LOC ની પાર જઇને PoK માં ઇન્ડિયન એરફોર્સનો ડંકે કી ચોટ પર એટેક
ભારતે વહેલી સવારે પીઓકેમાં કરેલા હુમલાના સમાચારોએ ભારતીયોને ખુશખુશાલ બનાવી દીધા
પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે અને ભારતીય સૈનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ઇન્ડિયન એરફોર્સના 12 મિરાજ-2000 યુદ્ધ વિમાનોએ મળસકે સાડા ત્રણ વાગ્યાની આસપાસ એલઓસી ક્રોસ કરીને 1000 કિલોના લેસર ગાઇડેડ બોમ્બ ફેંક્યા હતા. એરફોર્સના સૂત્રોનું કહેવું છે કે આ ઓપરેશન 100 ટકા સફળ રહ્યું છે.
પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય વાયુસેનાએ મોટી કાર્યવાહી કરતા એલઓસી પાર કરીને જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પો પર 1000 કિલોના બોમ્બ ફેંક્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ બોમ્બ વહેલી સવારે ફેંકવામાં આવ્યા હતા, આ ઓપરેશનમાં એરફોર્સના 12 મિરાજ ફાઇટર વિમાન સામેલ હતા. હુમલો કરીને વાયુસેનાએ જૈશના કેમ્પને પુરે પુરા નષ્ટ કરી દીધાં હતા.
આ કાર્યવાહી બાદ સરહદ પણ તણાવ વધી ગયો છે અને વાયુસેનાને એલર્ટ પર રાખવામાં આવી છે. મંગળવારે ઈન્ડિયન એરફોર્સના યુદ્ધ વિમાનોએ એલઓસી પાર કરીને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ઘૂસીને ત્રાસવાદી કેમ્પ પર બોમ્બ મારો કર્યો હતો. ત્યાંજ પાકિસ્તાને આ હુમલા અંગે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના એ લાઇન ઓફ કંટ્રોલનું ઉલ્લંઘન કર્યું છે અને જ્યારે પાકિસ્તાની વાયુસેના એ તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરી તો ભારતીય યુદ્ધ વિમાન પાછા જતા રહ્યા હતા.
પુલવામા હુમલા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ એક મોટી કાર્યવાહી કરી છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી પ્રમાણે મંગળવારે વહેલી સવારે LoC પર આતંકી સંગઠન જૈશના કૅમ્પમાં 1,000 કિલો બોમ્બ ફેંકવામાં આવ્યા છે. જોકે ભારત તરફથી હજી આ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
માનવામાં આવે છે કે, આ હુમલાથી ઘણાં આતંકીઓના ઠેકાણા અને લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાયુસેનાએ મંગળવારે સવારે આ સ્ટ્રાઈક કરી છે. આ ઓપરેશનમાં 12 મિરાજ લડાકૂ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઓપરેશનમાં PoKમાં બાલાકોટ, ચકૌતી અને મુઝફ્ફરાબાદમાં આવેલા આતંકીઓના લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. અહીં ત્રણેય જગ્યાઓ પર જૈશ-એ-મોહમ્મદના અલ્ફા-3 ઠેકાણા હતા જે તોડી પાડવામાં આવ્યા છે. ભારતીય આર્મી અને વાયુસેના આ વિશે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરે તેવી પણ શક્યતા લાગી રહી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now