દેશમાં વર્તમાન સમયમાં અંદાજીત 65000 પેટ્રોલ પંપ છે. જેમાં મોટાભાગના પંપની માલિકી સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલિયમ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દૂસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન પાસે છે. બજારમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, નાયરા એનર્જી અને રોયલ ડચ શેલ પણ છે પણ તેની ઉપસ્થિતિ સીમિત છે.
સરકારે ઈંઘણના છૂટક કારોબારને બિનપેટ્રોલિયમ કંપનીઓ માટે ખુલો મુક્યો છે. હવે એવી કંપનીઓ માટે પેટ્રોલ પંપ ખોલી શકશે જે પેટ્રોલિયમ ક્ષેત્રમાં નથી. માનવામાં આવે છે કે સરકારના નિર્ણયથી ઈંઘણના છૂટક કારોબારના ક્ષેત્રમાં પ્રતિસ્પર્ધા વધશે.
કેબિનેટ બેઠક બાદ જાણકારી આપતા કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, ઈંઘણના છૂટક કારોબારને પેટ્રોલિયમ કારોબારને પેટ્રોલિયમ ક્ષેત્રથી બહારની કંપનીઓ માટે ખોલવાથી રોકાણ અને પ્રતિસ્પર્ધા વધશે. વર્તમાન સમયમાં ઈંઘણના છૂટક કારોબારનો પરવાનો મેળવવા માટે કોઈ કંપનીને હાઈડ્રોકાર્બનની ખોજ, ઉત્પાદન, રિફાઈનિંગ કે પાઈપલાઈન ક્ષેત્રમાં 2000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જરૂર હતી.
જાવડેકરે કહ્યું હતું કે, આર્થિક મામલાની સમિતિએ વાહન ઈંઘણના વેપારનો અધિકાર આપવા સંબંધીત દિશાનિર્દેશોની સમીક્ષાને મંજૂરી આપી છે. એવી કંપનીઓ કે જેનો કારોબાર 250 કરોડ રૂપિયા છે તે ઈંઘણના છૂટક કારોબારના ક્ષેત્રમાં ઉતરી શકશે. આ માટે ઓછામાં ઓછા પાંચ પેટ્રોલપંપ ગ્રામ્ય વિસ્તારમાં ખોલવાની શરત રહેશે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આગામી તા. ૨૫ અને તા.૨૬ ઑક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવવાના છે. તેઓ ધનતેરસ ઉજવશે. મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી પૂર્ણ થયાં બાદ આશીર્વાદ મેળવવાના આશયે શાહ આ દિવસે સવારે સોમનાથ મંદિરે શીશ ઝૂકાવશે ત્યારબાદ અમદાવાદમાં આવીને આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે.
ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતી વિધાનસભા વિસ્તારોમાં સરકારી કાર્યક્રમો અને લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું છે. કલોલની એક કૉલેજમાં દિવ્યાંગોને કિટ વિતરણ કાર્યક્રમમાં પણ શાહ ઉપસ્થિત રહેશે. બાદમાં કલોલ એપીએમપીના નવા બનેલા કૉન્ફરન્સ હૉલનું લોકાપર્ણ કરશે સાથે નવ નિર્માણ પામનાર એપીએમપી ભવનનું ખાતમુહૂર્ત કરશે. ૨૬મીના શનિવારે અંજલી ફ્લાય ઓવર ઉપરાંત મ્યુનિ.ના ટેનિસકોર્ટ, મુખ્યમંત્રી આવાસ યોજનામાં આવાસો, વૉર્ડ ઑફિસ સહિતના લોકાર્પણ ઉપરાંત મ્યુનિ.ના કેટલાક નવા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે.
Meeting in the Plane : રત્નકલાકારોને પ્રોફેશનલ ટેક્સમાંથી મુક્તિ મળવાના સંકેતો
Jayesh Brahmbhatt 98253 44944
રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી સાથે ઉદ્યોગપતિઓનું ડેલિગેશન ઉઝબેકિસ્તાન ગયું હતું. આ ડેલિગેશનમાં સૂરતના ઉદ્યોગપતિઓ સર્વશ્રી દિનેશ નાવડીયા, શ્રી મુકેશભાઇ પટેલ, શ્રી હર્ષ સંઘવી, કાર્પ ઇમ્પેક્સના શ્રી અનિલભાઇ વિરાણી જોડાયા હતા.
ઉડતાં પ્લેનમાં મુખ્યમંત્રી રૂપાણીઅને GJEPC-SGCCIના દિનેશ નાવડીયાએ સૂરતના ઉદ્યોગોના કેટલાક મહત્વના પડતર પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી – C.I.A. Live news
SGCCI ને સરસાણા ખાતે મળવાની બાકી 10 હજાર ચો.મી. જમીન છુટી ટૂંકમાં છુટી થશે, GJEPC એવોર્ડ ફંકશનનું આમંત્રણ મુખ્યમંત્રીએ સ્વીકાર્યું
સૂરતના હીરા ઉદ્યોગના અગ્રણી દિનેશભાઇ નાવડીયા કે જેઓ હાલ બે મહત્વના પદો, SGCCIના વાઇસ પ્રેસિડેન્ટ અને GJEPCના રિજિયોનલ ચેરમેન હોઇ આ બન્ને સેક્ટરના કેટલાક પડતર પ્રશ્નો અંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીને અમદાવાદ પરત ફરતી વખતે પ્લેનની મુસાફરી દરમિયાન રજૂઆતો કરી હતી. આ રજૂઆતોમાં રાજ્ય સરકારના સચિવ શ્રી એમ.કે. દાસ પણ ઉપસ્થિત હતા.
ઉડતાં પ્લેનમાં મુખ્યમંત્રી રૂપાણીઅને GJEPC-SGCCIના દિનેશ નાવડીયાએ સૂરતના ઉદ્યોગોના કેટલાક મહત્વના પડતર પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી – C.I.A. Live news
સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીતમાં અગ્રણી શ્રી દિનેશભાઇ નાવડીયાએ જણાવ્યું કે સૂરતના હીરા ઉદ્યોગને સ્પર્શતો મહત્વનો અને પેન્ડિંગ પ્રશ્ન એ હતો કે રત્નકલાકારોની આવક પર પ્રોફેશનલ ટેક્સ રાજ્ય સરકાર દ્વારા વસૂલ કરવામાં આવતો હતો. આ ટેક્સનો બોજ દૂર કરવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી હતી. દિનેશ નાવડીયાએ ભારપૂર્વક આ ટેક્સમાંથી હીરા ઉદ્યોગમાં કામ કરતા લાખો રત્નકલાકારોના હિતમાં મુક્તિ આપવાની રજૂઆત કરી હતી. તેમની રજૂઆતો સાંભળ્યા બાદ મુખ્યમંત્રી શ્રી રૂપાણી અને શ્રી દાસએ આ કાર્ય થઇ શકે તેમ હોઇ, ટૂંક સમયમાં અધિકારીઓ સાથે મિટીંગ યોજીને આ મુદ્દે સકારાત્મક નિવેડો લાવવાની કાર્યવાહી હાથ ધરવાની બાંહેધરી આપી હતી.
ચેમ્બર માટે સંપાદિત સરસાણાની જમીનનો કબજો મળશે
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સરસાણા ખાતે કન્વેન્શન સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કન્વેન્શન સેન્ટર સાથે 10 હજાર વાર જેટલી જગ્યાનો કબજો લેવાનો હજુ બાકી છે. એક યા બીજા કારણોસર અને કેટલીક ટેકનિકલ ગૂંચને પગલે ચેમ્બર ઓફ કોમર્સને જમીનનો કબજો મળી શકતો ન હતો. ઉઝબેકિસ્તાનથી પરત ફરતી વખતે દિનેશ નાવડીયાએ રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીને આ પેન્ડિંગ પ્રશ્નનો હલ તાત્કાલિક લાવી આપવા રજૂઆત કરી હતી. જેના સંદર્ભમાં પણ મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ તેમને ટૂંક સમયમાં આ મુદ્દે સકારાત્મકતાથી કામ લઇને ચેમ્બરની તરફેણમાં જમીનનો પ્રશ્ન હલ થાય તેવા સંજોગો ઉજળા બન્યા છે.
GJEPC ના એવોર્ડ ફંકશનમાં આવવાનું આમંત્રણ મુખ્યમંત્રી રૂપાણીએ સ્વીકાર્યુ
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ GJEPC દ્વારા હીરા ઉદ્યોગો દ્વારા જુદા જુદા એરીયા, સેક્ટર, વિભાગો, ક્રાઇટેરીયા વગેરેમાં પ્રશંસનીય કામગીરી કરવા બદલ હીરા ઉદ્યોગપતિઓનું જાહેર અભિવાદન કરવા માટે એવોર્ડ ફંકશન યોજવામાં આવે છે. આ એવોર્ડ ફંકશનમાં ઉપસ્થિત રહેવા અંગે GJEPC ના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશ નાવડીયાએ મુખ્યમંત્રી શ્રી રૂપાણીને નિમંત્રિત કર્યા હતા. શ્રી રૂપાણીએ આ આમંત્રણનો સ્વીકાર કર્યો હોવાનું દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું.
સૂરતીઓ માટે મૈત્રેય હોસ્પિટલ એટલે બ્રાન્ડ ન્યુ મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
Jayesh Brahmbhatt 98253 44944
સૂરત શહેર ધંધાકીય દ્રષ્ટીએ જે પ્રકારની
પ્રગતિ કરી રહ્યું છે એ પ્રકારની પ્રગતિ મેડીકલ ટ્રીટમેન્ટ ક્ષેત્રમાં પણ થઇ રહી
છે. અગાઉના વર્ષોમાં કેટલીક ક્રિટીકલ ટ્રીટમેન્ટ તેમજ ઓપરેશન્સ માટે મુંબઇ જવું
પડતું પરંતુ, હવે સૂરત શહેર પોતે જ મેડીકલ ફિલ્ડમાં પગભર થઇ રહ્યું છે અને
બહારગામથી લોકો મેડીકલ ટ્રીટમેન્ટ માટે સૂરત આવી રહ્યા છે તેવી માળખાગત સુવિધાઓ
સૂરતમાં ઉભી થઇ છે.
મેડીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો ચાલુ માસે સૂરતના ઉધના મગદલ્લા રોડ પર સોમેશ્વરા બીઆરટીએસ નજીક, હાર્લે ડેવિડસન બાઇક શો રુમની સામે શરૂ થયેલી મૈત્રૈય મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ સૂરત જ નહીં બલ્કે સમગ્ર દક્ષિણ ગુજરાત અને ગુજરાતના લોકો માટે મહત્વની ફેસેલિટી બનશે. કેમકે મૈત્રેય હોસ્પિટલની એક છતની નીચે સૂરતના મોટા ભાગના ખ્યાતનામ તબીબોની સેવા ઉપલબ્ધ બનશે.
મેડીકલ પ્રોફેશનમાં હાલ એક ટ્રેન્ડ શરૂ
થયો છે અને એ ટ્રેન્ડ એવો છે કે જેમાં જુદી ફિલ્ડ, જુદી જુદી સ્પેશ્યાલિટી ધરાવતા
તબીબો ભેગા મળીને એક મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું નિર્માણ કરે અને તેનો
લાભ સૂરતના લોકોને બખૂબી મળે. એક તબીબ કે થોડા તબીબોના એક જૂથથી આગળ વધીને મૈત્રેય
મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ એવી હોસ્પિટલ બની છે કે જ્યાં હાર્ટથી લઇને
પ્લાસ્ટિક સર્જરી સુધી, એનેસ્થેટિસ્ટથી લઇને ક્રિટિકલ કેર, ડેન્ટીસ્ટથી લઇને
યુરોલોજી, હિમેટોલોજીથી લઇને ઓન્કો સર્જરી, મેડીકલ ક્ષેત્રમાં જરૂરી જણાય એવા તમામ
એક્સપર્ટસ તબીબોની સેવા અહીં મળશે. એવા અનેક ફેમિલી ફિજિશ્યન્સ તેમજ નિષ્ણાંત
તબીબો મૈત્રેય હોસ્પિટલ સાથે સંકળાયેલા છે જેઓ પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ કરશે
અને જરૂર પડશે ત્યારે ઇન્ડોર પેશન્ટ તરીકે તેમના દર્દીઓ માટે ઘનિષ્ઠ સારવારની
સુવિધા પણ મેળવી શકશે.
ભારતનો એક સૌથી સફળ કેપ્ટન સૌરવ ગાંગુલી બી. સી. સી. આઈ. (બૉર્ડ ઑફ ક્ધટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા)ની બુધવારે યોજાનારી વાર્ષિક સામાન્ય સભામાં ૩૯મા પ્રમુખ તરીકે હોદ્દો સ્વીકારશે અને તે સાથે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સી. ઓ. એ. (કમિટી ઑફ એડ્મિનિસ્ટ્રેટર્સ)ની કારોબારી મુદતનો અંત આવશે.
ક્રિકેટ બૉર્ડના પ્રમુખ તરીકે ગાંગુલીની એકમાત્ર ઉમેદવારી છે અને ગૃહ ખાતાના કેન્દ્રીય પ્રધાન અમિત શાહનો પુત્ર જય સચિવ બનશે.
ઉત્તારાખંડના મહિમ વર્મા નવા ઉપ-પ્રમુખ હશે તથા ખજાનચીપદે અરુણ ધુમાલ અને સહ મંત્રી તરીકે કેરળના જયેશ જ્યોર્જ હોદ્દો સંભાળશે. પણ, ગાંગુલીએ નવા બંધારણ મુજબ આવતા વર્ષે જુલાઈના અંત સુધીમાં પોતાનો હોદ્દો છોડી દેવાનો હોવાથી તે ફક્ત નવ મહિના સુધી પ્રમુખ રહેશે. નવા બંધારણ પ્રમાણે સત્તાધીશ તરીકે છ વર્ષ રહ્યા પછી દરેક વ્યક્તિએ હોદ્દો છોડી દેવાનો રહે છે અને તે ત્રણ વર્ષના કૂલિંગ-ઑફ પિરિયડ બાદ ફરી કોઈ હોદ્દે આવી શકે છે.
ગાંગુલી ક્રિકેટ એસોસિયેશન ઑફ બંગાળ (સી. એ. બી.)ના સચિવ અને ત્યાર પછી, પ્રમુખપદે પણ રહ્યો છે.
આઇઆઇટી-બૉમ્બેને ભારતની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાની યાદીમાં ટોચનું સ્થાન પ્રાપ્ત થયું હોવાની માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઇ હતી. ક્યુએસ (ક્વેક્વેરેલ સાયમન્ડસ) ઇન્ડિયા યુનિવર્સિટી રેન્કિંગની ૨૦૨૦ની યાદી મંગળવારે જાહેર કરવામાં આવી હતી, તેમાં આઇઆઇટી બૉમ્બે પહેલા ક્રમાંકે, આઇઆઇએસસી (ઇન્ડિયન ઇસ્ટિટ્યૂટ ઓફ સાયન્સ) બૅંગ્લોરબીજા અને આઇઆઇટી દિલ્હી ત્રીજા, આઇઆઇટી મદ્રાસ ચોથા, આઇઆઇટી ખડગપુર પાંચમા અને આઇઆઇટી કાનપુર છઠ્ઠા સ્થાને હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. તાજેતરમાં વિદ્યાર્થીઓને અપાતા રોજગારની દૃષ્ટિએ પણ આઇઆઇટી બૉમ્બેએ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ભારતીય સંસ્થાઓ માટે ક્યુએસ રૅન્કિંગની બીજી આવૃત્તિ મંગળવારે જાહેર કરવામાં આવી હતી.
માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈસની (એમએસએમઈ) વ્યાખ્યામાં સરકાર ટૂંકમાં ફેરફાર કરશે એમ પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું. પાંચ વર્ષમાં એમએસએમઈ સેકટરમાં પાંચ કરોડ રોજગારી ઊભી થવાની આશા દર્શાવી હતી.
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ઑગસ્ટમાં કહ્યું હતું કે, એમએસએમઈ એકટમાં સુધારો કરવા સરકાર વિચારશે.
એમએસએમઈની એક જ વ્યાખ્યા કરાશે. કરવેરા, ઈન્વેસ્ટમેન્ટ વિ. બાબતમાં એક જ વ્યાખ્યા રહેશે. તે માટે એમએસએમઈ એકટમાં સુધારો કરાશે. ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસની સ્થિતિમાં સુધારો થશે.
ગત વર્ષે ફેબ્રુઆરીમાં કેબિનેટે એમએસએમઈ વર્ગીકરણ માટે પ્લાન – મશીનરીમાં રોકાણથી બદલીને વાર્ષિક ટર્નઓવરનો માપદંડ કરવા કાનૂનમાં સુધારાને મંજૂરી આપી હતી.એમએસએમઈની વ્યાખ્યામાં સૂચિત ફેરફાર ટૂંક સમયમાં અમલી બનાવાશે, એમ ગડકરીએ કહ્યું હતું. એકાદ બેઠક મળ્યા બાદ આ બાબતને અંતિમરૂપ અપાશે. દેશના જીડીપીમાં એમએસએમઈ ૨૯ ટકાનો હિસ્સો ધરાવે છે. ૧૧ કરોડ લોકોને રોજગારી આપે છે. હવે આગામી પાંચ વર્ષમાં પાંચ કરોડ વધુ રોજગારી આપવાનો લક્ષ્યાંક છે. ખાસ કરીને ટ્રાઈબલ, ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રે રોજગારી વધારાશે.
સોલાર વસ્ત્ર સ્કીમ હેઠળ ૧ધ કલસ્ટરને મંજૂરી આપવાની પ્રક્રિયા સરકાર કરી રહી છે. દરેક કલસ્ટર ત્રણથી સાડા ત્રણ હજાર જોબ ઊભા કરવાની સંભાવના ધરાવે છે.ગડકરી માર્ગ પરિવહન મંત્રાલય પણ સંભાળે છે. તેમણે જણાવ્યું હતું કે, નવી દિલ્હી- મુંબઈ વચ્ચે ૧૨ લેનનો એક્સપ્રેસ હાઈવે બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. હાઈવે પર આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ સ્થાપવાની યોજના પણ છે. જે હેન્ડલૂમ – હેન્ડિક્રાફટના માર્કેટિંગ અને ટૂરિઝમમાં મદદરૂપ થશે. ૪૦૦ રેલવે સ્ટેશનો પર કુલ્હડ (માટીના વાસણ)નો ઉપયોગ કરવા ફરજિયાત બનાવાયું છે. હવાઈ મથકે પણ તેનો અમલ કરવાની યોજના છે.
RCEP એવું નથી કે ફક્ત ભારતના ઉદ્યોગ-ધંધા ખોરવશે, જાપાની યાર્ન પ્રોડ્યુસર્સમાં પણ ગભરાટ
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
રિજિયોનલ કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ RCEPને કારણે 16 દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ થશે અને તેના લીધે સૌથી માઠી અસર જે ઉદ્યોગ પર થવાની છે એમા ટેક્સટાઇલ ઉદ્યોગ સામેલ છે. સૂરત ટેક્સટાઇલ સિટી હોવાના નાતે RCEP સામે અત્યારથી જ લડતના મંડાણ સૂરતથી શરૂ થયા છે.
સિલ્ક વેરાઇટી ઉત્પાદિત કરવા માટે જેનો ઉપયોગ કરવામાં આવે છે એ બેમ્બર્ગ યાર્ન જાપાનમાં બને છે અને આ જાપાની યાર્નના સૌથી મોટા ઉપભોક્તા વિશ્વમાં જો કોઇ હોય તો એ સૂરતના વિવર્સ છે. જાપાનમાં બનતા બેમ્બર્ગ યાર્નનો 60 ટકા હિસ્સો સૂરતના વિવર્સ ઇમ્પોર્ટ કરીને ઉપયોગમાં લે છે. RCEP આવશે તો જાપાનના આ બિઝનેસને પણ કોમ્પિટીશનનો સામનો કરવો પડે તેમ છે.
સૂરતના ટેક્સટાઇલ ઉદ્યોગના મહત્વના અંગ વિવર્સ છે અને વિવર્સ હાલ ગ્રે બનાવવા માટે અનેક દેશી-વિદેશી પ્રોડ્યુસર્સ પાસેથી યાર્ન મેળવે છે. સૂરતના કેટલાક વિવર્સ હાઇક્વોલિટી ગ્રે, સિલ્ક ગ્રે બનાવવા માટે ઇમ્પોર્ટેડ યાર્નનો ઉપયોગ કરે છે અને એમાં જાપાન ખાતે ઉત્પાદિત બેમ્બર્ગ યાર્નનો સમાવેશ થાય છે.
સૂરતના વિવર્સ આગેવાન મયૂરભાઇ ગોળવાલા અને આશિષભાઇ ગુજરાતીએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું કે એવું નથી કે RCEPથી સૂરતના કે ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગોને જ મોટી અસર થવાની છે. જાપાનમાં ઉત્પાદીત થતા બેમ્બર્ગ યાર્ન કે જેમાંથી સિલ્ક ગ્રે ની વેરાઇટીઓ સૂરતમાં બની રહી છે, એ જાપાનીઝ બનાવટના બેમ્બર્ગ યાર્નનો વિશ્વભરમાં સૌથી મોટો ઉપભોક્તા જો કોઇ હોય તો એ સૂરતના વિવર્સ છે.
કલેક્ટીવ ઇન્ફર્મેશન અનુસાર આશિષભાઇ અને મયૂરભાઇ જણાવે છે કે જાપાનમાં ઉત્પાદિત બેમ્બર્ગ યાર્ન પૈકીનું 60 ટકા યાર્ન સૂરતમાં ઠલવાય રહ્યું છે. જો RCEP આવશે તો બેમ્બર્ગ યાર્ન કે જે જાપાન ઉપરાંત ચીન, હોંગકોંગ તેમજ અન્ય દેશો બનાવી રહ્યા છે એમનો માલ પણ સૂરતમાં ઠલવાશે, અને સંભવ છે કે જાપાનની ક્વોલિટી અને રેટની સામે અન્ય કોઇ દેશનું બેમ્બર્ગ યાર્ન ચઢીયાતું હશે તો જાપાને સૂરતને બેઠ્ઠો મળતો બિઝનેસ ગુમાવવો પડે એમ છે.
જાપાનથી સૂરત આવતા બેમ્બર્ગ યાર્નમાંથી સિલ્ક વેરાઇટીનું ગ્રે તૈયાર થાય છે.
હાલ તો જાપાનના સૂરતમાં કે ભારતમાં ઠલવાતા બેમ્બર્ગ યાર્નના વેચાણમાં કોઇ સ્પર્ધા નડતી નથી અને મોટા ભાગે મોનોપોલી ટાઇપનો બિઝનેસ જાપાનીઝ બેમ્બર્ગ યાર્ન પ્રોડ્યુસર્સ કરી રહ્યા છે. પણ સૂરત પાસેથી, ભારત પાસેથી જાપાની પ્રોડ્યુસર્સે પણ આ બિઝનેસ ગુમાવવો પડે એવી નોબત આવીને ઉભી છે.
જાપાની મિડીયા ડેલિગેટ્સ સૂરત આવી રહ્યા છે
આશિષભાઇ ગુજરાતી અને મયૂરભાઇ ગોળવાલાએ જણાવ્યું કે RCEPના આવ્યા બાદ જાપાનના બેમ્બર્ગ યાર્નના સૂરતમાં વેચાણ પર, ભારતમાં વેચાણ પર શું અસર થઇ શકે તેની શક્યતાઓ ચકાસવા માટે આજરોજ તા.22મી ઓક્ટોબર 2019ના રોજ રાત્રે 10 વાગ્યે જાપાનના મિડીયા ડેલિગેટ્સ સૂરત આવી રહ્યા છે. આ સાથે જ મુંબઇ અને ભીવંડીમાં વિવિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ઉધોગ પ્રતિનિધિઓ પણ સૂરત આવી રહ્યા છે. તા.23મી ઓક્ટોબરે આખો દિવસ જાપાની ડેલિગેટ્સ મિટીંગો કરશે, કેટલાક યુનિટ્સની મુલાકાત લેશે તેમજ પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કરશે.
RCEP કરાર નહીં કરવા સ્થાનિક ઉદ્યોગકારોની માગ
સૂરતના ટેક્સટાઇલ ઉધોગકારો સમેત અન્ય ઉદ્યોગ ધંધાર્થીઓએ RCEP કરાર નહીં કરવા સંદર્ભે કેન્દ્ર સરકારને રજૂઆતો કરવાનું મન બનાવી લીધું છે. RCEPમાં જોડાઇ રહેલા 16 દેશો પૈકી ઘણાં દેશો અને તેમના ઉદ્યોગપતિઓ રૂલ્સ ઓફ ઓરિજિન પત્ર પર સહીસિક્કા કરવાના મૂડમાં જણાતા નથી, આવી સ્થિતિમાં ભારતે પણ શું કામ RCEPને ગળે વળગાડવો જોઇએ એવી દલીલ છે સ્થાનિક ઉદ્યોગકારોની.
ભારતીય શેરબજારમાં
સૌથી મજબૂત શેર ગણાતી કંપની ઈન્ફોસિસના શેરમાં આજે મંગળવાર તા.22મી
ઓક્ટોબર 2019ના રોજ 15 ટકા ગગડી જતા શેરબજાર તેમજ રોકાણકારોમાં હાહાકાર મંચી ગયો હતો. ભારતીય
શેરબજારમાં ઇન્ફોસીસ બ્લુચીપ શેર ગણાય છે.
વ્હિસલ બ્લોઅરે
કંપનીમાં CEO સલિલ પારેખ અને CFO નિલંજન રોય દ્વારા અનૈતિક કામગીરી થઈ રહી
હોવાની કરેલી ફરિયાદને પગલે કંપનીના શેરમાં તોતિંગ ગાબડું પડશે એવી અપેક્ષાઓ સેવાય
રહી હતી અને થયું પણ એવું જ.
ભારતીય ઈક્વિટી
માર્કેટમાં કંપનીના શેર એક તબક્કે આજે ₹645.35ની સપાટીને સ્પર્શી ગયા બાદ બપોરે 13 ટકા ઘટીને ₹667.40ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. શુક્રવારે
કંપનીનો શેર ₹767.75ની સપાટીએ બંધ રહ્યો હતો.
બેનામી પત્રમાં
ઈન્ફોસિસના એક કર્મચારીએ 2019-20ના સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં
મેનેજમેન્ટે FDR કોન્ટ્રાક્ટમાં ₹353
કરોડના અપફ્રન્ટ
પેમેન્ટના રિવર્સલની એન્ટ્રી ધ્યાનમાં ન લેવા દબાણ કર્યું હોવાની ફરિયાદ કરી હતી.
આમ કરવાથી નફો ઓછો દેખાય અને કંપનીના શેરના ભાવમાં તેની નકારાત્મક અસર પડે.
પોતાની જાતને
નૈતિક ગણાવતાં ફરિયાદીએ 20 સપ્ટેમ્બરે આઈટી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને પાઠવેલા 2 પાનાના પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, પારેખ અને રોય છેલ્લાં કેટલાંક ક્વાર્ટરથી આ ગેરરીતિઓ આચરી રહ્યા
હતા અને તેમના ઈ-મેઈલ અને તેમની વચ્ચેની વાતચીતના વોઈસ રેકોર્ડિંગથી આ વાત સાબિત
થાય છે.
તેમાં વધુમાં એવો
ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે, કંપનીની કેટલીક મહત્ત્વની વિગતો ઓડિટર્સ
અને બોર્ડથી છૂપાવવામાં આવી હતી.વેરિઝોન, ઈન્ટેલ, જાપાનના સંયુક્ત સાહસ,
ABN એમરોનું હસ્તાંતરણ
તેમ આવકની માન્યતા ઉપર ઠોકી બેસાડવામાં આવી હતી જે, હિસાબી ધારાધોરણોની વિરુધ્ધ છે.
સંસદનું શિયાળુ સત્ર ૧૮ નવેમ્બરથી શરૂ થશે જે ૧૩ ડિસેમ્બર સુધી ચાલશે, એમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. બજેટ સત્રમાં આ વખતે નોંધપાત્ર કામ થયા હતા, અનેક મહત્ત્વના બિલ બંને ગૃહમાં પાસ થયા હતા, જેમાં ટ્રિપલ તલાક બિલ, કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ નાબૂદી સહિતના બિલનો સમાવેશ છે.
સંસદીય બાબતોના મંત્રાલયે લોકસભા અને રાજ્યસભાના સેક્રેટરીએટને જાણ કરી છે. શિયાળુ સત્રમાં પણ અનેક ખરડા હાથ ધરાશે. બે મહત્ત્વના વટહુકમને કાનૂનમાં રૂપાંતર કરવા માટે આગામી સત્રની યાદીમાં છે.
નવી અને સ્થાનિકમાં ઉત્પાદન કંપનીઓ માટે કોર્પોરેટ ટૅક્સમાં ઘટાડો કરવા વિશેનું ઓર્ડિનન્સ શિયાળુ સત્રમાં કાનૂનનું રૂપ આપવા માટે હાથ ધરાશે. આર્થિક સ્લોડાઉનને અટકાવવા અને વૃદ્ધિને વેગ આપવા નાણાં પ્રધાને ૫, સપ્ટેમ્બરમાં કોર્પોરેટ ટૅક્સમાં ઘટાડા સહિતના પગલાંની જાહેરાત કરી હતી.
ઈ-સિગારેટ અને તેના સંબંધિત પ્રોડક્ટના ઉત્પાદન, વેચાણ અને સ્ટોરેજ પર પ્રતિબંધ મૂકતો વટહુકમ પણ સપ્ટેમ્બરમાં બહાર પાડ્યો હતો. આ બાબતને શિયાળુ સત્રમાં હાથ પર લેવાશે. અગાઉના વર્ષે શિયાળુ સત્ર ૨૧ નવેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી મળ્યું હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.