Slider Archives - Page 176 of 492 - CIA Live

February 5, 2021
bull.jpg
1min531

તા.1લી ફેબ્રુઆરીએ રજૂ થયેલી બજેટ પછી સતત પાંચમા દિવસે, આજે તા.5મી ફેબ્રુઆરીને શુક્વારે ભારતીય શેર માર્કેટના સેન્સેક્સ, નિફ્ટી, બેંક નિફ્ટી સમેતના ઇન્ડેસીસમાં તેજી જોવા રહેતા રોકાણકારો હવે મૂઝાય રહ્યા છે. શુક્રવારે બીએસઈ સેન્સેક્સ શરૂઆતમાં જ 400 પોઈન્ટના ઉછાળા સાથે પહેલીવાર 51000ના સિમાચિન્હને પાર કરી ગયો હતો. નિફ્ટી પણ શરૂઆતના વલણમાં પહેલીવાર 15000ના સ્તને પાર કરી ગયો. એસબીઆઈના શેરે 10 ટકાના અપર સર્કિટ સુધી સ્પર્શ કર્યો. સેન્સેક્સના 30માંથી 25 શેર્સ તેજી સાથે ખુલ્યા હતા.

આ સાથે જ બીએસઈ માર્કેટ કેપ પહેલીવાર 200 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે. બિઝનેસ દરમિયાન સેન્સેક્સે 49926.45નો ન્યૂનતમ અને 50614.29નો ઉચ્ચતમ સ્તર સુધી પહોંચ્યો હતો. સેન્સેક્સના 30માંથી 17 શેર તેજી સાથે બંધ થયા હતા. આઈટીસીના શેરોમાં સૌથી વધારે 6.21 ટકાનો વધારો રહ્યો. આ ઉપરાંત એસબીઆઈ અને બજાજ ફાઈનાન્સના શેર સૌથી વધારે ફાયદામાં રહ્યા. બીજી તરફ એશિયન પેઈન્ટ્સ, ઈન્ડસઈન્ડ બેંક અને એરટેલના શેર્સમાં ઘટાડો રહ્યો.

આ પહેલા સતત ચાર દિવસો શેર માર્કેટ તેજી સાથે બંધ થયું હતું. બજેટ પહેલા જ શેર માર્કેટમાં સતત 6 દિવસ ઘટાડો આવ્યો હતો. પરંતુ બજેટ બાદ તેમાં સતત તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ ગુરુવારે 358.4 પોઈન્ટ એટલે કે 0.71 ટકાના વધારા સાથે 50614 પોઈન્ટના નવા સ્તરે પહોંચી ગયું હતું. નિફ્ટી પણ 106 પોઈન્ટ એટલે કે 0.7 ટકાના ઉછાળા સાથે 14896ના નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું.

February 3, 2021
CIA_Live_Logo_New2.jpg
1min947

આગામી તા.7મી ફેબ્રુઆરી 2021ના રોજ યોજાઇ રહેલી સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનની મેનેજિંગ કમિટીના 21 સભ્યોની ચૂંટણીમાં અમે અત્યાર સુધી પરિવર્તન પેનલના મેનિફેસ્ટો તેમજ પ્રેસ કોન્ફરન્સના નિવેદનો પ્રકાશિત કર્યા હતા. આજરોજ તા.3 ફેબ્રુઆરીએ સુરત ટેનિસ ક્લબ ખાતે સ્ટેડીયમ પેનલ દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સના અંશો અહીં પ્રસ્તુત કરી રહ્યા છીએ.

લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમના પ્રણેતા અને ચૂંટણીમાં સ્ટેડીયમ પેનલના સુકાની કનૈયાલાલ કોન્ટ્રાક્ટર, હેમંતભાઇ કોન્ટ્રાક્ટર, ખજાનચી સી.એ. મયંક દેસાઇ, ડો. નૈમેષ દેસાઇ વગેરેએ જણાવ્યું હતું કે પરિવર્તન પેનલ દ્વારા તેમના મેનિફેસ્ટોમાં જે પણ કંઇ ચાર્જીસ મૂકવામાં આવ્યા છે એ તમામ બેબુનિયાદ છે. આગેવાનોએ કહ્યું કે પરિવર્તન પેનલ નકારાત્મક પ્રચારથી ચૂંટણી જીતવા માગે છે જ્યારે સ્ટેડીયમ પેનલ તેમણે કરેલા કાર્યોથી આ ચૂંટણી જીતશે.

સ્ટેડીયમ પેનલે કહ્યું

  • હેલ્થક્લબ, જિમ્નેશિયમ પ્લાન મુજબ અને હકીકતમાં પ્લાનથી પણ સારી રીતે તૈયાર કરવામાં આવશે.
  • સ્ટેડીયમની જમીનના દાતાઓને પ્રતિનિધિત્વ આપવાના દરેક ઠરાવોને નિયમાનુસાર એસ.ડી.સી.એ.ની વાર્ષિક સાધારણ સભામાં પસાર કરવામાં આવ્યા છે. આપબળે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
  • હિતેષ પટેલ દ્વારા જાહેર કરવામાં આવેલા દાન તેમજ તેમાંથી નિર્માણ પામનારા પ્રોજેક્ટ એઝ ઇટીઝ સાકાર થશે, પણ એ તબક્કાવાર હાથ ધરાશે. હિતેશ પટેલ પોતે કરેલી જાહેરાતના સાર્થક કરવા માટે કટિબદ્ધ છે.
  • સ્ટેડીયમના સભ્યોને કોરોના કાળમાં બંધ સુવિધાઓની સામે 25 ટકા રાહત આપવાની પરિવર્તન પેનલની જોગવાઇ ફગાવતા કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે કહ્યું કે આ રાહત આપવી એ એસ.ડી.સી.એ.ના સભ્યોનું અપમાન બરાબર છે. આવી રાહત એક ગતકડાથી વિશેષ કશું નથી.
  • સ્ટેડીયમ પેનલે કહ્યું કે સુરતથી જુદી જુદી ટીમોમાં કુલ 45 જેટલા ખેલાડીઓ સિલેક્ટ થયા છે એટલું જ નહીં પણ વર્ષે દહાડે લાલભાઇ સ્ટેડીયમ પર કુલ 500 જેટલી નાની મોટી મેચો રમાઇ રહી છે.
  • ક્રિકેટ માટે સ્ટેડીયમ પર ઉભી કરવામાં આવેલી માળખાગત સુવિધાઓને ભારતના રાષ્ટ્રીય સ્તરના કોચ, ખેલાડીઓ વખાણી ચૂક્યા છે.
  • સ્ટેડીયમ પેનલના કાર્યકાળમાં દરેકે દરેક આર્થિક વ્યવહારોનું પેમેન્ટ ચેકથી જ કરવામાં આવી રહ્યું છે. આ સિસ્ટમ અગાઉ ડેવલપ થઇ ન હતી.

પરિવર્તન પેનલે નેગેટીવ પ્રચાર કરીને ચૂંટણી જીતવી છે, અમે પોઝીટીવ પ્રચારથી ચૂંટણી જીતી બતાવીશું હેમંત કોન્ટ્રાક્ટર (સ્ટેડીયમ પેનલ)

21 ઉમેદવારો પૂરા નહીં હોવા અંગે પણ કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે કહ્યું કે તેમની સાથે થોડી રાજરમતો રમાઇ અને તેના કારણે તેઓ 21માં સભ્યનું ફોર્મ ભરાવી શક્યા નથી. એમાં કોઇ મોટી વાત નથી. અમારી પેનલમાં 21મું નામ એક ક્રિકેટર તરીકે સુરતના ગૌરવશાળી ક્રિકેટર અને ભૂતપૂર્વ રણજીટ્રોફી પ્લેયરનું લખ્યું છે.

February 3, 2021
CIA_Live_Logo_New2.jpg
2min767

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

એક જાગૃત નાગરિક હક-અધિકારની લડાઇ લડે તો એ ભલભલા સિંહાસનોને ડોલાવી શકે, ઇતિહાસ ગવાહ છે એવું નથી કહેતો પણ આવો જાગૃત નાગરિક હાજરાહજૂર છે. એક સુરતી (કાઢીયાવાડી) એ ટોરન્ટ પાવર સામે એકલા હાથે લડીને વીજ બિલમાં 14 પૈસાનો ઘટાડો કરાવ્યો છે. આ લડતનો હકદાર કોઇ સંસ્થા, ટ્રસ્ટ કે રાજકીય પાર્ટી નથી પણ એકલો વ્યક્તિ છે અને એ સુરતીનું નામ છે મન્સુખભાઇ નાનજીભાઇ ખતરી (ખોરાસીયા). મૂળ અમરેલીના બગસરાના વતની અને હાલ સુરતના અલથાણ ટેનામેન્ટમાં રહેતા મનસુખભાઇએ ટોરન્ટ કંપની સામે ગુજરાત ઇલેક્ટ્રીક રેગ્યુલેટરી કમિશનમાં અરજી કરી હતી અને જીઇઆરસીએ તેમની અરજી ગ્રાહ્ય રાખીને ગુજરાતના ટોરન્ટ પાવર કંપનીના લાખો ગ્રાહકોના વીજ બિલમાં 14 પૈસાની રાહત આપવી પડી છે.

લડાઇ લડવા ટોળાની જરૂર જ નથી, એક વ્યક્તિ કાફી છે એ પુરવાર કરી આપ્યું છે મનસુખભાઇ ખોરાસીયાએ

મનસુખભાઇ નાનજીભાઇ ખતરીએ ટોરન્ટ પાવરના લાખો કસ્ટમર્સને વીજબીલમાં 14 પૈસાનો ફાયદો કરાવ્યો

સમગ્ર હકીકત અંગે મનુસખભાઇ નાનજીભાઇ ખતરીએ સી.આઇ.એ. લાઇવને આપેલી માહિતી મુજબ આંતર રાષ્ટ્રીય સ્તરે સી.એન.જી. (ગેસ)ના દરોમાં ઘટાડો થતા ગુજરાત સરકારે પણ ગેસના દરોમાં ઘટાડો કર્યો હતો. સુરતના મનસુખભાઇએ આ બાબતને આધારસ્તંભ બનાવીને ટોરન્ટ પાવર કંપનીને અરજી કરી હતી કે આંતર રાષ્ટ્રીય સ્તરે ગેસના ભાવો ઘટ્યા છે અને ટોરન્ટ કંપનીના બધા જ પાવર જનરેશન પ્લાન્ટ ગેસ બેઝ છે, આવી સ્થિતિમાં ગેસના ઘટેલા ભાવોનો લાભ ટોરન્ટ પાવર કંપનીના દરેક ગ્રાહકોને આપવો જોઇએ.

મનસુખભાઇએ ટેકનિકલ મુદ્દો ઉઠાવતા Fuel Power Purchase Price Adjustment. The FPPPA charge માં કુલ 21 પૈસાનો ઘટાડો કરીને તેનો સીધો લાભ સુરત, અમદાવાદ, ગાંધીનગર ખાતેના ટોરન્ટ કંપનીના લાખો કસ્ટમર્સને આપવો જોઇએ. આ અંગે આધારભૂત પુરાવાઓ સાથે ટોરન્ટ કંપનીને રજૂઆત કરી હતી.

પરંતુ, મનસુખભાઇના કહેવા મુજબ ટોરન્ટ કંપનીએ તેમની રજૂઆતોનો એકાદ મહિના સુધી કોઇ જ રિસ્પોન્સ કે રિપ્લાય નહીં આપતા મનસુખભાઇ ખતરીએ ગુજરાત ઇલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશન સમક્ષ મામલો દર્જ કરાવીને ત્યાં પણ ઉગ્ર રજૂઆતો કરી હતી.

આંતર રાષ્ટ્રીય સ્તરે જ્યારે ગેસના ભાવો ઘટ્યો છે, ગુજરાત સરકારે પણ ગેસના ઘટેલા ભાવોને પગલે Fuel Power Purchase Price Adjustment. The FPPPA charge ઘટાડ્યા હોય તો ટોરન્ટ પાવરે ગેસ ઘટાડાનો લાભ કસ્ટમર્સને કેમ નહીં આપવો જોઇએ આ પ્રશ્ને જીઈઆરસીના અધિકારીઓએ પણ મનસુખભાઇની અરજી ગ્રાહ્ય રાખીને ટોરન્ટ કંપનીને Fuel Power Purchase Price Adjustment. The FPPPA chargeમાં મનસુખભાઇની 21 પૈસાના ઘટાડાની માગણી નહીં પણ 14 પૈસા ઘટાડાની માગણીને ગ્રાહ્ય રાખવો સૂચના આપી છે.

ટોરન્ટના બિલમાં આ રીતે અસર જોવા મળશે

સુરત, અમદાવાદ, ગાંધીનગર ખાતે ટોરન્ટ પાવર કંપનીના કસ્ટમર્સને ફેબ્રુઆરી 2021 માસના બિલમાં Fuel Power Purchase Price Adjustment. The FPPPA charge રૂ.1.97 પૈસા લખાઇને આવશે. જે ગત મહિના બિલ સુધી રૂ.2.11 પૈસા હતો. આમ, મનસુખભાઇની લડતને કારણે ટોરન્ટ કંપનીના હજારો કસ્ટમર્સને તેમના ઇલેક્ટ્રીક બિલમાં 14 પૈસીનો ઘટાડાનો લાભ મળશે.

Advertisement

February 2, 2021
sensex_green.jpg
1min473

બજેટના બીજા દિવસે પણ 2300થી વધુની તેજી જોવા મળશે. આજે પણ શેરબજારમાં શરૂઆતી ટ્રેડિંગમાં 1300 પોઈન્ટથી વધુની તેજી જોવા મળી છે.

બજેટના દિવસે સેન્સેક્સ 48,600 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આજે બજેટના બીજા દિવસે પણ 593 પોઈન્ટની તેજી સાથે 49,193 પોઈન્ટના સ્તરે ખૂલ્યો હતો. જે બાદ સેન્સેક્સમાં સતત તેજી ચાલુ રહી હતી અને તેણે 50 હજારના સ્તરને પાર કરી લીધું હતું. એ જ પ્રમાણે બજેટના દિવસે નિફ્ટી પણ 14,281 પોઈન્ટના સ્તરે બંધ રહી હતી. આજે 200 પોઈન્ટની શાનદાર તેજી સાથે 14,481 પોઈન્ટના સ્તરે ખૂલ્યો હતો. અને હજુ પણ તેજી ચાલુ રહેતા આ લખાય છે ત્યાં સુધીમાં નિફ્ટીએ પણ 14,700ના સ્તરને સ્પર્શ્યો હતો.

February 2, 2021
bjp_logo.png
1min452

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે રાજ્ય ભાજપા પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકોનો દૌર તા.1 ફેબ્રુઆરી 2020થી શરૂ થયો હતો. પહેલી બેઠકમાં દાવેદારોને ટિકિટ આપવા બાબતે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જાહેર કર્યું હતું કે,’ બેઠકમાં નક્કી કર્યા પ્રમાણે, ભાજપ દ્વારા 60 વર્ષ કે, તેથી વધારે ઉંમરના નેતાઓને ટિકિટ આપવામાં આવશે નહીં. સાથે જ પરિવારવાદને લઇને સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ભાજપના હોદ્દેદાર કે નેતાના પરિવારના સભ્યોને ટિકિટ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત ત્રણ ટર્મથી જે પણ કોર્પોરેટરો ચૂંટાયા છે. તેમને પણ ટિકિટ આપવામાં આવશે નહીં. આમ, સીઆર પાટીલની આ જાહેરાત ચૂંટણી લડવા માગતા અનેક નેતાઓના સપનાં પર પાણી ફેરવી દીધું છે.

ભાજપા અધ્યક્ષ સીઆર પાટીલે કરેલી જાહેરાત બાદ ગુજરાત ભાજપમાં સિનિયર નેતાઓ નારાજ થયા છે જ્યારે બહુમતિ કાર્યકરોમાં ખુશી પ્રવર્તી ઉઠી છે, ભાજપાના નિર્ણયને પગલે અનેક નવયુવાનોને સ્થાન મળે તેવી શક્યતા જોવાય રહી છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને’ આજે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકની શરૂઆત થઇ હતી. તેમાં પહેલા મહાનગરના અને ત્યારબાદ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં સૌ આગેવાનોને સાંભળ્યા બાદ પાર્ટીમાં સંકલન સમિતિ અને પાર્લામેન્ટ્રી બોર્ડમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, 60 વર્ષથી વધારે ઉંમરવાળા કાર્યકર્તાને ટિકિટ નહીં આપવી, જેની 3 ટર્મ પૂર્ણ થઈ હોય તેને ટિકિટ નહીં આપવી, કોઈ આગેવાનોના સગાને ટિકિટ નહીં આપવી. આ પ્રકારનો નિર્ણય થયો છે. ખૂબ સારા રિસ્પોન્સ સાથે ચયન પ્રક્રિયા ખૂબ સરળતાથી ચાલી રહી છે.

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 55 વર્ષ ઉપરનાને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટીકીટ નહીં અપાય તેવી જાહેરાત કરી હતી. પરંતુ ભાજપમાં મોટાપાયે ઉંમરની મર્યાદાને લઇને અસંતોષ જોવા મળ્યો હતો. જેને ખાળવા માટે આજે મળેલી સંકલનની બેઠકમાં 55 વર્ષની જગ્યાએ હવે 60 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

બીજી બાજુ વોર્ડ મહામંત્રીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટીકીટ નહીં ફાળવવા કરાયેલા નિર્ણય સામે પણ કચવાટ ઉભો થવા પામ્યો છે.

  • અમદાવાદ શહેરના ભાજપના 142 કોર્પોરેટરોમાંથી 20 કોર્પોરેટરો 3 ટર્મ કરતા વધુ સમયથી હોવાથી તેમને તક નહીં મળે. અમદાવાદમાં 3 કોર્પોરેટરો 5 ટર્મથી છે, 7 કોર્પોરેટરો 4 ટર્મથી ચૂંટાયેલા છે. જ્યારે 10 કોર્પોરેટરો 3 ટર્મથી ચૂંટાયેલા છે. આમ આ તમામ 20 કોર્પોરેટરોને ટીકિટ નહીં મળે.
  • વડોદરામાં 8 કોર્પોરેટરો 3 ટર્મથી વધુ સમયથી ચૂંટાતા આવ્યા છે તેઓને પણ ટીકીટ નહી મળે.
  • સુરત મહાનગરપાલિકામાં 13 કોર્પોરેટરો સતત 3 ટર્મથી ચૂંટાતા આવ્યા છે જ્યારે 14 કોર્પોરેટરો 60 વર્ષથી ઉપરના છે આમ, સુરતમાં 27 કોર્પોરેટરોની દાવેદારી ઉપર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે.

February 2, 2021
bhavya.jpg
1min572

ભારતીય-અમેરિકન ભવ્યા લાલને સોમવારે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) દ્વારા કાર્યકારી પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે. ભવ્યા લાલ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેન દ્વારા નાસામાં ફેરફાર સંબંધી સમીક્ષા દળની સભ્ય પણ છે અને બાઈડેન તંત્રમાં એજન્સીમાં પરિવર્તન સંલગ્ન કામગીરી પર દેખરેખ રાખે છે.

અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભવ્યા પાસે એન્જીનિયરિંગ અને સ્પેસ ટેક્નોલોજીનો બહોળો અનુભવ છે. તે સ્પેસ ટેક્નોલોજી અને પોલીસી સોસાયટીની સક્રિય સભ્ય પણ છે. નાસાએ એક નિવેદનમાં કહ્યું કે, નાસાએ વરિષ્ઠ એજન્સી હોદ્દાઓ માટે નિમણૂક અંગે કેટલાક નામો આપ્યા છે. ભવ્યા લાલ એજન્સીમાં કાર્યકારી પ્રમુખ તરીકે જોડાયા છે. ફિલિપ થોમ્પસન વ્હાઈટ હાઉસના સંપર્ક તરીકે કામ કરશે. એલિસિયા બ્રાઉન વિધાનસભા તેમજ આંતર સરકારી મામલાઓના કાર્યાલયના સાહાયક સંચાલક તરીકે કામ કરશે અને માર્ક એટાઈકની એજન્સીના સંચાર કાર્યાલયના સહાયક સંચાલક તરીકેની જવાબદારી  રહેશે.

ભવ્યા લાલ પાસે 2005થી 2020 સુધી ઈન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ એનાલિસિસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પોલિસી ઈન્સ્ટિટ્યૂટમાં સંશોધન સ્ટાફના સભ્ય તરીકે કામ કરવા ઉપરાંત એન્જીનિયરિંગ અને સ્પેસ ટેક્નોલોજીનો વ્યાપક અનુભવ ધરાવે છે.

February 2, 2021
chakkajam.jpg
1min444

ખેડૂત સંગઠનોએ 6 ફેબ્રુઆરીએ ચક્કાજામ કરવાની જાહેરાત કરી છે.

દિલ્હીની સરહદો પર ખેડૂતોના પ્રદર્શન સ્થળો પર સોમવારથી કિલ્લેબંધી શરૂ કરવામાં આવી હતી. પોલીસે સુરક્ષા વધારી દીધી છે અને બેરિકેડ્સની સંખ્યા પણ વધારી દીધી હતી. દિલ્હી-ઉત્તરપ્રદેશ સરહદ પર ગાઝીપુરમાં પરિવહનને અવરોધવા અનેક સ્તરના બેરિકેડ્સ ગોઠવાયા છે.

Farmers announce 'chakka jam' on Feb 6 | Hindustan Times

દિલ્હી પોલીસ કમિશ્નર એસ એન શ્રીવાસ્તવે સોમવારે ગાઝીપુર સરહદની મુલાકાત લઈ સુરક્ષા બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ વિસ્તાર ખેડૂત આંદોલનનું કેન્દ્ર બિન્દુ બન્યું છે. અધિકારીઓના મતે દિલ્હી પોલીસ કમિશ્નરે સુરક્ષાકર્મીઓ સાથે વાતચીત કરી અને તેમના આકરા પરિશ્રમની પ્રશંસા પણ કરી હતી.

કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બને તેવા એંધાણને પગલે દિલ્હી પોલીસે સરહદ પર લોખંડી બંદોબસ્ત ખડકી દીધો છે. વધારાનો પોલીસ કાફલો ખડકવા ઉપરાંત બેરિકેડ્સની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. દેખાવના સ્થળો પર અને તેની આસપાસના વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. લોકોને પગપાળા સરહદ ઓળંગતા રોકવા કાંટાવાળા તાર પણ ગોઠવવામાં આવ્યા છે.

આંદોલન સ્થળની નજીકના વિસ્તારમાં ઈન્ટરનેટ પ્રતિબંધ, અધિકારીઓ દ્વારા કથિત કનડગત અને અન્ય મુદ્દાઓ વિરુદ્ધ ત્રણ કલાક સુધી રાષ્ટ્રીય તેમજ સ્ટેટ હાઈવેને જામ કરીને દેશના અન્નદાતાઓ વિરોધ નોંધાવશે.

January 27, 2021
backtoschool.png
1min593

ગુજરાતમાં ધોરણ 10 અને 12ની જેમ હવે ધોરણ 9-11ની શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી કે, 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11નાં વર્ગો શરૂ કરવામાં આવશે. આ સાથે જ ધોરણ 9થી 12 સુધી ટયુશન કલાસ પણ શરૂ કરાશે. શાળા અને ટ્યૂશન ક્લાસીમાં તમામ SOPનું પાલન કરવાનું રહેશે.

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે કે રાજ્યમાં ધોરણ 9 અને 11ની શાળાઓ પહેલી ફેબ્રુઆરીથી શરુ કરાશે. તે ઉપરાંત કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે ધોરણ 9-12 ટ્યુશન ક્લાસીસ શરુ કરવાની મંજુરી પણ આપવામાં આવી છે. ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવા માટે 8 જાન્યુઆરીએ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી SOPનું પાલન કરવાનું રહેશે.

જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્રમા જણાવવામાં આવ્યું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીને મળેલી રજુઆતોને ધ્યાને લેતાં કોરોનાની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ 9થી 12માં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને 31 જાન્યુઆરી સુધી સ્કૂલમાં પ્રવેશ આપી શકાશે. વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ મેળવવા માટેની આ છેલ્લી તક આપવામાં આવે છે.

રાજ્યમાં ધોરણ 9 અને 11ની સ્કૂલો પહેલી ફેબ્રુઆરીથી શરૂ થશે, ટ્યૂશન ક્લાસીસને પણ મળી મંજૂરી, તમામ SOPનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે

January 27, 2021
Red-fort-protest.jpg
2min672
In pics: Clashes, lathicharge and tear gas at farmers' protest in Delhi |  The News Minute

દિલ્હી પોલીસે તા.26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક પર્વે દેશની રાજધાનીમાં ટ્રેક્ટર પરેડની આડમાં આતંક મચાવનારા ખેડૂતો સામે અલગ-અલગ 15 FIR નોંધી છે. આ ફરીયાદોમાં ગંભીર પ્રકારની કલમો જેમકે બળવો કરવો સહિત તોડફોડ અને પોલીસની પિસ્તોલ ઝૂંટવી લેવા જેવા કેસ નોંધાયા છે.

Farmers' strike LIVE updates: Protesters enter Delhi through Tikri border |  Business Standard News

પ્રજાસત્તાક દિવસ પર ટ્રેક્ટર પરેડ કાઢી રહેલા ખેડૂતોએ દિલ્હીને આતંકિત કરી દીધું હતું. પોલીસ પર ટ્રેક્ટર ચઢાવવાની કોશિશો પણ થઈ હતી, આ સિવાય બસો અને વાહનોમાં તોડફોડ અને પત્થરમારો કરીને લાલ કિલ્લા પર પોતાનો ઝંડો લગાવી દીધો હતો. લાલ કિલ્લા પાસે ઘણાં પોલીસ જવાનોએ દિવાલ કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.

60 days of peaceful farmers' protest takes a violent turn in Delhi |  Timeline - India News

આ પહેલા ત્રણ ખેતી બિલનો વિરોધ કરીને હજારો ખેડૂતોએ પોલીસના બેરિકેટ્સ તોડી નાખ્યા હતા અને તેમની સાથે ઝપાઝપી કરી હતી. પ્રદર્શનકારીઓએ તોડફોડ અને લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવ્યો હતો. જાણકારી મુજબ હિંસામાં 150 કરતા વધારે પોલીસકર્મી ઘાયલ થયા છે. બીજી તરફ આઈટીઓમાં એક પ્રદર્શનકારીનું ટ્રેક્ટર પલ્ટી જવાથી તેનું મોત થઈ ગયું.

Farmer Protest: Farmers turned down conditional negotiations, J. P. Nadda  convened meeting - The Thinkera

દિલ્હી પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું કે ખેડૂતો દ્વારા પ્રજાસત્તાક દિવસ પર ખેડૂત ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેક્ટર રેલીને લઈને દિલ્હી પોલીસ અને ખેડૂતોની ઘણી બેઠકો થઈ હતી. નિવેદન મુજબ સવારે 8-30 વાગ્યે 6 હજારથી 7 હજાર ટ્રેક્ટર સિંઘુ સરહદ પર એકત્રિત થયા. આ પહેલા નિર્ધારિત રસ્તાઓ પર ગયા પછી તેમણે મધ્ય દિલ્હી તરફ જવા પર ભાર મુક્યો હતો.

January 23, 2021
gujrat-012.jpg
1min562

નગરપાલિકા અને પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે.

છ મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23મી ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે.

31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે જેની મતગણતરી બીજી માર્ચે કરવામાં આવશે.

ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા તમામ જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા એક સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં કોરોનાકાળ વચ્ચે ચૂંટણી યોજાવાની હોવાથી મતદાન મથકોએ ચૂંટણી સ્ટાફ તથા પોલીસને ફેસશિલ્ડ, સેનિટાઈજર તથા માસ્ક પૂરા પાડવામાં આવશે.

મતદાન મથકોએ પણ મતદારો માટે સેનિટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવશે. કોરોનાનો ચેપ ન ફેલાય તેની તકેદારીના ભાગ રૂપે માસ્ક અને સેનિટાઈઝર જેવી વ્યવસ્થા પર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો.