CIA ALERT

ઇન્ડીયા Archives - Page 183 of 217 - CIA Live

May 30, 2019
aruna_cm.jpg
1min4570

સિનિયર બીજેપી નેતા પ્રેમા ખંડુએ અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે બુધવારે શપથ લીધા હતા. અહીંના દોરજી ખંડુ ક્ધવેન્શન સેન્ટર ખાતે ગવર્નર બી. ડી. મિશ્રાએ તેમને શપથ લેવડાવ્યા હતા. 11 કેબિનેટ કક્ષાના પ્રધાનોને પણ શપથ લેવડાવ્યા હતા.

આ સમારોહમાં આસામ, નાગાલેન્ડ, મણીપુર, ત્રિપુરા અને મેઘાલયના મુખ્ય પ્રધાન હાજર રહ્યા હતા. અરુણાચલ પ્રદેશમાં 60 સભ્યોના ગૃહમાં ભાજપના નેતૃત્વ હેઠળના પક્ષે 41 બેઠક જીતી હતી.

May 30, 2019
modi_shah.jpg
1min5150

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પ્રધાનમંડળના ગુરુવારે યોજાનારા શપથવિધિ સમારંભમાં દેશ-વિદેશના વિવિધ ક્ષેત્રના અંદાજે 8,000 મહેમાન હાજર રહેવાના છે.

રાષ્ટ્રપતિભવનના પ્રવક્તા અશોક મલિકે બુધવારે જણાવ્યું હતું કે ગુરુવારે રાતે 7 થી 8.30 વાગ્યા સુધી યોજાનારા શપથવિધિ સમારંભમાં આટલી મોટી સંખ્યામાં કદાચ સૌપ્રથમ વખત મહેમાનો હાજર રહેવાના છે. ભોજન સમારંભ રાતે 9 વાગ્યે શરૂ થશે.

રાષ્ટ્રપતિભવનના ફોર કૉર્ટ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંંદ મોદી અને પ્રધાનોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. આ સ્થળે મોદી બીજી વખત શપથ લેશે.

સ્પૉટર્સ ક્ષેત્રના રાહુલ દ્રવિડ, સાઇના નેહવાલ, પી. ટી. ઉષા, અનિલ કુંબલે, જવાગલ શ્રીનાથ, પુલેલ્લા ગોપીચંદ, દીપા કરમાકર, ફિલ્મ ક્ષેત્રના રજનીકાંત, શાહરુખ ખાન, કંગના રનોટ, સંજય ભણસાલી, કરણ જોહર, ઉદ્યોગપતિઓમાં રતન તાતા, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, અજય પિરામલ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના અધ્યક્ષ ક્રિશ્ર્ચિયન લેગાર્ડ, અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ગેટ્સને આમંત્રણ અપાયું છે.

મોરિશસના વડા પ્રધાન પ્રવિંદકુમાર જગન્નાથ, કિર્ગીઝસ્તાનના પ્રમુખ સૂરોનબય જીનબેકોવ, બંગલાદેશના પ્રમુખ અબ્દુલ હમીદ, શ્રીલંકાના પ્રમુખ મૈત્રીપાલ સિરીસેના, નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી, મ્યાનમારના પ્રમુખ યુ. વિન મિન્ટ, ભુતાનના વડા પ્રધાન લોટય ત્શેરિંગ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે.

શપથવિધિ સમારંભ આશરે 90 મિનિટ ચાલશે અને તે પછી મહેમાનોને રાત્રિભોજન પીરસાશે.

રાષ્ટ્રપતિભવનમાં રાષ્ટ્રપતિ દ્વારા યોજાનારા ભોજન સમારંભમાં ‘દાળ રાયસીના’, પનીર ટીક્કા, રાજભોગ, લેમન ટાર્ટ સહિત અનેક વાનગીઓ હશે. ભોજનની પહેલાં નાસ્તો પણ અપાશે. દાળ રાયસીનાની મુખ્ય સામગ્રી લખનઊથી લવાઇ છે.

કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી, યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનમોહન સિંહ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.

ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક અને પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ મોદીના શપથવિધિ સમારંભમાં ગેરહાજર રહેવાની જાહેરાત કરી હતી.

દક્ષિણના ફિલ્મ અભિનેતાઓ – રજનીકાંત અને કમલ હસન પણ આ સમારંભમાં હાજર રહેવાના છે.

નરેન્દ્ર મોદીની વડા પ્રધાનપદની 30મી મેએ યોજાનારી શપથવિધિમાં બંગલાદેશ, ભુતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા, થાઇલેન્ડનો સમાવેશ કરતા સંગઠન – બૅ ઑફ બંગાળ ઇનિશિયેટિવ ફૉર મલ્ટિ-સૅક્ટરલ ટૅક્નિકલ એન્ડ ઇકૉનૉમિક કૉઑપરેશન (બીઆઇએમએસટીઇસી)ના સભ્ય દેશના વડાઓ, શાંઘાઇ કૉઑપરેશન ઑર્ગેનાઇઝેશનના હાલના વડા કિર્ગીસ્તાનના પ્રમુખ અને મોરિશસના વડા પ્રધાન સહિત વિદેશના અનેક મહાનુભાવને આમંત્રણ અપાયું છે, પરંતુ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને આમંત્રણ નથી અપાયું.

બંગલાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના આ સમય દરમિયાન અન્ય ત્રણ વિદેશની યાત્રાએ જવાના હોવાથી તેઓ મોદીના શપથવિધિ સમારંભમાં હાજર રહી નહિ શકે.

બંગલાદેશના મુક્તિસંગ્રામને લગતી બાબતોના પ્રધાન એ. કે. એમ. મોઝામ્મેલ હક મોદીના શપથવિધિ સમારંભમાં બંગલાદેશ સરકારના પ્રતિનિધિ તરીકે હાજર રહેશે.

May 29, 2019
neet.jpeg
1min12610

Jayesh Brahmbhatt

ધો.12 સાયન્સ બાયોલોજી વિષય સાથે પાસ થયેલા અને હાલમાં વિદેશમાં એમ.બી.બી.એસ. અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં એ બાબતે ભારે કન્ફ્યુઝન છે કે ફોરેન સ્ટડી માટે નીટ જરૂરી છે કે નહીં, ફોરેનમાં એમબીબીએસ કરવા માટે નીટમાં ક્વોલીફાય થવું જરૂરી છે કે નીટ ફક્ત એપીયર (પરીક્ષામાં બેઠા હોય) એ જ કાફી છે નીચે મુજબના સવાલોના જવાબોની સ્પષ્ટતા કરતા મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ એક ગાઇડલાઇન જારી કરી છે જે અક્ષરસઃ અહીં પ્રકાશિત કરવામાં આવી છે.

  • ફોરેનમાં એમબીબીએસ કરવા માટે નીટ જરૂરી છે કે નહીં?
  • ફોરેનમાં મેડીકલ અભ્યાસ માટે નીટમાં ક્વોલિફાય થવું જરૂરી છે કે નહીં?
  • ફોરેનમાં અભ્યાસ કરવા માટે નીટમાં ફક્ત એપિયર થવું જરૂરી છે?
  • નીટનો સ્કોર કેટલા વર્ષ માટે વેલિડ ગણાય?

પાંચમી જૂન 2019ની આસપાસ જાહેર થઇ શકે છે નીટ 2019નું પરીણામ

May 29, 2019
images_1528535254908_mandul_snake-1280x719.jpg
1min6460

ભાયંદર પૂર્વમાં દુર્લભ જાતિના રૂ. અઢી કરોડની કિંમતના બે સાપ વેચવા માટે આવેલા બે જણને નવઘર પોલીસે ઝડપી પાડ્યા હતા. નવઘર પોલીસ સ્ટેશનના પીઆઇ રામ ભાલસિંહને માહિતી મળી હતી કે ભાયંદર પૂર્વમાં સાંઇબાબા ફાટક પાસે બે શખસ દુર્લભ જાતિના સાપ વેચવા માટે આવવાના છે. આથી પોલીસ ટીમે મંગળવારે ઉપરોક્ત સ્થળે છટકું ગોઠવ્યું હતું અને બે જણને તાબામાં લીધા હતા.

વાજીદ હુસેન મોહંમદ યુસુફ કુરેશી (47) અને શંભુ અચ્છેલાલ પાસવાન (39) નામના બંને શખસની ઝડતી લેવામાં આવતાં તેમની પાસેથી રૂ. અઢી કરોડની કિંમતના બે સાપ મળી આવ્યા હતા. નવઘર પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને બંને શખસની ધરપકડ કરી હતી. પકડાયેલા બંને આરોપીએ આ સાપ ક્યાંથી મેળવ્યા હતા અને તે કોને વેચવા માટે અહીં આવ્યા હતા, તેની પોલીસ તપાસ કરી રહી છે.

May 29, 2019
trafficeineverest.jpg
1min7780

એવરેસ્ટના ‘ટ્રાફિકજામ’માંથી બચી જનાર અમીશા ચૌહાણ હાલમાં ફ્રોસ્ટ બાઇટને કારણે હૉસ્પિટલમાં છે, તેણે જણાવ્યું હતું કે જે લોકો પાસે પર્વત ચઢવા અંગેનું મૂળભૂત કૌશલ્ય ના હોય તેવા લોકોને વિશ્ર્વના સૌથી ઊંચા શિખર પર ચઢવાની મંજૂરી નહીં આપવી જોઇએ, જેથી આ વર્ષ જેવી ‘ટ્રાફિકજામ’ની સમસ્યા ના સર્જાય.

બે અઠવાડિયાથી ઓછા સમયમાં પર્વત પર ખરાબ હવામાનને કારણે 10 જણનાં મૃત્યુ થયાં છે. પર્વતારોહકોને લાંબા સમય સુધી ઑક્સિજન ખલાસ થઇ જવાના ભય હેઠળ શિખર પર રાહ જોવી પડી હતી અને અથાગ થાકના ભોગ બનવું પડ્યું હતું.

‘આ સિઝનમાં નેપાળે વિક્રમી 381 ઍવરેસ્ટ પરમિટ જારી કરી હતી. કેટલાય પર્વતારોહક એવા હતા કે જેમણે પર્વતારોહણની યોગ્ય તાલીમ જ નહોતી લીધી. તેઓ નબળા નિર્ણય લેતા હતા, જેને કારણે તેમની પોતાની અને તેમના માર્ગદર્શક અને ભોમિયા શેરપાઓની જિંદગી પણ જોખમમાં મુકાઇ ગઇ હતી,’ એમ ચૌહાણે જણાવ્યું હતું.

અમીશા ચૌહાણને 8,848 મીટર (29,029 ફૂટ) ઊંચા શિખર પરથી નીચે આવવા માટે 20 મિનિટ રાહ જોવી પડી હતી, પરંતુ કેટલાક લોકો તો કલાક સુધી અટવાઇ ગયા હતા.

કેટલાક પર્વતારોહકો શેરપા ભોમિયાઓ પર જ આધાર રાખતા હતા. સરકારે પર્વતારોહણ માટે કેટલાક નિયમો બનાવવા જોઇએ અને ફક્ત કુશળ તાલીમ પામેલા પર્વતારોહકોને જ પરમિટ આપવી જોઇએ. આ વર્ષે હિમાલયના અન્ય શિખર પર નવ પર્વતારોહકનાં મૃત્યુ થયાં છે અને એક જણ ગુમ થયો છે.

નેપાળ માઉન્ટેનિયરિંગ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે ઍવરેસ્ટ પર આ વર્ષે જરૂર કરતા વધારે ભીડ હતી.

અત્યાર સુધીમાં 11 પર્વતારોહકના મૃત્યુ થયા છે. મોટા ભાગના લોકો ઊંચાઇને કારણે થતી બીમારીનો ભોગ બન્યા હતા, જેમાં એ લોકોને માથાનો દુખાવો, ઊલટી, શ્ર્વાસ લેવામાં તકલીફ અને માનસિક સંતુલનમાં તકલીફ જેવી સમસ્યા થઇ હતી.

એક સમયે આ શિખર ઇલાઇટ પર્વતારોહકો માટે જ ઍવરેસ્ટ આરોહણના દ્વાર ખુલ્લા હતા. હવે તો પર્વતારોહણ એક મનપસંદ વ્યવસાય બની ગયો છે અને પર્વતારોહણને લગતા ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

ઍવરેસ્ટ પર 8000 મીટરની ઊંચાઇથી 8,850 મીટરના શિખર સુધીનો રસ્તો ‘ડેથ ઝોન’ તરીકે ઓળખાય છે. ત્યાંનું વાતાવરણ એટલું વિષમ હોય છે કે કોઇ પર્વતારોહકનું અહીં મૃત્યુ થાય તો તેને નીચેના કૅમ્પ સુધી લઇ આવવાના પણ કોઇના હોશ નથી હોતા.

‘અહીં એક એક મિનિટ કીમતી હોય છે,’

એમ ત્રીજી વાર ઍવરેસ્ટનું સફળ આરોહણ કરી ચૂકેલા એક પર્વતારોહકે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે સામાન્યપણે જે ચઢાણ માટે બાર કલાક લાગે એમાં આ વખતે 17 કલાક લાગ્યા હતા કારણ કે ઘણાં પર્વતારોહકોને કોઇ અનુભવ જ નહોતો અને તેમને માર્ગદર્શન આપવાવાળું પણ કોઇ નહોતું.

ઍવરેસ્ટ આરોહણની પરમિટ આપવા માટે નેપાળ પાસે કોઇ માર્ગદર્શિકા કે નિયમ જ નથી. કોઇ પણ વ્યક્તિ ડૉક્ટરના સર્ટિફિકેટ પર 11,000 યુએસ ડૉલર ભરી પરમિટ મેળવી શકે છે.

આ વખતે 381 લોકોને પરમિટ આપવામાં આવી અને એટલી જ સંખ્યામાં તેમની સાથે ભોમિયાઓ પણ હતા. તે ઉપરાંત આ વર્ષે ચીને ઍવરેસ્ટ પર સફાઇ અભિયાન આદરી તેમની બાજુના ઍવરેસ્ટ પરથી આરોહણ કરવા માટે લોકોને અપાતી પરમિટમાં ઘટાડો કર્યો હતો.

May 29, 2019
petrol-diesel-1.jpg
1min4960

ચૂંટણી પૂર્ણ થયા બાદ બળતણના ભાવ મુખ્યત્વે પેટ્રોલ-ડીઝલના વધવાના શરૂ થયા છે. બળતણના ભાવ લિટરે 70-80 પૈસા વધ્યા છે. એક અઠવાડિયામાં પેટ્રોલ લિટરે 83 પૈસા તથા ડીઝલ 73 પૈસા મોંઘું થયું છે.

ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડતેલના ભાવ વધવા છતાં અત્રે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા નહોતા. દિલ્હીમાં પેટ્રોલના ભાવ લિટરે રૂ. 71.86, ડીઝલના રૂ. 66.69, મુંબઈમાં પેટ્રોલના રૂ. 77.47 તથા ડીઝલના રૂ. 69.88 થયા છે.

આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલે ચૂંટણી દરમિયાન ભાવ જાળવી રાખ્યા હતા. હવે વધારવા માંડ્યા છે.

May 29, 2019
heatwave.jpg
1min5830

રાજ્યમાં દિવસેને દિવસે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. તેમાં પણ વિદર્ભ ભઠ્ઠીમાં તપી રહ્યું છે. મંગળવારે વિદર્ભનું ચંદ્રપુર રાજ્યનો સૌથી વધુ ગરમ પ્રદેશ રહ્યો હતો. અહીં દિવસ દરમિયાન પારો 47.8 ડિગ્રી પર પહોંચી ગયો હતો.

ગરમીને કારણે અનેક લોકોને લૂ લાગવાના બનાવ પણ અહીં નોંધાયા હતા. હવામાન ખાતાએ આગામી ત્રણ દિવસ દરમિયાન હિટ વેવની ચેતવણી આપી હોવાથી લોકોને દિવસ દરમિયાન અગત્યનું કામ ના હોય તો ઘરની બહાર નીકળવું નહીં એવી ચેતવણી પણ આપવામાં આવી છે.

છેલ્લા દોઢ મહિનાથી વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર નોંધાઈ રહ્યો છે. ગરમી અને લૂ લાગવાને કારણે સાતથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂકયા છે અને અનેક લોકો હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ પર થયા છે ત્યારે આગામી ત્રણ દિવસ અહીં હિટ વેવની આગાહી કરવામાં આવી હોવાથી લોકોને સંભાળીને રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેમાં પણ વિદર્ભમાં છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં સૌથી ઊંંચું તાપમાન નોંધાઈ રહ્યું છે. મંગળવારે દિવસ દરમિયાન અહીં 47.8 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન રહ્યું હતું.

વિદર્ભમાં અકોલામાં 45.6 ડિગ્રી,

અમરાવતીમાં 45.8 ડિગ્રી,

બુલઢાણામાં 41.7 ડિગ્રી,

બહ્મપુરીમાં 46.9 ડિગ્રી,

ચંદ્રપુરમાં 47.8 ડિગ્રી,

ગઢચિરોલીમાં 46.0 ડિગ્રી,

ગોંડિયામાં 45.5 ડિગ્રી,

નાગપૂરમાં 47.5 ડિગ્રી,

વર્ધામાં 46.5 ડિગ્રી,

યવતમાળમાં 45.0 ડિગ્રી

મરાઠવાડામાં ઔરંગાબાદમાં 42.0 ડિગ્રી,

બીડમાં 44.2 ડિગ્રી,

નાંદેડમાં 44.5 ડિગ્રી,

ઉસ્મનાબાદમાં 43.4 ડિગ્રી,

પરભણીમાં 46.1 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.

મધ્ય મહારાષ્ટ્રમાં જળગાંવમાં 43.6 ડિગ્રી,

કોલ્હાપુરમાં 38.0 ડિગ્રી,

હિલ સ્ટેશન મહાબળેશ્ર્વરમાં 34.2 ડિગ્રી,

માલેગાંવમાં 42.4 ડિગ્રી,

નાશિકમાં 38.5 ડિગ્રી,

પુણેમાં 39.7 ડિગ્રી,

સાંગલીમાં 39.4 ડિગ્રી,

સતારામાં 41.2 ડિગ્રી અને

સોલાપુરમાં 43.8 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.

જયારે મુંબઈમાં કોલાબામાં મહત્તમ તાપમાન 34.0 ડિગ્રી,

લઘુતમ તાપમાન 27.0 ડિગ્રી અને હવામાં ભેજનું પ્રમાણ 88 ટકા નોંધાયું હતું.

સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન 34.3 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.5 ડિગ્રી જયારે હવામાં ભેજનું પ્રમાણ 68 ડિગ્રી નોંધાયું હતું.

આ દરમિયાન રાજ્યમાં વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર સહિત મરાઠવાડામાં તાપમાનમાં વધારો થયો છે અને આગામી દિવસમાં હજી તાપમાનમાં વધારો થવાની શકયતા છે. આજે વિદર્ભ સહિત મરાઠવાડામાં હિટ વેવની આગાહી પણ કરવામાં આવી છે. તો 30 અને 31 મેના વિદર્ભના અમુક વિસ્તારમાં હિટ વેવની આગાહી કરવામાં આવી છે.

May 26, 2019
jagan.jpeg
1min15330

આંધ્ર પ્રદેશના વાયએસઆર કૉંગ્રેસના વિધાનગૃહના નેતાપદે જગનમોહન રેડ્ડીની વરણી થયા બાદ રાજ્યમાં સરકાર રચવા દાવો કર્યો હતો. રવિવારે તેઓ વડા પ્રધાન મોદીને મળશે એવી સંભાવના છે. આંધ્ર પ્રદેશને વિશેષ કેટેગરીનો દરજ્જો આપવા જે ખાતરી આપશે તેને તેઓ ટેકો આપશે. મોદી સરકારને સમર્થન આપશે એવો નિર્દેશ તેમણે કર્યો હતો. વાયએસઆર કૉંગ્રેસે લોકસભામાં પણ 25 પૈકી 22 બેઠક જીતીને ત્રીજો મોટો પક્ષ બન્યો છે. ભાજપ, કૉંગ્રેસ બાદ ત્રીજા સ્થાને વાયએસઆર કૉંગ્રેસ છે. ગત વર્ષે ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુએ મોદી સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધા બાદ રાજીનામા આપ્યા હતા. હવે વાયએસઆર કૉંગ્રેસ પણ આંધ્રને વિશેષ દરજ્જો આપે તેને ટેકો આપવાનો નિર્દેશ કર્યો છે.

આંધ્રપ્રદેશમાં સત્તાપલટો થયો છે. ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુની સરકારની હાર થઈ છે અને વાયએસઆર કૉંગ્રેસના જગનમોહન રેડ્ડીનો જ્વલંત વિજય થયો છે. શનિવારે વાયએસઆર કૉંગ્રેસના ચૂંટાયેલા વિધાનસભ્યોએ નેતા તરીકે જગનમોહન રેડ્ડીને સર્વસંમતિથી ચૂંટી કાઢ્યા હતા. શનિવારે નવા ચૂંટાયેલા વિધાનસભ્યોની બેઠક મળી હતી, જેમાં વાયએસઆર કૉંગ્રેસના વિધાનગૃહના નેતા તરીકે નિર્ણય લેવાયો હતો. જગન રેડ્ડીએ તમામ વિધાનસભ્યોનો આભાર માન્યો હતો. સારી કામગીરીને કારણે જનતાએ આપણા પક્ષમાં વિશ્ર્વાસ દર્શાવ્યો છે, એમ રેડ્ડીએ કહ્યું હતું. આગામી દિવસોમાં વધુ સારી કામગીરી માટે તેમણે વિધાનસભ્યોનો સહકાર માગ્યો છે. જગનમોહન રેડ્ડીને નેતાપદે ચૂંટવાના નિર્ણયની રાજ્યપાલ ઈ. વી. નરસિંહમ્ને જાણ કરવામાં આવી છે. પક્ષ રાજ્યમાં સરકાર રચવા દાવો કરશે. પક્ષના જણાવ્યા પ્રમાણે 30 મેના ઈન્દિરા ગાંધી મ્યુનિસિપલ સ્ટેડિયમમાં શપથવિધિ યોજાશે. વાયએસઆર કૉંગ્રેસે 175 બેઠકના ગૃહમાં 151 બેઠક જીતી છે.

May 26, 2019
modi_president.jpg
1min9100

એનડીએના નેતા ચૂંટાયા પછી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ કોવિંદને મળ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મોદીની વડા પ્રધાનપદે નિમણૂક કરી હતી અને તેમના પ્રધાનમંડળનો અને શપથવિધિની તારીખનો નિર્ણય કરવા જણાવ્યું હતું. આ અગાઉ ભાજપના પ્રમુખ અમિત શાહ, રાજનાથ સિંહ, પ્રકાશસિંહ બાદલ, નીતિશકુમાર, રામવિલાસ પાસવાન, સુષમા સ્વરાજ, ઉદ્ધવ ઠાકરે, નીતિન ગડકરી કે પલાની સ્વામી, કોનરાડ સંગમા અને નેઈકિયૂ રિયો રાષ્ટ્રપતિને મળ્યા હતા અને એનડીએના ઘટકદળોમાં સોંપેલા સમર્થનપત્ર તેમને સોંપ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એનડીએની શનિવારે મળેલી બેઠકમાં સર્વાનુમતે નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. આ બેઠકમાં એનડીએના તમામ ચૂંટાયેલા સંસદસભ્યો અને વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપ પ્રમુખ અમિત શાહે કહ્યું કે “353 સંસદ સભ્યોએ સર્વાનુમતે મોદીને સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટ્યા છે.

આ અગાઉ ભાજપના સંસદીય દળના નેતા તરીકે મોદીને સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા હતા. જનતા દળ (યૂ)ના નીતિશકુમાર, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે, અકાલી દળના પ્રકાશસિંહ બાદલ સહિત એનડીએના ટોચના નેતાઓએ તેમના પક્ષનું મોદીને સમર્થન જાહેર કર્યું હતું. મંચ પર એનડીએના તમામ નેતાઓ અને ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણી અને મુરલી મનોહર જોશી હાજર રહ્યા હતા.

અમિત શાહે મોદીના નામની દરખાસ્ત રજૂ કરી હતી અને ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ રાજનાથ સિંહ અને નીતિન ગડકરીએ દરખાસ્તને સમર્થન આપ્યું હતું.

May 25, 2019
women_power.jpg
1min637

તાજેતરમાં ચૂંટાયેલી ભારતની 17મી લોકસભામાં કુલ 542 સંસદસભ્યોમાંથી 78 સાંસદો મહિલા છે. ભારતીય લોકસભાના ઇતિહાસમાં આજ સુધીની સરખામણીમાં સૌથી વધુ 78 મહિલા સાંસદ ચૂંટાઇને આવી છે એટલે હવે ભારતીય સંસદમાં વુમન પાવર જોવા મળશે.

તાજેતરમાં ચૂંટાયેલી કુલ 78 મહિલા સાંસદો પૈકી 30 નેતા એવા છે જેમણે 1 લાખ કરતા વધારે માર્જિનથી વિજય હાંસલ કર્યો છે.

સુલ્તાનપુરથી ભાજપા ઉમેદવાર મેનકા ગાંધી સૌથી ઓછા 14500 વોટોના અંતરથી વિજેતા બન્યા છે જ્યારે, જ્યારે વડોદરાની ભાજપા ઉમેદવાર રંજનબેન ભટ્ટ સૌથી વધારે 5,89,177 વોટોની અંતરથી જીત મેળવી છે.

મહિલા સાંસદોની અત્યાર સુધીની ભાગીદારી સાથે નવી લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા કુલ સભ્યોની સંખ્યાના 17 ટકા થઇ જશે. મહિલા સાંસદોની સૌથી ઓછી સંખ્યા 9મી લોકસભામાં 28 હતી.

આ લોકસભા ચૂંટમીમાં 8049 ઉમેદવારો હતો જેમાંથી 724 મહિલા ઉમેદવારો હતી.