CIA ALERT

Slider Archives - Page 272 of 492 - CIA Live

January 23, 2020
biggest_diamond-1280x720.jpg
3min9450

લૂઈ વિટોંએ વર્ષ ૧૯૦૫ બાદ શોધાયેલો સૌથી મોટો ડાયમંડ ‘સૅવેલો’ ખરીદી લીધો છે. હીરાના ઈતિહાસમાં સૌથી મોટા કદના બીજા નંબરના હીરાને હવે લૂઈ વિટોંના રૂપમાં નવો માલિક મળ્યો છે. લૂઈ વિટોંના હાથમાં આવેલા સૅવેલો નામના હીરાનું વજન ૧૭૫૮ કૅરેટ્સનું છે. આ ડાયમંડ વર્ષ ૧૯૦૫ પછી શોધાયેલો બીજો મોટા કદનો હીરો છે. એપ્રિલ મહિનામાં ખાસ્સી ધામધૂમ સાથે એકદમ જાણે પ્રગટ થયેલા સૅવેલોનું નામકરણ જુલાઈ મહિનામાં થયું અને પછી એ હીરો પાછો લોકોની નજરમાંથી અદૃશ્ય થઈ ગયો હતો. હવે પાછો નવા માલિક સાથે સૅવેલો લોકોની નજરમાં પ્રગટ્યો છે.

જોકે, એના માલિકના નામને તમે ઝડપથી નહીં જ કલ્પી શક્યા હોય! સૅવેલોનો નવો માલિક જાત જાતની મૂલ્યવાન અને મહત્ત્વની જણસો મેળવવા માટે જાણીતો જેફ બેઝોસ નથી કે નથી શોભા માટે કોઈ જણસ શોધનારું શાહી ખાનદાન. ડાયમંડ માર્કેટનું સર્જક ડી બીયર્સ જૂથ પણ નથી. વળી, ડાયમંડના ખાં ગણાતા ‘ગ્રાફ લેસેડી લા રોના’ નામના હીરાના માલિક ગ્રાફ પણ નવા વિશાળ કદના હીરા સૅવેલોના માલિક નથી, પણ લૂઈ વિટોં માલિક છે. આ લૂઈ વિટોં તેની ચામડાંની હૅન્ડબૅગો માટે ખ્યાતનામ બ્રાન્ડ છે. વળી, તે એક દશક કરતાં વધુ સમયથી જ્વેલરી બજારમાં પણ ખાસ્સા આદરથી લેવાતું નામ છે! લૂઈ વિટોંની વિશાળ કદની પિતૃકંપની એલવીએમએચ દ્વારા લક્ઝરી જ્વેલરીની ગિફ્ટ આઈટમો બનાવતી અને વેચતી ટિફની ઍન્ડ કો ૧૬.૨ અબજ યુરોમાં ગયા નવેમ્બર મહિનામાં ખરીદી લેવાઈ ત્યારે જ લૂઈ વિટોં હાઈ એન્ડ જ્વેલરી બજારમાં ધમાકો કરશે એવા સંકેતો ઝવેરાત બજારમાં પહોંચ્યા હતા. એ પછી આ સૅવેલો હીરો ખરીદીને કંપનીએ જાણે બમણો ધમાકો કર્યો છે.

એન્ટવર્પ ડાયમંડ એક્સચેન્જના ભૂતપૂર્વ પ્રમુખ અને ઈન્ટરનેશનલ ઈકોનોમિક સ્ટે્રટેજી એડવાઈઝરી ફર્મના મૅનેજિંગ ડાયરેક્ટર માર્સેલ પ્રુવરે કહ્યું હતું કે, “જગતમાં ૧૦ કરતાં પણ ઓછી વ્યક્તિ છે જે જાણે છે કે આવા મૂલ્યવાન રત્નું શું કરવું અને તેને કેવી રીતે કટ કરવો કે એનું મૂલ્ય બમણું થઈ જાય અને એ લોકો જ એવા સ્ટોનની ખરીદી કરવા માટે ટેબલ પર નાણાં મૂકી શકે છે. આટલેથી માર્સેલ પ્રુવર અટક્યા નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે,”એવો સ્ટોન ખરીદવો અને પછી એને પાંચ કરોડ યુરોના સ્ટોન તરીકે વેચવા માટે તમારી પાસે ટૅક્નિકલ યોગ્યતા-લાયકાત હોવી જોઈએ અને એ ઉપરાંત મોટી રકમનો ચેક લખવાની અને એ મોટું જોખમ લેવાની હામ હોવી જોઈએ. આવા જોખમ લેનારાઓમાં આ એક કંપની છે, લૂઈ વિટોં એમ માર્સેલ પ્રવરનું કહેવું હતું.

જોકે, લૂઈ વિટોંના ચીફ એક્ઝિક્યૂટિવ માઈકલ બર્કે કંપનીએ આ ખરીદી માટે કેટલો ખર્ચ કર્યો છે એ અંગે કશું કહ્યું નથી, પણ એમણે એટલું કબૂલ કર્યું હતું કે, “આ ખર્ચ ‘મિલિયન્સ’માં છે.

કેનેડાના ખાણમાલિક લુકારા ડાયમંડ કૉર્પની માલિકીની બોટ્સવાના ખાતે કેરોવે ખાણમાંથી એપ્રિલ ૨૦૧૯ના દિવસે આ બૅઝબૉલ કદનો જગતનો બીજા ક્રમનો વિશાળ કાચો-રફ હીરો મળ્યો હતો. સૌથી મોટા કદનો હીરો ૩,૧૦૬ કૅરેટનો કુલીનાન નામનો હીરો હતો. જે વર્ષ ૧૯૦૫માં સાઉથ આફ્રિકામાંથી મળ્યો હતો. જે હવે બ્રિટિશ તાજમાં છે. વળી, સૅવેલો બોટ્સવાનામાં મળેલા હીરામાંનો સૌથી વિશાળ કદનો કાચો હીરો છે અને કેરોવે ખાણમાંથી મળેલો મોટા કદનો ત્રીજા નંબરનો હીરો છે. લુકારા કંપનીએ આ હીરાનું નામ પાડવાની રાખેલી સ્પર્ધામાં બોટ્સવાનાના ૨૨૦૦૦ લોકોએ ‘સૅવેલો’ નામની હિમાયત કરી હતી. સેટ્સવાના ભાષામાં ‘સૅવેલો’ એટલે ‘વિરલ શોધ’ એવો અર્થ છે. મોટા કદના કોઈપણ મૂલ્યવાન સ્ટોનમાંથી કેટલા કિંમતી અને ચમકદાર સ્ટોન-રત્નો મળે છે તેના પર તેની સફળતાનો આધાર છે અને એ ‘બહુ મોટું જોખમ’ છે, કારણ કે એની ચમકદમક અને મૂલ્યવાનપણા પર જ નફાનો આધાર છે. કટ થયા પછી અને શ્રેષ્ઠ પ્રકારે કટ્સ પડ્યા પછી તેના તેજમાં વધારો થાય તે રીતે તેનું ઉત્પાદન થાય તો જ ખરીદકર્તાનું જોખમ લેખે લાગે નહીં તો તમામ મહેનત અને ખર્ચ કરેલાં નાણાં પરત મેળવવા માટે અન્ય કિંમતી શોધ સુધી રાહ જોવી પડે!

અંધારામાં એક નાનકડી ‘વિન્ડો’ દ્વારા લેસર અને સ્કેનિંગ વગેરેથી ચકાસણી કરનારી ખાણ આવા સ્ટોનને ક્યારેક હાઈ-ક્વોલિટી વ્હાઈટ જૅમના ક્ષેત્રનો ‘નીઅર જૅમ’ ક્વોલિટીનો ગણાવે છે એટલે કે આ સ્ટોન રત્ન કહેવાવાની નજીક છે એમ કહેવાય! ડાયમંડમાં હજારો ગ્રેડેશન છે. જેમાં ‘ડી’થી માંડીને ‘ડી-ફ્લોલેસ’ (અતિ વિરલ જણસ) અને ઔદ્યોગિક સ્ટોન્સ સુધીના ગ્રેડ હોય છે. આ ઈન્ડસ્ટ્રિયલ પથ્થરો કટિંગ અને મેન્યુફેક્ચરિંગમાં વપરાશમાં લેવામાં આવે છે. આ ખરીદી અંગે બર્ક કહે છે કે, આ હીરો ‘ડી’ છે છે કે ‘ડી-ફ્લોલેસ’ છે એની મને ખબર નથી, પણ એની ખરીદીમાં થોડી હિંમત અને અમારા નિષ્ણાતોમાં ભરોસો હોવો જરૂરી છે. જોકે, જાણકારો કહે છેકે, “સાચું કહીએ તો, એલવીએમએચને આ ખરીદી પરવડી શકે એમ છે. વર્ષ ૨૦૧૮ની એની આવક ૪૬.૮ અબજ યુરોની અથવા બાવન અબજ યુરોની હતી.

This is what the second largest diamond in the world looks like

Introducing the world’s second ever biggest rough diamond, which comes in at an impressive 1,758 carats.

To put things into perspective, it is roughly the size of a tennis ball. The diamond was revealed as part of a partnership between Louis Vuitton and Lucara Diamond Corporation and the HB Company of Antwerp, to transform the diamond specimen.

It was discovered in April 2019 (it has since been named Sewelô, meaning Rare Find in the Setswana language) at the Karowe mine, Botswana. Weighing 352 grams, the Sewelô is the second largest rough gem diamond in recorded history, eclipsed only by the Cullinan, at 3,106 carats, discovered in South Africa in 1905, and fashioned into historic diamonds that are now in the British Crown Jewels and royal collection.

Now the next step is to assess the quality of the diamond, and then comes the fun bit: making jewellery. At the moment, the rough crystal is covered in a very thin layer of black carbon, and Louis Vuitton is working with master diamond cutters, HB Company, from Antwerp, to study it by opening a window onto the stone to gain visibility, and plot various permutations of size, colour and shape.

January 23, 2020
supreme.jpg
1min5170

સર્વોચ્ચ અદાલતે નાગરિકત્વ સુધારા ધારા અને નૅશનલ પૉપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર)ની પ્રક્રિયાનો અમલ હાલમાં અટકાવવાનો બુધવારે ઇનકાર કર્યો હતો અને કેન્દ્રને સંબંધિત અરજીઓનો જવાબ આપવા માટે ચાર અઠવાડિયાંનો સમય આપ્યો હતો.

સર્વોચ્ચ અદાલતે આ ધારાની બંધારણીય યોગ્યતાને પડકારતી અરજીઓ બંધારણીય બૅન્ચને સુનાવણી માટે મોકલવાનો નિર્ણય લીધો હતો.

દેશના મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેએ જણાવ્યું હતું કે અમે કાયદાના અમલને એકપક્ષી રીતે હાલમાં અટકાવી ન શકીએ. અમે બધી અરજીઓનો અભ્યાસ કર્યા બાદ નિર્ણય લઇશું. તેમણે જણાવ્યું હતું કે દેશભરમાં આ ધારાને મુદ્દે મોટા પાયે ચર્ચા થઇ રહી છે અને અમે કેન્દ્રની દલીલ સાંભળ્યા વિના કોઇ નિર્ણય નહિ લઇએ.

સર્વોચ્ચ અદાલતમાં આ ધારાની વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ ૧૪૩ અરજી કરાઇ છે. આ અરજીઓની સુનાવણી કરનારી બૅન્ચમાં મુખ્ય ન્યાયાધીશ બોબડે ઉપરાંત ન્યાયાધીશ એસ. અબ્દુલ નઝીર અને ન્યાયાધીશ સંજીવ ખન્નાનો સમાવેશ થાય છે.

વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં નાગરિકત્વ (સુધારા) ધારા હેઠળ નાગરિકત્વ આપવાની કામગીરી શરૂ પણ કરી દેવાઇ છે. જેઓને નાગરિકત્વ અપાઇ જશે, તેઓ પાસેથી પાછું લેવાશે નહિ અને તેથી આ કાયદાના અમલ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જરૂરી છે.

વકીલ વિકાસ સિંહે આસામમાં નાગરિકત્વ (સુધારા) ધારાના અમલના સંબંધમાં એકપક્ષી ચુકાદાની માગણી કરી હતી અને દલીલ કરી હતી કે આ કિસ્સામાં આસામની હાલત અલગ છે. આ કેસને લગતી છેલ્લી સુનાવણીથી અત્યાર સુધીમાં અંદાજે ૪૦,૦૦૦ લોકો રાજ્યમાં ઘૂસી ગયા છે.

દેશના મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે આસામ અને ત્રિપુરાના કિસ્સાને અન્ય રાજ્યોથી અલગ રીતે હાથ ધરાશે.

વકીલ કપિલ સિબલે નાગરિકત્વ સુધારા કાયદાનો બે મહિના અમલ નહિ કરવા, આગામી સુનાવણી ફેબ્રુઆરીમાં રાખવા અને નૅશનલ પૉપ્યુલેશન રજિસ્ટરનો એપ્રિલથી થનારો અમલ રોકવાની વિનંતિ કરી હતી.

ઍટર્ની જનરલ વેણુગોપાલે જણાવ્યું હતું કે અમને અત્યાર સુધીમાં માત્ર ૬૦ અરજીની નકલ મળી છે. કેન્દ્ર સરકારને બધી અરજીની નકલ આપવા અરજ કરીએ છીએ. અમને જવાબ આપવા માટે છ અઠવાડિયાંનો સમય લાગશે.

તેમણે જણાવ્યું હતું કે દેશની બધી વડી અદાલતોને નાગરિકત્વ સુધારા ધારાને લગતી અરજીઓની હાલમાં સુનાવણી નહિ કરવાની સૂચના આપવી જોઇએ.

સર્વોચ્ચ અદાલતે કેન્દ્રને જવાબ આપવા માટે ચાર અઠવાડિયાંનો સમય આપ્યો હતો અને વડી અદાલતોને સંબંધિત સુનાવણી હાલમાં નહિ કરવાનો આદેશ આપવા સહમત થઇ હતી.

નાગરિકત્વ સુધારા ધારાના વિરોધમાં સર્વોચ્ચ અદાલતમાં અગાઉ ૬૦ અરજી કરાઇ હતી, પરંતુ છેલ્લા થોડા દિવસ દરમિયાન નવી ૮૩ અરજી કરાઇ હતી.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે આસામ, ત્રિપુરા અને ઉત્તર પ્રદેશમાંના આ કાયદાના અમલને પડકારતી અરજીઓની સુનાવણી બે અઠવાડિયાં પછી અલગથી જ કરાશે. જે અરજીઓ કેન્દ્રને નથી મળી તેઓનો જવાબ આપવા ચાર અઠવાડિયાંનો સમય આપીએ છીએ. અમે અમુક અરજીની સુનાવણી ચૅમ્બરમાં કરીશું.

January 22, 2020
cars.jpeg
1min5520

મોટર વીમા ઉદ્યોગમાં ટૂંક સમયમાં વપરાશ આધારિત પ્રીમિયમ લાગુ થવાની શક્યતા છે. વીમા કંપનીઓ એકથી વધારે કાર ધરાવતા સિંગલ માલિકને પ્રત્યેક કારના અપેક્ષિત વપરાશ આધારિત કવર આપવાના પ્લાન લોન્ચ કરી રહી છે. આમ, પહેલીવાર ગ્રાહકને મલ્ટિપલ વ્હિકલ્સ માટે સિંગલ પોલિસી ખરીદવાનો વિકલ્પ મળશે, જેમાં પ્રત્યેક કારની સબ-લિમિટ અલગ-અલગ હશે.

ICICI લોમ્બાર્ડ દ્વારા ‘ફ્લોટર’ પોલિસી વિકલ્પ લોન્ચ કરવામાં આવ્યો છે, જેના કારણે ગ્રાહકો જ્યાં સુધી એકસાથે બે વાહનો નહીં ચલાવે ત્યાં સુધી તેમની સમ ઇન્સ્યોર્ડનો ઉપયોગ કરી શકશે. ICICI લોમ્બાર્ડની ‘સિંગલ ઓનર, મલ્ટિપલ વ્હિકલ’ ફ્લોટર પોલિસી એપ્લિકેશન આધારિત ઇન્ટરફેસ છે, જેનાથી મલ્ટિપલ વાહનોને એકસાથે લિન્ક કરવામાં મદદ મળશે. આ ‘ફ્લોટર’ વિકલ્પ અત્યારે ફેમિલી હેલ્થ પોલિસીમાં ઉપલબ્ધ છે, જેમાં પરિવારનો એક સભ્ય સિંગલ સમ ઇન્શ્યોર્ડ દ્વારા પરિવારના અન્ય સભ્યોને પણ આવરી લે છે.

“એક ફ્લોટર પોલિસી હેઠળ જ ત્રણથી ચાર કારનો વીમો લઈ શકાશે, જેનો અર્થ એ થયો કે, એક જ પોલિસી દ્વારા ત્રણ કારનું કવર મળશે. આ પ્રોટોટાઇપ છ મહિના માટે માન્ય રહેશે અને આ સમયગાળામાં તે કારગત નીવડશે તો કંપનીઓ તેને લોન્ચ કરી શકશે. કંપનીઓ વપરાશ-આધારિત મોટર ઇન્શ્યોરન્સ લોન્ચ કરશે, જેથી ગ્રાહકને તેની ડ્રાઇવિંગ પસંદગીના આધારે તેમના પ્રીમિયમની ચુકવણી કરવાનો વિકલ્પ મળશે.

મોટા ભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓ અત્યારે ગ્રાહકો પાસેથી ‘ઓન ડેમેજ પ્રીમિયમ’ ચાર્જ કરે છે, જેનો આધાર વાહનોના મોડલ, બનાવટના વર્ષ, સ્થળ પર રહેલો છે અને આ પોલિસી પર નો-ક્લેમ બોનસ લાગુ પડે છે. નવી પોલિસીમાં વાહન માલિકની ડ્રાઇવિંગ આદતને પણ ધ્યાનમાં રાખવામાં આવશે.

ગ્રાહક કેટલી ઝડપથી વાહન ચલાવે છે, કેટલું ટ્રાવેલ કરે છે અને કેટલીવાર સખત બ્રેક મારે છે જેવી બાબતોને ધ્યાનમાં લઈને પ્રીમિયમ નક્કી કરવામાં આવશે. ડ્રાઇવિંગની આદતનું મોનિટરિંગ કરવા માટે એપ્લિકેશનનો ઉપયોગ થશે અને જો ગ્રાહક સલામત સવારી કરતો હશે તો તેને રિવોર્ડ પણ મળશે. રિન્યુઅલ વખતે ગ્રાહકના ‘ઓન ડેમેજ પ્રીમિયમ’માં ગ્રાહકો તેમનો સ્કોર જોઈ શકશે. ગ્રાહકો એક વર્ષ કરતાં ઓછા સમયગાળા માટે આ વિકલ્પ પસંદ કરી શકશે.

January 22, 2020
sharapova.jpeg
1min6240

ઓસ્ટ્રેલિયા ઓપનમાં આજે 2008ની ચેમ્પિયન રશિયાની ખેલાડી મારિયા શારાપોવા પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી. તેને વાઇલ્ડ કાર્ડથી ટુર્નામેન્ટમાં એન્ટ્રી મળી હતી. શારાપોવાને’ ક્રોએશિયાની ડોના વેકિચે 6-3, 6-4થી હાર આપી હતી.

32 શારાપોવા ડબલ્યુટીએ રેન્કિંગમાં 145માં સ્થાને છે. બીજી મેન્સ સિંગલ્સમાં વર્લ્ડ નંબર 1 સ્પેનના રાફેલ નડાલે જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરી છે. તેણે બોલીવિયાના હુગો ડેલિયનને 6-2, 6-3, 6-0થી હરાવ્યો હતો.

મેન્સ સિંગલ્સના અન્ય મુકાબલામાં સ્ટેન વાવરિકા, રશિયાની કરેન ખાચાનોવા, ઓસ્ટ્રિયાના ડોમિનિક થિએમ અને ક્રોએશિયાના મારિન સિલિચે જીત મેળવી હતી. 2014ના ચેમ્પિયન વાવરિકાએ દમિર જુમહૂરને 7-5, 6-7 (4), 6-4, 6-4થી હાર આપી હતી. ખાચાનોવે સ્પેનના મારિયો વિલેલા માર્ટિનેજને 4-6, 6-4, 7-6 (4), 6-3થી હરાવ્યો હતો. થિએમે ફ્રાન્સના એડ્રિયન મનારિનોને 6-3, 7-5, 6-2થી હરાવ્યો. સિલિચે ફ્રાન્સના કોરેટિન માઉંતેને 6-3, 6-2, 6-4થી હાર આપી હતી.

મહિલા વિભાગમાં વર્લ્ડ નંબર 2 ઝેક રીપબ્લિકની કેરોલિના પ્લિસકોવાએ પહેલા રાઉન્ડમાં જીત મેળવી છે. તેણે ફ્રાન્સના ક્રિસ્ટિના મલાડેનોવિચને 6-1, 7-5થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. પ્લિસકોવા હજુ એકપણ ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ જીતી નથી. તે 2016માં યુએસ ઓપન ફાઇનલમાં જર્મનીની એંજેલિક કર્બર સામે હારી હતી.

ભારતનો ખેલાડી પ્રજનેશ ગુણેશ્વર ઓસ્ટ્રેલિયન ઓપનના મેન્સ સિંગલ્સના પહેલા રાઉન્ડમાં જ હારીને બહાર થઇ ગયો છે. આથી તેણે નોવાક જોકોવિચ સામે બીજા રાઉન્ડમાં રમવાનો મોકો ગુમાવી દીધો છે. દુનિયાના 122મા નંબરના ખેલાડી પ્રજનેશ પહેલા રાઉન્ડમાં જાપાનના ખેલાડી તત્સુમા ઇતો સામે 4-6, 2-6 અને 5-7થી હારી ગયો હતો. હવે આ જાપાની ખેલાડી બીજા રાઉન્ડમાં જોકોવિચ સામે ટકરાશે

January 22, 2020
kejriwalinqueue.jpg
1min5580

સાત-સાત કલાક સુધી વાટ જોયા પછી આખરે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિધાનસભા ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી શક્યા હતાં. તેઓ નામાંકન દાખલ કરવા માટે બપોરે 12 વાગ્યા આસપાસ પહોંચી ગયા હતાં પણ ત્યાં ઉપસ્થિત અપક્ષ ઉમેદવારોએ તેમને વચ્ચેથી ઉમેદવારી નોંધાવવા દીધી નહોતી. જેને પગલે કેજરીવાલને સાત કલાકની લાંબી અકળાવનારી રાહ જોવી પડી હતી.

દિલ્હીનાં જામનગર હાઉસ સ્થિત કલેક્ટર કચેરીએ કેજરીવાલ બપોરે પહોંચી ગયા હતાં. તેમની પાસે ટોકન નંબર 4પ હતો. જેને પગલે ત્યાં અગાઉથી પોતાનાં વારાની વાટ જોઈ રહેલા અપક્ષ ઉમેદવારોએ તેમને વહેલા અંદર જવા દીધા નહોતા.’ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ વિશે ભાજપ ઉપર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ભાજપ ગમે તેટલી સાજીશ કરે તો પણ કેજરીવાલને ઉમેદવારી નોંધાવતા રોકી નહીં શકે. એક દિવસ પહેલા સોમવારે પણ પોતાના રોડ શો માં ભારે ભીડના કારને બપોરે 3 વાગ્યનાં નિયત સમય સુધીમાં તેઓ જામનગર હાઉસ ખાતે ઉમેદવારી પત્ર દાખલ કરી શકયા ન હતા.

કેજરીવાલે પણ ટ્વિટર ઉપર લખ્યું હતું કે, તેઓ નામાંકન માટે વાટ જોઈ રહ્યા છે. ઉમેદવારી નોંધાવવામાં મોટી કતાર છે. લોકતંત્રનાં પર્વમાં આટલા લોકો ભાગ લઈ રહ્યા છે એ ખુબ જ ખુશીની વાત છે.

જે લોકો કેજરીવાલ પહેલા ઉમેદવારી નોંધાવવા પહોંચી ગયા હતાં એ ડીટીસીનાં કર્મચારીઓ હતાં. જેમને 2018નાં ધરણા દરમિયાન નોકરી ઉપરથી હાંકી કાઢવામાં આવેલા. એ વખતે કુલ 250 જેટલા કર્મચારીઓને કાઢી મૂકાયા હતાં અને તેમાંથી 30 દ્વારા આજે ઉમેદવારી નોંધાવાઈ હતી. તે કેજરીવાલ વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યા છે. તેમને ચાતરીને કેજરીવાલ જ્યારે આજે ઉમેદવારી નોંધાવવા અંદર પ્રવેશી ગયા ત્યારે ભારે હોબાળો મચ્યો હતો અને પછી નાછૂટકે કેજરીવાલને રાહ જોવાનો વારો આવ્યો હતો.

January 22, 2020
wangchuk-1280x720.jpg
1min10200

થ્રીઇડિયટ્સ ફિલ્મ જેમની પ્રેરણા લઇને બનાવવામાં આવી હતી એ વૈજ્ઞાનિક,એન્જિનિયર અને શિક્ષણવિદ્ સોનમ વાંગચૂકે તાજેતરમાં જ મુંબઇની એક શિક્ષણ સંસ્થામાં વિદ્યાર્થીઓને જે સંબોધન કર્યું હતું એ માત્ર શાળાકીય જ નહીં પૂર્ણ જીવન દરમ્યાન ઉપયોગી અને પ્રેરણાદાયી બની રહે એટલું ઉત્કૃષ્ટ હતું.

મેગ્સેસાય એવૉર્ડ વિજેતા વાંગચૂકે કહ્યું હતું કે કોઇ પણ રાજ્યમાં ભણતા બાળકનું શરૂઆતનું શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઇએ. પોતાનો જ અનુભવ વર્ણવતા વાંગચૂકે કહ્યું હતું કે મેં પોતે જ બાળપણમાં માતૃભાષામાં શિક્ષણ લીધું હતું અને પછી બીજી નવ ભાષા શીખ્યો હતો. જો તમે બીજા રાજ્યમાંથી વધુ અભ્યાસ માટે ધારો કે મહારાષ્ટ્ર આવ્યા હોવ તો મરાઠી પણ શીખવું જોઇએ.

છોકરાઓને ખુલ્લામાં શિક્ષણ આપવાના પણ તેઓ હિમાયતી છે. મુંબઇ જેવા શહેરના શિક્ષણની વાત કરતા તેઓ કહે છે કે દરેક શાળાના પોતાના કિચન ગાર્ડન હોવા જોઇએ તેમાં તેમને શાકભાજી ઉગાડતા શીખવી શકાય. સિલાઇ મશીન પર પોતાના કપડાં સીવતા પણ કેમ ન શીખવાડી શકાય. આ બધી મૂળભૂત વિદ્યાઓ છે જે જીવન ટકાવવા માટે જરૂરી છે. શહેરમાં આસપાસ ઘણી ફેક્ટરી કે કારખાના હોય તેનો મતલબ એ નથી કે આ વિદ્યાઓ ન શીખી શકાય.

વાંગચૂક સિમ્પલ લિવિંગ એન્ડ હાઇ થિંકિંગમાં માને છે, તેમણે શહેરના વિદ્યાર્થીઓને પણ સાદાઇના પાઠ ભણાવ્યા હતાં. તેમણે હાલમાં જ ‘ આઇ લીવ સિમ્પલી’ નામની ચળવળ પણ શરૂ કરી છે. વાતાવરણ પ્રદૂષિત થતું જાય છે, કલાઇમેટ ચેન્જ થતું જાય છે ત્યારે ભોગવાદમાં સંયમ જાળવી જેટલી સાદાઇથી જીવી શકાય એટલું જીવવું જોઇએ. વધુ પડતા ઉપભોગથી જ પર્યાવરણની સમતુલા બગડતી જાય છે. તેઓ લોકોને ભેગા કરીને આ રીતનું માર્ગદર્શન આપે છે ત્યારે પૈસા ભેગા નથી કરતા પણ લોકોને પોતાનું આચરણ બદલવાની પ્રતિજ્ઞા લેવડાવે છે. તેઓ કહે છે કે શહેરવાસીઓ ઉપભોક્તાવાદથી દૂર રહે તો દૂર ગામડાઓ અને પર્વતીય પ્રદેશોમાં રહેતા લોકો પણ સાદાઇથી જીવી શકે.

લદાખમાં રહેતા આ પ્રેરણા પુરુષ વાંગચૂકના જીવન પર આધારિત આમીરખાન અભિનીત ૩ ઇડિયટ્સ ફિલ્મ બની હતી, જે ખૂબ જ લોકપ્રિય નીવડી હતી.

January 22, 2020
indiavsnz.jpg
1min5160

વિરાટ કોહલીના સુકાનમાં ભારતીય ખેલાડીઓ ગઈ કાલે છ અઠવાડિયાના પ્રવાસ માટે ન્યૂ ઝીલૅન્ડ પહોંચી ગયા હતા. તેઓ શુક્રવાર (૨૪ જાન્યુઆરી)થી કિવીઓ સામે પાંચ ટી-ટ્વેન્ટીની શ્રેણી રમશે. ત્યાર પછી બન્ને દેશો વચ્ચે ત્રણ વન-ડે અને છેલ્લે બે ટેસ્ટ-મૅચ રમાશે. ટેસ્ટ-સિરીઝ બે વર્ષની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના ભાગરૂપ રમાવાની છે.

વિરાટે કિવીલૅન્ડ પર પગ મૂકતાંની સાથે જ શાર્દુલ ઠાકુર તથા શ્રેયસ ઐયર સાથે ફોટો પડાવીને એ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો અને એ સાથે લખ્યું હતું, ‘ઑકલૅન્ડમાં થોડી જ વાર પહેલાં અમે પગ મૂક્યો. લેટ્સ ગો.’

ઘરઆંગણે વેસ્ટ ઇન્ડિઝને, શ્રીલંકાના અને છેલ્લે ઑસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ભારતીય ખેલાડીઓ બુલંદ જોશ અને જુસ્સા સાથે ન્યૂ ઝીલૅન્ડ આવ્યા છે. કિવી ખેલાડીઓને પહેલા બૉલથી જ પ્રેશરમાં લાવવાની વિરાટે સાથી-ખેલાડીઓને સૂચના આપી દીધી છે.

ભારતીયો ગયા વર્ષે ન્યૂ ઝીલૅન્ડ આવ્યા હતા જ્યાં તેમણે કિવી ટીમને વન-ડે શ્રેણીમાં ૪-૧થી હરાવી હતી. જોકે, ટી-ટ્વેન્ટી શ્રેણીમાં ભારતનો ૧-૨થી પરાજય થયો હતો.

January 20, 2020
jpnadda.jpg
1min6230

આજે કેન્દ્રમાં જેની પાસે સત્તા છે એ ભાજપાને અમિત શાહની જગ્યાએ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે.પી. નડ્ડા મળ્યા છે. પાર્ટીની હેડ ઓફિસમાં નવા અધ્યક્ષ પદ માટે નોમિનેશન પ્રક્રિયા દરમિયાન ભાજપના હાલના અધ્યક્ષ અમિત શાહ સંગઠનના પ્રભારી રાધામોહનસિંહને નવા અધ્યક્ષ માટે નોમિનેશન રજૂ કર્યું છે. કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાને નવા અધ્યક્ષ બનાવવા સંદર્ભે રાજનાથસિંહે દરખાસ્ત રજૂ કરી હતી. જેની સામે અન્ય કોઇ નેતા તરફથી ઉમેદવારીનો દાવો કરવામાં આવ્યો ન હતો. છેવટે જે.પી. નડ્ડાને ભાજપાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ઘોષિત કરવામાં આવ્યા છે. તેઓ ત્રણ વર્ષ માટે ભાજપાના સુકાની રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે પાર્ટીના નવા અધ્યક્ષનું સન્માન પણ કરવાના છે.

વિદ્યાર્થી સંઘથી નડ્ડાએ રાજકારણની શરુઆત કરી છે. સંગઠનમાં તેમનો દાયકાઓ જૂનો અનુભવ છે, આરએસએસથી તેમની નીકટતા અને સ્વચ્છ છબી તેમની તાકાત છે. ભાજપના વરિષ્ઠ નેતા રાધામોહનસિંહે પાર્ટીના સંગઠનમાં ચૂંટણી પ્રક્રિયાના પ્રભારી છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ માટે નોમિનેશન 20 જાન્યુઆરીએ નાખવામાં આવશે અને જરુર પડ્યે બીજા દિવસે ચૂંટણી થશે.

ભાજપમાં અધ્યક્ષ સામાન્ય સહમતિ સાથે ચૂંટવાની પરંપરા છે અને તેની ઓછી સંભાવના છે કે તેના સિવાય અન્ય કોઈ નિર્ણય લેવાય. નવા અધ્યક્ષની પસંદગી સાથે અમિત શાહના સાડા પાંચ વર્ષ કરતા વધુના કાર્યકાળનો પણ અંત આવશે, આ દરમિયાન ભાજપે દેશમાં પોતાના આધારનો વિસ્તાર કર્યો છે. શાહનો કાર્યકાળ ભાજપ માટે ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સર્વશ્રેષ્ઠ હતો, જોકે, પાર્ટીને કેટલીક વિધાનસભા ચૂંટણીમાં ઝાટકા વાગ્યા છે.

January 20, 2020
mumbai-marathon-website-1280x720.jpg
1min6120

ઇથોપિયાના પાટનગર ઍડિસ અબાબાથી આવેલો બાવીસ વર્ષનો દોડવીર દેરારા હુરિસા પહેલી જ વાર મુંબઈ મૅરેથોનમાં દોડવા આવ્યો હતો અને તેણે અહીંની પોણાબે દાયકા જૂની રેસના રેકૉર્ડ સાથે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. દેરારાએ ૧૭મી ટાટા મુંબઈ મૅરેથોનમાં ગઈ કાલે ફુલ મૅરેથોન (૪૨.૧૯૫ કિલોમીટર)માં ૨ કલાક, ૦૮ મિનિટ, ૦૯ સેક્ધડના ટાઇમિંગ સાથે ચૅમ્પિયનપદ મેળવી લીધું હતું.

વધુ નવાઈની વાત એ છે કે તે ઍડિસ અબાબાથી મુંબઈ આવી રહ્યો હતો એ મુસાફરી દરમિયાન તેના મૅરેથોન માટેના સ્પેશિયલ શૂઝ ગુમ થઈ ગયા હતા. તેણે આ જ મૅરેથોનમાં પોતાની સાથે દોડનારા મિત્ર પાસેથી ઉછીના શૂઝ લીધા હતા અને ગઈ કાલે દોડીને મોખરાનું સ્થાન મેળવ્યું હતું. ખુદ તેણે રેસ જીતી લીધા પછી આ જાણકારી આપતા કહ્યું હતું કે ‘હું ઍડિસ અબાબાથી મુંબઈ આવી રહ્યો હતો ત્યારે મુસાફરી દરમિયાન મારા શૂઝ ખોવાઈ ગયા હતા. મારી પાસે નવા શૂઝ ખરીદવા વધુ સમય નહોતો એટલે મેં મારા મિત્ર અબ્રાહમ ગિરમા (જે ખુદ મુંબઈની આ રેસમાં સ્પર્ધક હતો) પાસેથી શૂઝ લીધા હતા. એ શૂઝ મેં અહીં મૅરેથોનમાં પહેલી જ વાર અજમાવ્યા હતા અને એ પહેરીને રેસ જીતી લીધી. હું ઇનામીરકમને ધ્યાનમાં રાખીને નહીં, પણ રેસ જીતવાના આશયથી જ દોડ્યો હતો. જોકે, હવે આટલી મોટી રકમ મળી છે એટલે કંઈક તો પ્લાનિંગ કરીશ જ.’

વિજેતા બનવા બદલ તેને ૪૫,૦૦૦ ડૉલર (અંદાજે ૩૨ લાખ રૂપિયા)નું મુખ્ય ઇનામ મળ્યું જ હતું, અહીંની મૅરેથોનના નવા વિક્રમ સાથે રેસ જીતી હોવાથી તેને ૧૫,૦૦૦ ડૉલર (૧૧ લાખ રૂપિયા)નું બોનસ પ્રાઇઝ પણ આપવામાં આવ્યું હતું. એ રીતે, તેને કુલ ૪૩ લાખ રૂપિયા મળ્યા હતા.

હુરિસાનું એકંદરે આ બીજું મેડલ છે. તે ૨૦૧૭ની સાલમાં તુર્કીની હાફ મૅરેથોન જીત્યો હતો.

બીજી આશ્ર્ચર્યની બાબત એ છે કે તે થોડા વર્ષોની આખી કરિયરમાં જેટલી ઇનામીરકમ જીત્યો હતો એનાથી ઘણી વધુ રકમ ગઈ કાલે મુંબઈમાં એક દિવસમાં જીતી લીધી હતી.

મહિલાઓની ફુલ મૅરેથોન (૪૨.૧૯૫ કિલોમીટર) ઇથોપિયાની અમેન બેરિસોએ ૨ કલાક, ૨૪ મિનિટ, ૫૧ સેક્ધડના ટાઇમિંગ સાથે જીતી લીધી હતી. તે ૧૫ મહિના સુધી ઈજાને કારણે રનિંગ ટ્રૅકથી દૂર રહ્યા બાદ અહીં દોડી હતી અને ગોલ્ડ મેડલ જીતી ગઈ હતી. તે ૨૦૧૯ની મુંબઈ મૅરેથોનમાં નહોતી દોડી એટલે તેની ક્ષમતા વિશે નિષ્ણાતો અજાણ હતા. જોકે, તેણે મુંબઈ મૅરેથોનમાં સેક્ધડ-ફાસ્ટેસ્ટ ટાઇમિંગ સાથે વિજય મેળવ્યો હતો.

January 20, 2020
Arvind-kejriwal.jpg
1min6210

દિલ્હીમાં ૮ ફેબ્રુઆરીએ ચૂંટણી છે. તમામ પક્ષે મોટાભાગના ઉમેદવાર જાહેર કરી દીધા છે. હવે ઘોષણાપત્ર જાહેર થશે. આપના વડા અરવિંદ કેજરીવાલે ચૂંટણી ઢંઢેરાના બદલે રવિવારે પક્ષનું ગેરન્ટી કાર્ડ રજૂ કર્યું હતું, જેમાં ૧૦ ગેરન્ટી/ખાતરી અપાઈ છે,

જેમાં વિદ્યાર્થીઓને મફત બસ સેવા, મહિલાઓની સુરક્ષા માટે મોહલ્લા માર્શલ, ૨૦૦ યુનિટ સુધી મફત વીજળી, મફત આરોગ્ય સવલત, યમુના નદીને ક્લિન કરવી, દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવાનો સમાવેશ છે. દિલ્હીમાં આપની સરકાર ફરીથી આવશે તો તમામ ખાતરી પરિપૂર્ણ કરાશે, એવી ગેરન્ટી આપી હતી. સર્વગ્રાહી ચૂંટણી ઢંઢેરો એકાદ અઠવાડિયામાં બહાર પડાશે, એમ કહ્યું હતું. વિપક્ષોએ કહ્યું હતું કે આપની સ્કીમ ૩૧ માર્ચ સુધી ચાલશે, પરંતુ અમે ગેરન્ટી કાર્ડ રજૂ કયું છે, જે પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે. ગેરન્ટી કાર્ડ પર કેજરીવાલે સહી કરી હતી. દિલ્હી મેટ્રોનું નેટવર્ક લંબાવવાની પણ ખાતરી આપી છે.