CIA ALERT

સૌરાષ્ટ્ર Archives - Page 32 of 61 - CIA Live

September 3, 2020
crime.jpg
1min5990

ગુજરાતમાં પણ ઉત્તરપ્રદેશની જેમ ગુંડારાજ સામે કડક કાયદાકીય જોગવાઇ ધરાવતો “ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ’ને હવે કેબિનેટની મંજૂરી મળી ગઇ છે. આજરોજ પ્રધાનમંડળની બેઠકમાં મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ સ્વંય આ કાયદાના મુસદ્દાને વટહુકમ સ્વરૂપે રજૂ કર્યું હતું. પ્રસ્તુત કાયદાના અમલથી રાજ્યમાં ધમકી આપવા જેવા મામૂલી કિસ્સામાં પણ પોલીસને આરોપીને ઉપરોક્ત કાયદા હેઠળ હેઠળ જેલમાં પુરવાનો અધિકાર પ્રાપ્ત થશે.

મુખ્યપ્રધાન રૂપાણીએ બે દિવસ પહેલા પાસા એક્ટમાં સુધારો સુચવવા વટહુકમ લાવવાનું જાહેર કર્યા બાદ આજે ગુજરાતમાં ગુંડા એક્ટ અમલમાં લાવવા કેબિનેટની બેઠકમાં વધુ એક વટહુકમ રજુ કર્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં સામાજિક, ધાર્મિક વ્યવસ્થાના સુચારૂ સંચાલન માટે સાત જેટલા મહત્વના કાયદાઓ અમલમાં આવી ચૂક્યા છે ત્યારે ઉત્તરપ્રદેશ જેવા રાજ્યની તર્જ ઉપર ગુંડા એક્ટ લાવવા પાછળના કારણોમાં તેમણે ગુજરાતમાં દારૂનો વેપાર, જુગાર, ગાયોની કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, નવ વેપાર, બાળકોની જાતિય સતામણી, બનાવટી દવાઓનું વેચાણ, વ્યાજખોરી, જમીન છિનવી લેવી, અપહરણ, ગેરકાયદે કૃત્યો, ગેરકાયદે હથિયાર જેવી અસામાજિક પ્રવૃતિઓ આચરતા ગુંડા તત્વો સામે કડક કાયદાકીય જોગવાઈ ઉભી કરવાના હેતુથી નવો અલગ કાયદો (સ્પેશિયલ એક્ટ) સરકાર દ્વારા લાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
પ્રસ્તુત વટહુકમ અંગે ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટીવિટીઝ ઍક્ટને મજૂરી મળતા હવે ગુજરાતમાં ગુંડાગીરી કરનારાની મિલકત જપ્ત કરી શકાશે. એટલું જ નહીં ગુંડાગીરી કરનારાને 10 વર્ષની સજા અને 50 હજાર દંડ પણ થશે. ગુંડાઓ સામેના કેસ ચલાવવા અને ઝડપી ન્યાયિક તપાસ માટે સ્પેશિયલ કોર્ટ રચાશે. ગુનો નોંધતા પહેલા રેન્જ આઇજી, કમિશનરની મંજૂરી જરૂરી છે. સાક્ષીઓને પુરતું રક્ષણ આપવામાં આવશે
આ કાયદા હેઠળ શાંતિમાં બાધક, સામુદાયિક સંવાદિતાને ખલેલ પહોંચડાવા હિંસાનો આશ્રય લેવો, પ્રજામાં ગભરાટ ફેલાવવો કે આંતક ફેલાવવો, ખંડણીના ઈરાદાથી વ્યક્તિનું અપહરણ કરવુ, નાણાં ધિરધાર અધિનિયમ હેઠળ વ્યાજ કે મુદ્દલ વસૂલાતમાં કોઈ પણ વ્યક્તિની મિલકત લઈ લેવા શારિરીક હિંસા કરવી કે ધમકી આપવી, ગેરકાયદેસર પશુધન, દારૂગોળાની હેરફેરમાં સંડોવણી જેવા ગુનાઓને પણ આવરી લેવાયા છે.
આ ઉપરાંત દારૂનો વેપાર, જુગાર, ગાયોની કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, માનવ વેપાર, બનાવટી દવાનું વેચાણ, લોન શાર્ક (વ્યાજ ખોર), જમીન છીનવી લેવી, અપહરણ, ગેરકાયદે કૃત્યો, ગેરકાયદેસરના હથિયારો વગેરે જેવી અસામાજિક પ્રવૃતિઓ આચરતા ગુંડા તત્વો સામે કડક કાયદાકીય જોગવાઇ ઉભી કરવાના હેતુથી નવા અલગ કાયદાની આ દરખાસ્ત કરવામાં આવી છે.’
તેમણે કહ્યું કે, ગુજરાતે તમામ ક્ષેત્રમાં વિકાસ કર્યો છે અને બીજા રાજ્યો અનુકરણ કરે એ માટે એક આદર્શ રાજ્ય તરીકે ઉદ્દભવ્યું છે. કાયદો અને વ્યવસ્થાની સુચારૂ પરિસ્થિતિ જળવાઇ રહે અને ગુંડાના કૃત્યો જાહેર વ્યવસ્થાને ખલેલ ન પહોંચાડી શકે જેથી ગુજરાત સરકારના વિકાસ પ્રયત્નોમાં ક્યારેય અવરોધ ઉભો ન થાય તે માટે હિંસા, ધમકી અને બળજબરી આચરીને કાયદાનું પાલન કરનાર નાગરીકોનું શોષણ કરતા ગુંડા તત્વોની અસામાજિક પ્રવૃતિઓને રોકવા માટે વૈધાનિક પગલું લેવાની ખાસ જરૂર હતી.

September 2, 2020
24x7-1280x1281.jpg
1min10890

રાજ્ય સરકારે અનલોક-4ની ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. રાજ્યના ગૃહ વિભાગે સત્તાવાર જાહેરનામું બહાર પાડયું છે. આ જાહેરનામા મુજબ ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સ્થાનિક સ્તરે લોકડાઉન જાહેર કરી શકાશે નહીં. રાજ્યમાં આજથી હોટેલ અને રેસ્ટોરન્ટ 10 વાગ્યાના બદલે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. તેમજ હવે પબ્લિક ગાર્ડન પણ ખુલશે અને ધાર્મિક સ્થળો પણ સંપૂર્ણ ખુલ્લા રાખી શકાશે. આ સાથે જ 8 વાગ્યા સુધી ખુલ્લી રહેતી દુકાનો હવે 24 કલાક સુધી ખુલ્લી રાખી શકાશે. જોકે સ્કૂલ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.
આ ગાઈડલાઈન્સ મુજબ હવે લારી-ગલ્લા અને શેરી ફેરિયાઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. જ્યારે 60 ટકા કેપેસિટી સાથે લાઈબ્રેરીઓ પણ ખુલશે. જો કે’ સિનેમાગૃહો-મલ્ટિપ્લેક્સ હજી પણ બંધ રહેશે જ્યારે ઓપન એર થિએટર 21મીથી ખોલી શકાશે તથા ઓનલાઇન લર્નિંગ અને ડિસ્ટન્સ લર્નિંગ યથાવત રહેશે.

24 7 clock arrow icon, customer support, delivery and open symbol. Vector 24 7 round clock open supermarket or shop sign

મહત્ત્વનું છે કે, સ્કૂલો નહીં ખુલે પણ અન્ય શૈક્ષણિક કાર્યોમાં રાહત આપવામાં આવી છે. 21 સપ્ટેમ્બરથી શૈક્ષણિક સંસ્થાઓમાં 50 ટકા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને ઓનલાઈન શિક્ષણ-ટેલિ કાઉન્સાલિંગ માટે બોલાવી શકાશે. આ બાબતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી જઘઙનું પાલન કરવું પડશે.

21 સપ્ટેમ્બરથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી જઘઙ અનુસાર કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ધો.9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્વૈચ્છિ ધોરણે શિક્ષકોના માર્ગદર્શન અર્થે વાલીની લેખીતિપૂર્વ મંજૂરી મેળવી સ્કૂલે જઈ શકશે.
સ્કિલ ડેવલપમેન્ટ ટ્રાનિંગ ઈન્સ્ટિટયૂટ 21 સપ્ટેમ્બરથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી SOP અનુસાર શરૂ કરી શકશે.

ટેકનિકલ એન્ડ પ્રોફેશનલ પ્રોગ્રામ્સ ફોર PH.D અને અન્ય પોસ્ટ ગ્રેજ્યુએટ્સ કે જેમાં લેબ કે પ્રાયોગિક કાર્ય જરૂરી હોય તે અંગે ઉચ્ચ શૈક્ષણિક વિભાગ દ્વારા ગૃહમંત્રાલયના પરામર્શમાં નિર્ણય લેવામાં આવશે.

આ ઉપરાંત 100 લોકોની મર્યાદા સાથે ધાર્મિક-રાજકીય કાર્યક્રમોને છૂટ આપવામાં આવી છે. જે મુજબ, સામાજિક, શૈક્ષણિક, રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક-રાજકીય સમારોહ તથા અન્ય સમૂહમાં 21 સપ્ટેમ્બરથી 2020થી 100 વ્યક્તિની મર્યાદામાં એકઠા થવાની છૂટ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિગ. થર્મલ સ્કાનિંગ અને સેનેટાઈઝની સુવિધા સાથે આપવામાં આવશે. પરંતુ એક છત નીચે 100થી વધુ લોકોને મંજૂરી મળશે નહીં. જ્યારે’ લગ્ન સમારોહમાં 50 વ્યક્તિ જ્યારે અંતિમ ક્રિયા કે અંતિમવિધિ માટે 20 વ્યક્તિની મર્યાદા 20 સપ્ટેમ્બર સુધી યથાવત રહેશે.’ મેટ્રો શરૂ કરવાના રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. જો કે ગુજરાતમાં ક્યાંય પણ મેટ્રો નથી. માત્ર અમદાવાદમાં કહેવા પુરતા એક રૂટ પર મેટ્રોનું સંચાલન થાય છે.

September 2, 2020
corona-gujarat.jpg
1min5000

ગુજરાતમાં કોરોનાના ચેપની સ્થિતિ મહાનગરોમાં જ બેદરકારીના કારણે ગંભીર બનેલી રહી હોય તેમ છેલ્લા ચોવીસ કલાકમાં અત્યાર સુધીના વિક્રમી ૧૩૧૦ કેસની નવી સપાટી રચાઇ છે. આ ગતિ જળવાશે તો ગુરુવાર સુધીમાં રાજ્યના કુલ કેસ ૯૭,૭૪૫થી આગળ વધીને એક લાખને પાર થઇ જશે. એની સાથોસાથ સુરતમાં છેલ્લા એક સપ્તાહથી વધતાં જતાં કેસ આજે એકાએક એક મહિના પહેલાની સ્થિતિએ પહોંચી ગયા છે. ૨૯ જુલાઇ પછી પહેલી વખત કુલ કેસની સંખ્યા ૨૮૯ કેસ સુધી પહોંચી છે જ્યારે શહેરમાંથી બે અને ગ્રામ્યના ચાર મળી કુલ છ દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં નવા ૧૪ દર્દીના મૃત્યુ થયા છે એમાં અમદાવાદમાં ચાર, વડોદરામાં બે, જામનગર અને ગીર સોમનાથમાં એક એક દર્દીના મૃત્યુ નોંધાયા છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધારે કેસ સુરત મહાનગર કરતાં ગ્રામ્ય વિસ્તારામાંથી નોંધાયા છે. શહેરમાંથી ૧૭૪ કેસ અને ગ્રામ્યના ૧૧૫ કેસ બહાર આવ્યા છે. રાજ્યમાં પોઝિટિવ કેસ શોધવા માટે એક સાથે સઘન ટેસ્ટીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, પરંતુ આને લીધે કેસ પણ વધી રહ્યા છે. સુરત પછી સૌથી વધારે હોટ સ્પોટ બનેલા રાજકોટમાં કુલ ૧૨૫ કેસ નોંધાયા છે એમાં શહેરમાંથી ૮૯ કેસનો સમાવેશ થાય છે. એક એક મૃત્યુ પણ રાજકોટ શહેર જિલ્લામાં નોંધાયા છે. જ્યારે જામનગરમાંથી કુલ ૧૧૩ કેસ નોંધાયા છે એમાં શહેરના જ ૯૭ કેસ છે. એક મૃત્યુ પણ કોવિડના કારણે થયું છે.

વડોદરા શહેરમાં સ્થિર ગતિએ કુલ એક સોથી વધારે કેસ નોંધાય છે. શહેરમાંથી નવા ૮૫ અને ગ્રામ્યના ૩૬ મળી કુલ ૧૨૧ કેસ અને એક એક દર્દીના મૃત્યુ પણ નોંધાયા છે. આ સિવાય મોટાભાગના શહેરો, જિલ્લાઓમાં સ્થિતિ નિયંત્રણમાં હોય એવી રીતે ભાવનગરમાંથી ૫૩ કેસ નોંધાયા છે એમાં શહેરના ૩૭ કેસ છે જ્યારે ગાંધીનગરમાં કુલ ૩૭ કેસમાં શહેરના ૧૯ કેસનો સમાવેશ થાય છે. જૂનાગઢમાં ૨૫ કેસમાં શહેરના ૧૪ કેસ છે.

પંચમહાલ જિલ્લામાં નવા ૩૭ કેસ, અમરેલીમાં ૩૧, મહેસાણામાં ૩૦, પાટણમાં ૨૬, ભરૂચમાં ૨૫ નવા કેસ નોંધાયા છે. આ વિસ્તારોમાં હવે વરસાદી જોર ઘટતાં સઘન ટેસ્ટીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મોરબામાં ૨૩, કચ્છ, નવસારીમાં ૨૦-૨૦ કેસ, દેવભૂમિ દ્વારકામાં ૧૯, દાહોદમાં ૧૬, બનાસકાંઠામાં ૧૫ કેસનો ઉમેરો થયો છે.

આ ઉપરાંત ગીર સોમનાથમાં નવા ૧૪ કેસ સાથે એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. છોટાઉદેપુરમાં ૧૧, મહી સાગર અને બોટાદમાં ૧૦-૧૦ કેસ, સાબરકાંઠા અને તાપામં ૯-૯ કેસ નવા નોંધાયા છે. ખોડા, નર્મદા અને પોરબંદરમાં ૮-૮ કેસ, વલસાડમાં ૭, અરવલ્લામં ૬, આણંદ તથા ડાંગમાં ૩-૩ કેસ નોંધાયા છે.

આમ, છેલ્લા ચોવીસ કલાકમાં ૭૮,૦૭૦ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક ૨૪,૦૯,૯૦૬ થયો છે. અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસનો આંક ૯૭,૭૪૫ થયો છે. આ પૈકી ચોવીસ કલાકામં ૧૧૩૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા કુલ સાજા થનારાની સંખ્યા ૭૮,૯૧૩ સુધી પહોંચી છે એને પગલે રિવકરી રેટ ૮૦.૭૩ ટકા થઇ છે. અત્યાર સુધીમાં ૩૦૩૬ દર્દીના મૃત્યુ થયા છે. હાલ એક્ટિવ કેસનો આંક વધીને ૧૫૭૯૬ થયો છે એમાંથી ૯૨ વેન્ટીલેટર ઉપર છે અને ૧૫૭૦૪ સ્ટેબલ છે.

September 1, 2020
Saurastra.png
1min8260

24 ચોવિસ કલાકમાં સૌરાષ્ટ્રમાં ચોવિસ કલાકમાં 420 નવા કેસ નોંધાયા હતા અને 15ના મૃત્યુ નિપજ્યા હતા. સૌરાષ્ટ્રમાં આઠ જિલ્લામાં 294 દરદી કોરોના મુક્ત થયા હતા. જેમાં રાજકોટ જિલ્લામાં નવા 115 વ્યક્તિ કોરોના સંક્રમિત થયા હતા અને 6 દરદીના મૃત્યુ નિપજ્યા હતા. જામનગરમાં 110 કેસ અને 5 દરદીનો ભોગ લેવાયો હતો. 7 જિલ્લામાં 40 કે તેથી ઓછા કેસ નોંધાયા હતા. જેમાં ભાવનગરમાં 40 કેસ અને બે મૃત્યુ તેમજ પોરબંદરમાં પાંચ કેસ અને 2 મૃત્યુ નોંધાયા હતા.

રાજકોટ શહેરમાં છેલ્લા ચોવિસ કલાકમાં 81 નવા કેસ આવતા કુલ આંકડો 3220 સુધી પહોંચ્યો હતો. જ્યારે ગ્રામ્યમાં નવા 34 કેસ આવતા શહેર અને જિલ્લાના મળીને કુલ કેસનો આંક 4781 થયો હતો. જેમાંથી આજે શહેરના 3 દરદીના મૃત્યુ નિપજ્યા હતા અને 38 સાજા થયા હતા. તો ગ્રામ્યના 1 દરદીનુ મૃત્યુ નિપજ્યુ હતુ અને 32 સાજા થયા હતા. જ્યારે અન્ય જિલ્લાના નવા 9 કેસ સામે 5 સાજા થયા હતા અને 2 દરદીએ દમ તોડયો હતો. અત્યારે રાજકોટ સિવિલમાં 363 અને ખાનગી હોસ્પિટલમાં 408 મળીને કુલ 771 દરદી સારવારમાં છે.

જામનગર જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે આજે શહેરમાં 91 અને ગ્રામ્યમાં 19 મળીને નવા 110 કેસ નોંધાયા હતા. જ્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 5 દરદીઓના મૃત્યુ નિપજ્યા હતા. જો કે, સત્તાવાર રીતે કોરોનાથી એક જ દરદીનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરાયું છે. બીજી તરફ આજે શહેરના 96 અને ગ્રામ્યના 10 મળીને કુલ 106 દરદી કોરોનામુક્ત થયા હતા.

ભાવનગર શહેરમાં 19 પુરુષ અને 7 સ્ત્રી મળીને 26 તેમજ ઘોઘા, મહુવા, પાલીતાણા, તળાજા, સિહોર અને વલ્લભીપુર તાલુકાઓમાંથી 14 મળીને જિલ્લામાં નવા 40 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 2838 થયો હતો. જ્યારે ભાવનગર શહેરના બે દરદીના કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતુ અને શહેરના 26 તેમજ તાલુકાઓના 9 એમ 35 દરદી ડિસ્ચાર્જ થયા હતા. અત્યારે જિલ્લાના 570 દરદી સારવાર હેઠળ છે.

જૂનાગઢ શહેરમાં 18, ગ્રામ્યમાં 5 તેમજ કેશોદમાં 3, માળીયા-વિસાવદરમાં 2-2 તથા ભેંસાણ, વંથલી, માંગરોળ, મેંદરડા અને માણાવદરમાં 1-1 સહિત જિલ્લામાં નવા 35 કેસ નોંધાયા હતા. જ્યારે 47 દરદીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા.

મોરબી શહેરમાં 12 અને તાલુકામાં 4 તેમજ વાંકાનેરમાં 3, હળવદમાં 5 સહિત જિલ્લામાં નવા 24 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 978 પર પહોચી હતી. જેમાંથી આજે 15 દરદી ડિસ્ચાર્જ થતા અત્યારે 195 એક્ટિવ કેસ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવા નોંધાયેલા 21 કેસમાં 9 દ્વારકાના તેમજ ખંભાળિયા અને ભાણવડના 6-6 કેસનો સમાવેશ થાય છે. આ સાથે કુલ કેસનો આંકડો 361 થયો હતો. જેમાંથી આજે 5 દરદી ડિસ્ચાર્જ થતા હાલ 147 એક્ટિવ કેસ છે.

ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં 5, તાલાલામાં 4, ઉનામાં 3 તેમજ કોડીનારમાં 2 સહિત જિલ્લામાં નવા 14 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 1048 થયો હતો. જેમાંથી આજે 11 દરદી ડિસ્ચાર્જ થયા હતા.

બોટાદ શહેરમાં 3 તેમજ ગઢડા અને પાળીયાદમાં 1-1 મળીને નવા 5 કેસ નોંધાયા હતા અને 9 દરદી કોરોનામુક્ત થતા હાલ 67 એક્ટિવ કેસ છે. તેવીજ રીતે પોરબંદર શહેર-જિલ્લામાં પણ નવા 5 કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 455 થયો હતો. જેમાંથી આજે 2 દરદીએ દમ તોડતા હાલ 46 એક્ટિવ કેસ છે. જિલ્લાના અત્યારસુધીમાં 372 દરદી ડિસ્ચાર્જ થયા છે.

અમરેલી જિલ્લામાં નવા 30 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 1267 થયા હતા. જેમાંથી અત્યારે 295 દરદી સારવારમાં છે. રાજ્ય સરકારની યાદી મુજબ છેલ્લા ચોવિસ કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 21 નવા કેસ નોંધાયા હતા.

September 1, 2020
corona-gujarat.jpg
1min5340

ગુજરાતમાં કોરોનાના સંક્રમણના નવા હોટ સ્પોટ તરીકે સુરત અને વડોદરા પછી સૌરાષ્ટ્રના રાજકોટ અને જામનગર શહેર-જિલ્લાએ આગેકૂચ આદરી છે. છેલ્લા એક મહિનાથી સૌરાષ્ટ્રમાં કોરોનાના સંક્રમિત કેસનો આંક એકસોથી વધુ કેસ સાથે આગળ રહેતા રાજકોટને પાછળ રાખી એક સપ્તાહથી જામનગરે આગેકૂચ જાળવી છે. સોમવારે સાંજે પૂરાં થતાં ચોવીસ કલાકમાં રાજ્યમાં નવા ૧૨૮૦ કેસ અને ૧૪ દર્દીના મૃત્યુ કોરોનાથી થયા છે એમાં જામનગર શહેરમાંથી ૯૧ કેસ અને જિલ્લાના ૨૩ મળી કુલ ૧૧૪ કેસ ઉમેરાયા છે જ્યારે એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. રાજકોટમાં નવા ૧૧૮ કેસ તથા વધુ ત્રણ દર્દીના મૃત્યુ નોંધાયા છે.

અમદાવાદ પછી સૌથી વધારે ગંભીર સ્થિતિનો સામનો કરતાં સુરતમાં નવા ૨૫૪ કેસ નોંધાયા છે એમાં શહેરના ૧૭૧ કેસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વધુ ત્રણ દર્દીના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. સુરત પછી વડોદરામાં કુલ ૧૨૮ કેસ નોંધાયા છે એમાં શહેરમાંથી ૯૩ નવા કેસનો સમાવેશ થાય છે જ્યારે એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. ભાવનગર શહેરમાંથી નવા ૨૬ કેસ અને બે દર્દીના મૃત્યુ થયા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૪ કેસ નોંધાયા છે. જૂનાગઢ શહેરમાંથી ૧૮ કેસ અને ગ્રામ્યના ૧૭ મળી ૩૫ કેસ નવા નોંધાયા છે. જ્યારે પાટનગર ગાંધીનગરમાંથી નવા ૨૦ કેસ આવ્યા છે. એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૬ નવા કેસ ઉમેરાયા છે.

રાજ્યના અન્ય જિલ્લાઓની સ્થિતિ જોઇએ તો ચોમાસાના ભારેથી અતિભારે વરસાદ વચ્ચે પણ પંચમહાલ જિલ્લામાંથી નવા ૩૯ કેસ નોંધાયા છે. આ કેસ ગોધરા, હાલોલ, કાલોલ જેવા નગરો, ગ્રામ્ય વિસ્તારમાંથી ઉમેરાયા છે. આ જ રીતે અમરેલી જિલ્લામાં લાઠી લીલીયા, ધારી, સાવરકુંડલા જેવા વિસ્તારોમાંથી નવા ૩૦ કેસ નોંધાયા છે. મહેસાણાના કડી, ઊંઝા, બેચરાજી, વિજાપુર, વીસનગર જેવા વિસ્તારોમાંથી વધુ ૨૯ કેસ નોંધાયા છે.

મોરબી જિલ્લામંથી નવા ૨૮, પાટણ શહેર, સિદ્ધપુર, શંખેશ્વર સહિતના સંક્રમિત વિસ્તારોમાંથી નવા ૨૫ કેસ મળ્યા છે. સુરેન્દ્રનગરમાં મુળી, ધાંગધ્રા, વઢવાણમાંથી ૨૧ કેસ નોંધાયા છે. જ્યારે આણંદ, ભરૂચ અને કચ્છ જિલ્લામાંથી વધુ ૨૦-૨૦ કેસ ઉમેરાયા છે. સરહદી જિલ્લા બનાસકાંઠામાંથી નવા ૧૮ કેસ, ગીર સોમનાથમાંથી ૧૪ કેસ નોંધાયા છે. દાહોદ અને ખેડામાંથી ૧૩-૧૩ કેસ, દેવભૂમિ દ્વારકા અને નવસારીમાંથી ૧૨-૧૨ કેસ નવા નોંધાયા છે.

સાબરકાંઠાના હિંમતનગર, પ્રાંતિજ, ઇડરમાંથી ૧૧, છોટાઉદેપુર અને મહીસાગરમાંથી ૧૦-૧૦ કેસ, પોરબંદરમાંથી ૯, વલસાડમાંથી ૬, અરવલ્લી, બોટાદ, નર્મદામાંથી ૫-૫ તથા તાપીમાંથી ૪ નવા કેસ નોંધાયા છે

August 30, 2020
corona-gujarat.jpg
1min5370

30 August છેલ્લા ચોવીસ કલાકમાં નવા વિક્રમ સાથે ૧૨૮૨ કેસ મળ્યા છે એની સાથે વધુ ૧૩ દર્દીના કોવિડ-૧૯ને લીધે મૃત્યુ થયાનું સરકારે સ્વીકાર્યું છે. નવા ૭૪,૨૩૪ ટેસ્ટ કરવામાં આવતાં કુલ આંક ૨૧,૯૫,૯૮૫ સુધી પહોંચી ગયો છે. આ સમયમાં વધુ ૧૧૧૧ દર્દીને આઇસીએમઆરની ગાઇડલાઇન્સ મુજબ ડિસ્ચાર્જ કરતાં કુલ સંખ્યા ૭૫૬૬૨ સુધી પહોંચી છે. આમ, રાજ્યનો રિવકરી રેટ ૮૦.૯૫ સુધી પહોંચી ગયો છે. અલબત્ત, એક્ટિવ કેસ ૧૫,૨૩૦ સુધી પહોંચ્યા છે એમાંથી ૮૯ વેન્ટીલેટર કેર ઉપર છે અને ૧૫૧૪૧ સ્ટેબલ છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ ૨૭૩ કેસ સુરતના છે. શહેરમાંથી ૧૮૧ અને ગ્રામ્યના ૯૨ કેસનો સમાવેશ થાય છે શહેરના બે દર્દીના મૃત્યુ થયા છે.

અમદાવાદમાં નિયંત્રિત સ્થિતિમાં શહેરના દૈનિક કેસ ૧૪૩ અને ગ્રામ્યમાંથી નવા ૨૧ કેસ મળી ૧૬૪ કેસ ઉમેરાયા છે. વડોદરા શહેરમાંથી નવા ૮૯ કેસ તો જિલ્લામાંથી ૩૫ કેસ નવા મળ્યા છે. શહેરના એક દર્દીનું મૃત્યુ પણ થયું છે.

સૌરાષ્ટ્રમાં જામનગર શહેરમાંથી નવા ૮૮ કેસ અને એક દર્દીના મૃત્યુ નોંધાયા છે. ગ્રામ્યમાંથી ૧૪ નવા કેસ નોંધાયા છે. રાજકોટમાંથી નવા ૭૯ કેસ અને બે દર્દીના મૃત્યુની જાહેરાત કરાઇ છે. ગ્રામ્યમાંથી નવા ૩૬ કેસ નોંધાયા છે. ભાવનગરમાંથી ૩૬ અને ગ્રામ્યમાંથી ૨૫ કેસ ઉમેરાયા છે. જૂનાગઢમાંથી કુલ ૨૮ કેસમાં શહેરના ૧૫નો સમાવેશ થાય છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ જોઇએ તો અમરેલી, ગીર સોમનાથ, મહેસાણા અને મોરબીમાં એક એક દર્દીના મૃત્યુ નોંધાયા છે એની સાથોસાથ પંચમહાલમાં નવા ૩૪ કેસ, કચ્છ અને મોરબીમાંથી નવા ૨૮-૨૮ કેસ નોંધાયા છે. અમરેલીમાંથી નવા ૨૫, ગીર સોમનાથમાંથી ૨૨, ભરૂચ ૨૧, મહેસાણા ૨૦ કેસ નવા ઉમેરાયા છે. જ્યારે પાટણ જિલ્લામાંથી ૧૯, બનાસકાંઠા અને દાહોદમાંથી ૧૮-૧૮ કેસ, ખેડામાંથી ૧૬ નવા કેસ નોંધાયા છે.

સુરેન્દ્રનગર અને વલસાડ જિલ્લામાંથી ૧૩-૧૩ કેસ, અરવલ્લી અને નવસારીમાંથી ૧૧-૧૧ કેસ, આણંદ અને છોટાઉદેપુરમાંથી ૧૦-૧૦, દેવભૂમિ દ્વારકા, નર્મદામાંથી ૯-૯, મહીસાગરમાંથી ૮, બોટાદમાંથી ૭, પોરબંદર ૫, ડાંગમાંથી ૪ નવા કેસ ઉમેરાયા છે.

August 29, 2020
Saurastra.png
1min5210

કોવિડ-19 મહામારી જાણે સૌરાષ્ટ્રમાં ઘર કરી ગઈ હોય તેમ હવે જુદા જુદા વિસ્તારોમાંથી નવા કેસ આવી રહ્યા છે. આ સાથે મૃત્યુઆંકમાં પણ સતત વધારો થતો રહે છે. આજે તો રાજકોટમાં કોરોનાના રેકર્ડબ્રેક 105 કેસ નોંધાયા હતા તો જામનગરમાં રેકર્ડબ્રેક 97 દરદી કોરોનામુક્ત થયા હતા. આ ઉપરાંત રાજકોટમાં 10, જામનગરમાં 10 અને અમરેલી, ગીર સોમનાથ અને પોરબંદરમાં એક-એક દરદીએ સારવાર દરમિયાન દમ તોડયો હતો.

રાજકોટ શહેરમાં નવા 78 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 2978 થયો હતો. જ્યારે તાલુકા-ગ્રામ્ય પંથકમાં નવા 27 કેસ નોંધાતા જિલ્લામાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 4435 થઈ હતી. બીજી તરફ આજે શહેરના 10 અને ગ્રામ્યના 1 મળીને 11 દરદીએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. જો કે, ગોંડલના પ્રતિનિધીના જણાવ્યાનુસાર તાલુકામાં છેલ્લા ચોવિસ કલાકમાં 23 કેસ નોંધાયા છે અને 5 દરદીના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે જિલ્લાની યાદીમાં ગ્રામ્યમાં માત્ર એક જ મૃત્યુ થયું હોવાનું જાહેર કરાયું છે. આ ઉપરાંત શહેરના 22 અને ગ્રામ્યના 15 દરદી કોરોનામુક્ત થયા હતા. રાજકોટ સિવિલમાં 370 અને ખાનગી હોસ્પિટલમાં 361 મળીને કુલ 731 દરદી સારવાર હેઠળ છે.

જામનગરની ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન 10 દરદીના મૃત્યુ નિપજ્યા હતા. જેમાં જામનગર શહેરના 6, ગ્રામ્યના 1 અને દ્વારકા જિલ્લાના 3 દરદીનો સમાવેશ થાય છે. જ્યારે હોસ્પિટલમાં શહેરી વિસ્તારના 74 અને ગ્રામ્યના 11 મળીને નવા 85 કોરોના પોઝિટિવ દરદી સારવાર માટે ખસેડાયા હતા. આ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 2230 થઈ હતી. જેમાંથી આજે સારી બાબત એ છે કે, જામનગર જિલ્લાના 97 દરદીઓ કોરોનામુક્ત થયા હતા. છેલ્લા ત્રણ દિવસથી નવા કેસ કરતા ડિસ્ચાર્જ દરદીનો આંક વધતો જાય છે.

જૂનાગઢ જિલ્લામાં આજે 14 પોલીસ કર્મી સહિત નવા 32 વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યા હતા. વિસાવદર પોલીસ સ્ટેશનમાં બે મહિલા કોન્સ્ટેબલ, એક ડ્રાઈવર, એક ટી.આર.બી.જવાન તથા બે હોમગાર્ડ કોરોનાની ઝપટે ચડયા હતા. જ્યારે વંથલીમાં છેલ્લા ચાર દિવસમાં એક મહિલા સહિત આઠ પોલીસ જવાનો કોરોનાગ્રસ્ત આવ્યા છે. જૂનાગઢ શહેરમાં આજે 17, કેશોદમાં 3, વિસાવદર, માંગરોળ, માણાવદર, માળીયા અને ભેંસાણમાં 2-2 તથા વંથલી અને જૂનાગઢ ગ્રામ્યમાં 1-1 સહિત જિલ્લામાં નવા 32 કેસ નોંધાયા હતા. જ્યારે 39 દરદી સાજા થયા હતા.
ભાવનગર શહેરમાં 27 પુરુષ અને 10 સ્ત્રી મળીને 37 તેમજ ભાવનગર ગ્રામ્ય, ગારીયાધાર, ઘોઘા, મહુવા, પાલીતાણા, તળાજા, સિહોર તથા ઉમરાળા તાલુકાઓમાં 28 સહિત જિલ્લામાં નવા 65 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 2669 થયો હતો. જેમાંથી આજે શહેરના 29 અને ગ્રામ્યના 21 એમ કુલ 50 દરદી કોરોનામુક્ત થતા હાલ 524 એક્ટિવ કેસ છે.

અમરેલી જિલ્લામાં નવા 28 કેસ નોંધાતા કુલઆંક 1191 થયો હતો. જ્યારે આજે 29 દરદી કોરોનામુક્ત થયા હતા અને એક દરદીનું મૃત્યુ નિપજ્યું હતુ. જિલ્લાના કોટડાપીઠા પાસેના પાનસડા ગામે અઠવાડીયામાં કોરોનાના ત્રણ કેસ આવતા ફફડાટ ફેલાયો છે.

મોરબી શહેર-તાલુકામાં 21 તેમજ વાંકાનેર અને હળવદમાં 2-2 તથા માળીયામાં 1 મળીને નવા 26 કેસ નોંધાયા હતા. ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડામાં 6, વેરાવળમાં 5, ઉનામાં 4, કોડીનારમાં 1 મળીને 16 નવા કેસ નોંધાતા કુલ કેસનો આંક 1000ને પાર અર્થાત 1006 થયો હતો. જેમાંથી આજે 13 દરદી ડિસ્ચાર્જ થયા હતા અને કોડીનારના એક દરદીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતુ. જિલ્લાના પાટનગર તાલાલામાં બે દિવસમાં બે મૃત્યુ નોંધાયા છે અને મામલતદાર કચેરીમાં બે સહિત શહેરમાં કુલ 99 કેસ નોંધાયા છે.

પોરબંદર શહેર-જિલ્લામાં નવા 12 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 443 થઈ છે. જેમાંથી આજે શહેરના એક દરદીનું અન્ય જિલ્લામાં મૃત્યુ નિપજતા કુલમૃત્યુઆંક 32 થયો હતો અને હાલ 103 દરદી સારવારમાં છે.

બોટાદ શહેરમાં 4, બરવાળા અને કારીયાણી ગામે એક-એક એમ નવા 6 કેસ નોંધાયા હતા અને વધુ 8 દરદી કોરોનામુક્ત થતા હાલ 81 એક્ટિવ કેસ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 15 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 8 નવા કેસ નોંધાયા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગની યાદીમાં જાહેર થયું છે.

August 29, 2020
corona-gujarat.jpg
1min4800

ગુજરાતમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્તોનો આઠ જ દિવસમાં નવો વિક્રમ સર્જાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૧૨૭૨ પોઝિટિવ કેસ મળ્યા છે અને વધુ ૧૪ દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાં છે. ૨૧ ઓગસ્ટના રોજ પહેલી વખત રાજ્યમાં ૧૨૦૦ની સપાટીને પાર થયા પછી બીજી વખત નવી વિક્રમી સપાટી સાથે કેસ નોંધાયા છે. કુલ કેસ ૯૨,૬૦૧ થયા છે. આ સાથે રાજ્યના એક્ટિવ કેસનો આંક ૧૫૦૦૦ને પાર થયો છે. આ આંક દોઢ મહિનામાં પાંચ હજાર કેસ વધીને ૧૫૦૭૨ થયા છે. ૧૧ જુલાઇના રોજ એક્ટિવ કેસ બમણાં થઇ ૧૦,૦૦૦ને પાર થયા હતા. આમ, છેલ્લા એક મહિનામાં નવા કેસની સરખામણીમાં સાજા થનારાની સંખ્યા ભલે વધી હોય, પરંતુ સતત વધતાં કેસ સામે હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરોમાં રહીને સારવાર લઇ રહેલા એક્ટિવ દર્દીમાં વધારો થયો છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં માર્ચ મહિનાથી સંક્રમિત થયેલા શહેરોમાં જૂન સુધી ગંભીર સ્થિતિમાં આવતા દર્દીઓની સંખ્યા ઘણી ચિંતાજન હતી, એવી સ્થિતિ હવે ધીમે ધીમે ઘટી રહી હોવાનો દાવો કોરોનાની સારવાર સાથે સંકળાયેલા તજજ્ઞો કરી રહ્યા છે. શહેરોમાં બેકાળજી અને હજીયે અન્ય ગંભીર બિમારીઓ સાથે કોરોનાથી સંક્રમિત થનારા કેસમાં મૃત્યુની સંખ્યા ઘટી રહી છે એમ છતાં રાજ્યમાં રોજેરોજ થતાં મૃત્યુમાં શહેરી વિસ્તારના દર્દીઓની સંખ્યા ૭૫ ટકાથી વધારે હોય છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સુરતમાં કેસની સંખ્યા વધી રહી હોય એમ સ્પષ્ટ જણાય છે. શહેરમાંથી ૧૭૮ કેસ નવા નોંધાયા છે, પરંતુ જિલ્લામાંથી એક સાથે નવા ૯૨ કેસ ઉમેરાયા છે. બન્નેમાં અનુક્રમે બે અને એક મળી કુલ ત્રણ દર્દીના મૃત્યુ થયા છે. અમદાવાદ શહર રાજ્યમાં સૌથી વધુ પાંચ દર્દીના મૃત્યુ સાથે આજે ટોપ પર છે.

જ્યારે પોઝિટિવ કેસમાં ૧૪૩ નવા દર્દી ઉમેરાયા છે અને જિલ્લામાંથી ૨૩ કેસ પણ આવ્યા છે. ત્રીજા ક્રમે વડોદરામાં હવે ગમે ત્યારે કેસની સંખ્યા સદીને પાર કરે એવી શક્યતા છે. નવા ૯૭ કેસ સાથે જિલ્લાના ૩૫ કેસ મળી કુલ ૧૩૨ કુલ કેસ થાય છે. એક એક દર્દીના કોવિડથી મૃત્યુ થયાનું સરકારે સ્વીકાર્યું છે. ગાંધીનગર શહેરમાંથી નવા ૧૩ અને ગ્રામ્યના ૨૫ મળી ૩૮ કેસ થાય છે.

સૌરાષ્ટ્ર એક સપ્તાહથી વધુ સમય સુધી ટોપ ઉપર રહ્યા પછી જામનગરમાં આજે રાજકોટની સરખામણીમાં ઓછા કેસ નોંધાયા છે. રાજકોટમાં કુલ ૧૦૨ કેસ નોંધાયા છે એમાં શહેરના ૮૨ નવા કેસનો સમાવેશ થાય છે. એક એક દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે જામનગર શહેરમાંથી નવા ૮૧ કેસ અને ગ્રામ્યના ૧૧ મળી કુલ ૯૨ કેસ થવા જાય છે. ભાવનગર શહેરમાંથી વધુ  ૩૭ અને ગ્રામ્યના ૨૮ કેસ મળી ૬૫ કેસ થાય છે. જૂનાગઢમાં સ્થિતિ નિયંત્રણમાં આવી હોય તેમ કુલ ૨૫ કેસમાં શહેરના ૧૪ કેસનો સમાવેશ થાય છે.

રાજ્યના અન્ય જિલ્લામાં જોઇએ તો પંચમહાલમાં ૩૦, અમરેલામં ૨૮, મોરબી ૨૬, ગીર સોમનાથ ૨૪, બનાસકાંઠા ૨૩, કચ્છ ૨૨, ભરૂચ ૨૧ કેસ નવા નોંધાયા છે. જ્યારે મહેસાણામાં ૧૯, વલસાડ ૧૮ કેસ, આણંદ અને પાટણમાં ૧૬-૧૬, દાહોદ અને દેવભૂમિ દ્વારકામાં ૧૫-૧૫ કેસ નોંધાયા છે. નવસારી જિલ્લામાં ૧૪, ખેડામાં ૧૩, નર્મદા ૧૨, છોટાઉદેપુર, મહીસાગરમાં ૯-૯, સુરેન્દ્રનગર ૮, બોટાદ ૭, અરવલ્લી, બનાસકાંઠા, તાપી ૬-૬, પોરબંદર ૫ અને ડાંગમાં ૨ નવા કેસ ઉમેરાયા છે.

આમ, ચોવીસ કલાકમાં વધુ ૧૦૫૦ દર્દી ડિસ્ચાર્જ થતાં કુલ સંખ્યા ૭૪,૫૫૧ થઇ છે. એક્ટિવ કેસની સંખ્યા ૧૫૦૭૨ થઇ છે એમાં ૮૫ વેન્ટીલેટર ઉપર છે અને ૧૪૯૮૬ સ્ટેબલ છે

August 28, 2020
corona-gujarat.jpg
1min4830

કોરોનાથી સંક્રમિત રાજ્યના વિવિધ મહાનગરો, જિલ્લાઓમાંથી નવા ૧૧૯૦ દર્દીઓ મળી આવ્યા છે એની સામે ચોવીસ કલાકમાં વધુ ૧૧૯૦ દર્દીને આઇસીએમઆરની ગાઇડલાન્સ મુજબ સાજાં થઇ જવાથી ડિસ્ચાર્જ કરાયા છે. જોકે, આ સમયમાં સુરતમાં વધુ ૫, અમદાવાદ અને રાજકોટમાં ૩-૩, વડોદરા, અમરેલી, આણંદ, કચ્છ, પાટણ અને વલસાડમાં ૧-૧ મળી કુલ ૧૭ દર્દીઓના મૃત્યુ કોવિડ-૧૯ના કારણે થયાનું હેલ્થ બુલેટિનમાં જાહેર કરાયું છે.

આ સાથે રાજ્યમાં કોરોનાના ચેપગ્રસ્તો શોધવા માટે ચાલી રહેલી વ્યાપક ટેસ્ટીંગ ઝુંબેશના પગલે કુલ ટેસ્ટનો આંક ૨૦ લાખને પાર થઇ ગયો છે. અત્યાર સુધીમાં પોઝિટિવ કેસનો આંક પણ વધીને ૯૧૩૨૯ થયો છે જ્યારે સાજા થનારાની સંખ્યા ૭૩૫૦૧ થઇ છે. જોકે, મૃત્યુ આંક ૨૯૬૪ સુધી પહોંચ્યો છે જે ૩.૪ ટકા જેટલો થવા જાય છે. જુલાઇ મહિનાની સરખામણીમાં મૃત્યુનું દૈનિક સ્તર ખાસ્સું ઘટ્યું છે એવો દાવો સરકારે કર્યો છે.

રાજ્યમાં સૌથી વધારે સંક્રમિત દર્દીઓમાં સુરતમાં કુલ ૨૫૩ કેસ મળ્યા છે એમાં શહેરમાંથી ૧૬૪ કેસનો સમાવેશ થાય છે અને ૩ દર્દીના હોસ્પિટલમાં મૃત્યુ થયા છે. ગ્રામ્ય વિસ્તારમાંથી સતત બીજા દિવસે નવા ૮૯ કેસ મળ્યા છે અને બે દર્દીના અવસાન થયા છે. અમદાવાદ શહેરમાંથી નવા ૧૪૩ કેસ મળ્યા છે અને ત્રણ દર્દીના મૃત્યુ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાંથી ૨૦ નવા કેસ નોંધાયા છે. પાટનગર ગાંધીનગરમાંથી નવા વીસ કેસ તો ગ્રામ્યમાંથી ઘટીને ૮ નવા કેસ નોંધાયા છે. બીજી તરફ વડોદરામાં સતત વધતાં કેસ વચ્ચે નવા ૮૯ કેસ અને એક દર્દીનું મૃત્યુ થયું છે ગ્રામ્ય વિસ્તારમાંથી બીજા દિવસે નવા ૩૪ કેસનો ચિંતાજનક ઉમેરો નોંધાયો છે.

સૌરાષ્ટ્રમાં જામનગર શહેરમાંથી નવા ૭૯ કેસ અને ગ્રામ્યમાંથી ૧૦ કેસ મળી ૮૯ કેસનો ઉમેરો થયો છે. રાજકોટ શહેરમાંથી ૬૬ કેસ અને બે દર્દીના મૃત્યુ તેમજ ગ્રામ્યામંથી નવા ૩૦ કેસ અને એક દર્દીનું મૃત્યુ નોંધાયા છે. ભાવનગર શહેરમાંથી નવા ૩૦ અને ગ્રામ્યના ૨૧ મળી કુલ ૫૧ કેસ, જૂનાગઢમાંથી કુલ ૨૮ કેસમાં શહેરના ૧૫ કેસનો સમાવેશ થાય છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાં અમરેલીમાંથી નવા ૩૦ કેસ, પંચમહાલમાંથી ૨૮, કચ્છમાંથી ૨૭, મોરબીમાંથી ૨૪, ભરૂચ અને મહેસાણામાંથી ૨૧-૨૧ કેસ નવા નોંધાયા છે. દાહોદ જિલ્લામાંથી વધુ ૧૯ કેસ, બનાસકાંઠા, દ્વારકા, ગીર સોમનાથમાંથી ૧૭-૧૭ કેસ સત્તાવાર જાહેર કરાયા છે. પાટણ જિલ્લામાંથી નવા ૧૬ કેસ નોંધાયા છે જ્યારે બોટાદ અને નર્મદામાંથી ૧૪-૧૪ કેસ ઉમેરાયા છે. નવસારીમાંથી ૧૨, છોટાઉદેપુર અને મહીસાગરમાંથી ૧૧-૧૧ કેસ, ખેડામાંથી નવા ૮ કેસ નોંધાયા છે. જ્યારે આણંદ, ડાંગ, સાબરકાંઠા અને તાપીમાંથી ૭-૭ નવા કેસ નોંધાયા છે. પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડમાંથી નવા ૫-૫ કેસ તેમજ અરવલ્લીમાંથી ૪ નવા કેસ નોંધાયા છે.

આમ, છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૭૬,૨૨૭ ટેસ્ટ કરાયા હતા એ સાથે કુલ આંક ૨૦,૪૫,૯૫૧ સુધી પહોંચ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા ૧૪૮૬૪ સુધી પહોંચી છે તો એમાંથી ૯૧ દર્દી વેન્ટીલેટર ઉપર રાખવા પડ્યા છે અને બાકીના ૧૪૭૭૩ સ્ટેબલ હોવાનો દાવો કરાયો છે.

August 27, 2020
government_gujarat.jpg
1min7050

છ માસમાં આવશે કોર્ટનો ફેંસલો : ગુનેગારને 14 વર્ષ સુધીની જેલ તેમજ જમીનની જંત્રી જેટલો દંડ વસૂલવા જેવી’ સજા અને દંડની જોગવાઈ

મહેસુલ મંત્રી કૌશિક પટેલે ગુજરાતની કેબિનેટ દ્વારા પારિત કરાયેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંગેની વિગતો આપતા પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભૂમાફિયાઓની દાદાગીરીને રોકવા માટે અને લોકોને ન્યાય મળે એ માટે કેબિનેટે કાયદાને મંજૂરી આપી છે.

જમીનની લે-વેચ સાથે સંકળાયેલા કેટલાક તત્ત્વો તેમજ વ્યક્તિગત રીતે તેમાં હિત ધરાવતા તત્ત્વો દ્વારા પરિસ્થિતિનો લાભ લઇ અને રાતો રાત આર્થિક ઉપાર્જન કરી લેવાના બદઇરાદા સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિ હાથ ધરતા હોવાનુ સામે આવ્યું છે.

રાજ્ય સરકારની માલિકીની કે સ્થાનિક સત્તા મંડળની માલિકીની જમીનો બળજબરીથી, ગુનાહિત ધાક-ધમકીથી કે છેતરપિંડીથી ગેરકાયદેસર કબજો જમાવીને ઉપરાંત કેટલાક કિસ્સામાં વહીવટી તંત્ર સાથે મેળાપણું કરીને પણ જમીન પચાવી પાડવામાં આવતી હોવાનું સરકારની નજરમાં આવ્યું છે. જેને કડક હાથે ડામી દેવા માટે રાજ્યસરકારે મોટો નિર્ણય કર્યો છે.

કૌશિક પટેલે કહ્યું કે, જમીનો પચાવવાના કિસ્સામાં કેસ દાખલ થયાના છ જ મહિનામાં કોર્ટ દ્વારા ફેંસલો અને ગુનેગારને 14 વર્ષ સુધીની જેલ તેમજ જમીનની જંત્રી જેટલો દંડ વસૂલવા જેવા આકરી સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્ય સરકાર કેસોની ઝડપી સૂનાવણી માટે દરેક વિશેષ અદાલતમાં એક સરકારી વકીલ (પબ્લીક પ્રોસિક્યુટર)ની નિમણૂક કરશે. મહત્વનું છે કે, કાયદામાં માત્ર ખાનગી, ધાર્મિક- શૈક્ષણિક- સામાજિક સંગઠનોની માલિકીની જ નહી પણ સરકારી, પાલિકા- પંચાયત સહિત સ્થાનિક સત્તા મંડળોની જમીનોમાં જે કાયદેસરના ભાડુઆતો ન હોય અને ભોગવટો ચાલુ રાખે તેવી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા વ્યક્તિને પણ ગુનેગાર ગણવાનું ઠેરવ્યું છે.

કેબિનેટમાં પસાર થયેલા લેન્ડ ગ્રાબિંગ પ્રોહિબિશન એક્ટને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ આવકાર્યો હતો.