CIA ALERT

Slider Archives - Page 442 of 491 - CIA Live

October 4, 2018
government_gujarat.jpg
1min4930

રાજ્ય મંત્રીમંડળ બેઠકમાં લેવાયેલ મહત્વનો નિર્ણય

બાળકીઓ પર થતા દુષ્કર્મ કરનાર તત્વોને ફાંસીની સજા અપાવવા રાજ્ય સરકાર કૃતનિશ્ચયી  : ગૃહ રાજ્ય મંત્રીશ્રી

  • દુષ્કર્મ કેસોની તપાસ કરવા સ્પેશ્યલ સરકારી વકીલ નિમાશે: પોલીસ તપાસમાં ઝડપ લાવવા ખાસ ધ્યાન કેન્દ્રિત કરાશે
  • હાઇકોર્ટના પરામર્શમાં રહીને ફાસ્ટટ્રેક કોર્ટમાં રોજીંદા ધોરણે કેસ ચલાવી બે માસના સમયગાળામાં ચાર્જશીટ અને ટ્રાયલ પૂર્ણ કરવામાં આવશે
  • ભોગ બનનાર બાળકીઓને રૂા. .૫૦ લાખ તથા મહિલાઓને રૂા. .૦૦ લાખનું વળતર

ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં બાળકીઓ – મહિલાઓ સાથે થતા દુષ્કર્મ પ્રત્યે રાજ્ય સરકાર અત્યંત સંવેદશીલ છે. આવા માનવતા વિહોણું કામ કરનાર વ્યક્તિઓ સામે કડક હાથે કામગીરી કરી ફાંસીની સજા અપાવવા રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે.

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું હતું કે, તા.3 ઓક્ટોબર 2018ના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં રાજ્યમાં બની રહેલ દુષ્કર્મની ઘટનાઓને રાજ્યની સંવેદનશીલ સરકારે અત્યંત દુઃખદ ગણી છે, અને આવા તત્વોને કડક સજા અપાવવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નામદાર હાઇકોર્ટને વિનંતી કરી છે કે આવા કેસો ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલે. આવા કેસોમાં મળવાપાત્ર ફાંસીની સજા માટે બે મહિનાના ગાળામાં ચાર્જશીટ તથા ટ્રાયલ પણ પૂર્ણ થાય અને રોજબરોજ કેસ ચલાવવામાં આવે તે માટે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા પીનલ કોડ અને સી.આર.પી.સી.માં કરાયેલ નવા સુધારા મુજબ કામગીરી કરાશે.

તેમણે કહ્યું કે, આ તપાસ માટે ખાસ પેરવી ઓફીસરની નિમણૂંક પણ કરાશે. ભોગ બનનાર બાળકી ૧૨ વર્ષથી નીચેની હોય તો તેવા કેસમાં આરોપીને ફાંસીની સજા સુધીની જોગવાઇ કરવામાં આવશે.

મંત્રીશ્રી જાડેજાએ આ અંગે વધુ વિગતો આપતા કહ્યું કે, રાજ્યમાં જે ઘટનાઓ ઘટી છે તેની તપાસ મહિલા પોલીસ અધિકારીના નેતૃત્વ હેઠળ થઇ રહી છે, અને તેનું સુપરવિઝન મહિલા DCP અથવા DSP દ્વારા કરાશે. સાથે-સાથે ભોગ બનનાર બાળકીઓ જે ૧૪ વર્ષથી નીચેની ઉંમરની હોય તો તેને રૂા. ૪.૫૦ લાખનું વળતર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

મંત્રીશ્રીએ કહ્યું કે,  સાંબરકાંઠા જિલ્લાના ગાંભોઇ ખાતે બનેલ બનાવમાં બાળકીની ઉંમર ૧૪ માસની છે, તેની તપાસ પણ મહિલા અધિકારી દ્વારા થઇ રહી છે અને આરોપીની ધરપકડ પણ કરી દેવાઇ છે. તેમજ, સુરત શહેરના ડીંડોલીમાં બનેલ બન્ને ઘટનાઓમાં બાળકીની ઉંમર ૫ વર્ષની છે. જેમાં ગુ.ર.નં. ૧૮૮ /૨૦૧૮ હેઠળ નોંધાયેલ ફરીયાદમાં જે બાળકી ઉપર દુષ્કર્મ થયું છે તેમાં તેના કૌટુબિક વ્યક્તિ દ્વારા દુષ્કર્મ કર્યું છે. તેની પણ ધરપકડ કરી દેવાઇ છે. તથા ગુ.ર.નં. ૧૮૭ /૨૦૧૮માં પણ બાળકી ઉપર દુષ્કર્મ કરનાર આરોપીની ધરપકડ થઇ ગયેલ છે. તેમજ, અઠવાલાઇન પોલીસ સ્ટેશનમાં ૧૨ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના બની છે, તેમાં બાળકી જે વિસ્તારમાં રહેતી હતી તે વિસ્તારના આરોપી દ્વારા બાળકી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેની પણ ધરપકડ કરી દેવાઇ  છે.

અત્ર ઉલ્લેખનીય છે કે, ૧૮ વર્ષથી ઓછી વયના બાળકો દ્વારા જે દુષ્કર્મ કરાયું છે, તે માટે જુવેનાઇલ કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

 

October 4, 2018
dr.jpg
1min9520

મેડીકો રિપોર્ટસમાં નઠારા અક્ષર ઉપરાંત સમજી ન શકાય તેવી ભાષાનો પ્રયોગ કરનારા ઉત્તર પ્રદેશના ત્રણ ડોક્ટર્સ, ડો. ટી.પી. જયસ્વાલ-ઉન્નાવ, ડો.પી.કે. ગોયેલ-સીતાપુર અને ડો.અાશિષ સક્સેના-ગૌંડાનો કેસ સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ

તબીબોના નઠારા (ખરાબ) ઉકેલી નહીં શકાય તેવા અક્ષર હવે તેમના માટે મોટી ઉપાધી સર્જી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં તો મેડીકો લીગલ કેસમાં તબીબોએ ખરાબ અક્ષરથી પ્રસ્તુત કરેલા રિપોર્ટ બદલ કોર્ટે ત્રણ તબીબોને 5-5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઉત્તર પ્રદેશ સરકારને કોર્ટે ગાઇડલાઇન આપી છે કે રાજ્યમાં તબીબોને સત્વરે ઉકેલી શકાય તેવા સુવાચ્ય અક્ષરથી દરેક રિપોર્ટ કે પ્રિસ્ક્રીપ્શન લખવાની સૂચના જારી કરતો પરિપત્ર કરવામાં આવે.

(તબીબોના આવા અક્ષર સામે ઉત્તર પ્રદેશ કોર્ટે પેનલ્ટી ફટકારી, પ્રતિકાત્મક તસ્વીર)

વિતેલા સપ્તાહે ઉત્તર પ્રદેશના સીતાપૂર, ઉન્નાવ અને ગોંડા જિલ્લાના કેટલાક ક્રિમીનલ કેસોનું હિયરીંગ ઉત્તર પ્રદેશ કોર્ટમાં થયું હતું. એ દરમિયાન ન્યાયાધીશ શ્રી અજય લાંબા અને શ્રી સંજય હરકૌલી નોંધ્યું કે ક્રિમીનલ કેસના મેડીકો લીગલ રિપોર્ટ તૈયાર કરનારા તબીબોના અક્ષરો સૂવાચ્ય હતા. રિપોર્ટ વાંચી શકાય તેવા ન હતા. આ રિપોર્ટ ડો. ટી.પી. જયસ્વાલ-ઉન્નાવ, ડો.પી.કે. ગોયેલ-સીતાપુર અને ડો.અાશિષ સક્સેના-ગૌંડાએ તૈયાર કર્યા હતા. બન્ને ન્યાયાધીશની બેન્ચે ત્રણેય તબીબોને કોર્ટ સમક્ષ હાજર થવા માટે સમન્સ જારી કર્યા હતા. તબીબોને ખરાબ અક્ષર અંગે પૂછવામાં આવતા તેઓએ વધુ પડતી કામગીરીનું બહાનું કાઢીને અક્ષર ખરાબ નીકળ્યા હોવાનું જણાવ્યું હતું. કોર્ટે તેમનું કારણ ગ્રાહ્ય ન રાખીને ત્રણેય તબીબો, ડો. ટી.પી. જયસ્વાલ-ઉન્નાવ, ડો.પી.કે. ગોયેલ-સીતાપુર અને ડો.અાશિષ સક્સેના-ગૌંડાને કોર્ટની લાઇબ્રેરીમાં 5-5 હજાર રૂપિયાનો દંડ સત્વરે જમા કરાવવાનો આદેશ આપ્યો હતો.

આ ઉપરાંત ઉત્તર પ્રદેશ કોર્ટે રાજ્યના પ્રિન્સીપાલ સેક્રેટરી હોમ્સ, પ્રિન્સીપાલ સેક્રેટરી મેડીકલ એન્ડ હેલ્થ તેમજ ડાયરેક્ટર જનરલ મેડીકલ એન્ડ હેલ્થને સૂચના આપી હતી કે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે જેમાં મેડીકો રિપોર્ટસ સરળ અને વાંચી શકાય તેવી ભાષામાં તબીબો દ્વારા લખવામાં આવે.

ઉત્તર પ્રદેશ કોર્ટે એવું પણ સૂચન કર્યું હતું કે મેડીકો રિપોર્ટસ કમ્પ્યુટર પર ટાઇપ કરેલા હોય તો સૌથી ઉત્તમ. તેમણે એમ પણ ટીપ્પણી કરી કે તબીબો કાયદાકીય રીતે અપરાધીઓ છટકી શકે તે માટે નઠારા અક્ષરમાં તેમજ બેવડા ધારાધોરણો કાઢી શકાય તેવા શબ્દપ્રયોગો કરતા હોય છે. તેના બદલે મેડીકો રિપોર્ટસ સીધેસીધા રિપોર્ટને એન્ડોર્સ કરે અગર તો તેને મંજૂરી ન આપે એવું સ્પષ્ટ રિપોર્ટિંગ જરૂરી છે.

 

October 3, 2018
sujoki-1280x720.jpg
1min11630

માનવ શરીરને સ્વસ્થ રાખવાની 200 કરતા પણ વધુ ઉપચાર પદ્ધતિ પૈકીની એક ખુબ પ્રચલિત સારવાર પદ્ધતિ સુજોક થેરાપી ની એક દિવસીય કાર્યશાળા સુરતના લાકોઝ ક્લબ ખાતે તાજેતરમાં સફળતાપૂર્વક સંપન્ન થઇ.

આ કાર્યશાળામાં સુજોક થેરાપીના પ્રણેતા પ્રો. પાર્ક જે, વુ ના સુપુત્ર અને આંતર રાષ્ટ્રીય સુજોક એસોસીએશનના પ્રમુખ ડો. પાર્ક મીન્ચુલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

What is SUJOK?

Sujok is actually a combination of two Korean words; namely “Su” meaning hands and “Jok” meaning feet. So, Sujok means treating on hands and feet. Sujok acupuncture is a natural therapy of healing without drugs or medications.

ડો. પાર્ક મિન્ચુલે વિશ્વભરમાં ચાલી રહેલી સુજોક ગતિવિધિઓ, વૈશ્વિકસ્તરે ભારતનું મહત્વ તથા ભારત દેશમાં સુજોક થેરાપીને કાયદાકીય માન્યતા મળે તે માટે કરાઇ રહેલા વિવિધ પ્રયાસો વિશે સ્થાનિક સુજોક પ્રિય લોકોને વાકેફ કર્યા હતા.

વધુમાં તેમણે ગુજરાતભરમાંથી સ્વસ્થ સમાજના ઘડતર માટે તેમનું યોગદાન આપવા અપીલ કરી હતી.

સુરત ખાતેની સુજોકની એક દિવસીય કાર્યશાળાના અંતમાં ડો. પાર્ક મિન્ચુલે સમાજના શ્રેષ્ઠીઓ સાથે  પણ સુજોક ઉપચાર પદ્ધતિની ઉપયોગીતા તથા સમાજમં સુજોક થેરાપીના માધ્યમથી સમાજના છેવાડાના માનવીને પણ યોગ્ય ઉપચાર મળી રહે તે માટે અપીલ કરી હતી.

આ એક દિવસીય કાર્યશાળામાં સુરત ઉપરાંત અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, વલસાડ, ભાવનગર વગેરેથી મોટી સંખ્યામાં સુજોક થેરાપીસ્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યશાળામાં યુથ ફોર ગુજરાતના પ્રેસિડેન્ટ જીજ્ઞેશ પાટીલ, સંગઠન મંત્રી  ધવલ પાઠક, આઇ.એસ.એ. ગુજરાતના પ્રેસિડેન્ટ રાજુલ પંડ્યા, ઉપપ્રમુખ સીમા દામાણી, સંગઠન મંત્રી પિયુષ રાજ્યગુરુ, ટ્રેઝરર રોમા પંડ્યા, સંયોજક પવન જુનજુનવાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સંપૂર્ણ આયોજનને સફળ બનાવવા લાકોઝ ક્લબના ડાયરેક્ટર બી.કે. ચૌધરી, નીતીન નરવાણી, ડો.કુલ્સુમ વાહેદકલામ, પીયુષભાઇ પટેલ, ઇશાની, પીનલ ભંડારી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

Please let us inform for your News, Media coverage, Events reporting etc, on 98253 44944

October 3, 2018
modi_award.jpeg
1min6550

 

પીએમ મોદીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પર્યાવરણ મામલે ઐતિહાસિક કામ કરવા બદલ ‘ચેમ્પિયન્સ ઓફ અર્થ’ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં યુએન ચીફ એન્ટોનિયો ગુટેરેસે પીએમ મોદીને સન્માનિત કર્યા. ગુટેરેસે કહ્યું કે પીએમ મોદીએ સ્વીકાર્યું છે કે જળવાયુ પરિવર્તન આપણા માટે ખતરો છે. આપણે જાણીએ છીએ કે આપણને શેની જરૂર છે. ગ્રીન ઈકોનોમી આવનારા દાયકામાં મહત્વની બનવાની છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું,’આ સન્માન પર્યાવરણની સુરક્ષા માટે ભારતની સવા સો કરોડની જનતાની પ્રતિબદ્ધતાનું સન્માન છે. ‘ચેમ્પિયન્સ ઓફ અર્થ’ એવોર્ડ ભારતની એ જ પૌરાણિક પરંપરાનું સન્માન છે, જેમાં પ્રકૃતિમાં પણ પરમાત્માનો વાસ મનાયો છે. જેણે સૃષ્ટિના મૂળમાં પંચતત્વના અધિષ્ઠાનનું આહવાન કર્યું છે.’

પીએમ મોદીએ કહ્યું, ‘જુઓ હાલના સમયની માગ છે કે વસ્તીને પર્યાવરણ પર, પ્રકૃતિ પર વધારાનું દબાણ આપ્યા વગર વિકાસ સાથે જોડવામાં આવે. આ માટે હું પર્યાવરણ સાથે ન્યાયની વાત કરું છું. જળવાયુ પરિવર્તનનો પડકાર જળવાયુ સાથે ન્યાય કર્યા વગર ન કરી શકાય.’ તેમણે કહ્યું કે આ સંવેદના અમારા જીવનનો ભાગ છે. ઝાડ પાનની પૂજા કરવી, હવામાન, ઋતુઓનું વ્રત લોકગાથાઓમાં પ્રકૃતિ સાથેના સંબંધની વાત આપણે પ્રકૃતિને હંમેશા સજીવ અને સહજીવ માની છે’

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે ‘આજે ભારત માટે ગૌરવનો દિવસ છે. આજે આપણા વડાપ્રધાનને પર્યાવરણ ક્ષેત્રમાં નેતૃત્તવ બદલ ‘ચેમ્પિયન્સ ઓફ અર્થ’ એવોર્ડથી સન્માનિત કરાઈ રહ્યા છે. પૃથ્વી આપણા માટે ગ્રહ નથી, પરંતુ માતા છે. ભારતમાં જ્યારે મકાન બને છે, તો ભૂમિપૂજન કરાય છે.’

October 3, 2018
onlinedogs.png
1min6370

જયેશ બ્રહ્મભટ્ટ   98253 44944

ઓનલાઇન શોપિંગમાં કેવા કેવા ફ્રોડ થાય છે, રોજેરોજ ઓનલાઇન ક્રાઇમ બહાર આવે છે અને આપણને સૌને નવી નવી બાબતો જાણવા મળે છે. રાજકોટમાં એક પરિવાર સાથે કૂતરાના બચ્ચાની ઓનલાઇન શોપિંગમાં રૂ.60 હજારનો ફ્રોડ થયો હોવાની ફરીયાદ રાજકોટના પ્રધુમનનગર પોલીસ મથકમાં નોંધાયો છે.

(આવા કૂતરાંની ઓનલાઇન ખરીદી કરવામાં આવી હતી.)

રાજકોટમાં રહેતા એક આર્કિટેક્ટ પરિવારની દિકરીએ થોડા દિવસો અગાઉ મુંબઇમાં ડોંબીવલી ખાતે આવેલા મિડો ગ્રીન બંગલોમાં રહેતા શેલ્ડન વાઝ નામની વ્યક્તિએ તેણે વેબસાઇટ પર Maltese નામના કૂતરાની ખરીદીની જાહેરાત બાદ સંપર્ક કર્યો હતો. શેલ્ડન વાઝે તેની પાસેનો Maltese ડોગ રૂ.60 હજારમાં વેચવાની વાત કરી હતી. જેના અનુસંધાને રાજકોટના આર્કિટેક્ટ વિપુલ સંઘવીની દિકરી શ્રેયાએ રૂ.60 હજારની રકમ નેફ્ટ મારફતે મુંબઇના શેલ્ડન વાઝ નામની વ્યકિતના ખાતામાં જુલાઇ 2018માં ટ્રાન્સફર કરી દીધા હતા.

રકમ ટ્રાન્સફર કર્યા પછીના એક અઠવાડીયામાં શેલ્ડન વાઝએ મેઇલ પણ કર્યો હતો કે 10 દિવસમાં કુતરો તેમના સુધી પહોંચાડી દેવામાં આવશે. આમ છતાં દિવસો સુધી ઓર્ડર કરાયેલા કૂતરાની ડિલિવરી રાજકોટ ખાતે નહીં થતાં ફરીથી સંઘવી પરિવારે શેલ્ડન વાઝનો સંપર્ક કર્યો હતો. એથી વિશેષ શેલ્ડન વાઝએ સંઘવી પરિવારના ફોન કોલ્સનો જવાબ આપવાનું પણ બંધ કરી દીધું હતું. આ દરમિયાન વ્હોટ્સએપ પર શેલ્ડન વાઝ કૂતરાની ડિલિવરી અંગે ગલ્લાં તલ્લાં કર્યા કરતો હતો.

શેલ્ડન વાઝની પ્રવૃત્તિથી વાકેફ થઇ ચૂકેલા સંઘવી પરિવારે તેની પાસે રકમ પરત માંગતા શેલ્ડન વાઝે નાણાં આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જેને પગલે સંઘવી પરિવારે રાજકોટના પ્રધુમન નગર પોલીસ મથકમાં કૂતરાના ઓનલાઇન શોપિંગમાં ફ્રોડની ફરીયાદ નોંધાવી હતી.

October 3, 2018
vijay-rupani-and-jitu-vaghani-1280x720.jpg
1min12200

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાતમાંથી સૌથી વધુ બેઠકો મળે એવી ગણતરી સાથે કેન્દ્રીય ભાજપના નેતાઓ ગુજરાત પર મોટો દાવ રમી રહ્યા છે એવા સંજોગોમાં ગુજરાતમાં ભાજપા પાસે જીત (જીતુ વાઘાણી) અને વિજય (વિજય રૂપાણી) બન્ને છે આમ છતાં નરેન્દ્ર મોદી અને અમીત શાહ બન્ને ગુજરાતના આ જીત અને વિજયથી નાખુશ છે અને સંભવ એ પણ છે કે કોઇક મોટા નો ભોગ પણ લેવાય જાય.

વાત જાણે એમ બની કે

વડાપ્રધાન મોદીની એક દિવસીય ગુજરાત મુલાકાત આવ્યા હતા એ પછી તાબડતોડ ભાજપ સેન્ટ્રલ હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓને દિલ્હી તેડાવ્યા હતા. આ દરમિયાન ચર્ચા હતી કે પીએમ મોદીના કાર્યક્રમમાં કાર્યકરો અને પ્રજાની પાંખી હાજરી કેમ હતી, ખુરશીઓ, બેઠકો ખાલી હતી. ખુદ મોદીને આ વાત અપમાનજનક લાગી હતી. આ બાબતથીથી ભાજપ હાઈકમાન્ડ નારાજ છે. ભાજપના નેતાઓની દિલ્હી મુલાકાત બાદ એ વાત જાહેર થઇ ગઇ કે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ મામલે સ્થાનિક નેતાઓનો ઉધડો લીધો અને આવું કેમ થયું તેની તપાસ શરૂ કરાવડાવી છે. એક તરફ લોકસભાની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે, ત્યારે ગુજરાતમાં ભાજપ અને સંગઠનની કામગીરીથી નારાજ પીએમ મોદીએ અમિત શાહને ધ્યાન દોરતા શાહે ભાજપના નેતાઓને યોગ્ય કાર્યવાહી માટે કડકાઈ સૂચના આપી છે એ જોતા આગામી દિવસોમાં એકાદ બે નેતાઓની જવાબદારી લઇને બીજા કોઇ નેતાને સુપરત કરવામાં આવે.

જાણકારોનું કહેવું છે કે ગુજરાત ભાજપના નેતાઓની દિલ્હી મુલાકાત બાદ હવે આગામી દિવસોમાં ગુજરાત ભાજપામાં સંગઠન સ્તરે અને રાજ્ય સરકારમાં પરિવર્તનની વકી સ્પષ્ટ છે.

ભૂપેન્દ્ર યાદવના રિપોર્ટ પર નિર્ભર

નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન મળેલી નિષ્ફળતાનો ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવવા માટે ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવને ચાર દિવસ માટે ગુજરાત મોકલ્યા છે. પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ મોદીના મુલાકાતના સ્થળો અને તે જિલ્લામાં ભાજપની સ્થિતિ અને ભાજપ અંગે પ્રજાનો વિશ્વાસ અને રોષ કેવો છે તે અંગેનો તાગ મેળવીને રિપોર્ટ કરશે. ભૂપેન્દ્ર યાદવના રિપોર્ટ બાદ રાજ્ય સરકાર અને સંગઠનમાં ફેરફાર થાય તેવી શક્યતાઓ છે.

નારાજગીનો સૂર તો પહેલેથી છે જ

ઉલ્લેખનીય છે કે સીએમ રૂપાણી અને મંત્રીમંડળની કામગીરી સામે ભાજપના જ ધારાસભ્યોની નારાજગી વારતહેવારે સામે આવી ચૂકી છે. તો મંત્રીઓ વચ્ચે પણ સંકલનનો અભાવ હોવાથી કામગીરી અટકતી હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે.  ભાજપ સંગઠનમાં પણ પ્રદેશ પ્રમુખ અને જિલ્લા અને શહેર પ્રમુખ વચ્ચે યોગ્ય સંકલન ન હોવાથી સરકારની કામગીરી પ્રજા સુધી યોગ્ય રીતે પહોંચી શકતી નથી. આમ ભાજપ સંગઠન અને સરકારમાં સંકલનના અભાવ અને પ્રજા સાથે સંપર્ક કરવામાં ભાજપ ઉણો ઉતરતાં હાઈકમાન્ડે પણ તેની ગંભીર નોંધ લીધી છે.

October 3, 2018
logo-google-maps.jpg
1min12850

જયેશ બ્રહ્મભટ્ટ   98253 44944

ગઇ તા.21 સપ્ટેમ્બર 2018ના રોજ સુરતમાં

હજુ ગઇ તા.21મી સપ્ટેમ્બર 2018ના દિવસે જ ગુગલ મેપના પ્રોગ્રામ મેનેજર આનલ ઘોષ બાબુ સુરત આવ્યા હતા અને પત્રકાર પરિષદમાં એટલી મોટી મોટી હાંકી હતી કે જાણે આખી દુનિયાને સરનામું બતાવવાનો ઠેકો તેમને મળ્યો હોય અને સૌથી લેટેસ્ટ રોડ રસ્તાની માહિતી ઉપરાંત ટ્રાફિક જામની પણ આગોતરી માહિતી જો કોઇ આપી શકે તો ગુગલ જ આપશે. આ ગુગલ્યા મેપના પ્રોગ્રામ મેનેજર આનલ ઘોષ બાબુએ આવી વાતો સુરત શહેર અને સુરત મહાનગરના લોકોને ઉદ્દેશીને કરી હતી. સૌથી લેટેસ્ટ માહિતી અને અપડેટ સાથે ગુગલ મેપ સુરતીઓની સેવા કરશે એવું તેમનું કહેવું હતું.

ગઇકાલ તા.2 ઓક્ટોબર 2018ના રોજ સુરતમાં

પણ હવે જુઓ આ ગુગલ્યા બાબાને ખબર જ નથી પડી કે સુરતમાં કેબલ સ્ટેઇડ બ્રિજ બની ગયો છે. એક દિવસમાં એ બ્રિજ પરથી 3 લાખથી વધુ વાહનો પસાર થઇ ચૂક્યા છે અને અંદાજે 7 લાખ લોકો આ બ્રિજ પરની પ્રત્યક્ષ મુલાકાત લઇ ચૂક્યા છે. આ એક વિશ્વ વિક્રમ હશે, ભલે સુરત મહાનગરપાલિકાએ આ બાબતને નજર અંદાજ કરી હોય. પણ વિશ્વમાં સૌથી લેટેસ્ટ અને સૌથી અપડેટેડ સાઇટ હોવાનો દાવો કરતા આ  ગુગલ બાબાને હજુ સુધી માહિતી મળી નથી કે સુરતમાં કેબલ સ્ટેઇડ બ્રિજ બની ગયો છે અને શરૂ પણ થઇ ગયો છે.

આજે તા.3 ઓક્ટોબર 2018ના રોજ સુરતમાં

આજે સવારે એક મિત્ર બહારગામથી સુરત આવ્યા હતા અને તેમને વાયા કેબલ સ્ટેઇડ બ્રિજ અડાજણ આવવા માટે મેં ટેલિફોનિક જાણ કરી. એ મિત્રએ ગુગલ મેપમાં કેબલ સ્ટેઇડ બ્રિજ સર્ચ કર્યું ત્યારે ખબર પડી કે હજુ ગુગલ બાબા જુની પૂરાણી માહિતી જ આપી રહ્યા છે. જુઓ ગુગલ મેપ પર  કેબલ સ્ટેઇડ બ્રિજ, સુરતના કેવા રસ્તા મળે છે.

ગુગલ મેપ પર આજે સવારે લેવાયેલા સ્ક્રીન શોટની કોપી

ગુગલ મેપ પર આજે સવારે લેવાયેલા સ્ક્રીન શોટની કોપી

ગુગલ મેપ્સના પ્રોગ્રામ મેનેજર આનલ ઘોષે સુરતમાં કંઇક આવું કહ્યું હતું.

Google showcased the latest features available in Google Maps that can help people get around more easily. Two-wheeler mode, Public Transport with real-time bus information, Plus codes, Maps Go, local languages on Maps, Exploring local places, real-time location sharing, Multi-stop directions, Real-time traffic (including traffic alerts) and Local Guides — all offerings that make getting around in Surat quicker and more conveniently.

આપણે યુઝર્સે નક્કી કરવાનું કે ગુગલ મેપ્સના મેનેજરો કે ગુગલ પોતે ભલેને કહ્યા કરે અમે સૌથી વધુ અપડેટેડ છીએ પણ જો ગુગલના રવાડે ચઢી જઇશું તો કેબલ સ્ટેઇડ બ્રિજની જગ્યાએ નદીમાં વાહન ચલાવવાનો વારે આવશે.

ગુગલ ભલેને સુરતના કેબલ સ્ટેઇડ બ્રિજને એકાદ મહિના પછી મેપ પર અપડેટ કરે આપણે આમાંથી બોધપાઠ એ લેવાનો કે ગુગલ્યા જેવી એપ્લિકેશન્સ ફક્ત આપણી માહિતીઓ એકત્રિત કરીને વેચવાના ધંધામાં છે, તેમના પર નિર્ભર રહેવું ન જોઇએ.

October 2, 2018
gst.jpg
1min4530

જીએસટી સંગ્રહ સપ્ટેમ્બરમાં થોડો વધીને રૂા.94442 કરોડ રૂપિયા પહોંચ્યો છે. આ ઓગસ્ટ 2018 મહિનામાં આ આવક રૂ.93690 કરોડ રૂપિયા થઇ હતી.

  • સપ્ટેમ્બર મહિનામાં 67 લાખ ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) રિટર્ન દાખલ

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં 67 લાખ ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) રિટર્ન દાખલ કરવામાં આવ્યાં હતાં. સરકારી આંકડા અનુસાર કુલ જીએસટી સંગ્રહમાંથી કેન્દ્રીય જીએસટી (સીજીએસટી) 15,318 કરોડ રૂપિયા, રાજ્યનો જીએસટી (એસજીએસટી) 21,061 કરોડ રૂપિયા, એકીકૃત જીએસટી 50,070 કરોડ રૂપિયા જેમાં આયાતથી 25308 કરોડ રૂપિયાના સંગ્રહનો સમાવેશ છે અને સેસના 7993 કરોડ રૂપિયા રહ્યા છે. સેસમાં 769 કરોડ રૂપિયા આયાત પર કરવામાં આવેલો સંગ્રહ સામેલ છે.

 

October 2, 2018
HARDIK_kalsaria.jpg
1min5960
  • ખેડૂતોને દેવા માફી
  • પાટીદારોને અનામત
  • રાજદ્રોહને કેસમાં ધરપકડ કરવામાં આવેલા પાસના કન્વિનર અલ્પેશ કથિરીયાની જેલમુક્તિની માગ

HARDIK

19 દિવસના ઉપવાસ પછી બેંગાલુરુમાં નેચરોપથીની સારવાર દીધા બાદ ફરી એકવાર પાસ કન્વીનર હાર્દિક પટેલ મેદાનમાં આવી ચૂક્યા છે. હાર્દિક પટેલે તા.2જી ઓક્ટોબર 2018ને ગાંધી જયંતીથી ફરી એકવાર ઉપવાસની શરૂઆત કરી છે. મોરબીના બગથળા ગામેથી હાર્દિક પટેલે પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે. ખેડૂતોને દેવા માફી, પાટીદારોને અનામત અને રાજદ્રોહને કેસમાં ધરપકડ કરવામાં આવેલા પાસના કન્વિનર અલ્પેશ કથિરીયાની જેલમુક્તિની માગ સાથે હાર્દિક પટેલે પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે.

HARDIK1

હાર્દિક પટેલના પ્રતીક ઉપવાસ આંદોલનમાં પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયા પણ હાજર રહ્યા હતા. તો હાર્દિક પટેલના પ્રતીક ઉપવાસમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો પણ જોડાયા હતા. ઉપવાસ શરૂ કરવાની સાથે હાર્દિક પટેલે કહ્યું,’મે આ લડાઈને ક્રાંતિ અને અહિંસાના માર્ગે ચલાવવાનો સંકલ્પ લીધો છે. આ કાર્યક્રમને રાજ્યના દરેક તાલુકાઓ સુધી લઈ જવામાં આવશે.’

October 2, 2018
farmer.jpg
1min12610

મંગળવારે મોડી રાત્રે ખેડૂતોનાં આ આંદોલનને દિલ્હીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. દિલ્હીમાં પ્રવેશ મેળવ્યા બાદ ખેડૂતોએ સીધા કિસાન ઘાટ પહોંચીને કિસાન ક્રાંતિ યાત્રાને પૂર્ણ કરી હતી.

ખેડૂત આંદોલનનાં નેતા ચૌધરી ચરણ સિંહનાં સ્મારક કિસાન ઘાટ પહોંચીને ખેડૂતોએ પોતાની હડતાળ પાછી લેવાની જાહેરાત કરી હતી. જો કે, હજી સુધી ખેડૂતોની માંગણીઓ પર સરકાર તરફથી કેવી પ્રતિક્રિયા કરવામાં આવી છે તે અંગેની કોઈ ખાસ જાણકારી નથી મળી રહી. ભારતીય કિસાન સંઘનાં અધ્યક્ષ નરેશ ટિકૈતે કહ્યું, ‘૨૩ સપ્ટેમ્બરનાં રોજ શરૂ થયેલી ‘કિસાન ક્રાંતિ યાત્રા’ કિસાન ઘાટ પહોંચીને પૂર્ણ કરવામાં આવી.’ તેમણે કહ્યું કે, ’દિલ્હી પોલીસે અમને રાજધાનીમાં પ્રવેશવાની પરવાનગી નહતી આપી જેનાં કારણે અમારે પ્રદર્શન કરવું પડ્યું. અમારો હેતુ આ યાત્રાન પૂર્ણ કરવાનો હતો જે હવે પૂર્ણ થઈ ગયો છે. અને હવે અમે અમારા ગામ પરત ફરી રહ્યાં છે.’

 

ખેડૂતો દ્વારા કરવામાં આવેલ માંગણીઓ: 
  • -ખેડૂતોને ૬૦ વર્ષની ઉંમર બાદ પેન્શન મેળવવાની માંગ
  • – ‘પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના’માં કેટલાક ફેરફાર કરવાની માંગ 
  • – શેરડીની કિંમતોની ચૂકવણી ઝડપથી કરવા અંગેની માંગ
  • – ખેડૂતોનાં દેવા માફ કરી દેવાની માંગ
  • – ખેતી કરવા માટે ખેડૂતોને વીજળી મફતમાં આપવાની માંગ 
  • – ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ પર વ્યાજ મુક્ત લોન આપવાની માંગ 
  • – જંગલી પશુઓનાં ત્રાસથી ખેડૂતોનાં પાકને બચાવવા માટેની માંગ 
  • – દરેક પાકની ખરીદી કરવાની માંગ
  • – ‘કિસાન સ્વાભિમાન કમિટી’નો રિપોર્ટ લાગૂ કરવાની માંગ

એ પૂર્વે તા.2જી ઓક્ટોબર 2018ના રોજ પ્રકાશિત સમાચાર

  • 11 મુદ્દા પર વાત થઈ, જેમાંથી 7 સરકારે માની છે, પરંતુ 4 મુદ્દા પર હજી ઉકેલ નથી આવ્યો
  • ટ્રેક્ટરને એનજીટીના આદેશમાંથી મુક્તિ અપાવવા માટે સરકાર ટૂંક સમયમાં જ સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે
  • ખેડૂતોની જીએસટીને લઈ જે માગ છે, તેને જીએસટી પરિષદમાં મૂકાશે

દિલ્હીને અડીને આવેલા ગાઝીપુરમાં ખેડૂતો પોતાના આંદોલનને લઈ અડગ છે. કૃષિપ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે ખેડૂતો સાથે વાત કરી તેમની સમસ્યાનો ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું છે. શેખાવતે ખેડૂતો સાથેની વાતચીતમાં કહ્યું કે પીએમ મોદીએ ખેતીને મનરેગામાં સામેલ કરવા માટે 6 સીએમની એક પેનલ બનાવવાની જાહેરાત કરી છે.

શેખાવતનું કહેવું છે કે ખેડૂતોની મોટા ભાગની માગ માની લેવાઈ છે. ટ્રેક્ટરને એનજીટીના આદેશમાંથી મુક્તિ અપાવવા માટે સરકાર ટૂંક સમયમાં જ સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે. NGTએ પોતાના એક આદેસમાં ખેતી માટે 10 વર્ષથી જૂના ટ્રેક્ટરના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ચુકાદાનો ખેડૂતો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. તો શેખાવતના કહેવા મુજબ ખેડૂતોની જીએસટીને લઈ જે માગ છે, તેને જીએસટી પરિષદમાં મૂકવામાં આવશે.

બીજી તરફ યુપીના સીએમ યોગી આદિત્યનાથે પ્રેસ કોન્ફરન્સ કરી. પ્રેસ કોન્ફરન્સમાં યોગીએ કહ્યું, ‘છેલ્લા ચાર વર્ષથી પીએમ મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકાર ખેડૂતોની દરેક મુશ્કેલીનો ઉકેલ શોધવા પ્રયત્ન કરી રહી છે. દેશની આઝાદી બાદ મોદી સરકાર સૌથી સંવેદનશીલ સરકાર છે.’

સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે વાતચીત વિશે ભારતીય કિસાન સંઘના પ્રવક્તા યુદ્ધવીર સિંહે કહ્યું,’હકીકતમાં 11 મુદ્દા પર વાત થઈ, જેમાંથી 7 સરકારે માની છે, પરંતુ 4 મુદ્દા પર હજી ઉકેલ નથી આવ્યો. સરકારનું કહેવું છે કે આગામી બેઠકમાં તેનું સમાધાન શોધી શકાશે, કારણ કે આ મુદ્દા આર્થિક છે.’

તો ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ રાકેશ ટિકૈતે પણ કહ્યું,’સરકારની દાનત સાફ નથી. અમારી કોઈ પણ માગ પૂરી નથી થઈ. વિરોધ પ્રદર્શન ચાલુ જ રહેશે. સરકાર દાવો કરી રહી છે કે ખેડૂતોની માગ મનાઈ છે, પણ આવું કશું નથી.’

ઉલ્લેખનીય છે કે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતોનો કાફલો દિલ્હી પહોંચ્યો હતો. જો કે યુપી દિલ્હી બોર્ડર પર પોલીસે બેરિકેડિંગ કરી ખેડૂતોને રોકવાની કોશિશ કરી. પરંતુ ખેડૂતો અને પોલીસ વચ્ચે સંઘર્ષ થયો. આ દરમિયાન પોલીસે વોટર કેનની મદદથી ખેડૂતોને વિખેરવાનો પ્રયાસ કર્યો, તો ટિયર ગેસના સેલ પણ છોડાયા.