JNUમાં 5 જાન્યુઆરીના રોજ વિદ્યાર્થીઓ સાથે થયેલી હિંસાને લઈને ગુરુવારના રોજ જેએનયુ વિદ્યાર્થી સંઘ અને JNU શિક્ષક એસોસિએશને વિરોધ માર્ચ કાઢી હતી. આ માર્ચમાં JNU સંઘના પૂર્વ અધ્યક્ષ અને સીપીઆઇ નેતા કનૈયા કુમાર પોતે પણ સામેલ થયા હતા. દિલ્હીમાં મંડી હાઉસ થી માનવ સંશાધન વિકાસ મંત્રાલય સુધી આ માર્ચ કાઢવામાં આવી હતી. માર્ચ દરમિયાન કનૈયા કુમારે ભાજપ અને ખાસ કરીને ગૃહમંત્રી અમિત શાહ પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દેશના ગૃહમંત્રી અમને ટુકડે ટુકડે ગેંગ કહીને બોલાવે છે. તો હું તેમને માત્ર એટલું કહેવા માટે માંગુ છું કે અમે દેશના નહિ પરંતુ ભાજપના ટુકડા ટુકડા કરીશું

કનૈયા કુમારે જણાવ્યું હતું કે, JNU કહે છે કે દેશમાં જનતાની પસંદગી કરેલી સરકાર છે. જનતાએ ટેક્સ આપ્યો છે. સરકાર જે ખાનગી સાહસો પર ઉડી રહી છે તે પોતાના દોસ્તોને મોટો ટેકો આપી રહી છે. આજ સરકારની જવાબદારી છે કે તેઓ શિક્ષણ સંસ્થાને બચાવે, રેલવેને બચાવે, રાષ્ટ્રવાદના નામે સરકારની રાષ્ટ્રીય સંપત્તિ વેચવાનું બંધ કરે. શું તમને લાગી રહ્યું છે કે ક્યારેક તમે રિઝર્વેશન ગાળો આપીને,ક્યારેક મેરીટ સુધી માર્ક લાવીને અમારી લડાઈને ગેરમાર્ગે દોરી દેશો. અમે તમારી સાથે ચર્ચા માટે તૈયાર છીએ. મેરીટ એ હોય છે કે જે યુનિવર્સીટીમાં ગરીબથી ગરીબ બાળક પોતાના મેરીટથી અહીંયા આવીને ભણી ગણી શકે.
કનૈયા કુમારે કહ્યું હતું કે, JNU માત્ર આજની પેઢી માટે લડી રહ્યું નથી પરંતુ તે આવનારી પેઢી માટે પણ લડી રહ્યું છે. તે માત્ર પોતાના માટે જીવવાનું શીખવાડતું નથી. દેશનું બંધારણ દરેક નાગરિકોને વાંચવા માટે તથા સપના જોવાનો અધિકાર આપે છે. તમારે અમારા સપનાઓને મારી નાખવા છે પરંતુ અમે મારવા દઈશું નહિ. તમને ભ્રમ છે કે પોલીસનો માર મારીને તેને રોકી દઈશું.

















