દેશભરની મેડીકલ કોલેજોમાં આવેલી પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ બેઠકો પર પ્રવેશ માટે રવિવાર તા.5 જાન્યુઆરી 2020ના રોજ પી.જી. નીટ લેવામાં આવી હતી. દેશભરમાંથી મળી રહેલા અહેવાલો મુજબ ગત વર્ષની સરખામણીમાં 2020 નીટ પી.જી. પરીક્ષા અઘરી રહી હતી. ખાસ કરીને ક્લીનીકલ સેકશનના પ્રશ્નોમાં પરીક્ષાર્થીઓ ખાસ્સા અટવાયા હતા. મોટા ભાગના પરીક્ષાર્થીઓને ક્લીનીકલ કેસબેઝ પ્રશ્નો અટપટા લાગ્યા હતા. પી.જી. નીટમાં સમગ્ર દેશમાંથી અંદાજે ૧ લાખ ૬૭ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાંથી ૮ હજાર વિદ્યાર્થીઓએ નીટ આપી હતી. આ પરીક્ષામાં ૮૦૭૪૫ વિદ્યાર્થિનીઓ, ૮૬૩૪૨ વિદ્યાર્થીઓ અને ૧૫ ટ્રાન્સજેન્ડર પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા.
નીટ પી.જી. પરીક્ષા
એમ.ડી.ની કુલ ૨૦ હજાર,
એમ.એસ.ની ૧૦૮૨૧,
પી.જી.ડિપ્લોમાની ૧૯૭૯ અને
ડીએનબીની અંદાજે ૬ હજાર બેઠકો સહિત
કુલ અંદાજે ૩૮ હજાર પી.જી.મેડિકલની બેઠકો માટે નીટ લેવામાં આવી હતી.
આ ઉપરાંત ચાલુ વર્ષે પી.જી.નીટમાં ઇડબલ્યુએસ કેટેગરી પણ દાખલ કરવામાં આવી છે.
સામાન્ય રીતે ડીએનબી કોર્સ માટે અલગથી પરીક્ષા લેવામાં આવતી હતી. આ વર્ષથી તમામ કોર્સ માટે એક જ પી.જી. નીટ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. પી.જી. નીટ પરીક્ષા એકંદરે વિદ્યાર્થીઓ માટે ગતવર્ષની સરખામણીમાં અઘરી રહી હતી. ખાસ કરીને ક્લિનિકલ સેક્શનના પ્રશ્નો વિદ્યાર્થીઓને અઘરા પડ્યા હતા.
પી.જી. નીટનું પરિણામ તા.૩૧મી જાન્યુઆરી સુધીમાં જાહેર કરાશે
સમગ્ર દેશમાં ૧૪૧ શહેર અને ૫૪૨ સેન્ટરો પરથી નીટ લેવામાં આવી હતી. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, સુરત અને મહેસાણા જેવા શહેરોમાં નીટ લેવામાં આવી હતી. કુલ ૩૦૦ પ્રશ્નોની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓને સાડા ત્રણ કલાકનો સમય આપવામાં આવ્યો હતો. સામાન્ય રીતે અત્યાર સુધી પી.જી.મેડિકલની બેઠકો માટે જ નીટ લેવામાં આવતી હતી. પરંતુ ચાલુ વર્ષથી એઇમ્સ, ચંદીગઢ, પોંડીચેરી, બેંગ્લુરુ સહિતની મેડિકલ સંસ્થાઓ ઉપરાંત ડીએનબીની ૬ હજાર બેઠકો માટે પણ હવે નીટ લાગુ કરી દેવામાં આવી છે.
જૂનાગઢના ભવનાથ તળેટી ખાતે આજે 35મી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 57.36 મિનિટમાં અંબાજી મંદિર સુધીના 5500 પગથિયા ચડી ઉતરી જૂનાગઢનો યુવાન પ્રથમ ક્રમે આવ્યો હતો. જ્યારે જુનિયર ભાઈઓમાં 59.32 મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરનાર બરોડાનો વિદ્યાર્થી પ્રથમક્રમે આવ્યો હતો. જ્યારે સિનીયર બહેનોમાં મોરબીના પોલીસકર્મી તથા જુનિયર બહેનોમાં પ્ર.પાટણની વિદ્યાર્થિની વિજેતા થઈ હતી.
જૂનાગઢના ભવનાથ તળેટીમાં આજે જિલ્લા વહિવટી તંત્ર તથા રમત-ગમત અને યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા આજે 35મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. ફૂલગુલાબી ઠંડી વચ્ચે સવારે 7 વાગ્યે પ્રથમ ચરણમાં ભાઈઓને કલેકટર ડો.સૌરભ પારઘી, કમિશનર તુષાર સુમેરા, મેયર સહિતનાઓ દ્વારા ફલેગ આપી રવાના કરાયા હતા. જ્યારે 9:30 વાગ્યે સિનીયર સિટીઝન ઓસમાણભાઈ સુમરાએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં બહેનોને ફલેગ ઓફ આપી રવાના કરી હતી. આ સ્પર્ધામાં 22 જિલ્લાના 1489 સ્પર્ધકોની અરજી આવી હતી. જેમાંથી 369 ગેરહાજર રહ્યાં હતા અને 1120 સ્પર્ધકોએ આ કઠીન સ્પર્ધામાં ભાગ લીધો હતો.
ભાઈઓ માટે અંબાજી મંદિર સુધીના 5500 પગથિયા તથા બહેનો માટે માળી પરબ સુધીના 2200 પગથિયા સુધી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
યુવાનોના જોમ અને જુસ્સાને પડકાર સમાન આ કઠીન સ્પર્ધા જૂનાગઢની બહાઉદ્દીન આર્ટસ કોલેજના વિદ્યાર્થી લાલા પરમારે 57.36 મિનિટમાં પૂર્ણ કરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે જૂનિયર ભાઈઓમાં બરોડાના લલીતકુમાર નિશારે 59.32 મિનિટમાં 5500 પગથિયા ચડી ઉતરી જુનિયર વિભાગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
સિનીયર બહેનોમાં મોરબી પોલીસમાં ફરજ બજાવતા ભૂમિકાબેન ભુતે 38.21 મિનિટમાં માળી પરબ સુધીના 2200 પગથિયા ચડી ઉતરી સ્પર્ધા પૂર્ણ કરી વિજેતા થયા હતા.
જુનિયર બહેનોમાં પ્ર.પાટણની એમ.જે.સ્વામિનારાયણ હાઈસ્કૂલની વિદ્યાર્થિની પારૂલ વાળાએ 40.46 મિનિટમાં 2200 પગથિયા ચડી-ઉતરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
સ્પર્ધા પૂર્ણ થયા બાદ બપારે 12 વાગ્યે મંગલનાજી બાપુ આશ્રમ ખાતે ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં વિજેતા સ્પર્ધકોને મેયર સહિતના મહાનુભાવોના હસ્તે ઈનામ, પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
સ્પર્ધા દરમિયાન સી.સી.ટી.વી. કેમેરાથી મોનીટરીંગ કરવામાં આવ્યું હતું અને સ્પર્ધકોની એક-એક સેકન્ડની ગણતરી થાય તે રીતે એન.આર.સી. દ્વારા ગિરનાર સ્પર્ધાનું રિઝલ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું.
રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં 22 જિલ્લાના 1488 સ્પર્ધકોની અરજી આવી હતી. આજે સ્પર્ધા સમયે 1489 માંથી 369 સ્પર્ધકો ગેરહાજર રહ્યાં હતા. જ્યારે 1120 સ્પર્ધકે સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં 302 ભાઈઓ તથા 67 બહેનો ગેરહાજર રહ્યાં હતા.
કુલ 1120 સ્પર્ધકમાંથી 465 સિનીયર ભાઈઓ, 403 જૂનિયર ભાઈઓ તથા 102 સિનીયર બહેનો અને 150 જૂનિયર બહેનો જોડાયા હતા. જેમાંથી 575 ભાઈઓ અને 194 બહેનોએ સમય મર્યાદામાં સ્પર્ધા પૂર્ણ કરી હતી.
ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકો એક મિનિટમાં 150 પગથિયા ચડી જાય છે અને 300 પગથિયા ઉતરી જાય છે. ઉતરતી વખતે તો 4 થી 5 પગથિયા એક સાથે કુદતા નીચે આવે છે.
ગિરનાર પર્વત પર અંબાજી મંદિર સુધી ધીમે ધીમે ચડવું તે પણ કપરૂ છે. પરંતુ ગિરનાર સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા બનતા સ્પર્ધકો એક કલાકથી પણ ઓછા સમયમાં 5500 પગથિયા ચડી ઉતરી જાય છે. વિજેતા બનેલા સ્પર્ધક એક મિનીટમાં 150 પગથિયા ચડી જાય છે અને 300 પગથિયા ઉતરી જાય છે.
સ્પર્ધા દરમિયાન ઉતરતી વખતે એક સાથે 4 થી 5 પગથિયા કુદતા આવતા સ્પર્ધકોને જોવાનો પણ અનોખો રોમાંચ હોય છે. આટલી ઉંચાઈ પર આટલી ઝડપથી પગથિયા ચડવા-ઉતરવા એ કપરૂ કામ છે. છતાં વિજેતા સ્પર્ધકો આ કઠીન સ્પર્ધા આરામથી પૂર્ણ કરે છે. ગિરનાર સ્પર્ધાના પ્રથમ પાંચ વિજેતાના નામ અને લીધેલો સમય ”””””’ સિનીયર બોયઝ”’ ””””””””””””””””””””” મિનિટમાં 1””””’ લાલા પરમાર””” બહાઉદ્દીન આર્ટ્સ-કોલેજ, જૂનાગઢ’ 57.36 2””””’ અનિલ સોલંકી”” પ્રાથમિક શાળા, લામધાર”’ 61.40 3””””’ મોહન ભીલાળા”’ પાદરડી ગ્રા.પં., પોરબંદર”” 62.15 4””””’ સોમાત ભાલીયા” સરકારી કોલેજ અમરેલી”” 62.26 5””””’ રજનીક મકવાણા’ જૂનાગઢ 62.32 ”””””’ સિનીયર ગર્લ્સ””’ ””””””””””””””””””””” મિનિટમાં 1””””’ ભૂમિકા ભૂત”””” મોરબી પોલીસ”” 38.21 2””””’ વાલી ગરચર”””’ ખીરસરા ગ્રા.પં.”” 41.32 3””””’ દિપીકા સોલંકી”” જયશ્રી સ્પોર્ટસ કલબ”””” 41.36 4””””’ મીના વાળા”””” જૂનાગઢ 45.11 5””””’ જયા સુમાનીયા”’ એ.કે.દોશી મહિલા કોલેજ” 45.52 ”””””’ જૂનિયર ગર્લ્સ””’ ””””””””””””””””””””’ મિનિટમાં 1””””’ પારૂલ વાળા”””” એમ.જે.સ્વામિ.હાઈસ્કૂલ, પ્ર.પાટણ” 40.46 2””””’ શાયરા કપુરીયા””’ જ્ઞાનજયોત વિદ્યા મંદિર, ખીરસરા””’ 41.28 3””””’ ભગવતી ભટ્ટી”” જ્ઞાન જયોત વિદ્યા મંદિર, ખીરસરા”” 41.51 4””””’ હિના રાઠોડ””””’ જયશ્રી સ્પોર્ટસ કલબ, દેલવાડા”””’ 42.32 5””””’ નિશા બામણીયા” રામેશ્વર એજ્યુ. ટ્રસ્ટ, ગીર સોમનાથ 43.08 ”””””’ જૂનિયર બોયઝ”” ””””””””””””””””””””” મિનિટમાં 1””””’ લલીતકુમાર નિશાદ”””””’ બરોડા હાઈસ્કૂલ” 59.32 2””””’ સુનિલ જોળીયા”’ જિલ્લા સ્પોર્ટસ કોચીંગ સેન્ટર, ગીર-સોમનાથ’ 65.35 3””””’ જયકુમાર રામ””’ સ્વામિ વી.વી.મંદિર, જૂનાગઢ””””’ 66.19 4””””’ હરેશ ભાલીયા””’ રીઅલ હાઈસ્કૂલ શિલોજ”’ 67.10 5””””’ કૌશિક મારૂ””””’ જ્ઞાનજયોતિ વિદ્યા મંદિર, જૂનાગઢ”’ 69.01
JEE Main : ધો.12 મેથ્સ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે છેલ્લી ઘડીએ કેટલીક ઉપયોગી ટીપ્સ
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
તા.6 જાન્યુઆરી 2020ને સોમવારથી સમગ્ર દેશભરમાં એન્જિનિયરિંગની એન્ટ્રન્સ એકઝામ જેઇઇ મેઇન રાષ્ટ્રવ્યાપી ધોરણે ઓનલાઇન લેવામાં આવશે. હાલમાં ધો.12 સાયન્સ એ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા ગુજરાત સમેત દેશભરના અંદાજે 14 લાખ વિદ્યાર્થીઓએ જેઇઇ મેઇન્સ ફર્સ્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને દરેકને તેમના રોલ નંબર અનુસાર ટાઇમ સ્લોટ આપવામાં આવ્યા છે.
ધો.12 સાયન્સ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ વિષય સાથે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓને જણાવવાનું કે એક કેલેન્ડર વર્ષમાં જાન્યુઆરી અને મે એમ ફર્સ્ટ અને સેકન્ડ એમ બે વખત જેઇઇ મેઇન પરીક્ષા લેવાનું શરૂ ગત વર્ષ 2019માં શરૂ કરાયું હતું.
વિદ્યાર્થીઓ ત્રણ વખત જેઇઇ મેઇન પરીક્ષા આપી શકે છે. પરંતુ, એક કેલેન્ડર વર્ષમાં ફક્ત બે પરીક્ષા લેવાતી હોય છે. ધો.12 પીસીએમ ગ્રુપના વિદ્યાર્થીઓ કોલેજ એડમિશન પૂર્વે બે વખત ટેસ્ટ આપતા હોય છે અને નિયમાનુસાર બે પ્રયત્નો પૈકી જે પ્રયત્નમાં વધારે માર્ક (પર્સન્ટાઇલ) હોય તેને મેરીટમાં ગણતરીમાં લેવામાં આવે છે. 2019માં ફર્સ્ટ અને સેકન્ડ એમ બે વખત જેઇઇ મેઇન આપનારા વિદ્યાર્થીઓના જેઇઇ ફર્સ્ટમાં જ સારા માર્કસ આવ્યા હતા અને તેમને ફર્સ્ટ ટેસ્ટના આધારે જ મેરીટમાં ક્રમ મળ્યો હતો અને આઇઆઇટી તેમજ એનઆઇટીમાં પ્રવેશના હકદાર બન્યા હતા.
આવા 10માથી 6 પરીક્ષાર્થીઓ હતા કે જેમના જેઇઇ મેઇનની બે ટ્રાયલ પૈકી પહેલી ટ્રાયલના જ માર્ક સારા હતા. આવો કોઇ નિયમ નથી પરંતુ, જે વિદ્યાર્થીઓ તા.6 જાન્યુઆરી 2020થી શરૂ થતી જેઇઇ મેઇન્સને લાઇટલી લઇ રહ્યા છે તેમને ખાસ જણાવીએ છીએ કે તેમણે સેકન્ડ ટ્રાયલની જેમ જ ફર્સ્ટ ટ્રાયલને સિન્સીયરલી આપવી જોઇએ.
Last Moment Tips….
At this last moment, don’t try to attempt to study any new topic. Reading new topics will confuse you during the exam.
Instead of reading new topics, students are advised to revise all the important formulas and concepts two to three times before the exam. It will help you retain what you have already read so far.
While in the exam hall, first of all, read all the instructions on the exam paper very carefully.
After reading the instructions, you should read the complete question paper before starting with the solution.
Next, make mental planning on how you would approach the paper. Mark the questions that look easier and those which are complicated and may require a lot of time to solve.
The students should solve the easy questions first. It will not only build your confidence but would also save time for complicated ones.
If you are stuck on any question, don’t waste your time. Just use the ‘Save & Mark for Review’ option when you have any doubt. After completing the paper, you can revisit the leftover questions.
Don’t panic in case of computer failure or if you don’t know the answer to any question. Keep calm, take a deep breath and sip some water before attempting the question again.
દર વર્ષે હજારો કિ.મી. દૂરથી વિદેશી નયનરમ્ય પક્ષીઓ ગુજરાતમાં શિયાળો ગાળવા ચાર મહિના રણમાં પડાવ નાખે છે. પાટડીના રણવિસ્તારમાં એક લાખથી વધુ પક્ષીઓનો અનોખો જમાવડો જામ્યો છે. વેરાન રણમાં દર વર્ષે સાઇબિરિયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે.
આ સિવાય પેંગ્વિન, ફ્લેમિંગો અને પેન્ટાસ્ટોક સહિતના વિદેશી પક્ષીઓનો અનોખો મેળાવડો જામે છે. ગઇ વખતની પક્ષી ગણતરી અનુસાર રણકાંઠામાં ૧૦૦થી વધારે જાતિના ૯૯,૭૪૦ પક્ષીઓ આવેલા નોંધાયા હતા.
ચાલું વર્ષે વેરાન રણના વિવિધ વેટલાઇન વિસ્તારમાં લાખો વિદેશી પક્ષીઓએ ધામાં નાખ્યા છે. રણકાંઠા વિસ્તારમાં પક્ષીઓની સંખ્યા પાંચ આંકડા પાર કરી એક લાખને પણ આંબી જવા પામી છે.
નામશેષ થવાના આરે પહોંચેલા અને કુદરતના સફાઇ કામદાર તરીકે ઓળખાતા ગીધની સંખ્યા ગુજરાતમાં નોંધપાત્ર રીતે ઘટી છે, જ્યારે રણકાંઠામાં ગીધની સખ્યાં ૪થી વધીને ૮૮એ પહોંચ્યાં બાદ હાલમાં ૪૮એ પહોંચી છે. રણમાં દર વર્ષે લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ શીયાળો ગાળવા આવે છે. ગત વર્ષે છેક લદ્દાખથી આવેલા ૫૦૦થી વધુ બાજપક્ષીઓએ રણમાં ધામાં નાખતા પક્ષીપ્રેમીઓ ઝૂમી ઊઠ્યા હતા.
રાજધાની દિલ્હીને પ્રદૂષણ મુક્ત બનાવવાના પ્રયત્નોના ભાગરૂપે સાંસદ ગૌતમ ગંભીરે લાજપત નગર વિસ્તારમાં પ્રથમ સ્મોગ ટાવરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ટાવરે ૭૫૦ મીટરની ત્રિજ્યામાં હવાને સાફ કરવાનું શરૂ કરી દીધું છે. આ ટાવર લાજપત નગર ટ્રેડર્સ એસોસિયેશન અને ગૌતમ ગંભીર ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયત્નો દ્વારા બનાવવામાં આવ્યો છે.
ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે, ‘વાયુ પ્રદૂષણનો અંત લાવવો એ મારી પ્રાથમિક્તા છે. હું માત્ર વાત કરવામાં નથી માનતો. ૭૦ કરોડ રૂપિયાના ખર્ચે હાઇ ટૅક મશીનો ખરીદી પૂર્વ દિલ્હીમાં પ્રદૂષણ સામે ઝુંબેશ ચલાવી છે. સ્મોગ ટાવર્સ એ શ્રેષ્ઠ ટૅક્નિક છે. તેમાં એક્ઝઓસ્ટ ફેન એક બાજુએથી પ્રદૂષિત હવા ખેંચે છે અને તેને બદલીને બીજી તરફથી શુદ્ધ હવા છોડે છે. દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક સ્તરે છે અને આવા વધુ સ્મોગ ટાવરની દિલ્હીને જરૂર છે.
મળતી માહિતી મુજબ લાજપત નગર માર્કેટ એસોસિયેશન દર મહિને ૩૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ કરશે. સ્મોગ ટાવર એ હવાના શુદ્ધિકરણની ફ્રેન્ચ ટૅક્નિક છે. તેની ઊંચાઇ ૨૦ ફૂટ છે. તે દરરોજ ૫૦૦થી ૭૫૦ મીટર ક્ષેત્રમાં અઢી લાખથી છ લાખ ઘનમીટર હવાને સાફ કરશે. આ ટાવર બે કલાકમાં હવાને સાફ કરી ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ) ૫૦ની ઉપર જવા દેશે નહીં. આને કારણે લાજપત નગર માર્કેટ વિસ્તારની હવા સારી રહેશે અને લોકોને વાયુ પ્રદૂષણ સંબંધી રોગોથી મુક્તિ મળશે.
મહાત્મા ગાંધીજીની પ્રતિમા અમરેલીના હરિકૃષ્ણા તળાવ પાસે સ્થાપિત કરવામાં આવી હતી. પોલીસ મુજબ રાષ્ટ્રપિતાની પ્રતિમાને શુક્રવાર મોડી રાત્રે કેટલાક અસામાજીક તત્વો દ્વારા પૂર્ણ રીતે ખંડિત કરવામાં આવી હતી.
એક અધિકારી મુજબ આ પ્રતિમા 2018માં હરિકૃષ્ણા તળાવ પાસે એક બગીચામાં સ્થાપિત કરવામાં આવી હતી, જેને સુરતના એક હીરા વેપારી ઢોળકિયા એન્ડ ઢોળકિયા ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને આ પ્રતિમાનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.
અધિકારીના જણાવ્યા મુજબ પોલીસ આ કૃત્ય કરનારા અસામાજીક તત્વોની શોધ કરી રહી છે. તેમની વિરુદ્ધ હાલમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
એક પોલીસ અધિકારી મુજબ હરિકૃષ્ણા તળાવના વિકાસ કાર્યથી રોષે ભરાયેલા લોકોએ આ કૃત્ય કર્યું હશે.
રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજના જે કર્મચારીઓને વસતિ ગણતરી કમિશનર અને રજિસ્ટ્રાર જનરલ ઓફ સિટિઝન રજિસ્ટ્રેશનને વસતિ ગણતરી અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર)ની પ્રક્રિયામાં મદદ કરવાની જવાબદારી સોંપાશે, તેઓ સેન્સસ ઓફ ઈન્ડિયા એકટ, 1948 અને સિટિઝનશિપ રુલ્સ, 2003થી બંધાયેલા રહેશે. ભારતીય જનગણના અધિનિયમની કલમ 11 મુજબ જનગણના પ્રક્રિયામાં સામેલ થવા ઈનકાર કરનાર સરકારી કે અન્ય કર્મચારીઓને ત્રણ વર્ષની જેલસજા કે દંડ અથવા જેલ સાથે દંડ ભરપાઈ કરવાની જોગવાઈ હોવાનું સરકારી સૂત્રો જણાવે છે.
એક અધિકારીએ જણાવ્યુ હતું કે ઉકત બેઉ કાનૂન હેઠળ ચિહ્નિત કરાયેલા સરકારી કર્મચારી જનગણના અને એનપીઆર માટે આંકડા એકત્ર કરવાની નિર્ધારિત જવાબદારી વહન કરવાને બાધ્ય છે. આ બાધ્યતા એનપીઆર આંકડા એકત્ર કરતી વખતે મકાનોની સૂચિ તૈયાર કરવાની જવાબદારી નિભાવનારા કર્મચારીઓ અને જનગણના અધિકારીઓ બેઉ માટે છે. ભારતીય જનગણના અધિનિયમ મુજબ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકોને પોતાના વિસ્તારની જનગણના માટે અધિકારીઓની નિયુકિત કરવી અનિવાર્ય છે. તેમાં પ્રમુખ જનગણના અધિકારી (ડીએમ) જિલ્લા અને ઉપજિલ્લા જનગણના અધિકારી, પર્યવેક્ષક અને પ્રગણક (ન્યુમરેટર) સામેલ છે. એનપીઆર ડયુટીનો ઈનકાર કરનારાને ય સિટીઝનશિપ રુલના નિયમ 17 હેઠળ રૂ.1 હજાર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આવા સ્ટાફ પર અનુશાસનિક કારવાઈ પણ થઈ શકે છે. 2021 જનગણના માટે આ વર્ષના એપ્રિલની સપ્ટેમ્બર વચ્ચે મકાનોની ગણતરી કરાશે. સાથોસાથ એનપીઆરનું કામ પણ નિપટાવી લેવાશે. આ દરમિયાન પ.બંગાળમાં સમસ્યા સર્જાવા સંભવ છે, કારણ કે રાજ્ય સરકારે એનપીઆર પ્રક્રિયા રોકી દીધી છે.
01/01/2020ના દિવસે જન્મેલા વિશ્વના 17 ટકા નવજાત બાળકો ભારતીય
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
યુનિસેફ સંસ્થાએ બુધવાર તા.1લી જાન્યુઆરી 2020ની રાત્રે જારી કરેલી પ્રોજેક્ટેડ ઇન્ફર્મેશનમાં એક માહિતી એવી પણ છે કે 2020 કેલેન્ડર વર્ષના પહેલા દિવસે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ 67,385 બાળકોએ ભારતમાં જન્મ લીધો છે. 2020ના પહેલા દિવસે બાળ જન્મની આ સંખ્યા સૌથી વધુ વસતિ ધરાવતા ચીન કરતા પણ વધુ છે.
તા.1લી જાન્યુઆરી 2020ના રોજ ભારતમાં 67,385 બાળકોના જન્મની સંખ્યામાં બીજા નંબરે ચીનમાં કુલ 46,299 એ પછી નાઇજીરીયામાં 26,039, ચોથા નંબરે પાકીસ્તાન 16,787, પાંચમાં નંબરે ઇન્ડોનેશીયા 13,020 અને છઠ્ઠા નંબરે અમેરીકામાં 10,452 બાળકોએ તા.1લી જાન્યુઆરી 2020ના રોજ જન્મ લીધો હોવાની ગણતરી છે.
યુનિસેફની પ્રોજેક્ટેડ ઇન્ફર્મેશનમાં એમ પણ જણાવાયું છે કે સમગ્ર વિશ્વમાં તા.1લી જાન્યુઆરીએ જન્મ લેનારા બાળકોની સંખ્યા 3,92,078 છે. આ સંખ્યામાં 17 ટકા ફાળો એકલા ભારત દેશનો છે.
એવી પણ રસપ્રદ માહિતી છે કે તા.1લી જાન્યુઆરી 2020ના દિવસે સમગ્ર વિશ્વમાં સૌથી પહેલા જન્મ લેનાર બાળક ફિજી દેશનું છે અને એવી જ રીતે 1લી જાન્યુઆરી 2020ના દિવસે સૌથી છેલ્લું બાળક અમેરીકામાં જનમ્યું હતું.
યુનિસેફ એવી સંસ્થા છે જે દર નવા વર્ષના દિવસે નવજાત બાળકોના જન્મ તેમજ તેના વિકાસ માટે કાર્ય કરે છે. તેની માહિતીઓ એકત્રીત કરીને તેની જાળવણીના કામમાં વ્યસ્ત સંસ્થા છે.
કેટલાક નિષ્ણાંતો એ આ મુદ્દા પર એમ પણ જણાવ્યું કે વિશ્વના અનેક દેશોમાં અનેક યુગલોએ પોતાના બાળકની જન્મતારીખ 01-01-2020 રાખવા માટે સીઝેરીયન ઓપરેશન્સ કરાવીને બાળકને જન્મ અપાવ્યો છે. આ બાબત હવે સામાન્ય થઇ ગઇ છે કે બાળકની જન્મ તારીખ કોઇક યાદગાર કે આકર્ષક આંકડા ધરાવતા દિવસે થાય એ માટે યુગલો સીઝેરીયનથી જન્મ આપવાની પદ્ધતિ અપનાવી રહ્યા છે.
ફેબ્રિક પર વેલ્યુ એડિશન હવે સાઇડ બિઝનેસ રહ્યો નથી : SGCCI & SEA આયોજિત એક્ષ્પો SITME
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના સંયુકત ઉપક્રમે તા. ૩/૧/ર૦ર૦ થી પ/૧/ર૦ર૦ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સુરત ઇન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એન્ડ મશીનરી એક્ષ્પો – સીટમે ર૦ર૦’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. આ પ્રદર્શનમાં ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝને લગતી એમ્બ્રોઇડરી, ડિજીટલ પ્રિન્ટીંગ/ઇન્ક, નોન વુવન, સકર્યુલર નિટીંગ, સુઇન્ગ, લેસર, સ્પેરપાર્ટ્સ અને થ્રેડ્સ/જરી મશીનરી તથા એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવશે.
ચેમ્બર પ્રમુખ શ્રી કેતન દેસાઇએ જણાવ્યુ હતુ કે, સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત, ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીના એમએસએમઇ હબ તરીકે ઓળખાય છે ત્યારે સુરતને ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગનું હબ બનાવવાની દિશામાં પણ ચેમ્બર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહયો છે. થોડા દિવસો પહેલાં જ ચેમ્બરના પ્રતિનિધિ મંડળે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને સુરતને ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગનું હબ બનાવવા માટે વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા વડાપ્રધાનશ્રીને વિનંતિ કરવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ‘સીટમે’ના આયોજનમાં ચેમ્બરની સાથે સુરત એમ્બ્રોઇડરી એસોસિએશન પણ જોડાયુ છે. પ્રદર્શનના આયોજનમાં ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગની સાથે સંકળાયેલા લોકોએ જે ઉત્સાહ દાખવ્યો છે તે પ્રસંશનીય છે. આવનારા વર્ષોમાં આ ઉત્સાહ ઉત્તરોત્તર વધતો રહે તે જરૂરી છે કારણ કે તેનાથી સુરતની અર્થ વ્યવસ્થા વધુ મજબૂત બની શકશે. આ પ્રદર્શન માટે ચેમ્બર અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી છે.
Picture of the Press Conference held at SGCCI on 1 January for SITME 2020
પ્રમુખશ્રીએ વધુમાં કહયુ હતુ કે, સીટમે પ્રદર્શનનો ઉદ્ઘાટન સમારોહ શુક્રવારે તા. ૩/૧/ર૦ર૦ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યોજાશે.
સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના પ્રમુખ શ્રી સંદીપ દુગ્ગલે જણાવ્યુ હતુ કે, ઈન્ડસ્ટ્રીના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે રાજય તેમજ કેન્દ્ર સરકારમાં વિવિધ સ્તરે અસરકારક રજૂઆતો કરતી ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે પ્રયાસ કરી રહી છે. આથી ચેમ્બરની સાથે મળીને આ એકઝીબીશન યોજવાનું નકકી કરવામાં આવ્યુ હતુ. સુરતમાં પ્રથમ વખત આટલા મોટાપાયે ટેક્ષ્ટાઇલ મશીનરી એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ટેક્ષ્ટાઇલની અત્યાધુનિક મશીનરીઓને પ્રદર્શિત કરવામાં આવશે. મોટાભાગે ચાઇના અને કોરીયન કંપની દ્વારા બનાવવામાં આવેલી મશીનરી આ પ્રદર્શનમાં જોવા મળશે.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, આ એકઝીબીશનથી સુરતમાં ટેક્ષ્ટાઇલ મશીનરીઓના જુના ડીલરોને બુસ્ટઅપ તો મળશે જ પણ નવા ડીલરોને પણ પ્લેટફોર્મ મળી રહેશે. ડિજીટલ પ્રિન્ટીંગમાં અત્યાધુનિક મશીનરીઓ થકી વેલ્યુ એડીશન કરી વેપારીઓ કાપડમાં સારુ માર્જીન મેળવી શકશે. માત્ર મેન્યુફેકચરર્સ જ નહીં પણ ટ્રેડર્સને પણ તેનો લાભ થશે. આ એકઝીબીશનથી ટેક્ષ્ટાઇલ મશીનરી ઉદ્યોગને નવી દિશા મળી રહેશે.
ચેમ્બરના એકઝીબીશન સેલ હેડ શ્રી દેવેશ પટેલે એકઝીબીશન વિશે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, સરસાણા ખાતે ૧ લાખ રપ હજાર સ્કવેર ફૂટ એરીયામાં આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સુરત અને અમદાવાદના ૬૦ જેટલા એકઝીબીટર્સે ભાગ લીધો છે. દેશની ૩ર જેટલી મોટી બ્રાન્ડ દ્વારા આ એકઝીબીશનમાં પોતાનો સ્ટોલ મુકવામાં આવ્યો છે. પ્રદર્શનને સફળ બનાવવા માટે સોશિયલ મિડીયાનો ભરપુર ઉપયોગ કર્યો છે. વોટ્સઅપના માધ્યમ દ્વારા છેલ્લા ચાર મહિનાથી ખૂબ એગ્રેસિવ માર્કેટીંગ કરવામાં આવ્યુ હતુ. જેના પરીણામે ભારતભરમાંથી મોટી સંખ્યામાં બાયર્સ આ પ્રદર્શનની મુલાકાત લેશે.
આ એકઝીબીશન શુક્રવાર તા. ૩ જાન્યુઆરીથી સોમવાર તા. પ જાન્યુઆરી ર૦ર૦ દરમિયાન સવારે ૧૧:૦૦ થી સાંજે ૭:૦૦ કલાક સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.
ગુજરાતના પંચમહાલ, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, બોટાદ અને મોરબી ખાતે નવી મેડિકલ કૉલેજો સ્થાપવા માટે કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યુ હતું કે, કેન્દ્ર સરકારે રાજ્યોમાં સરકારી મેડિકલ કૉલેજોની એમબીબીએસની સીટોમાં વધારો કરવા અંગેની યોજના અમલમાં મૂકી છે ત્યારે રાજ્યમાં નિર્માણ થનારી આ કોલેજોમાં કોલેજ દીઠ રૂ.૩૨૫ કરોડ ખર્ચ થશે જેમાં ભારત સરકારના ૬૦ ટકા લેખે રૂ.૧૯૫ કરોડ તથા રાજ્ય સરકારના ૪૦ ટકા લેખે રૂ.૧૩૦ કરોડ મળી કુલ-૫ કોલેજો રૂ.૧૬૨૫ કરોડના ખર્ચે ગુજરાતમાં સ્થપાશે. આ પ કોલેજો માટે રાજય સરકાર વિનામૂલ્યે જમીન ફાળવશે. જેમાં હયાત હૉસ્પિટલોનું અપગ્રેડેશન કરીને ખૂટતા સાધનો તથા મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના ધારાધોરણ મુજબની સગવડો ઉપલબ્ધ કરાવીને પ્રથમ તબક્કે ૩૦૦ બેડની સુવિધાવાળી હૉસ્પિટલોનું પણ નિર્માણ થશે. આ ૫ાંચ કોલેજોમાં પ્રથમ વર્ષે ૧૦૦ બેઠકો પર પ્રવેશ અપાશે. આમ કુલ ૫ાંચ કોલેજોમાં ૫૦૦ વિદ્યાર્થીઓને મેડિકલમાં અભ્યાસ માટેની તક મળશે.
હાલ રાજ્યનાં ૩૩ જિલ્લાઓ પૈકી ૨૮ જિલ્લાઓમાં કુલ-૩૭ મેડિકલ કોલેજો કાર્યરત થશે. રાજ્યમાં આ ૫૦૦ બેઠકોનો વધારો થતાં હવે અંદાજિત ૬૩૦ થી વધુ બેઠકો તબીબી શિક્ષણ માટે ઉપલબ્ધ થશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.