CIA ALERT

My World Archives - Page 16 of 32 - CIA Live

November 24, 2020
narendra_gandhi_CiAlive.jpg
1min778

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત શહેરમાં જેણે હજારો નહીં પણ લાખો મિત્રો બનાવ્યા હશે, સુરતવાસીઓ માટે જેણે જીવનમાં 100થી વધુ વખત રક્તદાન કર્યું હશે અને મિત્રોના કામો કરવા માટે જેણે હરહંમેશ પોતાનું કંઇકને કંઇક સમર્પિત કર્યું છે એવા યારો ના યાર તરીકે જાણીતા સ્વ. નરેન્દ્ર ગાંધીને તેમની જ પ્રિય પ્રવૃત્તિ રક્તદાન કરીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમના મિત્ર મંડળે એક રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે.

નરેન્દ્ર ગાંધી મિત્ર મંડળ દ્વારા સ્વ. નરેન્દ્ર ગાંધીના જન્મદિન નિમિત્તે તા.26 નવેમ્બર 2020ના રોજ ગુરુવારે સવારે 11થી સાંજે 7 વાગ્યા સુધી સંસ્કાભવન, દયાળજી આશ્રમ, મજૂરાગેટ ખાતે રક્તદાન શિબિરનું આયોજનક રવામાં આવ્યું છે.

રક્તદાન પ્રિય પ્રવૃતિ રહી

નરેન્દ્ર ગાંધી માટે રક્તદાન એ પ્રિયપ્રવૃતિ રહી. જીવનભર તેઓ રક્તદાન અંગેની પ્રવૃતિ સાથે સંકળાયેલા રહ્યા. તેમણે પોતે સોથી વધુ વખત રક્તદાન કર્યું છે. સુરત રક્તદાન કેન્દ્ર સાથે તેઓ જીવનની છેલ્લી ઘડી સુધી સંકળાયેલા રહ્યા. અને એટલે જ તેમના મિત્ર વર્તુળ દ્વારા તેમના જન્મદિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જૂના મિત્રો આજે પણ નન્નો તરીકે જ પ્રયોજે

નરેન્દ્ર ગાંધી માટે કહેવાય છે કે સુરત નહીં આખા ભારતમાં તેના મિત્રો હશે. જ્યાં પણ હરેફરે મિત્રો બનાવતા એને વાર ન લાગે.

નરેન્દ્ર ગાંધી સ્વભાવે નખશીખ સુરતી. પોતાને ફુલ ડાયાબિટીશ છતાં ખાણીપીણીની વાત આવે, પોતે એકાદ કોળીયો ખાય પણ મિત્ર કહે ચાલો નાસ્તો કરવો છે, બસ આટલું બોલતા જ વાર. નાસ્તાપાણી માટે 20-25 કિ.મી. દૂર જવાનું હોય તો સહેજેય આળસ નહીં. સવારના પહોરમાં કે મોડી રાત્રે મિત્ર માટે એ સદાયે સમય પહેલા પહોંચી જાય. આમ, તો મહેફિલનો માણસ એટલે મિત્રો વગર ચાલે નહીં.

નન્ના માં સહેજે નાનમ ન જોઇ

રૂઆબદાર અવાજ, સ્વભાવ, પર્સનાલિટીને કારણે નરેન્દ્ર ગાંધીને જીવનમાં ક્યારેય ડલ નથી જોયા. સુરતની મોટામાં મોટી બેંક, પીપલ્સ કો.ઓ. બેંકના ચેરમેન જેવા હોદ્દા પર હોવા છતાં સવારે એમ.ટી.બી.ના કટિંગ પણ બિન્દાસ મિત્રો સાથે મહેફિલ જમાવે, ઘણાં તેમને ટકોર પણ કરી કે મોભ્ભાદાર હોદ્દા પર છો ત્યારે નરેન્દ્ર ગાંધીએ બેધડક કહ્યું જેને જે સમજવું હોય તે સમજે, મને જ્યાં મજા આવે ત્યાં હું બેસીસ. લારી પર ખાવામાં ઘણાને લપાતા છુપાતા ખાતા જોયા હશે પણ નરેન્દ્ર ગાંધી વટકે સાથ દોસ્તો સાથે ઉભા રહી જતા, આ જ છે સુરતી સ્વભાવ.

શિક્ષણ, પાલિકા, સ્પોર્ટસ કોઇપણ ફિલ્ડનું કામ લઇને લોકો પહોંચી જાય નન્ના પાસે

નરેન્દ્ર ગાંધીએ સમાજસેવાનો ભેખ ધારણ કર્યો હતો. કોઇપણ ફિલ્ડનું કામ લઇને તેની પાસે લોકો પહોંચી જતા, ક્યારેય તેણે કોઇને કામ નહીં કરી આપવાનો તુકારો નથી કર્યો. હા.. બોલવામાં નહીં બોલવાનું બોલી પણ નાખે, પણ કામનું ફોલોઅપ કામ લઇને આવનારો ભલે ભૂલી જાય નરેન્દ્ર ગાંધી નહીં ભૂલે. કામ થશે કે નહીં થાય તેનો ક્લીયર કટ જવાબ આપે. આ રીતે હજારો નહીં પણ લાખો કામો કરતા લેખકે જોયા છે નરેન્દ્રભાઇને.

November 22, 2020
CIA_Live_Logo_New2.jpg
2min687

cialive@yahoo.com

દર વર્ષની જેમ આ વર્ષે પણ 21 નવેમ્બર 2020ના દિવસે ભુવનેશ્વર સ્થિત કલિંગા ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજી (કે.આઈ.આઈ.ટી) ડીમ્ડ વિશ્વ વિદ્યાલયે 16મા વાર્ષિક દીક્ષાંત સમારોહનું ભવ્ય આયોજન કર્યું.

આ સમારોહમાં કુલ 7 હજાર 134 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ 2019-20ની સ્નાતક ડિગ્રી પ્રદાન કરાઈ. વર્ષ 2019-20નો આ સમારોહ વર્ચુઅલી સફળતાપૂર્વક સંપન્ન થયો. આ ભવ્ય આયોજનમાં અનેક ગણમાન્ય વ્યક્તિઓને આમંત્રિત કરાયા. જેમાં મુખ્ય અતિથિ તરીકે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અને ગ્રામીણ બેંકના સંસ્થાપક પ્રોફેસર મોહમ્મદ યૂનુસ જેઓ બાંગ્લાદેશના નિવાસી છે. સાથે જ આર્ટ ઑફ લિવિંગના આધ્યાત્મિક લીડર અને સંસ્થાપક પરમ પાવન ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર ઉપસ્થિત રહ્યા.

આ સમારોહમાં કે.આઈ.આઈ.ટી. વિશ્વ વિદ્યાલયે પરમ પૂજ્ય ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર અને ઈરકૉન ઈંટરનેશન લિમિટેડના અધ્યક્ષ અને એમ.ડી. શ્રી એસ.કે.ચૌધરીને ડી.લિટ.ની ઑનોરિસ કોસા ઉપાધિ (ડિગ્રી)થી સન્માનિત કરાયા. ભારતીય હવામાન વિભાગના મહાનિદેશન ડૉ.મૃત્યુંજય મહાપાત્રાને ડી.એસ.સીની ઑનોરિસ કોસા ડિગ્રી એનાયત કરાઈ.

આ દીક્ષાંત સમારોહના મુખ્ય અતિથિ મુહમ્મદ યૂનુસે વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કહ્યું કે આપ આપના જીવનમાં એક નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છો. શિક્ષણ એક વણથંભી, લાંબી અને કષ્ટદાયક યાત્રા છે પરંતુ આ યાત્રા સૌને શીખવે છે કે સમગ્ર વિશ્વને બદલવા માટે આપ કેટલા સક્ષમ બની શકો છો.
પ્રોફેસર યૂનુસ જેમણે માઈક્રોક્રેડિટની સામાજિક નવી શોધના ક્ષેત્રમાં વર્ષ 2006નો નોબેલ શાંતિ પુરસ્કાર અપાયો હતો. કે.આઈ.આઈ.ટી. અને કે.આઈ.એસ.એસ.ના સંસ્થાપક પ્રોફેસર અચ્યુત સામંતે વિદ્યાર્થીઓને પ્રોફેસર યૂનુસનો પરિચય આપતાં કહ્યું કે ‘ત્રણ ઝીરોની દુનિયા’ની કલ્પના કરી છે અને સતત તેના પર કામ પણ કરી રહ્યા છીએ. એટલે કે પહેલો ઝીરો ગરીબી (કોઈ ગરીબ ન રહે), બીજો ઝીરો બેરોજગારી (કોઈ બેરોજગાર ન રહે) અને ત્રીજો ઝીરો શુદ્ધ કાર્બન ઉત્સર્જન (સ્વચ્છ પર્યાવરણ). તેમણે કે.આઈ.આઈ.ટી. ડીમ્ડ વિશ્વ વિદ્યાલયના ઓનર્સ કોસાની ડિગ્રી સ્વીકાર કરવા બદલ પરમ પાવન ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર, ડૉ.મૃત્યુજંય મહાપાત્રા અને શ્રી એસ.કે.ચૌધરીનો આભાર માન્યો.

નોબેલ પુરસ્કાર વિજેતા પ્રોફેસર યૂનુસે કહ્યું કે સમગ્ર વિશ્વમાં આ મહામારીએ લાખો લોકોના જીવન અને તેમની આજીવિકાને નુકસાન પહોંચાડ્યું છે. સંસારના 50 ટકા લોકોને જીવન નિર્વાહ કરવામાં સંઘર્ષ કરવાની સાથે સાથે આ મહામારીએ આપણા તંત્રની નબળાઈઓને પણ છતી કરી છે. વિશ્વને એક નવું સ્વરૂપ આપવાનો આ એક સારો અવસર છે, જે વધુ ન્યાયસંગત, વધુ સમાન અને વધુ કોમળ હશે. આપણી વર્તમાન પ્રણાલી ધનના ધ્રુવીકરણથી ગ્રસ્ત છે કારણ કે સમગ્ર વિશ્વમાં 99 ટકા ધન માત્ર એક ટકા લોકો પાસે છે, જેઓ ખૂબ જ ધનાઢ્ય લોકો છે. સાથે જ તેમણે ગ્લોબલ વોર્મિગ અંગે પણ લોકોને સચેત કર્યા જે નજીકના ભવિષ્યમાં જ આપણા અસ્તિત્વ માટે મોટું જોખમ બની શકે છે. વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે તેઓને ઉદ્યમિતાના વિકલ્પ શોધવાનો આગ્રહ કરતા પ્રોફેસર યૂનુસે કહ્યું કે પોતાની કલ્પના અને શિક્ષણ થકી આખી દુનિયાને એક નવું સ્વરૂપ, નવી રચના પ્રદાન કરી શકો છો.

પોતાના સંબોધનમાં મુખ્ય વક્તા પરમ પાવન ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરે કહ્યું કે શિક્ષણનો ઉદ્દેશ એક મજબૂત વ્યક્તિત્વનું નિર્માણ કરવાનો છે. જે નવા પડકારોને અવસર, વ્યાપકતા અને વિનમ્રતાને હંમેશા શીખવા માટે પરિવર્તિત કરવામાં સામર્થ્યવાન છે. તેમણે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આંતરિક શક્તિ,દૃઢતા,ધૈર્ય અને રચનાત્મકતાના મહત્વને રેખાંકિત કર્યું. આધ્યાત્મિકતા અને વિશ્વ શાંતિના ક્ષેત્રમાં તેમના મહાન યોગદાન બદલ તેઓને ઑનોરિસ કોસા ડી.લિટ.ના સન્માનથી નવાજવામાં આવ્યા હતા. પુરસ્કારમાં ઉલ્લેખ કરાયો છે કે “કોલંબિયા, કોસોવો,ઈરાક, સીરિયામાં સંઘર્ષ ખતમ કરવાના ઉદ્દેશ માટે આપની માનવીય પહેલ માટે દુનિયાના આપની ઋણી છે”

કે.આઈ.આઈ.ટી.એ ડૉ.મૃત્યુંજય મહાપાત્રાને વિજ્ઞાનની સાથે સાથે જીવન બચાવવા માટે વાવાઝોડાની પ્રારંભિક ચેતવણીના ક્ષેત્રમાં શાનદાર યોગદાન માટે ડી.એસ.સી.ની ઑનોરિસ કોસા ડિગ્રીથી સન્માનિત કર્યા. ડૉ.મહાપાત્રા આવી રીતે આ પ્રકારની કુદરતી આફતોમાંથી અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લોકોને બચાવી ચૂક્યા છે.કારણ કે તેઓની સચોટ ભવિષ્યવાણી અક્ષરશઃ સાચી સાબિત થાય છે અને એટલે જ હવે લોકોમાં તેઓ ‘સાઈક્લોન મેન ઑફ ઈંડિયા’ તરીકે પ્રસિદ્ધ છે. તેમની ભવિષ્યવાણી અનેક વાવાઝોડાને લઈને સાચી પડી છે, જેવાં કે 2013માં ફાહલીન, 2014માં હુડહુડ, 2018માં તિતલી, 2019માં ફાની અને 2020માં અમ્ફાન. ભવિષ્યવાણીના કારણે અનેક નાગરિકોના જાન-માલની સુરક્ષા કરી શકાઈ. ડૉ.મહાપાત્રએ પોતાના ભાષણમાં કહ્યું કે આ પુરસ્કાર સમાજમાં વિજ્ઞાનના યોગદાનને એક માન્યતા છે જે વિદ્યાર્થી તથા વિજ્ઞાન સાથે સંકળ્યાલે લોકોને પ્રોત્સાહિત કરશે.

પોતાના ભાષણમાં શ્રી એસ.કે.ચૌધરીએ કહ્યું કે કે.આઈ.આઈ.ટી અને તેની સહયોગી સંસ્થા કે.આઈ.એસ.એસ.એ છેલ્લા બે દાયકામાં શિક્ષણના ક્ષેત્રમાં આશ્ચર્યજનક રીતે અતિ મહત્વનું યોગદાન આપ્યું છે. સમાજ માટે આ પ્રકારની સમર્પિત અને મહાન સેવા કરવા બદલ હું કે.આઈ.આઈ.ટી અને કે.આઈ.એસ.એસ.ના સંસ્થાપકને અભિનંદન આપું છું. શ્રી એસ.કે.ચૌધરીના ઉત્કૃષ્ટ નેતૃત્વ અને પાયાના ક્ષેત્રમાં મહાન યોગદાન બદલ તેઓને ડી.લિટની ઑનોરિસ કોસા ડિગ્રીથી નવાજવામાં આવ્યા હતા. તેમના નેતૃત્વમાં ઈરકૉન ઈંટરનેશનલ લિમિટેડે મોટી છલાંગ લગાવી છે અને મહત્વપૂર્ણ અંતરરાષ્ટ્રીય પદચિન્હો સાથે એક અગ્રણી એન્જિનિયરિંગ અને નિર્માણ સંગઠન બની ગયું છે.

કે.આઈ.આઈ.ટી વિશ્વ વિદ્યાલયના કુલપતિ પ્રોફેસર વેદ પ્રકાશ, પ્રા-કુલપતિ, પદ્મ શ્રી પ્રો.(ડૉ) સુબ્રત કુમાર આચાર્ય, ઉપ-કુલપતિ ડૉ.હૃષિકેશ મોહંતી, ઉપ-પ્રા-કુલપતિ પ્રો.સસ્મિતા સામંત અને રજિસ્ટ્રાર શ્રી જ્ઞાનરંજન મોહંતીએ પણ દીક્ષાંત સમારોહમાં સ્નાતક વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા અને પોતાની શુભેચ્છાઓ પાઠવી.

પોતાના શાનદાર શૈક્ષણિક પ્રદર્શન માટે પ્રખર પ્રિયેશ (બી.ટેક), સૃષ્ટિ રાજ (એમ.ટેક) અને રોશન ઓઝા (બી.ટેક)એ સંસ્થાપક (ફાઉંડર)ના સ્વર્ણપદક જીત્યા. એવી જ રીતે 23 વિદ્યાર્થીઓને કુલપતિ (ચાંસલર)ના સ્વર્ણપદકથી સન્માનિત કરાયા. જ્યારે 28 વિદ્યાર્થીઓને કુલપતિ(ચાંસલર) રજતપદક મળ્યો. પી.કે.બાલ મેમોરિયલ ગોલ્ડ મેડલ, પી.પી.એલ. ગોલ્ડ મેડલ,નાનીવાલા મેમોરિયલ ગોલ્ડ મેડલ અને શ્રી કૃષ્ણ ચન્દ્ર પાંડા મેમોરિયલ ગોલ્ડ મેડલ પણ આ અવસર પર પ્રદાન કરાયા. 95 શોધકર્તાઓને પી.એચ.ડી. ડિગ્રીથી સન્માનિત કરાયા.

November 19, 2020
CIA_Live_Logo_New2.jpg
1min748

ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના નવનિયુક્ત પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા સમેત સુરત ભાજપની સમગ્ર ટીમે સમસ્ત સુરતવાસીઓને દિવાળી અને નવા વર્ષની અનેકાનેક શુભકામનાઓ પાઠવી છે.

ભાજપ, સુરત મહાનગરપાલિકાના પ્રજાજોગ સંદેશમાં નવનિયુક્ત પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરાના નેતૃત્વમાં તમામ સાંસદો, ધારાસભ્યો, મહામંત્રીઓએ સંયુક્ત રીતે સાલમુબારક પાઠવ્યા હતા.

November 15, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5130

કંધમાલ સંસદીય મત વિસ્તારના સાંસદ અને કે.આઈ.આઈ.ટીના સંસ્થાપક પ્રોફેસર અચ્યુતા સામંતા ભારતીય વૉલીબૉલ સંઘ (વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયા (વી.એફ.આઈ.)ના અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા. તેઓ વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાના આ સર્વોચ્ચ પદ માટે ચૂંટાનારા ઓડિશાના પહેલા વ્યક્તિ છે.

હવે પ્રોફેસર સામંતાને ઓલંપિક એસોસિએશન ઑફ ઈન્ડિયાના સભ્ય બનવાનો અધિકાર મળ્યો છે. આ ન માત્ર ઓડિશા વૉલીબૉલ એસોસિએશન માટે એક મહાન સમ્માન છે પરંતુ ઓડિશા માટે પણ ગૌરવની વાત છે. ઓડિશા વૉલીબૉલ એસોસિએશને પ્રોફેસર સામંતાને આ સિદ્ધી માટે અભિનંદન આપ્યા. સાથે જ ભવિષ્યમાં કરવામાં આવનાર પ્રયાસો માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે. પ્રોફેસર સામંતા ઉપરાંત પંજાબના રાજ કુમારને કાર્યકારી ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરાયા છે. જ્યારે 9 અન્યને વી.એફ.આઈ. (વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયા)ના ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરાયા છે.

રાજસ્થાનના અનિલ ચૌધરી વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાના મહાસચિવ તરીકે બિનહરીફ ચૂંટાયા. નવી ચૂંટાયેલી આ બોડીનો કાર્યકાળ 2020થી 2024 સુધી છે. પ્રોફેસર સામંતાએ તેઓને અધ્યક્ષ તરીકે ચૂંટવા બદલ વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાનો આભાર માન્યો. પ્રોફેસર સામંતાએ કહ્યું કે તેઓ વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાને એક નવી ઉંચાઈઓ પર પહોંચાડવા પ્રયાસ કરશે

November 14, 2020
CIA_Live_Logo_New2.jpg
1min4840

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ તરફથી મેમ્બર્સ માટે સ્વાસ્થય રત્ન યોજના લોંચ કરી દેવામાં આવી છે. આ યોજના અંતર્ગત જીજેઇપીસીના મેમ્બર્સ અને કર્મચારીઓ માટે ગ્રુપ મેડીક્લેમ સમેત અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

સત્વરે જીજેઇપીસીના મેમ્બર બનો, આજે જ સંપર્ક કરો

November 14, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5030

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સંસ્થા, સુમુલ ડેરી તરફથી સર્વે ગુજરાતીજનોને દિવાળીની શુભેચ્છાઓ. એક સંદેશમાં સુમુલ ડેરી તરફથી તમામને હાલ કોરોના કાળ દરમિયાન આયુ-આરોગ્યમા અભિવૃદ્ધિ થાય એવુ શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

November 14, 2020
CIA_Live_Logo_New2.jpg
1min4690

સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના તમામ સભ્યો, પરિવાર વતી પ્રમુખ શ્રી કનૈયાલાલ કોન્ટ્રાક્ટર તથા સેક્રેટરી શ્રી હિતેશભાઇ પટેલ તમામને દિપાવલી અને નવા વર્ષની અનેકાનેક શુભેચ્છાઓ પાઠવે છે.

સર્વેના સ્વાસ્થયપ્રદ નવુ વર્ષ સફળતાપૂર્ણ નિવડે તેવી શુભકામનાઓ

November 14, 2020
CIA_Live_Logo_New2.jpg
3min5310
Students of Yash Overseas

હાલ ના સંજોગહાલમાં NEET રીઝલ્ટ ખૂબ જ મોડું આવ્યું અને એડમિશન પ્રોસેસ હાલ માં શરૂ છે પરંતુ MBBS evergreen field હોવા છતાં COVID પછી MBBS ની ખૂબ જ માંગ વધી છે તેથી વિદેશ માં MBBS કરવા જતાં હતાં પરંતુ હવે વધારે વિદ્યાર્થીઓ જાય છે અને એ માટે ની પ્રવેશ પ્રક્રિયા લગભગ પૂર્ણ થવાની તૈયારીમાં છે ત્યારે જો  તમે બારમા ધોરણમાં BIOLOGY લીધું હોય અને NEETમાં તમે qualify  થયા હો તો તમે વિદેશ ના અભ્યાસક્રમો માટે માહિતી મેળવી અને ત્યાં ભણવા હજી પણ જઈ  શકો છો એ પણ વર્ષ બગડ્યા વગર.

* How to selectCountry ..મુખ્યત્વે વિદ્યાર્થીઓ ફિલીપાઇન્સ ,રશિયા, ukraine જેવા દેશમાં ભણવા જતા હોય છે પરંતુ તેની સઘળી માહિતી જો મેળવવી હોય અને છેક સુધી ની મુસાફરી માં સાથ ઈચ્છતા હો તો તમે યશ ઓવરસિસ નો સંપર્ક કરી  માહિતી મેળવી શકો છો

* About  Yash Overseas✓ વિદેશમાં મેડિકલ પ્રવેશ માટે 2010 થી યશ  વિદેશ શિક્ષણ સલાહકાર કંપની છે અને ISO પ્રમાણિત કંપની✓ યશ ની ઓફીસ અમદાવાદ, નાગપુર, સુરત, વડોદરા, લાતુર, મનીલા-ફિલિપાઇન્સ, UFA , રશિયા માં આવેલી છે. 

✓ Yash overseas એ વિવિધ દેશોમાં ઘણા વિદ્યાર્થીઓને તબીબી અભ્યાસ માટે મોકલ્યા છે અને સ્નાતક થઈ અને પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે.

✓ ઘણી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે પ્રોસેસિંગ ફી નથી

✓ યુનિવર્સિટીઓ સાથે સીધો સંપર્ક છે 

✓ USMLE & FMGE(MCI) માટે વિવિધ સ્તરે માર્ગદર્શન અને કોચિંગ મળે આપે છે

✓ સંપૂર્ણ કોર્સ દરમ્યાન સતત  સેવા અને સપોર્ટ આપે છે

✓ Yash overseas એ વૈશ્વિક કંપની છે જેમાં વિશ્વભરના ક્લાયન્ટ છે

*વિદેશમાં અભ્યાસ કરવાના ફાયદા

  • ✓ ભારત કરતાં ઓછી ફી
  • ✓ MBBS સાથે USMLE અને NEXT ની તૈયારી  પણ કરાવે છે જેથી ભારત આવી ને પરીક્ષા આપી ડોકટર તરીખે પ્રેક્ટિસ કરી શકાય
  • ✓ 15 લાખ સુધીની લોન ગુજરાત ગવર્મેંટ તરફથી માત્ર ચાર ટકાના વ્યાજે મળી શકે
  • ✓ હોસ્ટેલ તથા રહેવા-જમવાની સુવિધા
  • ✓ અપડેટ અભ્યાસક્રમ તથા real body પ્રેક્ટીકલ ના કારણે જ્ઞાન માં વધારો
  • ✓ MBBS કર્યા પછી વિદેશમાં બાયોલોજીના અલ અલગ અલગ વિષયો માં માસ્ટર્સમાં પણ જઈ શકાય
  • ✓ ભારત માંથી અથવા બહારથી MBBS કર્યા પછી 2022 પછી પ્રેક્ટિસ કરવા માટે બધાએ એક સરખી પરીક્ષા આપવાની જોગવાઈ ના કારણે ભારતની બહાર કે ભારતમાં ભણવાનું MBBS કરવાનું એકસરખું જ ગણાય અને બહાર જવાની અને સ્વપ્ન પુરા કરવાની માંગ વધી છે.

USA અથવા UK સિલેબસ પસંદ કરવાં અને તેનું જ્ઞાન મેળવવા અને  કોઇ પણ જાતના છુપા ખર્ચ વગર ભણવા &  માર્ગદર્શન મેળવા Yash Overseas ની મુલકાત લૉ.

હાલ માં Yash Overseasનેશનલ ગ્રુપ માં કાર્યરત્ છે.મળોનેશનલ ગ્રુપ ( Since 1998 )

National Group,

407-409, Aagam Emporio | Nr.J H Ambani School BRTS bus stop | University road | Vesu, Surat????- +91 70460 66039

November 11, 2020
cia_society-1280x880.jpg
2min5120

કોરોના સંકટથી ઉગારવા માટે હંમેશા લોકોની પડખે ઉભી રહી છે ‘કિટ’ કુદરતી આફતોના સમયે લોકોની પીડા દૂર કરવા અથવા તેના પર કાબૂ મેળવવા માટે કલિંગા ઈંસ્ટિટ્યૂટ ઑફ ઈંડસ્ટ્રિયલ ટેકનોલોજી (કેઆઈઆઈટી) ભુવનેશ્વર અને તેની સહયોગી સંસ્થા કલિંગા ઈંસ્ટિટ્યૂટ ઑફ સોશલ સાઈંસેસે પોતાના સંસ્થાપક પ્રોફેસર અચ્યુતા સામંતના અથાક પ્રયાસોના કારણે આ વખતે પણ કોવિડ-19 મહામારીમાં પણ ઉમદા કાર્ય કર્યું..

કોવિડ-19ના પ્રકોપથી ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત લોકો સુધી પહોંચવામાં અને યોગ્ય સારવાર માટે શક્ય તમામ પ્રયાસ કરાઈ રહ્યા છે. સાથે જ તેના પર સતત કામગીરી પણ ચાલી રહી છે. એ જગજાહેર છે કે કિટ ડીમ્ડ વિશ્વવિદ્યાલય એક પ્રસિદ્ધ સંસ્થા છે. આ સંસ્થા ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત પણ છે.

દેશના અનેક રાજ્યની સાથે સાથે 50 જેટલા દેશોના અંદાજે 30 હજાર વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અહીં અભ્યાસ કરે છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે કિટની જ સહયોગી સંસ્થા કિશ 30 હજારથી વધુ આદિવાસી બાળકોને ભણાવે છે. જે દેશની એકમાત્ર આદિવાસી વિશ્વ વિદ્યાલય છે. આ બાળકોમાં માત્ર ઓડિશાના જ નહીં પરંતુ પાડોશી રાજ્ય છત્તીસગઢ,ઝારખંડ અને નોર્થ ઈસ્ટના બાળકોનો પણ સમાવેશ થાય છે.

કિશ સંસ્થાની ખાસિયત એ છે કે અહીં બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે. આ નિવાસી વિશ્વ વિદ્યાલય છે. કોરોનાના કારણે જ્યારે સંપૂર્ણ લોકડાઉનના એંધાણ જણાયા ત્યારે સંસ્થાપકે આ તમામ બાળકોને સુરક્ષિત રીતે પોત-પોતાના ઘરે પહોંચાડી દીધાં. આખાયે લોકડાઉન દરમિયાન આ તમામ બાળકોને ભણતરને કોઈપણ પ્રકારનું નુકસાન ન થયું, કારણ કે કિટ દેશની પહેલી એવી સંસ્થા છે જે પોતાના તમામ બાળકોને ઓનલાઈન ઘર બેઠા શિક્ષણ આપી રહી છે, જે અવિરત ચાલી રહ્યું છે. કંઈક આવી જ રીતે કિશ સંસ્થાના બાળકો માટે કલિંગ ટેલિવિઝનના માધ્યમથી ઈ-લર્નિંગ ક્લાસનું દરરોજ સંચાલન થાય છે.

બાળકો વોટ્સએપના માધ્યમથી સતત શિક્ષકોના સંપર્કમાં રહે છે. પોતાના પ્રોજેક્ટ ઉદય અંતર્ગત ઓડિશાના 6 સૌથી પછાત જિલ્લા રાયગડા,મલકાનગિરી,કંધમાલ,બલ્લાન્ગ્ગિર, કોરાપુટ અને ગજપતિ જિલ્લાના લોકોમાં કોરોના મહામારી અંગે જાગૃત અભિયાન ચલાવાયુ. જેમાં 2 ગજની દૂરી, માસ્ક પહેરવા, હંમેશા હાથ ધોવા અને પોતાની આસપાસ કાયમી સ્વચ્છતા જાળવી રાખવાની માહિતી અપાઈ. આ પરિયોજનામાં 500થી વધુ સ્વયંસેવકો આ જિલ્લાઓના 220થી વધુ ગામોમાં સ્વસ્છતા અભિયાન ચલાવી રહ્યા છે. જો ઓડિશાની વાત કરવામાં આવે તો કોવિડ-19 વિરૂદ્ધ આ અભિયાનની આગેવાની કિટની જ એક મહત્વપૂર્ણ સહયોગી સંસ્થા કિમ્સ એટલે કે કલિંગા ઈંસ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાઈંસ જે એક મેડિકલ કોલેજ છે. આ સંસ્થા ઓડિશા સરકારના સહયોગથી કોરોના દર્દીઓ માટે 50 ક્રિટિકલ કેયર બેડ્સ સહિત 500 બેડવાળું ભારતનું પહેલું આધુનિક સ્વયંચાલિત સુવિધા કેન્દ્ર સ્થાપિત કર્યું.

કિટ વિશ્વ વિદ્યાલયે ઓડિશાના કંધમાલ,બલાંગ્ગિર અને મયૂરભંજ જિલ્લામાં 200 બેડવાળી 3 વિશિષ્ટ હોસ્પિટલ સ્થાપિત કરી. કોરોના મહામારીની આ વિકટ પરિસ્થિતિ છતાં આટલા ઓછા સમયમાં સમર્પિત હોસ્પિટલના નિર્માણથી તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી ખૂબ જ પ્રશંસા પણ મળી છે. ભારત સરકારે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા ઔદ્યોગિક તાલિમ સંસ્થા સહિત ભારતના અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે કિટ સ્કૂલ ઓફ બાયોટેક્નોલોજી અંતર્ગત કિટ સાથે એક ઘટક કિટ ટેકનોલોજી બિઝનેસ ઈનક્યૂબેટરને (KIIT-TBI) કોવિડ-19 સંકટ સાથે યુદ્ધ વિસ્તાર કેન્દ્ર કવચ માટે માન્યતા અપાઈ છે.

પૂર્વ અને પૂર્વોત્તરમાં આ કાર્યક્રમનો અમલ કરવા માટે KIIT-TBI સ્વયં જવાબદાર છે. કોવિડ-19 મહામારી ન માત્ર એક વૈશ્વિસ સ્વાસ્થ્ય સંકટ છે પરંતુ લાંબા સમય સુધી લોકડાઉન અને લાખો લોકોની આજીવિકાના કારણે આ એક ગંભીર માનવીય સંકટનો જન્મદાતા પણ છે. આ કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોના બાળકોને માનવતાની દ્રષ્ટિએ કિટ અને કિશ સંસ્થા દ્વારા મફતમાં શિક્ષણ અપાશે. આ સુવિધા બે શૈક્ષણિક વર્ષ 2020-2021 અને 2021-2022 માટે ઉપલબ્ધ થશે. મદદ માટે હાથ લંબાવતા આ સંસ્થા એવા લોકોને ઉપયોગી બની રહી છે જેઓ લોકડાઉન વધારવાના કારણે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે..

કોરોના મહામારીના કારણે ઝૂંપડીઓમાં રહેતા વંચિત લોકો, ફસાયેલા શ્રમિકો અને કન્ટેન્મેન્ટ ઝોનમાં રહેતા અંદાજે 3 લાખથી વધુ લોકોને ખાદ્ય સામગ્રી અને આવશ્યક વસ્તુઓનું વિતરણ કરાયું..

સાથે જ અસ્થાયી રહેઠાણ પણ પૂરું પડાયું. લોકડાઉન દરમિયાન પોતાની મહેનત અને તત્પરતાના કારણે કિટ વિશ્વવિદ્યાલય રાજધાની ભુવનેશ્વર, પૂરી અને કટક જિલ્લામાં ડ્યૂટીમાં તૈનાત પોલીસકર્મીઓને ભોજન પહોંચાડવાની સફળ પહેલ કરી. ઓડિશા અને આસપાસના રાજ્યમાં ફસાયેલા સેંકડો શ્રમિકો અને કર્મિઓની સ્વદેશ પરત લાવવા માટે કિશ વિશ્વવિદ્યાલયે અમેરિકી દૂતાવાસ સાથે મળીને અત્યંત પ્રશંસનીય કામગીરી કરી. અન્ય સામુદાયિક ગતિવિધિઓ અંતર્ગત ઓડિશાના ચંદ્રગિરી વિસ્તારમાં તિબ્બતી લોકો અને જિરાંગમાં પદ્મસંભવ મઠમાં એક મહિનાનો અન્ન પૂરવઠો કરાયો હતો. સાથે જ ચંદ્રગિરીમાં બે વૃદ્ધાશ્રમ ગોદ લેવાની જોગવાઈ કરાઈ. હાલના દિવસોમાં કિસ વિશ્વ વિદ્યાલય જિરાંગમાં એક હોસ્પિટલનો સહયોગ કરી રહી છે. અને સ્વાસ્થ્યકર્મીઓને પીપીઈ કિટ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. ઉપરાંત કિટ અને કિશ વિશ્વ વિદ્યાલય કંધમાલ જિલ્લાના 40થી વધુ અનાથાલય, વૃદ્ધાશ્રમ અને કુષ્ઠસેવા આશ્રમમાં રોકડ મદદ ઉપરાંત કરિયાણુ પૂરું પાડે છે. રાજધાની ભુવનેશ્વરના અંતરિયાળ વિસ્તારોમાં કિટ અને કિશ સંસ્થા જરૂરિયાતમંદ લોકોની વહારે આવી તેઓને ભોજનની સામગ્રી ઉપરાંત જરૂરી ચીજ વસ્તુઓ આપે છે.

કિટ અને કિશ સંસ્થા દેશના જાણિતા ઉદ્યોગપતિ અજીમ પ્રેમજીની મદદથી ઓડિશાના ભુવનેશ્વર અને રાયગઢા જિલ્લામાં કિન્નર સમુદાય માટે રાશન અને જરૂરી સામાનનું વિતરણ પણ કરે છે. કિટ અને કિશ વિશ્વવિદ્યાલય પરિસરની આસપાસના વિસ્તારમાં બંદર,પશુ-પંખી તથા પ્રાણીઓને બિસ્કિટ, ફળ, સબજી અને અન્ય ખાદ્ય સામગ્રી વહેંચવા માટે એક ટીમ બનાવી છે. જે દરરોજ પ્રાણીઓને ભોજન ખવડાવે છે. આ ટીમ પરિસરની આપસાસ જંગલની ઝાડીઓમાં રહેતા 140 જેટલા મોરની પણ સારસંભાળ કરે છે. પૂરી, ભુવનેશ્વર અને કટક જિલ્લામાં 10 ગૌશાળામાં આર્થિક સહાય પણ કરે છે..

કોવિડ-19 મહામારી વર્તમાન સમયમાં એક ગંભીર વિશ્વસ્તરીય સ્વાસ્થ્ય સંકટ છે અને પડકારજનક છે. મહમારીએ અર્થવ્યવસ્થાને મોટો ઝટકો આપ્યો છે. મોટા ભાગના દેશો આર્થિક મંદીમાં ઘેરાયા છે. મહામારી એક પ્રકારે માનવ કર વસૂલી રહી છે. કિટ અને કિશના સંસ્થાપક ડૉ.અચ્યુતા સામંતનું કહેવું છે કે ‘કોરોના કાળમાં અમારો આ નાનકડો પ્રયાસ વિશાળ સમુદ્રમાં એક ટીપાં બરાબર છે, જ્યારે અમારો ઉદ્દેશ એ તમામ ચહેરાઓ પર મુસ્કાન લાવવાનો છે જ્યાં સુધી પહોંચી શકીએ. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણે એકજૂથ બનીને આ ગંભીર મહામારીના સંકટને હટાવીશું’

November 11, 2020
CIA_Live_Logo_New2.jpg
5min556

ધોરણ 12 પછી વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર ડિગ્રી માટે નો ક્રેઝ વધી રહ્યો છે. હાલ માં બધી કોલેજ અને યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર બ્રાન્ચ માં જગ્યા નથી ત્યારે ભારતના જ ખર્ચે વિદેશમાં ભણવા ની તક આપતો AUPP Pathway ભણવા, કમાવાવ અને સ્થાઈ થવા માટે ખુબ જ લાભ કારક છે.

ધોરણ 12 સાયન્સ કોમર્સ માં પાસ થયેલા વિદ્યાર્થીઓ ને હાલમાં કોમ્પ્યુટરની ખૂબ જ વધારે ડિમાન્ડ હોવાથી ભારતની બહાર ભણવા જવાની સરસ તક AUPP Pathway નો BIT ( Bachelor in Information Technology) પ્રોગ્રામ આપી રહ્યો છે જેમાં પ્રથમ વર્ષ ભારતમાં રહી ભણી શકાય અને અભ્યાસ ક્રમ નું બીજું અને ત્રીજું વર્ષ વર્લ્ડ ક્રમાંક 500 ની અંદર આવેલી Western Sydney University (WSU)  કરી શકાય અને ડિગ્રી Western Sydney University દ્વારા એનાયત કરવામાં મા આવશે.

જેથી કરોના ના કારણે સમય અને પૈસાની બચત થઈ શકે અને ડાયરેક્ટ Bachelor Degree કરવા જનારા વિદ્યાર્થીઓ ને મળતા તમામ લાભો જેવા કે વર્ક પરમિટ,TR, PR  ના લાભ સરખા હોવા થી તે પણ મેળવી શકાય તો એડમિશન મેળવવાની છેલ્લી તારીખ ખૂબ જ નજીક હોવાથી તાત્કાલિક AUPP સેન્ટર નો સંપર્ક કરવો.

Benifit of AUPP Bachelor Degree Pathway Programme 

Courses Available 

  • ✓ Bachelor in Leadership  Management 
  • ✓ Bachelor in IT (BIT) with many specialisation 
  • ✓ 1st year in Surat & finish Degree ( 2nd & 3rd year) in Australia or NZ 
  • ✓ 1st International degree to 1st international Job
  • ✓ World recognize degree 
  • ✓ Bachelor Degree fromTop rank & Public University
  • ✓ Study-Save-Settle
  • ✓ 2 years work permit (TR)  in Australia & 3 years in NZ
  • ✓ Indian cost & Australian syllabus during 1st year
  • ✓ Zero cost and saving degree
  • ✓ Chance for 2019 & 20 pass out 
  • ✓ Group travelling 
  • ✓ Save time & money 
  • ✓ IELTS/PTE not required for 1st year

Note –

We have vocational courses leading to Bachelor Degree also and IELTS required is 5.5 band only

Please visit AUPP Surat Centre 

  • National Group,
  • 407-409, Aagam Emporio |
  • Nr.J H Ambani School BRTS bus stop |
  • University road |
  • Vesu, Surat
  • Mail- info@nationalgroupindia.org

આજે કમ્પ્યુટર ટેક્નોલોજીનું ફિલ્ડ એ વિશ્વવ્યાપી અને સાર્વત્રિક બની ચૂક્યું છે. મેડીકલ, એન્જિનિયરિંગ કે કોમર્સનો અભ્યાસ કરો, પહેલા બધા જ કોર્સમાં કમ્પ્યુટર ટ્રેનિંગ, આઇ.ટી. ટ્રેનિંગ આવશ્યક છે. અને કોવીડ-19 પેન્ડેમિક બાદ હવે શક્ય એટલી તમામ કાર્યવાહીઓ ઓનલાઇન થઇ રહી છે ત્યારે કમ્પ્યુટર ફિલ્ડમાં કરીયર બનાવવું એટલે ગ્લોબલ કરીયર સાથે નાતો જોડવા બરાબર છે.

ધોરણ 12 ના વિદ્યાર્થીઓએ જો કોમ્પ્યુટર ફિલ્ડમાં જવું હોય તો ભારતમાં ભણવા માટે જે ખર્ચ થાય તેટલા જ ખર્ચમાં વિદેશમાં ભણવાની તક મેળવી શકે છે.

AUPP Pathway Programme for 12th std

  • Bachelor in Leadership Management &
  • Bachelor in IT

1st year in India & finish Degree ( 2nd & 3rd year) in Australia or NZ 1st International degree to 1st international Job

World recognize degree 

Bachelor Degree from Top rank & Public University

Federation University

  • Western Sydney University…
  • word rank in 500 Or
  • Low cost fees …
  • Study-Save-Settle
  • 2 years work permit (TR)  in Australia &
  • 3 years in NZ
  • Indian cost & Australian syllabus during 1st year
  • Zero cost and saving degree
  • Chance for 2019 & 20 pass out Group travelling Save time & money IELTS/PTE not required for 1st year

AUPP Surat, National Group,

407-409, Aagam Emporio |Nr.J Ambani School BRTS bus stop |University road|Vesu, Surat-395007

Contact- 93 77 88 00 93