CIA ALERT

Slider Archives - Page 489 of 491 - CIA Live

June 22, 2018
nemaar.jpg
1min18000
  1. During Brazil’s 1-1 draw with Switzerland, Neymar was fouled 10 times.
  2. Messi did face heavy marking too, but he also had two uninspired performances for Argentina.
  3. Salah scored a penalty against Russia but only after the hosts led by three goals, and his mobility was clearly affect

સ્વીટ્ઝર્લેન્ડ સામેની મેચમાં નેમારને 10 વખત નિયમભંગ કરતા પકડી પાડવામાં આવ્યો હતો.

વર્લ્ડ કપની બન્ને મેચમાં મેસ્સી પાસે જે પ્રકારની રમતની અપેક્ષા હતી એ મુજબ નહીં પણ સાવ કંગાળ રમત દાખવી

રશીયા સામે સાલેહ એક પેનલ્ટી શૂટથી ગોલ કર્યો પરંતુ, એ પહેલા રશીયાએ ત્રણ ગોલ કરી દીધા હતા

આ છે વર્લ્ડ કપ ફૂટ બોલ 2018ના સુપરસ્ટાર્સનું પરફોર્મન્સ. એક માત્ર પોર્ટુગલના રોનાલ્ડો સિવાય કોઇ ખેલાડી તેમની પાસે જે અપેક્ષા રખાઇ હતી એ મુજબની રમત રમી શક્યા નથી. ગુરુવારે રાત્રે આર્જેન્ટિનાએ ક્રોએશિયા સામે 3-0થી હારનો સામનો કરવો પડ્યો ત્યારે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો અને જે ટીમને વર્લ્ડ કપ 2018 જીતવા માટે દાવેદાર મનાતી હતી એ આર્જેન્ટિનાનું વર્લ્ડ કપ અભિયાન પૂરુ થઇ જવા પામ્યું હતું. તેની સાથે જ સમગ્ર વિશ્વમાં એવી પણ અટકળો વ્યક્ત થવા માંડી છે કે ફુટબોલ સ્ટાર લાયેનેલ મેસ્સી હવે પછી ક્યારેય વર્લ્ડ કપની મેચ રમતો જોવા નહીં મળે. આ વખતની તેની એન્ટ્રી વર્લ્ડ કપ ગ્રાઉન્ડ પરની આખરી એન્ટ્રી બની ચૂકી છે.

મેસ્સી, સાલેહ અને નેમાર ત્રણેય માટે 2018 ફૂટબોલ વર્લ્ડ કપનો પ્રારંભ એક દુસ્વપ્ન સમાન બની ગયો છે.

 

June 22, 2018
deepika-padukon.jpg
1min13380

તા.22, જૂન 2018

આજે સવારથી જ સોશ્યલ મિડીયામાં એ વાત જોરશોરથી ચગી છે કે બોલીવુડમાં હાલમાં દબદબો ધરાવતા રણવીરસિંહ અને દિપીકા પાદૂકોણ મોટા ભાગે નવેમ્બર અથવા ડિસેમ્બર 2018 સુધીમાં પરણી જશે. જોકે, સત્તાવાર રીતે આ બન્ને હીરો હીરોઇનના કેમ્પમાંથી હજુ સુધી કોઇ વાત જાહેર થઇ નથી. પરંતુ, તેમના અંગત કર્મચારીઓના વર્તુળમાંથી વાત બહાર આવી છે અને આ બન્નેએ પોતાના લગ્ન અંગેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે.

એક સમાચાર માધ્યમે તો ત્યાં સુધી લખ્યું છે કે તા.10મી નવેમ્બરના દિવસે દિપીકા પાદૂકોણ અને રણવીરસિંહ પ્રભુતામાં પગલાં માંડશે. આજે વહેલી સવારથી જ વિવિધ સોશ્યલ મિડીયામાં દિપીકા અને રણવીરના લગ્નની વાતોએ ધૂમ મચાવી દીધી છે. યુઝર્સ આ બન્નેના લગ્નની વાતોને ટ્રોલ કરી રહ્યાનું પણ જણાય આવે છે.

June 22, 2018
rajkot_hubwife.jpg
1min14070

તા.20 જૂન, 2018

ગુજરાતની જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હાલ ભારે રાજકીય ઉથલ-પાથલ થઇ રહી છે. બદલાઇ રહેલી ટર્મને પગલે પદાધિકારીઓની વરણી થઇ રહી છે. રાજકીય ઉથલ-પાથલથી જરા હટકે સમાચારો પૈકી એક રસ પડે તેવા સમાચાર રાજકોટથી મળ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં ખાટરિયા દંપતીનું રાજ સ્થાપિત થયું છે.

તા.20મીએ રાજકોટ જિલ્લા પંચાયતની બેઠક યોજાઇ હતી જેમાં નવી ટર્મ માટે પદાધિકારીઓની વરણીનું કામ હાથ પર લેવાયું હતું. દરમિયાન રાજકોટ જિલ્લાપંચાયતની કારોબારી સમિતિના ચૅરમૅન અર્જુન ખાટરિયાનાં ધર્મપત્ની અલ્પા ખાટરિયાની વરણી  જિલ્લા પંચાયતનાં પ્રમુખ તરીકે કરવામાં આવી હતી. આમ, રાજકોટ જિલ્લા પંચાયતનો કારોબાર ખાટરિયા દંપતિના હાથમાં સોંપવામાં આવ્યો છે.

પતિ અને પત્ની બન્ને રાજકોટ જિલ્લા પંચાયતમાં ચાવીરૂપ હોદ્દાઓ પર બિરાજતા કોંગ્રેસના સભ્યોએ પતિ અર્જુનભાઈ ખાટરીયાની બરાબર ફિરકી ઉતારી હતી. મસ્તી મજાકની છોળો વચ્ચે કારોબારી સમિતિના ચેરમેન અર્જુન ખાટરિયાને પોતાની પત્ની અલ્પા ખાટરિયા કે જેઓ પ્રમુખ તરીકે વરાતાં તેમન ‘મૅડમ’નું સંબોધન કરવાની ફરજ પાડી હતી. અર્જુનભાઈએ હસતાં-હસતાં કહ્યું પણ હતું કે ‘ઘરમાં તેનું ચાલે છે, હવે અહીં પંચાયતમાં પણ તેનું ચાલશે. મારો તો બેઉ બાજુથી બરાબરનો મરો થવાનો છે.’

 

June 22, 2018
liquor.jpg
1min13690

તા.22 જૂન 2018

ગુજરાતમાં એક તરફ દમણ અને રાજસ્થાન તરફથી આવતા દારૂને રોકી નહીં શકતા નશાબંધી વિભાગે દારૂની સત્તાવાર પરમીટ ધરાવતા લોકો પર ભીંસ વધારવા માંડી છે. દારૂની નવી પરમિટ આપવાની તો બંધ કરી દેવાઇ છે તો બીજી તરફ તાજેતરમાં નિવૃત અને પૂર્વ સૈનિકોને આઝાદીના સમયથી મળતી દારૂની પરમિટ પર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂકી દેતા હવે નિવૃત સૈનિકો પણ કચવાય રહ્યા છે.

ગુજરાતમાં વસતા નિવૃત સૈનિકોને આઝાદી પહેલાથી જ દારૂની પરમીટ આપવામાં આવે છે. નિવૃત સૈનિકોએ બજારમાંથી દારૂ ખરીદવાનો હોતો નથી. તેમને સૈનિકોની કેન્ટીનમાંથી જ દારૂની ખરીદી કરવાની હોય છે. દારૂની પરમિટને કારણે જ દારુનું સ્મગલિંગ થઇ રહ્યું હોવાનું માનતા અધિકારીઓના ઇશારે રાજ્ય સરકારે નિવૃત સૈનિકોને આ પ્રકારે દારૂ ની પરમીટ ગત માર્ચ 2018થી જ રદ કરી દીધી છે.

સરકારની નશાબંધી નીતિના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાતમાં વસતા નિવૃત સૈનિકોમાં પડ્યા છે. નિવૃત સૈનિક સંગઠનોનું કહેવું છે કે રાજ્ય સરકાર દ્વારા નવી નશાબંધીની જાહેરાત થાય તે પહેલા જ નિવૃત સૈનિકોની દારૂની પરમીટ આશ્ચર્યજનક રીતે બંધ કરી દેવાઇ છે.

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પાસે નિવૃત સૈનિકોએ ધરણા યોજીને સરકારની નીતિનો વિરોધ કર્યો હતો. નિવૃત સૈનિકોએ સરકારની નશાબંધી નીતિની પણ આકરી ટીકા કરી હતી.ગુજરાતમાં નશાબંધી નીતિનો અમલ કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. છતાં પણ સરકાર કઈ કરી શકતી નથી.

પૂર્વ સૈનિકોની દારૂની પરમીટ રદ કરવાનો ગુજરાત સરકારને કોઈ અધિકાર નથી આ કેન્દ્ર સરકારનો વિષય છે. જો રાજ્ય સરકાર દ્વારા પૂર્વ સૈનિકોની દારૂની પરમીટ પુન: શરૂ નહીં કરાય તો તેમના દ્વારા જલદ આંદોલન કરવામાં આવશે, એવું પૂર્વ સૈનિકોએ નિવેદનમાં જણાવ્યું હતું.

June 22, 2018
congress_financial.jpg
1min13680

તા.22 જૂન, 2018

કેન્દ્રમાંથી કૉંગ્રેસે સત્તા ગુમાવ્યા બાદ નિરંતર રીતે કોંગ્રેસની પડતી જોવા મળ રહી છે. અધૂરામાં પૂરું હવે કૉંગ્રેસ આર્થિક ભીંસનો સામનો કરી રહી છે. કૉંગ્રેસને ફંડ આપતા ઉદ્યોગપતિઓ હવે ભાજપ તરફ ઢળ્યા છે અગર તો કોંગ્રેસને મદદ કરવામાં ડરી રહ્યા છે.

ભાજપના ફંડમાં કરોડો રૂપિયાનો વધારો થયો છે ત્યારે સૌથી જૂનો રાજકીય પક્ષ કૉંગ્રેસની તિજોરી તળીયા ઝાટક થઇ જવા પામી છે.  કૉંગ્રેસે ગુજરાતના તેના તમામ ધારાસભ્યોને પાર્ટી ફંડમાં એક એક લાખ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

મોતીલાલ વોરાની સહીથી કાગળ ઇશ્યું થયા

કૉંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતમાંથી ચૂંટાયેલા કૉંગ્રેસના તમામ 77 ધારાસભ્યો અને રાજ્યસભાના સાંસદો પાસેથી એક-એક લાખ રૂપિયાનું ફંડ પક્ષમાં જમા કરાવવા આદેશ કર્યો છે. કૉંગ્રેસ પક્ષની આર્થિક સ્થિતિ નબળી પડતાં એઆઈસીસીના ખજાનચી મોતીલાલ વોરાની સહી સાથેનો પત્ર તમામ ધારાસભ્યોને અપાયો છે, જેમાં વહેલી તકે એઆઈસીસીને એક લાખનો ચેક મોકલી આપવા તાકીદ કરાઈ છે.

ધારાસભ્યોમાં કચવાટ

ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદો પાસેથી એક એક લાખ રૂપિયાની માગણીને કારણે કૉંગ્રેસ પક્ષના નવા-સવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં અંદરો અંદર ગણગણાટ વ્યાપી ગયો છે. કૉંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત કૉંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો પાસેથી એક લાખ ફંડનું ઉઘરાણું શરૂ કર્યું છે. આ આદેશને પગલે અત્યાર સુધીમાં કૉંગ્રેસના 60 ટકા જેટલા ધારાસભ્યોએ એઆઈસીસીના નામે દિલ્હી દરબારમાં ચેક મોકલી આપ્યો છે, પરંતુ હજુ 40 ટકા જેટલા ધારાસભ્યોએ પાર્ટી ફંડ આપ્યું નથી.

આ ધારાસભ્યો નાણાં છૂટા કરે તે માટે તાજેતરમાં જ કૉંગ્રેસના યુવા નેતાએ તાજેતરમાં જ બેઠક યોજી હતી અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, પાર્ટી ફંડ તો આપવું જ પડશે. ફંડના ઉઘરાણા પાછળ એવું કારણ અપાયું છે કે, ધારાસભ્યો પક્ષના માધ્યમથી ચૂંટાયા છે. સંગઠનને આર્થિક રીતે તકલીફ ના પડે તે માટે દરેક સભ્યનું યોગદાન જરૂરી છે. જોકે કૉંગ્રેસ હાઈકમાન્ડના આ ફરમાન સામે ગુજરાત કૉંગ્રેસના કેટલાક ધારાસભ્યોમાં નારાજગી જોવા મળી રહી છે અને તેમણે હજુ સુધી એક લાખનો ચેક જમા કરાવ્યો નથી.

June 21, 2018
nzpmfeature.jpg
1min15030
જયેશ બ્રહ્મભટ્ટ
ન્યુઝીલેન્ડના 150 વર્ષના ઇતિહાસમાં સૌથી યુવાન વયે વડાપ્રધાન બનવાનું શ્રેય જેના શિરે જાય છે એ 37 વર્ષિય મહિલા પ્રાઇમ મિનિસ્ટર જેસિન્ડા કેટ લૉરેલ એર્ડર્નએ આજે બેબી ગર્લને જન્મ આપ્યો છે. ન્યુઝીલેન્ડના મહિલા પ્રાઇમ મિનિસ્ટરના ઘરે પહેલી વાર પારણું બંધાયું હોવાના સમાચારો ન્યુઝીલેન્ડ સહિત સમગ્ર વિશ્વમાં ભારે વાઇરલ થયા હતા. ન્યુઝીલેન્ડવાસીઓ આને ઉત્સવની જેમ માણી રહ્યા છે. ન્યુઝીલેન્ડમાં વહેલી સવારથી જ આ મુદ્દે જશ્નભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.
ગત જાન્યુઆરી 2018માં જેસિન્ડા કેટ લૉરેલ એર્ડર્નએ ઇન્સ્ટાગ્રામ પર માહિતી આપી હતી કે તેઓ ગર્ભવતી છે અને 6 માસની રજા પર જઇ રહ્યા છે.
કોઇ દેશના ટોચના પદાધિકારી હોદ્દા પર આરુઢ હોય તેવા સમયગાળામાં બાળકને જન્મ આપ્યો હોય તેવી ઘટના આજે 30 વર્ષ પછી બની છે. જેસિન્ડા એર્ડર્નએ આજે તેમના પહેલા બાળક તરીકે બેબી ગર્લને ઓકલેન્ડની સિટી હોસ્પિટલ ખાતે જન્મ આપ્યો હતો. બેબી ગર્લને જન્મ આપ્યાના થોડા કલાકો પછી તેમણે સોશ્યલ મિડીયા પર માહિતી આપતા જણાવ્યું હતું કે ન્યુઝીલેન્ડના સ્થાનિક સમય મુજબ સવારે 4.45 કલાકે બેબી ગર્લે જન્મ લીધો છે અને જન્મ સમયે તેનું વજન 7.3 પાઉન્ડ (3.31 કિલોગ્રામ) છે. તેમણે ઓકલેન્ડ સિટી હોસ્પિટલના સ્ટાફનો જાહેર આભાર વ્યક્ત કરતા કહ્યું કે તેમની સેવા અવિશ્મરણીય રહી છે.
ગત તા.26મી ઓક્ટોબરના રોજ જેસિન્ડા એર્ડર્ન લેબર પાર્ટીના નેતા તરીકે વડાપ્રધાન પદે આરુઢ થયા હતા.
June 21, 2018
yog_Cr-1280x853.jpg
1min14530

સરસાણા ખાતે મંત્રીશ્રી, મેયર, કલેકટર સહિતના નાગરિકોએ યોગાભ્યાસ કર્યો હતો 

 યોગએ વિશ્વને ભારતીય સંસ્કૃતિની અણમોલ ભેટ છે. ૨૧મી જૂનના અવસરે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સુરત શહેર-જિલ્લામાં પણ યોગદિનનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ શહેરના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે સવારે ૬.૦૦ વાગે વન, આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જિલ્લામાં કુલ ૧૫ લાખથી વધુ લોકોએ યોગ કરીને યોગમય બન્યા હતા.

વેડરોડ ગુરૂકુલના બાળકોએ વિશ્વ યોગ દિનની ઉજવણી અંતર્ગત યોગમુદ્રા સાથે ‘ભારતના નકશા’ની વિશાળ માનવાકૃત્તિ રચી

૨૧મી જૂન ‘વિશ્વ યોગ દિન’ની ઉજવણી નિમિત્તે વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ રંગબેરંગી પોશાકમાં સજ્જ થઇ સામૂહિક રીતે વિવિધ યોગ મુદ્રાઓ દ્વારા યોગ નિદર્શન કરીને નિરોગી રહેવાનો અનોખો સંદેશો આપી પોતાનો દેશપ્રેમ પ્રગટ કરતા ગુરૂકુળના પ્રાંગણમાં ‘ભારતના નકશા’ની માનવાકૃત્તિ રચીને આકર્ષક સિમ્બોલ બનાવ્યો હતો.

 

June 21, 2018
choreographer.jpg
1min13510

જયેશ બ્રહ્મભટ્ટ

ડાન્સ રિયલિટી શોના કોરિયોગ્રાફર મોહિતકુમાર ટાકનું પરાક્રમ, છેવટે જયપુર એરપોર્ટ પરથી પકડી લેવાયો

ઇન્ડિગો ઍરલાઇન્સની જયપુરથી મુંબઈની ફ્લાઇટ ચૂકી ગયા પછી એ પ્લેનમાં બૉમ્બ મુકાયો હોવાની ખોટી માહિતીને કારણે ભારતના નાગરીક ઉડ્ડયન ક્ષેત્રમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. મોટાભાગના એરપોર્ટ એલર્ટ મોડ પર આવી ગયા હતા. જોકે, થોડી મિનીટોમાં એ વાત ક્લીયર થઇ ગઇ હતી કે જયપુરથી મુંબઇની જે ફ્લાઇટમાં બોંબ મૂકાયો હોવાનો ફોન આવ્યો હતો એ માત્ર અફવા જ હતી.

ઇન્ડિગો ઍરલાઇન્સની જયપુરથી મુંબઈની ફ્લાઇટ પ્લેનમાં બૉમ્બ મુકાયાની ખોટી માહિતી આપતા ફોનના સમયગાળામાં જયપુરથી ઉપડેલી ફ્લાઇટ મુંબઈ ઍરપોર્ટ પર લૅન્ડિંગની તૈયારીમાં હતી. લૅન્ડિંગ પછી પ્લેનનો અખત્યાર સિક્યૉરિટી એજન્સીઝે લઈ લીધો હતો અને ત્રણ કલાક સુધી તપાસ કર્યા બાદ આગળના શેડ્યુલ્ડ ઑપરેશન્સ માટે ફ્લાઇટને ક્લિયર કરી હતી.

દરિમયાન ઇન્ડિગો ઍરલાઇન્સની જયપુરથી મુંબઈની ફ્લાઇટ ચૂકી ગયા પછી એ પ્લેનમાં બૉમ્બ મુકાયો હોવાની ખોટી માહિતી આપનારને તા.20મી જૂનના રોજ CISFના અધિકારીઓએ જયપુર ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર પકડી પાડ્યો હતો. એ વ્યક્તિ બીજું કોઇ નહીં પરંતુ, ટીવી પર આવતા રિયાલિટી શૉમાં કોરીયોગ્રાફર તરીકે કામ કરતા મોહિતકુમાર ટાક હતો. ડાન્સ રિયલિટી શોના કોરિયોગ્રાફર ૨૪ વર્ષના મોહિતકુમાર ટાંકે બુધવારે પરોઢિયે પાંચ વાગ્યાની જયપુરથી મુંબઈની ફ્લાઇટ ૬-E૨૧૮ રવાના થયા પછી સાડાપાંચ વાગ્યે ઇન્ડિગો ઍરલાઇન્સના ગુડગાંવ સ્થિત કૉલસેન્ટરમાં ફોન કરીને એ ફ્લાઇટમાં બૉમ્બ મુકાયો હોવાનું જણાવ્યું હતું.

પોલીસે તેને ઝડપીને પૂછપરછ કરતા મોહિતકુમારે કહ્યું કે તે ફ્લાઇટ ચૂકી ન જાય તે માટે આવું કર્યું હતું.  CISFએ તેને પકડી પાડ્યા બાદ સાંગાનેર પોલીસ-સ્ટેશનને સુપરત કર્યો હતો.

મોહિત કહે છે ફ્લાઇટ વહેલી ઉપડી ગઇ હતી
મોહિતકુમાર ટાંકનું કહેવું હતું કે ફ્લાઇટનો સમય પાંચ વાગ્યાનો હતો, પરંતુ ૪.૫૨ વાગ્યે રવાના થઈ ગઈ હતી. CISFના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘મોહિત સમયસર ઍરપોર્ટ પર પહોંચી ન શક્યો એટલે તેણે ગુડગાંવ કૉલ સેન્ટરમાં ફોન કરીને જયપુરથી મુંબઈની ફ્લાઇટ નંબર ૬-E૨૧૮માં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની માહિતી આપી હતી.

June 19, 2018
1min13650
રશિયામાં ચાલી રહેલા FIFA વર્લ્ડ કપ માટે સાઉદી અરબની ટીમ લઇને સેન્ટ પીટર્સબર્ગથી રોસ્તોવ લઈ જઈ રહેલા પ્લેનમાં અચાનક આગ લાગી ગઈ હતી. જોકે, એરલાયન્સના એરબસ જેટને સલામત રીતે જમીન પર લેન્ડ કરાવવામાં સફળતા મેળવી હતી અને તેને કારણે જ વર્લ્ડ કપ ફૂટબોલ ટુર્નામેન્ટ એક કાળમુખી ઘટનાથી સહેજમાં ઉગરી જવા પામી છે. સાઉદી અરેબિયાની ફૂટબોલ ટીમના કોઈ ખેલાડીઓને નુકસાન થયું હોવાની માહિતી નથી મળી. પ્લેનમાં આગ લાગી હોવાની ઘટનાના વિડીયોઝ વિશ્વભરના સોશ્યલ મિડીયામાં ભારે વાઇરલ થયા હતા.
સાઉદીની નેશનલ ટીમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ખેલાડીઓ સુરક્ષિતત હોવાની માહિતી અપાઈ છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, “સાઉદી અરબ ફૂટબોલ ફેડરેશન સૌને આશ્વસ્ત કરવા માગે છે કે વિમાનમાં ટેક્નિકલ ખરાબીના કારણે સાઉદીની નેશનલ ટીમના તમામ ખેલાડીઓ સુરક્ષિત છે.”
એરલાઇન્સે આગની ઘટના જ નકારી દીધી
એરલાયન્સે જણાવ્યું કે વિમાનના એન્જિનમાં પક્ષી ફસાઈ જવાથી આ ઘટના બની. જોકે, એરલાયન્સે વિમાનમાં આગની ખબરને નકારી દીધી છે. પણ સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં દેખાય છે કે વિમાનમાં કેવી આગ લાગી હતી.
https://www.youtube.com/watch?v=QTjr6Eim_gE
June 18, 2018
sakuntla.jpg
1min14470

જયેશ બ્રહ્મભટ્ટ

માનવીના મન પાસે અપાર અને અસિમીત શક્તિઓ છે, માનવીનું મન ધારે તો કોઇપણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે એવું શાસ્ત્રોમાં તો લખાયું જ છે પણ વિજ્ઞાન પણ એવું કહે છે અને તેની પ્રતીતિ કરાવતા સાક્ષાત પરચાઓ આપણી નજર સામે આવતા-જતા રહે છે પણ 99.5 ટકા લોકો પોતાના મનનો ઉપયોગ અદ્વિતીય સિદ્ધી હાંસલ કરવા માટે કરી શક્તા નથી. અહીં એક એવી જીવતી વારતાં  રજૂ કરી રહ્યો છું કે જેને વાંચ્યા પછી કદાચ કોઇ વાચક પોતે અથવા અન્ય કોઇને કશું ક હાંસલ કરવાની પ્રેરણા આપી શકે.

 મહારાષ્ટ્ર બોર્ડના ચેરપર્સન શકુંતલા કાલે

તમે ક્યારેય વિચારી શકો કે કોઇ છોકરી જેના 14 વર્ષની ઉંમરે લગ્ન થઇ જાય અને 18 વર્ષ સુધીમાં તો બે બાળકોની માતા પણ બની જાય અને પછી એ ભણવાનું શરૂ કરીને મહારાષ્ટ્ર MPSC મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનની ક્લાસ-2 ઓફિસર અને એ પછી ક્લાસ-વન ઓફિસરની પરીક્ષા પાસ કરીને આજની તારીખમાં એ ભારતના સૌથી મોટા સેકન્ડરી બોર્ડ, મહારાષ્ટ્ર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરપર્સન એટલે કે સૌથી ટોચના અધિકારી બની જાય…

આ મહિલાનું નામ છે શકુંતલા કાલે. મહારાષ્ટ્રના ક્લાસ-વન દરજ્જાના સનદી અધિકારી છે અને 2017ના સપ્ટેમ્બરની 25મી તારીખે એમને મહારાષ્ટ્ર બોર્ડના ચેરમેન તરીકે સરકારે નિયુક્ત કર્યા ત્યારે સમગ્ર વિશ્વને એ બાબતની જાણ થઇ કે આ સનદી અધિકારીના તો 14 વર્ષની ઉંમરે લગ્ન થઇ ગયા હતા અને 18 વર્ષની ઉંમર સુધીમાં તો તેઓ બે સંતાનોના માતા બની ચૂક્યા હતા.

શકુંતલા કાલે જ્યારે 14 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. પરિવારમાં માં મજૂરી કરીને ગુજરાન ચલાવતી. એ સમયે બાળલગ્નની પ્રથા મહારાષ્ટ્રના ગામોમાં જીવંત હતી એટલે શકુંતલા નામની છોકરીના 14 વર્ષની વયે લગ્ન કરીને તેને સાસરે વળાવી દેવામાં આવી. જ્યારે બે સંતાનોને જન્મ આપી દીધો ત્યારે શકુંતલા કાલેને જીવનમાં કંઇક અદ્વિતીય કરી છૂટવાની તમન્ના જાગી અને તેમણે ડિસ્ટન્સ લર્નિંગ સંસ્થામાંથી ધો.12ની પરીક્ષા આપી અને પાસ થઇ ગયા. બસ પછી ધૂન લાગી કે મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપીને સરકારી નોકરી મેળવું.

શકુંતલા કાલેએ એ સમયે પૂણા વિશ્વ વિદ્યાલય કે જે આજે સાવિત્રીબાઇ ફુલે વિશ્વવિદ્યાલયથી જાણીતી છે એ યુનિવર્સિટીમાંથી એમ.એ. મરાઠીની ડિગ્રી મેળવી. ડિગ્રી મળવાની સાથે જ તેઓ જે સ્કુલમાં ભણ્યા હતા ત્યાં ટીચર તરીકેની નોકરીમાં જોડાઇ ગયા. બસ હવે શકુંતલા કાલેનું સપનું હતું કે એમપીએસસીની પરીક્ષા આપું. એ સમયે કોઇ લાઇબ્રેરી, પુસ્તક કે કશું ન હતું પણ રેડીયો સાંભળતા અને રેડીયો પણ એટલે સાંભળતા કે ઉંઘવાનું ઓછું અને રેડીયો વધારે સાંભળવાનો કે જેથી બાહ્ય નોલેજ, જાણકારી, જનરલ અવેરનેસ મળે. પોતાની જાતને જ પ્રેરણા આપતા, સેલ્ફ મોટીવેશન થકી શકુંતલા કાલેએ ક્લાસ-ટુ ઓફીસરની પરીક્ષા પાસ કરી દીધી અને જોતજોતામાં તો ક્લાસ-વન ઓફીસર તરીકે મહારાષ્ટ્ર સરકારને સેવા આપતા થઇ ગયા.

શકુંતલા કાલે કહે છે  નો પેઇન નો ગેઇન, આજના બાળકોને સ્ટ્રગલ વાળી લાઇફ ગમતી નથી, માબાપ તેમના સંતાનોને સોફ્ટ ટાર્ગેટ, કમ્ફર્ટ ઝોનમાં ભણાવે છે. પણ પુરુષાર્થ વગર કશું નક્કર મેળવી શકાતું નથી. શકુંતલા કાલે સવારે 3 વાગ્યે ઉઠીને પીવાનું પાણી ભરવા માટે પાંચ કિલોમીટર પગપાળા જતા હતા. આજે તેઓ મહારાષ્ટ્ર બોર્ડમાં ચેરમેન તરીકે 20 લાખથી વધુ વિદ્યાર્થીઓની સર્ટિફિકેટ્સ પર તેમના ઓટોગ્રાફ આપી રહ્યા છે.