CIA ALERT

My World Archives - Page 17 of 32 - CIA Live

November 8, 2020
kesubhai.jpg
3min13040

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાતના રાજકીય તખ્તે સર્વોચ્ચ પદે રહીને સમાજ ઉત્થાન માટે જીવન સમર્પિત કરી દેનારા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે સુરતના વરાછા રોડ, મિનિબજાર સ્થિત સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે સર્વજ્ઞાતિ સમાજ પ્રેરિત 24 કલાકનો શ્રદ્ધાંજલિ સમારોહ ખરા અર્થમાં સાર્થક બન્યો છે.

શનિવાર તા.7મી નવેમ્બરે સાંજે 6 ના ટકોરે શરૂ થયેલો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ શનિવારે આખી રાત ધમધમતો રહ્યો. ગુજરાતના રાજકીય, સામાજિક, ધંધાકીય ક્ષેત્રના આગેવાનો એક પછી એક પોતાના કેશુબાપા સાથેના સંસ્મરણો વાગોળતા રહ્યા અને બીજી તરફ, રક્તદાન કરવા માટે સર્વજ્ઞાતિજનો સ્વયંભુ ઉમટી પડ્યા હતા.

કેશુબાપાના પરિવારજનો સાથે કાર્યક્રમ સંયોજક શ્રી કાનજીભાઇ ભાલાળા અને હરીભાઇ કથિરીયાની યાદગાર તસ્વીર

સુરત ખાતે શ્રી કેશુભાઇ પટેલ શ્રદ્ધાંજલિ આયોજન સમિતિ, સુરત સંકલિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સૌરાષ્ટ્ર પટેલ સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઇ ભાલાળાની રાહબરી હેઠળ યોજાઇ રહ્યો છે અને કાર્યક્રમ શરૂ થયો ત્યારથી લઇને આજે સવારે 11 કલાકે આ લખાઇ રહ્યું હતું ત્યારે સ્વયંભુ લોકો કેશુબાપાને ભાવાંજલિ, શબ્દાંજલિ, રક્તાજંલિ અર્પણ કરવા માટે ઉમટી રહ્યા હતા.

સેંકડો લોકો આખી રાત મિનીબજાર સ્થિત સૌરાષ્ટ્ર પટેલ ભવનમાં કેશુબાપાના માનમાં બેસી રહ્યા, કેટલાકે શ્રમદાન કર્યું, કેટલાકે રક્તદાન કર્યું કેટલાકે મૌન રહીને પણ કેશુબાપાને ખરા અર્થમાં ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને કરી રહ્યા છે.

તા.8મીએ બપોરે 12 વાગ્યા સુધીમાં 511 યુનિટ રક્ત એકત્રિત

કેશુબાપાને શ્રદ્ધાંજલિ કાર્યક્રમને સમાંતર ચાલી રહેલા રક્તદાન શિબિરમાં શનિવારે સાંજે 6 વાગ્યાથી રવિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ 511 યુનિટ રક્ત એકત્રિત થયું હતું. વધુને વધુ લોકો રક્તદાન માટે સ્વયંભુ જોડાઇ રહ્યા છે.

શનિવાર તા.7મી નવેમ્બરે સાંજે 6 વાગ્યાથી શરૂ થયો 24 કલાકનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

■ 24 કલાક રક્તદાન કેમ્પમાં રક્ત આપવા માટે સર્વજ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા

■ 24 કલાક ભાવાંજલી કાર્યક્રમમાં ગુજરાતના જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોએ કેશુબાપાના સત્કાર્યોની સુવાસ શબ્દો દ્વારા મહેકાવી હતી

■ 24 કલાક લાઈવ, જુદી જુદી ગુજરાતી ચેનલો પર સમગ્ર કાર્યક્રમ લાઇવ પ્રસારણ કરવામાં આવી રહ્યો છે

■ 24 કલાક સ્વ.કેશુભાઈ પટેલના જાહેરજીવનનું તાદ્શ રજૂ કરતા ચિત્રો, પ્રસંગોની સરવાણી હજારો લોકોએ જોઇને કેશુબાપા સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા

92 કિ.મી. દોડ લગાડીને યુવાને કેશુબાપાને અંજલી અર્પી

કેશુબાપાને 24 કલાક ભાવાંજલિ અર્પણ કરવાના અનોખા કાર્યક્રમના સંયોજક કાનજીભાઇ ભાલાળા

રિયલ ચેનલના ફેસબુક લાઇવ પર 15 હજારથી વધુ વિદેશી ગુજરાતીઓએ સુરતનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ લાઇવ નિહાળ્યો

November 1, 2020
salam_surat-1280x910.jpg
3min26940

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આજે ચંદી પડવાના સુરતીઓના પોતિકા તહેવારે સુરતના અનાવિલ સમાજે એક પહેલ કરી છે અને આ પહેલને અમે www.cialive.in Digital Media એ નામ આપ્યું છે સોશ્યોનોમિક્સ.

સોસાયટી (સમાજ) અને ઇકોનોમિક્સ (અર્થતંત્ર)ને ભેળવીને તૈયાર કરાયેલો શબ્દ એટલે સોશ્યોનોમિક્સ.

સુરતના અનાવિલ સમાજે પોતાના સમાજ (સોસાયટી)ના પરિવારજનોને અર્થોપાર્જન માટે જે સપોર્ટ આપ્યો છે તેને સોશ્યોનોમિક્સ કહેવાય.

સહાય અને સપોર્ટ બન્ને વચ્ચે દયા અને સેલ્ફ રિસ્પેક્ટ જેટલો મોટો ફર્ક હોય છે

સુરતના મજૂરાગેટ પર દયાળજી આશ્રમ સાથે સંકળાયેલા અનાવિલ સમાજની પ્રવર્તમાન ટીમે દિવાળીના તહેવારો દરમિયાન પોતાના જ્ઞાતિજનો ટ્રેડિંગ માટે પ્લેટફોર્મ આપ્યું છે. તહેવારોમાં સૂકા નાસ્તા, મીઠાઇ, ગૃહ સુશોભન વગેરે ગૃહ બનાવટની ચીજવસ્તુઓનું નાના પાયે ટ્રેડિંગ કરતા અનાવિલ સમાજના પરિવારોને મજૂરાગેટ ખાતે સમાજની વાડીમાં જ સ્ટોલ ફાળવીને તેઓ ત્યાં દિવાળી સુધી પોતાની ચીજવસ્તુઓનું વેચાણ કરી શકે તેવી અપટુ ડેટ વ્યવસ્થા ફ્રી ઓફ કોસ્ટ કરી આપી છે. એટલું નહીં પણ જ્ઞાતિજનોને આ ટ્રેડિંગ પ્લેશની મુલાકાત લેવા પણ અપીલ કરી છે એટલે કે તેનું માર્કેટિંગ પણ કરી આપ્યું છે. અને એટલે જ અમે અનાવિલ સમાજના આ સ્તૃત્ય પગલાને સોશ્યોનોમિક્સનું નામ આપી રહ્યા છીએ.

આ પહેલ કેમ પ્રેરક

  • જ્ઞાતિજનો જો હંગામી રીતે પણ જગ્યા ભાડે લેવા જાય તો સહેજેય 15 દિવસનું 10 હજાર ભાડું ચૂકવવું પડે. જ્ઞાતિજનોને વિનામૂલ્યે સ્ટોલ મળતા તેમને મોટી બચત થશે.
  • મજૂરાગેટ જેવા સેન્ટર ઓફ ધ સિટી વિસ્તારમાં વેપારની તક મળી
  • જ્ઞાતિજનો આ ટ્રેડ ફેરની મુલાકાત લેશે એટલે એક પ્રકારે માર્કેટિંગ પણ સમાજ દ્વારા કરાયું
  • જ્ઞાતિજનો તેમજ શહેરીજનોને એક સ્થળેથી દિવાળી માટેની ચીજવસ્તુઓની ઉપલબ્ધી
  • સમાજનું કાર્ય જ એ છે કે જ્ઞાતિજનોના વેલ્ફેર માટે સતત પ્રયત્નશીલ રહે, અહીં અનાવિલ સમાજે આ મૂળભૂત ખ્યાલને ચરિતાર્થ કર્યો છે.
તા.1લી નવેમ્બરથી મજૂરાગેટ સ્થિત અનાવિલ સમાજની વાડી ખાતે અનાવિલ સમાજના જ્ઞાતિજનો માટે ટ્રેડફેરનો આરંભ કરાયો હતો, જેના સ્ટોલની તસવીર

શહેરમાં એવા અનેક સમાજો છે જેઓ આર્થિક રીતે સદ્ધર છે, સમાજો પાસે પ્રોપર્ટીઓ મોકાના સ્થળે આવેલી છે, આ સમાજમાં ગરીબ મધ્યવર્ગીય પરિવારો છે, તેમણે આ પ્રકારે પહેલ કરવી જોઇએ.

દયાળજી આશ્રમના ફેસબુક પર આજે તા.1લી નવેમ્બર 2020ના રોજ મૂકાયેલા પોસ્ટમાં જણાવ્યું છે કે પ્રવર્તમાન કોરોના મહામારી ના કપરા કાળ મા અનાવિલ સમાજના ગૃહ ઉદ્યોગ ચલાવતા અનાવિલો કે જેઓ દિવાળી નિમિતે સૂકા નાસ્તા નો તેમજ ગૃહ સુશોભન નો વ્યવસાય કરે છે તેઓને મદદરૂપ થવા ના આશયથી આપણી સંસ્થા ના કેમ્પસમાં સૂકા નાસ્તા અને ગૃહસુશોભનની વસ્તુઓના વેચાણ માટેની વ્યવસ્થાનો આરંભ આજ રોજ સંસ્થા ના ટ્રસ્ટી શ્રી તેમજ હોદ્દેદાર અને કમિટી સભ્યો ની હાજરીમાં શુભારંભ કરાયો છે.

તા.1લી નવેમ્બરથી મજૂરાગેટ સ્થિત અનાવિલ સમાજની વાડી ખાતે અનાવિલ સમાજના જ્ઞાતિજનો માટે ટ્રેડફેરનો આરંભ કરાયો હતો, જેના સ્ટોલની તસવીર

Note : અનાવિલ સમાજના આ સ્તૃત્ય અને પ્રેરક કર્તવ્ય અંગે આ અહેવાલ પ્રકાશિત કરવા માટે અમને કોઇપણ વ્યક્તિ એ સંપર્ક કર્યો નથી. ફેસબુક પોસ્ટ પરથી અમે સ્વયં આ સ્ટોરી ડેવલપ કરીને અન્ય સમાજને પ્રેરણા મળે તે માટે આ સ્ટોરીનું સોશ્યલ મિડીયા માર્કેટિંગ કરી રહ્યા છીએ.

October 29, 2020
cia_society-1280x880.jpg
1min5360

ગુજરાતમાં બિનકોંગ્રેસી સરકાર અને ભાજપા સરકારના પહેલા મુખ્યમંત્રી, સૌરાષ્ટ્રના કિસાન નેતા શ્રી કેશુભાઇ પટેલના નિધન પર અત્યંત ઘેરો શોક વ્યક્ત કરતા સુરતના શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ વતી પ્રમુખ શ્રી કાનજીભાઇ ભાલાળાએ એક પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસમાં જેમનો સિંહફાળો રહ્યો છે એ કેશુબાપાની વસમી વિદાયથી સૌરાષ્ટ્ર પટેલ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરે છે.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ – સુરતના પ્રેસિડેન્ટ શ્રી કાનજીભાઇ ભાલાળાએ વધુમાં આ મુજબ જણાવ્યું હતું.

પ્રેસનોટ- શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત.

October 29, 2020
cia_society-1280x880.jpg
2min8060

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોરોનાની દવા નહીં હોવા છતાં જે લોકોએ સૌથી વધુ જીંદગીઓ બચાવી છે એવા ફ્રન્ટલાઇન કોરોના વોરીયર્સ એટલે કે ડોક્ટર્સ. સુરતના ડોક્ટર્સ કોરોના સામેના અવિરત જંગમાંથી થોડો સમય કાઢીને નવરાત્રીનું આયોજન કરી રહ્યા છે.

આપણે તબીબોને હંમેશા ધીરગંભીર, વ્યસ્ત અને કેઝ્યુઅલ વેયર્સમાં જ જોયા છે. શું તમે તમારી મેડીકલ ટ્રીટમેન્ટ કરતા તબીબોને ક્યારેય ગરબા રમતા જોયા છે, શું તમે ક્યારેય તમારા ડોક્ટરને નવરાત્રીના ટ્રેડિશનલ ડ્રેસમાં જોયા છે. ગરબા રમતા આપણા ડોક્ટરને જોવા એ પણ લહાવો છે, સુરતના જુદા જુદા તબીબોના મંડળો એક થયા છે અને તેમણે નવરાત્રીનું આયોજન કર્યું છે અને એ પણ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર એટલે કે ઝુમ અને સોશ્યલ મિડીયા પર.

સુરતના તબીબોએ આ રીતે કર્યું છે નવરાત્રીનું વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર આયોજન

આઇ.એમ.એ. સુરતના પ્રેસિડેન્ટ ડો. હિરલ શાહ, સેક્રેટરી ડો. રોનક નાગોરીયા અને ડો. હેતલ યાજ્ઞિકે સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સુરતના ડોક્ટર્સની નવરાત્રી ઈવેન્ટમાં બધા પાર્ટિસિપન્ટ્સ (તબીબો અને તેમના પરિવારજનો) પોતાના ઘરે ગરબા રમતા, રાસ રમતા કે નવરાત્રી રિલેટેડ અન્ય કોઇપણ એકશન, સ્ટાઇલ, ડ્રેસિંગ વગેરે તેમજ માતાજીની આરતીની વિડીયોગ્રાફી કરીને એ ડોક્ટર્સના એડમિન ગ્રુપમાં submit કરશે. ડોક્ટર્સ નવરાત્રીના આયોજકો બધા વિડીયો અને compile કરશે અને તેમાં ડો. મુકુલ ચોક્સીની રસપ્રદ કોમેન્ટ્રી સાથે ઝુમ એપ્લિકેસન પર દોઢથી બે કલાક માટે લાઈવ કરવામાં આવશે. અને આ ઇવેન્ટ આશરે ૪૦૦ થી ૫૦૦ ડોક્ટર જુમ એપ્લિકેશન પર નિહાળશે. દરેક પાર્ટિસિપન્ટ્સ ડોક્ટર્સ ફેમિલી મેમ્બરને ટોકન ગિફ્ટ આપવામાં આવશે અને વિજેતાઓને પણ પ્રાઇઝ આપવામાં આવશે. જોવા વાળા ડોક્ટર પણ ટ્રેડિશનલ ડ્રેસમાં આ ઇવેન્ટ ને નિહાળશે.

આપણે સૌ (બિનતબીબ) ફેસબુક પર તબીબોના ગરબાને લાઇવ માણી શકીશું

સુરતના ડોક્ટર્સની આખી ઇવેન્ટનું facebook લાઈવ પણ કરવામાં આવશે. જેની લિંક અહીં પ્રસ્તુત છે.

https://www.facebook.com/indianmedicalassociationsurat

કોરોના ના કપરા કાળમાં આવી રીતે ઇ નવરાત્રિનું પ્રથમવાર આયોજન કરીને IMA (Indian Medical Association) સુરત એ એક ઉચ્ચ કોટિનું ઉદાહરણ આપ્યું છે. સમાજમાં જાગૃતતા લાવી ને કોઈ બીજી વ્યક્તિ સંક્રમિત ન થાય અને નવરાત્રી ની મજા પણ લઈ શકે તેવી દિશા બતાવી છે એમ મીડિયા કોઓર્ડીનેટર ડોક્ટર હેતલ કુમાર યાગ્નિક એ જણાવ્યું હતું. સુરતવાસીઓને આ ઇવેન્ટ ને facebook લાઈવ પર જોવા માટે IMA સુરત આમંત્રિત કરે છે.

જુદા જુદા તબીબી સંગઠનો સંયુક્ત રીતે નવરાત્રી ઉજવી રહ્યા છે

  • SMCA
  • IMA
  • APS
  • SPACT
  • SOGS
  • WDW IMA

આ તબીબો સમગ્ર ઇવેન્ટનું સંકલન કરી રહ્યા છે

  • ડો. અનિતા શાહ
  • ડો. સેજલ નાયક
  • ડો.મિનલ જરીવાલા
  • ડો.ફાલ્ગુની જરીવાલા
  • ડો. સોનલ ચાવડા
  • ડો. દિપાલી સોલંકી

ડોક્ટર્સ નવરાત્રીને આમણે તન, મન, ધનથી સપોર્ટ કર્યો છે

  • ડો. હિતેશ ચિત્રોડા (ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન) અને
  • ડો. આલાપ મહેતા (એચ.આઇ.વી. એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝ સ્પેશ્યાલિસ્ટ
October 25, 2020
Balmandir-1280x1211.jpg
4min11760

તમારા સંતાનને કયા બાળમંદિરમાં પ્રવેશ અપાવશો? ડિટેઇલ ગાઇડન્સ માટે ક્લીક કરો

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આ વખતે કોરોના પેન્ડેમિકને કારણે સ્કુલો બંધ છે નહીં તો દિવાળી પહેલા તો અનેક સ્કુલોમાં બાળમંદિર (પ્રીપ્રાઇમરી)માં પ્રવેશની કામગીરી પૂરી થઇ જતી હોય છે. બાળમંદિરોમાં પ્રવેશની કામગીરી સપ્ટેમ્બર માસમાં શરુ થઇ જાય છે અને ફેબ્રુઆરી સુધી ચાલતી હોય છે. જો આપનું સંતાન કે આપના પરિવારમાં કોઇ બાળકની વય 3 વર્ષની આસપાસ છે તો તમારા માટે આ આર્ટિકલ ઉપયોગી નિવડશે.

આટલા વિશાળ નેટવર્કમાંથી શું પસંદ કરશો

બાળમંદિરમાં પ્રવેશની દિશા બાળકના સમગ્ર શાળાકીય જીવનનો રસ્તો નક્કી કરતી હોય છે. આવી સ્થિતિમાં સૌથી પહેલા પ્રવેશાર્થીઓના વાલીઓએ એ નક્કી કરવું જોઇએ કે કયા માધ્યમમાં પ્રવેશ લેવો જોઇએ.

  • ગુજરાતી મિડીયમ ( મોટા ભાગની સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન)
  • ઇંગ્લિશ મિડીયમ (80 ટકા સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન, 20 ટકા અધરધેન ગુજરાત બોર્ડ)
  • ગ્લોબલ ગુજરાતી મિડીયમ (તમામ સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન)
  • હિન્દી મિડીયમ (તમામ સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન)
  • મરાઠી મિડીયમ (તમામ સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન)
  • ઉર્દૂ મિડીયમ (તમામ સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન)

કયા બોર્ડને પસંદ કરશો

સુરત શહેર જિલ્લાની વાત કરીએ તો

  • ગુજરાત બોર્ડ – 850 પ્લસ સરકારી-પ્રાઇવેટ પ્રાઇમરી સ્કુલો
  • સેન્ટ્રલ બોર્ડ – CBSE 46 સ્કુલ, તમામ પ્રાઇવેટ સ્કુલ ઉપરાંત 5 કેન્દ્રીય વિદ્યાલય સરકારી સ્કુલો
  • આઇ.સી.એસ.ઇ. – ICSE 02 સ્કુલ
  • આઇ.બી. બોર્ડ – IB 01 સ્કુલ
  • કેમ્બ્રિજ બોર્ડ – 01 સ્કુલ
  • એન.આઇ.ઓ.એસ. NIOS (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) કોઇપણ સ્કુલે ગયા વગર ઘરે બેસીને અભ્યાસ. ધો.12 સુધી કોઇપણ પ્રવાહમાં ભણી શકાય. ધો.12 પછી મેડીકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી, બીબીએ, સમેત કોઇપણ કોલેજના પહેલા વર્ષમાં પ્રવેશ મળી શકે. (તમામ પ્રવેશ પરીક્ષાઓમાં મેરીટના આધારે)

રેગ્યુલર સ્કુલ કે રેસિડેન્સિયલ

પ્રવેશાર્થીના માબાપ તથા પરિવારજનોએ એ બાબતને પણ નિયત કરવાની રહેશે કે તમારા સંતાનને રેગ્યુલર સ્કુલમાં પ્રવેશ અપાવવો છે કે રેસિડેન્સિયલ (નિવાસી) શાળામાં. છેલ્લા ત્રણેક વર્ષથી સમગ્ર ભારતમાં રેસિડેન્સિયલ કન્સેપ્ટ ધરાવતી સ્કુલો તરફ વાલીઓનો ઝોક વધ્યો છે. આવી સ્કુલોમાં ધો.5થી હોસ્ટેલ એકોમોડેશન પૂરું પાડવામાં આવે છે. સુરતમાં આવી પણ અનેક શાળાઓ આવેલી છે.

તમારા ક્રાઇટેરીયા નક્કી કરો

બાળમંદિર પ્રવેશાર્થીઓના વાલીઓએ પોતાના ક્રાઇટેરીયા અનુસાર સંસ્થાની પસંદગી કરવાની રહેતી હોય છે. દેખાદેખી કે સાંભળેલી વાતોને આધાર બનાવ્યા વગર તમારા પોતાના ક્રાઇટેરીયા અને સ્વયં તપાસ (રિયાલિટી ચેક)ના આધારે તમારા બાળકનું સ્કુલિંગ ડેસ્ટિનેશન નક્કી કરવું જોઇએ.

  • સૌથી પહેલો ક્રાઇટેરીયા એરીયા. તમારા રેસિડેન્સ વિસ્તારની સ્કુલમાં લેવું છે કે અન્ય વિસ્તારમાં, કેમકે બાળકે 15 વર્ષ, 5000થી વધુ દિવસો સુધી ત્યાં અપડાઉન કરવાનું હોય છે. એટલે સૌથી પહેલા નક્કી કરો કે કયા એરિયાની સ્કુલમાં અભ્યાસ કરાવવો બહેતર રહેશે.
  • બીજો ક્રાઇટેરીયા ફી. ફી માટે કહેવાય છે કે ખાંડ નાંખો એટલું ગળ્યું થાય. એમ જેટલી ફી વધુ તેટલું સારું એજ્યુકેશન મળી રહે. આ સૂત્ર બધે ઠેકાણે કામ નથી કરતું પણ 99 ટકા સ્કુલો પર લાગૂ પડે છે. ઉંચી ફી ધરાવતી સ્કુલોનું એજ્યુકેશન બાળકનો ઓવરઓલ વિકાસ કરે છે. મોંઘવારીના જમાનામાં સારા શિક્ષકોનો પગાર સંસ્થાઓને પરવડતો નથી હોતો.
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર. માળખાગત સુવિધાઓ. આજે એજ્યુકેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાળકના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી થઇ ગયું છે. લાઇબ્રેરી, લેબોરેટરીઓ અપડુડેટ હોવા સાથે પ્લેગ્રાઉન્ડ, ડિજિટલ લેબ્સ, ઓડીટોરીયમ, રોબોટિક્સ, મ્યુઝિક સ્ટુડીયો વગેરે પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી સ્કુલોમાં અભ્યાસ કરતા બાળકોનો ગ્રોથ વધુ જોવાય છે.
  • એજ્યુકેશન. ત્રીજો ક્રાઇટેરીયા એજ્યુકેશન. સુરતના શાળાકીય શિક્ષણમાં જબરદસ્ત કોમ્પિટીશન જોવા મળે છે, તેનો ફાયદો વાલીઓ અને વિદ્યાર્થીઓ બન્નેને મળે છે. ક્વોલિટી એજ્યુકેશન આપતી સંસ્થાઓના વિદ્યાર્થીઓનું જાહેર પરીક્ષાઓમાં પરફોર્મન્સ જ માપદંડ છે. એટલે વાલીઓ અને વિદ્યાર્થીઓ સ્વયં જાણી શકે છે કે એજ્યુકેશન વાઇઝ પરફોર્મન્સ જે તે શાળાઓનું કેવું રહે છે.

સુરતના અડાજણ વિસ્તારમાં સ્વામીનારાયણ એચ.વી. વિદ્યાલયમાં પ્રવેશ કાર્યવાહી શરૂ

રાંદેર રોડ, અડાજણ વિસ્તારમાં સેન્ટ્રલ બોર્ડ એફિલિયેટેડ સ્વામીનારાયણ એચ.વી. વિદ્યાલય તેમજ સ્વામીનારાયણ એચ.વી. એકેડેમીમાં પ્રીપ્રાઇમરી સેકશનમાં પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ ચૂકી છે. ઉપરોક્ત પોસ્ટરમાં તમામ વિગતો સમાવિષ્ટ કરવામાં આવી છે. રસ ધરાવતા વાલીઓએ સત્વરે ન્યુ રાંદેર રોડ, સ્વામીનારાયણ એચ.વી. વિદ્યાસંકુલ પર સંપર્ક કરવો.

ઉધના સ્થિત શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલમાં પ્રવેશ કાર્વાહી શરૂ

25/10 થી શરૂ થઇ કન્ટ્રીસાઇડ ઇન્ટરનેશનલ સ્કુલની પ્રવેશ કામગીરી

ઉમરાની ઉન્નતી ઇંગ્લિશ એકેડેમીના એડમિશન તા.26/10/2020 થી

ભૂલકાવિહાર સ્કુલમાં પ્રવેશ કાર્યવાહી 26મી નવેમ્બરથી શરૂ થશે

ભૂલકા ભવનમાં 26 નવેમ્બરથી બાળમંદિરમાં પ્રવેશની કામગીરી

આપની સ્કુલમાં બાળમંદિરમાં પ્રવેશ કાર્યવાહીની વિગતો અહીં સમાવવા અમને વ્હોટ્સએપ કરો 98253 44944

બાળમંદિરમાં પ્રવેશ અંગે પેરેન્ટ કાઉન્સેલિંગ, આપની એપોઇન્ટમેન્ટ અહીં બુક કરાવો 98253 44944

October 17, 2020
neetresults-1280x1168.jpg
1min5380

મેડીકલ અને ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ માટેની ભારતની સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ 2020નું પરીણામ સુરત સમેત દક્ષિણ ગુજરાતના બાળકો માટે નવી ક્ષિતિજો વિસ્તારે એવું આવ્યું છે. સુરતના અનેક યુવાઓએ નીટ નેશનલ ટેસ્ટમાં ઉજળો દેખાવ કર્યો છે. ઇન્ડીયન મેડીકલ એસોસીએશન સુરત બ્રાન્ચ દ્વારા નીટ 2020માં ક્વોલિફાઇડ થયેલા તમામ યુવક-યુવતિઓને શુભેચ્છા સાથે તેમની આગળની પ્રવેશ કાર્યવાહીને અનુલક્ષીને જો કોઇ મૂઝવણ હોય તો તેના નિરાકરણ માટે હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે.

આઇ.એમ.એ. સુરતના પ્રેસિડેન્ટ ડો. હિરલ શાહ, સેક્રેટરી ડો.રોનક નાગોરીયા તેમજ ડો.હેતલકુમાર યાજ્ઞિકની ટીમને મોબાઇલ કે ઇમેલ કરીને માર્ગદર્શન મેળવી શકાશે. આ પ્રકારની વ્યવસ્થા પહેલી વખત આઇ.એમ.એ. સુરત બ્રાન્ચે ભાવિ ડોક્ટરો માટે કરી છે. અત્યાર સુધી આઇ.એમ.એ. સુરત દ્વારા ભાવિ તબીબો માટે કોઇપણ પ્રકારનું કામ હાથ ધરાયું ન હતું. આઇ.એમ.એ. સુરતની નવી ટીમે ભાવિ તબીબો માટે હેલ્પલાઇન શરૂ કરીને એક આવકારદાયક કાર્ય હાથ ધર્યું છે.

  • નવી સિવિલ હોસ્પિટલના ડો. વિપુલ ચૌધરી
  • સ્મીમેર હોસ્પિટલના ડો. રજનિકાંત પટેલ ખાસ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરું પાડશે.
No description available.

પૃથ્વી પર ભગવાનનું બીજું સ્વરૂપ એટલે તબીબો, ડોક્ટર બનીને સુરતની સેવા કરજો : ચેમ્બર પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયાની શુભેચ્છાઓ

આજે નીટ 2020માં ક્વોલિફાઇડ થઇને મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથીક અને આયુર્વેદિક જેવી કોલેજોમાં પ્રવેશ લઇને તબીબ થવા ઇચ્છતા દરેક યુવક યુવતિઓને શુભેચ્છા પાઠવતા સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ દિનેશભાઇ નાવડીયાએ જણાવ્યું હતું કે કોવીડ-19 પેન્ડેમિકની પરિસ્થિતિમાં તબીબોનું મૂલ્ય સમગ્ર વિશ્વને સમજાયું છે, તબીબોને પૃથ્વી પર ઇશ્રરનો બીજો ચહેરો માનવામાં આવે છે. તબીબો માનવીને નવજીવન બક્ષે છે ત્યારે ભાવિ તબીબોને અનેકાનેક શુભેછાઓ પાઠવતા આનંદ અનુભવીએ છીએ. તબીબ બન્યા પછી સુરતના લોકોની સેવામાં તન, મન, ધનથી સમર્પિત થઇ જાવ એવી શુભેચ્છાઓ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયાએ પાઠવી છે.

October 9, 2020
CIA_Live_Logo_New2.jpg
3min10350

Jayesh Brahmbhatt 98253 44944

62 દિવસના લૉકડાઉનનો શું ઉપયોગ કર્યો એવો સવાલ જ્યારે સુરતના જાણીતા એજ્યુકેશનિસ્ટ જગદીશ ઇટાલિયા Jagdish Italiya ને કર્યો ત્યારે તેમણે એક રહસ્ય પરથી પડદો ઉંચકતા કહ્યું કે મારું મનગમતું કાર્ય ગાયન અને એ પણ ગુજરાતી ભજન પ્રભાતીયાને આધુનિક ક્લેવર આપવાનો વિચાર આવ્યો ને એ વિચાર આજે તા.9 ઓક્ટોબરે સાક્ષાત્કાર બન્યો છે.

તેમણે કહ્યું કે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં જેટલું ઇન્ફ્લ્યુઅન્સ પ્રભાતીયા (ભજન)નું છે તેને હજુ સુધી કોઇ બીટ કરી શક્યું નથી અને હોપફુલી કરી શકશે પણ નહીં. એટલે મને પણ વિચાર આવ્યો કે હવે પછીની રચના પ્રભાતીયું હશે. આજે પણ ગુજરાતમાં સુરત હોય કે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતથી લઇને કચ્છ સુધી સવારના પહોરમાં રેડીયો, મોબાઇલથી લઇને ઘરોના મ્યુઝિક પ્લેયર્સમાં પ્રભાતીયાનો રણકાર અચૂક સાંભળવા મળે.

ડાંગનું રામાયણ કનેકશન વિસ્તારે છે સુરતના Jagdish-Italiya

જગદીશ ઇટાલિયા Jagdish Italiya કહ્યું કે લોંગ રન સાઇકલિંગના નાતે અનેકો વખત સાઇકલ પર ડાંગ ખૂંદી વળ્યો છું. અદભૂત છે આપણું ડાંગ. આદિવાસી વિસ્તાર છલોછલ કુદરતી સોંદર્યથી ભરપૂર, લીલું છમ ડાંગ, પર્વતોની હારમાળા ધરાવતું ડાંગ. બસ વિચાર આવ્યો કે પ્રભાતીયાનું ફિલ્માંકન ડાંગમાં જ કરીશ અને ડાંગની જનતા પણ એ ફિલ્માંકનમાં હશે. બસ લૉકડાઉનમાં વિચાર વલોણું કર્યું અને જેવું અનલૉક શરૂ થયું, મેં મારી યોજના પર અમલ કર્યો.

અનલૉકની સાથે ડાંગમાં ‘રામસભા માં’ આલ્બમનું ફિલ્માંકન શરૂ કર્યું

  • Song : Ram Sabha Ma
  • Singer : Jagdish Italiya
  • Music recreation by : Hardik Tailor
  • Produced by : Ajita Italiya
  • Lyrics : traditional
  • Directed by : Dhruv Pandav – DP films

જગદીશ ઇટાલિયા Jagdish Italiya કહ્યું કે સમગ્ર ક્રુ એ અનલૉકની સાથે જ ડાંગમાં રામ સભા માં પ્રભાતિયા માટે ફિલ્માંકન શરૂ કર્યું અને જોતજોતામાં એવી મજા આવી કે કશુંક કર્યાનો અનેરો આનંદ ઠાંસી ઠાંસીને સ્વયંમાં ભરાતો અનુભવ્યો.

રામ સભામાં નામથી રચાયેલા મારા પ્રભાતીયા (ભજન)માં આધુનિક સંગીત સાથે ડાંગની આદિવાસી શૈલીની લાઇફ સ્ટાઇલ તેમજ ડાંગના કુદરતી સૌંદર્યને ફિલ્માવાયું છે. મને આશા છે કે વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને મારી આ ટ્યુન ગમશે.

આજે લોંચ થયું જગદીશ ઇટાલિયા Jagdish Italiya નું આલ્બમ રામસભા માં

જગદીશ ઇટાલિયા Jagdish Italiya કહ્યું કે આજરોજ તા.9મી ઓક્ટોબર 2020ને સાંજે 5ના અરસામાં તેમના નામથી શરૂ કરવામાં આવેલી https://www.youtube.com/channel/UC7StcMVhg2QCBemnGurG8mQ યુ ટ્યુબ ચેનલ પર રામ સભામાં ભજનને લોંચ કરવામાં આવ્યું હતું.

નિહાળો અને સાંભળો સુરતી સિંગર જગદીશ ઇટાલિયાનું આધુનિક ભજન રામસભા માં

October 3, 2020
CIA_Live_Logo_New2.jpg
1min7300

IMA સુરતની નવી ટીમના કાર્યકાળમાં નવી ઓફીસ મળે એ માટે પરીણામલક્ષી કાર્યવાહી થશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોવીડ-19 ગ્લોબલ પેન્ડેમિકની પરિસ્થિતિ વચ્ચે સુરતના લોકો અને સુરતના તબીબી જગત વચ્ચે સેવા સેતુ વિકસાવવાના મિશન સાથે ઇન્ડીયન મેડીકલ એસોસીએશન સુરતમાં પ્રેસિડેન્ટ ડો. હીરલકુમાર શાહ અને સેક્રેટરી ડો. રોનક નાગોરીયાની ટીમે વિધિવત ચાર્જ સંભાળી લીધો છે. આગામી એક વર્ષ દરમિયાન IMA સુરત જુદા જુદા રચનાત્મક કાર્યક્રમો, સેમિનાર, નોલેજશેરીંગ તેમજ સુરતના લોકોને સીધી રીતે સ્પર્શે એવા કાર્યક્રમો તો આપશે જ પરંતુ, IMA સુરતને નવી ઓફિસ મળે દિશામાં પણ નક્કર પગલાં ભરવામાં આવશે એમ IMA સુરતના નવા પ્રેસિડેન્ટ ડો.હીરલ શાહ અને ડો. રોનક નાગોરીયાએ સીઆઇએ લાઇવ ડિજીટલ મિડીયાને જણાવ્યું હતું.

IMA સુરતની નવી ટીમની સમૂહ તસ્વીર

IMA સુરત નવી ટીમની નામાવલી

IMA સુરતના નવા પ્રેસિડેન્ટ ડો.હીરલ શાહ અને ડો. રોનક નાગોરીયાએ જણાવ્યું હતું કે હાલ કોવીડ-19 પેન્ડેમિક પરિસ્થિતિમાં તબીબી જગતનું સામાજિક ઉત્તરદાયિત્વ ઘણું છે અને IMA સુરતના માધ્યમથી સુરતના લોકોને તબીબી જગતની સેવાઓનો લાભ મળે, માર્ગદર્શન સતત મળતું રહે તેવા કાર્યક્રમો વિચારવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં આખા વર્ષના કાર્યક્રમોનું કેલેન્ડર જાહેર કરીને તેના પર કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

September 14, 2020
CIA_Live_Logo_New2.jpg
1min6460

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કેન્સર એક એવી બિમારી છે જે પરીવારોને આર્થિક, માનસિક, શારીરિક રીતે પાયમાલ કરી દે છે, જે પરિવારોમાં કમનસીબે કેન્સર પેશન્ટસ છે તેમના માટે સુરતના પૂણા કુંભારીયા રોડ પર આવેલા ભારતીમૈયા મેમોરિયલ ફાઉન્ડેશન સંચાલિત

  • ભરત કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર
  • નિરાલી મેમોરિયલ રેડીએશન સેન્ટર
  • બી.એમ.એફ. ટોમોથેરાપી રેડિયેશન સેન્ટર

આ ત્રણેય સંસ્થાઓ આશીર્વાદરૂપ કાર્ય કરી રહી છે. દર્દીઓને સચોટ, સમયસર, કિફાયતી અને આધુનિક સારવાર મળી રહે તે માટે ભારતીમૈયા મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા સતત નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

નવી સુવિધાઓ વિકસાવાઇ

ભરત કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, નિરાલી મેમોરીયલ રેડિયેશન સેન્ટર ખાતે નવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે જેમાં 1. PETCT અને 2.ટોમોથેરાપી. ગુજરાતમાં પ્રથમ વખત સુરત ખાતે આ પ્રકારની સેવા વિકસાવી દેવામાં આવી છે. કેન્સરના દર્દીઓ માટે આ પ્રકારની સેવા આશીર્વાદ સમાન છે.

PETCT પ્રથમ તબક્કામાં જ કેન્સરનું સચોટ નિદાન

PETCTની સામાન્ય સમજ એ છે કે આ એક એવા પ્રકારનું ડિવાઇસ છે જેનો ઉપયોગ સિંગલ એન્ટ્રી ગેન્ટી બોક્સ પેસીટ્રોન એમિશન ટોમોગ્રાફી તથા સીટી સ્કેન બન્ને માટે કરવામાં આવી છે. જેના કારણે કેન્સરનું પ્રથમ તબક્કાનું સચોટ નિદાન થઇ શકે છે એટલું જ નહીં કેન્સર સ્ટેજિંગનું પણ ચોકસાઇથી નિદાન થઇ શકે છે. કીમોથેરાપી અને રેડીયોથેરાપી પહેલા અને પછી આપવામાં આવેલી સારવારનું પણ મૂલ્યાંકન થઇ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ડિવાઇસને કારણે દર્દીઓનો તકલીફ ઓછી પડે છે અને ઝડપભેર, પીડા રહિત હોવા ઉપરાંત રેડીયેશનનો ઓછામાં ઓછો ઉપયોગ PETCTથી શક્ય બની શક્યો છે.

ટોમોથેરાપી – ગુજરાતમાં એકમાત્ર અત્યાધુનિક ડિવાઇસ સુરતમાં

ટોમોથેરાપીનું એક એવું મશીન છે જેનો ભારતમાં સૌથી પહેલો ઓર્ડર જ સુરતના ભારતીમૈયા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યો હતો અને ગુજરાતમાં આ પ્રકારનું પહેલું મશીન સુરત ખાતે કાર્યાન્વિત કરી દેવામાં આવ્યું છે. રેડીયેશન આપવાની પ્રક્રિયા માટે આ એક વરદાન સમાન છે અને આ મશીનથી રેડીયેશન આપવાની પ્રક્રિયાને નિયંત્રિત અને એક, બે વખત આપી શકાય તેમ હોવાથી તબીબોને સારવારમાં અત્યંત ઉપયોગી બને છે. સૌથી મહત્વની વાત એ છે કે રેડીયેશનની પ્રક્રિયા દર્દી માટે આરામદાયક બનવા પામી છે. દર્દીની જરૂરીયાત અનુસાર રેડીયેશન આપી શકાય છે. એ બાબત પણ સૌથી મહત્વની છે કે આ ડિવાઇસની મદદથી કેન્સરના દર્દીના શરીર તેમજ ગાંઠમાં થતાં ફેરફારોની ઝીણવટભરી તપાસ, મૂલ્યાંકન શક્ય બની શક્યું છે.

August 28, 2020
kanji_bhalala_cialive.jpg
1min13000

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ અને વરાછા બેંકના યશસ્વી ચેરમેન શ્રી કાનજીભાઇ ભાલાળાની સુરત નાગરિક સંરક્ષણ દળના (સિવિલ ડિફેન્સ સુરત યુનિટ) ચીફ વોર્ડન તરીકે તેમજ યુવા આગેવાન વિજય છૈરાની ડેપ્યુટી ચીફ વોર્ડન તરીકેની વરણી કરવામાં આવી છે. બન્ને મિત્રો પ્રજાકીય કાર્યોમાં જીવન સમર્પિત કરી રહ્યા છે જ, એમા બે મત નથી.

સુરત સિવિલ ડિફેન્સ યુનિટના ચીફ વોર્ડન

કાનજીભાઇની વાત કરીએ તો કાનજીભાઇ ભાલાળાએ સુરતને કર્મભૂમિ બનાવી ત્યારથી જ તેઓ સામાજિક કાર્યોમાં એટલા ડૂબેલા રહ્યા છે કે કદાચ તેઓ તેમના પરિવારજનોને પર્યાપ્ત સમય આપી શક્તા નથી. વરાછા રોડ પર કાનજીભાઇ ભાલાળાને સામાજિક ક્રાંતિના પ્રણેતા ગણવામાં આવે છે અને આ દરજ્જો યથાયોગ્ય છે.

સિવિલ ડિફેન્સ સુરત યુનિટ હવે ધમધમતું જોવા મળશે. ખાસ કરીને આકસ્મિક સંજોગોમાં વહીવટીતંત્રને સમાંતર બચાવ-રાહતની કામગીરીમાં સિવિલ ડિફેન્સ કાનજીભાઇની ટીમ પણ જોવા મળશે એમાં બે મત નથી.

સી.આઇ.એ લાઇવ પરિવાર માને છે કે કાનજીભાઇ ભાલાળાને સામાજિક કાર્યની જવાબદારી આપવી એનાથી વિશેષ તેમનું જાહેર બહુમાન ન હોઇ શકે. સન્માનિય વ્યક્તિત્વ તેઓ દ્વારા કરવામાં આવી રહેલા સામાજિક કાર્યોથી પ્રજવળિત છે જ અને કાનજીભાઇ પોતે એવું દ્રઢ પણે માને છે કે બહુમાન, સન્માન કરવા કરતા સામાજિક કાર્ય, પ્રજાહિતના કાર્યની જવાબદારી એ તેમના માટે વિશેષ બહુમાન બરાબર છે.

સુરત સિવિલ ડિફેન્સ યુનિટના ડેપ્યુટી ચીફ વોર્ડન

1967માં સુરતમાં સિવિલ ડિફેન્સની સ્થાપના કરવામાં આવી હતી

1967માં સુરત સમીપ વિસ્તરેલા હેઝાર્ડસ ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને સિવિલ ડિફેન્સની રચના તત્કાલિન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી હતી. જ્યારે આકસ્મિક કે અકસ્માતજન્ય સ્થિતિ સર્જાય ત્યારે વહીવટીતંત્રો, પોલીસની સાથે સ્વૈચ્છીક વોર્ડન શ્રેષ્ઠ કામગીરી કરી શકે એ હેતુથી સિવિલ ડિફેન્સ સુરત યુનિટને આકાર આપવામાં આવ્યો હતો. સુરત જિલ્લા કલેક્ટર હોદ્દાની રૂએ સુરત સિવિલ ડિફેન્સના મુખ્ય નિયંત્રક હોય છે. સુરત સિવિલ ડિફેન્સનું સ્ટ્રક્ચર એવું છે કે દરેક પોલીસ મથક વાઇઝ ડિવિઝન હોય છે અને દરેક ડિવિઝનના વડાને ડિવિઝનલ વોર્ડન કહેવામાં આવે છે. તમામ ડિવિઝન વોર્ડનની ઉપર વાઇસ ચેરમેન અને ચેરમેન કાર્ય કરતા હોય છે.

કાનજીભાઇ ભાલાળા 2006થી સિવિલ ડિફેન્સમાં જોડાયેલા છે.