CIA ALERT

Slider Archives - Page 113 of 491 - CIA Live

November 15, 2021
priyanka-1.jpg
1min425

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મહત્ત્વનું એલાન કર્યું છે. બુલંદશહેરમાં જનસભાને સંબોધન કરતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, યુપી વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ એકલા પોતાના દમ ઉપર લડશે. પક્ષના કાર્યકર્તાઓએ આગામી વિધાનસભા ચૂંટણી માટે કોઈપણ પક્ષ સાથે ગઠબંધન ન કરવા માટે અપીલ કરી છે. જેને લઈને તમામ કાર્યકરોને આશ્વાસન આપે છે કે યુપીમાં કોંગ્રેસ પોતાના દમ ઉપર ચૂંટણી લડશે.

યુપીનાં રાજકારણમાં છેલ્લા ઘણા દિવસથી ચર્ચા હતી કે આગામી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસને એક ગઠબંધનની દરકાર છે. પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીની પહેલાં પ્લેનમાં અખિલેશ સાથે મુલાકાત અને બાદમાં એરપોર્ટના વીઆઇપી લોજમાં આરએલડી ચીફ જયંત ચૌધરી સાથે મુલાકાતની તસવીરો ગઠબંધન તરફ ઈશારો કરી રહી હતી. જો કે બુલંદશહેરમાં રવિવારે એક કાર્યક્રમ દરમિયાન પ્રિયંકાએ સ્પષ્ટ કર્યું છે કે, કોંગ્રેસ પોતાના દમ ઉપર ચૂંટણી લડશે. પ્રિયંકાએ કહ્યું હતું કે ઘણા લોકોએ ગઠબંધન ન કરવાની અપીલ કરી છે.’

November 15, 2021
income-tax-filing.jpg
1min482

આવકવેરા વિભાગે રવિવારે Dt.14/11/21 જણાવ્યું હતું કે કરદાતાઓ ઈ-ફાઇલિંગ પોર્ટલ પર હવે પોતાનું નવું ઍન્યુઅલ ઇન્ફર્મેશન સ્ટેટમેન્ટ (એઆઇએસ) જોઇ શકશે, જેમાં વ્યાજ, ડિવિડન્ડ, શૅર અને મ્યુચ્યુઅલ ફંડની લેવેચ અને વિદેશથી રેમિટન્સ જેવી વધારાની બાબતો પણ ઉમેરવામાં આવી છે. 

આવકવેરા વિભાગે ગયા મહિને કરદાતાના ફોર્મ 26ASમાં ઉપર જણાવ્યા 
અનુસારની વધારાની મોટી રકમની નાણાકીય લેવડદેવડની વિગતોનો ઉમેરો કર્યો હતો. 
ફોર્મ ૨૬એએસ એ વાર્ષિક સંયુક્ત ટૅક્સ સ્ટેટમેન્ટ છે અને આવકવેરાની વૅબસાઇટ પરથી કરદાતા પોતાના પૅન નંબરના આધારે એ જોઇ શકે છે. 

આઇટી વિભાગે ટ્વિટર પર જણાવ્યું હતું કે ઈ-ફાઇલિંગ પોર્ટલ પર હવે સરળતાથી એઆઇએસને જોઇ અને પીડીએફ, સીએસવી તથા યુસોન (મશીન વાંચી શકે એવી ફોર્મેટ)માં ડાઉનલોડ કરી શકાશે. એ માટે ઇન્કમટેક્સ ડોટ ગોવ ડોટ ઇન સાઇટ પર જઇને સર્વિસીઝ ટૅબ નીચેની એઆઇએસ લિંક પર ક્લિક કરવાની રહેશે.

November 15, 2021
t20_world.jpg
1min440

ન્યૂ ઝીલેન્ડે રવિવારે ફાઇનલમાં પ્રથમ બૅટિંગ કરતા ૨૦ ઑવરમાં ચાર વિકેટ ગુમાવીને ૧૭૨ રન કર્યા હતા અને તેના જવાબમાં ઑસ્ટ્રેલિયાએ ૧૮.૫ ઑવરમાં  બે વિકેટ ગુમાવીને ૧૭૩ રન કર્યા હતા. ઑસ્ટ્રેલિયાનો આઠ વિકેટે વિજય થયો હતો. ડેવિડ વોર્નરે ૫૩, મિશેલ માર્શે ૭૭ અને ગ્લેન મેક્સવેલે ૨૮ રન કર્યા હતા. ન્યૂ ઝીલેન્ડની બૅટિંગમાં કેન વિલિયમ્સને ૪૮ બૉલમાં ૮૫ રન કર્યા હતા. હેઝલવૂડ ઑસ્ટ્રેલિયાનો સૌથી વધુ સફળ બૉલર રહ્યો હતો. તેણે ચાર ઑવરમાં માત્ર ૧૬ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.

એડમ ઝમ્પાએ ચાર ઑવરમાં ૨૬ રન આપીને એક વિકેટ લીધી હતી. માર્ટિન ગપ્ટિલે ૩૫ બૉલમાં ૨૮ રન કર્યા હતા. ઝમ્પાની બૉલિંગમાં સ્ટોઇન્સે તેનો કૅચ પકડ્યો હતો. ડેરીલ મિશેલ આઠ બૉલમાં ૧૧ રન કરીને આઉટ થયો હતો. હેઝલવૂડની બૉલિંગમાં વેડે તેનો કૅચ પકડ્યો હતો. કેન વિલિયમ્સનની વિકેટ પણ હેઝલવૂડે લીધી હતી. સ્મિથે તેનો કૅચ પકડ્યો હતો.

ગ્લેન ફિલિપ્સે ૧૭ બૉલમાં ૧૮ રન કર્યા હતા. હેઝલવૂડની બૉલિંગમાં મેક્સવેલે તેનો કૅચ પકડ્યો હતો. જેમ્સ નીશેમે સાત બૉલમાં ૧૩ રન અને ટિમ સેફર્ટે છ બૉલમાં આઠ રન કર્યા હતા. ન્યૂ ઝીલેન્ડની પહેલી વિકેટ ૨૮ રને, બીજી વિકેટ ૭૬ રને, ત્રીજી વિકેટ ૧૪૪ રને અને ચોથી વિકેટ ૧૪૮ રને પડી હતી. ઑસ્ટ્રેલિયાના બૉલર્સમાં સૌથી વધુ ખર્ચાળ મિશેલ સ્ટાર્ક રહ્યો હતો. તેણે ચાર ઑવરમાં ૬૦ રન આપ્યા હતા.   

November 14, 2021
Kangana_Ranaut_PTI.jpg
1min504

બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે તાજેતરમાં જાહેર મંચ પર આઝાદી અંગે કરેલા વાંધાજનક નિવેદનથી વિવાદનો વંટોળ ઉઠ્યો છે. શિવસેનાએ એક્ટ્રેસને આડેહાથ લીધી હતી અને તેના તમામ રાષ્ટ્રીય એવોર્ડ પરત લઈ લેવા માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે કંગના રનૌતે 1947માં મળેલી આઝાદીને ભીખ ગણાવી હતી અને ભારતને અસલી આઝાદી 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે મળી તેવું નિવેદન કર્યું હતું. તેના આ નિવેદનને ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ પણ વખોડ્યું હતું અને કંગનાના આ નિવેદનને ગાંડપણ ગણવું કે દેશદ્રોહ તેવો સવાલ કર્યો હતો.

ગઈકાલે એનસીપી નેતા નવાબ મલિકે કંગનાના નિવેદન અંગે જણાવ્યું કે, જ્યારે કંગના રનૌતે આ નિવેદન કર્યું ત્યારે તેણે હશીશ (ડ્રગ્સ)નો હેવી ડોઝી લીધો હશે. હવે શિવસેનાએ આજે તેના મુખપત્ર સામાનામાં કંગનાના નિવેદની આકરી ટિકા કરી છે.
 
શિવસેનાએ જણાવ્યું કે, દેશના ક્રાંતિકારીઓએ આપેલા બલિદાનના આવા અપમાનને દેશના લોકો ક્યારેત સાખી નહીં લે. દેશના લાખો લોકોએ આઝાદી માટે પ્રાણની આહૂતિ આપી હતી. મોદી સરકારે કંગનાના તમામ રાષ્ટ્રીય એવોર્ડ્સ પરત લઈ લેવા જોઈએ તેમ સેનાએ વધુમાં જણાવ્યું હતું. 

કંગનાના નિવેદનના લઈને શિવસેનાએ અગાઉના સાથી ભાજપ ઉપર પણ નિશાન તાક્યું હતું. શિવસેનાએ જણાવ્યું કે, હવે કંગનાના આવા નિવેદનથી ભાજપની ખોટી રાષ્ટ્રભક્તિનો પર્દાફાશ થયો છે. આ રીતે ક્યારેય કોઈએ દેશના ક્રાંતિકારીઓનું અપમાન નથી કર્યું. એક સમયે ક્રાંતિકારીઓને પદ્મ એવોર્ડ આપવામાં આવતા હતા જ્યારે હવે સરકારે કંગનાને પદ્મશ્રી એવોર્ડ આપ્યો છે.

શિવસેનાએ મુખપત્રમાં વધુમાં જણાવ્યું કે, કંગનાના વડવાઓ દેશની આઝાદીની પ્રક્રિયામાં ક્યાંય હાજર નહતા. આપણા દેશે લાખો ક્રાંતિકારીઓના લોહી, પરસેવા અને આંસુથી આઝાદી મેળવી છે. આ આઝાદીને ભીખ ગણવી દેશદ્રોહ ગણી શકાય. કંગનાની આવી વાત સાંભળીને સરદાર સાહેબની વિશાળ પ્રતિમા (સ્ટેચ્યુ ઓફ યુનિટી) પણ રડી રહી હશે.

November 14, 2021
sabji_market-1280x720.jpg
1min568

ઓકટોબર મહિનામાં થયેલાં પાછોતરા વરસાદ તથા ઇંધણના ભાવમાં થયેલા વધારાના કારણે કેટલાંક દિવસોથી શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે.  છૂટક બજારમાં અમુક શાકભાજીના ભાવ પ્રતિ કિલો ૧૦૦ રૂપિયાને વટાવી જતાં મધ્યમ વર્ગના નાગરિકોનું મહિનાનું બજેટ ખોરવાઇ ગયુ છે.

પાછોતરા વરસાદના કારણે શાકભાજીની ખેતીના ઉત્પાદનને બહું મોટો ફટકો પડયો હતો અને ઉત્પાદન ઓછું થયું હતું. આના કારણે બજારમાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે, જેથી તેના ભાવ આસમાને પહોંચી ગયા છે, એમ થાણેના છૂટક બજારના વેપારીએ જણાવ્યું હતું.

ઇંધણના ભાવમાં થયેલા ભાવ વધારાના કારણે ટ્રાન્સપોર્ટેશનના ભાડામાં પણ વધારો થયો છે. જેના કારણે જીવનાવશ્યક જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો થયો છે.  શાકભાજીના ભાવ ૧૦૦ રૂપિયાને વટાવી ગયા છે.

કોબી માગ ઓછી હોવાના કારણે છૂટક બજારમાં તેનો ભાવ ૬૦ રૂપિયા પ્રતિકિલો છે. જ્યારે સિમલા મિરચા અને ગવાર છૂટક બજારમાં ૧૨૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.

Surat કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાં દરરોજ શાકભાજીની ૬૦૦થી ૭૦૦ ગાડીઓની આવક રહેતી હતી. પરંતુ છેલ્લા કેટલાંક દિવસોથી ગાડીઓની આવકમાં ધટાડો થયો છે એમ, સૂત્રો દ્વારા જાણવા મળ્યું  હતું.  

શાકભાજીના ભાવ ( રૂપિયા પ્રતિ કિલો)શાકભાજી હોલસેલ બજાર ભાવ છૂટક બજાર ભાવ

  • ભીંડા ૫૦ ૧૦૦
  • ફણસી ૫૦ ૮૦
  • રીંગણ ૩૦ ૧૦૦
  • ફલાવર ૨૫ ૮૦
  • ગવાર ૬૦ ૧૨૦
  • સિમલા મિરચ ૫૦ ૧૨૦
  • કારેલા ૩૦ ૬૦
  • કોબી ૧૬ ૬૦
  • પરવળ ૪૦ ૮૦
  • સુરણ ૧૬ ૬૦
  • ટામેટા ૩૫ ૬૦થી૮૦ 
November 14, 2021
t20_world.jpg
1min436

દુબઈ રમાઈ રહેલા ટી-૨૦ વર્લ્ડ કપની આજે 14/11/21 રમાનારી ફાઈનલમાં ઑસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. 

ઑસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલૅન્ડની ટીમે જે રીતે સેમિફાઈનલમાં તેમની પ્રતિસ્પર્ધી ટીમ સામે મૅચ જીતી હતી તે જોતા ફાઈનલમાં પણ નાટ્યાત્મક અંત જોવા મળે તેવી શક્યતા છે. વન ડેમાં પાંચ વખત વર્લ્ડ ચૅમ્પિયન બનેલી ઑસ્ટ્રેલિયાની ટીમ આશ્ર્ચર્યજનક રીતે ટી-૨૦માં હજુ સુધી એક પણ વખત વર્લ્ડ ચૅમ્પિયન બની શક્યું નથી. 

બીજી તરફ વર્લ્ડકપમાં ન્યૂ ઝીલૅન્ડનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો છે અને કૅન વિલિયમ્સનના નેતૃત્વ હેઠળ ટીમ ખીલી ઊઠી છે. 

ન્યૂ ઝીલૅન્ડની ટીમ પહેલી જ વાર ટી-૨૦ વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચ્યું છે અને જો તે આ વર્લ્ડકપ જીતશે તો તેમના માટે આ અસાધારણ સિદ્ધિ હશે. જોકે, ફાઈનલમાં ઑસ્ટ્રેલિયાનો હાથ ઉપર રહેશે. સૌથી સારું બૉલિંગ આક્રમણ ધરાવતી ન્યૂ ઝીલૅન્ડની ટીમે સેમિફાઈનલમાં સુંદર બૅટિંગ પ્રદર્શન કર્યું હતું. 

ઑસ્ટ્રેલિયાની ટીમ: 
આરોન ફિન્ચ (કૅપ્ટન), ઍશ્ટોન અગર, પૅટ કમિન્સ, જૉશ હૅઝલવુડ, જૉશ ઈન્ગલીશ, મિશૅલ માર્શ, ગ્લૅન મૅક્સવેલ, કૅન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશૅલ સ્ટાર્ક, માર્કસ સ્ટૉઈનિસ, 
મિશૅલ સ્વેપસન, મૅથ્યુ વૅડ (વિ.કી.), ડૅવિડ વૉર્નર, આદમ ઝમ્પા. 

ન્યૂ ઝીલૅન્ડની ટીમ: 
કૅન વિલિયમ્સન (કૅપ્ટન), ટૉડ ઍસ્લે, ટ્રૅન્ટ બૉલ્ટ, માર્ક ચૅપમેન, આદમ મિલ્ને, માર્ટિન ગપ્તીલ, કાયલે જૅમિસન, ડૅરિલ મિશૅલ, જિમી નૅશામ, ગ્લૅન ફિલિપ્સ, મિશૅલ સાન્ટનર, ટીમ સૅફર્ટ (વિ,કી.), ઈશ સોઢી, ટીમ સાઉધી.

November 10, 2021
t20_world.jpg
1min524

ખિતાબની પ્રબળ દાવેદાર પણ ઇજાગ્રસ્ત ખેલાડીઓની સમસ્યામાંથી પસાર થઈ રહેલી ઇંગ્લેન્ડની ટીમ ટી-20 વિશ્વ કપના બુધવારે Dt.10/11/21 રમાનાર પહેલા સેમિ ફાઇનલમાં સતત અપેક્ષાકૃત દેખાવ કરનાર ન્યુઝિલેન્ડની ટીમ સામે ટકરાશે ત્યારે વન ડે વર્લ્ડ ચેમ્પિયન ઇયોન મોર્ગનની ટીમનો ઇરાદો કિવિઝ પર હાવી થવાનો રહેશે. વિશ્વ કપની શરૂઆતથી ઇંગ્લેન્ડની ટીમને હોટ ફેવરિટ ગણવામાં આવે છે પણ આખરી લીગ મેચમાં દ. આફ્રિકા સામેની હારથી તેની કેટલીક ખામીઓ સામે આવી ગઈ છે.

બીજી તરફ ન્યુઝિલેન્ડની ટીમે અપેક્ષા અનુસારનો દેખાવ કરીને સેમિ ફાઇનલની તેની રાહ ખુદ તૈયાર કરી છે. કિવિઝ ટીમ ઉલટફેરમાં માહિર છે. તેની નજર ઇંગ્લેન્ડ સામે વન ડે વર્લ્ડ કપના ફાઇનલની કમનસીબ હારનો હિસાબ ચૂકતે કરવા પર હશે. અબુધાબીની પીચ બેટિંગ માટે અનુકુળ છે. આથી મેચમાં મોટો સ્કોર બની શકે છે. ટોસ અને ઝાકળની ભૂમિકા નિર્ણાયક રહેશે.
ઇજાને લીધે જેસન રોય ટૂર્નામેન્ટની બહાર થઈ ગયો છે. આથી ઇંગ્લેન્ડના દાવનો પ્રારંભ જોસ બટલર સાથે જોની બેયરસ્ટો કરી શકે છે. ઇંગ્લેન્ડ માટે બટલર, બેયરસ્ટો, મોઇન અલી જેવા ખેલાડી વિશેષ રહેશે. જે મેચનો નક્શો બદલી શકે છે.

રોયના સ્થાને આખરી ઇલેવનમાં સેમ બિલિંગ્સને તકની સંભવાના છે. સ્પિનર મોઇન અલી અને આદિલ રશીદની ભૂમિકા ઇંગ્લેન્ડ માટે મહત્ત્વની બની રહેશે. ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલરો માર્ક વૂડ, ક્રિસ વોક્સ વગેરેની કિવિ બેટધરો સામે કસોટી થશે, કારણ કે કિવિ બેટધરો ફાસ્ટ બોલરો વિરુદ્ધ આક્રમક બેટિંગ માટે જાણીતા છે.

બીજી તરફ ન્યુઝિલેન્ડના મગજમાં 2019ના વન ડે વર્લ્ડ કપની ફાઇનલની હાર હશે. જેમાં તેને મેચ ટાઇ થયા બાદ ઓછી બાઉન્ડ્રીને લીધે હાર સહન કરવી પડી હતી. આ હાર કિવિઝ માટે દિલ તોડનારી હતી. આ પછી કેન વિલિયમ્સનની ટીમે આઇસીસીની સ્પર્ધામાં નિરંતર શાનદાર દેખાવ કર્યો છે. જેમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ છે. ન્યુઝિલેન્ડ પાસે નિશ્ચિત રીતે ટૂર્નામેન્ટની શ્રેષ્ઠ બોલિંગ લાઇન અપ અને ફિલ્ડિંગ યુનિટ છે. ટ્રેટ બોલ્ટ અને ટિમ સાઉધીની ખતરનાક જોડીનો સામનો કરવો ઇંગ્લેન્ડ માટે કઠિન બની રહેશે. લોકી ફરગ્યૂસનની ઉણપ એડન મિલ્નેએ પડવા દીધી નથી. બન્ને સ્પિનર ઇશ સોઢી અને મિચેલ સેન્ટરન પ્રભાવી પ્રદર્શન કરી રહ્યા છે. બન્ને ઓપનર અનુભવી માર્ટિન ગુપ્ટિલ અને યુવા ડેરિલ મિશેલ શાનદાર ફોર્મમાં છે. કપ્તાન કેન વિલિયમ્સન વિશ્વાસપાત્ર બેટ્સમેન છે. સેમિ ફાઇનલમાં તેનું યોગદાન મહત્ત્વપૂર્ણ બની રહેશે.

November 10, 2021
itr.jpg
1min533

વર્ષ ૨૦૨૦-૨૧ના નાણાંકીય વર્ષ માટે અત્યાર સુધીમાં ૨.૩૮ કરોડ કરતાં પણ વધુ આઈટી રિટર્ન ફાઈલ થયા હોવાનું આવકવેરા ખાતાએ મંગળવારે 9/11/21 કહ્યું હતું. આમાંથી અંદાજે ૧.૬૮ કરોડ આઈટી રિટર્નનું પ્રોસેસિંગ કરી દેવામાં આવ્યું છે અને ૬૪ લાખ કરતાં પણ વધુ લોકોને આવકવેરાનું રિફંડ આપી દેવામાં આવ્યું છે.  

વર્ષ ૨૦૨૧-૨૨ માટે આવકવેરા ખાતાના ઈ-ફાઈલિંગ પૉર્ટલ પર ૨.૩૮ કરોડ કરતા પણ વધુ આઈટીઆર ફાઈલ કરવામાં આવ્યા હોવાનું આવકવેરા ખાતાએ ટ્વીટર પરના સંદેશામાં જણાવ્યું હતું. આવકવેરા ખાતાએ કરદાતાઓને વર્ષ ૨૦૨૦-૨૧નું આઈટીઆર ઈ-પોર્ટલ પર જલદી ફાઈલ કરવાની વિનંતી કરી છે. સરકારે વર્ષ ૨૦૨૦-૨૧નું આઈટીઆર ફાઈલ કરવાની મુદત બે વખત લંબાવી હતી. વ્યક્તિગત કરદાતા માટે આઈટીઆર ફાઈલ કરવાની અંતિમ તારીખ ૩૧ ડિસેમ્બર છે. 

November 8, 2021
demonitaisan.jpg
1min771

પ્લાસ્ટિક કાર્ડસ, નેટ બૅંકિંગ અને યુનાઈટેડ પેમેન્ટસ ઈન્ટરફેસ વડે ડિજિટલ પેમેન્ટસના પ્રમાણમાં ધૂમ વધારો થયો છે. ઑક્ટોબર મહિનામાં યુપીઆઈ (યુનાઈટેડ પેમેન્ટસ ઈન્ટરફેસ) દ્વારા કુલ ૪૨૧ કરોડ ટ્રાન્ઝેકશન્સ થયા હતા. મૂલ્યની દૃષ્ટિએ ઑક્ટોબર મહિનામાં રૂપિયા ૭.૭૨ લાખ કરોડ અથવા ૧૦૦ અબજ ડોલરથી વધુના ટ્રાન્ઝેકશન્સ થયા હતા. વર્ષ ૨૦૧૬માં યુપીઆઈની શરૂઆત કરવામાં આવી હતી.

૮મી નવેમ્બર-૨૦૧૬ તારીખે વડા પ્રધાન મોદીએ રૂા. ૧૦૦૦ અને ૫૦૦ની બેન્ક નૉટ રદ થયેલી જાહેર કરી હતી. કાળાં નાણાનો પ્રવાહ ઘટાડવા અને ડિજિટલ પેમેન્ટસને ઉત્તેજન આપવા નૉટબંધી જાહેર કરવામાં આવી હતી. પાછલા પાંચ વર્ષમાં ડિજિટલ પેમેન્ટસનું ચલણ તો વધ્યું પણ રોકડનો ઉપયોગ હજુ ધીમી ગતિએ વધી રહ્યો છે. ૪ નવેમ્બર-૨૦૧૯ તારીખે નૉટસ ઈન સર્ક્યુલેશન (એનઆઈસી) એટલે કે રૂા. ૧૭.૭૪ લાખ કરોડ મૂલ્યની ચલણ નૉટ વપરાશમાં હતી. જે ૨૯ ઑક્ટબર-૨૦૨૧ તારીખે વધીને રૂા. ૨૯.૧૭ લાખ કરોડ થઈ હતી, તેવું આરબીઆઈ ડેટા જણાવે છે.

૩૦ ઑક્ટબર-૨૦૨૦ તારીખે રૂા. ૨૬.૮૮ લાખ કરોડ મૂલ્યની ચલણી નૉટ સર્ક્યુલેશનમાં હતી. નૉટબંધી અગાઉ ઑક્ટોબર-૨૦૧૪થી ઑક્ટોબર-૨૦૧૬ના સમયગાળા દરમિયાન એનઆઈસી (ચલણી નૉટનું પ્રમાણ)ના સરેરાશ વૃદ્ધિદર ૧૪.૫૧ ટકા હતો. ૨૦૧૯-૨૦ દરમિયાન મૂલ્ય અને સંખ્યાની દૃષ્ટિએ અનુક્રમે ૧૪.૭ ટકા અને ૬.૬ ટકા વૃદ્ધિદર નોંધાયો હતો. ૨૦૨૦-૨૧ દરમિયાન આ જ વૃદ્ધિદર અનુક્રમે ૧૬.૮ ટકા અને ૭.૨ ટકા હતો.

November 7, 2021
khatraj.jpg
1min582

ગાંધીનગર જિલ્લાના કલોલની ખાત્રજ ખાતે દવા બનાવતી તુત્સન ફાર્મા પ્રાઈવેટ લિમિટેડ કંપનીના દૂષિત પાણીના રિસાઈકલિંગ માટેની ઈટીપી ટેન્કની સફાઈ માટે ઉતારેલા એક મજૂરને બચાવવા માટે એક પછી એક ચાર લોકો અંદર ઊતર્યા હતા. ત્યારે પાંચેય મજૂરોને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. આ બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયરબ્રિગેડના જવાનોએ તરત ઘટનાસ્થળે દોડી જઈ પાંચેય મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.

etp: Gujarat: Five labourers die while cleaning effluent treatment plant  tank in Gandhinagar | Ahmedabad News - Times of India

કલોલની ખાત્રજ જીઆઈડીસી પ્લોટ નંબર -10 બ્લોક નંબર 58માં દવા બનાવતી તુત્સન ફાર્મા પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની આવેલી છે. કંપનીમાંથી નીકળતા દૂષિત પાણીને રિસાઈકલિંગ કરવા માટે અત્રે ETP પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. અહીં દૂષિત પાણીને પ્રોસેસ કરીને ફરી વખત ઉપયોગમાં લેવામાં આવે છે.

દિવાળીના તહેવાર નિમિત્તે પ્લાન્ટનો ઓપરેટર રજા પર ગયો હતો. જ્યારે દિવસ દરમિયાન સુશીલ ગુપ્તા અને રાત્રે રામસિંહ પાંડે સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. ત્યારે આજે પ્લાન્ટના હોજને સાફ કરવા માટે વિનયકુમાર નામનો મજૂર સીડી મૂકીને અંદર ઊતર્યો હતો. આ દરમિયાન અચાનક તેણે બૂમાબૂમ કરતાં સુનીલ ગુપ્તા તેને બચાવવા માટે હોજમાં ઊતર્યો હતો. તેણે પણ બચાવો બચાવોની બૂમો પાડતાં એક પછી એક દેવેન્દ્રકુમાર દિનેશભાઈ, રાજન કુમાર પપ્પુભાઈ અને અનિશકુમાર પપ્પુભાઈ પણ ચીસો સાંભળીને હોજમાં ઊતર્યા હતા. દરમિયાન થોડીવારમાં પાંચેય જણાની બૂમો શાંત થઈ ગઈ હતી.

બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયરબ્રિગેડની ટીમ તરત ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને એક પછી એક પાંચેય લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે કંપનીના માલિક સહિતનો સ્ટાફ પણ સ્થળ પર દોડી આવ્યો હતો.