CIA ALERT

Slider Archives - Page 299 of 492 - CIA Live

October 22, 2019
maha_election.jpg
1min8040

રિઝર્વ બૅંક દ્વારા દોઢ વર્ષથી સિટી કો-ઓપરેટિવ બૅંક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોવાથી તેના પર અત્યાર સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી, તેમ જ બૅંકનું વિલીનીકરણ પણ થઇ રહ્યું ન હોવાને કારણે બૅંકના ખાતેદારોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. અમુક ખાતેદારોએ નોટાનો પર્યાય વાપરીને મતદાન કર્યું હતું. મુંબઇમાં સિટી કો-ઓપરેટિવ બૅંકની ૧૦ બ્રાન્ચ આવેલી છે, જેમાં આશરે ૯૧,૦૦૦ ખાતાધારકો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.

પીએમસી બૅંકની જેમ સિટી કો-ઓપરેટિવ બૅંક ઉપર ગયા વર્ષે રિઝર્વ બૅંક દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. બૅંક લોનની લેવડદેવડમાં અનિયમિત હોવાને કારણે રિઝર્વ બૅંકે સહકારી બૅંક પર કાર્યવાહી શરૂ કરી હોવાથી જીવનભરની પૂંજી ડિપોઝિટ કરનારા હજારો ખાતેદારોની આર્થિક સ્થિતિ કફોડી બની ગઇ હતી. મહિનાઓ સુધી રિઝર્વ બૅંક દ્વારા પ્રતિબંધ ઉઠાવાયો ન હોવાને કારણે દોઢ વર્ષ દરમિયાન ૧૧ ખાતા ધારકોના મોત થયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

October 22, 2019
bangla_circket.jpg
1min5990

રાષ્ટ્રની ટીમના કેટલાક ખેલાડી પગારમાં વધારો સહિત તેઓની માગણી સ્વીકારવામાં ન આવે તો ક્રિકેટની કોઈપણ પ્રવૃત્તિમાં ભાગ ન લેવાની કરાયેલી જાહેરાત બાદ બંગલાદેશનો ભારત ખાતેનો આગામી ક્રિકેટ પ્રવાસ જોખમમાં મુકાયો છે.

બહિષ્કારની યોજનાની ટેસ્ટ અને ટી-૨૦ ટીમના કેપ્ટન શકિબ અલ હસન, મહમુદુલ્લાહ અને મુશફિકર રહીમ સહિત રાષ્ટ્રના ટોચના ખેલાડીની અહીં પત્રકાર પરિષદમાં હાજરી સાથે જાહેરાત કરવામાં આવી હતી. લગભગ પચાસ જેટલા ખેલાડી વિરોધમાં હિસ્સો લઈ રહ્યા છે.

૩જી નવેમ્બરથી યોજાનારા પ્રવાસમાં બંગલાદેશની ટીમ ભારતમાં ત્રણ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ અને બે ટેસ્ટ વર્લ્ડ ચૅમ્પિયનશિપના હિસ્સા તરીકે રમનાર છે.

ભારતે આ પગલાંના પ્રત્યુત્તરમાં કહ્યું હતું કે આ બંગલાદેશની આંતરિક સમસ્યા છે. ભારતીય બોર્ડના નવા પ્રમુખ ગાંગુલીએ આશા વ્યક્ત કરી હતી કે ‘મને ખાતરી છે કે બંગલાદેશ આગામી સિરીઝ રદ નહીં કરે.

October 22, 2019
Gandhinagar-Gujarat.jpg
1min4350

ગુજરાત વિધાનસભાની અમરાઈવાડી, થરાદ, રાધનપુર, ખેરાલુ, બાયડ અને લુણાવાડા એમ છ બેઠકોની પેટાચૂંટણી માટે સોમવારે સવારે ૮ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું, રાજ્યની તમામ છ બેઠક પર શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થયું છે. જેમાં સૌથી વધુ મતદાન થરાદ અને સૌથી ઓછું મતદાન અમરાઈવાડીમાં નોંધાયું છે. હવે ૨૪મી ઓક્ટોબરે

મત ગણતરી થશે. મતદાન પૂરું થયા બાદ જાહેર થયેલા મતદાનના અંદાજિત આંકડાઓ

અનુસાર સૌથી વધુ મતદાન થરાદ બેઠક પર ૬૮.૯૫ ટકા મતદાન થયું હતું. જ્યારે રાધનપુરમાં ૫૯.૮૭ ટકા, બાયડ ૫૭.૮૧ ટકા, લુણાવાડા ૪૭.૫૪ ટકા, ખેરાલુ ૪૨.૮૧ ટકા, જ્યારે સૌથી ઓછું મતદાન અમદાવાદ શહેરની અમરાઈવાડીમાં ૩૧.૫૩ ટકા મતદાન નોંધાયું છે.

ઉલ્લેખનીય છે કે, પેટાચૂંટણીમાં સૌની નજર રાધનપુર અને બાયડ બેઠક પર છે. રાધનપુરમાં ગત ચૂંટણીમાં કૉંગ્રેસમાંથી ચૂંટાઇને પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને કૉંગ્રેસના રઘુ દેસાઇ વચ્ચે કાંટે કી ટક્કર છે. આ બેઠક પર કુલ ૧૦ ઉમેદવારો છે. આવી જ ટક્કર બાયડમાં પણ છે. અહીં ગત વખતના કૉંગ્રેસના અને હાલ ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા અને કૉંગ્રેસના જશુભાઇ પટેલ વચ્ચે સીધો જંગ છે, અહીં ૭ ઉમેદવારો મેદાનમાં છે.

October 21, 2019
CIA_Live_Logo_New2.jpg
2min4780

प्राइवेट बेंकों बेंको का कामकाज जारी रहेगा

सरकारी बैंकों (Public Sector Banks) के विलय और जमा राशि पर ब्याज दर घटने के विरोध में बैंक यूनियनों (Bank Unions) ने मंगलवार दि.22 अक्टुबर 2019 को हड़ताल का आह्वाहन किया है. हालांकि, अधिकारी और निजी क्षेत्र के बैंक हड़ताल में शामिल नहीं होंगे.

इस बेंकों के कामकाज पर हडताल का असर दिखेगा

  1. Andhra Bank
  2. Allahabad Bank
  3. Bank of India
  4. Bank of Baroda
  5. Bank of Maharashtra
  6. Corporation Bank
  7. Central Bank of India
  8. Canara Bank
  9. Dena Bank
  10. Indian Overseas Bank
  11. Indian Bank
  12. Oriental Bank of Commerce
  13. Punjab National Bank
  14. Punjab & Sind Bank
  15. Syndicate Bank
  16. State Bank of India
  17. United Bank of India
  18. Union Bank of India
  19. UCO Bank
  20. Vijaya Bank
  21. India Post Payments Bank

सार्वजनिक क्षेत्र के कई बैंकों के विलय और जमा राशि पर दरों में गिरावट के विरोध में यूनियनों ने एक दिन की हड़ताल पर जाने का फैसला किया है. हड़ताल का आह्वान आल इंडिया बैंक एम्पलाइज एसोसिएशन (AIEBEA) तथा बैंक एम्पलाइज फेडरेशन आफ इंडिया (BEFAI) ने किया है.

भारतीय स्टेट बैंक (SBI) सहित ज्यादातर बैंकों ने अपने ग्राहकों को हड़ताल और उसके प्रभाव के बारे में पहले ही सूचित कर दिया है.

October 21, 2019
kudo.jpg
2min5710

સૂરતના વિસ્પી ખરાદી અને ટીમ 2 Next to Impossible કૌવત દેખાડી વર્લ્ડ રેકોર્ડ ક્લેમ કરશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

બોલીવુડના સુપ્રસિદ્ધ અક્ષયકુમાર જેને ખૂબ પ્રોત્સાહિત કરી રહ્યા છે એ મિક્ષ માર્શલ આર્ટ તરીકે ઓળખાતા અને જેને સ્કુલ ગેમ્સ લિસ્ટમાં સ્થાન મળ્યું છે એ કુડો ની ઇન્ટરનેશનલ ઇવેન્ટ તા.22મી ઓક્ટોબરથી તા.24મી ઓક્ટોબર દરમિયાન સૂરતમાં યોજાઇ રહી છે. કુડો ઇન્ટરનેશનલ કોમ્પિટીશનમાં તા.24મી ઓક્ટોબરના રોજ અક્ષયકુમાર ખુદ સૂરત આવીને વિજેતાઓને પ્રોત્સાહિત કરશે અને સાથે સમગ્ર વિશ્વનું ધ્યાન સૂરત પર કેન્દ્રીત થાય એવા બે અશક્ય ગણાતા રેકોર્ડઝને સૂરતના મલ્ટી ટેલેન્ટેડ વિસ્પી ખરાદી અને તેમની ટીમ ચેઝ કરીને ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે દાવેદારી નોંધાવશે.

સૂરતમાં તા.22થી 24 ઓક્ટોબર 2019 દરમિયાન યોજાઇ રહેલી 11મી અક્ષયકુમાર કુડો ટુર્નામેન્ટના આયોજન અંગે માહિતી આપવા માટે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કુડો ટુર્નામેન્ટના ફાઉન્ડર મેહુલભાઇ વોરા, સૂરતના મલ્ટી ટેલેન્ટેડ માર્શલ આર્ટ ટ્રેનર વિસ્પી ખરાદી, દારાયસ કુપર સમેત આગેવાનોએ માહિતી આપી હતી. – C.I.A. Live News Web

સૂરતમાં યોજાઇ રહેલી આ મહત્વની કુડો ઇન્ટરનેશનલ કોમ્પિટીશનની વધુ માહિતી આપતા કુડોના ફાઉન્ડર મેહુલ વોરા, વિસ્પી ખરાદી અને દારાયસ કુપરએ જણાવ્યું હતું કે કુડો એ મિક્ષ માર્શલ આર્ટ ગણાય છે અને અક્ષય કુમાર આ માર્શલ આર્ટને ખૂબ અંગત રસ લઇને પ્રોત્સાહિત કરી રહ્યા છે.

સૂરત નસીબવંતુ છે કે અહીં 11મી અક્ષયકુમાર કુડો ટુર્નામેન્ટ તા.22 થી 24 ઓક્ટોબર વચ્ચે આ સુરત શહેરના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલા ઇન્ડોર સ્ટેડીયમમાં યોજાઇ રહી છે અને ભારતભર ઉપરાંત શ્રીલંકા, ઇન્ડોનેશિયા અને માલદીવથી પણ સ્પર્ધકો સૂરત આવી પહોંચ્યા છે.

જમ્મુ કાશ્મીર સમેત ભારતના 27 રાજ્યોના કુલ 5100થી વધુ સ્પર્ધકો કુડોની આ ઇવેન્ટમાં પોતાનું કૌવત દાખવશે.

કુડો એવો માર્શલ આર્ટ છે કે જે બિલકુલ સરળ અને બિલકુલ વિનામૂલ્યે શાળાકીય બાળકોને શીખવવામાં આવે છે. કેન્દ્ર સરકારે આ માર્શલ આર્ટને સ્કુલ ગેમ્સમાં પણ સ્થાન આપ્યું છે. યુવતિઓને ખાસ કુડો મિક્સ માર્શલ આર્ટથી સેલ્ફ ડિફેન્સ સુધીની ટેકનિક્સ શીખવવામાં આવે છે એમ કુડો ફેડરેશનના ટ્રેઝરર અને મીક્ષ માર્શલ આર્ટ કુડોના ઉચ્ચ ડિગ્રી ધારી બ્લેક બેલ્ટ રેન્સી વિસ્પી ખરાદીએ જણાવ્યું હતું.

બે વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાના પ્રયાસો કરવામાં આવશે

કુડોની ઇવેન્ટની સાથે સાથે ઇન્ડોર સ્ટેડીયમ ખાતે તા.23મી ઓક્ટોબર 2019ની સાંજે બે વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટે વિસ્પી ખરાદી અને તેમની ટીમ પ્રયાસો કરશે. આ બન્ને એવા કૌવત છે જે બહુ જ જોખમી છે અને માર્શલ આર્ટની દુનિયામાં તેને નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ ગણવામાં આવે છે.

  • મોસ્ટ લેયર્ડ બેડ ઓફ નેઇલ્સ સેન્ડવીચ
  • મોસ્ટ આયર્ન રોડ બેન્ડ વીથ નેક

ઉપરોક્ત બન્ને રેકોર્ડ માટે

  • વિસ્પી ખરાદી
  • દારાયસ કુપર
  • જેકી પટેલ
  • ભાવેશ પાનવાલા
  • રમીઝ વિરાણી
  • અબુ બકર
  • ખુશરુ કડવા
  • જમશેદ ભાઠેના અને
  • મનન પટેલ પણ પોતાનું કૌવત દાખવશે.

વિસ્પી ખરાદીએ જણાવ્યુ હતું કે લોખંડના સળીયાને ગરદનની પાછળના ભાગે બેઝ બનાવીને તેને 90 ડિગ્રીએ વાળવાની આ ઇવેન્ટ હજુ સુધી ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝ માટે એટેમ્પ્ટ થઇ નથી. તેની સાથે લેયર્ડ બેડ ઓફ નેઇલ્સ સેન્ડવીચ પણ એવું કૌવત છે જેમાં શારીરીક ઇજા થવાનું જોખમ છે. આ બન્ને માટે ગિનેસ રેકોર્ડ ક્લેઇમ કરવામાં આવશે. આ રેકોર્ડ પર દેખરેખ રાખવા માટે ખાસ લંડનથી ગિનેસ સંસ્થાની ટીમ સૂરત આવી પહોંચી છે.

ફિલ્મ સ્ટાર અક્ષયકુમાર 24મીએ આવશે

જેના નામ પર જ સમગ્ર ટુર્નામેન્ટ યોજાઇ રહી છે એ 11મી અક્ષયકુમાર કુડો ટુર્નામેન્ટના સમાપન સમારોહ પ્રસંગે ખુદ ફિલ્મસ્ટાર અક્ષયકુમાર સૂરતના ઇન્ડોર સ્ટેડીયમ ખાતે ઉપસ્થિત રહીને સ્પર્ધકો તેમજ વિજેતાઓને પ્રોત્સાહિત કરશે.

October 21, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5010

CM રૂપાણી સાથે ઉઝબેકિસ્તાન ગયેલા GJEPC રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડીયાએ મહત્વના MOU કર્યા

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

હીરા ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલા આનુષંગિક ઉદ્યોગોના હિત માટે સતત પ્રયાસો કરી રહેલા સૂરત સ્થિત જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રાદેશિક ચેરમેન અને સ્થાનિક હીરા ઉદ્યોગ આગેવાન શ્રી દિનેશ નાવડીયા હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાથે ઉઝબેકિસ્તાન દેશની બિઝનેસ ટૂર પર છે.

ઉઝબેકીસ્તાનની ગોલ્ડ માઇન્સ તેમજ હીરાની લે-વેચ અંગે મહત્વના એમ.ઓ.યુ. સાઇન કરવામાં આવ્યા

ઉઝબેકિસ્તાનમાં આવેલી સોનાની ખાણ સાથે વિવિધ પાસાઓ પર ભવિષ્યમાં બેઝનેસ બ્રિજ બની શકે કે કેમ એ અંગેની શક્યતાઓ તપાસવા માટે એક મહત્વનો એમ.ઓ.યુ. સાઇન કરવામાં આવ્યો છે. જીજેઇપીસી રિજિયોનલ કાઉન્સિલ વતી શ્રી દિનેશ નાવડીયાએ આ ડીલ સાઇન કરી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી સાથે ઉઝબેકિસ્તાનની બિઝનેસ ટૂર ગયેલા સુરતના હીરા ઉદ્યોગપતિ અને હાલ જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશ નાવડીયા તેમજ સૂરતના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી મુકેશભાઇ પટેલ તથા અન્ય ડેલિગેટ્સની યાદગાર તસ્વીર

ઉઝબેકિસ્તાન સ્થિત ગોલ્ડ માઇન્સ સાથે ભવિષ્યમાં કોઇ બિઝનેસ ડિલ સંભવ છે કે કેમ એ અંગે સ્ટડી હાથ ધરવામાં આવશે. ટૂંક સમયમાં સ્થાનિક ઉદ્યોગપતિઓ આ શક્યતાઓ તપાસવા માટે ઉઝબેકિસ્તાનની મુલાકાત લે એ રીતે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી સાથે ઉઝબેકિસ્તાનની બિઝનેસ ટૂર ગયેલા સુરતના હીરા ઉદ્યોગપતિ અને હાલ જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન તરીકે ફરજ અદા કરી રહેલા શ્રી દિનેશ નાવડીયા

એવી જ રીતે ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ દ્વારા ડાયમંડ સપ્લાય મળી શકે કે કેમ એ અંગે પણ સમજૂતિ કરવામાં આવી રહી છે. એવી જ રીતે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી ડિસેમ્બર 2019માં યોજાઇ રહેલા સ્પાર્કલ પ્રદર્શનમાં ભાગ લેવા માટે પણ તેમને નિમંત્રિત કરવામાં આવ્યા હોવાનું દિનેશભાઇ નાવડીયાએ જણાવ્યું હતું.

October 21, 2019
beach_festival-1280x851.jpg
1min7400

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા તારીખ ૨૧ ઑક્ટોબરથી ૪ નવેમ્બર સુધી માધવપુર, માંડવી (કચ્છ) અને તીથલ ખાતે ‘બીચ ફેસ્ટિવલ – ૨૦૧૯નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. બીચ ફેસ્ટિવલને ૨૧ ઑક્ટોબરના રોજ સાંજે ૫.૩૦ કલાકે પ્રવાસીઓ માટે ત્રણેય સ્થળો ખાતે ખુલ્લો મૂકવામાં આવશે. દિવાળી વેકેશનમાં પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રવાસન વિભાગ દ્વારા બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસન વિભાગ દ્વારા રાજ્યના દરિયાકિનારે રમણીય પ્રવાસન સ્થળોને વિકસાવવામાં આવી રહ્યા છે. ગુજરાતના તમામ બીચ પર તેનું અલાયદું કુદરતી સૌંદર્ય જોવા મળે છે.

બીચ ફેસ્ટિવલમાં પ્રવાસીઓ આસપાસનાં સ્થળોને સાથે રાખીને સર્કિટ બનાવી પોતાના પ્રવાસ પેકેજ બનાવી શકશે. બીચ ફેસ્ટિવલમાં આવનારા પ્રવાસીઓ માધવપુરની આસપાસ સોમનાથ મંદિર, પોરબંદર ખાતે કીર્તિ મંદિર સહિતનાં જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ શકે છે. જ્યારે માંડવી બીચની મુલાકાત લેનારા પ્રવાસીઓ કચ્છનાં ઐતિહાસિક તથા ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકશે. એ જ રીતે તીથલની આસપાસ દમણ, પારસીઓનું એકમાત્ર સ્થળ ઉદવાડા તથા અન્ય જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ સહેલાણીઓ મજા માણી શકશે.

રાજ્ય સરકાર મેળાઓ અને ઉત્સવોની ઉજવણીને પ્રોત્સાહન આપી રહી છે, અને તેના ભાગરૂપે કચ્છમાં યોજાતા રણોત્સવ, અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ, સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ, પોલો ફેસ્ટિવલ દ્વારા પ્રવાસીઓને આકર્ષે છે. સ્ટેચ્યુ ઑફ યુનિટીના પ્રાંગણમાં પણ ટેન્ટ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે.

October 21, 2019
maharashtra_map.jpg
1min5290

આજે મુંબઈની ૩૬ બેઠક સહિત રાજ્યની ૨૮૮ બેઠક પર મતદાન થશે ત્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈ કોને મત આપશે તે મહત્ત્વનું બની રહે છે. ભૌગોલિક અને સામાજિક દૃષ્ટિએ મહારાષ્ટ્ર કરતાં અલગ તરી આવતા મુંબઈમાં રાજકારણ પણ અલગ રંગ બતાવે છે. અહીંનો શિક્ષિત અને વિચારશીલ મતદાર કયુ બટન દબાવશે તે કળી શકાય તેમ નથી. લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસકાર્યો અને વિઝનરી તરીકેની છબિને લીધે ભાજપનો સીધો ફાયદો થયો હતો, પરંતુ વિધાનસભાની ચૂંટણીના મુદ્દા અલગ હોય છે અને મતદારોનો મૂડ પણ અલગ હોય છે. મુંબઈમાં છેલ્લા ૨૫ વર્ષથી ભાજપ-શિવસેના મહાનગરપાલિકાનું સંચાલન કરે છે. લોકો સૌથી વધારે રસ્તા પરના ખાડાની સમસ્યાથી પરેશાન છે. આ સાથે પ્રદૂષણ, આડેધડ જોવા મળતું અતિક્રમણ, પાલિકાનો ભ્રષ્ટ અને નબળો કારભાર તેમ જ જૂની ઈમારતોના ડેવલપમેન્ટ સહિત ઘણા ગંભીર પ્રશ્ર્નો છે જે આ શહેરને કનડે છે અને પાંચ વર્ષની ભાજપ-શિવસેના સરકાર તેને ઉકેલવાની દિશા તરફ આગળ વધતી હોય તેમ જણાતું નથી. આ સાથે આર્થિક મંદી અને બેરોજગારી પણ મતદાન પર અસર કરશે. માત્ર માળખાકીય પ્રોજેક્ટ્સને બાદ કરતા હાલની સરકારે મુંબઈના જનજીવનમાં કોઈ ખાસ ફરક પાડ્યો નથી. બીજી બાજુ દેશ અને રાજ્યમાં નબળી પડી ગયેલી કૉંગ્રેસ મુંબઈમાં લગભગ સાફ થઈ ગઈ છે અને એનસીપીની અહિં કોઈ હાજરી જ નથી. આ સ્થિતિમાં મતદારો મૂંઝવણ અનુભવી રહ્યા છે.

ભાજપ-શિવસેનાના રાજ્ય સરકાર તરીકેના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ઘટેલી ઘટનાઓમાં એલ્ફિન્સ્ટન બ્રિજ પર ભાગદોડમાં ૨૩ જણના થયેલા મૃત્યુ, પરેલની હોટેલમાં આગને લીધે ૧૪ જણાના મૃત્યુ, હિમાલય બ્રીજ તૂટી પડવાથી પાંચ જણના મૃત્યુ, ઘાટકોપરની સાંઈ સિદ્ધિ ઈમારત, ભીંડી બજારની હુસૈની અને કેસરબાઈ ઈમારત પડી જવાથી થયેલા મૃત્યુ, પુણેની ભીમા કોરેગાંવ હિંસાની ઘટનાને લીધે મુંબઈમાં જોવા મળેલી સજ્જડ બંધ અને લોકએ ભોગવી પડેલી હાલાકી, દર વર્ષે ચોમાસાંમાં મુંબઈગરાઓએ ભોગવવી પડતી અપાર તકલીફો, તાજેતરમાં મેટ્રો થ્રી માટે આરે કોલોનીમાં અડધી રાત્રે કાપવામાં આવેલા વૃક્ષો અને આંદોલનકારીઓની થયેલી ધરપકડ, પંજાબ મહારાષ્ટ્ર બૅંક પર પ્રતિબંધ લાગવાથી થાપણદારોની હાલાકી વગેરે ઘટનાઓ બનતી રહી અને રાજ્ય સરકાર અને પાલિકાનો રેઢિયાળ કારભાર સામે આવતો રહ્યો. આની સામે વર્ષોથી લટકેલા મેટ્રોના તમામ પ્રોજેક્ટ, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક, બુલેટ ટ્રેન, કૉસ્ટલ રોડ જેવા પ્રોજેક્ટ્સ શરૂ થઈ ગયા અને ઝડપથી આગળ વધી રહ્યા છે. જોકે પાલિકા અને રાજ્ય સરકારની નિષ્ફળતાને જનતા સામે લાવવામાં કૉંગ્રેસ-એનસીપી તદ્ન નિષ્ફળ ગઈ છે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના તરફ પણ લોકોનો કોઈ ઝુકાવ જણાતો નથી. આ અંગે પૂછવામાં આવતા સામાજિક કાર્યકર જિતેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું કે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગીમાં કોઈ પરિવર્તન કર્યું નથી. લગભગ ૫૦ ટકા ઉમેદવારો અશિક્ષિત છે અને તેમની સામે ગંભીર ગુનાઓ છે. ભાજપ પાસેથી અપેક્ષા હતી કે તેઓ ઉમેદવારની પસંદગી કરવામાં શિક્ષણ અને શહેરી વિષયોના જ્ઞાનને પ્રાથમિકતા આપશે અને નવા ચહેરાઓ જનતા સામે લાવશે, પરંતુ તેમ ન થતાં એ લોકોને જ ટિકિટ આપી છે જેમણે અત્યાર સુધી કંઈ કર્યું નથી. તેમના કહેવા અનુસાર નૉટાના વિકલ્પમાં કોઈ તર્ક દેખાતો ન હોવાથી મુંબઈમાં મતદાન ઓછું થવાની સંભાવના છે. જોકે યોગ્ય પાત્રમે ચૂંટવા માટે લોકો મોટી ંસંખ્યામાં મતદાન કરે તેવી અપીલ ચૂંટણી પંચ અને રાજ્કીય પક્ષોએ કરી છે.

કઈ બેઠકો પર છે રસાકસી

મુંબઈમાં કૉંગ્રેસ અને એનસીપીનું ખાસ કંઈ જોર ન હોવાથી અને ભાજપ અને શિવસેના સાથે ચૂંટણી લડતા હોવાથી મુંબઈની અમુક બેઠકોને બાદ કરતા ખાસ કોઈ રસાકસી જોવા મળતી નથી. દક્ષિણ મુંબઈમાં જોઈએ તો મુંબાદેવી બેઠક પર બે ટર્મથી વિધાનસભ્ય રહી ચૂકેલા કૉંગ્રેસના નેતા અમિન પટેલ સામે શિવસેનાના વરિષ્ઠ કાર્યકર્તા પાંડુરંગ સકપાલ ઊભા છે. ગુજરાતી, મરાઠી અને મુસ્લિમ મત ધરાવતી આ બેઠક મહત્ત્વની છે. આ જ રીતે દક્ષિણ મુંબઈની બીજી બેઠક કોલાબામાં કૉંગ્રેસના અશોક (ભાઈ) જગતાપ અને ભાજપના રાહુલ નાર્વેકર વચ્ચે જંગ જામશે. ભાજપે રાજ પુરોહિતને બદલે આ બેઠક નાર્વેકરને આપી છે. દક્ષિણ મુંબઈની સૌથી રસાકસીવાળી બેઠક વરલીની માનવામાં આવે છે. અહીં શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે અને એનસીપીના સુરેશ માને વચ્ચે જંગ છે. આદિત્ય ઠાકરે પરિવારના પહેલા સભ્ય છે જે ચૂંટણી લડી રહ્યા છે. આદિત્ય માટે માત્ર જીત નહીં, પરંતુ વધારેમાં વધારે મતોથી જીત મહત્ત્વની છે. બાન્દ્રા પૂર્વમાં મેયર વિશ્ર્વનાથ મહાડેકર સામે શિવસેનાના બળવાખોર નેતા તૃપ્તી સાવંત અને કૉંગ્રેસના નેતા ઝીશાન સિદ્દીકી છે. ત્રણેય ઉમેદવારો સશક્ત છે. અહીં કૉંગે્રસને મુસ્લિમ મતોનો ફાયદો થઈ શકે તેમ છે. વર્સોવામાં ભાજપના ચિહ્ન પરથી શિવસંગ્રામ પક્ષની ઉમેદવાર ડૉ. ભારતી લવેકર લડી રહ્યા છે, જેમની સામે કૉંગ્રેસના બળદેવ ખોસલા અને શિવસેનાના બળવાખોર નેતા તેમ જ નગરસેવિકા રાજુલ પટેલ ઊભા છે. ચાંદીવલી વિધાનસભા પરથી ચાર વાર વિધાનસભ્ય રહી ચૂકેલા કૉંગ્રેસના નેતા નસીમ ખાન સામે શિવસેનાએ મજબૂત નેતા દિલીપ લાંડેને ઊભા કર્યા છે. આથી આ બેઠક મહત્ત્વની બની ગઈ છે. પશ્ર્ચિમ ઉપનગરમાં મલાડની બેઠક પર કૉંગ્રેસના વર્તમાન વિધાનસભ્ય અસલમ શેખ સામે ભાજપે ઉત્તર ભારતીય ઉમેદવાર રમેશ ઠાકુરને ટિકિટ આપી છે. મૂળ કાંદિવલીમાં સક્રિય ઠાકુરને છેલ્લી ઘડીએ ટિકિટ આપવામાં આવી હતી. અહીંના મુસ્લિમ મતો મહત્ત્વના સાબિત થઈ શકે તેમ છે.

મુંબઈ ઉપરાંત નાલાસોપારામાં ક્ષિતિજ ઠાકુર સામે પોલીસ અધિકારી પ્રદીપ શર્માની બેઠકના પરિણામ પર સૌની નજર રહેશે. આ ઉપરાંત નાગપુર દક્ષિણમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સામે કૉંગ્રેસના આશિષ દેશમુખ ટક્કર આપશે. આ ઉપરાંત કરાડમાંં કૉંગ્રેસના ઉમેદવાર અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ સામે ભાજપે આનંદરાવ પાટીલને ઉમેદવારી આપી છે, જે એક સમયે ચવ્હાણના નજીકના વ્યક્તિ માનવામાં આવતા હતા. કૉંગ્રેસના નેતા અશોક ચવ્હાણ (ભોકર), ચંદ્રકાન્તદાદા પાટીલ (કોથરૂડ), એનસીપીના નેતા અજિત પવાર (બારામતી), ભાજપના નેતા પંકજા મુંડે અને તેમની સામે એનસીપીના નેતા ધનંજય મુંડે (પરલી) વગેરેની બેઠકો પરના મતદાન અને પરિણામ પર સૌની નજર રહેશે.

રાજ્યના કુલ ૮,૮૯,૩૯,૬૦૦ કરોડ મતદાર આજે ૩૨૩૭ ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં સીલ કરશે. રાજ્યની ૨૮૮ બેઠકનું મતદાન એક જ તબક્કામાં પાર પડવાનું છે અને આ માટે ચૂંટણી પંચે ૬.૫ લાખ કર્મચારીને મતદાતાની સુવિધાઓ માટે તહેનાત રાખ્યા છે.

——-

પંકજા પર વિવાદાસ્પદ નિવેદન: ધનંજય મુંડે સામે ફરિયાદ

મુંબઈ: એકબીજા પરના ઉગ્ર શાબ્દિક આક્ષેપો અને પ્રત્યાક્ષેપોથી રંગાયેલા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો છેલ્લો દિવસ વિવાદાસ્પદ ઘટનાથી પૂરું થયો હતો. રાજ્યના કેબિનેટ પ્રધાન અને પરલીથી વિધાનસભાની ચૂંટણી લડી રહેલા પંકજા મુંડે શનિવારે પ્રચાર દરમિયાન સ્ટેજ પર પડી ગયાં હતાં અને થોડી વાર માટે બેહોશ થઈ ગયાં હતાં. આ ઘટના બાદ પરલીના એનસીપીના ઉમેદવાર અને વિરોધપક્ષના નેતા ધનંજય મુંડેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં ધનંજય મુંડેએ પંકજા મામલે અણછાજતી ટિપ્પણી કરી હતી. આ વીડિયોએ ભારે વિવાદ જગાડ્યો હતો અને પરલી ખાતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ સાથે મહારાષ્ટ્ર

મહિલા આયોગે પણ મુંડેને નોટિસ મોકલાવી હતી.

બીજી બાજુ ધનંજય મુંડેએ એક વીડિયો દ્વારા સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે અમુક દિવસ પહેલાના તેમના ભાષણને એડિટ કરી ઈરાદાપૂર્વક વાયરલ કરવામાં આવી રહ્યું છે. તેમણે રડતા સ્વરે જણાવ્યું હતું કે હું પણ ત્રણ દીકરીનો બાપ છું અને બહેન માટે આવી ટિપ્પણી હું ક્યારેય ન કરી શકું. તેમણે આ વીડિયોને ફોરેન્સિક લૅબમાં મોકલી તપાસવા જણાવ્યું હતું અને જો તેમના પરના આક્ષેપો સાબિત થશે તો જીવ દઈ દઈશ, તેમ વીડિયોમાં કહ્યું હતું. હાલમાં હું મરું કે જીવું તે સમજાતું નથી. બે ભાઈ-બહેન વચ્ચે નવો ભાઈ આવી ગયો હોવાનો ટોણો પણ તેમણે માર્યો હતો. તેમનો ઈશારો સદાભાઉ ખોત અને સુરેશ ધસ સામે હતો.

દરમિયાન ધનંજય સામે પરલી સહિત રાજ્યભરમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમનું પૂતળું પણ બાળવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત ઘણા નેતાઓએ પણ વિરોધ નોંધાવ્યો હતો

October 21, 2019
raining.jpg
1min8920

તળાજા શહેર અને ખાસ કરીને અલંગ પંથકના ગામડાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું, જેમાં તળાજા યાર્ડમાં પડેલી મગફળીની ગૂણો પલળી જતા લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. તો ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ જતા દિવાળી પર્વને ઝાંખપ લાગશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર તળાજા શહેર અને અલંગ, મણાર, ભાખલ, બપાડા, સથરા, ત્રાપજ વિસ્તારમાં મૌસમે રૂખ બદલ્યો હતો જેમાં ભારે ગાજવીજ સાથે તળાજામાં પાંચ મિ.મી વરસાદ વરસ્યો હતો. જ્યારે ઉપરોક્ત ગામડાઓમાં ભારે પવન સાથે એક ઇંંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. તળાજા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ગૂણો પલળી જતા લાખો રૂપિયાનું નુકસાન મગફળીના માલિકોને થયું હતું.

ભાખલ ગામના ખેડૂતે જણાવ્યું હતું કે મગફળી ખેંચેલી વાડી ખેતરમાં પડી હતી. જે વરસાદના કારણે તરવા લાગી હતી જેનાથી મગફળી તો સાવ ખરાબ થઈ અને પશુને નિરણ માટેનું ચારોલુ ખરાબ થઈ ગયું હતું. કપાસના પાકની પહેલો વિણ નિષ્ફળ ગયો હતો. વરસાદ થતાં કપાસના પાકને પણ મોટું નુકસાન થયું હતું. ખેડૂતોએ દિવાળીના બદલે હોળી થયાની વેદના વ્યક્ત કરી હતી.

મહીસાગરમાં વાતાવરણમાં પલટો: તોફાની વરસાદ પડતા ખેડૂતોને નુકસાનની આશંકા

મહીસાગર જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો આવી ગયો હતો. આજે બપોર સુધી સામાન્ય વાતાવરણ હતું અને તડકો પણ નીકળ્યો હતો ત્યારે અચાનક જ વાદળો ગોરંભાવા લાગ્યા અને થોડા જ સમયમાં કડાકા-ભડાકા સાથે પહેલા ઝરમર વરસાદ ચાલુ થયો હતો. વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવી રહ્યા છે. ગુજરાતમાં ચાલુ સિઝનમાં સમય કરતા વધારે લાંબા સમય સુધી ચોમાસુ ચાલ્યું છે. ચાલુ વર્ષે ગુજરાતમાં સિઝનનો ૧૩૯ ટકા વરસાદ પડી ગયો છે જેના કારણે ખેડૂતો અગાઉ જ લીલા દુષ્કાળનો સામનો કરી રહ્યા હતા ત્યારે દિવાળી નજીક આવી પહોંચી છે અને લણણીનો ટાઇમ નજીક આવ્યો તેમ છતાં પણ વરસાદ વરસતા ખેડૂતોને પાકમાં નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહી છે. ખેડૂતો હવે વરસાદ ન પડે તેવી પ્રાર્થના કરી રહ્યા હતા ત્યાં અચાનક આજે આકાશ ગોરંભાયું અને વરસાદ ખાબક્યો હતો

October 21, 2019
hariyana_election.jpg
1min5050

હરિયાણામાં શાસક પક્ષ ભાજપ, કૉંગ્રેસ અને જનનાયક જનતા પાર્ટી વચ્ચે હરિયાણા વિધાનસભાની ૯૦ બેઠક માટે આજે મતદાન થશે. વિવિધ રાજકીય પક્ષોના ૧૧૬૯ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ભાજપે ૭૫ બેઠકનું લક્ષ્ય રાખ્યું છે. હાલમાં ભાજપ ૪૮ વિધાનસભ્ય ધરાવે છે. દુષ્યંત ચૌટાલાના નેતૃત્વમાં જનનાયક જનતા પાર્ટી (જેજેપી) પણ લોકસભામાં મળેલી પછડાટ પછી તેની તકમાં સુધારો થશે એવી આશા રાખી ઝુકાવ્યું છે. હરિયાણાના ચીફ ઇલેક્ટોરલ ઑફિસર અનુરાગ અગરવાલે કહ્યું કે સવારના સાત કલાકથી સાંજના છ કલાક સુધી ૧૯,૫૭૮ મતદાન મથક પર મતદાન થશે. ૭૫ હજારથી વધુ સુરક્ષા કર્મચારીઓને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત માટે તહેનાત કરાયા છે તેવું ડીજીપી મનોજ યાદવે શનિવારે જણાવ્યું હતું. કુલ ૧.૮૩ કરોડ મતદાર મતદાન માટે પાત્ર છે, જેમાં ૮૫ લાખ મહિલા અને ૨૫૨ ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે. લગભગ ૨૭,૬૧૧ વોટર વેરિફાયેબલ પેપર ઑડિટ ટ્રેઇલ (વીવીપીએટી) મશીનનો ઉપયોગ કરવામાં આવશે.

બસપા, આપ, આઇએનએલડી-એસએડી જોડાણ, સ્વરાજ ઇન્ડિયા અને લોકતંત્ર સુરક્ષા પાર્ટી જેવા કેટલાક પક્ષોએ પણ ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે, જેઓ કેટલીક બેઠકો પર લડી રહ્યા છે. મુખ્ય પ્રધાન ખટ્ટર (કર્નાલ), ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા ભુપેન્દ્ર સિંહ હુડા, રણદીપ સિંહ સુરજેવાલા, કિરણ ચૌધરી અને કુલદીપ બિશ્ર્નોઇ વગેરે જાણીતા નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે. બબીતા ફોગટ, યોગેશ્ર્વર દત્ત, સંદીપ સિંહ, ટીકટૉક આર્ટિસ્ટ સોનાલી ફોગટ જેવા સેલિબ્રિટીઓએ ભાજપ તરફથી ઉમેદવારી કરી છે.

ચૂંટણી પ્રચારમાં ભાજપ તરફથી વડા પ્રધાન મોદી અને કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ, રાજનાથ સિંહ અને સ્મૃતિ ઇરાનીએ રેલીઓ કરી હતી જ્યારે કૉંગ્રેસ માટે રાહુલ ગાંધી, ગુલામ નબી આઝાદ અને અશોક ગેહલોતે રેલીઓ કરી હતી. વર્તમાન વિધાનસભામાં ભાજપના ૪૮, આઇએનએલડીના ૧૯, કૉંગ્રેસના ૧૭, બસપાના ૧, શિરોમણિ અકાલી દળના ૧ અને ૫ અપક્ષ વિધાનસભ્ય હતા.