મુલુંડના નવભારત નૂતન વિદ્યાલયમાં ૪૨ વર્ષ સેવા આપનાર પ્યુન મૂળ નેપાળના રામસિંહ રાઉતનું સ્કૂલના પરિસરમાં જ મૃત્યું થયું એ પછી તેમને માનભેર આપવામાં આવી અાખરી વિદાય
૧૯૭૫માં નેપાલથી આવીને મુંબઇના મુલુંડ વેસ્ટ ખાતે આવેલા નવભારત નૂતન વિદ્યાલયમાં પહેલાં પ્રાઇવેટ પ્યુન તરીકે નોકરી શરૂ કરનાર રામસિંહ રાઉતે 42 વર્ષ સુધી શાળાન નિષ્ઠાપૂર્વક ફરજ તો બજાવી પણ નિવૃતિ પછી પણ શાળાની કામગીરીમાં જોતરાયેલા રહ્યા અને જીંદગીનો આખરી શ્વાસ પણ શાળા પરિસરમા ંજ લીધો હતો, તેમની આવી સેવાની કદર રૂપે શાળા પરિવારે રામસિંહ રાઉતની સ્મશાનયાત્રા પણ શાળા પરિસરમાંથી જ કાઢવાનો નિર્ણય લીધો હતો.

૪૨ વર્ષ સુધી ઈમાનદારીથી મુલુંડ (વેસ્ટ)ની નવભારત નૂતન વિદ્યાલય સ્કૂલમાં સેવા આપનાર ૬૮ વર્ષના રામસિંહનું સ્કૂલના પરિસરમાં મૃત્યુ થયા બાદ તેમની અંતિમયાત્રા સ્કૂલમાંથી જ માનભેર નીકળી હતી. આ અંતિમયાત્રામાં સ્કૂલના ટ્રસ્ટીઓ, ટીચરો, સ્ટાફ અને સ્ટુડન્ટ્સે મોટી સંખ્યામાં હાજરી આપી હતી એટલું જ નહીં, સ્કૂલના મૅનેજમેન્ટ અને સ્ટાફે રામસિંહના મૃતદેહને કાંધ પણ આપી હતી. કોઈ પ્યુનને સ્કૂલ તરફથી આટલી માનભેર અને ભાવભરી વિદાય અપાઈ હોય એવી કદાચ મુંબઈની સ્કૂલોની આ પહેલી ઘટના છે.

ગઇ તા.9મી જૂનને શનિવારે સાંજે રામસિંહને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. સ્કૂલની સામે જ એક પ્રાઇવેટ ડૉક્ટરે રામસિંહને ઇન્જેક્શન અને દવા આપ્યાં હતાં. ત્યારે તેમને રાહત લાગી હતી. જોકે થોડા સમય પછી રામસિંહ સ્કૂલના ઓટલા પર બેઠા ત્યારે તેમને ઊલટી થઈ હતી અને છાતીમાં સખત દુખાવો ઊપડ્યો હતો. રામસિંહને હૉસ્પિટલમાં લઈ જવામાં આવે એ પહેલાં જ તેમનું સ્કૂલના પરિસરમાં જ મૃત્યુ થયું હતું.
રામસિંહ તેમના પ્રેમાળ સ્વભાવને કારણે અને રાઉન્ડ ધ ક્લૉક સ્કૂલને સેવા આપતા હોવાથી ટીચરો, સ્ટાફ અને સ્ટુન્ડટ્સમાં લોકપ્રિય હતા. તેમની સ્કૂલ અને કામ પ્રત્યેની વફાદારી અને ઈમાનદારીને કારણે મેનેજમેન્ટે તેમને નિવૃત્તિ પછી પણ પ્રાઇવેટ પ્યુન તરીકે નોકરીમાં રાખ્યા હતા એટલું જ નહીં, સ્કૂલના જ પાછળના ભાગમાં રહેવાની જગ્યા પણ આપી હતી. ત્યાં રામસિંહ તેમની પત્ની સાથે રહેતા હતા. તેમના બે પુત્રો નેપાલમાં જ રહે છે અને કામ કરે છે.




















.