CIA ALERT

ઇન્ડીયા Archives - Page 88 of 217 - CIA Live

December 1, 2020
trains.jpg
1min555

પહેલી ડિસેમ્બરથી અમલી બનતા રાજધાની, ઑગસ્ટ ક્રાંતિ રાજધાની, શતાબ્દી, સયાજીનગરી, ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સહિતની અનેક એક્સ્પ્રેસ ટ્રેનોના સમયમાં ફેરફાર થશે. કોરોનાને કારણે હાલમાં પશ્ર્ચિમ રેલવેમાં મુંબઈ સહિત અમદાવાદ ડિવિઝનમાં તહેવાર વિશેષ એક્સ્પ્રેસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, પરંતુ ઓપરેશન કારણસર આજથી વિશેષ એક્સ્પ્રેસ ટ્રેનના ઉપડવાના અને પહોંચવાના સમયમાં ફેરફાર થશે. મુંબઈ સેન્ટ્રલ-નવી દિલ્હી રાજધાની એક્સ્પ્રેસ (ડેઈલી) ટ્રેન (નંબર ૦૨૯૫૧-૦૨૯૫૨) રોજ મુંબઈ સેન્ટ્રલથી સાંજના ૫.૩૦ વાગ્યે ઉપડશે, જે રોજ પાંચ વાગ્યે ઉપડતી હતી. રાજધાની એક્સ્પ્રેસને હવે બંને દિશામાં બોરીવલી રેલવે સ્ટેશનનો હોલ્ટ રહેશે.

રાજધાની સિવાય ઑગસ્ટ ક્રાંતિ રાજધાની ટ્રેન (નંબર ૦૨૯૫૩-૦૨૯૫૪) મુંબઈ સેન્ટ્રલથી રોજ સાંજના ૫.૪૦ વાગ્યે ઊપડતી હતી, જે હવેથી સાંજના ૫.૧૦ વાગ્યે ઉપડશે, જેમાં બંને દિશામાંથી અંધેરી રેલવે સ્ટેશને હોલ્ટ રહેશે નહીં.

મુંબઈ અમદાવાદ વચ્ચે દોડાવાતી શતાબ્દી એક્સ્પ્રેસ ટ્રેન(નંબર ૦૨૦૦૯-૦૨૦૧૦)ના સમયમાં ફેરફાર થશે. અઠવાડિયામાં છ દિવસ દોડાવવામાં આવતી શતાબ્દી એક્સ્પ્રેસ સવારના ૬.૩૦ વાગ્યાના બદલે સવારના ૬.૪૦ વાગ્યે ઉપાડવામાં આવશે. રાજધાની, શતાબ્દી સિવાય દાદર ભુજ (ડેઈલ) વચ્ચેની સયાજીનગરી એક્સ્પ્રેસ ટ્રેન (નંબર ૦૯૧૧૫-૦૯૧૧૬) દાદરથી બપોરના ૩.૨૦ વાગ્યે ઉપડશે, જે બીજા દિવસે ભુજ ૬.૩૫ વાગ્યે પહોંચશે, જ્યારે રિટર્નમાં ભુજ-દાદર વિશેષ ટ્રેન ભુજથી રાતના ૧૦.૩૫ વાગ્યે ઉપડશે. બાંદ્રા ટર્મિનસ-ભુજ વીકલી સ્પેશિયલ ટ્રેન (૦૯૪૫૫-૦૯૪૫૬)ના સમયમાં પણ ફેરફાર થશે. મુંબઈ સેન્ટ્રલ-સુરત વચ્ચેની વિશેષ ટ્રેન રોજ સાંજના ૫.૫૫ વાગ્યે ઉપડશે, જ્યારે સુરતથી મુંબઈ વચ્ચેની વિશેષ ટ્રેન રોજના સાંજના ૫.૦૫ વાગ્યે મુંબઈ માટે રવાના કરવામાં આવશે.

મુંબઈ સેન્ટ્રલ-ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (૦૨૯૪૬) મુંબઈ સેન્ટ્રલથી રાતના ૯.૧૫ વાગ્યે ઉપડશે, જે બીજા દિવસે બપોરના ૨.૫૫ વાગ્યે ઓખા પહોંચશે, જ્યારે ઓખાથી સવારના ૧૧.૦૫ વાગ્યાના સુમારે ટ્રેન મુંબઈ સેન્ટ્રલ માટે રવાના કરવામાં આવશે, જે બીજા દિવસે મુંબઈ સેન્ટ્રલ બપોરના ૪.૫૫ વાગ્યાના સુમારે પહોંચશે, એવું પશ્ર્ચિમ રેલવેની અખબારી યાદીમાં જણાવ્યું હતું.

December 1, 2020
cyclone.jpg
1min448

હવામાન વિભાગે આગામી ૨-૩ ડિસેમ્બરે દક્ષિણ તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વાવાઝોડાના પ્રભાવને કારણે તમિલનાડુ, પુડુચેરી, કરાઇકલ, કેરળ અને આંધ્રપ્રદેશમાં ૧થી ૪ ડિસેમ્બર દરમિયાન વરસાદ પડી શકે છે.

રેડ એલર્ટમાં તિરુવનંતપુરમ, કોલ્લમ, પથનમથિટ્ટા અને અલપ્પુજા સામેલ છે. જ્યારે કોટ્ટાયમ, એર્નાકુલમ અને ઇડુક્કી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. 

બંગાળની ખાડીમાં વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડી પર લો પ્રેશનની સ્થિતિનું નિર્માણ થયું છે. જે ડીપ લો પ્રેશરમાં ફેરવાય તેવી સંભાવના છે. તે આગામી ૨૪ કલાકમાં વાવાઝોડામાં ફેરવાઇ શકે છે.

હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું કે, દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર સર્જાયેલા પ્રેશર આગામી ૨૪ કલાકમાં વાવાઝોડામાં ફેરવાઇ શકે છે. આ એલર્ટને જોતાં માછીમારોને સમુદ્ર તટ પર ન જવાની સલાહ આપવામાં આવી છે. કન્યાકુમારીના કલેક્ટરે કહ્યું કે, જે માછીમારો બોટ લઇને સમુદ્ર તટે માછીમારી કરવા ગયા છે તેઓ વહેલી તકે પાછા ફરે. 

December 1, 2020
bank_holidays.png
1min409

ડિસેમ્બરમાં કુલ ૧૪ દિવસ બેંકો બંધ રહેશે. ફક્ત અલગ અલગ રાજ્યમાં આ રજાઓ અલગ અલગ દિવસે હશે. સ્થાનિક તહેવારને આધારે બેંકોમાં રજા જાહેર કરવામાં આવશે.

બેંકોની રજા ત્રણ ડિસેમ્બરથી શરૂ થશે. ત્રીજી ડિસેમ્બરે કર્ણાટક રાજ્યમાં કનકદાસ જયંતી અને ફેસ્ટ ઓફ સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરની રજા છે. ત્રીજી ડિસેમ્બર પછી છઠ્ઠી ડિસેમ્બરે રવિવાર હોવાથી સાપ્તાહિક રજા હશે. ત્યાર બાદ ૧૨મી ડિસેમ્બરે બીજા શનિવારની અને ૧૩મી ડિસેમ્બરે રવિવારની રજા હશે.

ગોવામાં ૧૭મી ડિસેમ્બરે લોસોંગ પર્વ, ૧૮મી ડિસેમ્બરે પુણ્યતિથિ યુ સો સો થમ અને ૧૯મીએ ગોવામુક્તિ દિનની રજા હશે. ત્યાર બાદ વીસ તારીખે રવિવારની રજા હશે.

ક્રિસમસને કારણે ૨૪મી અને ૨૫મી એ બેંકો બંધ રહેશે, જ્યારે ૨૬મીએ ચોથા શનિવારની અને ૨૭મીએ રવિવારની રજા આવશે. ૩૦મી ડિસેમ્બરે યુ કિઅંગ નંગબાહની અને ૩૧મી ડિસેમ્બરે થર્ટી ફર્સ્ટની કેટલાક રાજ્યમાં રજા રહેશે.

November 29, 2020
RTGS.jpg
1min504

આગામી મંગળવાર તા1લી ડિસેમ્બર 2020થી ભારતીય બેંકિંગ ક્ષેત્રમાં થઇ રહેલા એક નોંધપાત્ર સુધારામાં ભારતમાં ઇ-પેમેન્ટના સૌથી વધુ વ્યવહારો જેમાં થઇ રહ્યા છે એ RTGS (Real time gross settlement) 24 કલાક ઉપલબ્ધ બનશે.

રિઝર્વ બેંકેના સૂત્રોના જણાવ્યા અનુસાર RTGS (Real time gross settlement) આરટીજીએસ ટ્રાંઝેક્શન સુવિધા 1 ડિસેમ્બર 2020થી 24 કલાક માટે ઉપલબ્ધ રહેશે. કોરોના યુગમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શનમાં નોંધપાત્ર વધારો થયો છે. તેને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ બેંકે આ નિર્ણય લીધો છે. અગાઉ આરબીઆઈએ NEFTના નિયમોમાં પણ ફેરફાર કર્યા હતા. હાલના નિયમો મુજબ બીજા અને ચોથા શનિવાર સિવાય મહિનાના તમામ કામકાજના દિવસોમાં સવારે 7થી સાંજનાં 6 સુધી આરટીજીએસની સહાયથી ફંડ ટ્રાન્સફર કરી શકાય છે.

  • NEFT is used for fund transfers of up to ₹2 lakh.
  • NEFT and Immediate Payment Service (IMPS) are already available 24×7.
  • RTGS fund transfer happens on a real-time basis. Every transaction is settled individually in case of RTGS.
  • NEFT was made available 24×7 last year. But these fund transfer modes are generally used by individuals.
November 26, 2020
jallikattu-indian-movie-poster.jpg
1min772

ઑસ્કર અવોર્ડ માટે ભારત તરફથી મલયાલમ ફિલ્મ ‘જલ્લીકટ્ટૂ’ને નોમિનેટ કરવામાં આવી છે. ૯૩મા ઑસ્કર અવૉર્ડ માટે ભારતની અન્ય ફિલ્મો પણ રેસમાં હતી, જેમાં હિન્દી ફિલ્મ શકુંતલાદેવી, શિકારા, ગુંજન સકસેના, ભોંસલે, ગુલાબો સિતાબો, સીરિયસ મેન, બુલબુલ, કામયાબ, ધ પિંક સ્કાય પણ સામેલ હતી. આ સિવાય મરાઠી ફિલ્મ બિટરસ્વીટ અને ડિસાઇપલ પણ રેસમાં હતી.

આ અગાઉ મધર ઈન્ડિયા, સલામ બોમ્બે અને લગાન ફિલ્મ પણ વિદેશી ભાષા ફિલ્મ કેટગરીમાં નોમિનેટ થઇ હતી. આ દરેક ફિલ્મ એવોર્ડ જીતવામાં નિષ્ફળ રહી હતી.

‘જલ્લીકટ્ટૂ’ એક ડ્રામા થ્રિલર ફિલ્મ છે તથા દેશ-વિદેશમાં આ ફિલ્મની ઘણી પ્રશંસા થઇ હતી. ૬૩મા બીએફઆઇ લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં ૭૮ દેશની ૨૨૯ ફિલ્મને સામેલ કરવામાં આવી હતી. આ ફેસ્ટિવલમાં ‘જલ્લીકટ્ટૂ’ પણ સ્ક્રીનિંગ પણ કરવામાં આવી હતી.

‘જલ્લીકટ્ટૂ’ એસ. હરીશ અને આર. જયકુમારના પુસ્તક માઓઇસ્ટ પર આધારિત છે. માનવ અને જાનવરો વચ્ચેની લાગણીને ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. લિજો જોસ પેલ્લીસેરીએ ફિલ્મનું નિર્દેશન કર્યું છે અને પ્રોડ્યુસ થોમસ પેનિકરે કર્યું હતું.

November 26, 2020
indausi.jpg
1min459

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન ડે ઇન્ટરનેશનલ મેચ તા. 6 ડિસેમ્બર 1980ના રોજ રમાયો હતો. ત્યારથી લઇને અત્યાર સુધીમાં બન્ને ટીમ વચ્ચે 140 વન ડે મેચમાં ટક્કર થઇ છે. જેના આંકડા બતાવે છે કે હરીફ ટીમ ઓસ્ટ્રેલિયાનો દબદબો રહ્યો છે. હવે આવતીકાલ શુક્રવારથી બન્ને દેશ વચ્ચેની ત્રણ વન ડે મેચની શ્રેણી શરૂ થઇ રહી છે. જેનો પહેલો મેચ સિડનીમાં રમાશે. જે ભારતીય સમય અનુસાર સવારે 9-10 વાગ્યાથી શરૂ થશે. ભારતના ઓસ્ટ્રેલિયાના પ્રવાસના તમામ મેચનું જીવંત પ્રસારણ સોની સિક્સની જુદી જુદી ચેનલો પર થશે.

ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે અત્યાર સુધીમાં રમાયેલ કુલ 140 વન ડે મેચમાં 78 જીત કાંગારૂ ટીમને મળી છે. જ્યારે ભારતને હાથ બાવન જીત આવી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ઘરતી પર ભારત પ1 વન ડે મેચ રમ્યું છે. જેમાંથી ફકત 13 વન ડેમાં જ જીત નસીબ થઇ છે. જ્યારે 36 મેચ ઓસ્ટ્રેલિયાએ તેના નામે કર્યાં છે. આ આંકડા બતાવે છે કે કાલથી શરૂ થતી શ્રેણીમાં ટીમ ઇન્ડિયાની રાહ આસાન નહીં રહે. જીત માટે કઠોર મહેનત અને શાનદાર દેખાવ કોહલી સેનાએ કરવો પડશે.
ભારત વિરૂધ્ધ ઓસ્ટ્રેલિયાના બે સ્ટાર બેટ્સમેન સ્ટીવન સ્મિથે પાછલા 8 મેચમાં 66.71ની સરેરાશથી કુલ 467 રન કર્યાં છે. જેમાં 2 સદી અને 1 અર્ધસદી છે. જ્યારે ડેવિડ વોર્નરે ભારત સામે પાછલી 9 ઇનિંગમાં 43.44ની સરેરાશથી 391 રન કર્યાં છે.

November 25, 2020
ram-nath-kovind.jpg
1min449
Image

આજે ૨૫મીએ કેવડિયા કોલોની ખાતેના સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક ટેન્ટ સિટી-૨ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઉપસ્થિતિમાં દેશના રાજ્યોની વિધાનસભા અધ્યક્ષો, લોકસભા, રાજ્યસભાના સ્પીકરો અને તેમની સાથે જોડાયેલા અધિકારીઓની કોન્ફરન્સ યોજાય રહી છે

Image

સ્ટેચ્યૂ ઓફ યુનિટી એક અતિ વિશિષ્ઠ સ્થળ છે. દેશની એકતાના ઘડવૈયા સરદાર સાહેબનું આ સ્મારક છે. આ અંગે રાજેન્દ્ર ત્રિવેદીએ આ અતિ વિશિષ્ઠ સ્થળની આ પરિષદ માટે પસંદગી કરવા બદલ લોકસભાના અધ્યક્ષને સાભાર ધન્યવાદ આપ્યા હતા.

૨૫મી અને ૨૬ નવેમ્બરના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. રાજ્યમાં યોજાનારી સ્પીકર કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા માટે રાષ્ટ્રપતિ ગુજરાત આવશે. આ કોન્ફરન્સમાં દેશના તમામ વિધાનસભા સ્પીકર હાજર રહેશે. ૨૬ નવેમ્બરના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સ્પીકર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કોન્ફરન્સ લોકસભા સ્પીકરના અધ્યક્ષસ્થાને યોજાઈ રહી છે અને તેમાં દેશની તમામ વિધાનસભાના અધ્યક્ષો હાજરી આપી રહ્યા છે.

Image

આ કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણ એ પણ હશે કે કાર્યક્રમના સમાપનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમાપન સ્પીચ વર્ચ્યુઅલી કરશે. આમ એક સાથે બધા વડા ભેગા થાય એ પ્રથમ અને ઐતિહાસિક ઘટના બની રહેશે. અન્ય આકર્ષણની વાત એ છે કે, આ કાર્યક્રમમાં સરદાર પ્રતિમાના સાનિધ્યમાં બંધારણના આમુખની સાક્ષી હેઠળ રાષ્ટ્રીય એકતાના શપથગ્રહણ કાર્યક્રમ થશે. જેમાં આ પરિષદને અવિસ્મરણીય અને યાદગાર બનાવશે. લોકસભા અને રાજ્યસભાના નેતા પ્રતિપક્ષને પણ આમંત્રિત કરાયા છે. આ પરિષદના આયોજનમાં રાજ્ય સરકારે સંપૂર્ણ પીઠબળ આપ્યું છે.

Image

આ બેઠક માટે ૫૦૦ થી વધુ વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓને હાજર રાખવામાં આવશે. આ સાથે પોલીસ બંદોબસ્ત માટે પણ ચાર જિલ્લાના પોલીસના ૨૦૦૦ સુરક્ષા જવાનો સ્ટેન્ડબાય કરવામાં આવશે.

November 25, 2020
Cyclone-Nivar.jpg
1min469
Heavy rains, gale force winds: Nivar to cross Tamil Nadu coast tomorrow -  india news - Hindustan Times

તમિળનાડુ અને આંધ્રપ્રદેશમાં ચક્રવાતનો ભય છે, જે બુધવારે મોડી સાંજે તીવ્ર ચક્રવાતી વાવાઝોડાના રૂપમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકવાની સંભાવના છે. ભારતના હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ, મલ્યુંજય મહાપાત્રાએ મંગળવારે કહ્યું હતું કે બંગાળની ખાડી ઉપર ઊંડા દબાણનો વિસ્તાર ચક્રવાત ‘પ્રિવેન્શન’ માં ફેરવાઈ ગયો છે અને બુધવારે ભારે વાવાઝોડાની જેમ તમિળનાડુ અને પુડુચેરીના કાંઠે ત્રાટકવાની સંભાવના છે. છે. વાવાઝોડાને પગલે તમિળનાડુ અને પડોશી કેન્દ્રશાસિત પ્રદેશો પુડુચેરીનો વહીવટ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે અને સરકાર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવા સહિતના સાવચેતી પગલા લેવામાં આવી રહ્યા છે.

હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે ‘નિર્વાણ’ બુધવારે ચેન્નઈથી 50 કિલોમીટર દૂર, રાજ્યના મમ્મલાપુરમ અને પુડુચેરીના કરૈકલ કાંઠેથી ભારે વાવાઝોડાની સાથે વાવાઝોડું વાળી શકે છે અને 100 થી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સ્પીડ, જે પ્રતિ કલાક 120 કિલોમીટર સુધી જઈ શકે છે. વિભાગે કહ્યું કે બુધવારે વાવાઝોડાની અસરને કારણે તમિલનાડુ, પુડુચેરી અને કારૈકલના મોટાભાગના ભાગોમાં વરસાદ પડી શકે છે. કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

November 25, 2020
Ahmed_Patel_PTI.jpg
1min552

કોંગ્રેસના સિનિયર નેતા અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું ગુરુગ્રામની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં અવસાન થયું છે. 71 વર્ષીય અહેમદ પટેલને એક મહિના પહેલા કોરોનાનો ચેપ લાગ્યો હતો, અને ત્યારથી તેમની સ્થિતિ સતત વણસી રહી હતી. એક પછી એક ઓર્ગન ફેલ્યોર થવા માંડતા આખરે તા.25મી નવેમ્બર 2020ના રોજ બુધવારે સવારે 3.30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

અહેમદ પટેલ એવા લોકનેતા હતા, જેઓ સૌના મિત્ર હતા. અજાતશત્રુ હોય એવા બહુ જૂજ રાજનેતાઓ ભારતમાં થયા છે જે યાદીમાં અહેમદ પટેલ સ્થાન પામી શક્યા છે. તેમણે તેમનું સમગ્ર જીવન કોંગ્રેસને સમર્પત કરી દીધું. કોંગ્રેસને બેઠી કરવા માટે તેમણે પોતાનું જીવન ધરી દીધું હતું.

અહેમદ પટેલ કોંગ્રેસના ખજાનચી પણ હતા, તેમજ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ. 1 ઓક્ટોબરના રોજ તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો, અને 15 નવેમ્બરે તેમને મેદાંતા હોસ્પિટલના આઈસીયુમાં એડમિટ કરાયા હતા.

પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી

November 24, 2020
CIA_Live_Logo_New2.jpg
2min978

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોવિડ-19 પેન્ડેમિક પરિસ્થિતિમાં 2020માં જેઇઇ અને નીટ જેવી રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષાઓનું શિડ્યુલ ખોરવાયું હતું, એ જ પ્રકારે હવે 2021માં પણ આ પરીક્ષાઓના ટાઇમટેબલની સાઇકલ ખોરવાઇ ગઇ છે, આમ છતાં હાલમાં ધો.12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એલાર્મિંગ પરિસ્થિતિ આવીને ઉભી છે. આગામી ટૂંક સમયમાં જેઇઇ 2021ના ફર્સ્ટ એટેમ્પ્ટનું સમયપત્રક જાહેર કરવામાં આવશે.

આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જેઇઇ મેઇન 2021 જાન્યુઆરીમાં લેવાની થતી હતી. પરંતુ, વર્તમાન સ્થિતિને પગલે એન.ટી.એ. અને કેન્દ્ર સરકારે આ પરીક્ષા ફેબ્રુઆરી 2021ના અંતમાં લેવા અંગે વિચારણા લગભગ પૂર્ણ કરી દીધી છે. ફેબ્રુઆરીના આખરી સપ્તાહમાં સંભવિત યોજાનારી જેઇઇ મેઇન્સ 2021 પરીક્ષા માટેના રજિસ્ટ્રેશન આગામી ડિસેમ્બર 2020માં ઓનલાઇન શરૂ થશે. બીજી તરફ હજુ હાલમાં એન્જિનિયરિંગ ઇન્સ્ટીટ્યુટ્સમાં 2020ની પ્રવેશ કામગીરી ચાલી રહી છે, આવી સ્થિતિમાં જાન્યુઆરી 2021માં જેઇઇ મેઇન લઇ શકાય તેવી શક્યતાઓ નથી.

વધુમાં ગત ઓક્ટોબર 2020માં નિયત કરાયા મુજબ જેઇઇ મેઇન જે હાલમાં ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી ભાષામાં લેવાઇ રહી છે એ વધુ પ્રાદેશિક ભાષામાં લેવામાં આવશે. આ અંગે પણ અંતિમ નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે.

JEE Main 2021: Updates, Application, Dates, Eligibility, Syllabus & Result

The first cycle of the Joint Entrance Examination (JEE-Main) 2021 will be conducted in the last week of February instead of January. The application process however will commence from December 2020.

JEE-Main, which is the national level competitive test for admission to various undergraduate engineering and architecture courses, including the eligibility test for the JEE (Advanced) for admission to IITs is conducted twice a year – January and April.

હાલમાં ધો.12 સાયન્સમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના વાલીઓ માટે મહત્વની માહિતી આપતું પુસ્તક

Contact for Counselling