CIA ALERT

Slider Archives - Page 224 of 492 - CIA Live

July 9, 2020
adm_guide-1280x874.jpg
2min14900

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 મેથ્સ ગ્રુપ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓના ગુજરાતમાં આવેલી એન્જિનિયરિંગ, ટેક્નોલોજી, ફાર્મસીની કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટેના ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થયા છે. આ વખતે કોવીડ-19ની સ્થિતિને કારણે હજુ ગુજકેટની પરીક્ષા લઇ શકાઇ નથી, આમ છતાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા જણાવાયું છે કે તમામ પ્રક્રિયા ઓનલાઇન છે. વિદ્યાર્થીઓએ કોઇપણ પ્રકારે કોઇ કચેરીમાં જવાનું નથી. ડોક્યુમેન્ટસની ખરાઇ કરવા પણ જવાનું નથી. જે વિદ્યાર્થીઓ પાસે ઇન્ટરનેટની સુવિધા ન હોય અગર જે વાલીઓ વિદ્યાર્થીઓને પ્રવેશ ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય તેવા વિદ્યાર્થીઓ માટે એ.સી.પી.સી. દ્વારા સાઇબર સેન્ટર સ્પેશ નિર્ધારિત કરવામાં આવ્યા છે.

વિદ્યાર્થીઓ ખાનગી સાઇબર કાફેમાં જઇને લૂટાતા નહીં, નીચે જણાવેલી કોલેજોના સાઇબર સેન્ટર પર બિલકુલ મફતમાં કામગીરી કરી આપવામાં આવે છે.

દક્ષિણ ગુજરાતની કોલેજોના આ સાઇબર સેન્ટર પરથી મફતમાં રજિસ્ટ્રેશન થઇ શકે છે

પ્રવેશ પ્રક્રિયાની સઘળી સૂચના બે-ત્રણ વાર વાંચી જાવ એટલે મોટા ભાગના પ્રશ્નો હલ થઇ જશે

Also Read on this WEB

July 9, 2020
covid_cia.jpg
1min5770

ભારતમાં રોજેરોજ નવા વિક્રમો સર કરી રહ્યા છે. તા.8મી જુલાઇના એક જ દિવસના સમયમાં કોરોનાના નવા 25હજારથી વધુ કેસો ભારતમાં પહેલીવાર નોંધાયા છે. તા.8મી જુલાઇના 24 કલાક દરમિયાન ભારતના કુલ નવા કેસની સંખ્યા 25,230 નોંધાઇ છે. આ જ દિવસે વધુ 400 કોરોના દર્દીઓના મોત સાથે કોરોનાના કારણે મોતને ભેટેલા લોકોની સંખ્યા 21,000ને પાર થઈ હતી.

વિતેલા સપ્તાહમાં કોરોનાએ લગભગ દરરોજ નવા કેસનો રેકોર્ડ બનાવીને ભારતને પરેશાન કરી મૂક્યું છે. પાછલા કેટલાક દિવસથી દેશમાં કોરોના વાયરસના કેસની તપાસ માટે કરાતા ટેસ્ટની સંખ્યામાં પણ વધારો કરાયો છે. રવિવારે 1.8 લાખના, સોમવારે 2.41 લાખના અને મંગળવારે 2.62 લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

પાછલા 24 કલાકની અંદર 493 લોકોના કોરોના વાયરસથી મોત નોંધાયા છે. 4 જુલાઈના દિવસે 608 લોકોના મોત નોંધાયા બાદ બીજા નંબરે સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. આ સાથે ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુ 21,122 થઈ ગયા છે.

ભારતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 7,68,322 પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે, 2 દિવસ અગાઉ જ આંકડો 7 લાખ પર પહોંચ્યો હતો. જ્યારે 4,75,849 લોકો સ્વસ્થ થઈ ગયા છે અને તેમની ટકાવારી 62% છે.

મંગળવારે 5,134 કેસ સાથે મહારાષ્ટ્રમાં થઈ રહેલા ઉછાળામાં ઘટાડો આવ્યા બાદ બુધવારે 6,603 કેસ પોઝિટિવ આવ્યા. આ સાથે કુલ કેસનો આંકડો 2,23,724 થયો છે, અને 198ના મોત નોંધાયા છે. કુલ મૃત્યુઆંક 9,448 પર પહોંચ્યો છે. જ્યારે મુંબઈમાં 12મી મેના રોજ મુંબઈમાં 785 કેસ નોંધાયા હતા તે પછી બીજા નંબરે સૌથી ઓછા કેસ બુધવારે 1,347 નોંધાયા છે.

તામિલનાડુમાં બીજા નંબરે સૌથી વધુ 3,756 કેસ નોંધાયા છે. જ્યારે 64ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,700 થયો છે. ચેન્નાઈમાં સતત 5માં દિવસે 2,000 કરતા ઓછા કેસ નોંધાયા છે, બુધવારે 1,261 લોકો પોઝિટિવ આવ્યા.

July 9, 2020
corona-gujarat.jpg
1min6200

ગુજરાતમાં સતત પાંચમા દિવસે કોરોના પોઝિટિવ કેસનો વિક્રમ ૭૮૩ કેસનો રચાયો છે. એમાંય સુરતના કુલ ૧૭૩ કેસની નવી સપાટી રચી છે એમાં મહાનગરના જ ૨૧૫ કેસ છે જ્યારે વિવિધ તાલુકાના મળી નવા ૫૮ કેસ આવ્યા છે એ પણ એક વિક્રમ છે. બીજી તરફ અમદાવાદ મહાનગરમાં ઓચિંતા ઘટતાં કેસનો સીલસીલો યથાવત રહેતાં ૨૦ એપ્રિલ પછી પહેલી વખત ૧૪૯ કેસ નોંધાયા છે એ જ રીતે જિલ્લાનો આંક બીજા દિવસે પણ સીંગલ ડીજીટ થઇ ગયો છે. સૌથી યોગાનુયોગ એ છે કે સુરત અને અમદાવાદમાં મૃત્યુ આંક ૫-૫ દર્દીનો નોંધાયો છે એની સાથે રાજકોટમાં ૩ દર્દી, જામનગર, મોરબી અને અમરેલીમાં ૧-૧ દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે.

વડોદરામાં હવે લગભગ સમગ્ર શહેરમાં સંક્રમણ પ્રસરી રહ્યું હોવાથી અહીં પણ અમદાવાદની જેમ ધનવંતરી રથનો પ્રયોગ સાથે ઘરે ઘરે જઇ રેપિડ ટેસ્ટ, હેલ્થ ચેકઅપની કામગીરી શરૂ કરવામાં આવી છે. વડોદરા મહાનગરમાં નવા ૫૫ કેસ મળ્યા છે જ્યારે ગ્રામ્યમાં ૧૨ નવા કેસ આવ્યા છે. સૌરાષ્ટ્રમાં સંક્રમણ હવે મોટા પાયે પ્રસરી રહ્યું છે. રાજકોટ શહેરમાંથી ૨૬ નવા કેસ અને ૩ દર્દીના મોત નોંધાય છે. ધોરાજી સહિતના અન્ય તાલુકાઓમાં ૧૩ નવા કેસ ઉમેરાયા છે. આ જ રીતે ભાવનગરમાં ૧૨ કેસ, ગ્રામ્યના ૭ મળી ૧૯ કેસ નવા ઉમેરાયા છે.

ગાંધીનગર શહેરમાંથી નવા આઠ દર્દી અને તાલુકાઓમાંથી ૧૧ કેસ નવા મળ્યા છે. જામનગરમાં સંક્રમિત વિસ્તારોમાંથી નવા ૮ કેસ, ગ્રામ્યમાંથી એક કેસ અને એક સારવાર હેઠળના દર્દીનું મૃત્યુ ઉમેરાયું છે. જૂનાગઢ મહાનગરામં નવા ૭ કેસ અને તાલુકાઓમાંથી ચાર કેસ મળ્યા છે.

જિલ્લાઓમાં ફરીથી વલસાડ જિલ્લામાં ૨૭ કેસ નવા નોંધાયા છે. દાહોદમાં ૧૮, ભરૂચ અને સુરેન્દ્રનગરમાં ૧૬-૧૬ કેસ ઉમેરાયા છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને બનાસકાંઠામાં ૧૫-૧૫ કેસ, સાબરકાંઠા ૮, પાટણ, ૪, અરવલ્લી ૨ કેસ નોંધાયા છે.

July 9, 2020
vikas_Dubey.jpg
1min12790

મધ્ય પ્રદેશ પોલીસની ટીમે કાનપુરના 8 પોલીસમેનોની હત્યાકાંડના મુખ્ય આરોપી વિકાસ દુબેની ઉજ્જૈન મહાકાલી મંદિરમાંથી 8મી જુલાઇની મધરાતે ધરપકડ કરી લીધી છે. વિકાસ દુબે પર 8 પોલીસકર્મીઓનો હત્યાનો આરોપ છે. પોલીસે તેના પાંચ સાથીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે જ્યારે અન્ય કેટલાકની ધરપકડ કરી છે. 

અગાઉ વિકાસ દુબેના બે સાથી પ્રભાત મિશ્રા અને બદઆ દુબેને પોલીસે ઠાર માર્યા હતો. પોલીસે જણાવ્યું છે કે, કાનપુર ટીમ ફરીદાબાદમાંથી વિકાસ પ્રભાત મિશ્રાની ધરપકડ કરી હતી. કાનપુરત લાવતી વખતે તેણે પોલીસની પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો તે દરમિયાન તેણે પોલીસ પર ફાયરિંગ પણ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં પ્રભાને ગોળી વાગી ગઈ હતી, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યાંજ વિકાસન દુબેનો બીજો સાથી બદઆ દુબેને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. આ જાણકારી ઈટાવા એસએસપી આકાશ તોમરે આપી છે. 

July 9, 2020
AIIMS-1280x768.jpg
1min6310

કોરોના રોગચાળા દરમિયાન રાજ્યની હૉસ્પિટલના આઇસીયુના દર્દીની સારવાર કરતા ડૉક્ટરોને એઇમ્સના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો માર્ગદર્શન આપશે, એવી કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

બુધવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ અંગેનું પહેલું સત્ર લેવામાં આવ્યું હતું, જેમાં ૧૦૦૦ બેડ ધરાવતી મુંબઇની નવ અને ગોવાની એક એમ દસ હૉસ્પિટલના ડૉક્ટરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મુંબઇની હૉસ્પિટલમાં નેસ્કો ખાતેની જંબો ફેસિલિટી, સિડકો-મુલુંડની જંબો ફેસિલિટી, મલાડ ઇન્ફિનિટી મૉલ જંબો ફેસિલિટી, જીઓ ક્ધવેન્શન સેન્ટર જંબો ફેસિલિટી, એચઇ નાયર હૉસ્પિટલ, એમસીજીએમ સેવન હિલ્સ હૉસ્પિટલ, એમએમઆરડીએ બીકેસી જંબો ફેસિલિટી,એચઇ-ફેઝ ૧, મુંબઇ મેટ્રો દહિસર જંબો ફેસિલિટીનો સમાવેશ થાય છે. ગોવાની ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલ પણ આમાં સામેલ હતી.

ઉપરની દરેક હૉસ્પિટલના આઇસીયુમાં સેવા આપતા બે ડૉક્ટરે રાજ્યની હેલ્થ સેવાના ડિરેક્ટર જનરલ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી એઇમ્સના ડૉક્ટરો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.

એઇમ્સ દ્વારા કુલ ૧૭ રાજ્યના ડૉક્ટરોને માર્ગદર્શન આપવામાં આવશે, જેમાં દિલ્હી, ગુજરાત, તેલંગણા, કેરળ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, બિહાર, પ. બંગાળ, તમિળનાડુ, હરિયાણા, ઓડિશા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ, ઝારખંડ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.

July 8, 2020
CIA_devas_topper_girl.jpg
2min11560

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

રાજ્યમાં બોર્ડમાં ટોપર આવતા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારે સન્માનિત, બહુમાનિત કરીને તેમનો જુસ્સો વધારવામાં આવે છે. પરંતુ, મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં ધો.10માં ટોપર આવેલી વિદ્યાર્થિનીનો જુસ્સો એવી રીતે વધારવામાં આવ્યો કે થોડી ક્ષણો તો વિદ્યાર્થિનીને એવું લાગ્યું કે તેણે જોયેલું સપનું પૂરું થઇ ચૂક્યું છે.

એમ.પી.ના દેવાસ જિલ્લાના કલેક્ટરે સમગ્ર મધ્યપ્રદેશ રાજ્યમાં ત્રીજા ક્રમે અને દેવાસમાં પહેલા ક્રમે ધો.10માં પાસ થયેલી વિદ્યાર્થિનીને પોતાની ખુરશીમાં બેસાડીને તેને સિવિલ સર્વિસીઝની પરીક્ષામાં પાસ થઇને ફરી અહીં બેસવાનો જુસ્સો અપાવ્યો હતો. આ ખુશનસીબ વિદ્યાર્થિનીનું નામ યુક્તા ચૌધરી છે અને તે દેવાસમાં રહે છે. તેનું સપનું છે કે તેણે સિવિલ સર્વિસીઝની પરીક્ષા પાસ કરીને આઇ.એ.એસ. બનવું છે.

મધ્યપ્રદેશના દેવાસના કલેક્ટર ચંદ્રમૌલી શુક્લની આ પ્રકારે જુસ્સો વધારવાની રીત સોશ્યલ મિડીયામાં હાલ ખુબ વાઇરલ થઇ છે.

Yukta Choudhary of Dewas, who secured third position in MP board by obtaining 299/300 marks, had hardly imagined to realize her dream of ‘becoming collector’ in reality, even for a while, even before clearing one of the toughest UPSC exams.

યુક્તા ચૌધરી નામની મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાની ધો.10ની ટોપર વિદ્યાર્થિનીને દેવાસ કલેક્ટરે પોતાની ખુરશી ખાલી કરી તેના પર બેસાડી જુસ્સો વધાર્યો

દેવાસના કલેક્ટર ચંદ્રમૌલી શુક્લાએ કહ્યું ધો.10માં મારા તો ફક્ત 70 ટકા જ આવ્યા હતા

દેવાસ અને મધ્યપ્રદેશ બોર્ડમાં ધો.10માં ઝળહળતું પરીણામ લાવનારી યુક્તા ચૌધરી નામની વિદ્યાર્થિનીને પોતાની દેવાસ કલેક્ટરની ખુરશીમાં બેસાડીને દેવાસ કલેક્ટર ચંદ્રમૌલી શુક્લાએ કહ્યું કે મારા તો ધો.10માં ફક્ત 70 ટકા માર્કસ આવ્યા હતા. આમ છતાં, હું કલેક્ટર બની શક્યો છું. યુક્તા, તમે તમારું આઇ.એ.એસ.નું ડ્રીમ સરળતાથી પૂર્ણ કરી શકશો જો તમે તમારા લક્ષ્યાંક પ્રત્યે સજાગ, સચેત અને સંનિષ્ઠ રહેશો તો.

In Hindi

देवास कलेक्टर चंद्रमाैली शुक्ला ने 10वीं में जिले से सबसे ज्यादा अंक लाने वाली उत्कृष्ट स्कूल की छात्रा युक्ता चाैधरी काे अपनी कुर्सी पर बैठा दिया। हुआ यूं कि प्रदेश और जिले की मैरिट में अने वाले विद्यार्थियाें काे सम्मान के लिए कलेक्टर ने साेमवार सुबह कलेक्टाेरेट बुलाया था। 

कलेक्टर ने जिले से सबसे ज्यादा अंक लाकर प्रदेश की मैरिट लिस्ट में तीसरे स्थान पर अाई युक्ता से पूछा-आप क्या बनना चाहती हाे। युक्ता ने कहा- आईएएस ऑफिसर। कलेक्टर ने कहा- ताे बैठाे मेरी कुर्सी पर। वे उठे और युक्ता काे अपने कुर्सी पर बैठाया। कलेक्टर ने अन्य सभी टाॅपराें का भी सम्मान किया। उत्कृष्ट प्राचार्य चंद्रावती जाधव, पूर्णिमा बिंदल, सैयद माेकीत अली, मिर्जा मुसाहिद बैग, नीरज कानूनगाे काे अच्छा रिजल्ट घाेषित हाेने पर बधाई दी। प्राचार्य जाधव ने बताया- स्कूल के बच्चाें ने इस बार गजब ही कर दिया है। पहली बार ऐसा माैका आया है कि स्कूल के 6 बच्चे टाॅप 10 में और 6 ही बच्चे जिले की टाॅप 10 में अपना स्थान बनाने में कामयाब हाे सके।

Read also on this web

July 8, 2020
corona-gujarat.jpg
1min5420

સમગ્ર ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. જે પૈકી અમદાવાદ અને સુરતમાં સતત કોરોના વાયરસના નવા કેસ નોંધાઈ રહ્યા છે. હવે દરરોજ અમદાવાદ કરતા સુરતમાં કોરોના વાયરસના વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. સુરતમાં તા.7મી જુલાઇના દિવસના 24 કલાકમાં કોરોના વાયરસના નવા 249 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના 76 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 187 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના 124 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 7 દર્દીઓના જ્યારે સુરતમાં 6 દર્દીઓના મોત થયા છે.

અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 22,262 કેસ નોંધાયા છે જે પૈકી કુલ 17,089 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 1498 દર્દીઓના મોત થયા છે. જ્યારે સુરતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 6458 કેસ નોંધાયા છે જે પૈકી કુલ 4185 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. સુરતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 194 દર્દીઓના મોત થયા છે.

સમગ્ર દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી જ રહી છે. ગુજરાતમાં સતત ચોથા દિવસે 700 પાર કેસ નોંધાયા છે. ગુજરાતમાં 24 કલાકમાં વધુ નવા 778 કેસ નોંધાતા હવે કુલ આંકડો પણ 37,636 પર પહોંચ્યો છે. નવા કેસમાં અમદાવાદમાં 187, સુરતમાં 249 જ્યારે વડોદરામાં વધુ 68 કેસનો પણ સમાવેશ થાય છે. જ્યારે 24 કલાકમાં વધુ 421 દર્દીઓ સ્વસ્થ થતાં રાજ્યમાં કુલ સ્વસ્થ દર્દીઓનો આંકડો પણ 26744 થયો છે.

July 8, 2020
covid_cia.jpg
3min5130

India has one of the lowest COVID-19 cases per million in worldPTIIndia has one of the lowest COVID-19 cases per million in the world. Union Health Ministry said, according to World Health Organization Situation Report, India’s cases per million population is around 505 while the global average is at over one thousand 453.Chile has witnessed around 15,459 cases of COVID-19 per million population, while US over 8,500, Brazil over 7,419 and Spain witnessed over 5,358 cases per million population.

The WHO Situation Report also shows that India has one of the lowest deaths per million population. India’s cases of death per million population is around 14 while the global average is more than its four times, at 68.The Ministry said, India has ramped up the hospital infrastructure to adequately and effectively manage the cases. The preparedness included arrangement of oxygen support, ICU and ventilator facilities.

As on today (7 july) , there are over 1200 Dedicated COVID Hospitals, two thousand 611 Dedicated COVID Healthcare Centres and nine thousand 909 COVID Care Centres to look after COVID patients from those with very severe to very mild symptoms. Early detection and timely effective clinical management of COVID-19 cases have resulted in increasing daily recoveries.

During the last 24 hours, a total of 15,515 COVID-19 patients have been cured, taking the cumulative figure of recovered cases to more than 4,39,000. The Ministry said, due to coordinated efforts at all levels of the national and State governments for prevention, containment and management of COVID-19 are showing encouraging results with consistently increasing gap between recoveries and active cases.

As on date, there are over one lakh 80 thousand recovered cases more than the active COVID-19 cases.The recovery rate among COVID-19 patients has increased to 61.13 per cent yesterday. Presently, there are over 3, 59,000 active cases and all are under medical supervision.The Ministry said, more than two lakh tests being conducted per day. During the last 24 hours more than 3, 41,000 samples have been tested. With this, the nationwide samples tested for COVID-19 reached to over one crore two lakh

દેશમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસો વચ્ચે સ્વાસ્થ મંત્રાલયે મંગળવારે દાવો કર્યો છે કે, ભારતમાં દસ લાખની વસતી પર કોરોના સંક્રમણવા કેસ અને મૃત્યુનું પ્રમાણ દુનિયાના અન્ય દેશોની તુલનામાં ઓછુ છે. મંત્રાલયે 6 જૂલાઇએ વિશ્વ સ્વાસ્થ સંગઠનની એક રિપોર્ટને હવાલે જણાવ્યુ કે ભારતમાં પ્રતિ દસ લાખ વસતી પર કોરોના સંક્રમણના કેસનો આંકડો 505.37 છે જ્યારે વૈશ્વિક સરેરાશ 1453.25 છે. ચિલીમાં પ્રતિ દસ લાખની વસકી પરર 15,459.8 કેસ છે જ્યારે પેરુમાં આ પ્રમાણ 9070.8 છે.

વિશ્વ સ્વાસ્થ સંગઠનની રિપોર્ટ અનુસાર પ્રતિ દસ લાખની વસ્તી પર અમેરિકામાં 8,560.5 કેસ, બ્રાઝિલમાં 7,419.1, સ્પેનમાં 5,358.7, રશિયામાં 4,713.5, બ્રિટનમાં 4,204.4, ઇટાલીમાં 3,996.1 અને મેક્સિકોમાં 1,955.8 કેસ છે. આ સાથે પ્રતિ દસ લાખની વસતી પર ભારતમાં મૃત્યુના કેસ 14.27 છે જ્યારે વૈશ્વિક સરેરાશ કેસ 68.29 છે. રિપોર્ટ મુજબ બ્રિટનમાં પ્રતિ દસ લાખ વસતી પર 651.4 મોતના કેસ છે. જ્યારે સ્પેનમાં 607.1, ઇટાલીમાં 576.6, ફ્રાન્સમાં 456.7, અમેરિકામાં 391.0, પેરુમાં 315.8, બ્રાઝિલમાં 302.3 અને મેક્સિકોમાં 235.5 મોતના કેસ છે. 

બીજી તરફ દેશમાં કોરોના સંક્રમણના કેસો વધીને સાત લાખને પાર પહોંચી ગયા છે જ્યારે કુલ મૃત્યુઆંક પણ વધીને 20 હજારની ઉપર નીકળી ગયો છે. 

સ્વાસ્થ મંત્રાલયે કહ્યુ કે કોરોના સંક્રમણના કેસોને લઇને ભારતમાં સ્વાસ્થ પ્રણાલીમાં સતત સુધારો થઇ રહ્યો છે. 

July 8, 2020
england_vs_westindies.jpg
1min6100

લાંબી ઇંતેજારીનો છેવટે અંત આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું લગભગ ત્રણ મહિના બાદ આજે પુનરાગમન થઈ રહ્યું છે. કોવિડ-૧૯ની મહામારીને લીધે માર્ચથી ક્રિકેટ સદંતર રમાવાની બંધ થઈ ગઈ હતી, પરંતુ આજે સાઉધમ્પટન ખાતે ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ મૅચવાળી સિરીઝની પહેલી ટેસ્ટ શરૂ થઈ રહી છે. બીજી અને ત્રીજી ટેસ્ટ મૅન્ચેસ્ટરમાં ઑલ્ડ ટ્રેફર્ડમાં રમાશે.

યજમાન ઇંગ્લૅન્ડની ટીમનું સુકાન કાર્યવાહક સુકાની બેન સ્ટૉક્સ સંભાળશે, જ્યારે જેસન હોલ્ડર વેસ્ટ ઇન્ડિઝનો કૅપ્ટન છે. આ સિરીઝ પર સમગ્ર ક્રિકેટવિશ્ર્વની નજર રહેશે, કારણકે કોરોના વાઇરસના ફેલાવાને લીધે પ્લેયરો નવા નિયંત્રણો મુજબ રમશે, રમતી વખતે તેઓ બૉલ પર થૂંક નહીં લગાડી શકે, સ્ટેડિયમમાં પ્રેક્ષકો નહીં હોય અને ખેલાડીઓ વચ્ચે સેલિબ્રેશન પણ ખૂબ મર્યાદિત રહેશે. કોઈ પ્લેયરો એકમેક સાથે હાથ નહીં મિલાવે, ભેટશે પણ નહીં અને એકમેક સાથે મુઠ્ઠી અથવા કોણી ટકરાવીને ખુશી વ્યક્ત કરશે.

July 8, 2020
corona_testing.png
1min5630

કેન્દ્રના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધી ચાર લાખ કરતાં વધુ ટેસ્ટ થયાં છે જે વસતીના પ્રમાણમાં ખૂબ ઓછાં છે. દેશના મોટા રાજ્યોમાં પ્રતિ ૧૦ લાખની વસતીએ સરેરાશ સૌથી વધુ ટેસ્ટ થયાં છે પરંતુ ગુજરાતમાં ખૂબ ઓછા જોવા મળ્યાં છે. આ સરેરાશ પ્રમાણે દિલ્હીમાં ૧૦ લાખની વસતીએ ૩૨૮૬૩ ટેસ્ટ થયાં છે જ્યારે ગુજરાતમાં ૬૨૮૯ ટેસ્ટ થયાં છે.

ગુજરાતની વસતી ૬.૭૯ કરોડ છે જેની સામે ૧૦ લાખની વસતીએ માત્ર ૬૨૮૯ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ ૧.૯૮ કરોડની વસતી ધરાવતા દિલ્હીમાં કુલ ૬.૪૩ લાખ ટેસ્ટ થયાં છે. દિલ્હીમાં જુલાઇથી પ્રતિદિન ૨૦૦૦૦ જેટલા ટેસ્ટ થાય છે.

કેસ વધી રહ્યાં છતાં ટેસ્ટ નહીં ઘટાડનારા રાજ્યોમાં તામિલનાડુનો પણ સમાવેશ થાય છે. આ રાજ્યમાં ૧.૧૧ લાખ કેસ છે પરંતુ ૧૩.૦૬ લાખ લોકોના ટેસ્ટ થયાં છે. એટલે કે ૧૦ લાખની વસતીએ ૧૬૭૦૦ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે.

૧૦ લાખની વસતીએ મહારાષ્ટ્ર્ર ૮૯૦૦ સાથે નવમા ક્રમે છે. આ રીતે આસામમાં ૧૩૫૦૦, રાજસ્થાનમાં ૧૨૩૦૦ પંજાબમાં ૧૧૨૦૦, હરિયાણામાં ૧૦૭૦૦, કર્ણાટકમાં ૧૦૫૦૦ કેરળમાં ૭૨૦૦, ઓરિસ્સામાં ૬૫૦૦ છત્તીસગઢમાં ૬૪૦૦ અને ગુજરાતમાં ૬૨૯૮ ટેસ્ટ થયાં છે. જ્યારે પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, તેલંગાણા અને બિહારમાં ગુજરાત કરતાં ઓછા ટેસ્ટ થયાં છે .

ગુજરાતમાં કોરોના કેસનો વિસ્ફોટ થઈ રહ્યો છે તેમ છતાં રાજ્ય સરકાર કોરોનાને કાબૂમાં લેવા અન્ય રાજ્યોની જેમ ટેસ્ટ વધારવાને બદલે ઘટાડીને કેસની સંખ્યા ઓછી કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ ગુજરાતમાં કોરોના એટલો બધો ફેલાઈ ગયો છે કે, ઓછા ટેસ્ટમાં પણ કેસ તો વધતા જ જાય છે. દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં કોરોના ટેસ્ટમાં ગુજરાત છેક ૧૩મા સ્થાને છે. એટલે કે સૌથી ઓછા ટેસ્ટ ગુજરાતમાં થાય છે. ખાસ કરીને દિલ્હીની સાથે ગુજરાતના ટેસ્ટ જોવામાં આવે તો ૧૦ લાખની વસતીએ દિલ્હીમાં ૩૩૦૦૦ અને ગુજરાતમાં માત્ર ૬૩૦૦ ટેસ્ટ થયાં હોવાનો રિપોર્ટ રજૂ કર્યો છે.