રાજકોટમાં આજરોજ તા.7મી નવેમ્બર 2019ના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-20 મેચોની શ્રેણીની બીજી મેચ રમાશે. એક તરફ વરસાદનું વિધ્ન આવ્યું છે, અને બીજી તરફ ભારત આ મેચ માટે દબાવમાં છે.ૉ
રાજકોટમાં મહા વાવાઝોડાની ઇફેક્ટસને લીધે બુધવારે રાત્રે વરસાદ પડતા ગ્રાઉન્ડમાં પાણી ભરાય જવા પામ્યા છે. રોહિત શર્માનાં નેતૃત્વમાં ભારતીય ટીમે પ્રથમ ટ્વેન્ટી મેચ દિલ્હી ખાતે ગુમાવી દીધા બાદ ભારતીય ચાહકો તરફથી ટીમ પર ભારે દબાણ છે.

બાંગ્લાદેશ સામે ભારતે અગાઉ ક્યારેય કોઇ મેચ ગુમાવી ન હતી. જો કે દિલ્હીની મેચ હારી જતા હવે ટીમ ઇન્ડિયા પર ભારે દબાણ છે. રાજકોટમાં સ્થાનિક ચાહકો રોહિત શર્મા સહિત તમામ સ્ટાર ખેલાડીઓ પાસેથી ધરખમ દેખાવની અપેક્ષા રાખી રહ્યા છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચને લઇને કરોડો ક્રિકેટ ચાહકો ભારે ઉત્સુક છે. આ વખતે ટીમ ઇન્ડિયાના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. તે ટ્વેન્ટી શ્રેણીમાં રમનાર નથી.’ તેની જગ્યાએ રોહિત શર્મા જ કેપ્ટન તરીકે મેદાનમાં છે. કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા પર બાટિંગની સાથે સાથે કેપ્ટન તરીકેની પણ જવાબદારી રહેલી છે. સાથે સાથે તે હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. આફ્રિકા સામે તાજેતરમાં જ રમાયેલી શ્રેણીમાં તેનો દેખાવ જોરદાર રહ્યો હતો. બીજી બાજુ પીચને લઇને ટીમ ઇન્ડિયા ખુશ દેખાઈ રહી છે. ટીમ ઇન્ડિયાના કોચ અને ખેલાડી રાજકોટ સ્ટેડિયમની પીચને લઇને સંતુષ્ટ છે. તમામ લોકો જાણે છે, વિતેલાં વર્ષોમાં અહીંની વિકેટ ઉછાળનાં કારણે હંમેશાં ચર્ચામાં રહી છે. બોલ બાટિંગ કરનાર બેટ્સમેનોને હેરાન કરનાર તરીકે હોય છે. મેચનું પ્રસારણ સાંજે સાત વાગ્યાથી થશે.






















