ભરૂચના આમોદમાં કાંકરિયા ગામે કેટલાક લોકોએ લાલચ આવી ધર્મપરિવર્તન કરાવતા હતા. મળતા અહેવાલો મુજબ આમોદના કાકરિયા ગામના 37 પરિવારના 100 લોકોને મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવાયુ હતું. આરોપીઓ ગામના ગરીબ લોકોને લોભ લાલચ આપી ધર્માંતરણ કરાવતા હોવાનું સામે આવ્યું છે .પોલીસ ધર્માંતરણ કરાવતા 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી.મામલાની તપાસ કરતા પોલીસે હાલ 4 શખ્સોની ધરપકડ કરી છે.
ભરૂચ જિલ્લા પોલીસ વડા DSP રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ધર્માંતરણના સંવેદનશીલ અને ગંભીર મુદ્દે જણાવ્યું છે કે, ફક્ત ધર્માંતરણ જ હતું કે વિદેશથી ફંડ મોકલી દેશ વિરોધી અન્ય પ્રવૃત્તિ થઈ રહી હતી તેની પણ તપાસ થશે. આમોદના કાંકરિયા સિવાય આસપાસના ગામોમાં પણ ધર્માંતરણ થયું છે કે નહીં તેની તપાસ પણ થશે.
આમોદ પોલીસ મથકે ગેરકાયદે રીતે હિન્દુ સમાજના ગરીબ વસાવા લોકોને ઘર, મકાન, રાશન, ધંધો-રોજગાર, શિક્ષણ, લગ્ન કરાવી આપવાની લાલચે મુસ્લિમ ધર્મ અંગિકાર કરવા અંગેની નોંધાયેલી ફરિયાદમાં DYSP એમ.પી. ભોજાણીએ તપાસ હાથ ધરી છે. આ માટે 3 અલગ અલગ ટીમો બનાવાઈ છે. ધર્માંતરણમાં સામેલ 9 પૈકીના 4 આરોપીઓ ઐયુબ બરકત પટેલ, ઇબ્રાહિમ પુના પટેલ, અબ્દુલ અઝીઝ પટેલ તેમજ યુસુફ જીવન પટેલની ધરપકડ કરી તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. હજી સુધી આરોપીઓએ કોઈ ફોડ પાડ્યો નથી.
દેશના સૌથી મોટા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ Paytm ની પેરેન્ટ કંપની One 97 Communications કંપનીનો શેર આજે તા.18મી નવેમ્બર 2021ના રોજ ભારતીય શેરબજારમાં લિસ્ટ થયો હતો. 9 ટકા ડિસ્કાઉન્ટ એટલે કે પ્રતિ શેર 195ની નુકસાની સાથે લિસ્ટ થયા પછી પણ આખો દિવસ આ શેરમાં ભંગાણ પડવાનું ચાલુ રહ્યું હતું અને બપોરે સાડાત્રણ વાગ્યે માર્કેટ બંધ થયું ત્યારે 26 ટકા જેટલો તૂટ્યો હતો. રોકાણકારોને આ શેર સારું વળતર આપશે તેવો આશાવાદ હતો.
ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટ થયા બાદ પેટીએમના શેરમાં ઘટાડો ચાલુ રહ્યો હતો. ઇન્ડ્રા ડેમાં આ શેર BSE પર ઘટીને 1,586 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો હતો. સવારે 11:45 વાગ્યે પેટીએમનો શેર BSE પર 1,655 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે NSE પર શેર 1,626 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. 11:45 વાગ્યે પેટીએમનો શેર આશરે 24%ના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. કંપનીના શેર માટે લોઅર સર્કિટ 30% એટલે કે 1,564 રૂપિયા છે.
ભારતના સૌથી મોટા ગણાવાયેલા પેટીએમ આઇપીઓ માટે જે કહેવાયું તેનાથી વિપરીત અને લિસ્ટીંગના દિવસે કમાણીની આશા રાખનારા રોકાણકારોને આંચકો લાગ્યો છે.
Reported @ 10.30 am :પ્રતિ શેર રૂ.195નું નુકસાન સાથે લિસ્ટ થયો, ઇન્વેસ્ટર્શે ખરી ખોટી સંભળાવી
બોમ્બે સ્ટોક એક્ષચેન્જ પર પેટીએમનો શેર રૂ. 1955 એટલે કે 9.07 ટકાના ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયો હતો. તેની ઈશ્યુ કિંમત 2150 રૂપિયા હતી. ઇન્વેસ્ટરને એક શેર પર 195 રૂપિયાનું નુકસાન થયું હતું. લિસ્ટિંગ બાદ શરૂઆતી કારોબારમાં તે ઘટીને રૂ. 1777.50 થયો હતો.
પીટીએમનો આઇપીઓ રૂ. 18,300 કરોડની જંગી કિંમતનો હોવાનો પ્રચાર ખૂબ જોરશોરથી ચાલ્યો હતો અને તેનું લિસ્ટંગ 10થી 15 ટકા ઉંચું આવશે તેવી પણ વાતો ફેલાઇ હતી. જોકે આજે લિસ્ટીંગના દિવસે પ્રતિસાદ મળ્યો ન હતો અને ગ્રે માર્કેટમાં તેનું પ્રીમિયમ સતત ઘટી રહ્યું હતું.
આ વર્ષે લિસ્ટ થનારી તે 49મી કંપની છે. Paytmનો IPO દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO હતો. 18,300 કરોડના આ IPOને અપેક્ષિત પ્રતિસાદ મળ્યો નથી. તેને કુલ 1.89 ગણી બિડ મળી હતી. તે 8 નવેમ્બરે ખુલ્યો અને 10 નવેમ્બરે બંધ થયો હતો. તેને QIB કેટેગરીમાં 2.79 ગણી અને રિટેલ રોકાણકારોની શ્રેણીમાં 1.66 ગણી બિડ મળી હતી.
ધો.12 બાયોલોજી વિષય સાથે પાસ થયેલા અને નીટનો સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે એ ગુજરાતમાં મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક અને નેચરોપેથી અભ્યાસક્રમમાં પ્રવેશ કાર્યવાહીની ઘોષણા કરવામાં આવી છે.
પ્રવેશ કાર્યવાહીનું સંપૂર્ણ રજિસ્ટ્રેશન પ્રક્રિયા ઓનલાઇન કરવાની રહેશે. તા.17મી નવેમ્બરથી તા.28મી નવેમ્બર સુધી ઓનલાઇન પીન ખરીદીને વિદ્યાર્થીઓ એ પીન મારફતે રજિસ્ટ્રેશન કરાવી શકશે. વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે.
નીચે દર્શાવેલી વેબસાઇટ લિંક પરથી રજિસ્ટ્રેશન કરાવી શકાશે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જયપુરમાં રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ભારતનો પાંચ વિકેટે રોમાંચક વિજય થયો છે. રોહિત શર્માની કપ્તાની હેઠળની ભારતીય ટીમે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. રોહિત શર્માએ 48 રન તેમજ સૂર્યકુમાર યાદવે 62 રનની તાબડતોડ ઈનિંગ રમતા ભારતે બે બોલ બાકી હતા ત્યારે જ ન્યૂઝીલેન્ડનો 165 રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ સાથે જ ક્રિકેટની તમામ ફોરમેટમાં ન્યૂઝીલેન્ડ સામે સતત સાત મેચ હારવાના સીલસીલા પર ભારતે બ્રેક મારી દીધી હતી. ત્રણ ટી20 મેચની સીરિઝમાં ભારત કિવિઝ સામે 1-0થી આગળ રહ્યું છે.
ભારત માટે આ ટી20 અનેક રીતે મહત્વની હતી. સૌપ્રથમ વખત ટી20 ઈન્ટરનેશલ મેચમાં ભારતીય ટીમ તેના નવા કોચ રાહુલ દ્રવિડ અને નવા કાયમી કેપ્ટન રોહિત શર્મા સાથે ઉતરી હતી. આ મેચમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો અને વેંક્ટેશ ઐય્યરે ડેબ્યૂ કર્યું હતું. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો હતો. ગ્રીન ટોપ પીચ પર ચેઝ કરવું સરળ રહેવાનો રોહિત શર્માનો દાવ કેટલાક અંશે સફળ રહ્યો હતો.
ન્યૂઝીલેન્ડને પ્રથમ ઓવરમાં જ ભૂવનેશ્વર કુમારે ઝાટકો આપ્યો હતો અને ત્રીજા બોલ પર ડેરિલ મીચેલ શૂન્ય રને પેવેલિયન પરત ફર્યો હતો. અન્ય ઓપનર માર્ટિન ગુપ્ટિલે 70 રન અને માર્ક ચેપમેને 63 રનની ઈનિંગ રમી હતી અને બન્ને વચ્ચે બીજી વિકેટની 110 રનની ભાગીદારી થઈ હતી. રવિચંદ્રન અશ્વિને મેચની 14મી ઓવરમાં ચેપમેનને આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી. ત્યારબાદ તે જ ઓવરના પાંચમા બોલ પર ગ્લેન ફિલિપ્સને શૂન્ય રને એલબીડબલ્યુ આઉટ કરી અશ્વિને કિવિઝને ત્રીજો આંચકો આપ્યો હતો. અશ્વિન ઉપરાંત ભૂવનેશ્વર કુમારે પણ બે વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સીરાજ અને રાહુલ ચહરે એક-એક વિકેટ લીધી હતી. ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 164 રન કર્યા હતા.
ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત મક્કમ રહી હતી. પ્રથમ વિકેટ માટે કે એલ રાહલુ (15) અને રોહિત શર્મા (48) વચ્ચે 50 રનની ભાગીદારી નોંધાઈ હતી. ત્યારબાદ કે એલ રાહુલ મીચેલ સેન્ટરના બોલ પર ચેપમેનના હાથે કેચ આઉટ થયો હતો. ત્રીજા ક્રમે બેટિંગમાં ઉતરેલા સૂર્યકુમાર યાદવે 40 બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 62 રન ફટકાર્યા હતા અને ભારત માટે જીતનો પાયો નાંખ્યો હતો. રિષભ પંચ 17 રને અણનમ રહ્યો હતો. કિવિઝ તરફથી ટ્રેન્ટ બોલ્ટે બે વિકેટ ઝડપી હતી. કેપ્ટન ટીમ સાઉથી, મિચેલ સેન્ટનર અને ડેરિલ મિચેલે એક-એક વિકેટ લીધી હતી. ભારતે અંતિમ છ ઓવરમાં 51 રન કર્યા હતા અને ત્રણ વિકેટ ગુમાવી હતી જેમાં રોહિત શર્મા, શ્રેયસ ઐય્યર (5) અને વેંક્ટેશ ઐય્યર (4)નો સમાવેશ થયો હતો. કિવિ ટીમે 14 રન એક્સ્ટ્રા આપ્યા હતા જે તેમને ભારે પડ્યા હતા. ભારતીય ટીમે 19.4 ઓવરમાં 166 રન કરી મેચમાં વિજય મેળવ્યો હતો. હવે 19મી નવેમ્બરે બન્ને ટીમો વચ્ચે રાંચીમાં બીજી ટી20 મેચ રમાશે.
17/11/21 બુધવારે : India Vs Newzealand પ્રથમ ટી-૨૦ મૅચ
ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે બુધવારે પ્રથમ ટી-૨૦ મૅચ રમાશે. જોકે, ભારે ઝાકળને કારણે ટૉસ જિતનાર ટીમને વધુ લાભ મળવાની શક્યતા નહિવત છે.
આઠ વર્ષ બાદ જયપુર બુધવારે પ્રથમ આંતરરાષ્ટ્રીય મૅચનું યજમાનપદ સંભાળશે. ‘પીન્ક સિટી’ તરીકે જયપુર આવનારાઓને ઠંડીના ચમકારાનો અનુભવ થશે. ટૉસ જિતનાર ટીમને પ્રથમ ઈનિંગમાં લાભ મળવાની શક્યતા ખૂબ જ ઓછી છે. ટી-૨૦ મૅચ હોવાને કારણે આ પીચ પર મોટો સ્કૉર નોંધાય તેવી શક્યતા છે.
મૅચના દિવસે અમે ઝાકશવિરોધી સ્પ્રેનો ઉપયોગ કરીશું એમ અધિકારીઓએ કહ્યું હતું. જોકે, ઝાકળની અસર ખૂબ જ મર્યાદિત હશે, એમ તેમણે કહ્યું હતું.
દેશમાં કોરોનાની બીજી લહેર ફરી વળતાં મે મહિનામાં આઈપીએલ રદ કરવામાં આવ્યા બાદ ભારતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું પુનરાગમન થશે. સ્ટેડિયમમાં પ્રવેશવા વ્યક્તિ ઓછામાં ઓછું આંશિક વૅક્સિનેશન કરાવેલું હોવું જોઈએ. વૅક્સિનેશન ન કરાવનાર વ્યક્તિ આરટી-પીસીઆરનો નૅગેટિવ રિપોર્ટ દેખાડી સ્ટેડિયમમાં પ્રવેશી શકશે.
સિગાચી ઈન્ડસ્ટ્રીઝના શેર્સનું આજે સ્ટેક એક્સચેન્જમાં લિસ્ટિંગ થયું છે અને તેણે તમામ રેકોર્ડ્સ તોડી દીધા છે. સિગાચી ઈન્ડસ્ટ્રીઝના શેર્સ બીએસઈ ખાતે 252.76 ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયા છે. તેની ઈસ્યુ પ્રાઈઝ 163 રૂપિયા હતી અને બીએસઈ ખાતે તે 570 રૂપિયા સાથે લિસ્ટિંગ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) પર તે 570 રૂપિયા પ્રતિ શેર પર લિસ્ટિંગ થયો છે.
સિગાચીનો ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 1થી 3 નવેમ્બર દરમિયાન સબસ્ક્રાઈબ માટે ઓપન થયો હતો. કંપનીએ આ આઈપીઓ દ્વારા 125.43 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. તેની ઈસ્યુ પ્રાઈઝ 161-163 રૂપિયા પ્રતિ શેર હતી.
લિસ્ટિંગના 24 કલાક અગાઉ ગ્રે માર્કેટમાં તેનું તડગું પ્રીમિયમ બોલાઈ રહ્યું હતું. ગ્રે માર્કેટમાં તેનું પ્રીમિયમ 220-230 રૂપિયા બોલાઈ રહ્યું હતું. રોકાણકારો તરફથી પણ આ ઈસ્યુને અદ્દભુત પ્રતિસાત મળ્યો હતો અને તે 120 ગણો ભરાઈ ગયો હતો.
સિગાચી ઈન્ડસ્ટ્રીઝના લિસ્ટિંગને લઈને રોકાણકારો ઉપરાંત નિષ્ણાતો પણ આતુર હતા. એનાલિસ્ટોએ અપેક્ષા રાખી હતી કે હૈદરબાદાની માઈક્રોક્રિસ્ટલલાઈન સેલ્યુલોસ (એમસીસી) બનાવતી કંપની બીજી પારસ ડિફેન્સ ટેક્નોલોજીસ સાબિત થઈ શકે છે. જોકે, આ કંપનીએ તો પારસ ડિફેન્સનો પણ રેકોર્ડ તોડી દીધો છે જેનું લિસ્ટિંગ 175 ટકાના પ્રીમિયમે થયું હતું.
એમસીસી ફાર્માસ્યુટિકલ, ફૂડ, ન્યુટ્રાસ્યુટિકલ્સ અને કોમ્સેટિક્સ ઈન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવામાં આવે છે. સિગાચીના ત્રણ પ્લાન્ટ છે જેમાંથી એક હૈદરાબાદમાં અને બાકીના બે ગુજરાતમાં છે. સિગાચીના શેર્સનું 220 રૂપિયા પ્રતિ શેરના પ્રીમિયમે લિસ્ટિંગ થશે તેવું ગ્રે માર્કેટમાં બોલાઈ રહ્યું છે જે તેના ઈસ્યુ પ્રાઈઝ 163 રૂપિયાથી 135 ટકા વધારે છે.
ગ્રે માર્કેટને ટ્રેક કરી રહેલા ડીલર્સે જણાવ્યું હતું કે, કંપનીના ફન્ડામેન્ટલ્સ ઘણા જ મજબૂત છે તથા ગ્રોથ પણ ઘણો જ મજબૂત છે. આ ઉપરાંત તેનું વેલ્યુએશન પણ યોગ્ય છે. અનલિસ્ટેડઅરેનાના કો-ફાઉન્ડર અભય દોષીએ જણાવ્યું હતું કે, ઈસ્યુ થોડો નાનો છે અને તેને જોરદાર સબસ્ક્રિપ્શન મળ્યું છે. કંપની પાસે રોકાણકારોને આપવા માટે ઘણું છે. કંપનીનો ગ્રોથ સાતત્યપૂર્ણ રહ્યો છે. શરૂઆતના થોડા દિવસોમાં આ સ્ટોક સર્કિટથી સર્કિટ મૂવ કરશે.
ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મહત્ત્વનું એલાન કર્યું છે. બુલંદશહેરમાં જનસભાને સંબોધન કરતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, યુપી વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ એકલા પોતાના દમ ઉપર લડશે. પક્ષના કાર્યકર્તાઓએ આગામી વિધાનસભા ચૂંટણી માટે કોઈપણ પક્ષ સાથે ગઠબંધન ન કરવા માટે અપીલ કરી છે. જેને લઈને તમામ કાર્યકરોને આશ્વાસન આપે છે કે યુપીમાં કોંગ્રેસ પોતાના દમ ઉપર ચૂંટણી લડશે.
યુપીનાં રાજકારણમાં છેલ્લા ઘણા દિવસથી ચર્ચા હતી કે આગામી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસને એક ગઠબંધનની દરકાર છે. પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીની પહેલાં પ્લેનમાં અખિલેશ સાથે મુલાકાત અને બાદમાં એરપોર્ટના વીઆઇપી લોજમાં આરએલડી ચીફ જયંત ચૌધરી સાથે મુલાકાતની તસવીરો ગઠબંધન તરફ ઈશારો કરી રહી હતી. જો કે બુલંદશહેરમાં રવિવારે એક કાર્યક્રમ દરમિયાન પ્રિયંકાએ સ્પષ્ટ કર્યું છે કે, કોંગ્રેસ પોતાના દમ ઉપર ચૂંટણી લડશે. પ્રિયંકાએ કહ્યું હતું કે ઘણા લોકોએ ગઠબંધન ન કરવાની અપીલ કરી છે.’
આવકવેરા વિભાગે રવિવારે Dt.14/11/21 જણાવ્યું હતું કે કરદાતાઓ ઈ-ફાઇલિંગ પોર્ટલ પર હવે પોતાનું નવું ઍન્યુઅલ ઇન્ફર્મેશન સ્ટેટમેન્ટ (એઆઇએસ) જોઇ શકશે, જેમાં વ્યાજ, ડિવિડન્ડ, શૅર અને મ્યુચ્યુઅલ ફંડની લેવેચ અને વિદેશથી રેમિટન્સ જેવી વધારાની બાબતો પણ ઉમેરવામાં આવી છે.
આવકવેરા વિભાગે ગયા મહિને કરદાતાના ફોર્મ 26ASમાં ઉપર જણાવ્યા અનુસારની વધારાની મોટી રકમની નાણાકીય લેવડદેવડની વિગતોનો ઉમેરો કર્યો હતો. ફોર્મ ૨૬એએસ એ વાર્ષિક સંયુક્ત ટૅક્સ સ્ટેટમેન્ટ છે અને આવકવેરાની વૅબસાઇટ પરથી કરદાતા પોતાના પૅન નંબરના આધારે એ જોઇ શકે છે.
આઇટી વિભાગે ટ્વિટર પર જણાવ્યું હતું કે ઈ-ફાઇલિંગ પોર્ટલ પર હવે સરળતાથી એઆઇએસને જોઇ અને પીડીએફ, સીએસવી તથા યુસોન (મશીન વાંચી શકે એવી ફોર્મેટ)માં ડાઉનલોડ કરી શકાશે. એ માટે ઇન્કમટેક્સ ડોટ ગોવ ડોટ ઇન સાઇટ પર જઇને સર્વિસીઝ ટૅબ નીચેની એઆઇએસ લિંક પર ક્લિક કરવાની રહેશે.
ન્યૂ ઝીલેન્ડે રવિવારે ફાઇનલમાં પ્રથમ બૅટિંગ કરતા ૨૦ ઑવરમાં ચાર વિકેટ ગુમાવીને ૧૭૨ રન કર્યા હતા અને તેના જવાબમાં ઑસ્ટ્રેલિયાએ ૧૮.૫ ઑવરમાં બે વિકેટ ગુમાવીને ૧૭૩ રન કર્યા હતા. ઑસ્ટ્રેલિયાનો આઠ વિકેટે વિજય થયો હતો. ડેવિડ વોર્નરે ૫૩, મિશેલ માર્શે ૭૭ અને ગ્લેન મેક્સવેલે ૨૮ રન કર્યા હતા. ન્યૂ ઝીલેન્ડની બૅટિંગમાં કેન વિલિયમ્સને ૪૮ બૉલમાં ૮૫ રન કર્યા હતા. હેઝલવૂડ ઑસ્ટ્રેલિયાનો સૌથી વધુ સફળ બૉલર રહ્યો હતો. તેણે ચાર ઑવરમાં માત્ર ૧૬ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.
એડમ ઝમ્પાએ ચાર ઑવરમાં ૨૬ રન આપીને એક વિકેટ લીધી હતી. માર્ટિન ગપ્ટિલે ૩૫ બૉલમાં ૨૮ રન કર્યા હતા. ઝમ્પાની બૉલિંગમાં સ્ટોઇન્સે તેનો કૅચ પકડ્યો હતો. ડેરીલ મિશેલ આઠ બૉલમાં ૧૧ રન કરીને આઉટ થયો હતો. હેઝલવૂડની બૉલિંગમાં વેડે તેનો કૅચ પકડ્યો હતો. કેન વિલિયમ્સનની વિકેટ પણ હેઝલવૂડે લીધી હતી. સ્મિથે તેનો કૅચ પકડ્યો હતો.
ગ્લેન ફિલિપ્સે ૧૭ બૉલમાં ૧૮ રન કર્યા હતા. હેઝલવૂડની બૉલિંગમાં મેક્સવેલે તેનો કૅચ પકડ્યો હતો. જેમ્સ નીશેમે સાત બૉલમાં ૧૩ રન અને ટિમ સેફર્ટે છ બૉલમાં આઠ રન કર્યા હતા. ન્યૂ ઝીલેન્ડની પહેલી વિકેટ ૨૮ રને, બીજી વિકેટ ૭૬ રને, ત્રીજી વિકેટ ૧૪૪ રને અને ચોથી વિકેટ ૧૪૮ રને પડી હતી. ઑસ્ટ્રેલિયાના બૉલર્સમાં સૌથી વધુ ખર્ચાળ મિશેલ સ્ટાર્ક રહ્યો હતો. તેણે ચાર ઑવરમાં ૬૦ રન આપ્યા હતા.
બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે તાજેતરમાં જાહેર મંચ પર આઝાદી અંગે કરેલા વાંધાજનક નિવેદનથી વિવાદનો વંટોળ ઉઠ્યો છે. શિવસેનાએ એક્ટ્રેસને આડેહાથ લીધી હતી અને તેના તમામ રાષ્ટ્રીય એવોર્ડ પરત લઈ લેવા માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે કંગના રનૌતે 1947માં મળેલી આઝાદીને ભીખ ગણાવી હતી અને ભારતને અસલી આઝાદી 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે મળી તેવું નિવેદન કર્યું હતું. તેના આ નિવેદનને ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ પણ વખોડ્યું હતું અને કંગનાના આ નિવેદનને ગાંડપણ ગણવું કે દેશદ્રોહ તેવો સવાલ કર્યો હતો.
ગઈકાલે એનસીપી નેતા નવાબ મલિકે કંગનાના નિવેદન અંગે જણાવ્યું કે, જ્યારે કંગના રનૌતે આ નિવેદન કર્યું ત્યારે તેણે હશીશ (ડ્રગ્સ)નો હેવી ડોઝી લીધો હશે. હવે શિવસેનાએ આજે તેના મુખપત્ર સામાનામાં કંગનાના નિવેદની આકરી ટિકા કરી છે.
શિવસેનાએ જણાવ્યું કે, દેશના ક્રાંતિકારીઓએ આપેલા બલિદાનના આવા અપમાનને દેશના લોકો ક્યારેત સાખી નહીં લે. દેશના લાખો લોકોએ આઝાદી માટે પ્રાણની આહૂતિ આપી હતી. મોદી સરકારે કંગનાના તમામ રાષ્ટ્રીય એવોર્ડ્સ પરત લઈ લેવા જોઈએ તેમ સેનાએ વધુમાં જણાવ્યું હતું.
કંગનાના નિવેદનના લઈને શિવસેનાએ અગાઉના સાથી ભાજપ ઉપર પણ નિશાન તાક્યું હતું. શિવસેનાએ જણાવ્યું કે, હવે કંગનાના આવા નિવેદનથી ભાજપની ખોટી રાષ્ટ્રભક્તિનો પર્દાફાશ થયો છે. આ રીતે ક્યારેય કોઈએ દેશના ક્રાંતિકારીઓનું અપમાન નથી કર્યું. એક સમયે ક્રાંતિકારીઓને પદ્મ એવોર્ડ આપવામાં આવતા હતા જ્યારે હવે સરકારે કંગનાને પદ્મશ્રી એવોર્ડ આપ્યો છે.
શિવસેનાએ મુખપત્રમાં વધુમાં જણાવ્યું કે, કંગનાના વડવાઓ દેશની આઝાદીની પ્રક્રિયામાં ક્યાંય હાજર નહતા. આપણા દેશે લાખો ક્રાંતિકારીઓના લોહી, પરસેવા અને આંસુથી આઝાદી મેળવી છે. આ આઝાદીને ભીખ ગણવી દેશદ્રોહ ગણી શકાય. કંગનાની આવી વાત સાંભળીને સરદાર સાહેબની વિશાળ પ્રતિમા (સ્ટેચ્યુ ઓફ યુનિટી) પણ રડી રહી હશે.
ઓકટોબર મહિનામાં થયેલાં પાછોતરા વરસાદ તથા ઇંધણના ભાવમાં થયેલા વધારાના કારણે કેટલાંક દિવસોથી શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે. છૂટક બજારમાં અમુક શાકભાજીના ભાવ પ્રતિ કિલો ૧૦૦ રૂપિયાને વટાવી જતાં મધ્યમ વર્ગના નાગરિકોનું મહિનાનું બજેટ ખોરવાઇ ગયુ છે.
પાછોતરા વરસાદના કારણે શાકભાજીની ખેતીના ઉત્પાદનને બહું મોટો ફટકો પડયો હતો અને ઉત્પાદન ઓછું થયું હતું. આના કારણે બજારમાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે, જેથી તેના ભાવ આસમાને પહોંચી ગયા છે, એમ થાણેના છૂટક બજારના વેપારીએ જણાવ્યું હતું.
ઇંધણના ભાવમાં થયેલા ભાવ વધારાના કારણે ટ્રાન્સપોર્ટેશનના ભાડામાં પણ વધારો થયો છે. જેના કારણે જીવનાવશ્યક જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો થયો છે. શાકભાજીના ભાવ ૧૦૦ રૂપિયાને વટાવી ગયા છે.
કોબી માગ ઓછી હોવાના કારણે છૂટક બજારમાં તેનો ભાવ ૬૦ રૂપિયા પ્રતિકિલો છે. જ્યારે સિમલા મિરચા અને ગવાર છૂટક બજારમાં ૧૨૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.
Surat કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાં દરરોજ શાકભાજીની ૬૦૦થી ૭૦૦ ગાડીઓની આવક રહેતી હતી. પરંતુ છેલ્લા કેટલાંક દિવસોથી ગાડીઓની આવકમાં ધટાડો થયો છે એમ, સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.