રાંદેર રોડ પર આવેલી કડવા પાટીદાર સમાજની વાડી ખાતે જ્ઞાતિજનો માટે કોવીડ-19 આઇસોલેશન સેન્ટરનો આરંભ કરવામાં આવ્યો છે. અહીં કોવીડ-19 એસિમન્ટમેટીક (કોરોના સામાન્ય લક્ષણ ન હોય તેવા માઇલ્ડ ઇન્ફેકશન) ધરાવતા 35 જેટલા દર્દીઓ ટ્રીટમેન્ટ લઇ શકશે. રાંદેર રોડ પર આવેલી કડવા પાટીદાર સમાજની વાડી ખાતે જ્ઞાતિજનો માટે કોવીડ-19 આઇસોલેશન સેન્ટરનો આરંભ કરવામાં આવ્યો છે. અહીં કોવીડ-19 એસિમન્ટમેટીક (કોરોના સામાન્ય લક્ષણ ન હોય તેવા માઇલ્ડ ઇન્ફેકશન) ધરાવતા 35 જેટલા દર્દીઓ ટ્રીટમેન્ટ લઇ શકશે.
રાંદેર, અડાજણ, અમરોલી, કોસાડ, મહિધરપુરા તેમજ ઓલપાડના ગ્રામ્ય વિસ્તારોમાં બહુલ વસતિ ધરાવતા સુરતના કણબી પટેલથી ઓળખાતા સુરત ઓલપાડ ચોર્યાસી કડવા પાટીદાર સમાજ દ્વારા પોતાના જ્ઞાતિબંધુઓ માટે રાંદેર રોડ પર આવેલી અમીધારા પાટીદાર સમાજની વાડી ખાતે આજે કોવીડ-19 આઇસોલેશન સેન્ટરનો આરંભ કરવામાં આવ્યો હતો.
રાંદેર રોડ પર આવેલી કડવા પાટીદાર સમાજની વાડી ખાતે જ્ઞાતિજનો માટે કોવીડ-19 આઇસોલેશન સેન્ટરનો આરંભ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. અહીં કોવીડ-19 એસિમન્ટમેટીક (કોરોના સામાન્ય લક્ષણ ન હોય તેવા માઇલ્ડ ઇન્ફેકશન) ધરાવતા 35 જેટલા દર્દીઓ ટ્રીટમેન્ટ લઇ શકશે.
અમીધારા વાડી ખાતે કુલ 35 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ઓલપાડ-ચોર્યાસી કડવા પાટીદાર સમાજના હોય અને કોવીડ-19 એસિમ્ટમેટીક પેશન્ટ હોય, એવા દર્દીઓ જેમની આર્થિક સ્થિતિ નબળી હોય અને હોસ્પિટલના ખર્ચ ભોગવી શકે તેમ ન હોય એવા કોરોના પોઝીટીવ જ્ઞાતિજનોને અહીં આઇસોલેશનમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું આ સમાજમાંથી આવતા અડાજણના કોર્પોરેટર શ્રી પી.એમ. પટેલે તેમજ સંજયભાઇ પટેલએ (ક્રિષ્ણા રેસ્ટોરેન્ટ અડાજણ) જણાવ્યું હતું.
રાંદેર રોડ પર આવેલી કડવા પાટીદાર સમાજની વાડી ખાતે જ્ઞાતિજનો માટે કોવીડ-19 આઇસોલેશન સેન્ટરનો આરંભ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. અહીં કોવીડ-19 એસિમન્ટમેટીક (કોરોના સામાન્ય લક્ષણ ન હોય તેવા માઇલ્ડ ઇન્ફેકશન) ધરાવતા 35 જેટલા દર્દીઓ ટ્રીટમેન્ટ લઇ શકશે.
તેમણે આપેલા માહિતી અનુસાર અમીધારા વાડી ખાતે જ્ઞાતિજનો માટે શરૂ કરવામાં આવેલા કોવીડ-19 આઇસોલેશન સેન્ટર ખાતે બે-ત્રણ ઓક્સીજન ઇનપુટ્સ ઇક્વિપમેન્ટ પણ મૂકવામાં આવશે. કેટલાક દર્દીને જો ઓક્સીજનની જરૂર પડે તો એ માટે બે-ત્રણ બેડની વ્યવસ્થા કરવામાં આવશે. એ સિવાય બાકીના એવા જ્ઞાતિના દર્દીઓ હશે જેમના ઘરે આઇસોલેશનની સુવિધા ન હોય એ લોકો અહીં દાખલ થઇને ટ્રીટમેન્ટ કરાવી શકશે.
સુરતના જાણિતા ઉદ્યોગપતિ શ્રી મહેન્દ્રભાઇ કતારગામવાળાના સાનિધ્યમાં સાપુતારા ખાતે શરૂ થયેલી ડાંગ જિલ્લાની સૌથી પહેલી સેન્ટ્રલ બોર્ડ એફિલિયેટેડ સ્કુલ, સાપુતારા ઇન્ટરનેશનલ સ્કુલના ધો.10ના પહેલા બેચના તમામે તમામ વિદ્યાર્થીઓ આજે જાહેર થયેલા સેન્ટ્રલ બોર્ડના ધો.10ના પરીણામમાં ઉર્તિણ જાહેર થતાં પહેલા જ બેચનું શાળાનું પરીણામ 100 ટકા આવ્યું છે.
મહેન્દ્રભાઇ કતારગામવાળાની ખ્વાહીશ હતી કે સાપુતારા ખાતે એક અવ્વલ દરજ્જાની માળખાગત સુવિધાઓ સાથે ડાંગ જિલ્લાની પહેલી સેન્ટ્રલ બોર્ડ એફિલિયેશન ધરાવતી શાળા વિકસાવવામાં આવે
ડાંગ જિલ્લાના બાળકો ઉપરાંત સમગ્ર દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓને સાપુતારા ગીરીમથકના માહોલ વચ્ચે ઉચ્ચ ગુણવત્તા યુક્ત શિક્ષણ મળે તે હેતુથી સેન્ટ્રલ બોર્ડ એફિલિયેટેડ હોય તેવી શાળા શરૂ કરવાનું આયોજન સુરતના જાણિતા ઉદ્યોગપતિ અને સાધના ગ્રુપ ઓફ સ્કુલ્સના સ્થાપક શ્રી મહેન્દ્રભાઇ કતારગામવાળાએ પાર પાડ્યું હતું. જોતજોતામાં આ શાળાએ સિદ્ધીઓ સર કરવા માંડી, અને આ વર્ષે સાપુતારા ઇન્ટરનેશનલ સ્કુલનો ધો.10નો પહેલો બેચના વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડની પરીક્ષામાં બેઠા હતા. આ તમામે તમામ વિદ્યાર્થીઓ સફળ રહ્યાની માહિતી શાળા મેનેજમેન્ટ બોર્ડના શ્રી શરદભાઇ બારોટે આપી હતી.
હાલમાં સમગ્ર વિશ્વમાં કોવીડ-19 પેન્ડેમિક અને લૉકડાઉન જેવા સમયગાળામાં માનવજીવનને સૌથી વધુ જરૂર જેની જણાય છે એ રોગપ્રતિકારક શક્તિ, મેન્ટલ હેલ્થની છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સમેતની સંસ્થાઓ, વૈશ્વિક નેતાઓ કહી રહ્યા છે કે હાલના સમયમાં યોગ કરવા એ સૌથી શ્રેષ્ઠ છે. ભારતે સમગ્ર વિશ્વને યોગા દિનની ભેંટ આપી છે. પરંતુ, ભારતમાં અનેક લોકો હજુ યોગા અંગે જાણતા નથી. યોગ, આસન, ધ્યાન વગેરે કેવી રીતે કરવું, તેના શું પરીણામ મળી શકે એ બાબતથી અજાણ છે. આવી સ્થિતિમાં સુરતના મહિલા આગેવાન વૈશાલી ગાલાએ ઓનલાઇન યોગા ક્લાસીસનો આરંભ કર્યો છે. વૈશાલી ગાલાના ઓનલાઇન યોગ ક્લાસીસ એવા લોકો માટે અત્યંત ઉપયોગી છે, જેમણે હજુ સુધી યોગાનો આરંભ કર્યો નથી, અથવા તેના વિશે કશું જાણતા નથી અથવા જેઓ આરંભ કરવા માગે છે.
યોગ, મેડીટેશન, પ્રાણાયામ વગેરે અંગે સુરતના વૈશાલી ગાલાએ CiA Live પર તેમના વિચારો આ રીતે રજૂ કર્યા છે
યોગની સાધનાની ઍક ખૂબી ઍ છે કે તેના આસનો દ્વારા યુવાન કે વૃદ્ધને શરીરને ચુસ્ત, તંદુરસ્ત રાખવામાં મદદ મળે છે. જેમ જેમ તમારી ઉંમર વધે છે તેમ તમે વધુ સારી રીતે યોગના આસનોને સમજી શકો છો. તમે બાહ્ય દેખાવ અને યંત્રવત આસનો કરવાને બદલે તેના મય થઈ જાવ છો. યોગ આપણા માટે ક્યારેય અજાણ્યા નહોતા.
આપણે નાના બાળક હતા ત્યારથી તે કરતા આવ્યા છીએ. પછી તે કૅટ સ્ટ્રેચ હોય કે જેનાથી કરોડરજ્જુ મજબૂત થાય છે કે પવનમુક્તાસન હોય કે જે પાચનમાં મદદરૂપ થાય છે. તમે જોશો કે નાનુ બાળક કોઈ ને કોઈ યોગાસન દિવસ દરમ્યાન કરતુંજ હોય છે. યોગનો ઘણા લોકો માટે અલગ અલગ અર્થ હોઈ શકે છે. અમારો સંકલ્પ છે કે તમને “યોગ-જીવનનો ઍક રાહ” શોધવામાં મદદ કરવી.પ્રાણાયામ ઍટલે વ્યક્તિનો શ્વાસ ઉપર કાબુ-શ્વસનની વ્યવસ્થિત પ્રક્રિયા કરવાથી લોહીને તથા મગજને વધુ પ્રાણવાયુ મળે છે જેનાથી પ્રાણને કે જીવનની ઉર્જાને કાબુમાં રાખવામાં મદદ મળે છે. પ્રાણાયામ યોગના આસનો સાથે પણ ઍટલાજ જોડાયેલા છે. યોગના આ બે સિદ્ધાંતોનું જોડાણ શરીર અને મનની શુદ્ધતા અને શિસ્તબદ્ધતા માટેનુ શ્રેષ્ઠ સ્વરુપ છે. પ્રાણાયમની પ્રક્રિયા આપણને ગહન ધ્યાનના અનુભવ માટે પણ તૈયાર કરે છે.
યોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે – જોડ અને બીજો છે સમાધિ. જ્યા સુધી આપણે પોતાની સાથે નથી જોડાતા, ત્યાં સુધી સમાધિ સુધી પહોંચવું મુશ્કેલ છે. યોગ દર્શન કે ધર્મ નથી, ગણિતથી થોડું વધુ છે. બે માં બે ઉમેરો ચાર જ આવશે. પછી ભલે તમે વિશ્વાસ કરો કે ન કરો, ફક્ત કરીને જોઈ લો. આગમાં હાથ નાખવાથી હાથ બળશે જ, આ કોઈ વિશ્વાસ કરવાની વાત નથી.
‘યોગ ધર્મ, આસ્થા અને અંધવિશ્વાસથી ઉપર છે. યોગ એક સરળ વિજ્ઞાન છે. પ્રાયોગિક વિજ્ઞાન છે. યોગ છે જીવન જીવવાની કળા. યોગ એક પૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે. એક પૂર્ણ માર્ગ છે – રાજપથ. ધર્મ એક એવુ બંધન છે જે બધાને એક ખૂંટીએ બાંધે છે અને યોગ બધા પ્રકારના બંધનોથી મુક્તિનો માર્ગ બતાવે છે – ઓશો.
પાતંજલિએ ઈશ્વર સુધી, સત્ય સુધી, સ્વયં સુધી, મોક્ષ સુધી કહો કે પૂર્ણ સ્વાસ્થ્ય સુધી પહોંચવાની આઠ સીડીઓ નિર્મિત કરી છે. તમે ફક્ત એક સીડી ચઢશો તો બીજી માટે જોર નહી લગાડવો પડે, ફક્ત પહેલા પર જ જોર આપવો પડશે. પહેલ કરો. જાણી લો કે યોગ તેની પરમ શક્તિની તરફ ધીરે ધીરે વધવાની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે તમે જો ચાલી નીકળ્યા છો તો પહોંચી જ જશો.
જેમ બહારની વિજ્ઞાનની દુનિયામાં આઈંસ્ટાઈનનુ નામ સર્વોપરિ છે, તેવી જ રીતે મનની અંદરની દુનિયાના આઈંસ્ટાઈન છે પાતંજલિ. જેવી રીતે પર્વતોમાં હિમાલય શ્રેષ્ઠ છે, તેવી જ રીતે બધા દર્શનો, વિધિઓ, નીતિઓ, નિયમો, ધર્મો અને વ્યવસ્થાઓમાં યોગ શ્રેષ્ઠ છે.
યોગ એક વૃહત્તર વિષય છે. તમે સાંભળ્યુ તો હશે – જ્ઞાનયોગ, ભક્તિયોગ, ધર્મયોગ, અને કર્મયોગ. આ બધામાં યોગશબ્દ જોડાયેલો છે. પછી હઠયોગ વિશે પણ સાંભળ્યુ હશે, પણ આ બધાને છોડીને જે રાજયોગ છે, તે જ પાતંજલિનો યોગ છે.
આ યોગનુ સૌથી વધુ પ્રચલન અને મહત્વ છે. આ યોગને આપણે આષ્ટાંગ યોગના નામે ઓળખીએ છીએ. આષ્ટાંગ યોગ એટલે કે યોગના આઠ અંગ. પાતંજલિએ યોગની બધી વિદ્યાઓને આઠ યોગમાં વહેંચી દીધી છે. હવે આની બહાર કશુ જ નથી.
શરૂઆતના પાંચ અંગોમાંથી યોગ વિદ્યામાં પ્રવેશ કરવાની તૈયારી થાય છે, અર્થાત સમુદ્રમાં છલાંગ મારીને ભવસાગર પાર કરવાની પૂર્વ તૈયારીનો અભ્યાસ આ પાંચ અંગોમાં સમેટાવાયો છે. આને કર્યા વગર ભવસાગર પાર નથી કરી શકાતુ, અને જે આને કરીને છલાઁગ નહી મારે તે અહીં જ રહી જશે. મોટા ભાગના લોકો આ પાંચમાં નિપુણ થઈને યોગના ચમત્કાર બતાવવામાં જ પોતાના જીવનનો વિનાશ કરી બેસે છે.
આ આઠ અંગો છે –
યમ
નિયમ
આસન
પ્રાણાયમ
પ્રત્યાહાર
ધારણા
ધ્યાન
સમાધિ.
ઉપરોક્ત આઠ અંગોના પોતાના ઉપ અંગ પણ છે. તાજેતરમાં યોગના ત્રણ જ અંગ ચલનમાં છે – આસન, પ્રાણાયામ, અને ધ્યાન.
સુરત, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર અને દુનિયાભરમાં પોતાની કામગીરીને લઇને લાખો ચાહકો ઉભા કરનાર ગોવિંદ કાકા ધોળકીયાએ પોતાનો એક વિડીયો ફેસબુક પર સમસ્ત લેઉઆ પટેલ સમાજના પેજ પર પોસ્ટ કરીને કેટલીક પ્રેરકવાતો કરી છે.
સુરતની ખ્યાતનામ ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના ગોવિંદ કાકા ધોળકીયાએ હાલમાં વધી રહેલા કોરોના સંક્રમણ અને જાગૃતિ અંગે કેટલીક પ્રેરક વાતો કરી છે. સંપૂર્ણ વિડીયો નિહાળવા નીચેની લિંક ક્લીક કરો.
સુરતની ડાયમંડ કંપની એસ.આર.કે.ના સ્થાપક શ્રી ગોવિંદ ધોળકીયાએ હાલમાં ઉદભવેલી કોવીડ-19ના સંક્રમણને લઇને કરેલી વાતો અનેક લોકોને કોરોનાથી બચાવી શકે તેવી સક્ષમ છે. તેમણે કહ્યું કે હાલમાં હીરાના કારખાનાઓમાંથી કોરોના ફેલાય રહ્યો છે એવી વાતો ઉડી છે. તેમણે દાખલાઓ અને હકીકતો સાથે જણાવ્યું છે કે હીરાના કારખાનાઓમાં નહીં પણ બિનજરૂરી રખડપટ્ટી કરવાથી કોરોના આભડી જાય છે.
ગામડે (સૌરાષ્ટ્ર) ખોટી નાસભાગથી બચો
શ્રી ગોવિંદકાકાએ કહ્યું કે હાલમાં હીરા ઉદ્યોગમાં એક અઠવાડીયાનું વેકેશન મળ્યું છે એટલે ઘણાં એવું માને છે કે લાવ ને ગામડે આંટો મારી આવું. આવું વિચારનારાએ એ પણ વિચાર કરવો જોઇએ ક્યાં તો એ ગામડે જઇને સંક્રમણ આપી આવશે અગર તો ગામડેથી એ વ્યક્તિ સંક્રમણ લઇને સુરત પરત આવશે. તેમણે કહ્યું કે બિનજરૂરી અવરજવર બંધ કરવી જોઇએ. ગલી, મહોલ્લા, સોસાયટીના નાકે બેસવાવાળા ખાસ ચેતી જાય.
અમીર, ગરીબ, મોટા, નાના કોઇને કોરોના છોડતો નથી
તેમણે કહ્યુ કે કેટલાક લોકો એવું માને છે આપણને કશું થવાનું નથી, આ લોકો બહુ જોખમી જીવન જીવી રહ્યા છે. કોરોનાએ કોઇને છોડ્યા નથી. અમીર, ગરીબ, પુરુષ, સ્ત્રી, વૃદ્ધ, બાળકો, તબીબ કોઇને પણ કોરોના થઇ શકે છે. એ માનવું ભૂલ ભરેલું છે કે કોરોના આપણને નહીં થાય.
સાંભળો કોરોના સંક્રમણ પૂર્વે ગોવિંદ કાકા પોતાના વિડીયો થકી લોકજાગૃતિ લાવી રહ્યા છે
ખુબ સરસ ગોવિંદકાકા એ વાત કરી બધા જ મિત્રો આ વિડિયો શેર જરૂર કરજો
ગુજરાતના સામાજિક આગેવાન શ્રી કાનજીભાઇ ભાલાળાનો જનસંદેશ
સુરત કે સૌરાષ્ટ્રના જ નહીં બલ્કે ગુજરાતના સામાજિક આગેવાન તરીકે સેલ્ફમેડ પર્સનાલિટી ગણાતા અને હાલ વરાછા કો.ઓ. બેંકના ચેરમેન, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સમેત અનેક સંસ્થાઓના સુકાની એવા શ્રી કાનજીભાઇ ભાલાળાએ જાહેર અપીલ કરતા જણાવ્યું છે કે સુરતમાં કોરોનાના કેસો વધતા અટકાવવાનો શ્રેષ્ઠ ઉપાય એ જ છે કે દરેક વ્યક્તિ પોતાની તેમજ પોતાના ઘરના વયસ્ક સભ્યોની કાળજી લે. કોવીડ-19ના ફેલાવા સામે સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન્સનું ચુસ્ત રીતે અમલીકરણ કરે અને રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે.
સી.આઇ.એ. લાઇવ ડિજિટલ મિડીયા પરિવાર, શિક્ષણ સર્વદા વિદ્યાર્થીઓનું અખબાર સમગ્ર પરિવાર આપ સૌને અપીલ કરે છે કે શ્રી કાનજીભાઇ ભાલાળાનો આ સંદેશ સાંભળો, સંભળાવો અને તેનું ચુસ્ત પાલન કરો.
કોરોના જાગ્રુતી માટે સમાજ અગ્રણી શ્રી કાનજીભાઈ ભાલાળા સાહેબ નો નગરજનો ને મેસેજ..આ મેસેજ વધુ ને વધુ લોકોને મોકલો
ભોજનનો વ્યય થતો બચે અને રાંધેલું વધેલું ભોજન જરૂરિયાતમંદો સુધી પહોંચી શકે એવા શુભ આશયથી સુરતના રાંદેર રોડ, તાડવાડી સ્થિત શ્રી રામરોટી સંસ્થા દ્વારા સુરતના પહેલા ફુડ એટીએમનું લોકાર્પણ તા.28મી જુનને રવિવારે કરવામાં આવ્યું હતું.
Lions Club international Association દ્વારા શ્રીમતી ભાનુબેન શાહ, LEO Club of Surat Silk City & JCI ના સહયોગથી રાંદેર રોડ તાડવાડી શ્રી શિવઓમનગર સોસાયટી ખાતે આવેલા સદાવ્રત “શ્રી રામરોટી” ખાતે તા.28મી જુન 2020ના રોજ ફૂડ ATM નું (ફ્રીઝ) ઉદ્દઘાટન સુરત શહેરના પ્રથમ નાગરિક માનનીય મેયર ર્ડો. જગદીશભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કોર્પોરેટર તથા JCI ના પ્રમુખ રૂપલ શાહ, લાયન્સ કલબના ઝોનલ ચેરમેન પ્રિયંકા જૈન, JCI ના ઝોનલ ચેરમેન દિવ્યાંગ, ફૂડ ATM ચેરમેન અંકુર ગોયલ, LEO લાયન મૂળચંદ જૈન, કોર્પોરેટર અનિલ બિસ્કિટવાળા, ભગવાન મહાવીર કોલેજના ટ્રસ્ટી નવીન જૈન, શાંતિલાલ જૈન, રાજકુમાર જૈન, હરીશકુમાર જૈન તથા ભારતીય જનતા પાર્ટી, દક્ષિણ ઝોનના મીડિયા કન્વીનર વિનોદ જૈન સહિતના મહાનુભવો ઉપસ્થિત રહયા હતા.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે જાહેર કરેલા ધો.10ના પરીણામમાં સૂરત શહેર જિલ્લામાંથી કુલ 350 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ હાંસલ કર્યા હતા. આ તેજસ્વી વિદ્યાર્થીઓ કઇ કઇ સ્કુલના છે એની વિગતો નીચે મુજબ છે.
નરથાણ સ્થિત સંસ્કારકુંજ જ્ઞાનપીઠમાં અભ્યાસ કરતા દિવ્ય પટેલની સિદ્ધિએ સમગ્ર તળપદા કોળી પટેલ સમાજનું ગૌરવ વધાર્યું
ઉપરોક્ત તસ્વીર એવા તેજસ્વી તારલાની છે જેણે વગર ટ્યુશને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં એસએસસી એટલે કે ધોરણ 10ની રાજ્યસ્તરની પરીક્ષાઓમાં એ-વન ગ્રેડ પરીણામ હાંસલ કર્યું છે. વિશેષતા એ છે કે દિવ્ય પટેલના પિતા મનીષકુમાર વ્યવસાયે ફુલટાઇમ ખેડૂત છે. તેમની બીજી કોઇ આજીવીકા નથી. ઓલપાડના સરોલી ગામના ખેડૂત અને મૂળ તળપદા કોળી પટેલ સમાજના મનીષભાઇ પટેલે પોતાના દિકરાની સિદ્ધિ બાદ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે દિવ્યની સિદ્ધિ એટલા માટે નાની સૂની નથી કેમકે આ સિદ્ધિ માટે તેણે કોઇ જ ટ્યુશન કર્યા ન હતા. ફક્ત શાળાકીય શિક્ષણ (સંસ્કારકુંજ જ્ઞાનપીઠ, નરથાણ, સૂરત) સ્કુલના શિક્ષકો, સંચાલકોની હૂંફને કારણે તેમનો પુત્ર આજે એ-વન ગ્રેડ પરીણામ હાંસલ કરી શક્યો છે.
સંસ્કારકુંજ જ્ઞાનપીઠનો પહેલો એ-વન સિતારો
પોતાની શાળાના વિદ્યાર્થી દિવ્ય મનીષકુમાર પટેલે મેળવેલી સિદ્ધિના પ્રતિસાદમાં સંસ્કારકુંજ જ્ઞાનપીઠના સંચાલક પરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે તેમની શાળાનો આ પહેલો વિદ્યાર્થી છે જેણે રાજ્યસ્તરે અત્યંત ઓજસ્વી પરફોર્મન્સ થકી શાળાનું નામ રોશન કર્યું છે. દિવ્ય પટેલ વગર ટ્યુશને અભ્યાસ કરી રહ્યો હતો, અમારા માટે એ ગૌરવવંતી બાબત છે. શાળાકીય શિક્ષણના સહારે વિદ્યાર્થી જો આ પ્રકારે અભ્યાસ કરતા હોય તો ટ્યુશનની બદી આપોઆપ દૂર થઇ જશે.
કોરોના પોઝિટિવ પરિવારોને પણ મદદ મળી” લોક ડાઉન ના નિયમો હળવા થાય છે અને શહેરોમાં જન જીવન સામાન્ય થવા લાગ્યું છે. પરંતુ હજી પણ ગામડાંઓ ને કળ નથી વળી અને ત્યાં પરિસ્થિતિઓ ફરી નિયમિત થતાં થોડો સમય લાગશે.
માંડવી, દેવગઢ, ઉચ્છલ નિઝર, ધરમપુર કપરાડા ના ગામડાઓમાં ફરી ફરીને વાસ્તવિક વંચિતો સુધી રાશન કીટ પહોંચાડી
લગભગ ૨ મહિના ચાલેલા લોક ડાઉન ના સમયગાળામાં શહેરી વિસ્તારોમાં અનેક રસોડાઓ અને ભોજન વ્યવસ્થાઓ જોવા મળી હતી પરંતુ અંતરિયાળ ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં લોકો સુધી મદદ પહોંચાડવા માટે સુરતની શક્તિ ફાઉન્ડેશન સંસ્થા એ આગળ આવીને પહેલ કરી છે.
છેલ્લા નવ વર્ષોથી સુરત અને તાપી જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરતી સંસ્થા શક્તિ ફાઉન્ડેશન દ્વારા દિલ્હી થી ઝોમાટો કંપની માંથી ૫૦૦૦ રાશન ની કીટ મેળવીને તેનું વિતરણ દ. ગુજરાત ના ગામડાઓમાં કરવામાં આવ્યું છે. જેમાં માંડવી, દેવગઢ, ઉચ્છલ નિઝર, ધરમપુર કપરાડા ના ગામડાઓનો સમાવેશ થાય છે.
આ બાબતે વાત કરતા શક્તિ ફાઉન્ડેશન ના સ્થાપક ડૉ સોનલ રોચાની એ જણાવ્યું કે, “અમે ઘણા સમયથી દ. ગુજરાત ના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વાસ્થય, શિક્ષણ અને સ્વરોજગારી માટે કામ કરીએ છીએ. લોક ડાઉન નો તબક્કો ધાર્યા કરતા વધુ ચાલ્યો અને અમને અમારા આદિવાસી પરિવારોની ચિંતા થઈ. અમે એમના માટે અનાજ શાકભાજી સહિતની વ્યવસ્થા કરવાનુ વિચારી રહ્યા હતા તે દરમ્યાન અમને દિલ્હી થી ઝોમાટો કંપની માંથી ફોન આવ્યો કે તમને આદિવાસી પરિવારો માટે રાશન કીટ ની જરૂર હોય તો અમે મોકલી શકીએ છીએ. અમે ૫૦૦૦ પરિવારો માટે કીટ ની માંગણી કરી અને એક અઠવાડિયામાં અમને ૫૦૦૦ કીટ સુરત મોકલી આપવામાં આવી.
” પહેલા તબક્કા માં ધરમપુર – કપરાડામાં ૨૦૦૦ કીટ નું વિતરણ કરવામાં આવ્યું જેમાં ધરમપુર ગામ અને કપરાડાના ચાંદ વેંગણ વેરી ભવાડા, લિખવડ, શરવર તાતી, શિંગાર તાતી, બામન વાડા, વાડી જંગલ, મૂળ ગામ, ચિચ પાડા, પાયરી માળ, ગુંજવેરી, સેલ ટી માળ અને મોહ પાડા ગામોનો સમાવેશ થાય છે. બીજા તબક્કા માં માંડવીના – દેવગઢ, ખડખુલી, આમલી, કોલ ખડી, આન્દ્રા વાડી ગામોમાં ૧૦૦૦ કીટ નું વિતરણ કરવામાં આવ્યું.
ત્રીજા તબક્કામાં ઉચ્છલ અને નિઝર ના નાની ભીલ ભવાલિ, મોટી ભીલ ભવાલિ, સયાજી ગામ, બોર ઠા, સીત પુર અને જામ તળાવ જેવા ગામો માં ૧૦૦૦ કીટ નું વિતરણ કરવામાં આવ્યું. જ્યારે ચોથા તબક્કામાં સુરત ના વિવિધ હડપતિવાસ ના હળપતિ ઓ ને ૧૦૦૦ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ગામોમાં અત્યંત ગરીબ, જરૂરતમંદ અને રોજ કમાઈને ખાતા કોટવાળીયા પરિવારોને ખાસ મદદ કરાઈ હતી. જેમાં વિધવા બહેનો, દિવ્યાંગ ભાઈઓ બહેનો તેમજ ટીબી જેવા રોગો થી પીડાતા અને કોરોના પોઝિટિવ આવ્યા હોય તેવા પરિવારો નો પણ સમાવેશ થાય છે. આ કીટ વિતરણમાં ગામના સરપંચો, ગામના આગેવાનો અને કાર્યકર્તા બહેનો મદદરૂપ થઈ હતી.
પંજાબના પટિયાલા જિલ્લામાં શાકમાર્કેટમાં કર્ફ્યૂ પાસ માગતા તલવારથી એક પોલીસ અધિકારીનો હાથ કાપ્યો અને અન્ય બેને ઘાયલ કરીને ગુરુદ્વારામાં સંતાયેલા સાત જણની ધરપકડ કરી હોવાની વાત પોલીસે જણાવી હતી.
પોલીસે આ મામલે પાંચ હુમલાખોર સહિત સાત વ્યક્તિની ધરપકડ કરી હતી. હુમલો કર્યા બાદ તેઓ ગુરુદ્વારામાં છુપાયા હતા અને ત્યાંથી એમણે પોલીસ પર ગોળીબાર પણ કર્યો હતો.
આ મામલે પોલીસ સાથે થયેલી અથડામણમાં પકડાયેલો એક આરોપી પોલીસની ગોળીથી ઘાયલ થયો હતો.
આ કિસ્સાના વહેતા થયેલા વીડિયોમાં એએસઆઇ હરજીતસિંહ મદદ માગતો, એક વ્યક્તિ એનો કપાયેલો હાથ ઉંચકતો અને ઘાયલ હરજીતને મોટરસાઇકલ પર લઇ જવાતો દેખાયા હતા.
એએસઆઇને પહેલા રાજેન્દ્ર હૉસ્પિટલમાં અને ત્યાર બાદ ચંડીગઢની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કોરોના વાઇરસને લીધે સવર્ત્ર લૉકડાઉન ચાલી રહ્યું હોવાથી જથ્થાબંધ શાકમાર્કેટની બહાર કોઇ પ્રવેશી ન શકે એ માટે આડશો લગાવવામાં આવી હતી.
એક વાહનમાં આવેલા નિહંગો (હથિયારધારી શીખ)ના વાહનને અટકાવીને પાસ માગવામાં આવ્યો ત્યારે એમણે વાહનને માર્કેટના દરવાજા અને આડશ સાથે અથડાવ્યું હતું. ત્યાર બાદ એમણે પોલીસો પર હુમલો કર્યો હતો અને ગુરુદ્વારા ખિચડી સાહિબમાં ઘૂસી ગયા હતા.
પોલીસે ત્યાંથી ત્રણ પિસ્તોલ, પેટ્રોલ બૉમ્બ, તલવારો, એલપીજી સિલિંડર અને ગાંજાનો કોથળો જપ્ત કર્યો હતો. પોલીસ અને ગામના સરપંચ સહિત અનેક લોકોએ એમને બહાર આવવા સમજાવ્યા હતા, પણ એમણે સિલિંડર સળગાવીને ગુરુદ્વારામાં આગ લગાવવાની ધમકી આપી હતી અને ગોળીબાર કર્યો હતો.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.