CIA ALERT

સૌરાષ્ટ્ર Archives - Page 59 of 61 - CIA Live

March 29, 2019
congress.jpg
1min4420
અમદાવાદ, તા.28: કોંગ્રેસે ગુજરાત લોકસભા માટે વધુ સાત નામો જાહેર કર્યા છે. વર્તમાન ચાર ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપી છે. અત્યાર સુધીમાં કુલ 13 નામો જાહેર થયા છે હજુ 13 નામો જાહેર થવા બાકી છે. રાજકોટ જેવી પ્રતિષ્ઠિત બેઠક માટે ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા, પોરબંદર માટે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા અને જૂનાગઢ માટે ઉનાના અનુભવી ધારાસભ્ય પૂંજાભાઇ વંશની પસંદગી કરી છે.રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં યોજાનારી લોકસભાની 26 બેઠકો પૈકી આજે બીજા 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. દિલ્હી ખાતે મળેલી કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક બાદ પાટણ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, બારડોલી અને વલસાડ તેમજ પંચમહાલ બેઠકના ઉમેદવારોની જાહેરાત કરી હતી. છેલ્લા કેટલાક સમયથી ઉમેદવારોની’ પસંદગીને લઇને કોંગ્રેસમાં કોકડું ગુચવાયેલું છે. અગાઉ કોંગ્રેસે 6 બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા હતા.’
આજરોજ જાહેર કરાયેલા 7 લોકસભા બેઠકના ઉમેદવારોમાંથી 4 બેઠક પર કોંગ્રેસ તેમના વર્તમાન ધારાસભ્યો ઉપર ભરોસો મુકીને તેમને ઉમેદવાર બનાવ્યા છે. જેમાં જુનાગઢથી પુંજાભાઇ વંશ, રાજકોટથી લલિત કગથરા, પોરબંદરથી લલિત વસોયા અને વલસાડથી’ જીતુ ચૌધરીનો સમાવેશ થાય છે.’ આ ઉપરાંત પાટણથી જગદીશ ઠાકોર, પંચમહાલથી વી.કે. ખાંટ અને બારડોલીથી તુષાર ચૌધરીને ટિકિટ ફાળવવામાં આવી છે.
અગાઉ કોંગ્રેસે અમદાવાદ પૂર્વ પર રાજુ પરમાર, આણંદમાં ભરતસિંહ સોલંકી, વડોદરામાં પ્રશાંત પટેલ, છોટા ઉદેપુરમાં રંજીત રાઠવા, કચ્છથી નરેશ મહેશ્વરી, નવસારીથી ધર્મેશ પટેલનું નામ જાહેર કર્યુ હતું. આમ અત્યાર સુધીમાં કોંગ્રેસ દ્વારા ગુજરાત માટે 13 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી કોંગ્રેસે એકપણ મહિલાના નામની ઘોષણા કરી નથી.
દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતુ ંકે, કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે. આજે ગુજરાતની સાત બેઠકના ઉમેદવાર સાથે કુલ 13 બેઠકોના ઉમેદવારો જાહેર કરાયા છે અને બાકીની બેઠકો એકાદ-બે દિવસમાં જાહેર કરી દેવામાં આવશે.’ મહત્વનું છે કે, આજથી ઉમેદવારના ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆત થઇ છે. 4 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે.
March 28, 2019
CIA_Live_Logo_New2.jpg
1min4600

ભાંગફોડના બીજા રાઉન્ડમાં કોંગ્રેસના સાત મોટા માથાઓ ભાજપની નજરમાં , વર્તમાન પ્રમુખ – ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવા વિપક્ષ પાસે 24 સભ્યો હોવા જરૂરી

રાજકોટ જિલ્લા પંચાયતનું રાજકારણ ગરમાયું છે. ગઈકાલે શહેરમાં ભાજપ દ્વારા આયોજિત વિશ્વાસ સંમેલનમાં કોંગ્રેસ સાથે છેડો ફાડીને બાગી જૂથના 12 સભ્યોએ કેસરિયો પહેરતા કોંગ્રેસના ગઢમાં ગાબડું પડયું છે અને ભાજપના સદસ્યોનું સંખ્યા બળ 2માંથી વધીને 14 થઈ ગયું છે. પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત માટે ભાજપ પાસે ઓછામાં ઓછા 24 સભ્યો હોવા જરૂરી છે ત્યારે ખૂટતા 10 સભ્યોને ખેંચવા માટે શામ – દામ – દંડ – ભેદ તમામ પ્રકારની નીતિ અખત્યાર કરવામાં આવી રહી છે.
12 બાગી સભ્યો ભાજપમાં જોડાતા તેઓની વિરુદ્ધ પક્ષાંતરધારાનો ગાળિયો વધુ મજબૂત થઈ ચૂક્યો છે. ગઈકાલનાં સંમેલનમાં કેટલાક મહિલા સભ્યોને બદલે તેમના પતિઓએ કેસરિયો ખેસ પહેરતાં ક્યાંકને ક્યાંક પક્ષાંતરધારાની છટકબારી શોધવાની પણ વ્યૂહરચના તૈયાર કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવે છે. બાગીજૂથ દ્વારા કોંગ્રેસમાં ભાંગફોડનો બીજો તખ્તો ઘડાઈ રહ્યો છે. બીજા રાઉન્ડમાં કોંગ્રેસના કેટલાક મોટા માથાઓ ભાજપમાં જોડાવાના છે જેના માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ઉપસ્થિતિમાં ખાસ સમારોહનું આયોજન પણ કરાઈ રહ્યું છે. બીજા રાઉન્ડમાં સાતેક સભ્યોનો સંપર્ક થઈ રહ્યો છે. જો એ સભ્યો કેસરિયો ધારણ કરશે તો જિલ્લા પંચાયતમાં બીજુ મોટું ભંગાણ પડશે. ગઈકાલે પૂર્વ પ્રમુખ નિલેશ વિરાણીએ જણાવ્યું હતું કે, કુલ 36 સભ્યોમાંથી ભાજપનું સંખ્યાબળ અત્યારે 14 થયું છે. નજીકના ભવિષ્યમાં તે 25 આસપાસ હશે.
દરમિયાન આ મુદ્દે પૂર્વ કારોબારી ચેરમેન અને જિલ્લા પંચાયતના સદસ્ય અર્જુનભાઈ ખાટરિયા જણાવે છે કે, પ્રમુખ – ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવા માટે 36 પૈકી ભાજપ પાસે ઓછામાં ઓછા 24 સભ્યો હોવા જરૂરી છે. આ ઉપરાંત હાલ ચૂંટણી આચારસંહિતના માહોલ છે ત્યારે ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આવી કોઈ પણ દરખાસ્ત મૂકી શકાય નહીં. બાગી સભ્યો વિરુદ્ધ તમામ પુરાવા હવે નામોનિર્દેશ વિભાગને આપી દેવામાં આવ્યાં છે. આગામી તા.29ના રોજ અંતિમ નિર્ણય આવી જશે. ખાટરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, પંચાયતધારા મુજબ એક વર્ષ તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત કે જિલ્લા પંચાયત સરપંચ, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના પ્રમુખ સામે એક વર્ષ સુધી અવિશ્વાસની દરખાસ્ત ન મૂકી શકે. વર્તમાન પ્રમુખને હજુ એક વર્ષ પૂર્ણ થયું નથી.
March 27, 2019
ghan_lakhani.jpg
1min41080

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત સંસદીય મત વિસ્તારમાં ભાજપાની ટિકીટ કોને મળશે એ વાતો ભારે ચર્ચાઓ થઇ રહી છે પરંતુ, કોંગ્રેસે ચૂપકીદીથી એવા મજબૂત ઉમેદવારને શોધી કાઢ્યો છે કે જો કોંગ્રેસ એ મજબૂત ઉમેદવાર નામે લોક કલાકાર, ડાયરા કલાકાર ઘનશ્યામ લાખાણીને ટિકીટ આપશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઘરોબો ધરાવતા સવજીભાઇ ધોળકીયા, એસ.આર.કે.ના ગોવિંદ ધોળકીયા સમેત અનેક ઉદ્યોગપતિ પરિવારો માટે આ ચૂંટણી મોટું ધરમસંકટ પુરવાર થશે. એટલું જ નહીં પરંતુ, જો કોંગ્રેસ આ લોક કલાકાર ઘનશ્યામ લાખાણીને સુરતમાંથી ઉતારશે તો ભાજપ માટે આ બેઠક પરથી લીડથી જીતવાની વાત તો દૂર રહી પરંતુ, બરાબરીના ખેલ બરાબર બની રહે તેમ છે.

અહીં અમે કેટલાક ફોટા રજૂ કરી રજૂ કરી રહ્યા છે જેને જોઇને વાચકો જાતે જ નક્કી કરી લેશે કે લોક કલાકાર ઘનશ્યામ લાખાણી સુરતના એવા કયા ઉધોગપતિઓ સાથે ઘરોબો ધરાવે છે જેઓ નરેન્દ્ર મોદીના ખાસ હોવાની વાતો ચાલી રહી છે.

એસ.આર.કે.ના ગોવિંધ ધોળકીયા સાથે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર અને લોક કલાકાર ઘનશ્યામ લાખાણી અત્યંત નજીદીકી સંબંધો ધરાવે છે. તાજેતરમાં ચૂંટણીને લઇને કહેવાય છે કો ગોવિંદ ધોળકીયાના ફાર્મ હાઉસ પર જ ઘનશ્યામ લાખાણી અને તેમના શુભેચ્છકોએ એક મોટી મિટીંગ કરી હતી. ભાજપમાં આ વાતને લઇને ભારે ચર્ચા ચાલી નીકળી છે.

લોક કલાકાર અને કોંગ્રેસના સંભવિત ઉમેદવાર ઘનશ્યામ લાખાણી સાથે ગોવિંદ ધોળકીયાની સેલ્ફી તેમના સંબંધોની પ્રતીતિ કરાવી જાય છે.

સુરત ભાજપામાંથી ટિકીટ માંગનાર મહેશ સવાણી સાથે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર ઘનશ્યામ લખાણીની આ તસ્વીરો હાલના સમય માયે પ્રસ્તુત થઇ પડે છે

(તો બન્ને ગાઢ મિત્રો ભાજપ અને કોંગ્રેસના સુરત બેઠકના ઉમેદવાર બની શકે)

(મહેશ સવાણીની આ પ્રકારની સેલ્ફી કયા મિત્ર સાથે હોઇ શકે )

(વરાછા ભાજપાના કદાવર નેતા સુરતના માજી મેયર કનુભાઇ માવાણી સાથે ઘનશ્યામ લાખાણી કે જે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર છે)

ટોચના સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિઓમાં ગણના પામતા લવજી બાદશાહ સાથે ઘનશ્યામ લાખાણી

કહેવાનું તાત્પર્ય એ છે કે લોક કલાકાર, ડાયરાના કલાકાર હોવાના નાતે ઘનશ્યામ લાખાણીની પ્રોફાઇલ કોઇ પ્રાદેશિક રાજકીય નેતા કરતા વધુ મજબૂત છે, લોકપ્રિયતાના કારણે સુરત સમેત સૌરાષ્ટ્રના લગભગ દરેક મોટા માણસો, સેલિબ્રિટીઓ, સાધુ સંતોમાં ઘનશ્યામ લાખાણી લાડીલા છે. મોરારીબાપૂ સમેત અનેક મોટા સંતો, ડાયરાના સુપર સ્ટાર માયા આહિર સમેતના અત્યંત લોકપ્રિય લોકો ઘનશ્યામ લાખાણી સાથે છે. એથી વિશેષ સૌરાષ્ટ્રના લોકો પણ ઘનશ્યામ લાખાણીના મોટા ફેન છે. યુ ટ્યુબ પર ઘનશ્યામ લાખાણીના વિડીયોઝને લાખો વ્યુઅર્સ મળે છે એ દર્શાવે છે કે તેઓ કેટલાક લોકપ્રિય છે.

જાહેરમાં નહીં તો અંદર ખાને પણ ઘનશ્યામ લાખાણીને તન, મન અને ધનની મદદ મળે જ

આવા સંજોગોમાં જો કોંગ્રેસ ઘનશ્યામ લાખાણીને ટિકીટ આપશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઘરોબો ધરાવતા ધોળકીયા પરિવાર, ધોળકીયા બંધુઓ મોટા ધરમસંકટમાં મૂકાય એમાં બે મત નથી. આ બન્ને પરિવારો ન તો મોદીની નારાજગી વહોરી શકે ન તો ઘનશ્યામ લાખાણીથી કિનારો કરી શકે. જો એવું હોત તો તાજેતરમાં ગોવિંદભાઇના ફાર્મમાં ઘનશ્યામ લાખાણીની ઉમેદવારીને લઇને મિટીંગ જ ન યોજાઇ હોત. ધોળકીયા પરિવાર ઉપરાંત સુરત અને સૌરાષ્ટ્રના અનેક દિગ્ગજો જાહેરમાં નહીં તો અંદર ખાને તો કોંગ્રેસના સંભવિત ઉમેદવાર ઘનશ્યામ લાખાણીને તન, મન અને ધનથી મદદ કરતા જોવા મળશે જ.

તો સુરત ભાજપ માટે સેફ સીટ નહીં પણ બરાબરીના જંગવાળી બની રહેશે

(સુરત બેઠક પર કોંગ્રેસના સંભવિત ઉમેદવાર અને લોક કલાકાર-ડાયરા કલાકાર ઘનશ્યામ લાખાણી)

જો કોંગ્રેસ દર વખતની જેમ ઉમેદવાર આ વખતે પણ ઉમેદવારની પસંદગીમાં દાટ નહીં વાળે અને સુરતની બેઠક પર લોક કલાકાર ઘનશ્યામ લાખાણીને ટિકીટ આપશે તો સુરતની બેઠક જેને ભાજપા સેફ સીટ માની રહી છે એ બેઠક પર બરાબરીનો જંગ જરૂર જોવા મળે. સુરત બેઠક સૌરાષ્ટ્રવાસી વર્સીસ ઓલના જંગમાં ફેરવાય જાય તેમ છે. કેમકે ઘનશ્યામ લાખાણીની લોકપ્રિયતા અને તેમનું નેટવર્ક એવું છે કે તેમના માટે સૌરાષ્ટ્રથી મોટા ભાગના સેલિબ્રિટીઝ સુરત પ્રચાર કરવા માટે આવશે. ભાજપા સાથે નજદીકીયા ધરાવતા નેતાઓ પણ અંદર ખાને તો ઘનશ્યામ લાખાણીને સપોર્ટ કરે તેમ છે.

 

March 27, 2019
static_checking.jpg
1min21930

રાજ્યમાં ગુરુવાર, તા.28મી માર્ચ 2019ના રોજ લોકસભાની ચૂંટણીનું નોટિફિકેશન જારી થશે. સુરતનું ચૂંટણી તંત્ર જણાવે છે કે તા.28મી માર્ચથી જ સુરત જિલ્લાના વિસ્તારોમાં કુલ 48 સ્ટેટીક સ્કવોર્ડ તેમની કામગીરી શરૂ કરી દેશે. સ્ટેટીક સ્ક્વોડનું કામ રોકડની હેરફેર પર નજર રાખવાનું છે. ચૂંટણીમાં દારુ કે અન્ય પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર ન થાય તે માટે વાહનોનું ચેકિંગ કરવા માટે સ્ટેટીક સ્ક્વોડને કામ સોંપવામાં આવે છે.

ભૂતકાળમાં સુરત શહેર જિલ્લામાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ દરમિયાન રોકડ રકમ કરતા વધારે દારુની બાટલીઓ મળી આવવાના કિસ્સાઓ નોંધાયા હતા. દારુ પીવાના શોખીન લોકો પોતાની કારમાં જ બાટલીઓ રાખીને ફરતા હોય છે એવા અનેક નમૂનાઓ સ્ટેટીક સ્કવોર્ડના ચેકિંગમાં ઝડપાય જાય છે.

ચૂંટણી તંત્રના સૂત્રો જણાવે છે કે સુરત શહેર જિલ્લામાં સ્ટેટીક સર્વેલન્સ સ્ક્વોર્ડની કુલ 48 ટીમો ગમે ત્યાં, ગમે તે સ્થળે, ગમે તે વિસ્તારમાંથી પસાર થતા વાહનોને અટકાવીને તેનું કડક ચેકીંગ કરશે. સ્ટેટીક સર્વેલન્સ સ્કવોર્ડની ટીમ જ્યારે ચેકિંગ હાથ ધરતી હશે ત્યારે તેની વિડીયોગ્રાફી પણ કરાવવામાં આવશે.

સુરતના ઇતિહાસમાં સ્ટેટીક સ્ક્વોર્ડને ગાડીઓમાંથી રોકડ કરતા દારુ વધારે મળ્યો છે

સુરત શહેરમાં જે નાગરિકો કોઇ રાજકીય પક્ષો કે ઉમેદવારો સાથે સંકળાયેલા ન હોય, તેમની ગાડીમાંથી કોઇ ચૂંટણી લક્ષી સાહિત્ય ન રાખ્યું હોય, દારુ કે અન્ય પ્રતિબંધિત વસ્તુઓ ન રાખતા હોય તેવા લોકો કુલ રૂ.10 લાખ સુધીની રોકડ રકમ સાથે અવરજવર કરી શકશે. જે વ્યક્તિઓ રાજકીય પક્ષો કે ઉમેદવારો સાથે સંકળાયેલા હોય તેવા લોકો ફક્ત રૂ.50 હજાર સુધીની રકમની જ હેરફેર કરી શકશે.

રાજકીય પાર્ટી કે ઉમેદવાર સાથે કોઇ કનેકશન નહીં ધરાવતા લોકો રૂ.10 લાખ સુધીની રોકડ રકમની હેરફેર કરી શકશે

March 27, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5490
ઝંઝાવાતી પવન વા’તા કાચી કેરીઓ ખરી પડી
જૂનાગઢ, તા.26: સોરઠમાં કાળઝાળ ગરમી વચ્ચે ગત રાતથી એકા એક ઝંઝાવાતી પવન ફૂંકાતા, ધૂળની ડમરીઓ ચડી હતી. ભારે પવનના કારણે કેરીના પાકને નુકસાન પહોંચ્યાની બાગાયત કારોમાંથી ફરિયાદ ઉઠવા પામી છે સાથે ગરમીમાં આંશીક રાહત અનુભવાય છે.
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ આકરા તાપને કારણે તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું હતું. ત્યાં ગત રાતથી એકાએક વાતાવરણમાં પલટો આવતા ઝંઝાવાતી પવન ફૂકાવાનું શરૂ થયું હતું. રાતભર ભારે પવનને કારણે આંબાના ઝાડ ઉપર લટકતી કાચી કેરીઓ ખરી પડી હતી.
હવામાન સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે મહતમ તાપમાન 39.9 ડિગ્રી ન્યુનતમ 27.5 ડિગ્રી, અને પવનની ઝડપ 8.8 કિ.મી. નોંધાય છે પણ ગત રાત્રે પવનની ઝડપ 15 થી 20 કિ.મી. હોવાનું બાગાયતકારો જણાવી રહ્યા છે.
March 25, 2019
1min5120

સુરેન્દ્રનગરમાં દેવજી ફતેપરા કપાયા, ડો.મહેન્દ્ર મુંજપરાને ટીકીટ

-વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર પણ જાહેર 
ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારોની પાંચમી જાહેર થઇ હતી. જેમાં ગુજરાતના ૧૫ ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છની લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો આઠ બેઠકમાંથી ૬ બેઠકના ઉમેદવારના નામની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં મોટાભાગની સૌરાષ્ટ્ર-કચ્છના સીટીંગ સાંસદોને જીવતદાન મળ્યું છે અને ફરીથી ટીકીટ આપવામાં આવી છે.
ત્યારે સુરેન્દ્રનગરમાં આ વખતે ડો.મહેન્દ્ર મુંજપરાને ટીકીટ અપાઈ છે જયારે દેવજી ફતેપરાની ટીકીટ કપાઈ છે. આ સાથે પોરબંદર અને જૂનાગઢ આ બેઠક લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં નથી આવી. આ ઉપરાંત વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર પણ જાહેર થયા છે જેમાં ધ્રાંગધ્રા માટે પરસોતમ સાબરીયા, જામનગર ગ્રામ્ય માટે રાઘવજી પટેલ અને માણાવદરથી જવાહર ચાવડાને ટીકીટ અપાઈ છે.
લોકસભા ચૂંટણીના જાહેર થયેલા ઉમેદવારોના નામ
રાજકોટ- મોહન કુંડારીયા
જામનગર- પુનમ માડમ
ભાવનગર- ભારતીબેન શિયાળ
સુરેન્દ્રનગર- ડો.મહેન્દ્ર મુંજપરા
કચ્છ- વિનોદ ચાવડા
અમરેલી- નારણ કાછડીયા
March 21, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6680

સ્પેસ સ્કૂલનો સંચાલક 10માં સારા માર્કે પાસ કરાવી દેવાની લાલચ આપી 3 દિવસથી અડપલા કરતો હતો

જેતપુરના સરદાર ચોક નજીક શાંતિવન આશ્રમ રોડ પર આવેલ સ્પેશ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે અડપલાં કરવા અંગે સ્કૂલના સંચાલક અરવિંદ હરદાસભાઇ સાવલિયા અને તેના ભાઇ કિરીટને બોધપાઠ ભણાવ્યો હતો. શાંતિવન આશ્રમ રોડ પર આવેલા સીબીએસસી સ્પેશ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર (સંચાલક) અરવિંદ હરદાસભાઇ સાવલિયા છે. તેણે સ્કૂલમાં સીબીએસસી કોર્સ મુજબ ધો.- 9નો અભ્યાસક્રમ પૂર્ણ થયેલ અને ધો. 10ના વર્ગ શરૂ કર્યા છે ત્યારે ધો. 10ની એક વિદ્યાર્થિનીને સંચાલકે તેની ઓફિસમાં બોલાવી ચોકલેટ આપી હતી અને આપણી સ્કૂલને બોર્ડનું કેન્દ્ર મળી ગયું છે. માટે હું તને પરીક્ષામાં ચોરી કરાવીને સારા માર્કસ લેવડાવી દઇશ તેમ કહીને છેલ્લા બે – ત્રણ દિવસથી એ છાત્રા સાથે અડપલાં કરવાનું શરૂ કર્યું હતું.

તા.19મી માર્ચે પણ સ્કૂલ સંચાલકે વિદ્યાર્થિનીને બોલાવીને કહ્યું હતું કે સ્કૂલના પ્રિન્સિપાલ લલીત એક મહિનાથી રજા ઉપર છે તે કાલ આવી જશે એટલે જ્યાં સીસીટીવી નથી તે સ્પોર્ટસ રૂમમાં મળીશું. આ વાત સાંભળીની વિદ્યાર્થિની ગભરાઈ ગઈ હતી. પહેલા તેણે આપઘાત કરવાનો વિચાર કર્યો હતો. તે પહેલા તેણે તેની માતાને તેની વિતક વર્ણવી હતી. સ્કૂલમાં બનેલી તમામ હકીકત જણાવીને સંચાલકને પાઠ ભણાવવો પડશે તેવું જણાવ્યું હતું.

તા.20મી માર્ચે સવારે તેની સાથે અભ્યાસ કરતી બીજી વિદ્યાર્થિનીઓના વાલીઓને જાણ કરી હતી. આથી વાલી મંડળ સ્પેશ સ્કૂલનાં કેમ્પસમાં એકઠું થયું હતું. જ્યાં સ્કૂલ સંચાલક અરવિંદ સાવલિયા અને કિરીટ સાવલિયાને રજૂઆત કરી હતી. આ રજૂઆત દરમિયાન મામલો ઉગ્ર બન્યો હતો અને ઉશ્કેરાયેલા વાલીઓએ સંચાલકોને મેથીપાક આપવાનું શરૂ કર્યું હતું. આ બાબતેની જાણ થતાં સંચાલકનો પરિવાર બચાવવા માટે આવી ગયો હતો. વિદ્યાર્થિનીની માતાએ નોંધાવેલી ફરિયાદ પરથી પોલીસે શાળા સંચાલક અરવિંદ સાવલિયાની ધરપકડ કરી હતી.

કાળા કાચ કાઢો અને સીસીટીવી કેમેરા લગાવો
આ સ્કૂલના તમામ વર્ગખંડના બારી – દરવાજામાં કાળા કાચ લગાવ્યા છે. તે દૂર કરવા અને સ્કૂલમાં અનેક સ્થળે સીસીટીવી કેમેરા લગાડયા નથી ત્યાં કેમેરા વાલીઓએ પોલીસને આવેદનપત્ર આપીને માગણી કરી હતી.

પેપર રદ્દ કરાયા
સ્પેશ સ્કૂલમાં ધો.1થી 8ના વિદ્યાર્થીની પરીક્ષા ચાલુ હોય અને આજે છેલ્લા બે પેપર ગણીત અને અંગ્રેજીના લેવાના હતા ત્યારે હોબાળો થતાં નાના ભુલકાઓ ગભરાઇ ગયા હતા. સંચાલક દ્વારા આજના પેપર રદ્દ કરવામાં આવ્યા હતા અને સોમવારે આ પેપર લેવાશે તેમ જણાવ્યું હતું. તેના કારણે વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું હતું.
March 17, 2019
fee.jpg
1min7810

સૌરાષ્ટ્ર ઝોનની ફી નિર્ધારણ સમિતી દ્વારા વર્ષ ર018-19થી વર્ષ ર019-ર0 માટે રાજકોટ સ્થિત ધોળકીયા ગ્રુપની જુદી જુદી શાળાઓની ફીનું માળખું જાહેર કરાયું હતું, ફી માળખાને જોયા બાદ ધોળકીયા ગ્રુપ ઓફ સ્કુલ્સના સંચાલકોના પગ તળેથી જમીન સરકી જાય તેવી સ્થિતિ સર્જાઇ હતી. ફી નિર્ધારણ પહેલા જ મસમોટી રકમની ફી વસૂલી લેનાર ધોળકીયા ગ્રુપએ તેની તમામ સ્કુલો મળીને કુલ મળીને રૂ.પ કરોડ ર0 વીસ લાખની રકમ રીફંડ વાલીઓને  રિફંડ કરવી પડશે. ફી નિર્ધારણ કમિટીએ ફી રિફંડ અંગેનો આદેશ પણ કરી દીધો હોવાનું જાણવા મળે છે. સૌરાષ્ટ્ર એફઆરસીના સૂત્રોના જણાવ્યા અનુસાર શાળાએ વાલીઓને 400 રૂપિયાથી લઈને 8100 રૂપિયા સુધીનું અને કુલ પ.ર0 કરોડનું રીફંડ ચુકવવું પડશે. આ સાથે સમિતી દ્વારા નક્કી કરાયેલી ફીની પુરતી જાહેરાત કાયદાનુસાર શાળાએ કરવાની રહેશે તથા વાલીઓને ફી નક્કી કર્યાની જાણ કરવાની રહેશે તેમ ફી નિર્ધારણ સમિતીના અધ્યક્ષ દ્વારા તાકીદ કરાઈ છે.

ધોળકીયા ગ્રુપએ ધો. 1ર સાયન્સ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. 1.ર3 લાખની ફીની દરખાસ્ત સૌરાષ્ટ્ર એફઆરસી સમક્ષ રજૂ કરી હતી જેની સામે એફઆઇરસી દ્વારા 91 હજાર રૂપિયાની ફી નિર્ધારિત કરી આપવામાં આવી હતી.

રાજકોટમાં મોટું નામ ધરાવતા ધોળકીયા ગ્રુપની શાળાઓનું ફીનું માળખું જાહેર કરાયા બાદ વાલીઓમાં રાહત એટલા માટે થઇ છે કે તેમને ફી નું રિફંડ મળશે અને સંચાલકોએ મોટી નુકસાની વેઠવી પડે તેમ છે. ધોળકીયા ગ્રુપની સ્કુલ્સમાં કે કે ધોળકીયા, એલ જી ધોળકીયા, એસ જી ધોળકીયા, જી કે ધોળકીયા, કે જી ધોળકીયા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની શાળાઓ, સીબીએસઈ બોર્ડ તેમજ ડીવાઈન સ્કૂલનું ફી નિર્ધારણ કરવામાં આવ્યું હતું.

 

March 16, 2019
water.jpeg
1min585

રાજ્યમાં આગામી ઉનાળાના સમયમાં ગરમી સાથે પાણીની કટોકટી સર્જાય તેવા એંધાણ અત્યારથી જ વર્તાય રહ્યા છે. સૌથી દુષ્કર પરિસ્થિતિ સૌરાષ્ટ્ર અને કચ્છની થાય તેમ છે.  ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હવે 45.51 ટકા જળસ્તર છે. સૌથી ચિતાજનક બાબત એ છે કે રાજ્યના 65 જળાશયો તળિયાઝાટક થઇ ગયા છે. ઉનાળા અગાઉ જ આવી હાલત છે તો ઉનાળા મધ્યે કેવી પરિસ્થિતિ સર્જાશે તેને લઇને ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે.

રાજ્યસરકારે ખેડૂતોને સિંચાઇનું પાણી પર રોક લગાવીને માત્ર પીવાના પાણી માટે જળાશયોના પાણીને અનામત રાખવાના આદેશો આપી દીધા છે. આ વખતે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ સાધારણ રહેતા સિઝનનો માંડ 76 ટકા વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ સાધારણ રહ્યું હતું.

ગુજરાતમાં હજુ ઉનાળાનો પ્રારંભ પણ થયો નથી ત્યાં જળસંકટ ઘેરું બનવા લાગ્યું છે. રાજ્યના 203 જળાશયોમાં હવે સરેરાશ માત્ર 31.92 ટકા જ પાણી રહ્યું છે. જળસંપત્તિ વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ દુષ્કર સ્થિતિ સર્જાઇ છે. જ્યારે 138 જળાશયોમાં સરેરાશ 16.31 ટકા જળસ્તર રહ્યું છે. જ્યારે કચ્છના 20 જળાશયોમાં હાલ માત્ર 17.23 ટકા જળસ્તર નોંધાયું છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 20.56 ટકા , દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 32.94 ટકા અને મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 56.39 ટકા જળસ્તર રહ્યું છે.  ગુજરાતના કુલ 203 જળાશયોમાં કુલ 15760 મિલિયન ક્યુબીક મીટર પાણીના જથ્થાની સંગ્રહશ્કિત સામે હાલની સ્થિતિએ માત્ર 5030 મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો છે. જે કુલ જથ્થાના 31.92 ટકા છે. આ પૈકી 3910 મિલિયન ક્યુબીક મીટર એટલે કે કુલ જથ્થાના 26.82 ટકા પાણીનો જથ્થો ઉપયોગમાં લાવી શકાય તેમ છે.

  • રાજ્યના 17 મોટા બંધોમાં કેટલું પાણી બચ્યું છે

  • પાનમમાં 69 ટકા,
  • કરજણમાં 59 ટકા,
  • કડાણામાં 57 ટકા, 
  • દમણગંગામાં 41 ટકા
  • સરદાર સરોવર નર્મદા બંધમાં 45.51 ટકા
  • ઉકાઇમાં 30 ટકા
  • ધરોઇમાં 22.57 ટકા,
  • દાંતીવાડામાં 8.97 ટકા,
  • શેત્રુંજીમાં 19.25 ટકા,
  • ભાજરમાં 12.11 ટકા,
  • સુખીમાં 38.08 ટકા,
  • વાત્રકમાં 24.17 ટકા,
  • હાથમતીમાં 24.26 ટકા,
  • સિપુમાં 11.13 ટકા,
  • મચ્છુ-2માં 43.07 ટકા,
  • મચ્છુ-1માં 10.41 ટકા
  • ઉંડ-1માં 0.12 ટકા

મધ્યપ્રદેશમાં સારા વરસાદના કારણે સરદાર સરોવર ડેમાં જળસ્તર સારુ રહેતા અત્યાર સુધી પાણીની ખેંચ વર્તાતી ન હતી પરંતુ હવે સરદાર  સરોવર નર્મદા બંધમાં પણ જળસ્તર નીચે જઇ રહ્યુ ંછે ત્યારે ઉનાળામાં જળસંકટ હજુ વધુ ઘેરું બને તેવી સ્થિતિ સર્જાઇ છે.

March 14, 2019
fraud.jpg
1min8240

અમરેલીમાં આવેલી પ્રતાપરાય કોલેજના સંજય દવે નામના પ્રોફેસર સામે સરકારી નોકરીની લાલચ આપીને બોગસ એપોઇન્ટમેન્ટ લેટર તૈયાર કરાવડાવી રૂ. પાંચ કરોડ રૂપિયા જેવી મોટી રકમ ગજવે ઘાલીને છેતરપીંડી કરી હોવાની ગંભીર ફરિયાદ પોલીસ ચોપડે દાખલ કરાવવામાં આવી છે. સંજય દવે ભાવનગરનાં ઘોઘા રોડ વિસ્તારમાં આવેલા મધુ મહેલ એપાર્ટમેન્ટમાં રહેતા અધ્યાપક સંજય દવેએ સરકારી નોકરી અપાવવાની લાલચ આપી 111 બેરોજગાર યુવકો પાસેથી 5 કરોડ રૂપિયા જેટલી જંગી રકમ ઉસેટી લઈને છેતરપિંડી કર્યાની ફરીયાદને પગલે શિક્ષણ જગતમાં હડકંપ મચી ગયો છે.

ભાવનગર જિલ્લામાં આવેલા શિહોર તાલુકાના અગિયારી ગામમાં રહેતા કૌશિક જોશી એ નોંધાવેલી એફ.આઇ.આર.માં આક્ષેપ કર્યો છે કે અમરેલી કોલેજના અધ્યાપક સંજય દવેએ સરકારી નોકરી અપાવવાનું વચન આપી તેની પાસેથી 20 લાખ રૂપિયા લીધા હતા. પણ ઘણાં મહિનાઓ સુધી કોઇ જ પ્રતિસાદ નહીં મળતા કૌશિકએ સંજય દવે પણ દબાણ વધાર્યું હતું. જેને પગલે પ્રો.સંજય દવેએ કૌશિક જોશીને એક ઉપજાવી કાઢેલો બોગસ અપૉઇન્ટમેન્ટ લેટર આપ્યો હતો.

બોગસ એપોઇન્ટમેન્ટ લેટરમાં કૌશિક જોશીને શ્રમ અને રોજગાર વિભાગમાં ક્લાસ 2 અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હોવાનો નિર્દેશ કરાયો છે.

ભાવનગર બી ડીવીઝન પોલીસ ને કૌશિક જોશીએ જણાવ્યુ કે લેટર અંગે તપાસ કરાતાં જાણવા મળ્યું કે એ લેટર સાવ બોગસ છે. વધુ તપાસ દરમિયાન એવી પણ સ્ફોટક વિગતો બહાર આવી કે સંજય દવેએ આ પ્રકારે જ સૌરાષ્ટ્રના અન્ય યુવકો સાથે પણ આ રીતે છેતરપિંડીં કરી છે. સૌરાષ્ટ્રના કુલ 111 યુવકો સાથે અધ્યાપક સંજય દવેએ છેતરપીંડી કરીને રૂપિયા ઉસેટી લીધાનું જણાય આવ્યું છે.