CIA ALERT

Slider Archives - Page 165 of 492 - CIA Live

March 24, 2021
vaccine-1.jpg
1min430

કોવિડ-૧૯ની કુલ ૩૨.૫૩ લાખથી વધુ રસી સોમવારે આપવામાં આવી હતી, જે અત્યાર સુધીની એક દિવસમાં આપવામાં આવેલી સૌથી વધુ રસી હતી.

આ સાથે અત્યાર સુધીમાં ૪.૮ કરોડ કોરોનાની રસી લોકોને આપવામાં આવી હોવાની માહિતી પણ મંત્રાલયે જાહેર કરી હતી.

સોમવારે ૨૩મી માર્ચ ૨૦૨૧ રસીકરણનો ૬૬મો દિવસ હતો અને એ દિવસે કુલ ૩૨,૫૩,૦૯૫ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. એમાંથી ૪૮૩૪૫ સત્રમાં ૨૯૦૩૦૩૦ લાભકર્તાને રસીનો પહેલો ડોઝ અને ૩૫૦૦૬૫ સ્વાસ્થ્ય કર્મચારીઓ તથા ફ્રન્ટલાઇન વર્કર્સને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. ૨૯૦૩૦૩૦ લાભકર્તામાં ૨૧૩૧૦૧૨ વ્યક્તિ ૬૦ વર્ષથી વધુ વયની હતી અને ૫૫૯૯૩૦ વ્યક્તિ ૪૫-૫૯ વર્ષની બહુરોગીય વ્યક્તિ હતી.

March 23, 2021
vaccine-1.jpg
1min427

દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનને વિસ્તારવાનો નિર્ણય લેતાં કેન્દ્ર સરકારે ત્રીજા તબક્કાના વેક્સીનેશન પ્લાન હેઠળ આગામી તા.૧ એપ્રિલ પછી દેશમાં 45થી વધુ ઉંમર ધરાવતા તમામ લોકોને વેક્સીન માટે એલિજીબલ ગણવાની મંજૂરી આપી દીધી છે. જેમાં હવેથી વેક્સીન લેનાર વ્યક્તિએ અન્ય બીમારીના સર્ટિફિકેટ આપવાની જરુર રહેશે નહીં. સરકારે કોરોના રસી માટે બીમારીના સર્ટિફિકેટની શરતને હટાવી લીધી છે.

કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, રસી લેવા માટે 45થી વધુ ઉંમરના લોકોએ ડોક્ટરનું સર્ટિફિકેટ લાવવાની જરુર રહેશે નહીં. 45થી ઉપર ઉંમર છે તો રસી મળી જશે. તેમણે અપીલ કરી હતી કે કોરોના વેક્સીન માટે 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો તાત્કાલિક ધોરણ રજિસ્ટર કરાવી વેક્સીન ડોઝ મેળવી લેવાની પ્રક્રિયામાં સામેલ થાય. આ સિવાય તેમણે કોરોનાની અન્ય રસીઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, દેશમાં કેટલીક કોરોના વેક્સીન ટ્રાયલ ફેજમાં છે અને ટૂંક સમયમાં તેમને મંજૂરી મળી શકે છે.

કેન્દ્રના જણાવ્યા મુજબ દેશવ્યાપી રસીકરણના બીજા તબક્કામાં 60થી વધુ ઉંમરના લોકોને આવરી લેવાની સાથે સાથે 45થી વધુ ઉંમર ધરાવતા અન્ય બીમારીઓથી પીડિત લોકોનું વેક્સીનેશન પણ કરવામાં આવી રહ્યુ છે.

કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગેની માહિતી એક પત્રકાર પરિષદને સંબોધતા આપી હતી. રસીકરણ અભિયાનની માહિતી આપતાં તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી દેશમાં 4 કરોડથી વધુ લોકોને કોરોનાની રસીનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે, જ્યારે 80 લાખથી વધુ લોકોને વેક્સીનનો બીજો ડોઝ આપી દેવાયો છે. તેમના જણાવ્યા મુજબ વિતેલા 24 કલાકમાં દેશભરમાં 32 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે દેશમાં તબક્કાવાર લોકોને વેક્સીન આપવાનો નિર્ણય લીધો હતો.

March 23, 2021
fastag.png
1min509

ફાસ્ટટૅગના સરેરાશ દૈનિક કલેક્શનનો આંક રૂ. ૧૦૦ કરોડને પાર કરી ગયો હોવાની માહિતી કેન્દ્રના રોડ, પરિવહન અને એમએસએમઈ ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ સોમવારે રાજ્યસભામાં આપી હતી. ગડકરીના જણાવ્યાનુસાર ૧૬, માર્ચ ૨૦૨૧ સુધીમાં દેશભરમાં ત્રણ કરોડ કરતાં પણ વધુ ફાસ્ટટૅગ આપવામાં આવ્યા હતા. ૧, માર્ચ ૨૦૨૧થી ૧૬, માર્ચ ૨૦૨૧ દરમિયાન ફાસ્ટટૅગનો સરેરાશ દૈનિક કલેક્શનનો આંક રૂ. ૧૦૦ કરોડ કરતાં વધુ રહ્યો હોવાનું તેમણે કહ્યું હતું. નેશનલ હાઈવેના પૂરા કરાયેલા કોરિડોરમાં એનએચએઆઈ (નેશનલ હાઈવે ઑથોરિટી ઑફ ઈન્ડિયા) દ્વારા ટોલ પ્લાઝા ખાતે ૫૫૦ ઍમ્બ્યુલન્સ સેવામાં દાખલ કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું. આ ૫૫૦ ઍમ્બ્યુલન્સમાંથી ૧૭૧ને બૅઝિક લાઈફ સપોર્ટ માટે અપગ્રેડ કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

March 23, 2021
covishield.jpg
1min573

સરકારે કોવિશિલ્ડનો બીજો ડોઝ લેવા માટેનો ગાળો અગાઉના ૪-૬ સપ્તાહથી વધારીને હવે ૪-૮ સપ્તાહ કરવાની જાહેરાત કરી છે.

કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક પુરાવાને આધારે કોવિડ-૧૯ના રસી કોવિશિલ્ડના બે ડોઝ લેવાનો ગાળો પહેલો ડોઝ લીધાના ૪-૬ સપ્તાહને બદલે ૪-૮ સપ્તાહમાં લઇ શકાય એવો પ્રસ્તાવ સરકારી સલાહકાર સંસ્થા એનટીએજીઆઇએ કર્યો છે. જોકે, બીજો ડોઝ આઠ સપ્તાહ પહેલા લેવો જરૂરી છે. કેન્દ્રના સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય સચિવોને પત્ર લખીને જણાવ્યું હતું કે સરકારે એનટીએજીઆઇનો પ્રસ્તાવ સ્વીકાર્યો છે. આ સાથે બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લાભકર્તાને કોવિશિલ્ડનો પહેલો ડોઝ આપ્યાના ૪-૮ સપ્તાહમાં બીજો ડોઝ આપવાની સલાહ આપવામાં આવી છે. જોકે, બીજો ડોઝ આપવાનો સમયગાળો આઠ સપ્તાહથી વધુ ન હોવો જોઇએ.

March 22, 2021
NFA.jpg
1min523

કોરોનાને કારણે અત્યંત વિલંબથી જાહેર થયેલા ભારતના પ્રતિષ્ઠિત એવોર્ડ, 67મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં આત્મહત્યા કરી લેનાર બોલીવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતની ‘છિછોરે’ મૂવીને બેસ્ટ મૂવીનો નેશનલ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

બહુચર્ચિત અભિનેત્રી કંગના રણૌતને તેની ફિલ્મ મણિકર્ણિકા અને પંગાના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સાથે જ કંગનાનો ચોથો નેશનલ એવોર્ડ મળ્યો છે.

બેસ્ટ એક્ટરનો એવોર્ડ મનોજ બાજપાઈ તથા ધનુષને આપવામાં આવ્યો છે. મનોજ બાજપાઈને ફિલ્મ ભોસલે માટે તથા ધનુષને અસુરન માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. કંગના રણૌતને મણિકર્ણિકા અને પંગા ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો છે.

બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ)નો એવોર્ડ બી પ્રાકને આપવામાં આવ્યો છે. તેને ફિલ્મ કેસરીના લોકપ્રિય ગીત ‘તેરી મિટ્ટી મેં મિલ જાંવા’ માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. બેસ્ટ પ્લેબેક સિંગર (ફિમેલ)નો એવોર્ડ બારડોને આપવામાં આવ્યો છે. પલ્લવી જોષીએ બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ જ્યારે વિજય સેતુપતિએ બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ જીત્યો છે. જલીકટ્ટુ ફિલ્મને બેસ્ટ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

March 22, 2021
corona-gujarat.jpg
1min550

ગુજરાતમાં 24 કલાકમાં 1585 નવા કેસ સામે આવ્યા છે તો વધુ 989 દર્દીઓ સ્વસ્થ થતાં હવે રિકવરી રેટ પણ 95.90% થયો છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કુલ 1585 કેસ નોંધાયા છે તો તેની સામે રાજ્યમાં 24 કલાકમાં 989 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી હવે કોરોના મહામારીમાં રાજ્યમાં કુલ 2,75,238 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. જેથી રાજ્યનો રિકવરી રેટ પણ 95.90%એ પહોંચ્યો છે.

રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં 451, સુરતમાં 510, વડોદરામાં 132 તેમજ રાજકોટમાં 130 દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 7321 એક્ટિવ કેસમાંથી 71 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 7250 સ્ટેબલ છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1, વડોદરામાં 1 મોત નોંધાતા હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4450એ પહોંચ્યો છે.

અત્યાર સુધીમાં કુલ 30,48,462 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું અને 5,96,893 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું હતું. આમ કુલ 36,45,355 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા હતાં. જ્યારે આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,09,305 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

March 22, 2021
corona_india.jpg
1min430

24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 43,846 કેસ નોંધાયા છે. ચાલુ વર્ષમાં આ એક દિવસના રેકોર્ડ કેસ રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ દેશમાં કુલ કોરોના સંક્રમણના કેસો વધીને 1,15,99,130ને પાર થઈ ગયા છે. સતત 11માં દિવસે કોરોનાના દૈનિક કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. હાલમાં સક્રિય કેસની સંખ્યા વધીને 3,09,087 થઈ ગઈ છે જે કુલ કેસ લોડના 2.66 ટકા હોવાનું જણાય છે.

કોરોનામાંથી રિકવર થયેલા દર્દીઓની ટકાવારી ઘટીને 95.96 ટકા રહી છે. રવિવારે સવારના 8 વાગ્યા સુધી પ્રાપ્ત ડેટા મુજબ કોરોનાના નવા 43,846 કેસ નોંધાયા છે જે વિતેલા 115 દિવસમાં સૌથી વધુ છે. એક દિવસમાં 197 દર્દીનાં મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને 1,59,755 થઈ ગયો છે. એક દિવસમાં મોતના આંકડાની દ્રષ્ટિએ આ આંકડો વિતેલા 97 દિવસનો સૌથી વધુ છે. દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.38 ટકા નોંધાયો છે.

આઈસીએમઆરના ડેટા મુજબ અત્યાર સુધીમાં કોરોનાના 23,35,65,119 સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે. 20 માર્ચના રોજ દેશમાં 11,33,602 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું હતું. દેશમાં એક દિવસમાં 197 દર્દીનાં મોત થયા છે જે પૈકી મહારાષ્ટ્રમાં 92, પંજાબમાં 38, કેરળમાં 15 અને છત્તિસગઢમાં 11 દર્દીનાં મોત થયા છે. આરોગ્ય મંત્રાલયના મતે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓમાં 70 ટકાનાં મોત કોરોનાની સાથે અન્ય ગંભીર બીમારીથી પણ થયા હોવાનું  જણાયું છે.

March 22, 2021
rupani-1280x789.jpg
1min486

 ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું હતું કે ‘હું મુખ્યમંત્રી તરીકે ખાતરી આપું છું કે હવે કોઈ નવું લોકડાઉન થવાનું નથી, નથી અને નથી જ. થોડા નિયંત્રણ સાથે ચાલવાનું છે. કોઈ અફવાનો વિશ્વાસ કરવાનો નથી. લોકોએ ગભરાવાની નહીં પરંતુ સાવચેતી અને સંયમ રાખવાની જરૂર છે. આપણે સૌ અવશ્ય માસ્ક પહેરીએ. સરકારને માસ્કના રૂપિયામાં રસ નથી. હાઈકોર્ટના ઓર્ડરથી આપણે 1 હજાર રૂપિયા દંડ કરીએ છીએ. આશા રાખીએ કે કોઈએ દંડ ભરવો ન પડે. સૌ માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે, સેનિટાઈઝરનો વારંવાર ઉપયોગ કરે અને વારો આવે ત્યારે વેક્સિન અવશ્ય લઈએ.’
તેમણે જણાવ્યું હતું કે દરેક રાજયોમાં કેસ વધ્યા છે. ત્યારે આપણું ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. સંક્રમણને વધતું અટકાવવા માટે મહાનગરોમાં રાત્રી કરફયુનો સમય વધાર્યો, હોટેલ રેસ્ટોરન્ટ પર થોડા અંકુશ મુકયા, હું સમજુ છું કે તેનાથી આપણા રોજિંદા જીવનમાં અગવડતા પડશે પરંતુ આ બધુ ન છુટકે કરવું પડયુ છે. સંક્રમણ ઓછું થયું કે આપણે નિયમોને હળવા પણ કર્યા છે.

રાજ્યમાં ટેસ્ટીંગ વધારી દેવામાં આવ્યું છે, હોસ્પિટલમાં બેડની સંખ્યામાં પણ વધારો કર્યો છે, દરેક દવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. બીજી બાજુ રસીકરણનું કામ પણ ઝડપથી ચલાવી રહ્યા છીએ.’ તેમણે અંતમાં જણાવ્યું હતું કે ફરીથી કહું છું કે ફરીથી લોકડાઉન થવાનું નથી. ‘જાન ભી હૈ, જહાન ભી હૈ,’ આમ બન્ને વસ્તુ સંતુલીત રીતે કરવાની છે. કોરોના અટકાવીએ. કોરોના હારશે, ગુજરાત જીતશે.’

March 21, 2021
corona-gujarat.jpg
1min547

૨૦મી માર્ચ ૨૦૨૧ના રોજ રાત્રે ૮ કલાકે પૂરા થયેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 1565 નવા કેસ નોંધાતા કુલ કેસનો આંક 2,85,429 પર પહોંચ્યો છે. બીજી તરફ આજે 6 દર્દીના મૃત્યુ થતા કોરોનાથી મૃતકનો કુલ આંક 4443 થયો છે.

તા.૨૦મી માર્ચે રાત્રે ૮ કલાકે મળતી માહિતી મુુુજબ 969 દર્દી કોરાનાને મહાત આપવામાં સફળ થતા ડિસ્ચાર્જ દર્દીનો આંક 2,74,249 પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યારે 6737 એક્ટિવ કેસ છે, જેમાં 69 દર્દી વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં નોંધાયેલા 1565 નવા કેસમાં ચાર મહાનગરોમાંથી આવેલા આંકડા ખૂબ જ ચિંતાજનક છે.

રાજ્યના મોટા શહેરો જેવા કે સુરતમાં 484, અમદાવાદમાં 406, વડોદરામાં 151, રાજકોટમાં 152, ભાવનગરમાં 35, જામનગરમાં 32, ગાંધીનગરમાં 33, જૂનાગઢમાં 13, મહેસાણામાં 29, ખેડામાં 27, પંચમહાલમાં 24, દાહોદમાં 19, નર્મદામાં 18, કચ્છ અને સાબરકાંઠામાં 16-16, ભરૂચ અને મહીસાગરમાં 14-14, આણંદમાં 12, બનાસકાંઠા, મોરબી અને પાટણમાં 11-11, અમરેલીમાં 8, નવસારી અને સુરેન્દ્રનગરમાં 5-5, ગીર સોમનાથમાં 4, દેવભૂમિ દ્વારકા અને તાપીમાં 3-3, અરવલ્લી અને વલસાડમાં 2-2, બોટાદ અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાવાપામ્યો છે. જ્યારે ડાંગમાં એકપણ કેસ નોંધાવા પામ્યો નથી. જ્યારે આજે અમદાવાદમાં 2, સુરતમાં 2 જ્યારે રાજકોટ અને વડોદરામાં 1-1 મૃત્યુ નોંધાયા છે.

March 21, 2021
india_won.jpg
1min477
India vs England: India outplay England in high-scoring 5th T20I to seal  series 3-2 | Cricket News - Times of India

અમદાવાદમાં રમાય રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટી20 શ્રેણીમાં બન્ને ટીમ 2-2થી બરાબરીએ રહ્યા બાદ આજે શ્રેણીને નામે કરવા માટે બન્ને ટીમ મેદાનમાં ઉતરી હતી. જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની આતશી ઈનિંગથી ભારતે 224 રનનો સ્કોર ઉભા’ કર્યા બાદ લક્ષ્યાંકને પાર પાડવામાં ઈંગ્લેન્ડની ટીમ નિષ્ફળ સાબિત થઈ હતી અને ભારતનો 36 રને વિજય થયો હતો. મેચમાં એક સમયે ઈંગ્લેન્ડની સ્થિતિ પણ મજબુત બની ગઈ હતી અને તોફાની બેટિંગથી ભારતના હાથમાંથી બાજી ફસકી રહી હોય તેવો માહોલ બન્યો હતો. જો કે 13મી ઓવરમાં બટલરની વિકેટ પડયા બાદ ઈંગ્લેન્ડની ટીમના હાથમાંથી બાજી ધીરે ધીરે સરકી હતી. મેચમાં ભુવનેશ્વર કુમારને બે અને ઠાકુરે ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે હાર્દિક પંડયા અને નટરાજનને એક એક વિકેટ મળી હતી. ઈંગ્લેન્ડ તરફથી બટલરે 52 અને મલાને 68 રન કરીને જીત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બાકીના કોઈ બેટ્સમેન સફળ ન રહેતા હારનો સામનો કરવો પડયો હતો.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેના નિર્ણાયક પાંચમા ટી20 મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પહેલા બેટિંગ કરતા ભારતની શરૂઆત ખુબ જ મજબુત રહી હતી અને રોહિત શર્મા સાથે ઓપનિંગમાં ઉતરેલા કોહલીએ સાથે મળીને સારી શરૂઆત અપાવી હતી. રોહિત શર્માએ શરૂઆતથી જ આક્રમણ વલણ અપનાવતા તાબડતોડ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. બીજી તરફ કોહલીએ એક છેડેથી રન ઉમેરવાનું ચાલુ રાખ્યું હતું. રોહિત શર્મા 64 રનના અંગત સ્કોરે સ્ટોક્સની બોલિંગમાં આઉટ થયો હતો. રોહિતે પોતાની ઈનિંગમાં 4 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. આ સમયે ભારતનો સ્કોર 8.6 ઓવરમાં 94 રન હતો. ત્યારબાદ વન ડાઉન આવેલા સુર્યકુમાર યાદવે પણ આક્રમણ વલણ યથાવત રાખ્યું હતું અને માત્ર 17 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારી 32 રન કર્યા હતા. સુર્યકુમાર યાદવને આદિલ રાશિદે આઉટ કર્યો હતો.

‘આ દરમિયાન કોહલીએ પણ કેપ્ટન ઈનિંગ રમતા શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. અંતિમ ઓવરોમાં હાર્દિક પંડયા અને કોહલીએ સાથે મળીને ભારતનો સ્કોર 20 ઓવરમાં 2 વેકેટ 224 રન સુધી પહોંચાડયો હતો. વિરાટ કોહલી 52 બોલમાં 7 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 80 રન અને હાર્દિક પંડયા 17 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 39 રન કરીને નોટઆઉટ રહ્યા હતા. ભારતીય બેટ્સમેનો દરેક બાબતમાં ઈંગ્લેન્ડના બોલરો ઉપર ભારે રહ્યા હતા અને ઈંગ્લેન્ડના બોલરોને વિકેટ માટે ખુબ જ મહેનત કરવી પડી હતી. જો કે ભારતને વિશાળ સ્કોર કરતા રોકવામાં સફળતા મળી નહોતી. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડન સૌથી વધારે ખર્ચાળ સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં 57 રન આપ્યા હતા.