CIA ALERT

સૌરાષ્ટ્ર Archives - Page 53 of 61 - CIA Live

July 31, 2019
sarurashtra-1280x720.jpg
1min12810
Symbolic Pic of Rain

સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજાએ રૂસણા જાણે છોડયા હતાં. સર્વત્ર એકથી આઠ ઇંચ જેટલો ધમાકેદાર વરસાદ થતાં અપાર આનંદ છવાઇ ગયો છે. સોમવાર સાંજથી મેઘરાજાએ ઠેકઠેકાણે ધોધમાર સ્વરૂપે વરસવાનું શરૂ કર્યું હતું. રાત્રી દરમિયાન અને આજે મંગળવારે દિવસભર હેત અવિરત રહ્યું હતું. સિઝનનો સર્વત્ર વરસાદનો આ પ્રથમ રાઉન્ડ છે.

ધ્રોળની બાવની નદીમાં ઘોડાપુર : મચ્છુ-2 ડેમમાં બે ફૂટની આવક

ભારે વરસાદના કારણે ચેકડેમ તો છલકાયા હતાં. નવા નીરની આવક શરૂ થઇ હતી. મોટા ડેમોમાં પણ પાણી ઠલવવા શરૂ થઇ ગયા હતાં. આ વખતનો વરસાદ જરૂરિયાત સમયે જ વરસી જતાં કિસાનો કાચું સોનું વરસ્યાનો આનંદ વ્યક્ત કરે છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

કાળુભાર નદીના બે ચેકડેમ છલકાયા: દામોદર કૂંડ છલકાયો: સોનરખ નદીમાં પૂર

મેઘરાજાની વિશેષ કૃપા જામનગર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં હતી. જામનગરના ધ્રોળ તાલુકામાં સર્વત્ર આઠ ઇંચ જેવા વરસાદથી બાવની નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ગીરનાર ઉપરના પગથિયા ઉપરથી જાણે ધોધ વહેતા હોય તેવા દ્રશ્યો હતાં. જંગલમાં તમામ ઝરણાં વહેતા થઇ ગયા છે. વનરાજી ખીલી ઉઠી છે.

આ વરસાદથી અત્યારે પાક, પાણી અને ઘાસચારાનું ચિત્ર બદલાઇ જશે તેવી સંપૂર્ણ આશા છે. સૌરાષ્ટ્રમાં સર્વત્ર આનંદદાયક વરસાદ હતો. સ્વરૂપ શાંત હતું અને તંત્ર પણ સજ્જ હતું એટલે જામનગર અને ધ્રોળ જેવા વિસ્તારમાં મુશળધાર વરસાદ છતાં કોઇ નુકસાની કે જાનહાની થઇ ન હતી.’

July 29, 2019
vithal_radadiya.jpg
1min5900
શ્રી વિઠ્ઠલ રાદડીયા, સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા

સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ શ્રી વિઠ્ઠલ રાદડીયાનું આજરોજ તા.29મી જુલાઇ 2019ના રોજ નિધન થયું હોવાની માહિતી તેમના પુત્ર અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી જયેશ રાદડીયાએ આપી હતી.

જયેશ રાદડીયાએ તેમના ફેસબુક વોલ પર આ મુજબનો સંદેશો લખ્યો છે.

મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનુ આજરોજ દુ:ખદ અવસાન થયેલ છે,

ઠાકોરજી એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના,

અંતિમ દર્શન : 
તા.૩૦/૭/૧૯ મંગળવાર
સવારના ૭ થી બપોરના ૧૨ કલાકે
કન્યા છાત્રાલય-જામકંડોરણા,

સ્મશાન યાત્રા :
તા.૩૦/૭/૧૯ મંગળવાર
બપોરે ૧ કલાકે 
અમારા નિવાસસ્થાનેથી 
પટેલ ચોક,જામ કંડોરણા.

July 24, 2019
narmada_dam.jpg
1min10200

સરદાર સરોવર ડેમ કે જે નર્મદા નદી પર બનેલો છે તેની પાણીની સપાટીમાં તોતીંગ વધારો જોવા મળ્યો છે. મળી રહેલ માહિતી પ્રમાણે ઉપરવાસમાંથી 68,023 ક્યુસેક પાણીની આવક થતાં હાલ ડેમની સપાટી 121.96 મીટર પર પહોંચી ગઈ છે.

Sardar Sarovar

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી વધીને 121 મીટરને પાર કરી જતા ગુજરાતને ભારે હાશકારો વર્તાયો છે.

ભરૂચ નજીક રાજપીપળા ખાતે નર્મદા નદી પર બનેલા સરોવરની પાણીની સપાટીમાં અસાધારણ વધારો નોંધાયો છે. મધ્યપ્રદેશ સ્થિત ડેમના ઉપરવાસના વિસ્તારોમાં પડેલા વરસાદના પાણીને લીધે ડેમમાં 68,023 ક્યુસેક પાણીની આવક શરૂ થઇ હતી.

બુધવારે સવારે નર્મદા ડેમ સરદાર સરોવરમાં પાણીની સપાટી 121.96 મીટર નોંધવામાં આવી છે. છે. હાલ, 24 કલાકમાં 24 સેમીનો વધારો થઈ રહ્યો છે. એક વર્ષ બાદ ડેમના CHPHના 3 પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે. 24 કલાકમાં 1,12,357 પાવર ઉત્તપન્ન થયું.


સરદાર સરોવર ડેમમાં અત્યારે 1690 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.

ગુજરાતમાં સિંચાઇ માટે પણ કેનલમાં પાણીનો વધારો કરવામાં આવ્યો છે. તા.23મી જુલાઇથી કેનાલમાં 12,872 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. દરવાજા સુધી પાણી પહોંચ્યું છે, જ્યારે 121.92 મીટર સુધી સીમેન્ટ કોન્ક્રીટ છે. તો ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.

July 24, 2019
Gandhinagar-Gujarat.jpg
1min5820

,

ચાલુ અઠવાડિયા દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, આ સિવાય રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો-છવાયો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં વિવિધ જગ્યાઓ પર વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના રાજકોટ, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અને દીવનો સમાવેશ થાય છે. આ સિવાય મધ્ય ગુજરાતના આણંદ, ખેડા અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને ક્ચ્છમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

25, 26 અને 27મી જુલાઈની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં છૂટો-છવાયો વરસાદ થશે. જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આકાશ સાફ રહેશે. રાજ્યમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખેડૂતો સારો વરસાદ થાય તેવી મીટ માંડીને બેઠા છે. 26, 27 તારીખોમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો સાથે ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત અમરેલી, ભાવનગર, કચ્છમાં હળવો વરસાદ થઈ શકે છે. આ તારીખો દરમિયાન કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે.

27 તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા અને હિંમતનગરમાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે. આ તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છની સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તોફાની વરસાદ વરસવાની સંભાવના છે. અમદાવાદમાં આજે તથા 28મી તારીખે વરસાદ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

July 23, 2019
junagadh_mc.png
1min7370

સવારે 11 સુધી ભાજપ બહુમતિ, કોંગ્રેસ માંડ માંડ એક બેઠક જીતી – ફટાકડા ફોડી ભાજપે જશ્ન મનાવ્યો

જુનાગઢ મનપાને ભાજપે ફરીથી કબજે કરી લીધી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરીમાં ભાજપે કુલ 59 બેઠકમાંથી 54 પર જીત મેળવી છે.

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની 59 બેઠકો ચૂંટણીમાં માટે મતગણતરી સાડા બાર વાગ્યે અંતિમ પરિણામ જાહેર થયું હતું. જુનાગઢ મનપાના અંતિમ પરિણામ મુજબ 54 બેઠકો પર ભાજપનો વિજય થયો છે.

ભાજપમાંથી એનસીપીમાં ગયેલા પાટીદાર આંદોલનના પૂર્વ નેતા રેશમા પટેલની આગેવાનીમાં એનસીપી 4 બેઠકો પર જીત સાથે બીજો સૌથી મોટો પક્ષ રહ્યો હતો. કોંગ્રેસ માંડ-માંડ એક બેઠક પર ખાતું ખોલાવી શકી હતી.

જૂનાગઢ જિલ્લા પંચાયતની પાંચેય બેઠકો પણ ભાજપે જીતી લીધી છે.

કુતિયાણા તાલુકા પંચાયતની પાંચ બેઠકમાંથી ભાજપ ત્રણ, કોંગ્રેસ બે પર વિજયી

કુતિયાણા તાલુકા પંચાયતની પાંચ બેઠકનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બે બેઠક પર કોંગ્રેસ અને ત્રણ બેઠક પર ભાજપની જીત થઈ છે. ડેગી, ખાગેશ્રી અને કોટડા બેઠક પર ભાજપનો વિજય થયો છે જ્યારે વિજયદેવડા અને ચૌટા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.

June 29, 2019
rajkot_new-water.jpg
1min8760

સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસથી મેઘ મહેરથી હવે રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના ડેમો અને જળાશયોમાં વરસાદી પાણીની આવક શરૂ થઇ છે.

રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં છેલ્લી 24 કલાકમાં 36 એમએમ વરસાદ અને અત્યાર સુધીમાં કુલ 99 એમએમ વરસાદ નોંધાયો હતો. ન્યારી-1 ડેમમાં 24 કલાકમાં 26 એમએમ વરસાદ અને અત્યાર સુધીમાં કુલ 56 એમએમ વરસાદ નોંધાયો હતો. છાપરવાડી-2 ડેમમાં 24 કલાકમાં 03 એમએમ વરસાદ નોંધાયો હતો.

શુકવાર સવાર સુધીમાં કુલ 68 એમએમ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં વાયુ વાવાઝોડા બાદ અત્યાર સુધીમાં 6 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. વાવાઝોડા બાદ પડેલા વરસાદને લઇને ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી હતી. ઉપરવાસના વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાની ત્રણ નદીમાં પાણીની નવી આવક શરૂ થઇ ગઇ છે. નદીના પાણીમાં વધારો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

સિઝનનો વરસાદ હજુ બાકી હોય ત્યારે આગામી દિવસોમાં વરસાદ પડતા જ જિલ્લાની તમામ નદીઓ છલકાઇ જશે તેવી ખેડૂતોમાં આશા સેવાઇ રહી છે. ઉપરવાસનો વરસાદ અને જિલ્લામાં 6 ઇંચ વરસાદ પડતા મધુવંતી, ઓઝત-2 અને વૃજમી નદીમાં પાણીની નવી આવક શરૂ થઇ ગઇ છે. મધુવંતી 1.425, ઓઝત-2 7.045 અને વૃજમીમાં 0.229 મીટર સપાટી વધી છે.

દરમિયાન ગીરગઢડા પંથકમાં મેઘરાજા ઓળઘોળ બન્યા હોય તેમ છેલ્લા ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે. ગુરુવારે આ પંથકમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે શુક્રવારે સવારે ફરી ગીર ગઢડામાં દોઢ ઇંચ વરસાદ પડતા ગીરના તમામ ઝરણાઓ પુનર્જીવિત થયા છે. ગીરગઢડાના કાણકીયા, કણેરી, ફાટસર, ધાબાવડ, દ્રોણ, ઇટવાયા, સહિતના ગામડાઓમાં સવારે મેઘરાજાનું આગમન થયું હતું.

June 28, 2019
monsoon.jpg
1min7600
ગોંડલના ગામમાં વાદળ ફાટતાં દોઢ કલાકમાં 7 ઇંચ વરસાદ
વરસાદ

રાજયમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પૂર્વ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લા-તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૭૫ મિમી એટલે કે ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૨૮ જિલ્લાઓના ૭૦ તાલુકાઓમાં મેઘમહેર યથાવત રહી છે, જ્યારે ૧૬ તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને અન્ય ૫૪ તાલુકાઓમાં ઝરમર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

રાજ્યના સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ ૨૭ જૂન, ૨૦૧૯ના સવારે છ કલાકે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન ૭૦ તાલુકાઓમાં ઝાપટાથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો, જેમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોય અેવા ૬ તાલુકાઓનો સમાવેશ થાય છે.

અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં ૭૦ મિમી, ગીર સોમનાથના ઊનામાં અને ભાવનગરના પાલિતાણામાં ૬૦ મિમી, અમરેલીના સાવરકુંડલામાં ૫૪ મિમી અને રાજકોટના ગોંડલમાં ૫૧ મિમી વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૯ તાલુકાઓમાં બે ઇંચથી ઓછો અને એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

સૌરાષ્ટ્રમાં ભાવનગર, વઢવાણ અને સાવરકુંડલામાં વીજળી પડતાં પાંચના મોત થયા હતા જ્યારે બે બાળકો સહિત છ ઘાયલ થયા હતાં. વિજળી પડવાના કારણે ત્રણ ગાય અને ચાર બકરીના પણ મોત થયા હતાં. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં દબાણ ઊભું થતાં વિજળી પડવાની ઘટના ઘટી હતી. ત્રણેત્રણ જગ્યાએ વીજળી ખુલ્લા ખેતરમાં પડી હતી. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામે પડેલી વીજળી કુવાની ધાર પર પડતાં કુવાની બાજુમાં એટલો જ ઊંડો બીજો ખાડો પડી ગયો હતો અને કુવાની પહોળાઈ આઠ ફૂટથી વધીને સત્તર ફૂટ જેટલી થઈ ગઈ હતી. વીજળી પડવાની ઘટના હજુ પણ ચાલુ રહેશે એવી આગાહી ગુજરાત હવામાન વિભાગન દ્વારા કરવામાં આવી છે.

June 19, 2019
ratnagiri.jpg
1min5290

તાલાલા ગીરની કેસર કેરીના ભાવ જૂનાગઢની બજારમાં ગગડયા છે. સીઝનની શરૂઆતમાં કેરીના ૧૦ કિલોના એક બોક્સના ભાવ, ૧૨૦૦ થી ૧૫૦૦ હતા તે હવે રૂ. ૨૦૦ થયા છે. બીજી બાજુ કેરીની આવક પણ ઘટી છે.

પાંચ દિવસ પહેલા ૧૨૦૦૦ ઉપરાંત બોક્સ ની આવક હતી તેની સામે ૬૦૦ બોક્સ આવી રહ્યાં છે. કેરીની સીઝન હવે પૂરી થવામાં છે. તા. ૨૨ જૂનથી આદરા નક્ષત્ર બેસે છે. ત્યારે જૈનો કેરીનો ત્યાગ કરશે. હજુ જોઈએ તેવો વરસાદ થયો નથી. ચોમાસુ બેસશે ત્યારે કેરીમાં જીવાત આવવા લાગશે. તેથી કેરી ખાવાલાયક રહેશે નહીં. આમ કેસર કેરીના અંતિમ દિવસો ચાલી રહ્યા છે.

June 18, 2019
rain.jpeg
1min11960

rain6

વાયુની ઇફેક્ટ કહો કે ચોમાસું બેસી ગયું એમ કહો પણ ગુજરાતમાં અમદાવાદ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદની હેલીથી લોકોમાં ઠંડકની લાગણી પ્રસરી છે. આજે તા.18મીએ સવારથી જ અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયાના અહેવાલો મળ્યા હતા. અમદાવાદ શહેરના નવરંગપુરા, પાલડી, શ્યામલ, વેજલપુર, એસજી હાઈવે, વાડજ સહિતના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે.

વાયુ વાવાઝોડાંની અસરને કારણે કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં પણ સાર્વત્રિક રીતે આજે મંગળવાર સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સવારથી અત્યારસુધી બે ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. પાટણમાં પણ સવારથી વરસાદ પડી રહ્યો છે.

કચ્છ જિલ્લામાં પણ આજે ધોધમાર વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે. વાયુની અસરને કારણે કચ્છમાં દસેક ઈંચ જેટલો વરસાદ પડવાની શક્યતા છે. વાયુ હવે પહેલા જેવું ઘાતક નથી રહ્યું, અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂક્યું છે, ત્યારે તેની અસર હેઠળ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છે.

 

June 16, 2019
surandranagar.jpg
1min5390
સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક જ દિવસમાં પપ લાખથી વધુના દારૂ સાથેના બે ટ્રક ઝડપાયા હતા. રાજસ્થાનથી આવેલા બન્ને ટ્રકના ચાલકની ધરપકડ કરાઈ હતી.’ સાયલા-બોટાદ હાઈવે પરથી રાજસ્થાન પાસીંગની દારૂ ભરેલી ટ્રક પસાર થવાની હોવાની બાતમીના આધારે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે વોચ ગોઠવી હતી અને સાયલા-બોટાદ હાઈવે પરથી દારૂ ભરેલી ટ્રકને ઝડપી લીધી હતી. પોલીસે ટ્રકની તલાસી લેતા તેમાંથી રૂ. ર7.93 લાખની કિમતની 9303 બોટલ દારૂનો જથ્થો મળી આવતા દારૂ-ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પરથી તરબુચની આડમાં દારૂ ભરેલો ટ્રક આવતો હોવાની બાતમીના આધારે મોરબી એલસીબીના સ્ટાફે હરીપર ગામના પાટિયા પાસેથી ટ્રક ઝડપી લીધો હતો. અને રૂ.ર7.66 લાખના દારૂનો જથ્થો-ટ્રક કબજે કર્યો હતો. જ્યારે નાસી છૂટેલા કાર ચાલકની શોધખોળ શરૂ કરી હતી.
ધ્રાંગધા-માલવણ હાઈવે પરના હરીપર ગામના પાટિયા પાસેથી દારૂ ભરેલો ટ્રક પસાર થવાનો હોવાની બાતમીના આધારે એલસીબીના સ્ટાફે વોચ ગોઠવી હતી. અને રાજસ્થાન પાસીંગની ટ્રક નીકળતા ઝડપી લીધી હતી. અને ટ્રકની તલાસી લેતા તેમાથી તરબુચની આડમાંથી રૂ.ર7.66 લાખની કિંમતની 6916 બોટલદારૂનો જથ્થો મળી આવતા ટ્રક-દારૂ મળી કુલ રૂ.37.પ0 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે લુધીયાણાના ટ્રકચાલક રાજેશકુમાર પુથ્વીસીગ જાટને ઝડપી લીધો હતો. જ્યારે કારચાલક નાસી છૂટતા શોધખોળ શરૂ કરી હતી.
લીંબડીમાંથી દારૂ-બીયરનો જથ્થો પકડાયો: મકાન માલિક ફરાર
લીંબડીમાં કબીર આશ્રમ પાછળ રહેતા ઘોઘા બેચર સોડલા નામના ભરવાડ શખસના મકાનમાં દારૂ-બીયરનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબીના સ્ટાફે દરોડો પાડયો હતો અને 71 બોટલ દારૂ અને ર8 ટીન બીયરનો જથ્થો ઝડપી લીધો હતો જ્યારે ઘોઘા ભરવાડ નાસી છૂટતા શોધખોળ શરૂ કરી હતી.