CIA ALERT

Slider Archives - Page 188 of 491 - CIA Live

November 2, 2020
ril-1280x721.jpg
1min5250

Reliance Industries Ltd દ્વારા 30/10/2020 શુક્રવારે જાહેર કરવામાં આવેલા Q2ના પરિણામો બાદ આજે 2/11/2020 તેના શેરમાં લગભગ 7 ટકાનો જંગી કડાકો બોલાયો છે. આજે કંપનીનો શેર 2,27 રુપિયાના ભાવે ખૂલ્યો હતો, જે ઈન્ટ્રા ડે 1859 રુપિયાનો લો બનાવી આખરે 1876 રુપિયાના ભાવ પર બંધ આવ્યો હતો.

આ વર્ષે માર્ચ મહિનામાં શેરબજારમાં જોરદાર કડાકો બોલાયો ત્યારે રિલાયન્સના શેરે 867 રુપિયાનો 52 સપ્તાહનો લૉ બનાવ્યો હતો. જોકે, રિલાયન્સના ડિજિટલ અને રિટેલ બિઝનેસમાં ફેસબુક, ગુગલ સહિતના આંતરરાષ્ટ્રીય રોકાણકારોએ હિસ્સો ખરીદતા તેને જંગી આવક થઈ હતી.

પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે રિલાયન્સે જંગી ફંડ એકત્ર કરતા તેના શેરમાં પણ આગઝરતી તેજી જોવા મળી હતી, અને 867 રુપિયાનો લૉ બનાવનારો તેનો શેર ગણતરીના સમયમાં જ 2,369 રુપિયાની 52 વીકની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.

આમ, માત્ર છ-સાત મહિનાના ગાળામાં જ રિલાયન્સના શેરે રોકાણકારોને દોઢ ગણાથી પણ વધુ વળતર આપ્યું હતું. જોકે, તેના 2020-21ના Q2ના પરિમામ બાદ તેમાં અત્યારસુધીનું સૌથી તીવ્ર કરેક્શન જોવા મળ્યું છે.

એક જ દિવસમાં RILના શેરમાં બોલાયેલા જંગી કડાકાથી રોકાણકારોના એક લાખ કરોડ રુપિયા ધોવાયા છે. RILમાં તેના પ્રમોટર્સનો 50.49 ટકા ભાગ છે. આમ, મુકેશ અંબાણીની સંપત્તિમાં જ એક દિવસમાં 50,000 કરોડ રુપિયાનું ધોવાણ થયું છે.

CiA Live ન્યુઝ વ્હોટ્સએપ પર મેળવવા માટે અહીં ક્લીક કરો

https://chat.whatsapp.com/Khqw6CLkjZdAUbXA0do8mb

November 2, 2020
marriage.jpg
1min4880

ગુજરાતમાં જેમ જેમ કોરોનાના કેસો ઓછા થઇ રહ્યા છે તેમ તેમ સરકારે અનલોકની પ્રક્રિયાને વધુ મુક્ત બનાવવાનું શરૂ કર્યું છે. હવે ગુજરાતમાં મેરેજ સમારંભોમાં 200 મહેમાનોને આમંત્રિત કરવાની છૂટ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર, ગુજરાત સરકારે પણ લગ્નપ્રસંગમાં 200 લોકોને ભેગા થવાની છૂટ આપી છે.

સરકારે એવી પણ સ્પષ્ટતા કરી છે કે છૂટ ભલે 200 લોકોને એકત્ર થવાની આપી હોય, પરંતુ તેમાં માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે.

લગ્ન અને મરણ જેવા પ્રસંગોમાં જ સૌથી વધુ લોકો એકત્ર થતા હોય છે. જોકે, ભીડભાડમાં કોરોના વધુ ફેલાતો હોવાના કારણે સરકારે તેના પર આકરા નિયંત્રણો લાદ્યા હતા. બીજી તરફ, લોકડાઉન અને કોરોનાને કારણે અનેક લગ્નપ્રસંગો પણ રદ્દ થયા હતા.

સપ્ટેમ્બર મહિનાની સરખામણીમાં ઓક્ટોબરમાં ગુજરાતમાં કોરોનાના કેસોમાં ખાસ્સો ઘટાડો થયો છે. ગઈકાલે રાજ્યમાં 900થી ઓછા નવા કેસો નોંધાયા હતા. નવા કેસોમાં ઘટાડો થવાની સાથે રિકવરી રેટમાં વધારો થયો છે, અને મૃત્યુદરમાં પણ ઘટાડો નોંધાયો છે.

કોરોનાને કારણે આ વર્ષે ગુજરાતમાં નવરાત્રીમાં ગરબા માટે છૂટ પણ નહોતી અપાઈ. હવે દિવાળીના તહેવાર પણ નજીક આવી રહ્યા છે, ત્યારે પણ લોકોને બને ત્યાં સુધી ઘરે રહીને જ ઉજવણી કરવા અપીલ કરવામાં આવી રહી છે.

કેન્દ્રિય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને પણ તાજેતરમાં ચેતવણી આપી હતી કે તહેવારોમાં લોકો ઘરોની બહાર વધુ નીકળશે અને તેનાથી કોરોનાના કેસ વધી શકે છે. તેમણે તહેવારોના સમયમાં સાચવી લઈને અત્યારસુધીની કોરોનાની લડત પર પાણી ન ફરી જાય તે સુનિશ્ચિત કરવા પણ લોકોને અપીલ કરી હતી.

અત્યારસુધી લગ્નપ્રસંગમાં 100 લોકો જ ભેગા થઈ શકતા હતા. જેમાં હવે વધારો કરવામાં આવ્યો છે. જોકે, બંધ હોલમાં જો લગ્નપ્રસંગ હોય તો હોલની કેપેસિટીના અડધા લોકો જ ભેગા થઈ શકેશે.

November 2, 2020
voting.jpg
1min5490

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠક (અબડાસા, લીંબડી, ધારી, મોરબી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા)માંથી કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ આવતીકાલે 3/11/2020 આ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. આજે મતદાનના દિવસ માટેની રણનીતિને આખરી ઓપ અપાશે. જે તે મત-વિસ્તારના જાતિ-જ્ઞાતિના મહત્વના આગેવાનો સાથે બંધબારણે બેઠકો અને મોટાભાગના મતદારોને પોતાની તરફેણ મતદાન મથક સુધી લઈ જવાની રણનીતિ અમલમાં મુકાશે. મતદાનમાં ઈવીએમ અને વીવીપેટનો ઉપયોગ કરાશે, અને 10 નવેમ્બરે મત ગણતરી અને પરિણામ જાહેર થશે.

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે, ત્યારે છેલ્લી ઘડીના પ્રચારમાં બંને પક્ષોએ એડીચોટીનો જોર લગાવ્યો હતો. ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે રવિવારે સાંજે પ્રચાર પડઘમ શાંત થઇ ગયો. આજે ઉમેદવારો અને રાજકીય પક્ષો જાહેરમાં સભા કરીને ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં. જોકે, ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે, અને 3/11/20 ના 8 બેઠકો પર મતદાન યોજાશે. સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે.

November 2, 2020
vaccine.jpg
1min5550

બીજેપીએ બિહાર વિધાનસભાની ચૂંટણીના ઘોષણાપત્રમાં મફત કોરોના વૅક્સિનનું આપેલું વચન ચૂંટણીની આચારસંહિતાનો ભંગ નહીં હોવાનું ચૂંટણી પંચે ગઈ કાલે જણાવ્યું હતું. આરટીઆઇ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) ઍક્ટિવિસ્ટ સાકેત ગોખલેની ફરિયાદના અનુસંધાનમાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને કોરોનાની રસી વિનામૂલ્ય ઉપલબ્ધ કરાવવાનું વચન આપવાથી આચારસંહિતાની કોઈ પણ જોગવાઈનો ભંગ થતો નથી. સાકેત ગોખલેએ સરકારે સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનો દાવો તેમની ફરિયાદમાં કર્યો હતો. 

October 31, 2020
SOU.png
1min9620

ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની 145મી જન્મ જયંતિ નિમિત્તે આજરોજ દેશભરમાં અનેક વિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ભારતનો સૌથી મોટો કાર્યક્રમ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ તા.31મી ઓક્ટોબરને શનિવારે સવારે ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 145ની જન્મજયંતી નિમિત્તે કેવડિયા ખાતે આવેલી સરદાર પટેલની 182 મીટર ઊંચી વિરાટ પ્રતીમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સરદાર પટેલની જન્મજયંતીની 2014થી રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.

October 31, 2020
randeep-guleria-1200.jpg
1min5220

રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યા ફરી વધતાં એક તરફ કોવિડ-19ની ત્રીજી લહેર શરૂ થયાની ચર્ચા છે તો બીજીતરફ એઈમ્સના નિર્દેશક ડો. ગુલેરિયા આ બાબતનો સતત ઈન્કાર કરી રહ્યા છે. એક ખાનગી સમાચાર ચેનલ સાથે વાત કરતાં ડો. ગુલેરિયાએ ત્રીજી લહેરથી ફરી ઈન્કાર કરતાં કહ્યું કે હાલમાં બીજી લહેર જ છે જે ફરીથી તેજ બની ગઈ છે. આવું થવા પાછળનું કારણ તેમણે લોકો દ્વારા સાવધાની વર્તવામાં ઢીલાશને લેખાવતાં કહ્યું કે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પાળ્યા નહીં અને માસ્ક લગાવવામાં પણ ઢીલાશ વર્તી.

ડો. ગુલેરિયાએ કેસ વધવા પાછળ ઋતુ અને પ્રદૂષણને પણ જવાબદાર લેખાવતાં કહ્યું કે પ્રદૂષણને કારણે વાયરસ વધુ સમય સુધી હવામાં રહે છે. પ્રદૂષણ અને વાયરસ બંને ફેફસાંને પ્રભાવિત કરે છે.

તેમણે કહ્યું હતું કે કોરોનાવાયરસ હજુ સમાપ્ત થયો નથી. યુરોપ અને અન્ય દેશનું ઉદાહરણ આપતાં ડો. ગુલેરિયાએ કહ્યું કે માસ્ક જરૂર પહેરવું જોઈએ અને જરૂરી ન હોય તો બહાર જવાનું ટાળવું જોઈએ. જો આપણે સાવધાની નહીં રાખીએ તો હજુ પણ વધુ મામલા સામે આવી શકે છે.
તેમણે એમ પણ કહ્યું કે યુવાઓ ખાસ કરીને વધુ બેદરકાર છે. તેમને એવું લાગે છે કે હળવું સંક્રમણ લાગશે અને કાંઈ કરવાની જરૂર રહેશે નહીં પરંતુ આવી ધારણા ખોટી છે. યુવાઓ વાયરસ ઘરે લઈ જાય છે અને બુજુર્ગ તેના શિકાર બની રહ્યા છે.’ તેમણે કોરોનાની રસી આવવા અંગેની આશા વ્યક્ત કરતાં એમ પણ કહ્યું કે બની શકે એવી દવાઓ પણ આવે જે આ વાયરસ પર સારી રીતે કાબૂ મેળવી શકે.

October 30, 2020
neetresults-1280x1168.jpg
2min12660

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નીટ-2020નું પરીણામ ગઇ તા.16મી ઓક્ટોબર 2020ના રોજ જાહેર થયા બાદ 15 ટકા ઓલઇન્ડિયા ક્વોટા માટે પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ છે. ગુજરાતમાં પ્રવેશ કાર્યવાહી તા.2 નવેમ્બરથી શરૂ થશે.

સી.આઇ.એ. લાઇવ સાથે શિક્ષણ સર્વદાએ અહીં નીટ-2020ના પરીણામનું એવું એનાલિસીસ રજૂ કર્યું છે કે જેને યોગ્ય રીતે એસેસ કરવામાં આવે તો ઉમેદવાર ખુદ જાણી શકશે કે આ વખતે તેમને મેડીકલ કે ડેન્ટલમાં પ્રવેશ મળશે કે નહીં.

નીટ-2020માં 500 પ્લસ માર્કસ લાવનારાઓનો રાફડો ફાટ્યો

નીટ-2020માં વ્યક્તિગત ટોપ સ્કોર ધરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા અધધ એટલે કે જંગી પ્રમાણમાં વધી છે. નીટ 2020માં કુલ 97,093 વિદ્યાર્થીઓએ 500 પ્લસ સ્કોર હાંસલ કર્યો છે. 2019 નીટમાં 500 પ્લસ સ્કોર કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા 49,581 હતી. આમ ગયા વર્ષ 2019માં નીટમાં 500 પ્લસ સ્કોર ધરાવનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કરતા આ વખતે 2020માં 37,512 વધુ વિદ્યાર્થીઓ 500 પ્લસ સ્કોર ધરાવે છે. આ જ સૂચવે છે કે નીટ-2020માં મેડીકલ કોલેજોના કટઓફ અકલ્પ્ય રીતે ઉંચા જશે.

ગત વર્ષ 2019 કરતા આ વખતે 400 પ્લસ સ્કોરર વધ્યા

નીટ 2020માં 400 પ્લસ સ્કોર કરનારાઓની સંખ્યા 56,857 જેટલી વધી છે.

બીજા રાજ્યોના ટોપ સ્કોરર ફેક્ટર પર નજર કરો

  • કેરળમાં 2019માં નીટમાં 650 કે તેથી વધુ માર્કસ મેળવનારાઓની સંખ્યા 115 હતી જે 2020માં વધીને 643 થઇ છે.
  • રાજસ્થાનમાં 2019માં નીટમાં 500 કે તેથી વધુ માર્કસ લાવનારાઓની સંખ્યા 7,659 હતી જે 2020માં વધીને 11,698 પર પહોંચી ગઇ છે.
  • તમિળનાડુમાં નીટમાં 600 પ્લસ સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 2019માં ફક્ત 146 હતી જે 2020માં વધીને 1,029 જેટલી થઇ ગઇ છે.
  • મહારાષ્ટ્રમાં 600 પ્લસ સ્કોર ધરાવતા 2019ના વિદ્યાર્થીઓની સંખ્યામાં 2020માં 220 ટકા જેટલો જંગી વધારો થયો છે.
October 30, 2020
pm_modi.jpg
1min4510

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે તા.30મી ઓક્ટોબર 2020ના રોજ ગુજરાત આવી રહ્યા છે. તેઓ બે દિવસ માટે ગુજરાતના સત્તાવાર પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજ્યંતિએ કેવડીયામાં સરદાર પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાને ભાવાંજલિ અર્પણ કરવાના છે.

આજે બપોર બાદ વડાપ્રધાન મોદી કેવડીયા પહોચશે અને 17 જેટલા પ્રોજેકટસના લોકાર્પણ તેમજ નવા 4 પ્રોજેકટસના શિલાન્યાસ કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વિવિધ કાર્યક્રમો દરમિયાન ઉપસ્થિત રહેશે.

કેવડિયામાં વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે

વડાપ્રધાનશ્રીએ કેવડિયામાં અલગ-અલગ થીમ આધારિત પ્રોજેકટ હાથ ધરવા પ્રેરણા આપી હતી. જેના આજે તેઓ લોકાર્પણ કરશે. જેમાં જંગલ સફારી, હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ, વિવિધતામાં એકતાના પ્રતિક સમુ એકતા મોલ, સમગ્ર વિશ્વનો સૌથી પ્રથમ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રીશ્યન પાર્ક, દેશનો સૌ પ્રથમ યુનિટી ગ્લો ગાર્ડન તથા કેકટ્સ ગાર્ડનનો સમાવેશ થાય છે.

આ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બાંધવામાં આવેલ જેટ્ટી પરથી શ્રેષ્ઠ ભારત ભવન પાસેની જેટ્ટી સુધીની 40 મિનીટની રાઈડમાં બેસતા પહેલાં વડાપ્રધાન અન્ય 9 પ્રોજેકટના લોકાર્પણની તકતીનું અનાવરણ કરશે કે જેમાં જેટ્ટી અને બોટીંગ (એકતા ક્રૂઝ), નેવીગેશન ચેનલ, નવો ગોરા બ્રીજ, ગરૂડેશ્વર વિયર, એકતા નર્સરી, ખલવાણી ઈકો ટુરિઝમ, સરકારી વસાહતો, બસ બે ટર્મિનસ તથા હોમ સ્ટે જેવા પ્રોજેકટનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન 4 નવા પ્રોજેકટ એટલે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટીના વહીવટી ભવન, સરકારી વસાહતો, SRP ક્વાટર્સ તથા કેવડિયાની આજુબાજુ 5 ગામોના અસરગ્રસ્તોને વસાવવા માટે તમામ પાયાની સુવિધાઓ સાથેની 400 મકાનની આદર્શ ગામ વસાહતનો શિલાયન્સ પણ કરવાના છે.

October 30, 2020
Civil-Bribe.jpg
1min7060

રાજ્યની સરકારી હોસ્પિટલોમાં ચાલી રહેલા ભ્રષ્ટ વહિવટને ઉજાગર કરતી બનેલી ઘટનામાં ગઇ તા.29મી ઓક્ટોબર 2020ને ગુરુવારે અમદાવાદમાં બે સરકારી તબીબો રૂ.8 લાખની લાંચના કેસમાં આબાદ ઝડપાઇ ગયા છે.

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના બે ડોક્ટરો હોસ્પિટલના કેટરિંગ કોન્ટ્રાક્ટરનું બિલ ક્લીયર કરાવી આપવાના બદલામાં રૂપિયા માગ્યા હતા. કેટરિંગ કોન્ટ્રાક્ટરના બાકી રહેલા 1 કરોડ પેમેન્ટને છૂટું કરાવી આપનાના બદલામાં લાંચ માગી હતી.

Sola Civil in-charge RMO, administrative officer caught taking Rs 8L bribe

સોલા હોસ્પિટલના ઈન્ચાર્જ આરએમઓ ઉપેન્દ્ર પટેલ બીજા આરએમઓ ડૉ.શૈલેષ પટેલ એસીબીના સકંજામાં આવી ગયા છે. બન્ને આરોપીને એસીબીએ ડિટેઈન કર્યા છે. સિવિલના બે મોટા ડોક્ટર ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

કોન્ટ્રાક્ટર દ્વારા કેન્ટિન ફેસિલિટી બાબતે રજૂ કરેલ 1.18 કરોડ રૂપિયાના બીલ મંજૂર કરવા માટે પ્રથમ 30% લેખે લાંચની માંગણી કરેલ રકઝકના અંતે 16% લેખે 16 લાખ રૂપિયાની લાંચની માંગણી કરેલી હતી. જેમાં ફરીયાદી પાસેથી અગાઉ બે તબક્કે રૂપિયા 10 લાખ લઈ લીધેલ તથા બાકીના 6 લાખ રૂપિયા અને સાથે ફરીયાદીના ભાઇની કેન્ટિનનું ટેન્ડર ત્રણ વર્ષ માટે મંજૂર કરવા બીજા 2 લાખ રૂપિયાની લાંચ માંગેલ એમ મળી કુલ 8 લાખ રૂપિયા લાંચની માંગણી કરી હતી.

October 30, 2020
corona-gujarat.jpg
1min5100

રાજ્યમાં કોરોનાના સંક્રમણના આઠ મહિના પછી ચેપગ્રસ્ત દર્દીઓના સાજા થવાનો દર ઉત્તરોત્તર વધીને આજે ૯૦ ટકાને પાર થયો છે. જોકે, કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધુ ૯૮૭ કેસનો ઉમેરો થયો છે જ્યારે સારવાર હેઠળના ચાર દર્દીઓના મૃત્યુ થયા છે. આમ, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા ૧,૭૧,૦૪૦ સુધી પહોંચી છે એમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૧૦૮૩ દર્દી ડિસ્ચાર્જ થતાં કુલ સાજા થનારની સંખ્યા ૧,૫૪,૦૭૮ થઇ છે એટલે કે ૯૦.૦૮ ટકા દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થઇ રહ્યા છે. અલબત્ત, મૃત્યુ આંક ૩૭૦૮ સુધી પહોંચ્યો છે જે ૨.૧ ટકા જેટલો થવા જાય છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધારે કેસ સુરતમાંથી ૨૨૩ કેસ નોંધાયા છે એમાં મહાનગરમાંથી ૧૬૨ કેસ આવ્યા છે જ્યારે ગ્રામ્ય અને શહેરના એક એક દર્દીના કોરોનાથી મૃત્યુ થયાનું જાહેર કરાયું છે. અમદાવાદ શહેરમાંથી ગુરુવાર સાંજ સુધીમાં નવા ૧૫૯ કેસ નોંધાયા છે જ્યારે ગ્રામ્યના ૧૨ કેસ છે. શહેરમાંથી એક દર્દીનું મૃત્યુ થયું છે. એક સપ્તાહમાં વધઘટ પછી વડોદરમાં એકાએક કેસ વધીને ૭૯ સુધી પહોંચ્યા છે જ્યારે ગ્રામ્યના નવા ૩૮ કેસ ઉમેરાયા છે. રાજકોટમાં રફતાર ધીમી પડી હોય તેમ નવા ૫૭ કેસ અને ગ્રામ્યના ૩૯ કેસ નવા નોંધાયા છે. જામનગર શહેરમાંથી ૧૮ કેસ અને ગ્રામ્યના ૧૦ મળી ૨૮ કેસ નોંધાયા છે. બીજી તરફ ગાંધીનગરમાંથી કુલ ૩૪ કેસ નોંધાયા છે એમાં શહેરના ૧૭ કેસ સાથે એક દર્દીના મૃત્યુનો સમાવેશ થાય છે.

ભાવનગર જિલ્લામાંથી કુલ ૧૮ કેસ અને જૂનાગઢમાંથી કુલ ૨૩ કેસ ઉમેરાયા છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં જોઇએ તો મહેસાણા જિલ્લામાંથી નવા ૩૩ કેસ, બનાસકાંઠા જિલ્લામાંથી ૨૮, નર્મદા ૨૭, કચ્છ અને પાટણમાંથી ૨૧-૨૧ કેસ ઉમેરાયા છે. જ્યારે સાબરકાંઠામાંથી ૨૦, સુરેન્દ્રનગરમાંથી ૧૮ કેસ નોંધાયા છે. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાંથી ૧૫-૧૫ કેસ, પંચમહાલમાંથી ૧૩ કેસ નવા નોંધાયા છે. 

ખેડા અને મોરબી જિલ્લામાંથી ૧૨-૧૨ કેસ, અરવલ્લીમાંથી ૧૧, આણંદ ૯, ભરૂચ ૭, દેવભૂમિ દ્વારકા અને છોટાઉદેપુરમાંથી ૪-૪ કેસ, દાહોદ, તાપી, નવસારીમાંથી ૩-૩ કેસ, બોટાદ, મહીસાગર અને પોરબંદરમાંથી ૨-૨ કેસ નવા ઉમેરાયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં પોઝિટિવ કેસ શોધવા માટે નવા ૫૨,૯૮૯ ટેસ્ટ કરાયા હતા એનો કુલ આંક ૫૯,૫૦,૬૧૬ સુધી પહોંચ્યો છે જ્યારે હાલ એક્ટિવ કેસ ૧૩,૨૫૪ છે એમાંથી ૬૧ દર્દી વેન્ટીલેટર ઉપર છે જ્યારે ૧૩૧૯૩ સ્ટેબલ છે.