CIA ALERT

Slider Archives - Page 491 of 492 - CIA Live

June 19, 2018
1min13870
રશિયામાં ચાલી રહેલા FIFA વર્લ્ડ કપ માટે સાઉદી અરબની ટીમ લઇને સેન્ટ પીટર્સબર્ગથી રોસ્તોવ લઈ જઈ રહેલા પ્લેનમાં અચાનક આગ લાગી ગઈ હતી. જોકે, એરલાયન્સના એરબસ જેટને સલામત રીતે જમીન પર લેન્ડ કરાવવામાં સફળતા મેળવી હતી અને તેને કારણે જ વર્લ્ડ કપ ફૂટબોલ ટુર્નામેન્ટ એક કાળમુખી ઘટનાથી સહેજમાં ઉગરી જવા પામી છે. સાઉદી અરેબિયાની ફૂટબોલ ટીમના કોઈ ખેલાડીઓને નુકસાન થયું હોવાની માહિતી નથી મળી. પ્લેનમાં આગ લાગી હોવાની ઘટનાના વિડીયોઝ વિશ્વભરના સોશ્યલ મિડીયામાં ભારે વાઇરલ થયા હતા.
સાઉદીની નેશનલ ટીમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ખેલાડીઓ સુરક્ષિતત હોવાની માહિતી અપાઈ છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, “સાઉદી અરબ ફૂટબોલ ફેડરેશન સૌને આશ્વસ્ત કરવા માગે છે કે વિમાનમાં ટેક્નિકલ ખરાબીના કારણે સાઉદીની નેશનલ ટીમના તમામ ખેલાડીઓ સુરક્ષિત છે.”
એરલાઇન્સે આગની ઘટના જ નકારી દીધી
એરલાયન્સે જણાવ્યું કે વિમાનના એન્જિનમાં પક્ષી ફસાઈ જવાથી આ ઘટના બની. જોકે, એરલાયન્સે વિમાનમાં આગની ખબરને નકારી દીધી છે. પણ સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં દેખાય છે કે વિમાનમાં કેવી આગ લાગી હતી.
https://www.youtube.com/watch?v=QTjr6Eim_gE
June 18, 2018
sakuntla.jpg
1min14730

જયેશ બ્રહ્મભટ્ટ

માનવીના મન પાસે અપાર અને અસિમીત શક્તિઓ છે, માનવીનું મન ધારે તો કોઇપણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે એવું શાસ્ત્રોમાં તો લખાયું જ છે પણ વિજ્ઞાન પણ એવું કહે છે અને તેની પ્રતીતિ કરાવતા સાક્ષાત પરચાઓ આપણી નજર સામે આવતા-જતા રહે છે પણ 99.5 ટકા લોકો પોતાના મનનો ઉપયોગ અદ્વિતીય સિદ્ધી હાંસલ કરવા માટે કરી શક્તા નથી. અહીં એક એવી જીવતી વારતાં  રજૂ કરી રહ્યો છું કે જેને વાંચ્યા પછી કદાચ કોઇ વાચક પોતે અથવા અન્ય કોઇને કશું ક હાંસલ કરવાની પ્રેરણા આપી શકે.

 મહારાષ્ટ્ર બોર્ડના ચેરપર્સન શકુંતલા કાલે

તમે ક્યારેય વિચારી શકો કે કોઇ છોકરી જેના 14 વર્ષની ઉંમરે લગ્ન થઇ જાય અને 18 વર્ષ સુધીમાં તો બે બાળકોની માતા પણ બની જાય અને પછી એ ભણવાનું શરૂ કરીને મહારાષ્ટ્ર MPSC મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનની ક્લાસ-2 ઓફિસર અને એ પછી ક્લાસ-વન ઓફિસરની પરીક્ષા પાસ કરીને આજની તારીખમાં એ ભારતના સૌથી મોટા સેકન્ડરી બોર્ડ, મહારાષ્ટ્ર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરપર્સન એટલે કે સૌથી ટોચના અધિકારી બની જાય…

આ મહિલાનું નામ છે શકુંતલા કાલે. મહારાષ્ટ્રના ક્લાસ-વન દરજ્જાના સનદી અધિકારી છે અને 2017ના સપ્ટેમ્બરની 25મી તારીખે એમને મહારાષ્ટ્ર બોર્ડના ચેરમેન તરીકે સરકારે નિયુક્ત કર્યા ત્યારે સમગ્ર વિશ્વને એ બાબતની જાણ થઇ કે આ સનદી અધિકારીના તો 14 વર્ષની ઉંમરે લગ્ન થઇ ગયા હતા અને 18 વર્ષની ઉંમર સુધીમાં તો તેઓ બે સંતાનોના માતા બની ચૂક્યા હતા.

શકુંતલા કાલે જ્યારે 14 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. પરિવારમાં માં મજૂરી કરીને ગુજરાન ચલાવતી. એ સમયે બાળલગ્નની પ્રથા મહારાષ્ટ્રના ગામોમાં જીવંત હતી એટલે શકુંતલા નામની છોકરીના 14 વર્ષની વયે લગ્ન કરીને તેને સાસરે વળાવી દેવામાં આવી. જ્યારે બે સંતાનોને જન્મ આપી દીધો ત્યારે શકુંતલા કાલેને જીવનમાં કંઇક અદ્વિતીય કરી છૂટવાની તમન્ના જાગી અને તેમણે ડિસ્ટન્સ લર્નિંગ સંસ્થામાંથી ધો.12ની પરીક્ષા આપી અને પાસ થઇ ગયા. બસ પછી ધૂન લાગી કે મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપીને સરકારી નોકરી મેળવું.

શકુંતલા કાલેએ એ સમયે પૂણા વિશ્વ વિદ્યાલય કે જે આજે સાવિત્રીબાઇ ફુલે વિશ્વવિદ્યાલયથી જાણીતી છે એ યુનિવર્સિટીમાંથી એમ.એ. મરાઠીની ડિગ્રી મેળવી. ડિગ્રી મળવાની સાથે જ તેઓ જે સ્કુલમાં ભણ્યા હતા ત્યાં ટીચર તરીકેની નોકરીમાં જોડાઇ ગયા. બસ હવે શકુંતલા કાલેનું સપનું હતું કે એમપીએસસીની પરીક્ષા આપું. એ સમયે કોઇ લાઇબ્રેરી, પુસ્તક કે કશું ન હતું પણ રેડીયો સાંભળતા અને રેડીયો પણ એટલે સાંભળતા કે ઉંઘવાનું ઓછું અને રેડીયો વધારે સાંભળવાનો કે જેથી બાહ્ય નોલેજ, જાણકારી, જનરલ અવેરનેસ મળે. પોતાની જાતને જ પ્રેરણા આપતા, સેલ્ફ મોટીવેશન થકી શકુંતલા કાલેએ ક્લાસ-ટુ ઓફીસરની પરીક્ષા પાસ કરી દીધી અને જોતજોતામાં તો ક્લાસ-વન ઓફીસર તરીકે મહારાષ્ટ્ર સરકારને સેવા આપતા થઇ ગયા.

શકુંતલા કાલે કહે છે  નો પેઇન નો ગેઇન, આજના બાળકોને સ્ટ્રગલ વાળી લાઇફ ગમતી નથી, માબાપ તેમના સંતાનોને સોફ્ટ ટાર્ગેટ, કમ્ફર્ટ ઝોનમાં ભણાવે છે. પણ પુરુષાર્થ વગર કશું નક્કર મેળવી શકાતું નથી. શકુંતલા કાલે સવારે 3 વાગ્યે ઉઠીને પીવાનું પાણી ભરવા માટે પાંચ કિલોમીટર પગપાળા જતા હતા. આજે તેઓ મહારાષ્ટ્ર બોર્ડમાં ચેરમેન તરીકે 20 લાખથી વધુ વિદ્યાર્થીઓની સર્ટિફિકેટ્સ પર તેમના ઓટોગ્રાફ આપી રહ્યા છે.

June 18, 2018
sudixa-copy.jpg
1min15190

જયેશ બ્રહ્મભટ્ટ

આજકાલ ગરીબ અને મિડલ ક્લાસ પરિવારોના સંતાનોમાં નહીં ભણવા માટેનું જો કોઇ સોલિડ કારણ હોય તો એ પરિવારની આર્થિક સ્થિતિ છે, મા-બાપને ફી પોષાય તેમ નથી. આવી બહાનાબાજીથી ઉપર ઉઠીને ઉત્તર પ્રદેશના બુલંદ શહેરની એક અત્યંત ગરીબ પરિવારની દિકરી સુદીક્ષા ભાટીએ જે કરી બતાવ્યું છે એ કોઇપણ કરી શકે છે, પણ કરવા માટેની શુદ્ધ દાનત હોવી જોઇએ. અત્યંત ગરીબ પરિવારમાંથી આવતી સુદીક્ષાએ અમેરિકામાં ભણવું હતું અને તેને ખબર હતી કે જો તે અવ્વલ દરજ્જા સાથે ધો.12 પાસ થશે તો સેંકડો સ્કોલરશીપ્સ એવી છે કે એ જાત મહેનતથી મેળવીને અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે. સુદીક્ષાએ પોતાના આ ઇમેજિનેશનને રિયાલિટીમાં કન્વર્ટ કરતા ધો.12 સેન્ટ્રલ બોર્ડમાં 98 ટકા સાથે પાસ કરીને અમેરિકાની પ્રસિદ્ધ બોબસન કોલેજમાં પ્રવેશ અરજી કરી હતી, પરીક્ષા આપી હતી અને સૌના આશ્ચર્ય વચ્ચે સુદીક્ષાને બોબસન કોલેજની ભણવાની પૂરેપૂરી ફીની રકમ એટલે કે ભારતીય ચલણ મુજબ રૂ.3.8 કરોડની સ્કોલરશીપ મળી છે.

સુદીક્ષા ભાટી જેણે સીબીએસઇમાં ધો.12 98 ટકા લાવીને અમેરિકાની કોલેજની રૂ.3.8 કરોડની સ્કોલરશીપ મેળવી

ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં રહેતી સુદીક્ષા ભાટીને અમેરિકાની પ્રતિષ્ઠિત બોબસન કોલેજમાં અભ્યાસ માટે સંપૂર્ણ ફીની સ્કોલરશિપ મળી હોવાના સમાચાર સમગ્ર ભારતમાં વાઇરલ થઇ રહ્યા છે. અત્યંત સામાન્ય પરિવાર એટલે કે સુદીક્ષાના પપ્પા ચાની લારી ચલાવીને પરિવારનું પેટીયું રળે છે એવા પરિવારમાંથી આવીને . 12માં સીબીએસઈમાં 98% માર્ક મેળવનાર તેમજ બુલંદ જિલ્લામાં પ્રથમ ક્રમે ઉત્તિર્ણ થનાર સુદીક્ષા માટે આ પરીક્ષા બિલકુલ સરળ નહતી.

સુદીક્ષાનો પ્લસ પોઇન્ટ શું

સુદીક્ષાનો પ્લસ પોઇન્ટ એ જ છે કે  પરિવારની આર્થિક સ્થિતિ અને સામાજિક બાબતોને કોરાણે મુકીને સુદીક્ષાએ અભ્યાસમાં મન પરોવાયેલું રાખ્યું એટલું જ નહીં પરંતુ હવે તે યુએસની નામાંકિત કોલેજમાં અભ્યાસ માટે જઈને પોતાનું સપનું સાકાર કરી રહી છે.

સુદીક્ષા માતા-પિતા સાથે

વંચિતો માટેની શાળામાં ભણી સુદીક્ષા

સુદીક્ષાએ કહ્યું કે, ‘પહેલા મારા માટે અભ્યાસનું સપનું સાકાર કરવાનું સરળ નહતું. 2011માં મને વિદ્યાજ્ઞાન લીડરશિપ એકેડમી સ્કૂલમાં એડમિશન મળ્યું. આ શાળામાં મોટેભાગે વંચિત સમુદાયના બાળકો ભણે છે અને મને પણ ત્યાં ભણવાની તક મળી હતી. શરૂઆતમાં મારા પરિવાર અને સંબંધિઓને વાંધો હતો, પરંતુ મારા માતા-પિતાએ અભ્યાસ ચાલુ રાખવા પ્રોત્સાહન આપ્યું હતું.’

વિદ્યાવાન સ્કોલશિપ એકેડમીની સ્થાપના 2009માં શિવ નાડાર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી. તે વખતે બુલંદશહેર અને સીતાપુરમાંથી 1900થી વધુ પરિવારના બાળકો આ કાર્યક્રમ હેઠળ પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવી શક્યા હતા. સુદીક્ષા બીજા બાળકોને એટલું કહેવા માંગે છે કે કોઈપણ પોતાના સપનાને સાકાર કરી શકે છે બસ માત્ર મહેનત કરવાનું બંધ ના કરવું જોઈએ.

June 16, 2018
suratairport1.jpg
1min16460

જયેશ બ્રહ્મભટ્ટ

cialive9@gmail.com

સુરત એરપોર્ટ પર ટૂંક સમયમાં એર એશિયા અને ઇન્ડીગો એરલાઇન્સ દ્વારા સુરતને કેન્દ્રમાં રાખીને સંખ્યાબંધ ફ્લાઇટ શરૂ કરશે. આ બન્ને એરલાઇન્સ કમસે કમ 8 જેટલી ફ્લાઇટ્સ સાથે સુરતને સાંકળી લેવાનું આયોજન ધરાવે છે જેમા વારાણસી, કોલકાત્તા, જમ્મુ, પટણા જેવા શહેરો સાથે સુરત એરપોર્ટને સાંકળી લેવામાં આવશે.

એક સમયે એકમાત્ર દિલ્હીની ફ્લાઇટ ધરાવતા સુરત એરપોર્ટ પર આગામી દિવાળી સુધીમાં સંખ્યાબંધ ફ્લાઇટ અને એ પણ રાઉન્ડ ધ ક્લોક આવતી જતી જોવા મળશે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એર એશિયા ચાર નવા પ્લેન ખરીદી રહી છે અને આ ચાર પૈકી 2 ફ્લાઇટ સુરત એરપોર્ટ પર ફાળવી દેવાનું પ્લાનિંગ છે. એર એશિયા દ્વારા સુરત હાલમાં સુરત બેંગ્લોર વચ્ચે ફ્લાઇટ ચલાવવામાં આવે છે અને હવે પછી એર એશિયા સુરતથી કોલકાતા, કોલકાતાથી વાયા દિલ્હી અને ત્યાંથી જમ્મુને કનેક્ટ કરતી ફ્લાઇટ શરૂ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. એવી જ રીતે અન્ય એક ફ્લાઇટમાં સુરતથી પટણા વચ્ચે પણ ફ્લાઇટ આપવાનું પ્લાનિંગ હોવાનું જાણવા મળે છે. સુરતથી વારાણસી અને પટનાની ફ્લાઇટ કનેક્ટીવીટી ઓગસ્ટમાં શરૂ કરી દેવાશે જ્યારે સુરતથી પટના ઓક્ટોબરમાં શરૂ કરવામાં આવે તેવું શિડ્યુલ ગોઠવાયું છે.

ઇન્ડિગો એરલાઇન્સ 6 ફ્લાઇટ્સ લઇને સુરત એરપોર્ટ ધમધમતુ કરી મૂકશે

ભારતમાં ડોમેસ્ટિક એરલાઇન્સ ક્ષેત્રમાં નફો કરતી એકમાત્ર કંપની ઇન્ડિગો એરલાઇન્સ પહેલી વખત સુરત એરપોર્ટ પર આવી રહી છે. સુરત એરપોર્ટ પર ઇન્ડીગો એરલાઇન્સને પોતાની કેબિન માટે લોકેશન પણ ફાળવી દેવાયું છે. મળતી માહિતી મુજબ ઇન્ડિગોએ પોતાનું કામકાજ શરૂ કરવા માટે જરૂરી ફિલ્ડ સ્ટાફ માટેની રિક્રુટમેન્ટ પણ શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આગામી જુલાઇમાં 3 ફ્લાઇટ અને એ પછીના મહિને, ઓગસ્ટ 3 ફ્લાઇટ સુરત એરપોર્ટ સાથે સાંકળીને શરૂ કરવાનું પ્લાનિંગ ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા કરવામાં આવ્યું છે. કયા સેક્ટર ઇન્ડિગો પોતાની ફ્લાઇટ શરૂ કરશે હજુ સુધી એ નક્કી નથી, પણ સુરતથી છ ફ્લાઇટ્સ આગામી બે માસમાં શરૂ કરવા અંગેનો નીતિ વિષયક નિણર્ય ઇન્ડિગો એરલાઇન્સે લઇ લીધો છે.

સુરત એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગનું એક્સપાન્સન વર્કની તજવીજ

સુરત એરપોર્ટ પર જેમ જેમ ફ્લાઇટ્સની સંખ્યા વધી રહી છે તેમ તેમ ટર્મિનલ બિલ્ડિંગનો વ્યાપ વિસ્તાર વધારવાની અનિવાર્યતા પણ થઇ રહી છે. મળતી માહિતી મુજબ સુરત એરપોર્ટને રૂ.28 કરોડના ખર્ચે હાલના ટર્મિનલ બિલ્ડિંગને એક્સપાન કરવાની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે અને આગામી ડિસમ્બર 2018 સુધીમાં મહદઅંશે ટર્મિનલ બિલ્ડંગની સિકલ બદલાય જાય તેવું કામ હાથ ધરી દેવામાં આવશે.

રનવે સાથે ટેક્સી વે પણ સાકાર કરાશે

કોઇપણ એરપોર્ટ સાથે ટેક્સી વે ની અનિવાર્યતા છે. ટેક્સી વે એટલે મેઇન રનવે પર લેન્ડ કરતું પ્લેન રનવે પરથી 27 સેકન્ડમાં ટેક્સી વે પર પહોંચી જવું જોઇએ. જેથી જે તે એરપોર્ટ પરથી અન્ય ફ્લાઇટના ટેકઓફ કે લેન્ડિંગમાં વધારે સમય ન બગડે કે વેઇટિંગમાં ઉભા ન રહેવું પડે.

સુરત એરપોર્ટ પર હાલમાં ટેક્સી વે નથી, પરીણામે ટેક્સી વે પણ સાકાર કરવાનું પ્લાનિંગ છે જેથી ભવિષ્યમાં સુરત એરપોર્ટ પર ફ્લાઇટની સંખ્યામાં વધારો કરી શકાશે.

દિવાળી સુધીમાં સુરત એરપોર્ટ વ્યસ્ત બની જશે : સી.આર. પાટીલ

સુરતને એર કનેક્ટિવિટી મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેતા નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે જે રીતે ડેવલપમેન્ટ થઇ રહ્યા છે, નવી નવી એરલાઇન્સ સુરત એરપોર્ટથી ફ્લાઇટ શરૂ કરવા માટે વાટાઘાટો કરી રહી છે એ જોતા દિવાળી સુધીમાં તો સુરત એરપોર્ટ દેશના વ્યસ્ત એરપોર્ટસની યાદીમાં મૂકાય જશે એમાં શંકાને કોઇ સ્થાન નથી.

June 16, 2018
airport_building.jpg
1min15450

સુરત એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગ્સના મુદ્દે પખવાડિયામાં તપાસ રિપોર્ટ આવશે

એરપોર્ટના રનવેને નડતરરૂપ 80 બિલ્ડિંગ્સના 190 ફ્લેટ્સ પર હથોડા ઝીંકવા કે કેમ મુદ્દે હવે પખવાડિયામાં કોઈ સ્પષ્ટ સંકેત મળે તેમ છે. એરપોર્ટ ઓથોરિટીએ નાસિકની એજન્સીને સરવે કરીને તપાસ રિપોર્ટ તૈયાર કરવાનું કામ સોંપ્યુ છે. આ એજન્સી સોમવારથી સરવેનું કામ પણ હાથ ધરી દેશે. 80 જેટલી બિલ્ડિંગ્સના તમામ નહીં પણ 190 ફ્લેટ્સ પૈકી કેટલાક સમૂળગા તોડી નાંખવા પડે તો કેટલાકના આંશિક હિસ્સાને દૂર કરીને બિલ્ડિંગની ઉંચાઇ નિર્ધારિત પ્રમાણ સુધી લાવવી પડે તેમ છે.

 (પ્રતિકાત્મક તસ્વીર)

સૌથી પહેલા આ તપાસ એજન્સીએ આજે પાલિકા, કલેક્ટરાલય અને એરપોર્ટ ઓથોરિટી સાથે એક બેઠક પણ યોજી દીધી છે. ગયા સોમવારે ડીજીસીએના સ્ટાફે સુરતની મુલાકાત પણ લીધી હતી. છેલ્લાં ઘણા સમયથી 18 પ્રોજેક્ટ્સની 80 બિલ્ડિંગ્સ અને 190 ફ્લેટ્સ સુરત એરપોર્ટને નડી રહ્યાં છે. આ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં મુકાયો છે. આ મુદ્દે ગત 26મી મેના રોજ એક બેઠક સુરત પાલિકા, કલેક્ટરાલય, પીડબલ્યુડી વિભાગ, સુડા અને એરપોર્ટ ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે યોજાઈ હતી.

પાલિકાના અધિકારીઓએ જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા

બેઠકમાં પાલિકા તરફથી એવી રજૂઆત થઈ હતી કે, આ જે વિવાદી બિલ્ડિંગ્સ છે, તે પ્રોજેક્ટ્સની મંજૂરી માટે સુરત મહાનગર પાલિકા પાસે જે સમયે અરજીઓ સામે આવી હતી. તે સમયે રાજ્ય સરકારના પીડબલ્યુડી વિભાગના એનઓસીના આધારે ફાઇનલ પ્લોટ બનાવાયા હોઈ તેના ઉપર ડેવલપમેન્ટ માટેની મંજૂરીની પ્રક્રિયા આગળ વધારાઈ હતી. તેમાં એરપોર્ટ ઓથોરિટીએ પણ એનઓસી આપ્યું હોવાથી પાલિકાએ આ તમામ 80 બિલ્ડિંગ્સને સાંકળતા 18 પ્રોજેક્ટસને મંજૂરી આપી હતી. એટલે પાલિકાની તરફે કોઈ મુદ્દો રહેતો નથી. એમ કહીને સિફતપૂર્વક હાથ ખંખેરી લીધાં હતાં.

મ્યુનિ.ને ગેરમાર્ગે દોરીને પ્લાન મંજૂર કરાવાયા હતા

તપાસના ધમધમાટને પગલે ઓર્ગેનાઈઝર્સમાં ફફડાટ ફેલાવા માંડ્યો છે કેમકે વિવાદી પ્રોજેક્ટ્સના પ્લાન મંજૂર કરાવવા માટે પાલિકાને ખોટી વિગતો અપાઈ હતી. આને આધારે પાલિકા ઇચ્છે તો પ્લાન રદ્દ કરી શકે તેમ હોવા છતાં વિવાદમાંથી પાલિકાએ હોંશિયારીપૂર્વક હાથ બહાર કાઢી લીધાં છે. ઉપરથી કલેક્ટરાલય એટલે કે રાજ્ય સરકાર તરફથી આ મુદ્દે કોઈ સહયોગ જોઈતો હોય તો અમે આપવા માટે તૈયાર છીએ, તેવું જણાવીને હાથ ઉપર રાખ્યો હતો. એટલે દડો ફરી એરપોર્ટ ઓથોરિટીના પલ્લામાં પડ્યો હતો. એટલે, એરપોર્ટ ઓથોરિટીએ આવી બિલ્ડિંગ્સની તપાસ કરીને રિપોર્ટ કરાવવા માટેની ગતિવિધિ શરૂ કરી દીધી છે. 

June 16, 2018
carrats1.jpg
2min18310

જયેશ બ્રહ્મભટ્ટ

cialive9@gmail.com

ડાયમંડ નગરીથી જાણીતા સુરત શહેરના હાર્દ સમા અને હીરા ઉદ્યોગ જ્યાંથી વિસ્તરીને સમગ્ર વિશ્વમાં પહોંચ્યો છે એ વરાછા ખાતે આવેલા સૌરાષ્ટ્ર ભવન ખાતે આગામી તા.10થી 12 જુલાઇ દરમિયાન વિશ્વસ્તરીય ડાયમંડ એક્સપો જેનું નામાભિધાન કેરેટ્સ કરવામાં આવ્યુ છે એનું આયોજન સુરત ડાયમંડ એસોસીએશનના નેજા હેઠળ કરવામાં આવ્યું હોવાની પહેલી વહેલી જાહેરાત આજે બાબુભાઇ એન. ગુજરાતી જેઓ આ સંસ્થાના પ્રમુખ છે એમણે કરી છે.

કેરેટ્સ, સુરત ડાયમંડ એક્સપો અંગેની વિગતવાર માહિતી આપતા બાબુભાઇ એન. ગુજરાતી, ગૌરવ શેઠી વગેરે આગેવાનોએ જણાવ્યું હતું કે સુરત ખાતે યોજાનારું હીરા ઉદ્યોગનું આ પ્રદર્શન અનોખું એટલા માટે છે કેમકે તેમાં ટૂર્કી, પૂર્વ આફ્રિકા, સિંગાપોર, મલેશિયા, ચાઇના વગેરે જેવા દેશો સમેત વિશ્વભરમાંથી અંદાજે 10 હજારથી પણ વધુ ડેલિગેટ્સ ભાગ લેશે. આ એક્સપો એટલા માટે પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે કેમકે એ બીટુબી, બિઝનેસ ટુ બિઝનેસ પેટર્ન પર હશે અને હીરા ઉદ્યોગના ધંધાર્થીઓને નવા જોડાણોથી વાકેફ કરાવશે. કેરેટ્સ- સુરત ડાયમંડ એક્સપોમાં રાઉન્ડ શેપ અને ફેન્સી શેપ્સના પોલ્કી, રોઝ કટ, ફેન્સી કલર્સ ડાયમંડની આખી રેન્જ પણ જોવા મળશે.

સુરત ખાતે આગામી તા.10થી 12 જુલાઇ દરમિયાન યોજાનારા કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સપોમાં ભાગ લેનારા 60 ટકા પ્રદર્શકો પહેલી જ વખત કોઇ એક્સપોમાં ભાગ લઇ રહ્યા છે, બાયર્સ અને ટ્રેડર્સ માટે આ જ કારણે નવા જોડાણો શક્ય બની શકશે.

રેપાપોર્ટના માર્ટિન ખાસ ઉપસ્થિત રહેશે

સમગ્ર વિશ્વમાં ડાયમંડ ક્ષેત્રે વિશ્વસનીય નામ રેપાપોર્ટના માર્ટીન રેપાપોર્ટ કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સ્પો માટે ખાસ ઉત્તેજિત છે અને તા.10મી જુલાઇએ ખાસ ઉદઘાટનમાં પધારીને એક કલાકની કોન્ફરન્સને તેઓ સંબોધન પણ કરશે.

કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સો માટે ભારતમાં અનેક શહેરોમાં રૉડ શૉ

કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સોને ભારતમાં હાઇલાઇટ કરવા માટે દિલ્હી, કોલકાત્તા, હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નઇ, જયપુર જેવા મોટા શહેરો તેમજ ટૂ ટાયર કક્ષામાં આવતા ભારતના અન્ય શહેરોમાં પણ ખાસ રોડ શૉ કરવામાં આવશે. જેમાં સુરત ખાતે યોજાનારા કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સોમાં પધારવા માટે રજિસ્ટ્રેશન, ઇન્વિટેશન વગેરે આપવામાં આવશે.

રૂ.200 વિઝીટર ચાર્જ

કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સો નિહાળવા માટેની ઇચ્છા ધરાવનાર દરેક મુલાકાતીઓએ ઓન ધ સ્પોટ રૂ.200નો ચાર્જ ચૂકવવા પડશે.

જ્યારે હાલમાં તા.30મી જુન સુધી www.sdasurat.org ખાતે રજિસ્ટ્રેશન બિલકુલ ફ્રી થઇ રહ્યું હોવાનું સુરત ડાયમંડ એસોશીએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું.

 

NEWS for English Readers

B2B LOOSE DIAMOND EXHIBITION – 10, 11, 12 JULY 2018.

SDA is consistently working towards the growth of diamond industry and endeavors to keep it on the forefront of the world map. SDA takes great pride in announcing an exclusive showcase of loose diamonds “CARATS – Surat Diamond Expo” which will prove as a landmark event by opening new avenues for the Small and Medium scale diamond enterprises and boost B2B transactions by bringing SME’s directly in touch with big buyers.  The exhibition will be held on 10, 11, 12 July 2018 in Surat .

The exhibition brings together on a single platform in three days all operators of retail and wholesale trade, distributors, importers and exporters. The event will welcome around 10,000 global visitors and showcase comprehensive varieties of diamonds including round and fancy shapes, polki, rose cut and fancy color.

June 16, 2018
chatri1.jpeg
1min26350

ભારતમાં રચનાત્મકતા ઠાંસી ઠાંસીને ભરેલી છે. ભારતીયોની જીવનશૈલીને સરળત્તમ બનાવે તેવા ક્રિએશન આપણે દિનપ્રતિદિન માણી રહ્યા છે. અહીં અમે આપને જે કહેવા જઇ રહ્યા છે એ હાલ શરૂ થયેલા ચોમાસા દરમિયાન સૌથી વધુ પ્રાથમિકતા જેને આપવામાં આવે છે એ છત્રીને લગતા ક્રિએશન પર છે. કેરેલામાં હાલ એવી છત્રીઓ ચપોચપ ઉપડી રહી છે જેમાં વાઇફાઇ ઇનેબલ ડીવાઇસ છે અને એ મોબાઇલ સાથે કેનેક્ટ થઇને ફોનકોલ્સ, મ્યુઝીક તેમજ અન્ય સુવિધાઓ ચાલુ વરસાદે સરળતાથી પૂરી પાડે છે.

હાલમાં કેરેલા રાજ્યમાં વાઇફાઇ છત્રીની ભારે બોલબાલા છે. વાઇફાઇ અમ્બ્રેલા એ એવી છત્રી છે જે બ્લ્યુ ટુથથી મોબાઇલ સાથે કનેક્ટ થાય છે અને વરસાદમાં જ્યારે યુઝર છત્રી ખોલીને બચવાનો પ્રયાસ કરે છે બરાબર એ જ સમયે મોબાઇલ ફોનમાં કોલ આવે તો એ કોલને પણ એટેન્ડ કરી શકે છે. મોબાઇલ ફોન ભલે ખિસ્સામાં હોય કે કેરીબેગમાં હોય. વાઇફાઇ અમ્બ્રેલાના હાથા પર લાગેલા બ્લ્યુ ટુથ ઇક્વિપમેન્ટને કારણે યુઝર ફોન કોલ એટેન્ડ કરીને વાતચીત કરી શકે છે.

આ અત્યંત શુલભ અને ઉપયોગી વાઇફાઇ અમ્બ્રેલાથી બે ફાયદા થાય છે. વરસાદમાં મોબાઇલ હેન્ડસેટનો ભીનો થતા બચાવી શકાય છે. બીજો ફાયદો ચાલુ વરસાદે છત્રી બે કામ આપે છે. વરસાદથી તો બચાવે છે પરંતુ, સાથોસાથ મોબાઇલ ટોક પણ સરળતાથી થઇ શકે છે.

                                                                                                                                                            (સૌજન્ય આઇબીએન ન્યુઝ ચેનલ)

પોપી અમ્બ્રેલાની ટીવી એડ જે હાલમાં કેરલમાં ધૂમ મચાવી રહી છે

June 16, 2018
w1.jpg
1min16930

ચાલુ સપ્તાહમાં વોટ્સ એપ દ્વારા તેની સર્વિસ અંગેના પેજ પર કેટલાક અપડેટ્સ શેર કરવામાં આવ્યા હતા. જે મુજબ  ડિસેમ્બર 2018થી વોટ્સ એપ એપ્લિકેશન કેટલા હેન્ડસેટમાં વર્ક નહીં કરી શકે. પરીણામે એ મોબાઇલ હેન્ડસેટ્સ પર વોટ્સએપ કામ કરતું બંધ થઇ જશે. સેકન્ડ હેન્ડ માર્કેટમાંથી સસ્તા મોબાઇલ લેતા ભારતના કરોડો યુઝર્સને વ્હોટ્સએપના આ ચેન્જને કારણે મોટી અસર થશે એમ માનવામાં આવે છે.

ભારતમાં સેકન્ડ હેન્ડ મોબાઇલ ફોન ખરીદનારાઓની સંખ્યા ઘણી મોટી છે. ગ્રામીણ વિસ્તારોમાં હજુ આજે પણ એન્ડ્રોઇડના જૂના વર્ઝન ધરાવતા સેકન્ડ હેન્ડ મોબાઇલ ફોન લે-વેચનું ટર્નઓવર કરોડો રૂપિયામાં છે. આજે આવા સેકન્ડ હેન્ડ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન ખરીદવા પાછળનું સૌથી મોટું કારણ જ સોશ્યલ મિડીયા અને તેમાં પણ ફેસબુક અને વ્હોટ્સ એપ જ મહદઅંશે હોતું હોય છે ત્યારે વ્હોટ્સ એપની સુવિધા બંધ કરવાના કારણો કરોડો ફોન ઇન્સ્ટ્રુમેન્ટસ ફક્ત કોલિંગ કે ટેક્સ્ટ મેસેજિંગ સેવા માટે જ ચાલી શકશે.

  • નોકીયા S40 મોડેલમાં 31 ડિસેમ્બર 2018થી વોટ્સ એપ એપ્લિકેશન કામ કરતી બંધ થઇ જશે
  • 2.3.3 નંબરના એન્ડ્રોઇડ વર્ઝન ધરાવતા મોબાઇલ ફોનમાં વ્હોટ્સ એપ એપ્લિકેશન બિલકુલ ચાલી નહીં શકે
  • વ્હોટ્સએપ 3GS/iOS 6 નંબરના આઇફોનમાં સપોર્ટ કરતું બંધ થઇ જશે
  • બ્લેકબેરી OS અને બ્લેકબેરી 10માં વ્હોટ્સ એપ એપ્લિકેશન્સ સપોર્ટ જ નહીં કરે.
  • બ્લેકબેરીના એન્ડ્રોઇડ સિસ્ટમથી ચાલતા PRIV, DTEK50, KEYone અને KEY2માં વ્હોટ્સ એપ એપ્લિકેશન અને સુવિધા ચાલુ રહેશે
  • વિન્ડોઝ 8.0 અને તેનાથી જૂના મોબાઇલ ફોન્સમાં 1 જાન્યુઆરી 2018થી વ્હોટ્સ એપ એપ્લિકેશન સપોર્ટ નહીં કરે.
  • એન્ડ્રોઇડ 2.3.7 જીંજરબ્રેડ વર્ઝન ધરાવતા કોઇપણ મોબાઇલ ફોનમાં ફેબ્રુઆરી 1, 2020થી વ્હોટ્સએપ એપ્લિકેશન સપોર્ટ નહીં કરે
  • આઇફોન્સના iOS 7 મોબાઇલ ફોન્સ પર ફેબ્રુઆરી 1, 2020થી વ્હોટ્સ એપ કામ કરતું બંધ થઇ જશે.
June 15, 2018
drug.jpg
1min13370

બે બ્રિટિશ અને એક વિયેટનામના એેમ ત્રણ વિદેશી નાગરિકો સહિત કુલ ૧૦ જણની ધરપકડ

સમગ્ર વિશ્વમાં પથરાયેલા ડ્રગ રેકેટનો ભંડાફોડ કરતા ડીઆરઆઇએ વડોદરા-ગોવા-મહારાષ્ટ્રની જુદી જુદી જગ્યાઓ પર દરોડાની કાર્યવાહી હાથ ધરીને 10 જણાની ધરપકડ તો કરી જ છે સાથે 308 કિલોગ્રામ કેટામાઇનનો જથ્થો પણ કબજે કર્યો છે. અબજો રૂપિયાના આ કાળા કારોબારનો રેલો ગુજરાતના વડોદરા સુધી વિસ્તર્યો છે.

કેટામાઇન ડ્રગ્સના બનાવીને સપ્લાય કરવાના એક ઇન્ટરનૅશનલ રૅકેટનો ભંડાફોડ DRI મુંબઇએ કર્યો છે. ડીઆરઆઇએ કરેલી કાર્યવાહીમાં ગોવા, રાયગડ તેમ જ વડોદરામાં જુદા જુદા સ્થળોએ રેઇડ પાડી મોટા પ્રમાણમાં ડ્રગ જપ્ત કર્યું છે. અધિકારીઓએ બે બ્રિટિશ અને એક વિયેટનામના એેમ ત્રણ વિદેશી નાગરિકો સહિત કુલ ૧૦ જણની ધરપકડ કરી છે. આ રૅકેટને પકડવા માટે અધિકારીઓએ ‘ઑપરેશન વિટામિન’ હાથ ધર્યું હતું અને એમાં ૨૫૦ કિલો કેટામાઇન બનાવવા માટેનું ૨૦૦૦ કિલો રૉ-મટીરિયલ જપ્ત કર્યું છે.

આ ડ્રગની ડીલ હવાલા દ્વારા થતી હતી અને ભારતમાં આ ડ્રગની સપ્લાય માટે સારીએવી ચેઇન બનાવવામાં આવી હતી. અધિકારીઓએ ત્રણ દિવસમાં સિરીઝ પ્રમાણે ગોવા, વડોદરા અને રાયગડમાં રેઇડનું આયોજન કર્યું હતું અને ૩૦૮ કિલો કેટામાઇન જપ્ત કર્યું હતું, જેમાં રહેવાસી અને ઇન્ડસ્ટ્રિયલ સંકુલનો પણ સમાવેશ છે.

June 15, 2018
gm-1280x1280.png
1min13000

ભારતીય-અમેરિકન મહિલા ધિવ્યા સૂર્યદેવરાની વિશ્વ વિખ્યાત ઓટોમોબાઇલ કંપની જનરલ મોટર્સ (GM)ના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) તરીકે નિમણૂક કરવામાં આવી છે. હાલ કોર્પોરેટ ફાઇનાન્સના વાઇસ પ્રેસિડન્ટ સૂર્યદેવરા પહેલી સપ્ટેમ્બરથી GMના હાલના CFO ચક સ્ટિવન્સનું સ્થાન લેશે.

વિશ્વવિખ્યાત ઓટોમોબાઇલ કંપની જનરલ મોટર્સમાં મૂળ ભારતીય ધિવ્યા સૂર્યદેવરા તા.1લી સપ્ટેમ્બર 2018થી ચીફ ફાઇનાન્સ ઓફિસર તરીકે ફરજ બજાવશે

ચેન્નાઈમાં જન્મેલાં 39 વર્ષનાં ધિવ્યા સૂર્યદેવરા જુલાઈ 2017થી GMના કોર્પોરેટ ફાઇનાન્સના વાઇસ પ્રેસિડન્ટ છે. તે કંપનીના CEO મેરી બારાને રિપોર્ટ કરશે. ઉલ્લેખનીય છે કે, મેરી બારા 2014થી કંપનીના વડા છે. બારા અને ધિવ્યા સૂર્યદેવરા ઓટો ઉદ્યોગમાં તેમના હોદ્દા પર પ્રથમ મહિલા છે. અન્ય કોઈ વૈશ્વિક ઓટો કંપનીના CEO કે CFO તરીકે મહિલા એક્ઝિક્યુટિવ નથી. આ સાથે GM મહિલા CEO અને CFO ધરાવતી હર્ષી કંપની અને અમેરિકન વોટરવર્ક્સ જેવી S&P 500 કંપનીઓની યાદીમાં જોડાશે.

ધિવ્યા સૂર્યદેવરાએ યુનિવર્સિટી ઓફ મદ્રાસમાંથી કોમર્સમાં સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યાર પછી તે ૨૨ વર્ષની વયે હાવર્ડ યુનિવર્સિટીમાં MBA માટે અમેરિકા ગયાં હતાં. સૂર્યદેવરા ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ અને એકાઉન્ટન્ટ છે. તેમણે 25 વર્ષની વયે 2005માં GMમાં જોડાતાં પહેલાં UBS અને પ્રાઇસવોટરહાઉસકુપર્સમાં કામ કર્યું છે. બારાએ જણાવ્યું હતું કે, “ધિવ્યાના અનુભવ અને ઘણી મહત્ત્વની ભૂમિકામાં લીડરશિપથી કંપની ઉત્તમ કામગીરી દર્શાવવામાં સફળ રહી છે.”

સ્ટિવન્સ (58 વર્ષ) જાન્યુઆરી 2014થી GMના CFO રહ્યા છે. તે આગામી વર્ષે માર્ચ મહિનામાં કંપનીમાં 40 વર્ષની મેરેથોન ઇનિંગ્સ પછી નિવૃત્તિ લેશે. કંપનીના જણાવ્યા અનુસાર સ્ટિવન્સ નિવૃત્તિ સુધી કંપનીના સલાહકારપદે રહેશે. સ્ટિવન્સે 1978માં બ્યુક ડિવિઝનમાં કામગીરી શરૂ કરી હતી.