CIA ALERT

ઇન્ડીયા Archives - Page 153 of 217 - CIA Live

November 29, 2019
indian_naval.jpeg
4min8730

ધો.12 મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઇન્ડીયન નેવીમાં જોડાવાની અમૂલ્ય તક

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ઇન્ડીયન નેવી દ્વારા હાલમાં ધો.12 મેથ્સ ગ્રુપ (પી.સી.એમ.)માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે કેરળ સ્થિત ઇન્ડિયન નેવેલ એકેડેમીમાંથી બી.ટેક. અભ્યાસ કરવા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ઇન્ડિયન નેવીમાં જોડાઇને કારકિર્દી બનાવવાનો લક્ષ્યાંક રાખતા યુવાનો માટે આ અમૂલ્ય તક માનવામાં આવે છે. ઇન્ડીયન નેવેલ એકેડેમીમાં અભ્યાસ કરવો એ સ્ટેટસ સિમ્બોલ ગણાય છે.

ઇન્ડીયન નેવી રિક્રુટમેન્ટ જુલાઇ 2020 માટે કેડેટ એન્ટ્રી સ્કીમ અન્વયે આવેદનપત્ર આમંત્રિત કરવાની ઘોષણા ઇન્ડીયન નેવીએ કરી છે. ધો.12 ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ વિષય સાથે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ આ માટે લાયક ગણાશે.

સિલેક્ટ થયેલા ઉમેદવારોને Indian Naval Academy, Ezhimala, Kerala ખાતે બી.ટેક. અભ્યાસક્રમ પૂર્ણ કરવાની તક મળશે. અને એ પછી એમની ક્ષમતા અનુસાર ઇન્ડીયન નેવીમાં નોકરીની તક ઉભી થઇ શકે.

ધો.12 મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરતા હોય અને ઇન્ડીયન નેવીમાં રસ ધરાવતા હોય તેવા ઉમેદવારોએ તા.29 નવેમ્બરથી 19 ડિસેમ્બર 2019 સુધીમાં ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. આ પ્રક્રિયામાં પસંદગી પામેલા ઉમેદવારોની ટ્રેનિંગ જુલાઇ 2020થી શરૂ કરવામાં આવશે.

સિલેક્શન પ્રક્રિયા

સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા ઉમેદવારોની પસંદગીમાં જેઇઇ મેઇન ઓલ ઇન્ડિયા રેન્કના આધારે કરવામાં આવશે. સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા બે સ્ટેજમાં ઇન્ટરવ્યુ યોજાશે. પહેલા સ્ટેજમાં ઇન્ટેલિજન્સ ટેસ્ટ, પિક્ચર પર્સેપ્શન અને ગ્રુપ ડિસ્કશન યોજાશે. બીજા સ્ટેજમાં સાઇકોલોજીકલ ટેસ્ટિંગ, ગ્રુપ ટેસ્ટિંગ અને ઇન્ટરવ્યુ યોજાશે. આ બન્ને સ્ટેજમાંથી પાસ થયેલા ઉમેદવારોએ મેડીકલ એકઝામિનેશનમાં સફળ થવાનું રહેશે.

Indian Navy Recruitment July 2020:
Application invited for 10+2 (B.Tech) Cadet Entry Scheme

Indian Navy Recruitment July 2020 : Application invited for 10+2 (B.Tech) Cadet Entry Scheme

The Indian Navy Recruitment department has invited applications from unmarried male candidates (fulfilling the conditions of nationality as laid down by the Govt. of India) to join the prestigious Indian Naval Academy, Ezhimala, Kerala for a four year degree course under the 10+2 (B.Tech) Cadet Entry Scheme.

The candidates who are eligible can submit their online application from November 29, 2019, to December 19, 2019. The training of the selected candidates will commence in July 2020.

The candidates are advised to print one copy of filled online application form and carry it along with original certificates/documents as mentioned in Para 22 Note (c) while appearing for SSB interview.

Eligibility Details

Age: Born between 02 Jan 2001 and 01 Jul 2003 (both dates inclusive).

Educational Qualification: Passed Senior Secondary Examination (10+2 Pattern) or its equivalent examinations from any Board with at least 70% aggregate marks in Physics, Chemistry and Mathematics (PCM) and at least 50% marks in English (either in Class X or Class XII).

Selection process

Call up for Service Selection Board (SSB) will be issued on the basis of JEE (Main) – 2019 All India Rank. SSB interview will be conducted in two stages. Stage I test consists of Intelligence test, Picture Perception and Group Discussion. Candidates who fail to qualify in Stage I will be routed back on the same day. Stage II test comprises Psychological testing, Group testing and Interview which will last for 04 days. Successful candidates will thereafter undergo Medical Examination (approx duration 03-05 working days).

November 29, 2019
relience.png
1min6260

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૧૦ લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ વાળી દેશની પ્રથમ કંપની બની છે. બીએસઈ પર રિલાયન્સના શેરમાં ગુરુવારે (Dated 28 November 2019) ૦.૭ ટકા તેજી આવવાથી વેલ્યુએશનમાં ૫ હજાર કરોડ રૂપિયાનો વધારો થયો હતો. સત્રને અંતે માર્કેટ કેપ રૂ. ૧૦,૦૧,૫૫૫.૪૨ના સ્તરે પહોંચી હતી. બીએસઇ પર આ શેર રૂ. ૧૫૮૪ની ઓલટાઇમ હાઇ સપાટીને અથડાયા પછી અંતે ૦.૬૫ ટકાના વાધારા સાથે રૂ. ૧૫૭૯.૯૫ના સ્તરેે, જ્યારે એનએસઇ પર ૦.૭૭ ટકાના ઉછાળે રૂ. ૧૫૮૨ના સ્તરે બંધ રહ્યો હતો. ગત મંગળવારે ૯.૫ લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ સુધી પહોંચનારી પ્રથમ ભારતીય કંપની બની હતી. રિલાયન્સના શેરે આ વર્ષે રોકાણકારોને ૪૦ ટકા રિટર્ન આપ્યું છે.

November 29, 2019
usa_flag.png
1min8810

અમેરિકામાં રહેતા ૨,૨૭,૦૦૦ ભારતીયો ગ્રીનકાર્ડ મળે તેની રાહ જોઈ રહ્યા છે. ૧૫ લાખ મેક્સિકન સહિત કુલ ચાલીસ લાખ લોકોએ ગ્રીનકાર્ડ મેળવવા અરજી કરી છે તેવું અધિકૃત માહિતીમાંથી જાણવા મળ્યું છે. ચીનના લગભગ ૧,૮૦,૦૦૦ લોકો ગ્રીનકાર્ડની રાહ જોઈ રહ્યા છે. અમેરિકાનું નાગરિકત્વ મળ્યું હતું તેવા વિદેશી મૂળના નાગરિકોના ભાઈ-બહેનની સંખ્યા વધુ છે. અમેરિકાના નાગરિકો તેમના પરિવારના સભ્યોને અથવા ભાઈ-બહેનોને ગ્રીનકાર્ડ માટે સ્પોન્સર કરી શકે છે તેવી જોગવાઈ હાલના કાયદામાં છે. અમેરિકાના પ્રમુખ આવી વ્યવસ્થાનો વિરોધ કરે છે અને આવી છૂટછાટ બંધ કરવા માગે છે. વિપક્ષ ડેમોક્રેટિક પાર્ટી પરિવારજનોને સ્પોન્સર કરવાની હાલની ઈમિગ્રેશન સિસ્ટમ ચાલુ રાખવા માગે છે.

પરિવાર આધારિત સ્પોન્સરશિપ ૨,૨૭,૦૦૦ ધરાવતા ચાલીસ લાખ અરજદારો ઉપરાંત લગભગ ૮,૨૭,૦૦૦ લોકો નોકરી આધારિત ગ્રીનકાર્ડ મેળવવા પ્રતીક્ષા કરી રહ્યા છે જેમાં મોટા ભાગના લોકો ભારતના છે. ભારતીય આઇટી પ્રોફેશનલને ગ્રીનકાર્ડ મેળવવા દસ વર્ષથી વધુ સમય રાહ જોવી પડે છે.

પરિવાર આધારિત સ્પોન્સરશિપના ભારતીય અરજદારો ગ્રીનકાર્ડની રાહ જોઈ રહ્યા છે. તેમાંથી ૧,૮૧,૦૦૦ જેટલા યુએસ સિટિઝનના ભાઈ અથવા બહેન છે. ૪૨૦૦૦ જેટલા યુએસ સિટિઝન્સના પરિણીત બાળકો છે અને ૨૫૦૦ જેટલા અરજદારોમાં ગ્રીનકાર્ડ ધરાવતા લોકોના જીવનસાથી અથવા સગીર બાળકોનો સમાવેશ થાય છે.

November 28, 2019
medicine-1.jpg
1min7210

આવનારા સમયમાં ભારતવાસીઓને દવાઓના ઊંચા ભાવમાં ઘટાડાની રાહત મળી શકે છે. ઘરેલુ દવા ઉદ્યોગ અને કારોબારીઓએ ભાવ નિયમનથી બહારની દવાઓ પર ટ્રેડ માર્જિન એટલે કે, નફાનો હાંસિયો 30 ટકા સુધી રાખવાનો કેન્દ્ર સરકારના પ્રસ્તાવ પર સહમતી બતાવી દીધી છે. આ મહત્ત્વપૂર્વ પગલાંથી દેશમાં લગભગ 80 ટકા દવાઓ સસ્તી થઇ જશે તેવી જાણકારી દવા ઉદ્યોગનાં સંગઠનો, ફાર્મલોબી ગ્રુપ અને દવા કિમંત નિયામક સંસ્થાની બેઠકમાં જોડાયેલાં સૂત્રોએ આપી હતી.

ઇન્ડિયન ડ્રગ મેન્યુફેકચર એસોસિયેશન (આઇડીએમએ)ના અધ્યક્ષ દીપનાથ રોય ચૌધરીએ કહ્યું હતું કે,’ ટ્રેડ માર્જિનને તકબદ્ધ કરવામાં આ માટે કોઇ પરેશાની નથી. કર્કરોગની દવાઓ પર પણ ટ્રેડમાર્જિન 30 ટકા નક્કી કરાયું છે,

November 26, 2019
scindia.jpg
1min6120

જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના ટ્વિટર બાયો પરથી કૉંગ્રેસનું નામ હટાવી દીધું તે પછી મધ્ય પ્રદેશના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો. સિંધિયાએ પોતાની ટ્વિટર પ્રોફાઈલ ટૂંકી કરીને ‘જાહેર સેવક અને ક્રિકેટપ્રેમી’ એમ કરી હતી તે પછી તે કૉંગ્રેસમાં ખુશ નથી તેવી અટકળો વાયુવેગે ફેલાઈ રહી છે. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથ અને તેમની વચ્ચેના મતભેદો સોશિયલ મીડિયા પર હાઈલાઈટ થઈ રહ્યા છે અને સિંધિયા કૉંગ્રેસ છોડશે તેવો પ્રશ્ર્ન સોશિયલ મીડિયા યૂઝર્સના મનમાં રમી રહ્યો છે.

મધ્ય પ્રદેશની ૧૧ મહિના જૂની કૉંગ્રેસ સરકાર ૧૧૫ વિધાનસભ્ય ધરાવે છે અને સાદી બહુમતીમાં એક સભ્ય ઓછો છે. બસપાના બે, એસપીનો એક અને ચાર અપક્ષ વિધાનસભ્ય સરકારને ટેકો આપી રહ્યા છે. ૪૭ વર્ષીય સિંધિયા મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાનપદની સ્પર્ધામાં કમલનાથ સામે પાછા પડ્યા હતા અને મધ્ય પ્રદેશ કૉંગ્રેસના વડાનો તાજ પણ તેમને હજુ સુધી મળ્યો નથી.

મધ્ય પ્રદેશ ભાજપના પ્રવક્તા દીપક વિજયવર્ગીયે દાવો કર્યો હતો કે પ્રોફાઈલમાં કરાયેલો બદલાવ દર્શાવે છે કે સિંધિયા પક્ષથી ખુશ નથી. રાજ્ય સરકારની કામગીરી સામે સિંધિયા વારંવાર જાહેરમાં અસંતોષ વ્યક્ત કરતા રહ્યા છે. મધ્ય પ્રદેશ કૉંગ્રેસમાં સિંધિયા અને તેમના ટેકેદારોને ‘સાઈડલાઈન’ કરવામાં આવી રહ્યા છે. તેમને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા ન હતા અને કૉંગ્રેસના મધ્ય પ્રદેશ એકમના પ્રમુખ તરીકે પણ તેમની નિમણૂક કરવામાંં આવી નથી. દરમ્યાન મધ્ય પ્રદેશ કૉંગ્રેસના પ્રવકતા નરેન્દ્ર સલુજાએ કહ્યું કે “ટ્વિટર હેન્ડલ સ્ટેટસમાં કરાયેલા બદલાવમાં ખોટું શું છે? હવે તે ગુનાના સાંસદ નથી. એક મહિના અગાઉ પ્રોફાઈલ બદલી હતી ત્યારે હવે કેમ અટકળો ચાલી રહી છે? સિંધિયા સાચા અને સમર્પિત નેતા છે જે પક્ષને કોઈ દિવસ છોડશે નહીં.

November 25, 2019
gst.jpg
1min5310

કેન્દ્ર સરકાર જીએસટીમાંથી રાજ્યોને તેનો હિસ્સો સમયસર આપતી નથી એવી ફરિયાદ છે. રાજ્યોના લગભગ રૂ. ૩૫ હજાર કરોડ કેન્દ્ર પાસે લેવાના બાકી છે. જેથી રાજ્યના ઘણા વિભાગની હાલત ઘણી ખરાબ થઇ છે. નાણાકીય ખેંચ અનુભવાય છે. નૉટબંધી બાદની હાલત કરતા વધુ ખરાબ હોવાનું ભૂતપૂર્વ પ્રધાને કહ્યું હતું.

આર્થિક મંદીના કારણે વેપાર-ઉદ્યોગ ઠંડા છે. કેન્દ્ર સરકાર દર મહિને નવી યોજના જાહેર કરે છે. તેને પૂરી કરવા કેન્દ્ર સરકાર રાજ્યોના હિસ્સાની જીએસટી રકમ અટકાવી રહી છે.

જીએસટીના ૬૦ ટકા હિસ્સો રાજ્યોના કરનો છે. જીએસટી લાગુ થયા બાદ રાજ્યોએ તમામ કરવસૂલાત ખતમ કરીને જીએસટીમાં સમાવી લીધું હતું તેથી રાજ્યને ભરપાઇ કરવાની જવાબદારી કેન્દ્રની છે. ત્રણ મહિનાથી રાજ્યોને કેન્દ્ર તરફથી રકમ મળી નથી.

દિલ્હી, પંજાબ, રાજસ્થાન કેરળ અને પશ્ર્ચિમ બંગાળના નાણાપ્રધાને સંયુક્ત નિવેદન કરીને રાજ્યોની બાકી રકમ આપી દેવા કેન્દ્રને જણાવ્યું છે. દિલ્હીના રૂ. ૨૩૫૫ કરોડ તથા પંજાબના રૂ.૪૧૦૦ કરોડ અટકેલા છે.

November 24, 2019
india_win.jpg
1min6100

કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર ટીમ ઇન્ડિયા પોતાની પહેલી ડે-નાઈટ ટેસ્ટમાં બાંગ્લાદેશને એક ઇનિંગ્સ અને 46 રને માત આપ્યું હતું. ભારત એક ઇનિંગ્સના માર્જિનથી સતત 4 મેચ જીતનાર પહેલો દેશ બની ગયો છે.

બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા પહેલાથી જ મજબૂત સ્થિતિમાં છે. મહેમાન ટીમને 106 રનમાં ઓલઆઉટ કર્યા પછી ભારતે 9 વિકેટે 347 દાવ ડિક્લેર કર્યો હતો. ભારત માટે વિરાટ કોહલીએ 136 રનની કપ્તાની ઇનિંગ્સ રમીને આઉટ થયો હતો. તેણે પોતાના ટેસ્ટ કરિયરની 27મી અને ભારત માટે પિન્ક-બોલ ટેસ્ટમાં પ્રથમ સદી ફટકારી. તૈજુલ ઇસ્લામે હુસેનની બોલિંગમાં ફાઈન-લેગ પર કોહલીનો જોરદાર કેચ કર્યો હતો. કોહલીએ કેપ્ટન તરીકે બધા ફોર્મેટની કુલ 188 ઇનિંગ્સમાં 41મી સદી મારી છે. કપ્તાન તરીકે સૌથી વધુ સદીના મામલે તેણે રિકી પોન્ટિંગની બરોબરી કરી છે. પોન્ટિંગે 41 સદી માટે કોહલી કરતા ડબલ એટલે કે 376 ઇનિંગ્સ લીધી હતી. દક્ષિણ આફ્રિકાનો પૂર્વ કપ્તાન 33 સદી સાથે આ સૂચિમાં ત્રીજા સ્થાને આવે છે.

ટીમ ઇન્ડિયાએ તે સાથે જ સતત સાતમી ટેસ્ટ જીતી છે. ભારતે સીરિઝ 2-0થી પોતાના નામે કરી છે. પહેલી ઇનીંગમાં 241 રનની લીડ મેળવ્યા બાદ ભારતે બાંગ્લાદેશને બીજા દાવમાં 195 રનમાં ઓલઆઉટ કર્યું હતું. યજમાન ટીમ માટે બીજા દાવમાં ઉમેશ યાદવે 5 અને ઇશાંત શર્મા 4 વિકેટ લીધી હતી. ઉમેશ યાદવ મેન ઓફ ધ મેચ બન્યો હતો જ્યારે ઇશાંત શર્મા મેન ઓફ ધ સીરિઝ રહ્યો હતો.

November 24, 2019
sharad_pawar.jpg
1min5400

એનસીપીએ અજિત પવારને વિધાનમંડળના નેતા પદેથી હાંકી કાઢ્યા હતા અને તેઓ વિધાનસભ્યોને ભાજપના સમર્થનમાં મત આપવાનો આદેશ આપી શકે તેવી સત્તા પણ તેમની પાસેથી લઈ લીધી હતી. અજિત પવારે ભાજપ સાથે જોડાણ કરી નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમના આ નિર્ણય સાથે પક્ષ સહમત ન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શરદ પવારે બોલાવેલી પક્ષના વિધાનસભ્યોની બેઠકમાં ૫૪માંથી ૪૯ સભ્ય હાજર હોવાનો દાવો એનસીપીએ કર્યો હતો. ત્રીસમી ઑક્ટોબરે અજિત પવારેને વિધાનમંડળના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. હાલમાં આ જવાબદારી પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલને સોંપવામાં આવી છે.

સવારે થયેલા હાઈ ડ્રામા બાદ પવારે ચાર વાગ્યે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ધનંજય મુંડે સહિત ૪૯ વિધાનસભ્ય હાજર હોવાનું એનસીપીએ જણાવ્યું હતું. અન્ય છ પણ ટૂંક સમયમાં પક્ષનો સંપર્ક સાધશે, તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. આ સાથે અજિત પવારની શપથવિધિમાં હાજર બાર વિધાનસભ્યમાંથી નવે શરદ પવાર સાથે હોવાનું જણાવતા અજિત પવાર એકલા પડી ગયા હોવાનું માનવામાં આવે છે. આ સ્થિતિ ભાજપ માટે સંકટ ઊભું કરનારી હોવાનો દાવો થઈ રહ્યો છે. આ નવ વિધાનસભ્યએ એક જ સૂર પુરાવ્યો હતો કે તેઓ અજિત પવારના આદેશને માન આપી ગયા હતા અને તેમને રાજભવનમાં શપથવિધિ માટે જવાનો કોઈ અણસાર આપવામાં આવ્યો ન હતો. તેમને અંધારામાં રાખી અજિત પવારે શપથ લીધા હતા. આ બેઠકમાં ફડણવીસના અતિ નજીકના માનવામાં આવતા પરલીના વિધાનસભ્ય ધનંજય મુંડેની હાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

આ બેઠક બાદ ત્રીસમી નવેમ્બરે વિશ્ર્વાસનો મત જીતવો ભાજપ માટે અઘરો બની રહેશે, તેમ માનવામાં આવે છે. જોકે રાજકીય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ દિવસે ચિત્ર અલગ પણ હોઈ શકે. સંપૂર્ણ દિવસ દરમિયાન અજિત પવારે ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. તેમને મનાવવા માટે પક્ષના ઘણાં નેતાઓએ પ્રયત્ન કર્યા હતા. કૉંગ્રેસે પણ અજિત પવારને ભૂલ સમજી પાછા આવવા વિનંતી કરી હતી. જ્યારે બીજી બાજુ અજિત પવારે શરદ પવારને સંદેશો મોકલાવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જેમાં તેમણે પક્ષને બચાવવો હોય તોે ભાજપ સાથે જોડાવવાની વાત કરી હતી. અજિત પવાર પાસે ૩૦થી ૩૬ વિધાનસભ્યનું સમર્થન હોવાનું માનવામાં આવે છે.

November 22, 2019
traffic_police_memo-1280x720.jpg
1min6060

ટ્રાફિક મેમો ફાડીને દંડ વસૂલવામાં ગુજરાત પોલીસ 101 કરોડની વસૂલાત સાથે દેશમાં બીજા ક્રમે

નવો મોટર વેહીકલ એક્ટ લાગુ થયા બાદ અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ મળીને પ77 કરોડથી વધુ રૂપિયાનાં મેમો ફાટયા હોવાનું તા.21મી નવેમ્બર 2019ના રોજ કેન્દ્રના પરિવહન મંત્રાલય દ્વારા લોકસભામાં આધિકારીક રીતે જણાવવામાં આવ્યું હતું.

આ વાસ્તવિક દંડ વસૂલાત ન હોવાનું પણ મંત્રાલયે જણાવ્યું હતું. કારણ કે કેટલાક ચલણોમાં કેશ રૂપિયા વસૂલ થયા છે તો કેટલાક ચલણો આર.ટી.ઓ.માં તો કેટલાક ચલણને અદાલતોમાં મોકલવામાં આવી રહ્યા છે. ભાજપ સાંસદ જગદંબિકા પાલે લોકસભામાં પૂછેલા સવાલનો ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ જવાબ આપ્યો હતો.

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં કુલ 38 લાખ લોકોનાં મેમો ફાડવામાં આવ્યા છે. તામિળનાડુમાં સૌથી વધુ 14.13 લાખ લોકોનાં ચલણ નીકળ્યા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ટ્રાફિક પોલીસ દ્વારા દંડનીય વસૂલાત રૂ.101 કરોડની કરી દેવામાં આવી છે. દંડ વસૂલ કરવામાં ગુજરાત સમગ્ર ભારતમાં ઉત્તર પ્રદેશ (પહેલા ક્રમ) પછી બીજા ક્રમે આવે છે.

ક્યાં કેટલી રકમના મેમો ફાટ્યા રકમ રૂ.માં

ચંદિગઢ’ 5,58 કરોડ
આસામ’ 12.45 લાખ
છત્તીસગઢ””””” 14.81 લાખ
ઉત્તરપ્રદેશ””””” 201.91 કરોડ
દિલ્હી”’ 34.15 કરોડ
રાજસ્થાન””””” 5.56 કરોડ
બિહાર”’ 78.37 કરોડ
પંજાબ”’ 85.64 લાખ
ઉત્તરાખંડ”””””’ 3.05 કરોડ
ગુજરાત’ 101.27 કરોડ
મહારાષ્ટ્ર’ 4.16 કરોડ
હરિયાણા 72.18 કરોડ

નવો કાયદો લાગુ કરવામાં આવ્યા બાદ દેશમાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું કહેવામાં આવ્યું છે. જો કે તેમાં ફક્ત નવ રાજ્યોની જાણકારી જ મૂકવામાં આવી છે. ગતવર્ષનાં સપ્ટેમ્બર-ઓક્ટબરની તુલનામાં ક્યાં કેટલો ઘટાડો નોંધાયો તેનું વિવરણ સંસદમાં આપવામાં આવ્યું હતું. જો કે છત્તીસગઢમાં અકસ્માતોમાં 4.1 ટકાનો વધારો નોંધાયો હોવાનું પણ તેમાં ટાંકવામાં આવેલું છે.

રાજ્ય”’ અકસ્માતમાં ઘટાડો
કેરળ””’ 2.1 ટકા
યુપી””” 9.8 ટકા
બિહાર”’ 10.પ ટકા
ગુજરાત’ 13.8 ટકા
ઉત્તરાખંડ”””””’ 21.8 ટકા
હરિયાણા 11.8 ટકા
પુડ્ડુચેરી 30.7 ટકા
ચંદિગઢ’ 7પ ટકા

November 22, 2019
fastag.png
1min5320

નેશનલ હાઈવે પરના ટોલ પ્લાઝાઓની ફાસ્ટેગ લેનમાંથી ટેગ વગર પસાર થનારા વાહનો પાસેથી બમણી રકમ વસૂલવામાં આવશે તેવું નીતીન ગડકરીએ ગુરુવારે કહ્યું હતું. ટોલ નાકા પર એક હાઈબ્રિડ લેન રહેશે જયાંથી ટેગ વગરના વાહનો રાબેતા મુજબનો ટોલ ભરી શકશે.

રોડ ટ્રાન્સપોર્ટ પ્રધાન ગડકરીએ કહ્યું હતું કે દેશમાં ૫૩૭ ટોલ પ્લાઝા પર સો ટકા ઈલેક્ટ્રિક ટોલ કલેકશન કરી શકાશે. ફાસ્ટેગ એવા પ્રિપેઈડ ટેગને કહેવામાં આવે છે જે વાહનના વીન્ડ સ્ક્રીન પર લગાવેલું હોય છે. ટોલ ચાર્જિસની રકમ આપોઆપ બાદ થઈ જતી હોય છે, રોકડ રકમ આપ્યા વગર વાહન ટોલ પ્લાઝામાંથી પસાર થઈ શકે છે.

ટોલ પ્લાઝા પર એક લેન રાખવામાં આવશે જ્યાંથી ફાસ્ટેગ ધરાવતા વાહનો અને અન્ય રીતે પેમેન્ટ આપનારા વાહનો પસાર થઈ શકશે. પહેલી ડિસેમ્બર સુધી નેશનલ હાઈવેઝ ઑથોરિટી ઑફ ઈન્ડિયા નિશુલ્ક આપશે, જેને વાહન માલિકે જરૂરી રકમથી ચાર્જ કરવાનું રહેશે.