CIA ALERT

Slider Archives - Page 167 of 492 - CIA Live

March 17, 2021
vaccine-1.jpg
2min466

સોમવાર ૧૫મી માર્ચે દેશમાં એક જ દિવસમાં વિક્રમજનક ૩૦ લાખ કરતાં પણ વધુ લોકોને કોરોનાની રસી અપાઈ હોવાનું કેન્દ્રના આરોગ્ય ખાતાએ મંગળવારે કહ્યું હતું.

આ સાથે જ દેશમાં અત્યાર સુધીમાં કોરોની રસીના આપવામાં આવેલા ડૉઝની સંખ્યાનો કુલ આંક ૩,૨૯,૪૭,૪૩૨ પર પહોંચી ગયો હોવાનું તેમણે કહ્યું હતું.

માત્ર પંદર જ દિવસમાં રસીકરણના ૬૦ વર્ષથી વધુ વયના લાભાર્થીઓની સંખ્યાનો આંક એક કરોડને પાર કરી ગયો હોવાનું તેમણે કહ્યું હતું.

કોરોનાની રસીકરણની ઝુંબેશના ૫૯મા દિવસે એટલે કે ૧૫મી માર્ચે ૨૪ કલાકના સમયગાળામાં ૩૦,૩૯,૩૯૪ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.

૪૨,૯૧૯ સેશનમાં ૨૬,૨૭,૦૯૯ લાભાર્થીઓને કોરોનાની રસીનો પહેલો ડૉઝ તો ૪,૧૨,૨૯૫ લોકોને રસીનો બીજો ડૉઝ આપવામાં આવ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.

૨૬,૨૭,૦૯૯ લાભાર્થીઓમાં ૬૦થી વધુ વયના ૧૯,૭૭,૧૭૫ લાભાર્થીઓનો અને ૪૫થી ૬૦ વર્ષની વયજૂથના તેમ જ અન્ય બીમારીઓ ધરાવતા ૪,૨૪,૭૧૩ લાભાર્થીઓનો સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.

પ્રાપ્ત અહેવાલ મુજબ મંગળવારે સાંજે સાત વાગ્યા સુધીમાં ૫,૫૫,૯૮૪ સેશન મારફતે કોરોનાની રસીના ૩,૨૯,૪૭,૪૩૨ ડૉઝ આપવામાં આવ્યા હતા.

૭૪,૪૬,૬૧૬ હૅલ્થ વર્કર્સને રસીનો પ્રથમ ડૉઝ તો ૪૪,૫૮,૬૧૬ હૅલ્થ વર્કર્સને રસીનો બીજો ડૉઝ અપાયો હતો,

આ ઉપરાંત ચોક્કસ બીમારી ધરાવતા ૪૫થી વધુ વયના ૧૮,૮૮,૭૨૭ લાભાર્થી તેમ જ ૬૦થી વધુ વયના ૧,૦૨,૬૯,૩૬૮ લાભાર્થીને કોરોનાની રસીનો પ્રથમ ડૉઝ આપવામાં આવ્યો હતો.

અહેવાલમાં જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિળનાડુમાં કોરોનાના દૈનિક નવા કેસની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.

છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા નોંધાયેલા કુલ કેસમાં આ પાંચ રાજ્યના ૭૯.૭૩ ટકા જેટલા કેસ હોવાનું તેમણે કહ્યું હતું.

છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા વધુ ૨૪,૪૯૨ કેસ નોંધાયા હોવાનું તેમણે કહ્યું હતું.

મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક સર્વાધિક ૧૫,૦૫૧ કેસ નોંધાયા હોવાનું તેમણે કહ્યું હતું.

મહારાષ્ટ્ર, પંજાબ, તમિળનાડુ, મધ્ય પ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક અને હરિયાણા એમ દેશના આઠ રાજ્યમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થયેલો જોવા મળી રહ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

કેરળમાં છેલ્લાં એક મહિનાથી કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, એમ તેમણે કહ્યું હતું.

દેશમાં હાલ કોરોનાના ૨,૨૩,૪૩૨ સક્રિય કેસ છે જે કુલ કેસના ૧.૯૬ ટકા જેટલા હોવાનું તેમણે કહ્યું હતું.

દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસમાં મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબ એમ ત્રણ રાજ્યનું એકંદરે યોગદાન ૭૬.૫૭ ટકા જેટલું હોવાનું તેમણે કહ્યું હતું.

દેશમાં અત્યાર સુધીમાં ૨૨,૮૨,૮૦,૭૬૩ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને કારણે વધુ ૧૩૧ જણનાં મૃત્યુ થયાં હોવાનું તેમણે કહ્યું હતું.

March 16, 2021
night_curfew.jpg
1min502

કોરોના સંક્રમણને પગલે રાજ્ય સરકારે રાજ્યના સુરત સમેત ચાર મહાનગરો, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે.

ચારેય મહાનગરોમાં આજે રાત્રિ કરફ્યુના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

નાયબ મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ અટકાવવા માટે પગલાં લેવા મ્યુનિસિપલ કમિશનરો સાથે ચર્ચા કરી અને સ્થાનિક કક્ષાએ નિર્ણય લેવા સૂચના આપી છે. DyCM નીતિનભાઈ પટેલ જણાવ્યું હતુ કે, રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યાં છે. મનપાના કમિશનરોને કમિશનરને યોગ્ય નિર્ણય લેવા અને જરૂરી પગલાં ભરવા માટે પણ છૂટ અપાઇ છે.

March 16, 2021
CIA_Live_Logo_New2.jpg
2min768

જયેશ બ્રહ્મભટ્ટ ૯૮૨૫૩ ૪૪૯૪૪

ભારતમાં યુનિવર્સિટીઓનું સંચાલન કરી રહેલી એપેક્ષ બોડી, યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશને અત્યાાર સુધી સર્ટિફિકેશન કોર્સ ગણાતા ચાર્ટર્ડ અકાઉન્ટન્સી, કંપની સેક્રેટરી, આઇ.સી.ડબલ્યુ.એ. જેવા અભ્યાસક્રમોને પોસ્ટ ગ્રેજ્યુએશન (માસ્ટર) ડિગ્રીને સમકક્ષ દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની જાણકારી આઇ.સી.એ.આઇ. દ્વારા ટ્વીટ કરીને જારી કરવામાં આવી છે.

CA/CS/ICWA જેવા સર્ટિફિકેશન્સ સફળતાપૂર્વક પૂર્ણ કરનારા ઉમેદવારો હવેથી ભારત તેમજ આંતર રાષ્ટ્રીય સ્તરે જુદી જુદી યુનિવર્સિટીઓમાં ચાલતા પી.જી. અભ્યાસક્રમો કે તેનાથી ઉપર ડોક્ટરેટ અભ્યાસક્રમોમાં પ્રવેશ પામી શકશે.

આ સાથે જ CA/CS જેવા અભ્યાસક્રમો હવે વધુ પાવરફુલ બન્યા છે. અત્યાર સુધી જેનેે સર્ટિફિકેશન્સ માનવામાં આવતા હતા તે હવે ઘરે બેસીને ભણી શકાય તેવા સૌથી પાવરફુલ કોર્સ બન્યા છે જે નોકરી, વ્યવસાય કે બિઝનેસ એક્સપર્ટસ બનાવી શકે તેટલા સક્ષમ હોવા ઉપરાંત પી.એચડી. સુધીની ડિગ્રી માટેની લાયકાત મેળવી આપશે.

હાલમાં કોમ્બિનેશન સ્ટડીનો ટ્રેન્ડ નહીં બદલાય

CA/CS/ICWA અભ્યાસ કરતાા ઉમેદવારોમાં છેલ્લા ઘણા વર્ષોથી કોમ્બિનેશન સ્ટડીનો ટ્રેન્ડ જોવા મળે છે જેમકે બી.કોમ. વીથ સીએ, બીબીએ વીથ સીએ, બીબીએ વીથ સી.એસ., બી.કોમ.વીથ સી.એસ. વગેરે. વિદ્યાર્થીઓ બેકઅપ પ્લાનના ભાગરૂપે આ પ્રકારે સ્ટડી કરે છે. સી.એ. સી.એસ. જેવા કોર્સનું પરીણામ ખૂબ ઓછું આવતું હોય, અન્ડર ગ્રેજ્યુએટ ડિગ્રી સાથે કોમ્બિનેશનમાં CA/CS/ICWA જેવા સર્ટિફિકેશન્સ કરવાનો ટ્રેન્ડ હાલ તુરત નહીં બદલાય એમ નિષ્ણાંતો જણાવી રહ્યા છે.

Dhiraj Khandelwal, CCM of ICAI tweeted “Based on representation made by ICAI, UGC approved CA/CS/ ICWA qualification equivalent to postgraduate degree. (PDG) . Wow.. it’s a great recognition to our profession.”

The University Grants Commission (UGC) has resolved that the Chartered Accountant (CA), Company Secretary (CS), or Cost and Works Accountant (ICWA) exams will be treated equivalent to a postgraduate degree.

The Institute of Chartered Accountants of India (ICAI) on Monday informed that the UGC has resolved that CA Qualification will be treated equivalent to PG Degree. Candidates who qualify the CA, CS, ICWA exams will now be equivalent to PG holders.

This will not only help CA’s for pursuing higher studies but will also facilitate the mobility of Indian CAs globally.” tweeted ICAI on Monday, 15 March 2021.

March 16, 2021
2000.jpg
1min625

છેલ્લાં બે વર્ષથી રૂ. ૨૦૦૦ના મૂલ્યની ચલણી નોટ છાપવાનું બંધ કરી દેવામાં આવ્યું હોવાની માહિતી સરકારે સોમવારે લોકસભામાં આપી હતી.

લોકસભામાં આપેલા લેખિત ઉત્તરમાં રાજ્યકક્ષાના નાણાં ખાતાના પ્રધાન અનુરાગસિંહ ઠાકુરે કહ્યું હતું કે ૩૦ માર્ચ ૨૦૧૮ના રોજ સુધી રૂ. ૨૦૦૦ના મૂલ્યની ૩૩૬.૨ કરોડ ચલણી નોટ સર્ક્યૂલેશનમાં હતી જે બૅંકના ચલણી નોટના કુલ જથ્થાના ૩.૨૭ ટકા અને વેપારના ૩૭.૨૬ ટકા જેટલી હતી.

૨૬ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ રૂ. ૨૦૦૦ના મૂલ્યની ૨૪૯.૯ કરોડ ચલણી નોટ સર્ક્યૂલેશનમાં હતી જે બૅંકના ચલણી નોટના કુલ જથ્થાના ૨.૦૧ ટકા અને વેપારના ૧૭.૭૮ ટકા જેટલી હતી, એમ તેમણે કહ્યું હતું.

જનતા દ્વારા કરાતી રૂપિયાની લેવડદેવડને ધ્યાનમાં રાખીને સરકાર અને આરબીઆઈ સલાહમસલત કર્યા બાદ ચોક્કસ મૂલ્યની ચલણી નોટનું પ્રમાણ જાળવી રાખવા જરૂરિયાત પ્રમાણે ચલણી નૉટ પ્રિન્ટ કરવાનો નિર્ણય લે છે.

વર્ષ ૨૦૧૯-૨૦ અને વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન રૂ. ૨૦૦૦ના મૂલ્યની ચલણી નોટ છાપવાની કોઈ યાદી મોકલવામાં ન આવી હોવાનું તેમણે કહ્યું હતું. નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન રૂ. ૨૦૦૦ના મૂલ્યની ૩૫૪.૨૯૯૧ કરોડ ચલણી નોટ છાપવામાં આવી હોવાનું આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

જોકે નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ. ૨૦૦૦ના મૂલ્યની માત્ર ૧૧.૧૫૦૭ કરોડ ચલણી નોટ છાપવામાં આવી હતી એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં આ પ્રમાણ ઘટીને ૪.૬૬૯૦ કરોડ જેટલું થઈ ગયું હતું.

એપ્રિલ ૨૦૧૯થી રૂ. ૨૦૦૦ના મૂલ્યની એકપણ ચલણી નોટ છાપવામાં ન આવી હોવાનું તેમણે કહ્યું હતું.

રૂ. ૨૦૦૦ની ચલણી નોટની સંગ્રહખોરી અને કાળાનાણાંને અંકુશમાં લેવાના પ્રયાસના ભાગરૂપ આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

કાળાનાણાં અને બનાવટી ચલણી નોટો પર અંકુશ લાદવાના પ્રયાસના ભાગરૂપ સરકારે રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ના મૂલ્યની ચલણી નોટ અર્થતંત્રમાંથી પાછી ખેંચી લીધા બાદ નવેમ્બર ૨૦૧૬માં રૂ. ૨૦૦૦ના મૂલ્યની ચલણી નોટ બહાર પાડવામાં આવી હતી.

જોકે, બાદમાં રૂ. ૫૦૦ની નવી ચલણી નોટ અર્થતંત્રમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ રૂ. ૧૦૦૦ના મૂલ્યની ચલણી નોટ કાયમ માટે રદ કરવામાં આવી હતી.

હાલ રૂ. ૨૦૦૦ના મૂલ્યની ચલણી નોટ ઉપરાંત રૂ. ૧૦, રૂ. ૨૦, રૂ. ૫૦, રૂ. ૧૦૦, રૂ. ૨૦૦ અને રૂ. ૫૦૦ની ચલણી નોટ દેશના અર્થતંત્રમાં સર્ક્યૂલેશનમાં છે.

March 15, 2021
corona_india.jpg
1min414

છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા વધુ ૨૫,૩૨૦ કેસ નોંધાતા કોરોનાના કેસની સંખ્યાનો કુલ આંક ૧,૧૩,૫૯,૦૪૮ પર પહોંચી ગયો હોવાનું કેન્દ્રના આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું. છેલ્લાં ૮૪ દિવસમાં કોરોનાના દૈનિક નવા વધુ કેસનો આ સર્વોચ્ચ આંક હતો, એમ તેમણે કહ્યું હતું. છેલ્લે ૨૦ ડિસેમ્બરે દેશમાં કોરોનાના ૨૬,૬૨૪ કેસ નોંધાયા હતા.

છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને કારણે વધુ ૧૬૧ જણનાં મોત થયાં જે છેલ્લાં ૪૪ દિવસમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારાંઓનો સર્વોચ્ચ આંક હતો એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આ સાથે જ દેશમાં કોરોનાનો કુલ મરણાંક ૧,૫૮,૬૦૭ પર પહોંચી ગયો છે. દેશમાં હાલ કોરોનાના ૨,૧૦, ૫૪૪ સક્રિય કેસ છે જે કુલ કેસના ૧.૮૫ ટકા છે.

દેશમાં કોરોનાના દરદીઓની સંખ્યાનો આંક ૭ ઑગસ્ટે ૨૦ લાખ, ૨૩ ઑગસ્ટે ૩૦ લાખ, પાંચ સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ, ૨૮ સપ્ટેમ્બરે ૬૦ લાખ, ૧૧ ઑક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઑક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે એક કરોડનાં આંકને વટાવી ગયો હતો.

આઈસીએમઆરના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં દેશમાં કુલ ૨૨,૬૭,૦૩,૬૪૧ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, પંજાબ, કર્ણાટક, તમિળનાડુ અને મધ્ય પ્રદેશમાં જ કોરોનાના દૈનિક નોંધાતા નવા દરદીઓમાંના ૮૭.૭૩ ટકા દરદી ધરાવે છે.

કોવિડ-૧૯ના છેલ્લા એક દિવસમાં મહારાષ્ટ્રમાં ૧૫,૬૦૨, કેરળમાં ૨,૦૩૫ અને પંજાબમાં ૧,૫૧૦ નવા દરદી નોંધાયા હતા.

દેશમાંના કોરોનાના કુલ ઍક્ટિવ દરદીઓમાંના ૭૬.૯૩ ટકા દરદી મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં જ નોંધાયા હતા.

દેશમાં કોરોનામાંથી ૧,૦૯,૮૯,૮૯૭ દરદી સાજા થયા હતા. નવા સાજા થયેલા દરદીઓમાંના ૮૩.૧૩ ટકા દરદી છ રાજ્યના જ હતા.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન મહારાષ્ટ્રમાં ૮૮, પંજાબમાં ૨૨ અને કેરળમાં ૧૨ કોરોનાના દરદી મૃત્યુ પામ્યાં હતાં.

દેશમાં કોરોનાની રસીના અંદાજે ૨,૯૭,૩૮,૪૦૯ ડૉઝ અપાયા હતા.

દેશના ૧૪ રાજ્ય – રાજસ્થાન, ઝારખંડ, પુડુચેરી, લક્ષદ્વીપ, મેઘાલય, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ, લડાખ, મણિપુર, મિઝોરમ, આંદામાન અને નિકોબાર તેમ જ અરુણાચલ પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાથી એક પણ દરદી મૃત્યુ નહોતો પામ્યો.

March 15, 2021
night_curfew.jpg
1min600

એક તરફ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ એકાએક કોરોનાના કેસો વધી ગયા છે અને સાથોસાથ આજે તા.૧૫મી માર્ચે જ ગુજરાતના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની વર્તમાન મુદત પૂરી થઇ રહી છે. આજે સાંજ સુધીમાં એવી જાહેરાત સરકાર તરફથી શક્ય છે કે, સુરત સમેત રાજ્યના મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની અવધિ લંબાવવા ઉપરાંત અનેક આકરાં નિયંત્રણો લાગૂ કરવામાંં આવશે.

રાજ્યમાં હાલ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત એમ ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ 12થી સવારના 6 વાગ્યા સુધી અમલી છે જેની અવધિ આજે 15મી માર્ચના રોજ પૂર્ણ થાય છે.

વિતેલા સપ્તાહે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ કોર કમિટીની બેઠક યોજી હતી અને તેમાં કોરોના વધતા જતા કેસો સંદર્ભેની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી અને સ્થિતિને કાબૂમાં લેવા માટે સૂચનાઓ આપી હતી. આજે ફરી બેઠક યોજી કર્ફ્યૂ અંગે નિર્ણય લઈ જાહેર કરાય તેવી શક્યતા છે.

સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે ત્યારે અમદાવાદમાં કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. રાત્રીના જે રેસ્ટોરાં કે પછી હોટેલોમાં વધુ લોકો એકઠા થતા હોય અને નિયમોનો ભંગ થયો હોય તો હોટેલ અને રેસ્ટોરાંને બંધ કરાવવામાં આવી છે.

March 14, 2021
sachin_vaze.jpg
1min551

એનઆઈએના પ્રવક્તાએ જણાવ્યું કે, ‘સચિન વઝેની NIA કેસ RC/1/2021/NIA/MUMમાં રાત્રે 11.50 કલાકે ધરપકડ કરવામાં આવી હતી.’ એનઆઈએએ કહ્યું કે, 25 ફેબ્રુઆરીએ કાર્મિકલ રોડ નજીક વિસ્ફોટક ભરેલી કાર મૂકવામાં ભૂમિકા અને સંડોવણી બદલ કાર્યવાહી કરવામાં આવી છે.

તા.૧૩મી માર્ચને શનિવારે મોડી રાત્રે મહારાષ્ટ્રમાં કાર્યરત નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ મુંબઈ પોલીસ એન્કાઉન્ટર સ્પેશિયાવલિસ્ટ પોલીસ અધિકારી સચિન વઝેની ધરપકડ મુકેશ અંબાણીના ઘર, એન્ટીલિયા નજીક મળી આવેલી વિસ્ફોટક ભરેલી કારના કેસમાં કરી છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા નજીકથી મળી આવેલી વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો કારના માલિક મનસુખ હિરેનની મૃત્યુ બાદ તેમની પત્નીએ પણ સચિન વઝે પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદથી જ સચિનની ધરપકડની માંગ કરવામાં આવી રહી હતી.

વઝે પોતાનું નિવેદન નોંધાવા માટે સવારે 11.30 વાગ્યે દક્ષિણ મુંબઈના કુંબલા હિલ ખાતેની એજન્સીની ઓફિસ પહોંચ્યા હતા.

25 ફેબ્રુઆરીના રોજ કાર્મીકલ રોડ પર અંબાણીના ઘરની નજીક પાર્ક કરેલી સ્કોર્પિયો કારમાં કેટલીક જીલેટીન સ્ટીક અને ધમકીભર્યો પત્ર મળી આવ્યો હતો. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ વઝે પર થાણે સ્થિત બિઝનેસમેન મનસુખ હિરેન હત્યા કેસમાં સંડોવણીનો આરોપ છે. જણાવી દઈએ કે, 5 માર્ચના રોજ થાણે જિલ્લામાં મનસુખ હિરેનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

એન્ટિ ટેરરિઝમ સ્કવોડ (ATS) હિરેન હત્યા કેસની તપાસ કરી રહી છે. હિરેનનો મૃતદેહ મળ્યા અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. હિરેનની પત્નીએ દાવો કર્યો હતો કે, તેના પતિએ ગયા વર્ષે નવેમ્બરમાં વઝેને એસયુવી આપી હતી અને ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં કાર પરત કરી હતી. જો કે વઝેએ આ વાતનો ઇનકાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મનસુખના પત્ની વિમલા હિરેનની હત્યાના આરોપ બાદ સચિન વઝે પોતે જ પૂછપરછ માટે એટીએસ પહોંચ્યા હતા. ત્યારબાદ એટીએસ દ્વારા 10 કલાક પૂછપરછ કરવામાં આવી હતી.

March 14, 2021
vaccines.jpg
1min429

દેશમાં કોરોનાની છ કરતાં પણ વધુ રસી જલદી જ બજારમાં મુકાશે એવી જાહેરાત કેન્દ્રના આરોગ્ય ખાતાના પ્રધાન હર્ષવર્ધને શનિવારે કરી હતી.

શુક્રવારે એક જ દિવસમાં દેશમાં કોરોનાની ૨૦ લાખ રસી આપવામાં આવી હોવાનું જણાવતાં શનિવારે તેમણે કહ્યું હતું કે અત્યાર સુધીમાં એક જ દિવસમાં આપવામાં આવેલી રસીનો આ સર્વોચ્ચ આંક છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગતિશીલ નેતૃત્ત્વ હેઠળ કોરોનાની કટોકટી દરમિયાન ભારતે વિશ્ર્વને મદદરૂપ થવાની શ્રેષ્ઠ કામગીરી બજાવી હોવાનું રેલવે પ્રધાન પીયૂષ ગોયલે શનિવારે કહ્યું હતું.

દેશમાં કોરોનાની રસી આપવાની ઝુંબેશ ૧૬મી જાન્યુઆરીએ શરૂ થઈ હતી અને ત્યારથી અત્યાર સુધીમાં દેશભરમાં કોરોનાની રસીના ૧.૮૪ કરોડ ડૉઝ આપવામાં આવ્યા હોવા ઉપરાંત ૨૩ કરોડ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હોવાનું હર્ષવર્ધને કહ્યું હતું. ભારતે બે રસી વિકસાવી છે અને વિશ્ર્વના ૭૧ દેશને એ રસી આપવામાં આવી છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે હજુ અનેક જાણીતા દેશ ભારત પાસેથી રસીની માગણી કરી રહ્યા છે.

કૅનેડા, બ્રાઝિલ જેવા અનેક જાણીતા દેશ ભારતની રસીનો ઉત્સાહપૂર્વક ઉપયોગ કરી રહ્યા છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે વધુ છ જેટલી રસી જલદી જ બજારમાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતની રચના કરી ભારતને વિશ્ર્વગુરુ બનાવવા માગે છે, એમ તેમણે કહ્યું હતું.

વિજ્ઞાનને આદર આપો. વિજ્ઞાન પર કરાતા રાજકારણને બંધ કરવાની જરૂર છે અને એટલે જ આપણે એકજૂટ થઈને કામ કરવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

દેશના વૈજ્ઞાનિકોનો પ્રયાસ પ્રશંસાને પાત્ર છે કેમ કે તેમના પ્રયાસોને કારણે જ આપણે આ સિદ્ધિ મેળવી શક્યા છીએ, એમ તેમણે કહ્યું હતું.

કોરોનાને બાદ કરતા વર્ષ ૨૦૨૦ને વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોના વરસ તરીકે યાદ રાખવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

આરંભમાં કોરોનાના પરીક્ષણ માટે દેશમાં એક જ પ્રયોગશાળા હતી, પરંતુ હવે દેશમાં કોરોનાના પરીક્ષણ માટે ૨,૪૧૨ પ્રયોગશાળા છે, એમ તેમણે કહ્યું હતું.

કોરોનાને અલગ પાડી દેવામાં આપણો દેશ પ્રથમ હતો એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે કોરોનાના મ્યૂટેશનને ભારતે અલગ પાડ્યું હતું.

દેશના વૈજ્ઞાનિકોએ રસી માટે આઈસીએમઆરને મદદ કરી હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે લોકો ભારતની રસીની પ્રશંસા કરી રહ્યા છે.

અમુક લોકોએ રસી અંગે અફવા ફેલાવી લોકોમાં ભ્રમ ફેલાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ સત્યને કોઈ હરાવી શકતું નથી, એમ તેમણે કહ્યું હતું. લોકો માની રહ્યા છે કે હવે કોરોનાની રસી આવી ગઈ છે અને બધું સારું થઈ જશે, એમ તેમણે કહ્યું હતું.

March 13, 2021
corona_india.jpg
1min598

દેશમાં નોંધાતા નવા દૈનિક કુલ કેસમાં પૈકી ૮૫ ટકા કેસો છ રાજ્યો, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિળનાડુના હોવાનું આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિળનાડુ એમ છ રાજ્યમાં કોરાનોના નવા દૈનિક કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાના કેસની સંખ્યાનો કુલ આંક ૧,૧૩,૦૮,૮૪૬ પર પહોંચી ગયો છે. દેશમાં હાલ કોરોનાના ૧,૯૭,૨૩૭ સક્રિય કેસ છે જે કુલ કેસના ૧.૭૪ ટકા છે.

છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૨૩,૨૮૫ કેસ નોંધાયા હતા જેમાં મહારાષ્ટ્ર ૧૪,૩૧૭, કેરળ ૨૧૩૩, પંજાબ ૧૩૦૫નો સમાવેશ થાય છે.

દેશમાં નોંધાયેલા કોરોનાના કુલ કેસમાં પાંચ રાજ્યનું યોગદાન ૮૨.૯૬ ટકા, મહારાષ્ટ્ર અને કેરળ બે રાજ્યમાં કુલ યોગદાન ૭૧.૬૯ ટકા હોવાનું તેમણે કહ્યું હતું.

ભારતમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યાનો આંક ૧,૯૭,૩૩૭ પર પહોંચ્યો છે જે કુલ કેસના ૧.૭૪ ટકા જેટલો હોવાનું કોરોના દેખરેખ અધિકારીએ નવી દિલ્હી ખાતેથી કહ્યું હતું.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૨૩,૨૮૫ કેસ નોંધાયા હતા જે છેલ્લા ૭૮ દિવસનો સર્વોચ્ચ આંક હતો, એમ કેન્દ્રના આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને કારણે વધુ ૧૧૭ જણનાં મોત થયાં હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે આ સાથે જ દેશમાં કોરોનાનો કુલ મરણાંક ૧,૫૮,૩૦૬ પર પહોંચી ગયો છે.

છેલ્લે ૨૪ ડિસેમ્બરે ૨૪ કલાકમાં કોરોનાના ૨૪,૨૪,૭૧૨ કેસ નોંધાયા હતા એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે છેલ્લા છ દિવસમાં દેશમાં કોરોનાના ૧,૧૬,૭૫૮ કેસ નોંધાયા હતા.

આઈસીએમઆરના જણાવ્યા અનુસાર દેશમાં ૧૧મી માર્ચ સુધીમાં ૨૨,૪૯,૯૮,૬૩૮ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

શુક્રવારે દેશમાં કોરોનાને કારણે નોંધાયેલા કુલ ૧૧૭ જણનાં મૃત્યુ થયાં હતાં અને ૫૭ મૃત્યુ સાથે મહારાષ્ટ્ર મોખરે રહ્યું હતું.

March 13, 2021
corona-gujarat.jpg
1min472

તા.૧૨મીએ રાત્રે ૯ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન ગુજરાત રાજ્યમાં કોરોનાના નવા કુલ 715 કેસ નોંધાયા છે. આ જ સમયગાળામાં રાજ્યમાં કોરોનાગ્રસ્ત હોય તેવા 495 દર્દીઓ સ્વસ્થ થયા છે.

ભાવનગર, બોટાદ, ડાંગ, પોરબંદર અને સુરેન્દ્રનગર એમ કુલ 5 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.

કોરોના મહામારીમાં રાજ્યમાં કુલ 2,68,196 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. રાજ્યનો રિકવરી રેટ પણ 96.95%એ પહોંચ્યો છે.

રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં 145, સુરતમાં 196, વડોદરામાં 117 તેમજ રાજકોટમાં 69 દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 4006 એક્ટિવ કેસમાંથી 51 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 3955 સ્ટેબલ છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 મોત અને સુરતમાં પણ 1 મોત નોંધાતા હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4420એ પહોંચ્યો છે.