ઇન્ડીયા Archives - Page 117 of 217 - CIA Live

May 30, 2020
kbckidcorer.jpg
1min659

રિયાલિટી ક્વિઝ શો ‘કોન બનેંગા કરોડપતિ’ એટલે કેબીસી દેશમાં સૌથી લોકપ્રિય શો ગણતરી કરવામાં આવે છે, જેમાં દર વર્ષે લોકોને તેની ઇંતજારી રહે છે. જોકે, હોટફેવરિટ શોની હોટસીટ પર બેસનારા ક્ધટેસ્ટંટ માતબર રકમ જીતતા હોય છે. આ શોમાં જીતનાર એક ક્ધટેસ્ટંટ અત્યારે સૌથી વધારે લાઈમલાઈટમાં આવ્યો છે.

કેબીસીમાં ૧૪ વર્ષના બાળકે પણ ભાગ લીધો હતો, જે બે દસકા પછી આ બાળક ફરી પોતાની સફળતાને કારણે ચર્ચાનો વિષય બન્યો છે. ૨૦૦૧માં કેબીસીમાં સ્પેશિયલ સીઝન કેબીસી જુનિયરમાં ભાગ લીધો હતો, જેમાં ૧૪ વર્ષના રવિ મોહન સૈની નામના બાળકે ૧૫ સવાલના જવાબ સાચા આપીને એક કરોડ રૂપિયાની રકમ જીતી લીધી હતી, જે વાતને બે દાયકા પૂરા થયા છે, પરંતુ હવે તેને આઈપીએસ અધિકારી બન્યા પછી તે લાઈમલાઈટમાં આવ્યો છે.

હવે તે આઈપીએસનું પોસ્ટિંગ પણ મળ્યું છે. ૩૩ વર્ષની વય ધરાવનારા સૈનીનું અત્યારે ગુજરાતના પોરબંદરમાં પોસ્ટિંગ (એસપી) મળ્યું છે. તેણે કહ્યું હતું કે મેં મહત્મા ગાંધી મેડિકલ કોલેજ જયપુરમાંથી એમબીબીએસ કર્યું છે તથા એમબીબીએસ પછી ઈન્ટર્નશિપ દરમિયાન સિવિલ સર્વિસીસમાં પસંદગી કરી હતી. મેં મારા પિતાજીમાંથી પ્રેરણા લઈને આઈપીએસ બનવાનું સપનું સેવ્યું હતું અને એ સપનું ૨૦૧૧માં સાકાર કર્યું હતું, જેમાં ૪૬૧મી રેંક આવ્યો હતો.

જોકે, કેબીસીની વાત કરતા કહ્યું હતું કે ૧૨મી સીઝન બહુ ટૂંક સમયમાં થઈ શકે છે. કેબીસી કાર્યક્રમમાં બિગ-બી જે અંદાજમાં પ્રશ્ર્ન પૂછે છે એ મને સૌથી વધારે ગમે છે. લોકડાઉન પછી આ શો પણ ચાલુ થશે, એવું તેમણે જણાવ્યું હતું.

May 30, 2020
mamta_benerji.jpg
1min6700

મોટા પ્રમાણમાં શ્રમિકો સ્થળાંતર કરીને રાજ્યમાં આવ્યા હોવાને કારણે કોરોનાના કેસમાં વધારો થયો હોવાનો દાવો કરી પ. બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ જૂન મહિનાથી લૉકડાઉનમાં શ્રેણીબદ્ધ રાહત આપવાની શુક્રવારે જાહેરાત કરી હતી.

તેમણે જાહેરાત કરી હતી કે પહેલી જૂનથી ધાર્મિક સ્થળો ખોલી શકાશે તેમ જ સરકારી તેમ જ ખાનગી કાર્યાલયોમાં પૂરા સ્ટાફ સાથે કામ કરી શકાશે.

સરકાર સાથે ચર્ચાવિચારણા કર્યા વિના છેલ્લાં થોડા દિવસથી મોટા પ્રમાણમાં શ્રમિકોને રાજ્યમાં પાછા લાવવા શરૂ કરવામાં આવેલી ટ્રેનસેવાની ટીકા કરી રહેલાં મમતા બેનરજીએ દાવો કર્યો હતો કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કર્યા વિના જ રેલવે દ્વારા આ કામ કરવામાં આવ્યું હતું. શું રેલવે શ્રમિક સ્પે. ટ્રેનને બદલે કોરોના એક્સપ્રેસ ટે્રન દોડાવી રહ્યું છે? એવો પ્રશ્ર્ન તેમણે કર્યો હતો.

May 30, 2020
coronaindia-1-1280x1044.jpg
1min7710

ભારતમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં થયેલા મરણનો આંક ૪,૭૦૬ પર પહોંચ્યો છે અને એ સાથે જ ભારતે આ મામલે ચીનને પાછળ પાડી દીધું છે. શુક્રવારે સવારે ૮:૦૦ વાગ્યા સુધીમાં પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોનાને કારણે વધુ ૧૭૫ જણનાં મોત થયાં હોવા ઉપરાંત કોરોનાના નવા ૭,૪૬૬ કેસ નોંધાયા હતા, એમ કેન્દ્રના આરોગ્ય ખાતાએ જણાવ્યું હતું.

જ્હૉન હૉપક્ધિસ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ કોરોનાના કેસને મામલે ભારતે તુર્કીને પણ પાછળ પાડી દીધું છે અને આ સાથે જ ભારતે કોરોનાથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત થયેલા વિશ્ર્વના દેશોમાં નવમું સ્થાન મેળવી લીધું છે.

ચીનમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે ૪,૬૩૮ જણનાં મૃત્યુ થયાં હોવા ઉપરાંત કોરોનાના કુલ ૮૪,૧૦૬ કેસ નોંધાયા છે. ભારતમાં પ્રથમ જ વાર એક જ દિવસમાં કોરોનાના વિક્રમજનક ૭,૦૦૦ કરતા પણ વધુ કેસ નોંધાયા હતા. બીવીસ મેથી દેશમાં દરરોજ કોરોનાના ૬૦૦૦ કરતા પણ વધુ કેસ નોંધાઈ રહ્યા હતા. ભારતમાં કોરોનાના ૮૯,૯૮૭ સક્રિય કેસ છે તો અત્યાર સુધીમાં ૭૧,૧૦૫ દરદી સાજા થઈ ગયા છે અને એક દરદી વિદેશ સ્થળાંતર કરી ગયો છે.

મતલબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૪૨.૮૯ ટકા દરદી સાજા થઈ ગયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મૅડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના જણાવ્યાનુસાર ૨૯ મે સવારના ૯:૦૦ વાગ્યા સુધીમાં દેશમાં કુલ ૩૪,૮૩,૮૩૮ નમૂનાની ચકાસણી કરવામાં આવી હતી અને છેલ્લાં ૨૪ કલાકમાં ૧,૨૧,૭૦૨ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હોવાનું તેમણે કહ્યું હતું.

દેશમાં કોરોનાને કારણે કુલ ૪,૭૦૬ મૃત્યુ થયાં છે. અને ૧,૯૮૨ મૃત્યુ સાથે મહારાષ્ટ્ર મોખરે છે તો ગુજરાત ૯૮૦, મધ્ય પ્રદેશ ૩૨૧, દિલ્હી ૩૧૬, પ. બંગાળ ૨૯૫, ઉત્તર પ્રદેશ ૧૯૭, રાજસ્થાન ૧૮૦, તમિળનાડુ ૧૪૫, તેલંગણા ૬૭, આંધ્ર પ્રદેશ ૫૯, કર્ણાટક ૪૭, પંજાબ ૪૦, જમ્મુ-કાશ્મીર ૨૭, હરિયાણા ૧૯, બિહાર ૧૫, ઓડિશા અને કેરળ પ્રત્યેક ૦૭, હિમાચલ પ્રદેશ ૦૫, ઝારખંડ, ઉત્તરાખંડ, ચંડીગઢ અને આસામ પ્રત્યેક ૦૪ તો મેઘાલય એક મૃત્યુ સાથે ત્યાર પછીના સ્થાને છે.

May 27, 2020
HCQ.jpg
1min5540

ભારતમાં કોવીડ-19ની સ્થિતિમાં નિદાન, સારવાર સમેતની સઘળી કામગીરીનું સંચાલન જેના શીરે છે એ આઇ.સી.એમ.આર. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ભારતમાં હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાની હાનીકર્તા સાઇડ ઇફેક્ટ વર્તાતી નથી. આ દવાનો ઉપયોગ કોરોના પ્રીવેન્ટીવ મેડીસીન તરીકે ભારતમાં જારી રહેશે એવી સ્પષ્ટતા પણ આ સંસ્થાએ કરી હોવાનું સત્તાવાર મિડીયા માધ્યમ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાએ ટ્વીટ કર્યું હતું.

May 22, 2020
flight-1.jpg
1min5310

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંઘ પુરીએ ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને કહ્યું હતું કે, 25મેથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ થશે. આ વિશે માહિતિ આપતા તેમણે કહ્યું હતું કે, 25મેથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ થશે. દિલ્હી, મુંબઇથી 90-120 મિનિટની ફ્લાઇટ્સનું મિનિમમ ભાડું 3500 અને વધુમાં વધુ ભાડું 10,000 રૂપિયા રહેશે. પ્રવાસીઓએ સેલ્ફ ડેક્લેરેશન અને આરોગ્ય સેતૂ એપ દ્વારા જણાવવાનું રહેશે કે તેમનામાં કોરોનાના લક્ષણ નથી.

ફ્લાઇટના રૂટ વિશે હરદીપસિંઘ પુરીએ જણાવ્યું હતું કે, ફ્લાઇટ રૂટને 7 રૂટમાં વર્ગીકૃત કરવામા આવ્યા છે. જે નીચે મુજબ છે:

1. 40 મિનિટથી ઓછો ફ્લાઇટ ટાઇમ

2. 40થી 60 મિનિટ

3. 60થી 90 મિનિટ

4. 90થી 120 મિનિટ

5. 120થી 150 મિનિટ

6. 150થી 180 મિનિટ

7. 180થી 210 મિનિટ

દરેક રૂટ આ ટાઇમલાઇનમાં આવે છે.

પુરી સાથે હાજર એવિએશન સેક્રેટરી પ્રદીપ સિંહે કહ્યું હતું કે, 40% સીટ્સ પ્રાઇસ બેન્ડના મધ્યભાગના નીચલા ભાવે વેચવામાં આવશે. ઉદાહરણ તરીકે 3,500 રૂપિયાથી 10,000 રૂપિયાની પ્રાઈઝનો મધ્યભાગ 6,700 રૂપિયા થાય છે. એટલે આ પ્રાઈસ બેન્ડમાં 40% સીટો 6,700 રૂપિયાથી ઓછી કિંમતે બુક કરવી પડશે.

પ્રેસ કોન્ફરન્સમાં વધુ માહિતિ આપતા હરદીપસિંઘ પુરીએ કહ્યું હતું કે, ‘વંદે ભારત મિશન’ અંતર્ગત વિદેશમાં રહેતા આપણા 20,000થી વધુ નાગરિકોને પરત લાવવામાં આવ્યા છે. જોકે અમુક દેશમાંથી નાગરિકોને પરત આવવાની મંજૂરી મળી નથી તેથી મુશ્કેલી પડી રહી છે. વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવાના પ્રયત્નો હજી ચાલુ જ છે અને આગામી બે અઠવાડિયામાં ‘વંદે ભારત મિશન’ અંતર્ગત આ પ્રયાસો વધુ ઝડપી બનાવવામાં આવશે. 5મી મે બાદ હવાઈ માર્ગે 5 લાખ કિલોમિટર્સનું અંતર કાપવામાં આવ્યું છે. જેમાં દેશના અલગ અલગ વિસ્તારોમાં કોરોના વાયરસથી જોડાયેલી સમાગ્રીઓ પહોંચાડવામાં આવી હતી. વિદેશથી પણ મેડિકલ સામગ્રી દેશમાં લાવવામાં આવી છે.

May 22, 2020
coronaindia-1-1280x1044.jpg
1min5550

દેશમાં છેલ્લા બે મહિનાથી લોકડાઉન હોવા છતા પણ કોરોના વાયરસના સંક્રમણનો આંકડો સવા લાખને પાર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના કુલ 125101 કેસ નોંધાયા છે જેમાંથી 51784 લોકો એવા છે કે જેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 137 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 3720 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શનિવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ 69597 એક્ટિવ કેસ છે.

જોકે એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી દર 41.39 ટકા સુધી પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 6654 નવા કેસ સાથે દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણનો આંકડો 125101 સુધી પહોંચી ગયો છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 3250 લોકો કોરોના સંક્રમણને મહાત આપીને સ્વસ્થ થવામાં સફળ રહ્યા છે.

જોકે, કોરોના સંક્રમણ સમગ્ર દેશમાં વાયુવેગે ફેલાઈ રહ્યું છે તેવું કહેવું યોગ્ય નથી. ચાર રાજ્યો એવા છે કે જ્યાંથી સમગ્ર દેશના કુલ કોરોના વાયરસના કેસના લગભગ 68 ટકા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર એકલામાંથી જ દેશભરના કુલ કોરોના કેસના લગભગ 35 ટકા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 44582 કેસ નોંધાયા છે જ્યારે 1517 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.  

દેશમાં કોરોનાથી 21 May ૧૩૨નાં મોત

દેશમાં કોરોનાને કારણે છેલ્લાં ૨૪ કલાકમાં વધુ ૧૩૨ જણનાં મોત થતાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોનો આંક ૩૪૩૫ પર તો કોરોનાના વિક્રમજનક નવા ૫,૬૦૯ કેસ નોંધાતાં કોરોનાના કુલ કેસની સંખ્યાનો આંક વધીને ૧,૧૨,૩૫૯ પર પહોંચ્યો હોવાનું કેન્દ્રના આરોગ્ય ખાતાએ કહ્યું હતું.

કોરોનાના સક્રિય કેસનો આંક ૬૩,૬૨૪ રહ્યો છે તો ૪૫,૨૯૯ દરદી સાજા થઈ ગયા છે અને એક દરદી સ્થળાંતર કરી ગયો છે, એમ તેમણે કહ્યું હતું.

મતલબ, અત્યાર સુધીમાં કોરોનાના ૪૦.૩૨ ટકા દરદીઓ સાજા થઈ ગયા છે, એમ આરોગ્ય ખાતાના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું.

દેશમાં કોરોનાના કુલ ક્ધફર્મ કેસમાં વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે, એમ તેમણે કહ્યું હતુું.

મંગળવાર સવારથી ૨૪ કલાક દરમિયાન કુલ ૧૩૨ મૃત્યુ નોંધાયા હતાં જેમાં ૬૫ મહારાષ્ટ્ર, ૩૦ ગુજરાત, ૦૯ મધ્ય પ્રદેશ, ૦૮ દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પ્રત્યેકમાં ચાર, પ. બંગાળ અને તમિળનાડુ પ્રત્યેકમાં ત્રણ, ૦૨ તેલંગણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, બિહાર , ઓડિશા અને જમ્મુ-કાશ્મીર પ્રત્યેકમાં ૦૧, મૃત્યુનો સમાવેશ થાય છે.

કોરોનાને કારણે અત્યાર સુધીમાં દેશમાં કુલ ૩૪૩૫ લોકોનાં મૃત્યુ નોંધાયા છે.

May 22, 2020
coronamapgujarat.png
1min8220

ગુજરાતમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ ૬૪માં દિવસે કુલ પોઝિટિવ કેસનો આંકડો ૧૩ હજારને પાર અને મોતનો આંકડો ૮૦૦ને પાર થયો છે. શુક્રવારે સાંજે રાજ્યમાં ૩૬૩ નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા ૧૩૨૬૮ થઈ હતી જ્યારે વધુ ૨૯નાં મોત સાથે કુલ મોતનો આંકડો ૮૦૨ થયો હતો. જ્યારે અમદાવાદમાં ૩૨૮ સહિત રાજ્યમાં કુલ ૩૯૨ દર્દીઓને રજા અપાઈ હતી.

આરોગ્ય વિભાગે જાહેર કરેલાં આંકડામાં શુક્રવારે સાંજે પાંચ વાગ્યે પૂરાં થતાં ચોવીસ કલાકમાં ગુજરાતમાં કુલ ૩૯૨ દર્દીઓને રજા અપાઇ જ્યારે આ આંકડો અમદાવાદ એકલામાં જ ૨૭૫નો રહ્યો હતો. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ ૫,૮૮૦ દર્દીઓને ડિસ્ચાર્જ અપાયો હતો. શુક્રવારે નોંધાયેલાં ૨૯ મૃત્યુના કેસ પૈકી ૧૧ના મોત માત્ર કોવિડના સંક્રમણને કારણે જ્યારે ૧૮નાં મોત અન્ય બીમારીઓ ઉપરાંત કોરોના સંક્રમણથી થયાં હતા. હાલ સારવાર હેઠળના કુલ પોઝિટિવ ૬,૫૯૧ એક્ટિવ દર્દીઓ પૈકી ૬૩ની હાલત નાજુક હોઇ વેન્ટિલેટર પર હતા તથા ૬,૫૨૮ સ્ટેબલ હતા. ગત ૨૪ કલાકમાં કુલ ટેસ્ટની સંખ્યા ૬,૪૧૦ રહી છે અને આ સાથે અત્યાર સુધીમાં કુલ ૧,૭૨,૫૬૨ સેમ્પલ ટેસ્ટ થયાં હતા.

Reported on 22 May ગુજરાત કોરોના : ૧૦ દિવસમાં ૨૫૬ મોત

ગુજરાતમાં દરરોજ કોરોનાથી થતા મોતના આકડામાં હજુ ઘટાડો થવાને બદલે ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. બુધવાર સુધીના છેલ્લા ૧૦ દિવસમાં રાજ્યમાં કોરોનાથી કુલ ૨૫૬ લોકોનાં મોત નિપજ્યાં હતાં. દરરોજ સરેરાશ ૨૫થી ૩૦ લોકોનાં મોત નિપજે છે.

રાજ્યમાં અત્યાર સુધી કુલ ૭૪૯ મોત નોંધાઈ ચૂક્યા છે, જેમાં સૌથી વધુ ૬૦૨ મૃત્યુ એકલા અમદાવાદમાં નોંધાયા છે. બુધવારે રાજ્યમાં કુલ ૩૯૭ નવા કેસ નોંધાયા હતા જ્યારે કુલ ૩૦ મોત નોંધાયા હતા. એકલા અમદાવાદમાં નવા ૨૭૧ કેસ અને ૨૬ મૃત્યુ થયાં હતાં. બુધવારે સાંજ સુધીના ૨૪ કલાકમાં કુલ ૬,૦૯૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બુધવારે રાજ્યમાં ૧૭૬ દર્દીઓને રજા આપવામાં આવી હતી.

છેલ્લા ૧૦ દિવસમાં એક જ દિવસમાં સૌથી વધુ ૩૫ મોત ૧૮ મેના રોજ નોંધાયા હતા. બુધવારે રાજ્યમાં કુલ ૩૯૮ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયાની બીજી ઘટના છે. આ પહેલા ૫ મી મેના રોજ ૨૪ કલાકમાં સૌથી વધુ ૪૪૧ પોઝિટિવ કેસ નોંધાયા હતા. સાથે જ છેલ્લા ૧૦ દિવસમાં ગુજરાતમાં દરરોજ ૩૦૦થી વધારે કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં દરરોજ ૨૫૦થી વધારે કેસ નોંધાયા છે.

છેલ્લા ૧૦ દિવસમાં ગુજરાતમાં નોંધાયેલા કેસ પર નજર નાંખીએ તો ૨૦મી મેએ ૩૯૮, ૧૯મીએ ૩૫, ૧૮મીએ ૩૬૬, ૧૭મીએ ૩૯૧, ૧૬મીએ ૧૦૫૭, ૧૫મીએ ૩૪૦, ૧૪મીએ ૩૨૪, ૧૩મીએ ૩૬૪, ૧૨મીએ ૩૬૨ અને ૧૧મીએ ૩૪૭ કેસ નોંધાયા હતા.

May 22, 2020
domestic.jpg
1min5410

ડૉમેસ્ટિક કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ પચીસ મે થી શરૂ કરવાની જાહેરાત કર્યાના એક દિવસ બાદ નાગરિકી ઉડ્ડયન ખાતાએ ઍરલાઈન્સ, ઍરપોર્ટ અને પ્રવાસીઓ માટે ગુરુવારે વિગતવાર માગદર્શિકા બહાર પાડી હતી.

વિમાનની વચલી બેઠક ખાલી રાખવામાં આવશે તો પણ સોશિયલ ડિસ્ટન્સિંગનાં નિયમની પૂર્તિ ન થવાની હોવાથી અમે વચલી બેઠક પર પણ પ્રવાસ કરવાની પરવાનગી આપીશું એમ જણાવતાં ઉડ્ડયન ખાતાના પ્રધાને કહ્યું હતું કે આરોગ્ય સેતુ ઍપ ન ધરાવતા પ્રવાસી સૅલ્ફ ડિકલેરેશન ફૉર્મ ભરીને આપશે તેમને વિમાનમાં પ્રવાસ કરતા રોકવામાં નહીં આવે.

વિમાનભાડાંની મહત્તમ અને લઘુતમ મર્યાદા નક્કી કરવામાં આવશે અને મહામારીના આ સમયગાળા દરમિયાન ઍરલાઈન્સોએ તેનું ચુસ્તપણે પાલન કરવું પડશે, એમ ઉડ્ડયન ખાતાએ કહ્યું હતું.

વિમાનના ભાડાં તેમ જ પ્રવાસીઓની બૅગની સંખ્યા પર નિયંત્રણ લાવવા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

પ્રથમ દિવસે એટલે કે પચીસમી મેએ ઍરલાઈન્સોને તેની ક્ષમતા કરતા ત્રીજા ભાગના વિમાન ઉડાડવાની પરવાનગી આપવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

વિમાનના ઉડ્ડયનના બે કલાક અગાઉ પ્રવાસીઓએ વિમાનમથક પર હાજર થઈ જવું પડશે અને વૅબ ચૅક-ઈન પૂરું કરનારને જ ટર્મિનલની ઈમારતમાં પ્રવેશ આપવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

પ્રવાસીને માત્ર એક જ બૅગ સાથે લઈ જવાની પરવાનગી આપવામાં આવશે અને વિમાનમાં તેમને ભોજન પીરસવામાં નહીં આવે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે પ્રવાસ દરમિયાન પ્રવાસીએ સતત માસ્ક પહેરી રાખવો પડશે.

ક્ધટેઈનમેન્ટ ઝોનમાં રહેતી વ્યક્તિ વિમાનપ્રવાસ નહીં કરી શકે તેમ જ કોરોના પૉઝિટિવ ધરાવતી વ્યક્તિને પણ પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં નહીં આવે, એમ તેમણે કહ્યું હતું. વરિષ્ઠ નાગરિકો, સગર્ભા મહિલાઓ તેમ જ બીમાર લોકોને વિમાનપ્રવાસથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

વિમાનના ઉડ્ડયનની ૬૦ મિનિટ પહેલા પ્રવાસીઓને વિમાનમાં પ્રવેશ આપવાનો આરંભ કરવામાં આવશે અને ઉડ્ડયનની ૨૦ મિનિટ અગાઉ તે બંધ કરી દેવામાં આવશે.

પચીસ મે થી ડૉમેસ્ટિક ફ્લાઈટ સેવા તબક્કાવાર ફરી શરૂ કરવામાં આવશે એવી જાહેરાત ઉડ્ડયન ખાતાના પ્રધાન હરદીપસિંહ પૂરીએ બુધવારે કરી હતી.

૧૪ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે આરોગ્ય સેતુ ઍપ ફરજિયાત નહીં હોય, એમ જણાવતાં ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયા (એએઆઈ)એે કહ્યું હતું કે ટર્મિનલની ઈમારતમાં પ્રવેશતા અગાઉ પ્રવાસીઓ માટે શહેરના મુકરર કરેલા સ્ક્રિનિંગ સેન્ટરમાં આવેલા સ્ક્રિનિંગ ઝોનમાં થર્મલ સ્ક્રિનિંગ કરાવવું ફરજિયાત હશે. ઍરપોર્ટ ઑપરેટરોએ પ્રવાસીઓેને ટર્મિનલની ઈમારતમાં પ્રવેશ આપતા અગાઉ તેમનાં બૅગેજના સૅનિટાઈઝેશનની યોગ્ય વ્યવસ્થા કરવી પડશે, એમ તેમણે કહ્યું હતું.

May 22, 2020
csc-1280x720.jpg
1min5480

રેલવે પ્રધાન પીયૂષ ગોયલે દેશભરના અંદાજે ૧.૭ લાખ કૉમન સર્વિસ સેન્ટર (સીએસસી) ખાતેથી શુક્રવારથી ટ્રેનની ટિકિટોનું બુકિંગ શરૂ કરવાની અને આગામી બે-ત્રણ દિવસમાં સ્ટેશનોના ટિકિટ કાઉન્ટર પરથી બુકિંગ શરૂ કરવાની ગુરુવારે જાહેરાત કરી હતી.

દેશના ગ્રામીણ તથા અંતરિયાળ વિસ્તાર જ્યાં કમ્પ્યુટર તેમ જ ઈન્ટરનેટની ઉપલબ્ધતા નજીવી કે બિલકુલ નથી ત્યાં ઈ-સેવા પૂરી પાડવામાં સીએસસી મહત્વની ભૂમિકા ભજવે છે. બે-ત્રણ દિવસમાં ચોક્કસ સ્ટેશનોના કાઉન્ટર પરથી પણ રેલવે ટિકિટનું બુકિંગ શરૂ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. ક્યા સ્ટેશનો પરથી આ સેવા શરૂ કરવામાં આવશે તે અંગે ચર્ચાવિચારણા કરવામાં આવી રહી હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે જલદી જ વધુ ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવશે.

દેશમાં જનજીવન સામાન્ય બને તે માટેના પ્રયાસ કરવાનો સમય આવી ગયો છે, એમ તેમણે કહ્યું હતું.

શ્રમિક ટ્રેન ચલાવવાને મામલે આપેલા સહકાર બદલ તેમણે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તેમ જ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની પ્રશંસા કરી હતી અને સહકાર ન આપવા બદલ પ. બંગાળના અને ઝારખંડની આકરી ટીકા કરી હતી. પહેલી જૂનથી શરૂ કરવામાં આવનારી ૨૦૦ પ્રવાસી ટ્રેન માટે પ્રથમ બે કલાકમાં દોઢ લાખ લોકોએ અને માત્ર અઢી જ કલાકમાં ચાર લાખ લોકોએ ટિકિટ બુક કરાવી લીધી હોવાનું તેમણે કહ્યું હતું.

આ ટ્રેનોમાં એસી, નૉન-એસી તેમ જ સંપૂર્ણ રિઝર્વ કોચ હશે, એમ તેમણે કહ્યું હતું.

કામ પર પાછા ફરવા લોકોએ પાછાં આવવાની ટિકિટ કઢાવવાનું પણ શરૂ કરી દીધું છે, એમ તેમણે કહ્યું હતું. ૮-૯ મે સુધીમાં પ. બંગાળમાં અત્યાર સુધીમાં અમે માત્ર ૨૭ ટ્રેન જ દોડાવી શક્યા છીએ અને તેમાંથી માત્ર બે ટ્રેન જ ત્યાં પહોંચી શકી છે, એમ તેમણે કહ્યું હતું. ૨૦મી મેએ ૨૭૯ શ્રમિક ટ્રેન દોડાવવામાં આવી હતી જેમાં સ્થળાંતર કરનારા શ્રમિકો, વિદ્યાર્થીઓ તેમ જ ઘરમાં ફસાયેલા પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હોવાનું તેમણે કહ્યું હતું.

May 20, 2020
trains.jpg
1min5620

પોતાના વતન પરત ફરવા માંગતા પરપ્રાંતિયો માટે ખૂબ જ રાહતના સમાચાર છે. ૧ લી જૂનથી રેલવે દરરોજ ૨૦૦ જેટલી નોન-એસી ટ્રેન દોડાવાશે. એવું રેલવે મિનિસ્ટ્રી દ્વારા ગઈ કાલે જણાવાયું છે. જો કે આ ટ્રેનનું બુકીંગ માત્ર ઓનલાઇન જ કરી શકાશે. ક્યાંથી અને કેટલા વાગે આ ટ્રેન ઉપડશે એની માહીતી પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. હાલ દેશમાં દોડી રહેલી શ્રમિક સ્પેશયલ ટ્રેન ઉપરાંત આ ટ્રેનો દોડાવવામાં આવશે.

આ ટ્રેનોમાં વેટિંગ લિસ્ટની ટિકિટ પણ મળી શકે છે, પરંતુ તાત્કાલિક અથવા પ્રીમિયમ તત્કાલ વ્યવસ્થા નહીં હોય. આ ટ્રેનોનું બુકિંગ રેલવેની IRCTCની વેબસાઇટ દ્વારા પણ કરવામાં આવશે. કયા દિવસથી બુકિંગ શરૂ થશે તે અંગે તમને ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.