Slider Archives - Page 326 of 492 - CIA Live

July 31, 2019
CIA_Live_Logo_New2.jpg
1min10580
સાંકેતિક ફોટો, કેરોસીન વિતરણ ગુજરાત

APL કાર્ડધારકોને 1લી ઓગસ્ટથી કેરોસીન નહીં

જયેશ બ્રહ્મભટ્ટ

જ્યારથી ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું એ પહેલાથી ગુજરાતમાં સરકાર દ્વારા રાહત દરનું કેરોસીન વિતરણ કરવામાં આવતું હતું. ગુજરાત સરકારની આ કેરોસીન વિતરણની પ્રથાથી લાખો નહીં કરોડો પરિવારોનું બે ટંકનું ભોજન રંધાતું હતું. ટૂંકમાં કહીએ તો રાંધણનો મુખ્ય પરિબળ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતું કેરોસીન હતું, હવે એ આખો યુગ આથમી જશે. તા.1લી ઓગસ્ટથી ગુજરાતમાં રેશનિંગ કાર્ડ થકી કેરોસીન વિતરણ બિલકુલ નહીંવત બની જશે. કેરોસીન યુગના અંતની સાથે જ કેરોસીનના કાળાબજારીયાઓના ધંધા પણ બંધ થઇ જશે. લાખો લોકોને જ્યારે કેરોસીન વિતરણ રાહત દરે કરવામાં આવતું હતું ત્યારે સ્વાભાવિક છે કે તેમાં પણ કટકીબાજોનું દૂષણ ફેલાય અને કરોડોનો ભ્રષ્ટાચારનું પ્રતિક ગુજરાતનું રાહત દરનું કેરોસીન બની ગયું હતું. આ બધું જ તા.1લી ઓગસ્ટથી સમાપ્ત થઇ જશે. ગુજરાતમાં અગાઉ શહેરોમાં રેશનિંગનું રાહત દરનું કેરોસીન બંધ કરાયું હતું, હવે આવતીકાલ તા.1લી ઓગસ્ટ 2019થી ગામડાઓ સમેત તમામ સ્થળો કે જ્યાં એપીએલ કાર્ડ ધારકોને રાહતદરનું કેરોસીન આપવામાં આવતું હતું એ બંધ કરવામાં આવશે.

શહેરોમાં રેશનિંગનું કેરોસીન બંધ કર્યા બાદ હવે ગામડાઓમાં પણ કેરોસીન વિતરણ બંધ કરાશે

એ.પી.એલ. એટલે કે એબોવ પોવર્ટી લાઇન રેશન કાર્ડ ધરાવતા ગુજરાતના પરિવારોને તા.૧ ઓગસ્ટ 2019 થી રેશનિંગની દુકાનો પરથી વિતરી કરવામાં આવતું રાહત દરનું કેરોસિન આપવાનું બંધ કરવાના નિર્ણયનો અમલ શરૂ થઇ જશે. કેરોસીનના વિકલ્પ રૂપે સરકારે એલ.પી.જી. ગેસ બોટલ મેળવી લેવા માટે અગાઉ તમામ કાર્ડ ધારકોને સૂચના આપી દીધી હતી.

ગુજરાત સરકારના અન્ન,નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં તા.1લી ઓગસ્ટ 2019થી તમામ એ.પી.એલ.કેરોસિન કાર્ડધારકોને જાહેર વિતરણ વ્યવસ્થાના કેરોસિનનું વિતરણ કરવામાં આવશે નહીં.જે બી.પી.એલ.અને એ.એ.વાય. કેરોસીન કાર્ડધારકોને ગેસ જોડાણ નથી મળ્યા તેમને જાહેર વિતરણ વ્યવસ્થાના કેરોસિનનું વિતરણ ચાલુ રહેશે.

ગુજરાતના નાગરીકોને કેરોસિનના બદલે સ્વચ્છ ઇંધણ મળે તે હેતુથી પી.એન.જી. – એલ.પી.જી. ગેસ કનેકશન ના ધરાવતાં હોય તેવા એ.પી.એલ.કેરોસિન કાર્ડધારકો સ્વૈચ્છિક રીતે અને સ્વખર્ચે પી.એન.જી. – એલ.પી.જી. ગેસ કનેકશન મેળવી લે તે માટે ૧૦-૫-૨૦૧૮માં પરિપત્ર કરી નિર્ણય કરી તબક્કાવાર મ્યુનિસિપલ કોર્પોરેશન્સ અને ત્યારબાદ જીલ્લા મથકોમાં એ.પી.એલ.કેરોસિન કાર્ડધારકોને કેરોસિન આપવાનું બંધ કરવા નિર્ણય કર્યો હતો.

July 31, 2019
valsad-rain-2.jpg
1min5180

રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થઇ રહ્યુ ંછે જેના કારણે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થઇ રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર યાથવત રહેશે જ્યારે’ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.’ આ ઉપરાંત કચ્છ અને દીવ દમણ, દાદરાનગર હવેલીમાં પણ મધ્યમ વરસાદ રહેશે. દરમિયાન રાજ્યના 231 તાલુકાઓમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા હતા. સૌથી વધુ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં 288 મી.મી. એટલે કે 11.5 ઇંચ, વઘઇમાં સાડા આઠ, કપરાડામાં પોણા આઠ, માંગરોળમાં સાડા સાત તથા પારડીમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે તો ભારે વરસાદના પગલે નદીઓમાં પૂરની સ્થિતિથી અનેક કોઝ વે પાણીમાં ગરકાવ થઇ જતા અને ગામ સંપર્ક વિહોણો થયા હતાં.’ ડાંગના 17 કોઝવે ઉપર પાણી ફરી વળતા 30 થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા હતાં.

વલસાડની કોલક નદીના પાણીની સપાટી વધી જતા પુલ પર પાણી ફરી વળ્યા હતા. નવસારીના વાંસદાનો જૂજ ડેમ ઓવરફ્લો થવાની’ તૈયારીમાં છે. મહુવા, ડાંગ-આહવામાં વરસાદી માહોલ જામ્યો છે. અંબિકા અને પૂર્ણા નદીના પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. બન્ને નદી ભયજનક સ્તરે વહી રહી છે. ડાંગમાં ગીરા ધોધનો અદ્દભૂત નજારો સર્જાયો છે. આ ધોધની સુંદરતા જોવા હજારો પ્રવાસીઓ ઉમટી પડયા છે. સુરતમાં સારા વરસાદના કારણે ઉકાઇ ડેમની જળસપાટીમાં પણ વધારો થયો છે. ઉકાઇ ડેમમાં કુલ 89,864 ક્યુસેક પાણીની આવક થતા ઉકાઇ ડેમની સપાટી 285.32 ફૂટ પર પહોંચી છે.’ ચોવીસ કલાકના ગાળામાં જ ઉકાઇ ડેમની સપાટીમાં 3 ફૂટનો વધારો થયો છે.

વાવમાં 9 ઇંચ વરસાદ પડતા અને માળખા ગામનું તળાવ ફાટતા પાણી ગામમાં ઘૂસી ગયા હતા જેમાં કોઇ ઘટાડો થયો નથી અને સ્થિતિ ઠેરની ઠેર છે.

July 31, 2019
sarurashtra-1280x720.jpg
1min13020
Symbolic Pic of Rain

સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજાએ રૂસણા જાણે છોડયા હતાં. સર્વત્ર એકથી આઠ ઇંચ જેટલો ધમાકેદાર વરસાદ થતાં અપાર આનંદ છવાઇ ગયો છે. સોમવાર સાંજથી મેઘરાજાએ ઠેકઠેકાણે ધોધમાર સ્વરૂપે વરસવાનું શરૂ કર્યું હતું. રાત્રી દરમિયાન અને આજે મંગળવારે દિવસભર હેત અવિરત રહ્યું હતું. સિઝનનો સર્વત્ર વરસાદનો આ પ્રથમ રાઉન્ડ છે.

ધ્રોળની બાવની નદીમાં ઘોડાપુર : મચ્છુ-2 ડેમમાં બે ફૂટની આવક

ભારે વરસાદના કારણે ચેકડેમ તો છલકાયા હતાં. નવા નીરની આવક શરૂ થઇ હતી. મોટા ડેમોમાં પણ પાણી ઠલવવા શરૂ થઇ ગયા હતાં. આ વખતનો વરસાદ જરૂરિયાત સમયે જ વરસી જતાં કિસાનો કાચું સોનું વરસ્યાનો આનંદ વ્યક્ત કરે છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

કાળુભાર નદીના બે ચેકડેમ છલકાયા: દામોદર કૂંડ છલકાયો: સોનરખ નદીમાં પૂર

મેઘરાજાની વિશેષ કૃપા જામનગર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં હતી. જામનગરના ધ્રોળ તાલુકામાં સર્વત્ર આઠ ઇંચ જેવા વરસાદથી બાવની નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ગીરનાર ઉપરના પગથિયા ઉપરથી જાણે ધોધ વહેતા હોય તેવા દ્રશ્યો હતાં. જંગલમાં તમામ ઝરણાં વહેતા થઇ ગયા છે. વનરાજી ખીલી ઉઠી છે.

આ વરસાદથી અત્યારે પાક, પાણી અને ઘાસચારાનું ચિત્ર બદલાઇ જશે તેવી સંપૂર્ણ આશા છે. સૌરાષ્ટ્રમાં સર્વત્ર આનંદદાયક વરસાદ હતો. સ્વરૂપ શાંત હતું અને તંત્ર પણ સજ્જ હતું એટલે જામનગર અને ધ્રોળ જેવા વિસ્તારમાં મુશળધાર વરસાદ છતાં કોઇ નુકસાની કે જાનહાની થઇ ન હતી.’

July 31, 2019
Prithvi-Shaw_d_d.jpg
1min7130

ભારતનો ૧૯ વર્ષીય ટૅલન્ટેટ ટેસ્ટ-ઓપનર પૃથ્વી શૉ ડોપ-ટેસ્ટમાં ફેઇલ જતાં ક્રિકેટ બોર્ડે તેના રમવા પર આઠ મહિનાનો (૨૦૧૯ની ૧૬ માર્ચથી ૧૫ નવેમ્બર સુધીનો) પ્રતિબંધ મૂક્યો છે. તેના પરના પ્રતિબંધને સાડાચાર મહિના થઈ ગયા છે અને હવે ફક્ત સાડાત્રણ મહિના બાકી છે. જોકે, તે સાઉથ આફ્રિકા સામેની શ્રેણીમાં અને બંગલાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં નહીં રમી શકે.

પૃથ્વીએ ફેબ્રુઆરીમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-ટ્વેન્ટી ટુર્નામેન્ટ દરમિયાન ક્રિકેટ બોર્ડના તપાસકારોને ડોપ-ટેસ્ટિંગ પ્રોગ્રામ હેઠળ યુરિન સૅમ્પલ આપ્યું હતું જેમાં ટર્બ્યુટલાઇન નામનું દ્રવ્ય હોવાનું રિપોર્ટમાં આવ્યું હતું. વિશ્ર્વસ્તરના સ્પોર્ટ્સ ક્ષેત્રે આ દ્રવ્ય પ્રતિબંધિત છે, પરંતુ એ કેટલાક કફ સિરપમાં વપરાય છે અને પૃથ્વીએ કફ થતાં અજાણતાં ટર્બ્યુટલાઇનના સમાવેશવાળું સિરપ પીધું હતું. તે ઈજાની સારવાર પણ લઈ રહ્યો હતો.

૧૯ વર્ષીય ઓપનરે અજાણતાં પ્રતિબંધિત ટર્બ્યુટલાઇન લીધું હતું

પૃથ્વીએ ક્રિકેટ બોર્ડને ખુલાસામાં કહ્યું હતું કે તેણે પર્ફોર્મન્સ સુધારવાના હેતુથી નહીં, પણ કફમાંથી મુક્તિ મેળવવા આ સિરપ પીધું હતું. પૃથ્વીએ આ ‘લાપરવાહી’ કબૂલી લીધી હોવાના અભિગમને બોર્ડે આવકાર્યો છે. જોકે, નિયમ મુજબ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પૃથ્વીની સાથે બીજા બે ડોમેસ્ટિક પ્લેયરો અક્ષય દુલારવર (વિદર્ભ) તથા દિવ્ય ગજરાજ (રાજસ્થાન)થી પણ ડોપિંગને લગતા નિયમોનો ભંગ થયો છે.

July 31, 2019
consumer-Protection.jpg
1min8180
Book about Consumer Protection and gavel in a court.

લોકસભાએ મંગળવારે ગ્રાહક સુરક્ષા ખરડા, ૨૦૧૮ને પસાર કર્યો હતો. આ ખરડો રાજ્યસભામાં પસાર થયા તે પછી ગ્રાહક સુરક્ષા ધારા, ૧૯૮૬નું સ્થાન લેશે.

ગ્રાહક સુરક્ષા ખરડા, ૨૦૧૮માં ગ્રાહકો ખામીવાળા માલસામાન કે સેવાની વધુ સારી રીતે ફરિયાદ કરી શકે એવી જોગવાઇ છે.

કેન્દ્રના અન્ન અને ગ્રાહકોની બાબતોને લગતા ખાતાના પ્રધાન રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે ખરડાનો હેતુ ગ્રાહકોની ફરિયાદ જલદી ઉકેલવાનો છે.

લોકસભામાં વિપક્ષે રજૂ કરેલા બધા સુધારા નકારી કઢાયા તે પછી આ ખરડો પસાર કરાયો હતો.

રાજ્યભામાં ગયા વર્ષના ડિસેમ્બરમાં આ ખરડો પસાર થઇ નહોતો શક્યો અને તેથી તેની મુદત પૂરી થઇ ગઇ હતી. હવે આ નવો ખરડો ફરી રાજ્યસભામાં મોકલાશે.

ગ્રાહક સુરક્ષા ખરડા, ૨૦૧૮માં ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવા કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ રચવાની પણ જોગવાઇ છે.

નવા ખરડામાં ખામીવાળા માલસામાનને પાછો લેવાની અને તેનું પૂરું રિફંડ આપવાની પણ જોગવાઇ છે.

પાસવાને જણાવ્યું હતું કે ગેરમાર્ગે દોરતી જાહેરખબરો આપનારાઓ સામે પગલાં લેવાની આ ખરડામાં જોગવાઇ છે.ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના સાંસદ રાજીવપ્રતાપ રુડીએ વીજળી પુરવઠો ખંડિત થાય અને કૉલ ડ્રૉપ કરાય તો એવા સંજોગમાં પણ ગ્રાહકોને લાભ આપતી જોગવાઇનો આ ખરડામાં સમાવેશ કરવાની માગણી કરી હતી.

કૉંગ્રેસ, દ્રમુક, બસપ સહિતના વિપક્ષોએ આ ખરડાનો વિરોધ કર્યો હતો.

July 30, 2019
gseb-1280x720.jpg
2min16700

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આબરૂના ધજાગરા ઉડાડતી ઘટના મોડે મોડે પ્રકાશમાં આવી છે. ગુજરાત બોર્ડે એન.સી.ઇ.આર.ટી.ના વિદ્યાર્થીઓને તાજેતરમાં લીધેલી પૂરક પરીક્ષામાં હાથથી લખેલા પ્રશ્નપત્રો આપતા મોટો વિવાદ થયો છે.

બુદ્ધિજીવીઓ અને આચાર્યો એ તો બોર્ડની આ હરકતને તેની વિશ્વસનીયતા જોખમમાં મૂકવાનું પગલું ગણાવ્યું છે. મળતી માહિતી મુજબ એન.સી.ઇ.આર.ટી.નો સિલેબસ ભણાવવાની બાબત ગુજરાત બોર્ડના પાઇલોટ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ છે અને તેના મર્યાદિત વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં બોર્ડ દ્વારા હાથથી લખેલા પ્રશ્નપત્રો આપવામાં આવ્યા હતા.

પ્રશ્નપત્રોની ઇમેજ અમને આ મુજબ મળી હતી

આ પ્રકારના હાથી લખેલા પ્રશ્નપત્રો આપવામાં આવતા વિદ્યાર્થીઓ ડઘાઇ જવા પામ્યા હતા. બોર્ડના કેટલાક અધિકારીઓએ એવો વાહિયાત ખુલાસો કર્યો હતો કે પરીક્ષાર્થીઓની સંખ્યા સાવ ઓછી હોવાથી પ્રશ્નપત્રો ટાઇપ કરાયેલા ન હતા.

જાણકારો અને આચાર્યો કહે છે કે ભલે એક પરીક્ષાર્થી કેમ ન હોય બોર્ડે પ્રશ્નપત્ર તો ઠીકઠાક આપવું જોઇએ. એન.સી.ઇ.આર.ટી.ની પરીક્ષામાં જે હાથથી લખેલા પ્રશ્નપત્ર આપવામાં આવ્યા હતા તેમાં ભૂલો પણ અનેક હતી. એવું જણાય આવ્યું હતું કે આ પરીક્ષા લેવામાં બોર્ડના અધિકારીઓએ નકરી વેઠ જ ઉતારી હતી.

આ પ્રકારના હાથથી લખેલા પ્રશ્નપત્રો અને ભૂલભરેલા પ્રશ્નપત્રો મળવાના કારણે ખુદ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પણ ડઘાઇ જવા પામ્યા છે. હવે તો સ્કુલો પણ પોતાની પરીક્ષા પ્રિન્ટેડ અને સુવાચ્ય અક્ષરોવાળા પ્રશ્નપત્રોથી લેતી હોય છે ત્યારે બોર્ડએ અધોગતિ કરી હોય તેવું આ ઘટના પરથી જણાય આવે છે.

July 30, 2019
truecaller.png
2min6810

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

Truecaller મોબાઇલ એપ જેવી એપ વાપરતા હોવ તો ચેતી જજો, આમેય Truecaller મોબાઇલ એપ ડાઉનલોડ થવાને કારણે તમારા મોબાઇલ ફોનનો ડેટા એક્સેસ કંપનીને મળી જાય છે પરંતુ, આજે Truecaller મોબાઇલ એપ યુઝર્સ સાથે જે થયું એ મોટા ખતરાની ઘંટડી સમાન હતું. આવો જાણો શું થયું હતું.

Truecaller મોબાઇલ એપના વપરાશકર્તા આજે સવારે અચાનક જ આશ્ચર્યમાં મૂકાય ગયા હતા કેમકે Truecaller પરથી એક એવો મેસેજ પાસ કરવામાં આવ્યો હતો જેમાં આઇ.સી.આઇ.સી.આઇ. બેંકની યુપીઆઇ સર્વિસનું રજિસ્ટ્રેશન ઓટોમેટિકલી શરૂ થઇ જતું હતું. Truecaller યુઝર આઇ.સી.આઇ.સી.આઇ. બેંકના કસ્ટમર હોય કે ન હોય, આવી પ્રોસેસ શરૂ થ જતા યુઝર્સને એવી પણ શંકા ગઇ કે તેઓ સાઇબર ક્રાઇમનો શિકાર તો નથી બની રહ્યા ને. બીજી તરફ Truecaller યુઝર્સ કે જેઓ આઇ.સી.આઇ.સી.આઇ. બેંક અકાઉન્ટ હોલ્ડર છે તેમની તો મુશ્કેલીનો પાર જ ન રહ્યો. કેમકે તેમણે કોઇપણ પ્રકારની સર્વિસ એક્ટિવેટ કરાવી ન હોવા છતાં આઇ.સી.આઇ.સી.આઇ. યુપીઆઇ રજિસ્ટ્રેશન શરૂ થવા માંડતા અનેક લોકોએ પોતાનો ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હતો.

જેમનું આઇ.સી.આઇ.સી.આઇ. બેંકમાં અકાઉન્ટ હોય અને જેમનું ન હોય બન્ને પ્રકારના ટ્રુ કોલર એપ યુઝર્સને આવો મેસેજ મળતા સ્વાભાવિક છેકે તમામને પોતાની સાથે છેતરપીંડી થઇ રહ્યાની અનુભૂતિ થઇ હતી. કોઇપણ પ્રકારની કન્સેન્ટ વગર મોબાઇલમાં ઓટોમેટિકલી આઇ.સી.આઇ.સી.આઇ. યુપીઆઇ રજિસ્ટ્રેશન કેવી રીતે સંભવ છે.

ભારતમાં આ પ્રકારે હજારો નહીં પણ લાખો Truecaller યુઝર્સ આજે તા.30મી જુલાઇ 2019ની સવારે આ પ્રકારની મુશ્કેલીમાં મૂકાય ગયા હતા.

તપાસ કરાતાં જાણવા મળ્યું કે Truecaller યુઝર્સને આઇ.સી.આઇ.સી.આઇ. યુપીઆઇ સર્વિસ રજિસ્ટ્રેશનનો આવો મેસેજ એક વાઇરસને કારણે મળ્યો હતો. Truecaller કંપનીના સત્તાવાળાઓએ આવું થવા બદલ અને યુઝર્સને પડેલી મુશ્કેલી બદલ માફી માંગી હતી.

Truecaller કંપનીએ આ પ્રકારે દિલગીરી વ્યક્ત કરતો સંદેશો પાઠવ્યો છે.

Official statement by Truecaller:

“We have discovered a bug in the latest update of Truecaller that affected the payments feature, which automatically triggered a registration post updating to the version. This was a bug and we have discontinued this version of the app so no other users will be affected. We’re sorry about this version not passing our quality standards. We’ve taken quick steps to fix the issue, and already rolled out a fix in a new version. For the users already affected, the new version with the fix will be available shortly, however, in the meanwhile they can choose to manually deregister through the overflow menu in the app.” In 2017, Truecaller had announced a partnership with ICICI Bank to allow users to instantly create UPI ID, send money to any UPI ID or a mobile number registered with the BHIM app. It also enables users to recharge their mobile number from within the Truecaller app itself. This partnership made TruecallerICICI Bank platform among one of India’s largest mobile payment platforms.

July 30, 2019
gseb-1280x720.jpg
1min17720

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ગત માર્ચ 2019માં લેવામાં આવેલી એસ.એસ.સી. ધો.10ની પરીક્ષામાં એક-બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનું આખું વર્ષ ન બગડે એ હેતુથી તેમની પૂરક પરીક્ષા જુલાઇ માસમાં લેવાની પરંપરા છે.

ચાલુ મહિનામાં લેવામાં આવેલી આ પૂરક પરીક્ષાનું ધો.10 એસ.એસ.સી.નું પરીણામ ફક્ત 9.4 ટકા આવ્યું છે. આમાં પણ ગુજરાતી માધ્યમની સ્કુલોનું પરીણામ ફક્ત 8 ટકા છે.

ધો.10ની પૂરક પરીક્ષાના પરીણામ અંગે ગુજરાત બોર્ડે આ મુજબ વિગતો જાહેર કરી હતી.

58 હજારથી વધુ નાપાસ યુવાઓ ભણશે કે ઉઠી જશે?

સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે કુલ 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. જેમાંથી 75,362 વિદ્યાર્થીઓએ જુલાઇ 2019ની પરીક્ષા આપવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જ્યારે પરીક્ષા શરૂ થઇ ત્યારે ફક્ત 64,814 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને આજે જ્યારે પરીણામ આવ્યું ત્યારે ફક્ત 6063 વિદ્યાર્થીઓ જ પાસ થઇ શક્યા છે. હવે સવાલ એ ઉપસ્થિત થાય છે કે 58 હજારથી વધુ નાપાસ વિદ્યાર્થીઓ ભણશે કે નહીં ભણે

July 30, 2019
Pm-Modi_with_tiger.jpg
1min10790

‘એક થા ટાયગરથી ટાયગર ઝિંદા હૈ’ કંઇક આ રીતે વડા પ્રધાન મોદીએ દેશના વાઘ સંવર્ધનની વાત વર્ણવી હતી. લેટેસ્ટ આંકડા મુજબ દેશમાં વાઘની વસતીમાં ૩૩ ટકાનો વધારો થયો છે. 

વડા પ્રધાન મોદીએ બોલીવૂડ હીરો સલમાન ખાનની બે ફિલ્મના નામ ટાંકીને દેશમાં વાઘની સંખ્યામાં થયેલો વધારો જણાવ્યો હતો. ૨૦૧૪માં વાઘની સંખ્યા ૨,૨૨૬ હતી જે ૨,૦૧૮માં વધીને ૨,૯૬૭ થઇ છે. 

‘આ ઘટના સાથે સંકળાયેલા તમામ લોકોને હું જણાવવા માગું છું કે એક થા ટાયગરથી આપણી જે કથા શરૂ થઇ હતી તે હવે ટાયગર જિંદા હૈ સુધી પહોંચી છે અને આ કથા અહીં અટકવી નહીં જોઇએ. વાઘોનું સંરક્ષણ ચાલુ જ રહેવું જોઇએ,’ એમ મોદીએ જણાવ્યું હતું. 

વિકાસ વર્સિસ પર્યાવરણની જાળવણી એ અંગેની ચર્ચા અંગે બોલતા મોદીએ જણાવ્યું હતું કે બંને વચ્ચે સંતુલન જાળવવું જોઇએ. 

આશરે ૩,૦૦૦ વાઘની સાથે ભારત દુનિયામાં વાઘની સલામતી અને મોટા રહેઠાણમાંના એક તરીકે ઊભરી આવ્યું છે. દેશના વાઘ સંરક્ષણની કવાયતમાં સામેલ તમામ લોકોની તેમણે પ્રશંસા કરી હતી. ‘નવ વર્ષ પહેલાં રશિયાના સેંટ પિટર્સબર્ગ ખાતે એમ નક્કી કરવામાં આવ્યું હતું કે ૨૦૨૨ સુધીમાં વાઘની વસતી ડબલ થવી જોઇએ. આપણે આ લક્ષ્યાંક ચાર વર્ષ વહેલો પાર પાડ્યો છે. સંકલ્પથી સિદ્ધિનું આ સૌથી પ્રેરક ઉદાહરણ છે,’ એમ મોદીએ જણાવ્યું હતું. ૨૦૧૪માં રક્ષિત વિસ્તારોની સંખ્યા ૬૯૨ હતી જે વધીને ૨૦૧૯માં ૮૬૦ થઇ છે એમ જણાવતા પોતાની અંતિમ ટિપ્પણીમાં મોદીએ ફરીથી બોલીવૂડ ગીતનો આશરો લઇને જણાવ્યું હતું કે ‘બાગોમેં બહાર આઇ ના બદલે હવે આપણે કહી શકીશું કે બાગો (વાઘ)મેં બહાર આઇ.

July 30, 2019
ponziScheme.png
1min11020

ગેરકાયદેસર સ્કીમોમાં નાણાં રોકનારા ડિપોઝિટરોને તેમની રકમ પાછી મળી શકે તે માટે સંસદે સોમવારે એક વિધેયક પસાર કર્યું હતું. ‘બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ્સ બીલ’ ૨૦૧૯ સોમવારે પસાર થયું હતું, જેણે આ અંગે અગાઉ બહાર પડાયેલા વટહુકમનું સ્થાન લીધું છે. ૨૪મી જુલાઈ ૨૦૧૯ તારીખે લોકસભાએ અને સોમવારે રાજ્યસભાએ વિધેયક પસાર કર્યું હતું. જેનાથી પોન્ઝી સ્કીમ્સથી ભોળા રોકાણકારો બચી શકશે.

પોન્ઝી સ્કીમના નાણાં જપ્ત કરવામાં આવે તે પછી તેના પર પ્રથમ હક ડિપોઝિટરોનો રહેશે. ડિફોલ્ટ કરનારી સંસ્થાઓની સંપત્તિ પર ટાંચ મૂકીને ડિપોઝિટરોના નાણાં તેમને પાછા આપી શકાશે તેવી યંત્રણા ઘડવામાં આવશે. ડિપોઝિટ લેનારા સાચા ધંધાર્થીઓ અથવા સગા અથવા મિત્રો પાસેથી નાણાં ઉધાર લેનારાઓને કોઈ તકલીફ પડશે નહીં તેની વિધેયકમાં તકેદારી રાખવામાં આવી છે.

ગેરકાયદેસર ડિપોઝિટ સ્કીમ પ્રમોટ કરવી, સંચાલન કરવું, જાહેરાત આપવી અથવા ડિપોઝિટ સ્વીકારવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને કાયદા ઘડી શકશે તેવી સત્તા વિધેયકમાં આપવામાં આવી છે. તેમ રાજ્યકક્ષાના નાણાપ્રધાન અનુરાગસિંહ ઠાકુરે કહ્યું હતું. તેમણે કહ્યું કે, ૯૭૮ કેસની નોંધ લેવામાં આવી છે, જેમાંથી ૩૨૬ પશ્ર્ચિમ બંગાળમાં છે.નિયમનકારી છીંડાઓનો લાભ લઈ અને કડક વહીવટી પગલાંના અભાવને કારણે ગેરકાયદેસર ડિપોઝિટ લેવાનું દૂષણ દેશમાં ફૂલ્યુફાલ્યું છે, જેમાં ગરીબો અને ભોળા લોકો પોતાના નાણાં ગુમાવી રહ્યા છે. ગેરકાયદેસર ડિપોઝિટ સ્કીમ પર પ્રતિબંધ મૂકી શકાય તેવી સર્વગ્રાહી યંત્રણા પૂરી પાડવાનો વિધેયકનો ઉદ્દેશ્ય છે. નિયમનકારી માળખા પ્રમાણે ડિપોઝિટ લેવાનું ચાલુ રહી શકશે.