CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 21 of 51 - CIA Live

June 4, 2021
Tokyo-2020-Olympics.png
1min449

વિશ્વમાં કોરોના વાયરસ (COVID-19)નો કહેર વધ્યો છે. અનેક દેશોમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની છે અને કોરોના કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. જાપાનમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે જાપાનમાં ૨૩ જૂન સુધી ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. આ દરમિયાન જાપાનના ટૉક્યોમાં યોજાનારી ઑલિમ્પિક્સને લઈને ત્યાંની સરકાર તેમજ લોકો વચ્ચે વિખવાદ વધી રહ્યો છે. જાપાનના મોટા ભાગના લોકો ઈચ્છતા નથી કે, કોરોના સંક્રમણ વચ્ચે ઓલિમ્પિકનું આયોજન થાય. ત્યારે જ જાપાનની ઑલિમ્પિક્સ કમિટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. કારણકે ઑલિમ્પિક્સના ૧૦,૦૦૦ વૉલેન્ટિયરે રાજીનામું આપી દીધું છે.

ટૉક્યો ઑલિમ્પિક્સનું આયોજન એક વર્ષ પહેલા થવાનું હતું પરંતુ કોરોના વાયરસને કારણે તે લંબાવવામાં આવ્યું હતું. હવે ૨૩ જૂલાઈથી જાપાનમાં ટૉક્યો ઑલિમ્પિક્સનું આયોજન થવાનું છે. પરંતુ કોરોનાના વધતા કેસને કારણે ફરી આયોજન પર સવાલો ઉઠી રહ્યાં છે. એવામાં ૧૦,૦૦૦ વૉલેન્ટિયરે રાજીનામું આપતા વધુ પ્રશ્નો થઈ રહ્યાં છે.

એક ન્યુઝ એજન્સીના અહેવાલ પ્રમાણે, ટૉક્યો ઑલિમ્પિક્સના આયોજન પર પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે. કુલ ૮૦,૦૦૦ વૉલેન્ટિયર ઑલિમ્પિક્સમાં સેવા આપવાના હતા પણ આ પૈકીના ૧૦,૦૦૦ લોકોએ પોતાના નામ પાછા ખેંચી લીધા છે. આ પૈકીના મોટાભાગનાનું કહેવું છે કે, અમે કોરોનાના સંક્રમણથી ચિંતિત છે. તો કેટલાકનું કહેવું છે કે, અમે રમતના આયોજનના વિરોધમાં રાજીનામા આપ્યા છે.

જાપાનની ઑલિમ્પિક્સ કમિટીનું કહેવું છે કે, ૧૦,૦૦૦ લોકોએ રાજીનામા આપ્યા છે તેનાથી આયોજન પર અસર નહીં પડે.

May 31, 2021
briton_pm.jpg
1min408

 બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને પ6 વર્ષની ઉંમરે શનિવારે 33 વર્ષિય ગર્લફ્રેન્ડ કૈરી સાઈમંડ્સ સાથે ગુપચુપ લગ્ન કરી લીધા હતા. મીડિયા અહેવાલ અનુસાર વડાપ્રધાને જે યુવતી સાથે લગ્ન કર્યા છે તે ઉંમરમાં ઘણી નાની છે બંન્ને વચ્ચે ઉંમરમાં ર3 વર્ષનું અંતર છે બંન્ને વર્ષ ર019થી લિવ ઈનમાં રિલેશનમાં હતા. કૈરીએ ગત એપ્રિલમાં એક પુત્રને જન્મ આપ્યો હતો.

વડાપ્રધાન કાર્યાલયના પ્રવકતાએ આ લગ્ન વિશે તથા મીડિયા અહેવાલો પર ટિપ્પણી કરવા ઈન્કાર કર્યો હતો. બ્રિટનના ટોચના બે મીડિયાએ વડાપ્રધાન બોરિસે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યાના અહેવાલ પ્રસિદ્ધ કર્યા છે. જે મુજબ લગ્ન સમારોહમાં છેલ્લી ઘડીએ મહેમાનોને આમંત્રિત કરાયા હતા. ત્યાં સુધી કે વડાપ્રધાનના નજીકના વરિષ્ઠ લોકોને પણ કાનોકાન ખબર ન હતી. કોરોનાને કારણે નિયમાનુસાર બંન્ને પરિવારના માત્ર 30 મહેમાનોની ઉપસ્થિતીમાં સમારોહ યોજાયો હતો.
બોરિસ અગાઉ બે વખત છૂટાછેડા અને લગ્નેતર સંબંધો મામલે વિવાદમાં આવી ચૂકયા છે તથા તેમના પોતાના પક્ષે તેમને ખોટું બોલવા બદલ પોલીસી ટીમમાંથી સસ્પેન્ડ કર્યા હતા.

May 28, 2021
flight1.jpg
1min391

કોરોના વાઇરસને કારણે લોકો 30 જૂન સુધી વિદેશ પ્રવાસ નહીં કરી શકે. સિવિલ એવિએશન ડિરેક્ટોરેટ જનરલ (ડીજીસીએ) એ હાલમાં જે પ્રતિબંધ લાગુ છે તેને એક મહિના માટે લંબાવ્યો છે. ગયા વર્ષથી, વિદેશી ફ્લાઇટ્સના આગમન અને દેશમાંથી વિદેશી ફ્લાઇટ્સના પ્રસ્થાન પર પ્રતિબંધ છે. રોગચાળાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જો કે ડીજીસીએએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય તમામ આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઇટ્સ પર લાગુ થશે નહીં. ઉપરાંત, ડીસીજીઆઈએ જે ફ્લાઇટની છૂટ આપી હશે તેની પર પણ આ નવી જાહેરાતનો અમલ નહીં થાય.  ડીજીસીએએ તેના નવા આદેશમાં જણાવ્યું છે કે, “26-06-22020ના હુકમમાં આંશિક સુધારો કરીને, અધિકારીએ તથા ​​આંતરરાષ્ટ્રીય મુસાફરો સેવાઓ સંદર્ભે ઉપરોક્ત વિષય પર જાહેર કરેલા પરિપત્રની માન્યતા આપી છે. આમ તે સર્ક્યુલર હવે 30મી જૂનની મધરાત સુધી લંબાઇ ગયું છે

ડીજીસીએએ જણાવ્યું છે કે કેસના આધારે અધિકારી દ્વારા નક્કી કરાયેલા રૂટ્સ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને મંજૂરી આપવામાં આવી શકે છે.  કોરોના વાઇરસના બીજા વેવને કારમે કારણે દેશમાં ખૂબ વિનાશ થયો છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી કેસ ઘટી રહ્યા છે. કોરોનાના નવા કેસિઝ આજે બહાર આવ્યા છે જે છેલ્લા 44 દિવસમાં સૌથી ઓછા છે. આજે દેશમાં 1.86 લાખ નવા કેસ મળી આવ્યા છે. હાલમાં સક્રિય કેસની સંખ્યા 23,43,152 છે. છેલ્લા 24 કલાકમાં, રોગચાળાને કારણે 3660 લોકોનાં મોત નીપજ્યાં.

 ડીજીસીએ દ્વારા તાજેતરમાં કોવિડને કારણે ચેતવણી આપી હતી  કે જો કોઇ મુસાફર Covid -19 ના પ્રોટોકોલનું પાલન નહીં કરતો હોય તો તેને સચેત કરવો પણ જો તેનો વહેવાર ન સુધરે તે નિયમોનું પાલન ન કરે તો તેને સુરક્ષા બળને સોંપી દેવો. જો જરૂર પડે તો આવા મુસાફર સામે કાયદેસરની કાર્યવાહી પણ થઇ શકે છે. સીઆઈએસએફ અને પોલીસ અધિકારીઓ જે હવાઇમથકોની સુરક્ષામાં તૈનાત છે તેમને પણ આદેશ આપવામાં આવ્યો હતો કે જો મુસાફરો ફેસ માસ્ક લગાવ્યા વગર હાજર થાય તો તેમને પ્રવેશ ન આપવો.

May 22, 2021
hamas.jpg
1min461

ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસ વચ્ચે 11 દિવસની લોહિયાળ લડાઈનો આખરે અંત આવ્યો છે. અમેરિકા અને ઈજિપ્તની મધ્યસ્થી બાદ બંન્નેએ શત્રો મ્યાન કરી યુદ્ધવિરામનું એલાન કર્યુ છે. ગુરૂવારે મોડી સાંજે સીઝ ફાયર અંગે સમજૂતી થઈ અને શુક્રવારે વહેલીસવાર ર વાગ્યાથી બંન્ને તરફથી એક પણ હુમલો કરાયો નથી.

ઈઝરાયલ અને હમાસ વચ્ચે 11 દિવસ સુધી ચાલેલી લડાઈમાં 6પ બાળકો સહિત ર3ર પેલેસ્ટાઈનીઓએ જીવ ગુમાવ્યો તો ઈઝરાયલમાં 1ર લોકોના મૃત્યુ થયા છે. કુલ 1900 લોકો ઘવાયા હતા. 1.ર0 લાખ લોકોએ હિજરત કરવી પડી હતી. હમાસે 11 દિવસમાં ઈઝરાયલ ઉપર 4300 રોકેટ વરસાવ્યા તો ઈઝરાયલે પણ સતત હવાઈ હુમલા કર્યા હતા. અમેરિકા અને રશિયાએ જો સંયમ ન દાખવ્યો હોત તો આ લડાઈ વિશ્વયુદ્ધમાં પલટાઈ જવાનો ખતરો હતો.

May 11, 2021
us_pipeline.jpg
1min446

તા.10મી મે 2021ના રોજ અમેરિકાની ઓઇલ પાઇપલાઇન પર થયેલા સાઇબર હુમલાને કારણે અમેરીકામાં રાષ્ટ્રપતિએ ઇમરજન્સીની ઘોષણા કરી હતી એટલું જ નહીં પણ અમેરિકાની ઓઇલ પાઇપલાઇન ઠપ કરી દેવાઇ હતી. આજે તા.11મી મે 2021ના રોજ અમેરિકામાં ઓઇલ પાઇપલાઇન પર સાઇબર એટેકના બીજા દિવસે વિશ્વભરમાં ઓઇલના ભાવોમાં ઉછાળો નોંધાયો હતો.

અમેરિકાની 8850 કિ.મી. લાંબી સૌથી મોટી તેલ પાઈપલાઈન પર સાયબર હુમલો થતાં ભારત સહિત દુનિયાભરમાં પેટ્રોલ, ડીઝલની કિંમતો વધવાની ભીતિ સર્જાઈ છે.

આ પાઈપલાઈનથી દરરોજ 25 લાખ બેરલ ઈંધણ અપાય છે. ફ્યુઅલ ઓપરેટર ‘કોલોનીઅલ પાઈપલાઈન’ દ્વારા સાયબર હુમલો થયા બાદ આખું નેટવર્ક બંધ કરી દેવાયું હતું.
પાઈપલાઈનની સુવિધા ફરીથી કાર્યરત કરવા માટેની કવાયત હાથ ધરાઈ હતી.
સાયબર હુમલા બાદ સોમવારે બ્રેંટ ક્રૂડ અને ડબલ્યુટીઆઈ ક્રૂડની કિંમતોમાં તેજી આવવા માંડી હતી.

દરમ્યાન અમેરિકાએ તાકીદે એક કાયદો પસાર કર્યો છે જેના હેઠળ ઈંધણને સડક માર્ગે લઈ જવાના નિયમોમાં છૂટ અપાય છે.

ઉલ્લેખનીય છે કે કાચા તેલની કિંમતોમાં એક ડોલરની તેજી આવે તો ભારતમાં પેટ્રોલના ભાવ લિટરે 55 પૈસા, ડીઝલના ભાવ 60 પૈસા વધે છે.

આ સાયબર હુમલાની ચિંતાજનક ઘટનાનાં પગલે દુનિયાભરના દેશોમાં તેલની કિંમતોમાં બેથી ત્રણ ટકાનો વધારો આવી શકે છે તેવી ભીતિ તજજ્ઞોએ વ્યક્ત કરી હતી.

જાણકારોના જણાવ્યાનુસાર આ હુમલા બાદ ડબ્લ્યુટીઆઈ 68 ડોલર અને બ્રેંટ ક્રૂડ 73 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે.

April 27, 2021
Oscars.jpg
1min502

૯૩માં અકાદમી એવૉર્ડ્સમાં નોમેડલેન્ડને સર્વશ્રેષ્ઠ ફિલ્મ માટે ‘ઑસ્કાર એવૉર્ડ’ આપવામાં આવ્યો હતો. આજ ફિલ્મના ડિરેકટર ક્લો ઝાઓને સર્વશ્રેષ્ઠ ડિરેકટર માટે પસંદ કરવામાં આવ્યા છે. આ જ ફિલ્મ માટે ફ્રાન્સીસ મેકડોર્માન્ડ ‘બેસ્ટ એસ્ટ્રેસ એવૉર્ડ’ જીત્યા છે. મેકડોર્માન્ડનો ફાર્ગો અને ‘થ્રી બીલબોર્ડ્સ આઉટસાઈડ એબિંગ મિસૂરી’ પછી આ ત્રીજો એવૉર્ડ મળ્યો છે.

પીઢ અભિનેતા એન્થની હોપિક્ધસને ‘ધ ફાધર’ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવૉર્ડ મળ્યો છે. હોપક્ધિસે ઓસ્કાર એવૉર્ડ સમારંભમાં હાજરી આપી ન હતી.

ભારતીય અભિનેતા ઈરફાન ખાન અને કોસ્ચ્યૂમ ડિઝાઈનર ભાનુ અથૈયાને ‘ઈન મેમોરિયમ’ સેગમેન્ટમાં સન્માન આપવામાં આાવ્યું હતું.

ગત એક વર્ષમાં દુનિયામાંથી એક્ઝિટ કરી ગયેલા ઈરફાન ખાન, ભાનુ અથૈયા, ચાડવિક બોઝમેન, સીન કોનોરી, ક્રિસ્ટોફર પ્લમર, ઓલિવિયા હેવિલેન્ડ, કર્ક ડગ્લાસ, જ્યોર્જ સેગલ, ડિરેકટર કોમ-કી-ડક, મેક્સ વૉન, લિડો વિગેરેને અંજલિ આપવામાં આવી હતી.

ભારતીય ફિલ્મ નિર્માત્રી સ્વાતિ થ્યાગરાજનની ‘માઈ ઓક્ટોપસ ટીચર’ને બેસ્ટ ડોક્યુમેન્ટરી જાહેર કરવામાં આવી હતી. થ્યાગરાજન આ ડોક્યુમેન્ટરીના એસોસિયેટ પ્રોડ્યુસર અને પ્રોડ્કશન મેનેજર તરીકે સંકળાયેલા હતા.

ચીનથી કિશોર વયે અમેરિકા આવેલા બેસ્ટ ડિરેક્ટર કલો ઝાઓએ પોતાની સ્પીચમાં કહ્યું કે ‘વિકટ સંજોગામાં પણ ખુદની અંદર સારા ગુણો જાળવી રાખવા ભરોસો અને હિંમત ધરાવે છે અને અન્યોમાં પણ સારા ગુણો છે તેવું માનનારાઓ માટે આ એવૉર્ડ છે. હું વિશ્ર્વમાં જ્યાં પણ ગઈ હતી ત્યાં મને લોકોમાં સદ્ગુણો જ નજર આવ્યા છે.’

ડેનિયલ કાલુયાને ‘જ્યુડાસ એન્ડ ધ બ્લેક મસિહા’ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ખિતાબ જીત્યા છે.

April 24, 2021
travel-advisory.png
1min490

કોરોનાના કેસમાં થઈ રહેલા સતત વધારાને પગલે અમેરિકાએ નાગરિકોને ભારત, પાકિસ્તાન, બંગલાદેશ, અફઘાનિસ્તાન અને માલદિવ્સનો પ્રવાસ ટાળવાની સૂચના આપી છે. કોરોનાના જારી કરવામાં આવેલા ઍલર્ટને પગલે સિંગાપોરે ૨૪ એપ્રિલથી ભારતીય પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. કૅનેડાએ પણ ભારત અને પાકિસ્તાનથી આવતી ફ્લાઈટ્સ પર ૩૦ દિવસનો પ્રતિબંધ મૂકી દીધો છે.

સાવચેતીનાં પગલાંરૂપે અમેરિકાના નાગરિકોને ચીન અને નેપાળનો પ્રવાસ પણ ટાળવાનું તેમ જ શ્રીલંકા અને ભૂતાનના પ્રવાસ દરમિયાન સાવધાની વર્તવાનું જણાવી દેવામાં આવ્યું છે.

ભારતમાં કોરોના, ક્રાઈમ અને આતંકવાદ વકરી રહ્યા હોવાને કારણે ભારતના પ્રવાસે ન જવાનું નાગરિકોને જણાવી દેવામાં આવ્યું હોવાનું અમેરિકાના વિદેશ ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

ગુરુવાર મધરાતથી ભારતથી આવતી ફ્લાઈટ્સને કૅનેડામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હોવાનું પરિવહન ખાતાના પ્રધાન ઓમર અલઘાબ્રાએ કહ્યું હતું.

April 23, 2021
singapore.jpg
1min427

કોરોનાના ડબલ મ્યુટન્ટ અને વધુ ચેપી ગણાતા વાઇરસના પ્રસારને રોકવા માટે સિંગાપોરની સરકારે ભારતથી આવતા તમામ પ્રવાસીઓ માટે ૧૪ દિવસના બદલે ૨૧ દિવસનો આઇસોલેશન સમય ફરજિયાત કર્યો છે, એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. જોકે, ભારતથી આવતી ફ્લાઇટો પર પ્રતિબંધ મૂકવાની હાલમાં કોઇ યોજના નથી એવી સ્પષ્ટતા કરવામાં આવી છે.

૧૪ દિવસના ક્વોરન્ટાઇનને કારણે ૯૮ ટકાથી વધારે કોરોના કેસોની જાણ થઇ જશે અને ૨૧ દિવસના ક્વોરન્ટાઇન સમયને કારણે કોરોનાના લગભગ બધા જ કેસોની જાણ થઇ જશે, એમ એક પબ્લિક હેલ્થ સ્કૂલના વાઇસ-ડીને જણાવ્યું હતું.

દુનિયાભરમાં ફેલાયેલા રોગચાળાને લઇને સિંગાપોરે સુરક્ષાના નવા નિયમો જાહેર કર્યા છે.

April 19, 2021
isrial-1280x851.jpg
1min397
Israel lifts outdoor mask mandate, fully reopens schools | The Times of  Israel

ઈઝરાયેલે રવિવારે તેની સામૂહિક રસીકરણ ડ્રાઇવને પગલે, માસ્કના નિયમને હળવો કરવામાં આવ્યો છે. કોરોનાવાયરસ પ્રતિબંધોને સરળ બનાવવાના આઉટડોર જગ્યાઓ પર માસ્ક પહેરવાના નિયમને  હટાવ્યો છે.આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, હજી પણ ઈન્ડોર જાહેર જગ્યાઓ અને ભીડમાં માસ્ક પહેરવું જરૂરી છે. ઈઝરાયેલમાં 93 લાખની વસ્તી છે, જેમાંથી લગભગ 54 % લોકોને ફાઇઝર અથવા બાયોટેક રસીના બે શોટ આપવામાં આવ્યા છે.

ઈઝરાયેલમાં શિક્ષકોને સૂચના આપવામાં આવી છે કે, વર્ગખંડોને વેન્ટિલેટીંગ કરવાનું ચાલુ રાખવું અને સ્કૂલમાં સામાજિક અંતર જાળવવું પડશે. બાળકો માટે સ્પોર્ટ્સ , ડાન્સ, ડ્રામા જેવી વધારાની-અભ્યાસક્રમની પ્રવૃત્તિઓ હાલ પૂરતી ઓછી કરવી પડશે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, તેને ઈઝરાઇલમાં નવા ભારતીય વેરિએન્ટના 07 કેસો મળી આવ્યા છે, આ કેસ પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે.

વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું હતું કે, “જ્યારે કોરોનાવાયરસમાંથીબહાર આવવાની વાત આવે છે ત્યારે અમે અત્યારે વિશ્વનું નેતૃત્વ કરી રહ્યા છીએ. પરંતુ, આપણને હજુ પણ કોરોનાવાયરસથી છૂટકારો મળ્યો નથી, મનાવી લહેર પાછી આવી શકે છે એટલે સતર્ક રહેવું જરૂરી છે.”

April 2, 2021
taiwan_train.jpeg
2min648
Taiwan train crash: Derailment north of Hualien leaves 48 dead and many  injured - CNN

તાઇવાનના પૂર્વ વિસ્તારમાં ભેખડો ધસી પડવાની એક ઘટનામાં ચાલતી મુસાફ ટ્રેન પાટા પરથી ઉતરી જતા ગમખ્વાર હોનારત સર્જાઇ હતી, આ હોનારતમાં મળેલા પ્રાથમિક અહેવાલો મુજબ 36 ટ્રેન મુસાફરોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. વીસથી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળ્યા છે. આ ટ્રેનમાં 350 મુસાફરો હતા. પર્વતમાંથી બનાવાયેલી ટનલમાંથી બહાર આવી રહેલી ટ્રેન પર ભેખડ ધસી પડી હતી, જે બાદ ટ્રેન પાટા પરથી નીચે ઉતરકા દુર્ઘટના સર્જાઈ હતી.

Taiwan train crash: 48 killed, 66 hurt in collision with runaway truck |  South China Morning Post

ટ્રેનનો મોટાભાગનો હિસ્સો હજી પણ ટનલમાં અટવાઈ જવાથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહેલા મુસાફરોને સલામત સ્થળે પહોંચવા માટે દરવાજા, બારી અને છત ઉપર ચઢવાની ફરજ પડી છે. આ અકસ્માત સરકારી રજાના દિવસે તોરોકો જ્યોર્જ સિનિક વિસ્તાર પાસે શુક્રવારે સવારે નવ વાગ્યાની આસપાસ થયો હતો. હુઆલિયન કાઉન્ટી બચાવ વિભાગના જણાવ્યા અનુસાર ટ્રેન ટનલમાંથી બહાર નીકળતાંની સાથે જ ચટ્ટાન પડી હતી, જેના કારણે પાંચ કોચને સૌથી વધુ નુકસાન પહોંચ્યું હતું.

Taiwan Train Crash Kills 41, Many Trapped, In Deadliest Rail Tragedy In  Decades

સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીની સત્તાવાર વેબસાઇટ પર ઘટનાસ્થળે લોકોએ પોસ્ટ કરેલા ફોટા અને ટીવી ફૂટેજમાં લોકો ટનલના પ્રવેશદ્વારની બહાર ટ્રેનના ડબ્બાના ખુલ્લા ગેટ પર ચઢતા જોવા મળી રહ્યા છે. એક ડબ્બાનો અંદરનો ભાગ સંપૂર્ણ રીતે ઉખડીને બાજૂની સીટ પર આવી પડ્યો છે. આ અકસ્માત ચાર દિવસીય ટોમ્બ સ્વિપિંગ મહોત્સવના પહેલા દિવસે થયો હતો.