CIA ALERT

Slider Archives - Page 485 of 492 - CIA Live

July 4, 2018
train1.jpg
1min5870

અંધેરી સ્ટેશન પર તા.3જી જુલાઇએ બનેલી વોક-વે બ્રિજ તૂટી પડવાની થોડીક સેકન્ડો પહેલાં જ મુંબઇની એક લોકલ ટ્રેનની ઇમર્જન્સી બ્રેક મારીને હીરો બનેલા મોટરમૅન ચંદ્રશેખર સાવંત માટે રેલવેપ્રધાને જાહેર કર્યું પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. ચંદ્રશેખર સાવંતને તેમની ૨૭ વર્ષની સર્વિસમાં તેમણે ત્રણ વખત અવૉર્ડ મળી ચૂક્યા છે.

અંધેરી સ્ટેશન પાસેના ગોખલે બ્રિજનો ભાગ તૂટી રહ્યો હતો ત્યારે ચર્ચગેટ જઈ રહેલી લોકલ ટ્રેનનો મોટરમૅન આ લોકલમાં પ્રવાસ કરી રહેલા પૅસેન્જરો માટે તારણહાર બન્યો હતો. મોટરમૅન ચંદ્રશેખર સાવંતે સમયસૂચકતાનો ઉપયોગ કરીને ઇમર્જન્સી બ્રેક ન મારી હોત તો પડી રહેલો કાટમાળ ટ્રેન પર પડ્યો હોત અને મોટી જાનહાનિ સર્જાઈ હોત. રેલવેપ્રધાન પીયૂષ ગોયલે મોટરમૅન ચંદ્રશેખર સાવંતને પાંચ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.

motorman

(ચંદ્રશેખર સાવંત કે જેણે ઇમરજન્સી બ્રેક મારીને 5000 મુસાફરોના જીવ બચાવ્યા)

મારી સામે ઉપરથી મોત પડી રહ્યું હતું અને મારા પર ૫૦૦૦ પૅસેન્જરની જવાબદારી હતી એમ જણાવતાં મોટરમૅન ચંદ્રશેખર સાવંતે કહ્યું હતું કે ‘સવારે અંધેરી રેલવે-સ્ટેશનથી ટ્રેનને બહાર કાઢી અને સ્પીડ વધારી જ રહ્યો હતો ત્યારે સામે બ્રિજનો ભાગ પડતો દેખાયો અને મેં ઇમર્જન્સી બ્રેક મારી હતી. ૨૭ વર્ષની સર્વિસમાં ત્રણ અવૉર્ડ મળી ચૂક્યા છે, પરંતુ ૫૦૦૦ પૅસેન્જરના જીવ બચાવ્યા એ મારા માટે અત્યાર સુધીનો સૌથી મોટો અવૉર્ડ હતો.’

motorman

બોરીવલીથી ચર્ચગેટ તરફ લોકલ જઈ રહી હતી ત્યારે દૂરથી ગોખલે બ્રિજનો હિસ્સો તૂટતો હોવાનું દેખાયું હતું એમ જણાવીને મોટરમૅન ચંદ્રશેખરે કહ્યું હતું કે ‘ઘટનાસ્થળથી માંડ ૬૦થી ૭૦ મીટરના અંતરે મારી ટ્રેન હતી. મેં ઇમર્જન્સી બ્રેક લગાડી અને અંદાજે ૫૦ મીટરના અંતરે ટ્રેન અટકી હતી. જો એકાદ-બે સેકન્ડ મોડું થાત તો અનર્થ થઈ જાત.’

બ્રિજ પડવાની અમુક ક્ષણ પહેલાં જ વિરાર-ચર્ચગેટની લોકલ ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી. અગાઉ ૨૦૦૯માં થાણે લોકલ પર કોપરીનો બ્રિજ તૂટી પડતાં મોટરમૅન સહિત બે જણનાં મૃત્યુ થયાં હતાં.

July 4, 2018
kuvar1.jpg
1min16380

ગુજરાત વિધાનસભામાં ૧૮૨નો આંકડો અપશુકનિયાળ ગણાય છે. વિધાનસભામાં ૧૮૨ ધારાસભ્યો ચૂંટાયા બાદ પાંચ વર્ષ સુધી વિધાનસભામાં ૧૮૨નો આંકડો યથાવત રહેતો નથી. ગુજરાતમાં ૧૪મી વિધાનસભા ફરીવાર ખંડિત થઈ છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ રાજીનામું આપતા વિધાનસભ્યનો આંક ૧૮૧ થઈ ગયો છે. કુંવરજીના કારણે બીજી વાર વિધાનસભા ખંડિત થઈ છે.

આ પહેલા ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ કુંવરજીએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતા વિધાનસભા ખંડિત થઈ હતી.

ગુજરાત વિધાનસભામાં ૧૮૨ બેઠકો છે, પરંતુ ભૂતકાળમાં એવા ઘણા બનાવો બન્યા છે, જેમાં કોઈ ધારાસભ્યએ રાજીનામું આપવાથી અથવા તો કોઇ ધારાસભ્યના નિધનને કારણે ૧૮૨નો આંકડો ખંડિત થઈ ચૂક્યો છે.૨૦૦૪થી વિધાનસભા ખંડિત થવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે.

July 4, 2018
sonali2.jpg
1min13470

બોલીવુડની સ્વરૂપવાન અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકીને પોતે હાઇગ્રેડ કેન્સરથી પીડીત હોવાનો ખુલાસો કરતા તેના પ્રશંસકોમાં ઘેરા દુખની લાગણીઓ સોશ્યલ મિડીયામાં વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં સોનાલી બેન્દ્રે અમેરિકામાં સારવાર લઇ રહી છે. બોલીવુડમાં ઇરફાન ખાનની બિમારીના ન્યુઝ બાદ સોનાલી બેન્દ્રેએ પોતાની બિમારી અંગે સોશ્યલ મિડીયા, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને સૌને આંચકાજનક સમાચાર આપ્યા છે.

સોનાલી બેન્દ્રેએ ઇન્સ્ટાગ્રામ પર શું લખ્યું એ અક્ષરસઃ અહીં પ્રસ્તુત છે.

” Sometimes, when you least expect it, life throws you a curveball. I have recently been diagnosed with a high grade cancer that has metastised, which we frankly did not see coming. A niggling pain led to some tests, which led to this unexpected diagnosis. My family and close friends have rallied around me, providing the best support system that anyone can ask for. I am very blessed and thankful for each of them. There is no better way to tackle this, than to take swift and immediate action. And so, as advised by my doctors, I am currently undergoing a course of treatment in New York. We remain optimistic and I am determined to fight every step of the way. What has helped has been the immense outpouring of love and support I’ve received over the past few days, for which I am very grateful. I’m taking this battle head on, knowing I have the strength of my family and friends behind me. ”

July 4, 2018
1min12520

વિધાનસભાના ચોમાસુ સત્રની પૂર્વસંધ્યાએ અંધેરીના વિધાનસભ્ય રમેશ લટકેના પ્રાઇવેટ અસિસ્ટન્ટના ફ્રેન્ડની ડેડ-બૉડી મળતાં સનસનાટી ફેલાઈ

death

અંધેરી (ઈસ્ટ)ના શિવસેનાના વિધાનસભ્ય રમેશ લટકેના પર્સનલ અસિસ્ટન્ટ સંદીપ વાધળેના ૫૦ વર્ષના મિત્ર વિનોદ અગ્રવાલની ડેડ-બૉડી નાગપુરની MLA હૉસ્ટેલની રૂમમાંથી મળી આવી હતી. વિધાનસભાનું ચોમાસુ સત્ર નાગપુરમાં આજથી શરૂ થવાનું છે ત્યારે આ ડેડ-બૉડી મળી આવતાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પોલીસે આ સંદર્ભે ઍક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધ્યો છે.

મૂળ રાજસ્થાનના કોટાનો વિનોદ અગ્રવાલ વિધાનસભ્ય રમેશ લટકેને આપવામાં આવેલી રૂમમાં રહેતો હતો. ગઈ કાલે સવારે લાંબા સમય સુધી વિનોદે રૂમનો દરવાજો ખોલ્યો નહોતો. એ પછી લૉક તોડીને અંદર પ્રવેશ કર્યા પછી આ બાબતની ખબર પડી હતી. વિનોદ અગ્રવાલનું મૃત્યુ કેવી રીતે થયું એની પોલીસ તપાસ કરી રહી છે. ઊંઘમાં જ અટૅક આવ્યો હોવાથી મૃત્યુ થયું હોવાનો અંદાજ વર્તાવવામાં આવ્યો છે.

મૉન્સૂન અધિવેશન આ વર્ષે પહેલી વાર નાગપુરમાં થાય છે જે આજથી ૨૦ જુલાઈ સુધી ચાલશે. બધા વિધાનસભ્યો એ માટે નાગપુર પહોંચ્યા છે.

July 4, 2018
share1.jpg
1min13930

શેરબજાર બીએસઈ બુધવારથી 222 કંપનીઓને ડિલિસ્ટ કરશે. આ કંપનીઓના શેર્સ પાછલા છ મહિના કરતાં વધારે સમયથી સસ્પેન્ડ રહ્યા છે. આ પગલું એવા સમયે ભરવામાં આવી રહ્યું છે જ્યારે સત્તાવાળાઓ શેલ કંપનીઓ પર ત્રાટકી રહ્યા છે. પાછલા વર્ષના ઓગસ્ટમાં સેબીએ શેરબજારોને 331 શંકાસ્પદ શેલ કંપનીઓ સામે પગલાં ભરવાનો આદેશ કર્યો હતો જ્યારે સરકારે બે લાખ કરતાં વધારે કંપનીઓની નોંધણી રદ પણ કરી દીધી છે કે જે ઘણા લાંબા સમયથી બિઝનેસ કામગીરી કરતી ન હતી.

એક સરક્યુલરમાં બીએસઇએ જણાવ્યું હતું કે, 210 કંપનીઓ છ મહિના કરતાં વધારે સમયથી સસ્પેન્ડેડ છે તેમને શેરબજારની ડિલિસ્ટિંગ કમિટીના આદેશનો અમલ કરીને ચાર જુલાઇ, 2018થી અમલમાં આવે તે રીતે એક્સ્ચેન્જના પ્લેટફોર્મ પરથી ડિલિસ્ટ કરવામાં આવશે.

છ કંપનીઓ- એશિયન ઈલેક્ટ્રોનિક્સ, બિરલા પાવર સોલ્યુશન, ક્લાસિક ડાયમન્ડ (ઈન્ડિયા), ઇનોવેટિવ ઇન્ડસ્ટ્રીઝ, પેરેમાઉન્ટ પ્રિન્ટ પેકેજિંગ અને SVOGL ઓઈલ ગેસ એન્ડ એનર્જી- જેને એનએસઈ દ્વારા ફરજિયાત ડિલિસ્ટ કરવામાં આવી છે તેને પણ બુધવારથી બીએસઈમાંથી ડિલિસ્ટ કરવામાં આવશે. કમ્પલસરી ડિલિસ્ટિંગ રેગ્યુલેશન અનુસાર, ડિલિસ્ટેડ કંપની, તેના પૂર્ણકાલિન ડિરેક્ટર્સ, પ્રમોટર્સ તથા જૂથ કંપનીઓને ફરજિયાત ડિલિસ્ટિંગની તારીખથી 10 વર્ષ માટે સિક્યોરિટી માર્કેટમાં ભાગ લેવા માટે પ્રતિબંધિત કરવામાં આવે છે.

આ ડિલિસ્ટેડ કંપનીઓના પ્રમોટર્સને બીએસઈ દ્વારા નિયુક્ત સ્વતંત્ર વેલ્યુઅર દ્વારા નક્કી કરવામાં આવેલી વાજબી કિંમતે પબ્લિક શેરધારકો પાસેથી શેર્સની ખરીદી કરવી પડે છે. વધુમાં આ કંપનીઓને માર્કેટના નિયમનકાર સેબી દ્વારા આપવામાં આવેલી સલાહ પ્રમાણે પાંચ વર્ષ માટે શેરબજારના ડિસમિનેશન બોર્ડ પર મુકવામાં આવે છે.

શેરબજારે અલગથી જણાવ્યું હતું કે, છ કંપનીઓ, જે છ મહિના કરતાં વધારે સમયથી સસ્પેન્ડ છે અને લિક્વિડેશન હેઠળ છે તેને પણ સમાન દિવસે ડિલિસ્ટ કરવામાં આવશે.

July 4, 2018
kej1.jpg
1min5280

કેબિનેટે તેમના દ્વારા લેવાતા તમામ નિર્ણયો લેફ. જનરલને જણાવવાનો હોય છે પરંતુ તેમાં ઉપરાજ્યપાલની સહમતિ મેળવવી જરૂરી બનતી નથી. ઉપરાજ્યપાલ દિલ્હીના શાસક જરૂર છે પરંતુ તેની સામે પણ સર્વોચ્ચ ન્યાયાલયે લક્ષ્મણ રેખા ખેંચી હતી

ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના વડપણ હેઠળની પાંચ જજોની બેન્ચે આજે તા.4 જુલાઇના રોજ દિલ્હી રાજ્ય સરકારની સત્તાઓ અંગે અંગે ચુકાદો જાહેર કર્યો હતો. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ જણાવ્યું છે કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી શકાય નહીં. આ સાથે જ ઉપરાજ્યપાલ દિલ્હીના સ્વતંત્ર શાસક નહીં હોવાનું સુપ્રીમે જણાવ્યું હતું.

કેબિનેટે તેમના દ્વારા લેવાતા તમામ નિર્ણયો લેફ. જનરલને જણાવવાનો હોય છે પરંતુ તેમાં ઉપરાજ્યપાલની સહમતિ મેળવવી જરૂરી બનતી નથી. ઉપરાજ્યપાલ દિલ્હીના શાસક જરૂર છે પરંતુ તેની સામે પણ સર્વોચ્ચ ન્યાયાલયે લક્ષ્મણ રેખા ખેંચી હતી અને જણાવ્યું હતું કે સત્તા એક જ સ્થળે કેન્દ્રીત ના થવી જોઈએ. દરેક લોકોએ સમન્વય સાથે કામ કરવું જોઈએ. ઉપરાજ્યપાલને પણ કેટલીક શરતો લાગુ પડે છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે દિલ્હીને કોઈ એક વ્યક્તિના હાથમાં સત્તા સોંપવા અંગે ઈનકાર કર્યો હોવાનું પ્રાથમિક અહેવાલમાં જણાવાયું છે. પાંચ જજોનો ચુકાદાનો આવી ગયા બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થયું છે જેમાં સુપ્રીમ જણાવ્યું હતું કે વિવાદીત નિર્ણયોને ઉપરાજ્યપાલે રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવા જોઈએ.

ગત 6 ડિસેમ્બરના સુપ્રીમે અરવિંદ કેજરીવાલ સરકાર દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓ પર ચુકાદો અનામત રાખ્યો હતો. દિલ્હીનું શાસન ઉપરાજ્યપાલ દ્વારા ચલાવવાના હાઈકોર્ટના ચુકાદાને કેજરીવાલ સરકારે પડકાર્યો હતો.

આજે તા.4 જુલાઇ 2018ને બુધવારે સવારે 10.30 કલાકે સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભ‌ળાવવાનું ચાલુ કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે ઉપરાજ્યપાલે કેબિનેટ નિર્ણયોમાં અવરોધ લાવવો જોઈએ નહીં. ચૂંટાયેલી સરકાર અને બંધારણીય કાયદાનું પાલન થવું જોઈએ. તમામ લોકોએ સૌહાર્દ અને પરસ્પર સમન્વય સાથે કામ કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટના ચુકાદાને પ્રાથમિક રીતે જોતા નિષ્ણાતો માને છે કે આ ચુકાદાથી કેજરીવાલ સરકારને મોટી રાહત મળી શકે છે.

July 3, 2018
am1.jpg
1min15250

ઇ-કોમર્સ કંપની અમેઝોન પર 16 જુલાઇથી પ્રાઇમ ડે સેલની શરૂઆત થવા જઇ રહી છે. 36 કલાક સુધીના આ મહાસેલમાં બધી કંપનીઓ અલગ-અલગ કેટેગરીના તેમના તમામ પ્રોડક્ટસ પર ભારે ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપશે. પ્રાઇમ ડે સેલની શરૂઆત 16 જુલાઈ બપોરે 12 વાગે થશે જે 17 જુલાઇના રોજ 11.59 કલાકે પૂર્ણ થશે. જણાવી દઇએ કે આ સેલ અમેઝોન કંપનીના પ્રાઇમ મેમ્બર્સ માટે રહેશે.

શું હશે ઓફર્સ?

36 કલાકના આ સેલમાં 200થી વધુ બ્રાન્ડ્સના પ્રોડક્ટ્સ સસ્તી કિંમતે મળશે. તો મોટી બ્રાન્ડ્સમાં વનપ્લસ, ઇન્ટેલ, બૉસ, તોશીબા, સેમસંગ જેવી મોટી કંપનીઓના નામ શામેલ છે. આ સિવાય પણ અનેક કંપનીઓનો સમાવેશ સેલમાં કરાયો છે જેનાં પ્રોડક્ટ્સ આ ઓફરમાં ખરીદવા માટે ઉપલબ્ધ હશે. આ ઉપરાંત સેલ દરમિયાન અમેઝોન એપ પર ઘણી ક્વિઝ પણ રમાશે. ક્વિઝ જીતનારને ઇનામમાં વનપ્લસ 6 આપવામાં આવશે.

ડિસ્કાઉન્ટ કેટેગરી

અમેઝોનના પ્રાઈમ ડે સેલ માં ગ્રાહક ઘણા કેટેગરીઝના પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટનો લાભ લઇ શકશે. મોબાઇલ એન્ડ એસેસરીઝ પર 40% , ઇલેક્ટ્રોનિક આઇટમ્સ પર 50% અને ઘર અને આઉટડોર માટેના જરૂરી વસ્તુઓ પર 70% સુધીની છૂટ આપવામાં આવશે. આ સાથે જ ફેશન પ્રોડક્ટ્સ પર પણ 50-80% અને બૂક્સ, મનોરંજન પ્રોડક્ટ્સ પર 70% સુધી ડિસ્કાઉન્ટ જેવી અનેક ઑફર્સ આ સેલમાં ઉપલબ્ધ છે.

સેલમાં મળી રહેલી ઑફર્સની સાથે અમેઝોન પર બે દિવસ નક્કી કરાયેલા સમય પર કેટલાક પ્રોડક્ટ્સનું ફ્લેશ સેલ પણ કરાશે. આ ઉપરાંત એચડીએફસી બેન્કના કાર્ડ્સ અથવા અમેઝોન પેથી પેમેન્ટ કરવા પર ગ્રાહકને 10% ડિસ્કાઉન્ટ મળશે. સાથે આ સેલમાં ગ્રાહકોને ડિસ્કાઉન્ટ કૂપન પણ મળશે. આ કુપન દરેક કેટેગરી માટે ઉપલબ્ધ હશે. કુપનનો ઉપયોગ કરવા માટે યુઝરને કુપન પર ક્લિક કરીને તેને કાર્ટમાં એડ કરવાનું રહેશે. જ્યારે યુઝર તમામ વસ્તુઓ સાથે ચેકઆઉટ કરશે ત્યારે ડિસ્કાઉન્ટ કૂપન અપ્લાઇ થશે અને તે અનુસાર ગ્રાહકને ડિસ્કાઉન્ટ મળશે.

July 3, 2018
sapt1-1280x720.jpg
1min29390

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી હજારો લોકો જેના દર્શને જાય છે એ મહારાષ્ટ્રના નાસિક નજીક વણી ખાતે આવેલા સપ્તશૃંગી માતાના મંદિર પહોંચવા માટે ફ્યુનિક્યુલર રોપ-વેની સુવિધા કાર્યાન્વિત કરી દેવામાં આવી છે.

દેશની જાણીતી શક્તિપીઠ પૈકીના અને મહારાષ્ટ્રમાં નાસિક નજીક વણી ખાતે ગઢ પર આવેલા સપ્તશ્રૃંગી મંદિર પર દેશની પહેલી ફ્યુનિક્યુલર ટ્રોલીનું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ટ્રોલીને કારણે મહિલા, દિવ્યાંગ અને વૃદ્ધ ભાવિકોને મંદિર સુધી સરળતાથી પહોંચવામાં મદદ મળશે.

રાજ્ય સરકારના આદિવાસી વિભાગ અને જાહેર બાંધકામ ખાતાના માધ્યમથી આ ટ્રોલીનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. દેશમાં પહેલીવાર જ આવા સ્વરૂપનો રોપ વે બનાવવામાં આવ્યો હોવાનો સરકારનો દાવો છે. રશિયન ટેકનોલોજીની મદદ લઇને રોપ વે બનાવવામાં આવ્યો છે. મેક ઇન ઇન્ડિયા હેઠળ યોજના પર કામ કરવામાં આવ્યું છે. મેટ્રોની જેમ ડબાની રચના કરવામાં આવી છે. એક જ ફેરીમાં 60 જણ આ ટ્રોલીમાં પ્રવાસ કરી શકશે.

સપ્તશ્રૃંગી ગઢ સમુદ્રની સપાટીથી 12,000 મીટર ઊંચાઇ પર છે, 40 અંશે રોપ વે બાંધવામાં આવ્યો છે. રોપ વેની લંબાઇ 167 મીટર, જ્યારે ઊંચાઇ 100 મીટર છે. સપ્તશ્રૃંગી ગઢને 550 સીડી હોવાથી દેવીના દર્શન કરવા માટે મહિલા વરિષ્ઠ નાગરિકને અગાઉ દોઢથી બે કલાક સમય લાગતો હતો, હવે માત્ર દોઢ મિનિટમાં ભકત મંદિર સુધી પહોંચી શકશે.

ટ્રોલીમાં કુલ નવ બ્રેક બેસાડવામાં આવ્યા છે, તેથી જ બે-ત્રણ બ્રેક ફેલ થઇ જાય તો પણ બાકી બચેલી બ્રેકથી કામ થઇ શકે. એક રોપને સર્પોટ કરવા માટે વધુ એક રોપ નાખવામાં આવ્યો છે. ટેકનિકલ ખામી સર્જાતા સિક્યોરિટી અલાર્મ વાગશે.

મુખ્ય પ્રધાન પાસે સમયનો અભાવ હોવાથી છેલ્લા છ મહિનાથી ટ્રોલીનું લોકાપર્ણ રખડ્યું હતું.

July 3, 2018
1min14020

ગુજરાતમાં દારૂબંધી હોવાથી યુવાનો હવે કફ સિરપથી નશો કરવાના વ્યસની બનતા જાય છે. નશાની ચીજવસ્તુઓ ના મળતાં વિવિધ પદ્ધતિ દ્વારા નશો કરવાની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરે છે. હવે યુવાધને દવાની દુકાને આસાનીથી મળી જતી કફ સિરપ અને દવાઓથી નશો કરવા માટેનો રસ્તો અપનાવી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

એનસીબી (નાકોર્ટિક્સ કંટ્રોલ બ્યૂરો) અને એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ)ની ટીમે દવાની દુકાનોમાં આસાનીથી વેચાતી કફ સિરપનો જથ્થો અમદાવાદ, સાણંદ અને પાટણથી જપ્ત કર્યો છે. એનસીબીની ટીમે 46 લાખ રૂપિયાની 42 હજાર કફ સિરપની બોટલો જપ્ત કરી છે, જેમાં અફીણનું પ્રમાણ વધારે છે, જેનો યુવાધન નશા માટે ઉપયોગ કરતા હતા.

એનસીબી અને એફડીએને છેલ્લા બે દિવસમાં કફ સિરપનો મોટો જથ્થો અમદાવાદ, પાટણ અને સાણંદ જિલ્લામાં હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે બન્ને એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન પાર પાડીને અમદાવાદ અને પાટણથી 46 લાખની 42 હજાર કફ સિરપની બોટલ સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે.

July 3, 2018
kuvar3.jpg
1min14740

ગુજરાત કોંગ્રેસના  િદગ્ગજ નેતા,  સૌરાષ્ટ્રના આગેવાન ગણાતા કુંવરજી બાવળિયાએ આજે લાંબા સમયની અટકળોને સાચી પાડતા કોંગ્રેસને ત્યાગપત્ર આપી દીધું છે. આજે ને આજે જ તેઓ ભાજપમાં જોડાઇ જશે. કુંવરજી બાવળિયાને રાજ્ય સરકારમાં તરત જ મંત્રી પદું આપી દેવામાં આવે તેવી પણ શક્યતાઓ જોવાય રહી છે.

લાંબા સમયથી કોંગ્રેસની ટોચની નેતાગીરીથી નારાજ ચાલી રહેલા ધારાસભ્ય અને પીઢ નેતા તેમજ કોળી આગેવાન કુંવરજી બાવળિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. બાવળિયાએ મંગળવારે સવારે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસ્થાને જઈને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ તેઓ ગાંધીનગર ખાતે સીએમ નિવાસ સ્થાને વિજય રૂપાણીને મળવા માટે પહોંચ્યા હતા.

કોંગ્રેસમાંથી નારાજ બાવળિયા ભાજપના હેડક્વાર્ટર કમલમ ખાતે પહોંચ્યા હતા અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીત વાઘાણી સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. મળતી માહિતી મુજબ કુંવરજી બાવળિયાને કેબિનેટ કક્ષાનો પોર્ટફોલિયો સોંપાઈ શકે છે. પાણી પુરવઠા અને શિક્ષણમાંથી કોઈ એક ખાતાની જવાબદારી તેમને સોંપવામાં આવી શકે છે.