આ લિસ્ટમાં અમદાવાદ 10 લાખથી વધારે વસ્તીવાળા શહેરોમાં ત્રીજા નંબર પર છે આ સિવાય અહીં સુરત અને વડોદરાનો પણ સમાવેશ થાય છે. જ્યારે 10 લાખ કરતા ઓછી વસ્તીવાળા શહેરોમાં ગાંધીનગર 7મા નંબર પર છે.

રહેવા માટે બેસ્ટ શહેરોના રેંકિંગમાં ધેશમાં 111 શહેરોનો સર્વે કરવામાં આવ્યો. શહેરને બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા. પહેલી કેટેગરીમાં એ શહેર જોડાયા જેમની વસ્તી 10 લાખ કરતા વધારે હતી જ્યારે બીજી કેટેગરીમાં એ શહેરોનો સમાવેશ કરાયો છે જ્યાં 10 લાખ કરતા ઓછી વસ્તી હતી. આ શહેરોમાં એ વાત જોવામાં આવી કે તેમની ગુણવત્તા કેવા સ્તરની છે જ્યાં વિકાસના કામ કરાયા છે, તેની લોકોના જીવ પર કેવી અસર પડે છે.

પહેલી વખત 2018માં રેંકિંગ કરાયું હતું જ્યારે બીજી વખત 2020માં શહેરોનું રેંકિંગ કરાયું. આ કેટેગરીમાં મુખ્ય ત્રણ પિલર્સ છે, આ પિલર્સમાં રહેવાની ગુણવત્તા જેના રેંકિંગ માટે 35 ટકા પોઈન્ટ્સ રાખવામાં આવ્યા છે. બીજો પિલર આર્થિક યોગ્યતા માટે 15% પોઈન્ટ્સ અને વિકાસની સ્થિતિ માટે 20% અંક નક્કી કરાયા છે, પછી 30% લોકો વચ્ચે કરાયેલા સર્વેના આધારે પોઈન્ટ્સ આપવામાં આવ્યા છે.

આ સાથે શહેરોમાં 14 કેટેગરી બનાવવામાં આવી હતી. આ કેટેગરીમાં એ શહેરનું શિક્ષણ સ્તર, સ્વાસ્થ્ય, રહેવાસ અને આશ્રય, સાફ-સફાઈ, ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, સુરક્ષા વ્યવસ્થા, આર્થિક વિકાસનું સ્તર, આર્થિક તકો, પર્યાવરણ, વૃક્ષો, ઈમારતો, એનર્જીનો ઉપયોગ વગેરે જેવી કેટેગરીની સમીક્ષા કરાઈ છે. આ પછી ત્યાં લોકો વચ્ચે સર્વે કરાયો. આ સર્વે 19 જાન્યુઆરી 2020થી 2020 સુધી કરાયો. સર્વેમાં 32,20,000 લોકોએ પોતાનો મત રજૂ કર્યો. આ મંતવ્યો ઓનલાઈન ફીડબેક, ક્યુ આર કોડ, ફેસ ટૂ ફેસ સહિત અન્ય માધ્યમોથી લેવામાં આવ્યા હતા. આ પછી 111 શહેરોની સમીક્ષા કર્યા બાદ તેના રેંકિંગ કરાયા.

10 લાખથી વધારે વસ્તીવાળા શહેરોનું રેંકિંગ લિસ્ટ
1. બેંગ્લુરુ- 66.70
2. પુણે- 66.27
3. અમદાવાદ- 64.87
4. ચેન્નાઈ- 62.61
5. સુરત- 61.73
6. નવી મુંબઈ- 61.60
7. કોયમ્બતુર- 59.24
8. વડોદરા- 59.24
9. ઈન્દોર- 58.58
10. ગ્રેટર મુંબઈ- 58.23

10 લાખ કરતા ઓછી વસ્તીવાળા શહેરોનું રેંકિંગ
1. શિમલા- 60.90
2. ભુવનેશ્વર- 59.85
3. સેલવાસા -58.43
4. કોકિનાડા- 56.84
5. સેલમ- 56.40
6. વલ્લોર- 56.38
7. ગાંધીનગર- 56.25
8. ગુરુગ્રામ -56.00
9. દાવનગેરે -55.25
10. તિરુચિરાપલ્લી- 55.24