CIA ALERT

Slider Archives - Page 156 of 492 - CIA Live

April 23, 2021
cashless-treatment.jpg
2min553

જયેશ બ્રહ્મભટ્ટ ૯૮૨૫૩ ૪૪૯૪૪

એક તરફ ભારતમાં કોરોનાના દર્દીઓ વિક્રમી સંખ્યામાં વધી રહ્યા છે, હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા અને બીજી તરફ ભારતની કેટલીક હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવારમાં કેશલેશ મેડીક્લેમ પોલીશી ધારકોને તેનો લાભ આપવાનો ઇન્કાર કરી રહી છે, ખુદ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમને આ ટ્વીટ કરવું પડ્યું છે. નાણામંત્રીના ટ્વીટ બાદ હરકતમાં આવેલા ઇરડાના સંચાલકોએ હોસ્પિટલોને ચીમકી આપી છે કે કોરોનાના દર્દીઓને કેશલેશ મેડીક્લેમ વીમાની સુવિધા આપવી જ પડશે. જો કોઇ આ સુવિધા આપવાનો ઇન્કાર કરશે તો તેની સામે કડક પગલાં ભરવામાં આવશે.

નાણામંત્રીએ તો ત્યાં સુધી કહ્યું કે કોરોના કાળમાં સાવ હંગામી રીતે ઉભી કરવામાં આવી હોય તેવી કોવીડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોએ પણ કેશલેશ મેડીક્લેમની સુવિધા આપવી પડે.

ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી બોડી ઇરડાએ કેશલેશ વીમાની સુવિધા નહીં આપતી હોસ્પિટલોને ચીમકી આપી

હોસ્પિટલો કેશલેશ મેડીક્લેમ ન સ્વીકારે તો અહીં કમ્પ્લેન કરો

કેશલેશ મેડીક્લેમ નહીં આપતી હોસ્પિટલ સામે ફરીયાદ કરવા નીચેની લિંક પર ક્લીક કરો

https://www.irdai.gov.in/ADMINCMS/cms/NormalData_Layout.aspx?page=PageNo225&mid=14.2

April 23, 2021
gujarat-police.jpg
1min623

ગુજરાત સરકારની તા.૨૨મી એપ્રિલ ૨૦૨૧ના રોજ મળેલી કેબિનેટ બેઠક બાદ મુખ્યપ્રધાન શ્રી વિજય રૂપાણીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે હવેથી રાજ્યમાં ફરતા વાહનચાલકો પાસેથી’ પોલીસ દ્વારા માસ્ક સિવાય અન્ય આર.ટી.ઓ.નો દંડ વસૂલી શકશે નહીં.

બેઠકમાં કેટલાક પ્રધાનોએ જ રજૂઆત કરી હતી કે, માસ્ક સિવાય ટુ વ્હીલરમાં 3થી 4 હજાર અને ફોર વ્હીલરમાં 8થી 10 હજારનો દંડ વસૂલવામાં આવે છે. વ્હિકલ ડિટેઇન કરાય તો છોડાવવામાં 1 અઠવાડિયા જેટલો સમય લાગે છે. વાહન ડિટેઇન થતા કોરોનામાં લોકોને હોસ્પિટલ જવા – અવવામાં ખૂબ તકલીફ થાય છે. પ્રધાનોની ફરિયાદથી મુખ્યપ્રધાને વાહન વ્યવહાર પ્રધાન ફળદુને અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપાસિંહને આ અંગે સૂચના આપી હતી અને જણાવ્યું હતું કે, હાલ પૂરતો માત્ર માસ્કનો દંડ જ ઉઘરાવવામાં આવે. બીજો કોઈ દંડ વાહન ચાલક પાસેથી ઉઘરાવવો નહીં.

April 23, 2021
supreme.jpg
1min378

સ્ટરલાઇટ કોપર પ્લાન્ટમાં હજારો ટન ઑક્સિજનનું ઉત્પાદન થશે અને આ ઑક્સિજન દર્દીઓની સારવાર માટે મફતમાં આપવામાં આવશે એવી દલીલ કરીને વેદાન્તાએ તમિળનાડુના તુટીકોરિન ખાતેના સ્ટરલાઇટ કોપર એકમને ચાલુ કરવાની સુપ્રીમ કોર્ટ પાસે મંજૂરી માગી હતી. સુપ્રીમ કોર્ટે વેદાન્તાની અરજીની સુનાવણી કરવાની મંજૂરી આપતા કોરોનાના રોગચાળાને ‘રાષ્ટ્રીય કટોકટી’ સમાન ગણાવ્યો હતો.

મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેની અધ્યક્ષતાવાળી બેન્ચ તમિળનાડુ સરકારના વાંધા સામે નાખુશ હતી, જેણે વેદાન્તની અરજી પર સોમવારે સુનાવણી કરવાની માગણી કરી હતી.

‘અમે આ બધું જાણીએ છીએ. પ્લાન્ટ અને તેના ઑક્સિજન ઉત્પાદનક્ષમતા દ્વારા પર્યાવરણના નિયમોનું પાલન કરવામાં આવે એ અમે સુનિશ્ર્ચિત કરીશું. આપણે ઑક્સિજન પ્લાન્ટની વાત કરીએ છીએ. રોગચાળાને કારણે ‘રાષ્ટ્રીય કટોકટી’ જેવી સ્થિતિ છે અને સમસ્યાનું નિવારણ લાવવામાં તમે બાધા નહીં બનો. વેદાન્તાની અરજીની શુક્રવારે સુનાવણી કરવામાં આવશે,’ એમ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સુનાવણી કરતા કોર્ટે જણાવ્યું હતું.

‘દેશમાં અત્યારે ઑક્સિજનની ભારે જરૂર છે. કેન્દ્ર સરકાર દરેક સ્રોતથી ઑક્સિજનનો પુરવઠો મેળવી રહી છે. વેદાન્તાને તેમનો પ્લાન્ટ ચાલુ કરવો છે. વેદાન્તાને સ્વાસ્થ્ય હેતુ માટે ઑક્સિજનનું ઉત્પાદન કરવાની મંજૂરી આપવામાં આવે,’ એમ જણાવતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ઉમેર્યું હતું કે પર્યાવરણનું રક્ષણ અને માનવજીવનના રક્ષણની વચ્ચે પસંદગી કરવાની હોય તો આપણે માનવજીવનના રક્ષણની જ પસંદગી કરી શકાય.

April 23, 2021
covid-19-vaccine.jpg
1min364

૧૮ વર્ષથી મોટાના રસીકરણ માટે ૨૮મીથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કોવિન પ્લૅટફોર્મ અને આરોગ્યસેતુ ઍપ પર શરૂ કરવામાં આવશે.

સત્તાવાર સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે રસીકરણની પ્રક્રિયા અને દસ્તાવેજ સંબંધી બાકીની બધી જ પ્રક્રિયા અગાઉ પ્રમાણેની જ રહેશે.

કેન્દ્ર સરકારે ગત સપ્તાહ દરમિયાન રસીકરણના ત્રીજા તબક્કામાં પહેલી મેથી ૧૮ વર્ષથી વધુ વયની વ્યક્તિઓ માટે રસીના ડોઝ આપવાની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી.

ખાનગી રસીકરણ કેન્દ્રમાં રૂ. ૨૫૦ આપીને કોવિડ-૧૯ની રસી માટેની રસી લેવાનો નિયમ પહેલી મેથી રદ કરાશે કારણ કે કેન્દ્ર સરકાર તરફથી એમને રસીના ડોઝ નહીં અપાય અને એમણે એ ઉત્પાદકો પાસેથી જાતે જ ખરીદવાના રહેશે.

અત્યારે ખાનગી રસીકરણ કેન્દ્રોને સરકાર તરફથી રસીના ડોઝ આપવામાં આવે છે અને એ માટે તેઓ લોકો પાસેથી રૂ. ૨૫૦નો ચાર્જ લે છે, પણ પહેલી મેથી તેઓ રસીના ડોઝ સીધા ઉત્પાદકો પાસેથી ખરીદશે.

કેન્દ્ર સરકારે સોમવારે જણાવ્યું હતું કે સરકારે રસીકરણની પ્રક્રિયામાં વધુ ઉદારતા લાવીને હવે બધાં જ રાજ્યો, ખાનગી હૉસ્પિટલો અને ઔદ્યોગિક એકમોને ઉત્પાદકો પાસેથી જાતે જ રસીના ડોઝ મેળવવા માટે મંજૂરી આપી છે.

આ નિતિ પહેલી મેથી અમલમાં આવશે અને સમયાંતરે એની સમીક્ષા કરવામાં આવશે.

ભારત સરકારના રસીકરણ કેન્દ્રોમાં અગાઉની જેમ જ સ્વાસ્થ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઇન કર્મચારીઓ અને ૪૫ વર્ષથી વધુ વયની બધી જ વ્યક્તિ માટે નિશુલ્ક રસીકરણ ચાલુ રાખવામાં આવશે. આ જૂથની બધી વ્યક્તિ માટે રસીનો બીજો ડોઝ લેવા માટે ખાસ પ્રાથમિકતા આપવામાં આવશે. આ માટે સંબંધિતોને ખાસ પ્રકારના અને ચોક્કસ આયોજન માટે જણાવવામાં આવશે.

પહેલી મેથી શરૂ થતા રસીકરણના ત્રીજા તબક્કા માટે રસીના ઉત્પાદકો પોતાના માસિક ઉત્પાદનના પચાસ ટકા ડોઝ કેન્દ્ર સરકારને આપશે અને બાકીનો પચાસ ટકા સ્ટૉક રાજ્ય સરકારને તથા બજારમાં વેચી શકશે.

સરકારે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને અન્યોને વેચવાની રસીના ડોઝનો ભાવ ઉત્પાદકોએ ૧ મે ૨૦૨૧ અગાઉ જાહેર કરવો પડશે.

આ ભાવને આધારે રાજ્ય સરકાર, ખાનગી હૉસ્પિટલો અને ઔદ્યોગિક એકમો વગેરે ઉત્પાદકો પાસેથી રસીના ડોઝ મગાવી શકશે.

ખાનગી હૉસ્પિટલોએ કેન્દ્ર સરકારની ચૅનલ મારફત આવતી રસી ઉપરાંતના ડોઝ જાહેર વેચાણ માટેના પચાસ ટકામાંથી ખરીદવાની રહેશે.

ખાનગી ધોરણે રસી આપનારાએ પોતાના રસી આપવાના ભાવ પારદર્શી રીતે જાહેર કરવાના રહેશે.

જોકે, વપરાશ માટે વિદેશથી મગાવવામાં આવેલી તૈયાર રસીના ડોઝનો વપરાશ ભારત સરકાર સિવાયની ચૅનલ માટે વાપરી શકાશે.

સરકારી તેમ જ બિન-સરકારી રસીકરણ કેન્દ્રોમાં કરવામાં આવતા રસીકરણની નોંધ સ્ટૉક અને પ્રતિ ડોઝના ભાવ સહિત કોવિન પ્લૅટફોર્મ પર થશે, ડિજિટલ રસીકરણનું સર્ટિફિકેટ વગેરે અન્ય બધી જ પ્રક્રિયા હાલ પ્રમાણે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ જ રહેશે.

April 22, 2021
CIA_Live_Logo_New2.jpg
1min579

Jayesh Brahmbhatt 98253 44944

આગામી તા.૧લી મે ૨૦૨૧થી ભારતમાં ૧૮ વર્ષથી વધુ વયના કોઇપણ નાગરીક કોરોના વેક્સીન લઇ શકશે. આ ગાઇડલાઇનને ગુુુુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના સત્તાધીશોએ ફરજિયાત બનાવી દીધી છે. એક સરક્યુલરમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ જણાવ્યું છે કે આ યુનિવર્સિટીના કોઇપણ અભ્યાસક્રમમાં ભણતા અને ૧૮ વર્ષથી વધુ વય ધરાવતા તમામ વિદ્યાર્થીઓએ કોરોના વેક્સીન લેવી ફરજિયાત છે. નવેમ્બર ૨૦૨૧માં લેવાનારી પરીક્ષા અગાઉ તમામ વિદ્યાર્થીઓએ વેક્સીન ફરજિયાત પણે લઇ લેવી પડશે.

આ સરક્યુલર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ જારી કર્યો છે

April 22, 2021
CIA_Live_Logo_New2.jpg
1min398
Symbolic photo

રાજ્ય સરકારે કોરોનાની સારવાર માટેના પ્રોટોકોલમાં બે નવી દવા ફેવીપિરાવીર કે જેને સામાન્ય રીતે ફેબી ફ્લૂ તરીકે ઓળખાય છે તે અને આઈવરમેક્ટિનને સામેલ કરી છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ આ માહિતી આપી હતી.

રાજ્ય સરકારની કોરોના સામે લડવા માટે બનાવેયાલી તજજ્ઞ ડોક્ટરોની ટાસ્ક ફોર્સના સીનિયર સભ્યોએ આજે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ કહ્યું કે, દેશભરમાં જે પરિસ્થિતિ છે, તે મુજબ ગુજરાતમાં સતત કેસ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે, નિષ્ણાંતોનું માર્ગદર્શન લઈને ગાઈડલાઈનમાં ફેરફારો અને સુધારાઓ કરવામાં આવ્યા છે.

ડો. રાઘવેન્દ્ર દિક્ષીતે કહ્યું કે, ‘આપણે એક વર્ષ કરતા વધુ સમયથી કોરોના સામે ઝઝુમી રહ્યાં છીએ. અનુભવના આધારે ક્લીનિકલ પ્રોટોકોલમાં સુધારો આવે છે. મહારાષ્ટ્ર અને કેરળમાં કેસ વધારે છે. એ રાજ્યોની ગાઇડલાઇન અને પદ્ધતિનો અભ્યાસ કર્યો છે. ફેબી ફ્લૂ દવાને પ્રોટોકોલમાં સામેલ કરવામાં આવી છે. આ સાથે અન્ય એક દવાને પણ ક્લીનિકલ પ્રોટોકોલમાં સામેલ કરવામાં આવી છે.’

April 22, 2021
vaccine-1.jpg
2min855

Jayesh Brahmbhatt 98253 44944

કેન્દ્ર સરકારે બુધવાર તા.૨૧મી એપ્રિલ ૨૦૨૧ના રોજ જારી કરેલા આંકડાઓ પ્રમાણે જે વ્યક્તિએ વેક્સીનનો એક ડોઝ લીધો હોય તેને કોરોના સંક્રમણ થવાની શક્યતાઓ બિલકુલ નહીવત્ત છે. કેન્દ્રના ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે વેક્સીનનો એક ડોઝ લેનાર દર ૧૦૦૦૦ (દસ હજાર) વ્યક્તિઓએ ફક્ત ૨ કે ૪ લોકોને કોરોના સંક્રમણ થયું છે. આ સંક્રમણ બિલકુલ નહીવત કહી શકાય. આનો મતલબ એ થાય કે વેક્સીન કોરોના સામે ઉચ્ચ દરજ્જાનુંં રક્ષણ આપે છે.

કોરોના વેક્સીનનો એક કે બન્ને ડોઝ લીધા પછી કોરોના થાય તો તેને બ્રેક થ્રુ ઇન્ફેકશન કહેવાય છે. આ બ્રેક થ્રુ ઇન્ફેકશનના આંકડાઓ જોયા પછી ભારતીય વૈજ્ઞાનિકો છાતી ઠોકીને કહી રહ્યા છે કે વેક્સીનેશન જ કોરોનાને અસરકારક રીતે કન્ટ્રોલ કરી શકશે.

રસી લીધા પછી જે લોકોને કોરોના સંક્રમણ થયું છે એવા બ્રેક થ્રુ ઇન્ફેકશનના કેસોમાં પણ મોટા ભાગે ફ્રન્ટલાઇન કોરોના વર્કરનો સમાવેશ થાય છે.

Getting infection after vaccination is known as breakthrough infection. 2-4 per 10,000 breakthrough infections have occurred, which is a very small number,” Dr Balram Bhargava, secretary, department of health research and director-general of ICMR, told reporters on Wednesday 21st April 2021

કોરોના વેક્સીન લેનારને ચેપની શક્યતા અત્યંત ઓછી

દેશમાં રસીકરણની રફ્તાર મંદ રહેવાનું કારણ રસીની અછત ઉપરાંત તેનાં પ્રત્યે જનતામાં ગેરસમજ અને શંકાકુશંકાઓ પણ છે. જો કે હવે આવા તમામ સંશય દૂર થઈ જાય તેવા આંકડા સરકાર તરફથી જારી કરવામાં આવ્યાં છે. જે મુજબ અત્યાર સુધીમાં રસી લેનાર લોકોમાંથી કુલ મળીને 0.02થી 0.04 ટકા જેટલા લોકો જ કોરોનાથી સંક્રમિત થયા છે. એટલે કે 10 હજાર લોકોમાંથી વધીને બેથી ચાર લોકોને જ રસી લીધા પછી કોરોનાનો ચેપ લાગે છે.

સરકારી આંકડા અનુસાર 20 એપ્રિલ 2021 સુધીમાં દેશમાં કોવિશીલ્ડ 11.6 કરોડ લોકોને આપવામાં આવી હતી. જેમાં પહેલો ડોઝ લેનાર 10.03 કરોડ લોકોમાંથી ફક્ત 1174પ લોકો જ કોરોનાગ્રસ્ત બન્યા હતાં. જે કુલ સંખ્યાનાં માત્ર 0.02 ટકા જ છે. કોવિશીલ્ડનો બીજો ડોઝ લેનાર 1.પ7 કરોડ લોકોમાંથી પ04 લોકોને રસી લીધા પછી સંક્રમણ લાગ્યું હતું. જે કુલ સંખ્યાનાં માત્ર 0.03 ટકા છે.

એ જ રીતે કોવેક્સિન અત્યાર સુધીમાં કુલ 1.10 કરોડ લોકોને આપવામાં આવી છે. પહેલો ડોઝ લેનારા 93,56,436 લોકોમાંથી 4,208 લોકો સંક્રમિત થયા હતા, જે કુલ સંખ્યાના 0.04 ટકા છે અને બીજો ડોઝ લેનારા 17,37,178માંથી માત્ર 695 લોકોને કોરોના થયો હતો, જે કુલ સંખ્યાના 0.04 ટકા છે.

The vaccine prevents you from getting the disease in the form of severe illness

The vaccine prevents you from getting the disease in the form of severe illness. It may not prevent you from getting the infection. It’s important to understand that even after the vaccine, we may have a positive report. That is why it is important to wear a mask even after getting the vaccine,” said Dr Randeep Guleria, director at All India Institute of Medical Sciences.

April 22, 2021
bitcoinamrely.jpeg
1min465

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પાસે સસ્તા બિટકોઇન આપવાની લાલચ આપી યુવાનને મારમારી ત્રણ શખસ દ્વારા રૂ.40 લાખની લૂંટ ચલાવી નાસી છૂટયાની ફરિયાદ લીંબડી પોલીસ મથકે નોંધાઈ છે.

રાજકોટના ચેતન નામના શખસે ફેસબુક ઉપર ઓનલાઇન ક્રિપ્ટો કરન્સી બનાવી ગૂગલ પર વળતર આપવા અંગેની એક જાહેરાત ગુગલ મારફત મૂકી હતી જેમાં મહેસાણાના ચંદ્રોદય’ સોસાયટીમાં રહેતા વિશાલ જગદીશભાઈ રાવલે અમદાવાદ બોડક દેવમાં શ્યામ વિહાર એપાર્ટમેન્ટના ફ્લેટ નં.જી-5 જજીસ બંગલો રોડ પર રહેતા વિકાસ વિજયેન્દ્ર જૈનને આ અંગે વાત કરી હતી.

રાજકોટના ચેતને વિકાસ જૈનના વોજીર એક્સ વોલેટમાં 14મી એપ્રિલે રૂ.25 હજારના બિટકોઇન ટ્રાન્સફર કર્યા જેનું પેમેન્ટ ચેતનનો માણસ દહેગામનો મનોજ દેસાઈ લઈ ગયો હતો. ત્યારબાદ તા.16મી એપ્રિલે ચેતને વિકાસ જૈનને ફોન કરી પોતાની પાસે 3 બિટકોઇન હોવાનું અને તેને રૂ.40 લાખમાં આપવા માટેની લાલચ આપી હતી અને બાદમાં વિકાસને સાયલા બોલાવ્યો હતો.

વિકાસ તેના મિત્ર વિશાલને લઈ સાયલા પહોંચ્યો હતો. સાયલા સર્કલ પાસે ચેતનના 3′ માણસ લીંબડીનો ઉદય સેલાભાઈ ચિહલા, જગદીશ વિરાભાઈ જોગરાણા અને ચુડાના મોરવાડનો ગોકળ રાજુભાઈ ગમારા નંબર વગરની કાર લઈને આવ્યા હતા પહેલા પૈસા દેખાડો પછી બિટકોઇન આપીએ તેમ કહ્યું હતું.

વિકાસે નાણાં આંગડિયા પેઢીમાં હોવાનું જણાવ્યું હતું. આ ત્રણેય શખસે નાણાં રોકડા આપવાની વાત કરતા અંતે આ સોદો ફેલ થયો હતો.

બાદમાં ફરી એક વખત તા.17 એપ્રિલના રોજ ચેતને ફોન કરીને વિશાલને બોલાવ્યો હતો. સસ્તા બિટકોઇનની લાલચમાં વિકાસ અને વિશાલ રૂ.40 લાખ રોકડા લઈ લીંબડી આવ્યા હતા ત્યારે ઉદય મિહલા, જગદીશ જોગરાણા, ગોકળ ગમારાએ વિકાસને કારમાં બેસાડી નજીકની સોસાયટીમાં લઈ ગયા પૈસા માગ્યા હતા ત્યાં વિકાસનાં મોં પર મુક્કો મારી રૂ.40 લાખની લૂંટ કરી 3 શખસ ફરાર થઈ ગયા આ બાબતે ફરિયાદ’ થતા પીએસઆઇ વી.એન. ચૌહાણે વધુ તપાસ હાથ ધરી છે.

April 22, 2021
maharashtra.jpg
1min395

કોરોના સામેના જંગમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા ઉપાય તરીકે જ લૉકડાઉન લાગુ કરવાનો અનુરોધ કર્યો હતો. મહારાષ્ટ્ર સરકારે જાહેર કરેલા બ્રેક ધ ચેઈન નિર્દેશ અનુસાર ગુરુવાર રાતના ૮ કલાકથી અમલમાં આવે તે રીતે કડક પ્રતિબંધો લાદયા છે.

કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ફક્ત ૧૫ ટકા હાજરી સાથે કામ કરી શકશે. કોવિડ-૧૯ મહામારી સામે ઈમર્જન્સી સેવાઓ પૂરી પાડનારી ઑફિસોને આ નિયમમાંથી મુક્તિ રહેશે. અગાઉના નિયમો પ્રમાણે જે સરકારી અને ખાનગી ઑફિસોને ચાલુ રાખી શકાશે, પણ તેમાં ૧૫ ટકા હાજરી અથવા પાંચ વ્યક્તિ જે પણ વધુ હોય તેટલી સંખ્યામાં કામ કરી શકાશે.

મેડિકલ ઈમર્જન્સી, જરૂરી સેવા, સ્મશાનક્રિયાઓ સિવાય અન્ય કારણથી પ્રવાસ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

નવા નિયમો ગુરુવારે સાંજે ૮ વાગ્યાથી ૧લી મે સવારના ૭ વાગ્યા સુધી અમલમાં રહેશે, તેવું જાહેરનામામાં કહેવામાં આવ્યું છે.

રાજ્ય સરકારે આપેલા નિર્દેશો અનુસાર માત્ર અને માત્ર અતિ આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા નાગરિકો રેલવેમાં પ્રવાસ કરી શકશે.

રાજ્ય સરકારે લગ્ન સમારંભો માટે પણ મહેમાનોની સંખ્યા ઘટાડી ૨૫ની જ પરવાનગી આપી છે અને ૨ કલાકની સમય મર્યાદા લાદવામાં આવી છે. જો મહેમાનોની સંખ્યા વધુ જણાશે તો આયોજકોને રૂ. ૫૦ હજાર સુધીનો દંડ કરવામાં આવશે.

ખાનગી બસમાં જનારાઓ તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચે તે પછી તેમને ૧૪ દિવસ હોમ ક્વૉરન્ટાઈનમાં રહેવું પડશે. આ માટે બસ ઑપરેટરો પ્રવાસીઓના હાથ પર સિક્કો મારશે.

April 22, 2021
nashik.jpg
1min478

નાશિકની મહાપાલિકાની હૉસ્પિટલમાં સ્ટોરેજ પ્લાન્ટમાંથી થયેલા ઑક્સિજન ગળતરને કારણે ૨૪ દર્દીએ જીવ ગુમાવ્યા હતા. ટૅન્કરમાંથી હૉસ્પિટલ પરિસરમાં ગોઠવવામાં આવેલી ટૅન્કમાં ઑક્સિજન ભરતી વખતે થયેલા લીકેજને કારણે દર્દીઓને મળતા પ્રાણવાયુમાં અવરોધ ઊભો થતાં આ હૃદયદ્રાવક ઘટના બની હતી. મુંબઈના ભાંડુપ વિસ્તારમાં આવેલા ડ્રીમ્સ મૉલમાં લાગેલી આગને કારણે મૉલમાંની હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાના ૧૧ દર્દીએ જીવ ગુમાવ્યાની ઘટનાને હજુ મહિનો વીત્યો નથી ત્યાં નાશિકમાં બનેલી આ ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો. નાશિકના દ્વારકા વિસ્તારમાં આવેલી ડૉ. ઝાકીર હુસેન હૉસ્પિટલમાં બુધવારે બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી.

Oxygen tanker leakage, Oxygene tanker leakage in Nashik, Nashik hospital  oxygen tanker leakage | India News – India TV

કોવિડ-૧૯ના દર્દીઓ માટે સમર્પિત આ હૉસ્પિટલ પરિસરમાં તાજેતરમાં જ બે ઑક્સિજન ટૅન્ક ગોઠવવામાં આવી હતી, જેમાંથી એક ટૅન્કમાં ટૅન્કરમાંથી ઑક્સિજન ભરતી વખતે અચાનક લીકેજ થયું હતું. ગળતરને રોકવા માટે હૉસ્પિટલ દ્વારા પાલિકાના કમિશનર કૈલાસ જાધવનો ટેક્નિકલ મદદ માટે તાત્કાલિક સંપર્ક સાધવામાં આવ્યો હતો.

ઑક્સિજન સપ્લાયની ટૅન્કમાંથી ગળતર બાદ ઑક્સિજન પુરવઠો અવરોધાતાં ૨૪ દર્દીનાં મૃત્યુ થયાં હતાં, જેમાં ૧૧ મહિલાનો સમાવેશ થાય છે. આ દર્દીઓ મોટા ભાગે વેન્ટિલેટર અને ઑક્સિજન સપ્લાય પર હતા, એમ જણાવી જિલ્લાધિકારી સૂરજ માંઢરેએ ઉમેર્યું હતું કે હૉસ્પિટલ પરિસરમાં ગોઠવવામાં આવેલી ઑક્સિજન ટૅન્ક્સની દેખરેખની જવાબદારી એક ખાનગી કંપનીની હતી.

નાશિક મહાનગરપાલિકાના કમિશનર કૈલાસ જાધવે જણાવ્યું હતું કે હાલમાં કોઈ દર્દી ગંભીર હાલતમાં નથી. ઘટના બની ત્યારે હૉસ્પિટલમાં દાખલ ૧૫૦ દર્દીમાંથી ૨૩ જણ વેન્ટિલેટર સપોર્ટ પર હતા, જ્યારે બાકીના ઑક્સિજન પર હતા. એ સિવાય સ્ટોરેજ ટૅન્કમાં ઑક્સિજન લેવલ અંદાજે ૨૫ ટકા જેટલું હતું.

પાલિકાના એક અધિકારીના જણાવ્યા મુજબ ખરેખર તો બુધવારે સવારે ૧૦ વાગ્યે જ ઑક્સિજન સ્ટોરેજ ટૅન્કનું સોકેટ તૂટી ગયું હતું, જેને કારણે લીકેજ શરૂ થઈ ગયું હતું. આ બાબતની જાણ થતાં હૉસ્પિટલના સ્ટાફે દર્દીઓને જમ્બો સિલિન્ડરમાંથી ઑક્સિજનનો સપ્લાય આપવામાં આવ્યો હતો અને કેટલાક દર્દીઓને અન્યત્ર ખસેડવાનું શરૂ કર્યું હતું.

ગળતર રોકવામાં આવ્યા બાદ ટૅન્કનું સમારકામ કરી ઑક્સિજન સપ્લાય પૂર્વવત્ કરવામાં આવ્યો હતો, જેને કારણે સ્થિતિ સામાન્ય બની હતી.

દરમિયાન ઑક્સિજન લીકેજની વાત વાયુવેગે ફેલાતાં બચાવકાર્ય માટે સ્થાનિક લોકો હૉસ્પિટલમાં દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ત્યાં એકઠા થયેલા લોકોને દૂર ખસેડ્યા હતા. ઑક્સિજન લીકેજનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હૉસ્પિટલે પહોંચેલા દર્દીઓના પરિવારજનોએ આ દુર્ઘટના માટે જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલાં લેવાની માગણી કરી હતી.