CIA ALERT

Slider Archives - Page 120 of 492 - CIA Live

October 20, 2021
Aryan.jpeg
1min434

મુંબઈની સ્પેશિયલ કોર્ટે આર્યન ખાન ઉપરાંત અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના પણ જામીન નામંજૂર કર્યા છે. હવે જામીન મેળવવા માટે આર્યનના વકીલ હાઈકોર્ટમાં અરજી કરી શકે છે.

મુંબઈની સેશન્સ કોર્ટે આર્યનના જામીન નામંજૂર કર્યા છે. આર્યન ખાનને 7 ઓક્ટોબરના રોજ 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. 8 ઓક્ટોબરથી આર્યન આર્થર રોડ જેલમાં બંધ છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મજબૂતાઈથી આર્યનની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. આર્યનના વકીલોએ દલીલ કરી હતી કે તેની પાસેથી કોઈ પ્રતિબંધિત પદાર્થ મળી આવ્યો નથી અને તે પુરાવા સાથે છેડાછાડ નહીં કરે. જોકે, સ્પેશિયલ NDPS કોર્ટે જામીન નામંજૂર કર્યા છે એટલે હજી પણ આર્યનને આર્થર રોડ જેલમાં રહેવું પડશે.

આર્યન ખાનની સાથે મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટના જામીન પણ નામંજૂર થયા છે. હવે આર્યનના વકીલ જામીન મેળવવા માટે બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવશે. 

October 20, 2021
Cia_business_news-1280x936.jpg
1min610

Jayesh Brahmbhatt 98253 44944

વિશ્વ પ્રસિદ્ધ ડાયમંડ પેઢી કિરણ જેમ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમાવજીભાઈ પટેલ, ડાયરેક્ટર શ્રી દિનેશ લાખાણી અને શ્રી રાજેશ લાખાણીએ સુરતના ખજોદ ખાતે નિર્માણાધીન સુરત ડાયમંડ બુર્સની સાઇટની ગઇ તા.16 ઓક્ટોબર 2021ના ​​રોજ શનિવારે રૂબરુ મુલાકાત લીધી હતી. કિરણ જેમ્સ ડાયમંડ કંપનીએ સુરત ડાયમંડ બુર્સમાં અંદાજે 1 લાખ ચો.ફૂટ જેટલી વિશાળ ઓફિસ સ્પેશ ખરીદી છે અને તેના ઇન્ટીરીયર ડેકોરેશન માટે કિરણ જેમ્સના ટોપ મેનેજમેન્ટ ઓફિશયલ્સે ડાયમંડ બુર્સની મુલાકાત લીધી હતી. કંપનીનો પ્લાન છે કે ડાયમંડ બુર્સ ખાતે સાકાર થઇ રહેલી કિરણ જેમ્સની ઓફિસમાં વૈશ્વિક સ્તરની તમામ અત્યાધુનિક સુવિધાઓ હશે જ્યાં કર્મચારીઓને કામ કરવા માટેનું બળ મળે તેવું વાતાવરણ હશે.

કિરણ જેમ્સના સૂત્રોએ જણાવ્યુ હતું કે સુરત ડાયમંડ બુર્સના પ્રોજેક્ટમાં આકાર પામી રહેલી કિરણ જેમ્સની ઓફિસ અત્યાધુનિક સુવિધાઓ અને વેલ ઇકવીપ્ડ હશે. ઓફિસ સ્પેસની ડિઝાઇનનું કામ જાણીતા મનીષ ચોક્સી દ્વારા કરવામાં આવી રહ્યું છે. કિરણ જેમ્સએ 15 માળની ઇમારતના ચાર માળમાં ફેલાયેલી 100,000 ચોરસ ફૂટથી વધુ ઓફિસ સ્પેસ કબજો મેળવીને ઇન્ટીરીયર ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરાવી દીધી છે.

કિરણ જેમ્સના મેનેજમેન્ટ દ્વારા જણાવાયા મુજબ સુરત ડાયમંડ બુર્સ જેવા મોટા સંકુલમાં જવા માટે કંપની ઉત્સાહિત છીએ. ડાયમંડ બુર્સ ખાતેની કિરણ જેમ્સની ઓફિસમાં 2000 થી વધુ હીરા સહાયકો અને 500 વેચાણ અને સહાયક ટીમને સમાવશે. કિરણ જેમ્સ સુરત ડાયમંડ બુર્સની નવીનત્તમ ઓફિસ ખાતે પોતાની વેચાણ ટીમ, ખાતાઓ, માનવ સંસાધન અને માર્કેટિંગ ટીમને સંપૂર્ણપણે શીફ્ટ કરવાની યોજના ધરાવે છે. કિરણ જેમ્સ પોતાના કર્મચારીઓએ શ્રેષ્ઠત્તમ માહોલમાં કાર્ય કરી શકે તેવું વાતાવરણ આપવા માટે કટિબદ્ધ છે. કિરણ પરિવારના દરેક સભ્યની સુખાકારીને ધ્યાનમાં રાખીને કાર્યસ્થળની રચના કરવામાં આવશે તેમ કિરણ જેમ્સના નિયામક માવજીભાઇ પટેલે જણાવ્યું હતું.

October 20, 2021
dharmesh_vaniyawla.jpg
1min535

સુરત શહેરના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, ભારતીય જનતા પાર્ટી, સુરત મહાનગરના પ્રેસિડેન્ટ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, મહામંત્રી શ્રી કિશોર બિંદલ, શ્રી મુકેશભાઇ દલાલ વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં આજે તા.20મી ઓક્ટોબર 2021ને બુધવારની સવારે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર. ૧૦ ( અડાજણ – પાલ – ઈચ્છાપોર ) નાં કોર્પોરેટર શ્રી ધર્મેશભાઈ વાણિયાવાલાનાં જનસંપર્ક કાર્યાલયનો ઉદ્ઘાટન સમારંભ સંપન્ન કરવામાં આવ્યો હતો.

આ સરનામે સંપર્ક કરી શકાશે

સુરત મહાનગરપાલિકા વોર્ડ નં.10, અડાજણ, પાલ, ઇચ્છાપોરીયા વિસ્તારના કોર્પોરેટર ધર્મેશ વાણીયાવાલાના જનસંપર્ક કાર્યાલયનું સરનામું નીચે મુજબ છે.

1, અક્ષરધામ સોસાયટી, શિવાજી સર્કલ પાસે, ગંગેશ્વર મહાદેવ મંદિર રોડ, અડાજણ, સુરત-5

October 20, 2021
capt-amarinder-singh.jpg
1min400

પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી ચૂકેલા કેપ્ટન અમરિન્દર સિંહે તા.19-10-21ને મંગળવારે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, ટૂંક સમયમાં તેઓ પોતાની રાજકીય પાર્ટી બનાવશે. કેપ્ટનના મીડિયા સલાહકાર રવીન ઠકરાલે ટ્વિટ કરીને જણાવ્યું કે, ખેડુતો સહિત પંજાબ અને તેમના લોકોના હિતોની સેવા માટે જલ્દી નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરવામાં આવશે. કેપ્ટને ભાજપ સાથે સશર્ત ગઠબંધન કરવાની પણ વાત કરી છે. સીએમ પદેથી રાજીનામુ આપ્યા પછી કેપ્ટને નવી પાર્ટી બનાવાના સંકેત આપ્યા હતા.

Amarinder Singh: The Captain's options - Nation News - Issue Date: Oct 18,  2021

અમરિન્દર સિંહે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, જે રીતે મારી સાથે કોંગ્રેસમાં વ્યવહાર થયો, સાડા દસ વાગે મને કોંગ્રેસ હાઈકમાન કોલ કરે છે કે તમે રાજીનામુ આપી દો. મેં એક વાર પણ ન પૂછ્યું કે કેમ? મેં તરત જ રાજીનામુ લખીને ચાર વાગે રાજ્યપાલને સુપરત કર્યુ. જે નિરીક્ષકો આવ્યા હતા તેઓએ તમામને કોલ કર્યા, પરંતુ સીએમ હાઉસમાં કોઈને ખબર ન પડી. જો 50 વર્ષ બાદ મારી વિશ્વસનીયતા પર શંકા થઈ રહી છે તો પછી કંઈ બચ્યુ નથી.

પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે, જો આગામી વર્ષની શરૂઆતમાં યોજનારી પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં ખેડુતોના હિતમાં ત્રણેય કૃષિ કાયદા પર ચાલી રહેલા વિવાદનું સમાધાન કરી દેવામાં આવે તો તેઓ ભાજપ સાથે સીટો શેર કરવા પર વિચાર કરશે. તેઓએ કહ્યું કે, તેઓ સમાન વિચારધારા ધરાવતા દળો જેવા અલગ થયેલા અકાલી સમૂહો, ખાસ કરીને ઢીંડસા અને બ્રહ્મપુરા સમૂહની સાથે ગઠબંધનની સંભાવના પણ જોઈ રહ્યાં છે.

અમરિન્દર સિંહે કહ્યું કે, જ્યાં સુધી હું અમારા લોકો અને અમારા રાજ્યના ભવિષ્યને સુરક્ષિત નથી કરી લેતો, ત્યાં સુધી આરામથી બેસીસ નહીં. પંજાબને રાજકીય સ્થિરતા અને આંતરીક તથા બહારના ખતરાથી સુરક્ષાની જરૂર છે. હું આપણાં લોકોને વચન આપું છું કે, એની શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એ બધું જ કરીશ કે જે આજે દાવ પર લાગેલું છે.

October 20, 2021
t20_world.jpg
1min378

પૂર્વ ચેમ્પિયન શ્રીલંકાનો બુધવારે ટી-20 વર્લ્ડ કપના રાઉન્ડ-વનમાં આયરલેન્ડનો સામનો થશે. આ મેચની વિજેતા ટીમ સુપર-12 રાઉન્ડમાં પહોંચવાની નજીક પહોંચી જશે. શ્રીલંકા અને આયરલેન્ડની ટીમ તેમના પહેલા મેચમાં જીત મેળવી ચૂકી છે. શ્રીલંકાએ નામીબિયાને અને આયરલેન્ડસે નેધરલેન્ડ્સને 7-7 વિકેટે હાર આપી હતી. શ્રીલંકાએ બોલરોના શાનદાર દેખાવથી અને આયરલેન્ડે રમતના દરેક વિભાગમાં સક્ષમ દેખાવ કરીને જીત અંકે કરી હતી.

યરલેન્ડના મીડિયમ પેસર કર્ટિસ કેમ્ફરે ચાર દડામાં ચાર વિકેટ લઇને રેકોર્ડ કર્યો હતો.
શ્રીલંકાના સુકાની દાસુન શનાકાને ખબર છે કે આયરલેન્ડ સામે રાહ આસાન નહીં હોય. આથી તેની ટીમે આ મુકબલામાં ભૂલોથી બચીને રમવું પડશે. ટીમને કુસાલ પરેરા, પથુમ નિસંકા અને અનુભવી દિનેશ ચંદિમાલ પાસેથી શાનદાર ઇનિંગની આશા રહેશે. વિશ્વ કપમાં શ્રીલંકા માટે બે સ્પિનર મહેશ થેકશાના અને વાનિંદુ હસંરાગની જોડી હુકમના એક્કા જેવી છે. તેમનાં પ્રદર્શન પર ટીમની નજર રહેશે.

નેધરલેન્ડસ સામેની શાનદાર જીતથી આયરલેન્ડની ટીમ આત્મવિશ્વાસથી ઓતપ્રોત છે. શ્રીલંકા સામેના મેચમાં આયરલેન્ડની બોલિંગથી વધુ બેટિંગની કસોટી થશે. શ્રીલંકાની બોલિંગમાં વિવિધતા છે. તેની સામે આયરલેન્ડે મોટો સ્કોર કરવો પડશે.

October 19, 2021
sensex_green.jpg
1min815

ભારતીય શેરબજારોએ આજે તા.19 ઓક્ટોબર 2021ને મંગળવારે માર્કેટ ખુલતાની સાથે જ નવો રેકોર્ડ બનાવ્યો છે. આજે મંગળવારે સવારે 9.26 કલાકે સેન્સેક્સ 348 અંક વધી 62113 પર કારોબાર કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 104 અંક વધી 18581 પર કારોબાર કરી રહી હતી.

શેર બજારમાં જાણે દિવાળી આવે એ પહેલા જ દિવાળી જેવી તેજીનો અનુભવ થઇ રહ્યો છે. પહેલીવાર સેન્સેક્સ 62100 અને નિફ્ટી 18600ને પાર પહોંચ્યો છે. શેર માર્કેટમાં આવેલી આ તેજીથી રોકાણકારોની તો દિવાળી પહેલા જ દિવાળી શરું થઈ ગઈ છે. કોરોના કાળમાં દરેક ધંધા-રોજગાર મંદ પડ્યા હતા પરંતુ જેમ જેમ કોરોના કેસ ઓછા થઈ રહ્યા છે તેમ તેમ માર્કેટ બમણી તેજીથી વધી રહ્યું છે.

IT, PSU, બેંક, ઓટો ક્ષેત્રમાં તેજી જોવા મળી રહી છે. 35 સત્રમાં બેંક નિફ્ટી 35,000થી 40,000નું સ્તર પાર કરી ગઈ છે. સેન્સેક્સ પર લાર્સન, બજાજ ફિનસર્વ, HCL ટેક, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. લાર્સન 3.22 ટકા વધી 1845.65 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ITC, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રીડ કોર્પ, ટાઈટન કંપની, નેસ્લે સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ITC 2.69 ટકા ઘટી 255.40 પર કારોબાર કરી રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 0.77 ટકા ઘટી 7340.50 પર કારોબાર કરી રહ્યો છે.

BSE પર 2526 શેર્સમાં કારોબાર થયો. જેમાંથી 1713 શેર્સ વધારા સાથે અને 701 શેર્સ લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા. તેની સાથે જ BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પ્રથમ વખત 276 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. આ પહેલા સોમવારે સેન્સેક્સ 460 પોઈન્ટ વધી 61765 અને નિફ્ટી 138 પોઈન્ટ વધી 18477ના સ્તરે બંધ થયો હતો.

October 19, 2021
cia_edu-1280x925.jpg
1min773

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતમાં આવેલી બેચલર ઓફ આર્કિટેક્ચર અભ્યાસક્રમ ચલાવતી 2 કોલેજોને પ્રવેશાર્થીઓ સંપૂર્ણ પણે રિજેક્ટ કરી દીધી છે ત્યાં સુધી કે એકેય વિદ્યાર્થી સુરતની આ બે કોલેજોમાં પ્રવેશ લેવા તૈયાર નથી.

ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજમાં પ્રવેશ માટે એક પણ વિદ્યાર્થીએ પસંદગી આપી નહીં, 100 ટકા સીટો ખાલી

ગુજરાત સરકારે બેચલર ઓફ આર્કિટેક્ચર અભ્યાસક્રમમાં પ્રવેશ કાર્યવાહી કરવા માટે રચેલી એડમિશન કમિટીએ પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા બાદ ખાલી પડેલી બેઠકોનું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં (1) સુરતની પ્રાઇવેટ યુનિવર્સિટી, ભગવાન મહાવીર યુનિવર્સિટી હસ્તકની ભગવાન મહાવીર કોલેજ ઓફ આર્કિટેક્ચરમાં ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટેની સ્ટેટ ક્વોટાની કુલ 90 સીટો પ્રવેશ માટે મૂકવામાં આવી હતી. આ કોલેજમાં પ્રવેશ માટે ગુજરાત કે ગુજરાતની અધર બોર્ડની સ્કુલોના એક પણ વિદ્યાર્થીએ ચોઇશ ફિલિંગ કર્યું ન હતું. પરીણામે ભગવાન મહાવીર કોલેજ ઓફ આર્કિટેક્ચરની સો એ સો ટકા 90માંથી 90 સીટો ખાલી પડી રહી છે.

વેસુની વિદ્યામંદિર આર્કિટેક્ચર કોલેજમાં પણ તમામ બેઠકો ખાલી, એકપણ વિદ્યાર્થી પ્રવેશ માટે રાજી નથી

એવી જ રીતે સુરતના વેસુ વિસ્તારમાં આવેલી વિદ્યામંદિર કોલેજ ઓફ આર્કિટેક્ચર સાથે પણ આવું જ બન્યું છે. આ કોલેજ પહેલા ફક્ત કન્યાઓ માટે જ શરૂ કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ નહીં મળતા પછી તેને સામાન્ય કોલેજ બનાવી દેવામાં આવી એ પછી પણ કોઇ પ્રવેશાર્થી આ કોલેજમાં પ્રવેશ લેવા માટે રાજી નથી. હાલ ચાલી રહેલી બી.આર્ક.ની પ્રવેશ પ્રક્રિયામાં પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પછી વિદ્યામંદિર કોલેજ ઓફ આર્કિટેક્ચરની બધી જ બેઠકો ખાલી પડી છે. વિદ્યામંદિર કોલેજ ઓફ આર્કિટેક્ચરમાં ગુજરાત બોર્ડ માટે કુલ 22 સીટો અને અધર બોર્ડ માટે 1 સીટો એસીપીસીમાં મૂકવામાં આવી હતી. જેમાં એક પણ પ્રવેશાર્થીએ ચોઇશ ફિલિંગ કર્યું ન હતું.

ગુજરાતમાં બી.આર્ક.માં પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા બાદ ખાલી પડેલી બેઠકોની માહિતી

સુરતમાં બિલાડીની ટોપની જેમ પ્રાઇવેટ યુનિવર્સિટીઓની હાટડીઓ શરૂ થઇ ગઇ છે ત્યારે કોલેજોની પસંદગી ખૂબ વિચારણા કર્યા બાદ જ કરવી

October 19, 2021
statue_of_unity.jpg
1min502

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લુ રાખવાને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે હવે બંધ નહીં રહે. આગામી 28થી 31 ઓક્ટોબર દરમિયાન પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવાયો છે. પ્રવાસીઓની માગણીને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને સઘન સુરક્ષા પણ ગોઠવવામાં આવશે.

મહત્વનું છે કે, 31મી ઓક્ટોબરે કેવડીયા નર્મદા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત રાષ્ટ્રીય એકતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી થવાની છે. પીએમ મોદી 30 અને 31 ઓક્ટોબરે કેવડીયાના પ્રવાસે હોવાથી પ્રવાસન સ્થળ પાંચ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જેને લઈને હાલ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આ નિર્ણય ફેરવાયો છે અને પ્રવાસીઓ માટે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવાયો છે.

પીએમ મોદીના આગમનના કારણે તંત્ર દ્વારા પાંચ દિવસ સુધી કેવડીયામાં પ્રવાસન સ્થળ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આમ 28મીથી 1 નવેમ્બર સુધી કેવડીયાના તમામ પ્રવાસન સ્થળ બંધ રાખવાની સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્રએ વેબસાઈટ પર નોટિસ મૂકીને ઓનલાઈન ટિકિટ બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. સૂત્રોનું માનીએ તો, 30 ઓક્ટોબરના રોજ પીએમ મોદી કેવડીયા પહોંચશે.

ત્યારબાદ સાંજે નર્મદા આરતી કરીને ઘાટનું લોકાર્પણ પણ કરશે અને કેવડીયામાં જ રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ 31મી ઓક્ટોબર એટલે સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે કેવડીયા મુકામે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર રાષ્ટ્રીય એકતાની ઉજવણી થશે. જેમાં સરદાર સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપીને રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલાશે. આ કાર્યક્રમને લઈને અહીં તડામાર તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે.

October 19, 2021
rbi.jpg
1min503

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પર 1 કરોડ રૂપિયાનો મૌદ્રિક દંડ ફટકાર્યો છે. ભારતીય રિઝર્વ બેંક (ફ્રોડ્સ વર્ગીકરણ અને કોમર્શિયલ બેંક દ્વારા રિપોર્ટિંગ) 2016નામાં રહેલાં દિશાનિર્દેશોનું પાલન ન કરવા બદલ RBI દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પર આ દંડ લગાવવામાં આવ્યો છે.

એસબીઆઈ બેંક ઉપર આ દંડ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 47A (1) (c)ની સાથે 46(4)(i) અને 51(1)ની ધારાઓ હેઠળ લગાવવામાં આવ્યો છે. રેગ્યુલેટરી નિયમોનું પાલન ન કરવા પર અને બેંક દ્વારા ગ્રાહકો સાથે થયેલાં કોઈપણ ટ્રાન્જેક્શન અને કરારની માન્યતા સાથે સંબંધિત નથી.

આરબીઆઈએ જણાવ્યું કે, આરબીઆઈ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગ્રાહકોના એકાઉન્ટ અંગે સ્ક્રૂટિની કરવામાં આવી હતી. અને આ તપાસમાં સામે આવ્યું કે, બેંક દ્વારા આરબીઆઈના નિર્દેશોનું પાલન કરવામાં આવ્યું ન હતું. આરબીઆઈ દ્વારા ગ્રાહકોનાં એકાઉન્ટની સાથે તેનાથી સંબંધિત કોરસ્પોન્ડન્સ અને અન્ય બાબતોની પણ તપાસ કરવામાં આવી હતી. જે બાદ એકાઉન્ટમાં ધોખાધડીની સૂચના આરબીઆઈને આપવામાં આવી હતી.

જે બાદ આરબીઆઈ દ્વારા એસબીઆઈને આ મામલે નોટિસ પાઠવવામાં આવી હતી અને પુછવામાં આવ્યું હતું કે, નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેના પર કેમ કોઈ કાર્યવાહી કરવામાં ન આવે? જે બાદ એસબીઆઈ દ્વારા આ નોટિસનો જવાબ મોકલવામાં આવ્યો હતો. પણ જવાબથી અસંતુષ્ટ આરબીઆઈ દ્વારા દેશની સૌથી મોટી સરકારી બેંક પર 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

SBI ઉપરાંત આરબીઆઈ દ્વારા પ્રાઈવેટ બેંક સ્ટાન્ડર્ટ ચાર્ટર્ડ ઉપર પણ 1.95 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક પર નક્કી સમયગાળાની અંદર સાયબર સુરક્ષા ઘટનાઓના રિપોર્ટ કરવામાં અસફળ સહિત અન્ય કારણોથી આ દંડ ફટકારવામાં આવ્યો છે.

October 18, 2021
social_army-1280x960.jpeg
1min653

આર્મી એટલે યોદ્ધાઓ અને સોશિયલ આર્મી એટલે સરહદની અંદર સામાજીક અને સેવાકીય કાર્ય માટે સંકલ્પીત અને કટિબદ્ધ રીતે કાર્યરત નિઃસ્વાર્થ બટાલિયન સેના. સોશિયલ આર્મી ગ્રુપ 7 પ્રકલ્પો દ્વારા સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી બની રહી છે જેમાં પર્યાવરણ રક્ષા, અન્નસાથી, ગૌસેવા, શિક્ષા, લાઈવ બ્લડબેન્ક, દવાબેન્ક, મહિલા શક્તિ પ્રોજેકટનો સમાવેશ થાય છે, રાષ્ટ્રહિત લોકજાગૃતિ રક્તદાન જરૂરિયાતમંદોને સહાય જેવા નિઃસ્વાર્થ સેવા સતકાર્યનો સમન્વય આ સંસ્થા દ્વારા જ્યારે થઈ રહ્યો હોય ત્યારે સંસ્થા દ્વારા પ્રોજેકટ શિક્ષા અંતર્ગત જ્ઞાનસાથી પુસ્તકાલય નો શુભારંભ થયો હતો.

SMC કોમ્પ્લેક્ષ, ઈન્ફિનિટી ટાવરની બાજુમાં, સુરત રેલવે સ્ટેશન નજીક આ પુસ્તકાલયનાં શુભારંભ પ્રસંગે શહેરનાં લેખન અને વાંચન ક્ષેત્રમાં રુચિ ધરાવતા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સાથે ટીમ સોશિયલ આર્મી ઉપસ્થિત રહી હતી.

સંસ્થાનાં પ્રમુખ વિશાલભાઈ બેલડીયાએ જણાવ્યું હતું કે પુસ્તક એ માણસનું મસ્તક છે, માણસ જ્યારે શારીરિક રીતે બિમાર થાય ત્યારે દવાખાને જાય છે એજ રીતે જ્યારે માનસિક રીતે બિમાર થાય ત્યારે પુસ્તકાલયમાં જવું જોઈએ, અત્યારે તણાવવાળી જીંદગીમાં માનસિક રોગો ઘર કરી ગયા છે એનો ઈલાજ કરવા માટે સચોટ ઉપાય છે સારા પ્રેરણાદાયી પુસ્તકોનું વાંચન કરવું, આ ઉમદા હેતુસર અમે પુસ્તકાલયનો શુભારંભ કર્યો છે જ્યાં શહેરીજન વિનામુલ્યે વાંચન કરી શકે છે સાથે કોઈપણ સભ્ય પોતાની પાસે વંચાય ગયેલા પુસ્તકોનું દાન અહીં કરી શકે છે જેનો લાભ અન્ય સભ્યોને વાંચન દ્વારા ઉપયોગી થશે, આ પુસ્તકાલયનો લાભ શહેરીજનોને લેવા વિનંતી છે