CIA ALERT

ઇન્ડીયા Archives - Page 161 of 217 - CIA Live

October 11, 2019
income-tax-raid.jpg
1min5070

આવકવેરા વિભાગના ૩૦૦થી વધુ અધિકારીએ કર્ણાટકમાંના કૉંગ્રેસના બે અગ્રણી નેતા – ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન જી. પરમેશ્ર્વર અને માજી સાંસદ આર. એલ. જલઅપ્પાના દીકરા જે. રાજેન્દ્રને ત્યાં દરોડા પાડ્યા હતા. આ દરોડાને મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે લેવાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)માંની કહેવાતી ગેરરીતિ સાથે સંબંધ હોવાનું કહેવાય છે. પરમેશ્ર્વરનો પરિવાર પિતા એચ. એમ. ગંગાધરૈયા દ્વારા ૫૮ વર્ષ પહેલાં શરૂ કરાયેલી સિદ્ધાર્થ ગ્રુપ ઑફ ઇન્સ્ટિટ્યૂશન્સ ચલાવે છે.

આ ઉપરાંત, આવકવેરા વિભાગે પરમેશ્ર્વરના નિવાસસ્થાન, ઑફિસ અને સંસ્થાઓ પર દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે પરમેશ્ર્વરના ભાઇ જી. શિવપ્રસાદ અને અંગત સહાયક રમેશના નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા હતા. રાજેન્દ્ર દોડબલ્લાપુર અને કોલારમાં આર. એલ. જલઅપ્પા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ચલાવે છે.

પરમેશ્ર્વર અને અન્યને ત્યાંના દરોડાને મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે લેવાતી નેશનલ

એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)ને લગતા કેસમાં કરોડો રૂપિયાની કહેવાતી કરચોરીની સાથે સંબંધ હોવાનું કહેવાય છે.

આવકવેરા વિભાગે કુલ ૩૦ સ્થળે દરોડા પાડ્યા હતા. તેઓએ કર્ણાટક ઉપરાંત રાજસ્થાનમાં પણ દરોડા પાડ્યા હતા.

કર્ણાટકના તુમકૂર શહેરમાં એક ટ્રસ્ટ દ્વારા ચલાવાતી બે મેડિકલ કૉલેજ દ્વારા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)ના સંબંધમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું કહેવાય છે.

પરમેશ્ર્વર શ્રી સિદ્ધાર્થ એજ્યુકેશન ટ્રસ્ટના અધ્યક્ષ છે.

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)માં કહેવાતી ગેરરીતિ આચરીને અને નાણાં લઇને મેડિકલ કોલેજોમાં પ્રવેશ અપાતો હોવાનો આક્ષેપ છે.

રાજસ્થાનના અમુક વિદ્યાર્થી નાણાં લઇને બીજા વતી આ પરીક્ષા આપતા હોવાનું કહેવાય છે.

પરમેશ્ર્વર આવકવેરા વિભાગના દરોડાના સમાચાર મળતા બેંગલૂરુ પહોંચી ગયા હતા અને દાવો કર્યો હતો કે મારો પરિવાર શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવા સિવાય કોઇ અન્ય વ્યવસાય નથી કરતો અને અમે નિયમિત આવકવેરાના રિટર્ન્સ ભરીએ છીએ.

કૉંગ્રેસ અને જનતા દળ (એસ)ના અન્ય નેતાઓએ આવકવેરા વિભાગના આ દરોડાને વખોડી કાઢ્યા હતા.

October 10, 2019
mumbai_dutyfree-1280x720.jpg
1min6050

મહારાષ્ટ્ર સરકારે ડ્યૂટી ફ્રી શોપ્સ પર પણ GST ઠોકી બેસાડ્યો હતો, બોમ્બે હાઇકોર્ટે કાઢી નાંખ્યો

મહારાષ્ટ્ર સરકારે ગત જાન્યુઆરી 2019માં મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલી ડ્યુટી ફ્રી શોપ્સ પર જીએસટી લગાડવાનું જાહેરનામું બહાર પાડીને તેની વસૂલાત શરૂ કરતા મુંબઇ એરપોર્ટ પરથી ડ્યુટી ફ્રી શોપ્સ પરનું વેચાણ ઘટી ગયું હતું એથી વિશેષ વિશ્વભરમાં એકમાત્ર મુંબઇ એરપોર્ટ એવું હતું કે જ્યાં ગ્રાહકોએ બિનજરૂરી રીતે જીએસટી ચૂકવવો પડી રહ્યો હતો. મહારાષ્ટ્ર સરકારના આ નોટિફિકેશન સામે ડ્યુટી ફ્રી શોપ્સ હોલ્ડરોએ બોમ્બે હાઇકોર્ટમાં રીટ પિટીશન દાખલ કરી હતી. જેના અંતિમ ચૂકાદામાં ગઇ તા.7મી ઓક્ટોબર 2019ના રોજ બોમ્બે હાઇકોર્ટે મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરની ડ્યુટી ફ્રી શોપ્સ પર જીએસટી લાગૂ કરતું નોટિફિકેશન રદ કરીને ડ્યુટી ફ્રી દુકાનોને જીએસટીમાંથી મુક્તિ આપી હતી. હવે મુંબઇથી આવન-જાવન કરતા મુસાફરોએ મુંબઇ એરપોર્ટ પરથી ખરીદી કરતા જીએસટી નહીં ચૂકવવો પડે.

બોમ્બે હાઇકોર્ટે ચૂકાદા સાથે ટાંક્યું હતું કે ડ્યુટી ફ્રી શોપ્સની વ્યાખ્યા કહે છે કે તેના પર કોઇ ટેક્સનું ભારણ ન હોઇ શકે, મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવન-જાવન કરતા મુસાફરો દ્વારા કરાતી ખરીદી પર જો આ પ્રકારનો ટેક્સ લાગૂ કરવામાં આવે તો એ બિનજરૂરી બની રહે છે. ચીજવસ્તુઓના ભાવ ઉંચા કરવા બરાબર ગણાતો ટેક્સ વિશ્વના અન્ય કોઇ એરપોર્ટની ડ્યુટી ફ્રી દુકાનો પર નથી. બોમ્બે હાઇકોર્ટના જસ્ટીસ શ્રી રણજિત મોરે અને શ્રી ભારતી ડાંગરેએ જીએસટી અંગેના મહારાષ્ટ્ર સરકારના નોટિફિકેશનને રદ કરતો હુકમ કર્યો હતો.

હાઇકોર્ટે ચુકાદા સાથે આ ટાક્યું હતું.

“In our opinion, this will also negate the intent and purpose of Article 286,” ruled the bench. The article, under the Constitution, places restrictions on imposition of tax by states on sale or purchase of goods that take place “outside the state” or “in the course of import of goods into, or export of the goods out of, the territory of India.”

October 10, 2019
uceed1.jpg
4min11070

આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થીઓ પણ IITમાં ભણી શકે : વાંચો કેવી રીતે?

શિર્ષક વાંચીને ઘણાં કહેવાતા શિક્ષણશાસ્ત્રીઓના ભવાં ચઢી જશે. કારકિર્દી માર્ગદર્શનના નામે સાવ અધૂરા ઘડાં જેવા શિક્ષણશાસ્ત્રીઓ એવા વક્તા બની બેઠા છે કે જેઓ વિદ્યાર્થીઓને કયા રસ્તે જવું એ તો દિશાનિર્દેશ કરી શક્તા નથી બલ્કે ખોટી માહિતીઓથી ગેરમાર્ગે દોરાતાં વિદ્યાર્થીઓને એ બાબતનું ભાન થાય ત્યારે કારકિર્દી ઘડતરનો મહત્વનો સમય પૂરો થઇ ચૂક્યો હોય છે. શિક્ષણ સર્વદા, સૂરતની ટીમ આ મુદ્દે અત્યંત ચોકસાઇ અને ચિવટાઇ રાખીને છેલ્લા 15 વર્ષથી કારકિર્દી ઘડતરનું કાર્ય કરી રહી છે.

શિક્ષણ સર્વદા અને સી.આઇ.એ. લાઇવ વિદ્યાર્થીઓને સતત ઉપયોગી સમચારો પ્રકાશિત કરીને માર્ગદર્શિત કરવાનું કામ કરી રહ્યા છે.

આઇ.આઇ.ટી. એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી એટલે મોટા ભાગના લોકોના માનસમાં એવો જ ખ્યાલ કે અહીં ધો.12 સાયન્સમાં મેથ્સ પાસ કરનારા વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળે છે. ના. એવું નથી. ધો.12 સાયન્સ મેથ્સ ઉપરાંત બાયોલોજી ધરાવતા વિદ્યાર્થીઓ તેમજ આર્ટસ, કોમર્સ અન્ય પ્રવાહ હોય તો એવા વિદ્યાર્થીઓ પણ પ્રવેશ પાત્ર બને છે એવા પણ અનેક કોર્સ આઇ.આઇ.ટી.ઓમાં ચાલી રહ્યા છે.

Career Counselling : 98253 44944

અહીં વાત કરી રહ્યા છીએ ડિઝાઇનિંગના કોર્સની. સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે ભારતની 23 આઇ.આઇ.ટી. પૈકીની બોમ્બે આઇ.આઇ.ટી.

બોમ્બે આઇ.આઇ.ટી. તેમજ દેશની અન્ય પ્રતિષ્ઠિત ડિઝાઇન ઇન્સ્ટીટ્યૂટસમાં ડિઝાઇનિંગના અત્યંત મહત્વના અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. જેમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. આ પ્રવેશ પરીક્ષાનું નામ છે UCEED .

UCEED નું ફુલફોર્મ થાય છે Undergraduate Common Entrance Exam for Design

2020માં આઇ.આઇ.ટી. સમેતની દેશની ટોચની ડિઝાઇન ઇન્સ્ટીટ્યૂટસમાં પ્રવેશ કાર્યવાહીમાં UCEED નું ફુલફોર્મ થાય છે Undergraduate Common Entrance Exam for Design નો સ્કોર મેરીટ તરીકે ગણવામાં આવે છે. આ UCEED-2020 ના ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યા છે.

ડિઝાઇનિંગ ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગતા ધો.12 સાયન્સ, કોમર્સ, આર્ટસ કે અન્ય પ્રવાહના હાલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ UCEED – Undergraduate Common Entrance Exam for Design 2020 પરીક્ષા આપી શકે છે.

પ્રસ્તુત છે UCEED – Undergraduate Common Entrance Exam for Design રજિસ્ટ્રેશનની સઘળી વિગતો

Indian Institute of Technology (IIT) Bombay has invited online applications for Undergraduate Common Entrance Exam for Design (UCEED) on its official website today i.e., October 9, 2019. The interested candidates can apply online for UCEED 2020 through the official website of UCEED — uceed.iitb.ac.in – from today.

The last date to submit online applications for UCEED 2020 is November 9, 2019. Candidates can also apply for UCEED 2020 from November 10 to 16, 2019 with late fees.

All national (Indian and Foreign) candidates can apply for UCEED 2020. Candidates seeking admission to the Bachelor Degree programme in Design (B. Des.) at Indian Institute of Technology Bombay (IITB), Indian Institute of Technology Guwahati (IITG), Indian Institute of Technology Hyderabad (IITH), and Indian Institute of Information Technology Design and Manufacturing Jabalpur (IIITDMJ) need to qualify in UCEED 2020.

IIT Bombay, the organising institute will conduct UCEED 2020 on January 18, 2020. UCEED 2020 will be held in the following 24 cities in India — Ahmedabad, Bengaluru, Bhopal, Bhubaneswar, Chandigarh, Chennai, Dehradun, Delhi, Ernakulam, Panaji, Guwahati, Hyderabad, Jaipur, Lucknow, Kolkata, Kozhikode, Mumbai, Nagpur, Patna, Pune, Raipur, Thiruvananthapuram, Thrissur and Visakhapatnam.

Age limit

Candidates belonging to OPEN/EWS/OBC-NCL category should have born on or after October 1, 1995. For SC, ST or PwD category, they should have been born on or after October 1, 1990.

Eligibility

The candidate should have passed the qualifying examination (Class XII or equivalent) in 2019, OR appearing in 2020. Students from all streams (Science, Commerce, and Arts & Humanities) are eligible to apply for UCEED 2020. Candidates who appeared for the first time in their qualifying examination in 2018 or earlier are not eligible.


October 10, 2019
warmovie.jpg
1min5840

રિતિક રોશન અને ટાઇગર શ્રોફ અભિનિત ફિલ્મ વોર બોક્સ ઓફિસ પર નવા નવા રેકોર્ડ સર્જી રહી છે. ફિલ્મે દશેરાના દિવસે સફળતાના નવા રેકોર્ડ સર્જી દીધા હતા. આ ફિલ્મે દશેરાના દિવસે 27 કરોડની કમાણી કરી લીધી હતી. જો કે મંગળવારના દિવસે આટલી જંગી કમાણીનો આ એક રેકોર્ડ છે. દરેક દિવસની કમાણીના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો ફિલ્મે હજુ સુધી 20 કરોડની કમાણી કરી દીધી છે. જે પહેલા સોમવારના દિવસે પણ રહી હતી.

બોક્સ ઓફિસ પર રીપોર્ટની વાત કરવામાં આવે તો ફિલ્મે પ્રથમ મંગળવારના દિવસે આશરે 27 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે આ ફિલ્મની કમાણી 200 કરોડથી ઉપર પહોંચી ચૂકી છે. આવી રીતે ફિલ્મે પ્રથમ સપ્તાહમાં જ 206 કરોડ રૂપિયાની જંગી કમાણી કરી લીધી છે. આ રીતે પ્રથમ સપ્તાહમાં 200 કરોડથી વધુની કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં તે સૌથી ઉપર રહી છે. તે પહેલા બાહુબલી, સુલ્તાન ફિલ્મે 200 કરોડની કમાણી કરી હતી. એક સપ્તાહમાં 200 કરોડની કમાણી રણબીર કપૂરની સંજુ પણ કરી ગઈ હતી.

વર્ષ 2019માં સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મોની વાત કરવામાં આવે તો આ ફિલ્મ સૌથી વધારે કમાણી કરી ગઈ છે. વર્ષ 2019માં કબીર સિંહ અને ઉરી સૌથી મોટી હિટ ફિલ્મ તરીકે રહી છે. એવી આશા છે કે બાકીની ફિલ્મોના આંકડાને આ ફિલ્મ પાર કરીને તમામ રેકોર્ડ તોડી નાંખશે.

એક્શનથી ભરપૂર ફિલ્મની વાત કરવામાં આવે તો આ ફિલ્મ 200 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. ફિલ્મમાં રિતિક રોશન અને ટાઇગરે હજુ સુધીનો સૌથી જોરદાર દેખાવ એક્શનના મામલે કર્યો છે. વાર્તા એક સિક્રેટ સોલ્જરની છે. જે રિતિક રોશન છે. જે દેશભક્તિના માર્ગે ટાઇગર શ્રોફની મદદ કરે છે. એક્શન ફિલ્મોના રસિયા લોકો માટે આ એક ધમાકેદાર ફિલ્મ છે. ફિલ્મમાં વાણી કપૂર પણ કામ કરી રહી છે. ફિલ્મ રજૂ કરવામાં આવી ત્યારથી લઇને હજુ સુધી આ ફિલ્મને લઇને ભારે ચર્ચા છે, કારણ કે ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સર્જી નાંખશે તેમ તો પહેલાથી જ માનવામાં આવી રહ્યું હતું.

હજુ ફિલ્મની કમાણી 300 કરોડના આંકડાને પાર કરી શકે છે. રિતિક રોશનની હાલમાં એક પછી એક ફિલ્મ સફળતા હાંસલ કરી રહી છે. તે પહેલા તેની સુપર 30 પણ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઈ હતી. હવે વોર ફિલ્મ રેકોર્ડ સફળતા હાંસલ કરી રહી છે. રિતિક ફરી એકવાર એક્શન ફિલ્મના મામલે તમામને ચોંકાવે તેવી સ્થિતિમાં આવી ગયો છે. વિતેલાં વર્ષોમાં પણ તે સુપરહિટ’ ફિલ્મો આપતો રહ્યો છે. વોર ફિલ્મમાં ગ્લેમર સ્ટાર તરીકે વાણી કપૂરને લેવામાં આવી છે. તેમની કેમિસ્ટ્રી જોરદાર રીતે જોવા મળી રહી છે. રિતિક રોશન સુપરસ્ટાર પૈકી એક તરીકે છે. હાલમાં અક્ષય કુમાર અને અજય દેવગનને પણ મોટા સ્ટાર તરીકે એક્શનમાં ગણવામાં આવે છે.’

October 10, 2019
SBI.jpg
1min15770

જાહેરક્ષેત્રની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (જઇઈં)એ એમસીએલઆર’ આધારિત લોન પર વ્યાજદર ઘટાડવાનું એલાન કર્યું હતું. આ પગલાંથી લોન તો સસ્તી બની હતી પરંતુ ફિકસ્ડ ડિપોઝિટ (એફડી)ના વ્યાજ ઘટાડાતાં એફડી ધરાવનારાઓને ફટકો પડશે. બેન્કની વેબસાઈટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર તમામ સમયઅવધિની લોન પર વ્યાજના દરોમાં 10 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. નવા વ્યાજદર 10મી ઓક્ટોબરથી લાગુ થઈ જશે.

એસબીઆઈના નિવેદન મુજબ હવેથી બચત ખાતામાં 1 લાખ રૂપિયા સુધીની જમા રકમ પર 3.50 ટકાની જગ્યાએ 3.25 ટકા વ્યાજ મળશે. નવા દરો 1 નવેમ્બરથી લાગુ થશે.

ફિકસ ડિપોઝિટને લાગેવળગે છે ત્યાં સુધી 1 વર્ષની મુદ્દતની એફડીમાં વ્યાજદર હવે 6.40 ટકા, બે વર્ષ સુધીની બે કરોડથી વધુની એફડીના દર 6.00 ટકા કર્યા છે. નવા દરો 10 ઓકટોબરથી લાગુ થશે.

એક વર્ષની લોન પર હવે વ્યાજના દર ઘટીને 8.05 ટકા થઈ ગયા છે. પહેલાં આ દર 8.15 ટકા હતા. વર્તમાન નાણાકીય વર્ષમાં બેન્કે સતત છઠ્ઠી વખત વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો.
હવે એક દિવસની લોન પર વ્યાજદર 7.80 ટકામાંથી ઘટીને 7.70 ટકા, એક મહિનાના લોન પર વ્યાજના દર ઘટીને 7.70 ટકા, ત્રણ મહિનાની લોન પર આ દર ઘટીને 7.75 ટકા, છ મહિના માટે વ્યાજદર 7.90 ટકા, એક વર્ષ માટે 8.05 ટકા, બે વર્ષ માટે 8.15 ટકા અને ત્રણ વર્ષ માટે વ્યાજદર ઘટીને 8.25 ટકા થઈ ગયાં છે.

જો કે બેન્કે રેપો રેટ આધારિત લોન (આરએલએલઆર) પર વ્યાજના દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. ઉલ્લેખનીય છે કે પહેલી ઓક્ટોબરથી બેન્કે હોમ લોનને રેપો રેટથી જોડી દીધી હતી.
આ પહેલાં બેન્કે 9 સપ્ટેમ્બરના એમસીએલઆર આધારિત વ્યાજદરોમાં ઘટાડો કર્યો હતો.

October 10, 2019
imf_logo.jpg
1min5630

વૈશ્ર્વિક મંદીની અસર ભારત જેવા વિકાસશીલ દેશો પર વધુ થઈ રહી છે અને આ વર્ષે વિશ્ર્વના ૯૦ ટકા દેશોમાં આર્થિક મંદી હોવાથી વૃદ્ધિ દરમાં ઘટાડો થશે તેવું ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના નવા વડા ક્રિસ્ટલિના જ્યોર્જિવાએ મંગળવારે કહ્યું હતું. વૈશ્ર્વિક ક્ષેત્રે આ દશકનો સૌથી નીચો વૃદ્ધિ દર નોંધાશે તેવું આઈએમએફના મેનેજિંગ ડિરેકટરે કહ્યું હતું.

આઈએમએફ અને વર્લ્ડબૅંકની વાર્ષિક બેઠક આગામી સપ્તાહમાં મળશે અને વૈશ્ર્વિક મંદી બાબતમાં ‘વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક’ જાહેર કરાશે.

આઈએમએફના એમડી જ્યોર્જિવાએ કહ્યું કે ‘૨૦૧૯માં વિશ્ર્વના નેવું ટકા અર્થતંત્રોમાં વૃદ્ધિદર ધીમો રહેશે તેવું અમે માનીએ છે. વૈશ્ર્વિક અર્થતંત્રમાં એક સાથે મંદીનો દોર શરૂ થયો છે.’

તેમણે કહ્યું કે ‘ભારત અને બ્રાઝિલ જેવા વિશાળ વિકાસશીલ અર્થતંત્રોમાં જીડીપી વૃદ્ધિદર ઘટશે. વર્ષોથી ચીનનો વૃદ્ધિદર વધુ હતો તે હવે ક્રમશ: ધીમો પડી રહ્યો છે.’ વિશ્ર્વસ્તરે એકંદરે મંદીનાં વાદળો છવાયાં હોવા છતાં ૪૦ જેટલા વિકાસશીલ

દેશોના અર્થતંત્રનો જીડીપી વૃદ્ધિદર પાંચ ટકાથી વધુ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે તેવું જ્યોર્જિવાએ કહ્યું હતું. તેમણે કહ્યું કે ‘બજેટમાં અવકાશ હોય તેવા દેશોએ વ્યાજદર નીચા કરવાનો ઉપાય અજમાવવા જેવો છે.’

‘યોગ્ય ક્રમમાં યોગ્ય આર્થિક સુધારાઓ કરવાથી વિકસિત અર્થતંત્રોના જીવનધોરણ હાંસલ કરવાની વિકાસશીલ દેશોની ઝડપ બમણી થઈ શકે છે.’ તેવું આઈએમએફ વડાએ સૂચન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે વધુ સહકારની આવશ્યકતા વધી છે ત્યારે વેપાર વાટાઘાટ કરવાની ઈચ્છાશક્તિમાં ઘટાડો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ‘વેપાર ક્ષેત્રે સહકાર જરૂરી છે. નાણાકીય નિયમનકારી માળખામાં સુધારાઓના એજન્ડાનું અમલીકરણ સંપૂર્ણ રીતે કરવું જોઈએ. મનિલોન્ડરિંગ પ્રવૃત્તિઓ અને ત્રાસવાદને નાણાં પૂરા પાડવા પર નિયંત્રણ મેળવવું જરૂરી છે.

આઈએમએફના એમડી બલ્ગેરિયાના અર્થશાસ્ત્રી છે અને પ્રથમવાર વિકાસશીલ દેશના કોઈ વ્યક્તિ આઈએમએફના એમડી બન્યા છે.

October 9, 2019
sachin_air.jpg
1min5990

ભારતીય હવાઈ દળના માનદ્ ગ્રુપ કૅપ્ટનની પદવી મેળવનાર સૌપ્રથમ રમતવીર સચિન તેન્ડુલકરે મંગળવારે ઉત્તર પ્રદેશમાં હિન્ડન હવાઈ મથક ખાતે હવાઈ દળના ૮૭મા વાર્ષિક દિનમાં ભાગ લીધો હતો. આ બૅટિંગ-લેજન્ડની પત્ની અંજલિ તેમ જ હવાઈ દળ, લશ્કરી દળ અને નૌકા દળના વડાઓ પણ પરેડ સહિતના આ પ્રસંગે ઉપસ્થિત હતાં.

October 8, 2019
income_tax-1280x853.jpg
1min6090

આવકવેરા વિભાગે સોમવારે ઇ-એસેસમેન્ટ સ્કીમ લોન્ચ કરી હતી જેમાં કરદાતા અને તેના એસેસિંગ ઑફિસર વચ્ચે કોઇ કડી રહેશે નહીં. રેવેન્યુ સેક્રેટરી અજય ભૂષણ પાંડેએ નેશનલ ઇ-એસેસમેન્ટ સેન્ટર (એનઇએસઇ) લોન્ચ કર્યું હતું અને શરૂઆતમાં નવી સ્કીમ હેઠળ ૫૮,૩૨૨ કેસની પસંદગી કરવામાં આવી હતી.

આ યોજનાના અમલ માટે આઇટી વિભાગના ૨,૬૮૬ અધિકારીઓને નિમવામાં આવ્યા છે. એસેસમેન્ટ વર્ષ ૨૦૧૮-૧૯ માટે ઇ-નોટિસો મોકલી આપવામાં આવી છે. કરદાતાઓને તેમના નોંધાયેલા ઇ-ફાઇલિંગ એકાઉન્ટ અને ઇમેઇલ ચેક કરવાની સૂચના આપવામાં આવી છે અને ૧૫ દિવસમાં જવાબ આપવા જણાવવામાં આવ્યું છે. પાંડેએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, સ્ક્રુટિની માટે જેમનો પણ કેસ પસંદ કરવામાં આવ્યો હોય તેઓ બધા ડૉક્યુમેન્ટ્સ ઓનલાઇન ફાઇલ કરી શકશે જે તે કેસના એસેસમેન્ટ અધિકારી પણ ડ્રો કરીને પસંદ કરવામાં આવશે. આમાં એસેસમેન્ટ અધિકારી અને કરદાતા વચ્ચે કોઇ સંપર્ક ન હોવાથી ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ કહેવામાં આવે છે અને નાણાં પ્રધાન સીતારામને જુલાઇમાં પોતાના બજેટ પ્રવચનમાં આ અંગેની જાહેરાત કરી હતી.તેમણે તે વખતે કહ્યું હતું કે વર્તમાન પ્રણાલિમાં કરદાતા અને આવકવેરા અધિકારી વચ્ચે સંપર્ક થતો હોવાથી કેટલીક અનિચ્છનીય પ્રવૃત્તિ થવાની સંભાવના છે. આવી પ્રવૃત્તિ નિવારવા ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ તબક્કાવાર દાખલ કરવામાં આવશે.

October 7, 2019
mbbs.jpg
3min7730

ચીનમાં ભારતના 21000 વિદ્યાર્થીઓ મેડીકલ અભ્યાસ કરી રહ્યા છે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

મેડીકલ એજ્યુકેશન ખાસ કરીને એમ.બી.બી.એસ. અભ્યાસ માટે હાલમાં ચીનમાં અભ્યાસ કરી રહેલા ભારતના લગભગ 20 હજારથી વધુ વિદ્યાર્થીઓના માથે મોટી આફત આવી છે. ચીનના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટએ રાતોરાત એવો ફતવો જારી કર્યો છે કે ચીનની ફક્ત 45 મેડીકલ કોલેજો જ એમબીબીએસનો કોર્સ અંગ્રેજી માધ્યમમાં ચલાવી શકશે. બાકીની યુનિવર્સિટીઓએ ચાઇનીઝ ભાષામાં જ ફરજિયાત એમબીબીએસ અભ્યાસક્રમ ચલાવવો પડશે. ચીનના સત્તાવાળાઓએ કોલેજોનો સંચાલકોને ચાઇનીઝ અને અંગ્રેજી એમ બે ભાષામાં પણ કોર્સ ચલાવવાની મંજૂરી આપી નથી. ચાલુ વર્ષથી જ આ બાબતનો અમલ કરી દેવાની સૂચના આપવામાં આવી હોઇ, ભારતના હજારો વિદ્યાર્થીઓના ભાવિ સામે મોટી મુશ્કેલી ઉપસ્થિત થઇ છે.

મેડીકલ ભણવા ચીનની 200 યુનિવર્સિટીમાં ભારતના 21000 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે

ભારતીય એમ્બેસીની સત્તાવાર માહિતી મુજબ ચીનની જુદી જુદી 200 યુનિવર્સિટીઓમાં ભારતના હાલમા 23000 વિદ્યાર્થીઓ જુદા જુદા કોર્સમાં અભ્યાસ કરી રહ્યા છે. આ પૈકી 21000 વિદ્યાર્થીઓ ચીનમાં મેડીકલ, એમબીબીએસ ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યા છે. ભારતની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની સરખામણીમાં ચાઇનીઝ મેડીકલ કોલેજોની ફી સસ્તી હોઇ, ભારતમાંથી મોટા પાયે વિદ્યાર્થીઓ મેડીકલ અભ્યાસ માટે ચીન ગયા છે. હવે ફક્ત 45 કોલેજો જ અંગ્રેજીમાં એમબીબીએસ ભણાવી શકે એવી સૂચના આપવામાં આવી હોઇ બાકીની કોલેજોમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે.

ચીનની આ 45 મેડીકલ કોલેજોને જ એમબીબીએસ અભ્યાસક્રમ અંગ્રેજીમાં ચલાવવાની મંજૂરી અપાઇ છે

University: (no of international students)
Jilin University: 62 (school year 2018-2019 was 100, 38 fewer)
Chinese Medical University: 100
Dalian Medical University: 100
Capital Medical University: 100
Tianjin Medical University: 100
Shandong University: 78 (school year 2018-2019 100, 22 fewer)
Fudan University: 100
Xinjiang Medical University: 100
Nanjing Medical University: 100
Jiangsu University: 100
Wenzhou Medical University: 100
Wenzhou Medical University (Overseas Schools): 50
Zhejiang University: 100
Wuhan University: 100
Huazhong University of Science and Technology: 100
Xi’an Jiaotong University: 100
Southern Medical University: 100
Jinan University: 100
Guangxi Medical University: 100
Sichuan University: 100
Chongqing Medical University: 100
Harbin Medical University: 60
Beihua University: 40
Jinzhou Medical University: 60
Qingdao University: 60
Hebei Medical University: 60
Ningxia Medical University: 60
Tongji University: 60
Shihezi University: 60
Southeast University: 60
Yangzhou University: 60
Nantong University: 60
Suzhou University: 60
Ningbo University: 60
Fujian Medical University: 60
Anhui Medical University: 60
Xuzhou Medical College: 60
Three Gorges University: 20
Zhengzhou University: 60
Guangzhou Medical University: 60
Sun Yat-sen University: 60
Shantou University: 20 (school year 2018-2019 was 60, 40 fewer)
Kunming Medical University: 60
North Sichuan Medical College: 40
Southwest Medical University: 60
Xiamen University: 60

હાલમાં ભારતીય એમ્બેસી ચીન સાથે વાટાઘાટો કરી રહી છે

ચીનના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે રાતોરાત નિર્ણય લઇને ફક્ત 45 કોલેજોને જ એમબીબીએસ અભ્યાસક્રમ અંગ્રેજીમાં ચલાવવા માટેની મંજૂરી આપી હોઇ, બાકીની મેડીકલ કોલેજોમાં હાલ અંગ્રેજીમાં મેડીકલ કોર્સ કરી રહેલા વિદ્યાર્થીઓનું શું થશે એ મુદ્દે ભારતીય એમ્બેસી દ્વારા હાલમાં ચીન સરકાર સાથે વાટાઘાટ શરૂ કરવામાં આવી છે.

October 6, 2019
IndSA.jpg
1min6550

ભારતે વિશાખાપટ્ટનમમાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ 203 રનથી જીતી લીધી છે. ત્રણ ટેસ્ટ મેચની સીરિઝમાં ભારતે 1-0ની લીડ મેળવી લીધી છે. બેટિંગ અનો બોલિંગ બન્ને ક્ષેત્રે ભારતીય પ્લેયર્સના નોંધપાત્ર પ્રદર્શનને લીધે ભારતે પ્રથમ ટેસ્ટમાં ઐતિહાસિક જીત મેળવી છે. ભારત તરફથી મોહમ્મદ શમી (5/35) અને રવિન્દ્ર જાડેજાએ (4/87) સાથે સૌથી વધુ વિકેટ ઝડપી હતી. મેચની પાંચમા અને અંતિમ દિવસે ટીમ ઈન્ડિયાને જીત માટે નવ વિકેટની જરૂર હતી. પ્રથમ બે સેશનમાં જ ભારતે જીતનો ઝંડો ફરકાવ્યો હતો.  

મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજાના ઘાતક બોલિંગ સામે આફ્રિકન ખેલાડીઓને સેટ થવાની કોઈ તક મળી નહી. પ્રથમ ટેસ્ટમાં આઠ વિકેટ સાથે રવિચંદ્રન અશ્વિને સૌથી ઝડપી 350 વિકેટ ઝડપવાના વર્લ્ડ રેકોર્ડની બરોબરી પણ કરી હતી.
શનિવારે ભારતે પોતાની બીજી ઈનિંગમાં રોહિત શર્માના (127) રનની મદદથી 323/4ના સ્કોરે દાવ ડિક્લેર કર્યો હતો. પ્રથમ ઈનિંગની 71 રનની લીડ સાથે ભારતે આફ્રિકાને જીત માટે 395 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આફ્રિકાએ બીજી ઈનિંગમાં 11 રને પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ રવિવારે જાજેડા અને શમીના બોલિંગ આક્રમણ સામે આફ્રિકાના પ્લેયર્સે ઘૂંટણીયા ટેકવી દીધા હતા.