CIA ALERT

ગુજરાત Archives - Page 76 of 158 - CIA Live

June 18, 2020
petrol-diesel-1.jpg
1min4830

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ૧૧મા દિવસે ભાવવધારો થયો હતો.

મુંબઇમાં પેટ્રોલનો ભાવ ૫૩ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૮૪.૧૫ થયો હતો, જ્યારે ડીઝલનો ભાવ ૫૭ પૈસા વધીને રૂ. ૭૪.૩૨ થયો હતો.

દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૫૫ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૭૭.૨૮ થયા હતા અને ડીઝલના ભાવ ૪૦ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૭૫.૧૯ થયા હતા.

સ્થાનિક સેલ્સ ટૅક્સ અથવા વૅટના આધારે દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અલગ અલગ ભાવ વધારો થાય છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા સામે જોરદાર વિરોધ થઈ રહ્યો છે.

June 17, 2020
rain_forecast.png
1min5420

 રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૭ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં ૧૪ તાલુકામાં એક ઇંચથી લઈને સાડાત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં ધોધમાર બેથી પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. જળાશયોમાં ગયા વર્ષ કરતાં વીસ ટકા વધુ પાણીનો સંગ્રહ થયો છે. ત્યારે ૧૮-૧૯ જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદી આગાહી હવામાન વિભાગે કરી છે.

વલસાડના ધરમપુરમાં ૩.૩૨ ઇંચ, અમરેલીના લિલિયામાં ૩.૨૪ ઇંચ, અમરેલીમાં ૨.૫૬ ઇંચ, ગીરસોમનાથના કોડિનારમાં ૨.૧૨ ઇંચ, જૂનાગઢના ભેસાણમાં ૧.૪૪ ઇંચ, અમરેલીના ખાંભામાં ૧.૩૬ ઇંચ, સુરતના મહુવામાં ૧.૨૪ ઇંચ, રાજકોટના ધોરાજીમાં ૧.૧૬ ઇંચ, સુરતના માંગરોળમાં ૧.૧૨ ઇંચ, જૂનાગઢના માંગરોળ, અમરેલીના બગસરા અને ગીરસોમનાથના ઉનામાં ૧.૦૪ ઇંચ વરસાદ નોંધાયો હતો.

નવસારીના ગણદેવી તાલુકામાં આવેલા દેવધા ડૅમના ૨૦ દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં શરૂ થયેલા વરસાદના કારણે ડૅમમાં નવા નીર આવતાં જૂના પાણીના સંગ્રહને નદીમાં છોડવામાં આવ્યો હતો. પ્રથમ ફેઝમાં ડૅમના ૪૦ દરવાજામાંથી ૨૦ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડૅમના દરવાજા ખોલાતાની સાથે જ નદીકિનારે આવેલાં ગામોને અલર્ટ કરી દેવામાં આવ્યાં છે. આવતા અઠવાડિયામાં ડૅમના અન્ય ૨૦ દરવાજાઓ ખોલવાનું આયોજન કરવામાં આવશે.

June 17, 2020
adm_guide-1280x874.jpg
2min16140

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 સાયન્સ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓનું પરીણામ મે માસમાં આવી ચૂક્યું છે. હવે આ વિદ્યાર્થીઓ કોલેજ પ્રવેશ માટે મૂંઝવણ પણ અનુભવી રહ્યા છે અને અધીરા પણ બન્યા છે. વીર નર્મદ યુનિવર્સિટીએ બી.એસસી.માં પ્રવેશની કાર્યવાહી શરૂ કરી દીધી છે. હવે ગુજરાત સરકારની એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એ.સી.પી.સી.)એ પણ જાહેરાત કરી છે કે ગુજરાતમાં આવેલી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન ઇજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર કોલેજોમાં પ્રવેશની કાર્યવાહી ચાલુ માસાંતે એટલે કે જુન માસના અંતમાં શરૂ કરી દેવામાં આવશે.

જેઇઇ, ગુજકેટ વગર રજિસ્ટ્રેશન

એડમિશન કમિટીએ સ્પષ્ટતા કરી છે કે સેન્ટ્રલ બોર્ડ, આઇસીએસઇ બોર્ડ તેમજ જેઇઇ મેઇન્સ, ગુજકેટ વગેરે જેવી પરીક્ષાઓ લેવાની બાકી છે, આમ છતાં હાલ ધો.12 સાયન્સની પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

પીન નંબર લેવા જવું નહીં, ઓનલાઇન ચાર્જ ભરવો

ગત વર્ષ સુધી એ.સી.પી.સી. દ્વારા ઇજનેરી, ફાર્મસી વગેરે માટે બેંક દ્વારા પીન નંબરનું વિતરણ કરવામાં આવતું હતું. આ વખતે કોવીડ-19ની પરિસ્થિતિને લીધે પીન નંબર વિતરણ વ્યવસ્થા બંધ રાખીને સીધા જ રજિસ્ટ્રેશન અને ઓનલાઇન ચાર્જીસની ચૂકવણી કરવાની રહેશે. વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન પીન માટે ક્યાંયે રૂબરું જવું નહીં પડે.

રજિસ્ટ્રેશન ચાર્જિસ

પ્રવેશ સમયે આ ડોક્યુમેન્ટસ જોઇશે

વિદ્યાર્થીઓ વાલીઓને રજિસ્ટ્રેશનમાં સમજ ન પડે તો હેલ્પ સેન્ટર પર જઇને રજિસ્ટ્રેશન મફતમાં થશે

એ.સી.પી.સી.એ સ્પષ્ટતા કરી છે કે જો વિદ્યાર્થીઓને ઓનલાઇન રજિસ્ટ્રેશનમાં તકલીફ પડે તો તેઓ નિર્ધારિત હેલ્પ સેન્ટર પર જઇને રજિસ્ટ્રેશન કરાવી શકશે. હેલ્પ સેન્ટર પર તમામ સુવિધા ફ્રીમાં ઉપલબ્ધ બનશે. આના માટે કોઇ ચાર્જ આપવાનો રહેતો નથી.

June 16, 2020
corona-gujarat.jpg
1min5300

ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૪૩૪૪ ટેસ્ટ થકી નવા ૫૧૪ પોઝિટિવ દર્દીઓ શોધી શકાયા છે એ સાથે રાજ્યનો આંક ૨૪૦૦૦ને પાર થઇ ૨૪૦૧૪ સુધી પહોંચ્યો છે. ૧૩ જૂને ૫૧૭ના વિક્રમી આંક પછીના આ બીજા સૌથી વધારે કેસ છે. ૨૭ દિવસમાં રાજ્યમાં નવા ૧૨૦૦૦ કેસ ઉમેરાયા છે. જ્યારે સોમવારે સાંજે પ વાગે પૂરાં થતાં ચોવીસ કલાકમાં વધુ ૨૮ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થતાં કુલ આંક ૧૫૦૦ને પાર થઇ ૧૫૦૬ સુધી પહોંચ્યો છે.

અમદાવાદમાં વધુ ૩૨૭ કેસ ઉમેરાતાં કુલ કેસનો આંક ૧૬૯૮૭ એટલે કે ૧૭૦૦૦ની નજીક પહોચી ગયો છે. આ જ સમયગાળામાં ગ્રામ્યમાં ૩ સહિત કુલ ૨૩ દર્દીઓએ કોરોના સંક્રમણ સામે હારી જતાં મૃત્યુ પામ્યા છે એના પગલે મૃત્યુ આંક ૧૨૦૦ને પાર થઇ ૧૨૧૦ સુધી પહોંચી ગયો છે.

અમદાવાદની જેમ સુરતમાં પણ નવા કેસ અને મૃત્યુનો સીલસીલો હજીયે યથાવત રહ્યો છે નવા ૬૪ કેસ ઉમેરાયા છે સાથોસાથ વધુ ૪ દર્દીઓએ જાન ગુમાવતા કુલ મૃત્યુ આંક ૧૦૦ને પાર થઇ ૧૦૪ થયો છે. અરવલ્લી જિલ્લામાં વધુ એક મૃત્યુ નોંધાયું છે. આ પરિસ્થિતિ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૩૩૯ દર્દી ડિસ્ચાર્જ થતાં કુલ રિકવરી આંક ૧૬૬૭૨ સુધી પહોંચ્યો છે.

સોમવારે રાજ્યના અન્ય જિલ્લાઓ, નગરોમાં સંક્રમણની સ્થિતિ ઉપર નજર કરીએ તો સુરત પછી વડોદરામાં વધુ ૪૪ પોઝિટિવ દર્દીઓ મળ્યા છે. ગાંધીનગરમાં વધુ ૧૫, જામનગર અને ભરૂચમાં એકાએક ફરીથી કેસ વધ્યા છે. આ બન્ને જગાએ નવ નવ કેસ ઉમેરાયા છે તો રાજકોટમાં એક સાથે ૮, પંચમહાલમાં ૭, સાબરકાંઠા અને જૂનાગઢમાં ૪-૪, પાટણ અને સુરેન્દ્રનગરમાં ૩-૩, મહેસાણા, અરવલ્લી, વલસાડમાં ૨-૨, બનાસકાંઠા, આણંદ, કચ્છ, ખેડા, બોટાદ, નવસારી, નર્મદા અને અમરેલીમાં એક એક કેસ તેમજ અન્ય રાજ્યના ૩ નવા કેસ ઉમેરાયા છે.

June 16, 2020
gseb-1280x720.jpg
1min8300

ગુજરાતમાં ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૭૬.૨૯ ટકા જાહેર કરવામાં આવ્યું છે. કુલ ૩.૭૧ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૨.૮૩ લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું ૮૬.૬૭ ટકા આવ્યું હતું જ્યારે સૌથી ઓછું પરિણામ જૂનાગઢનું ૫૮.૨૬ ટકા આવ્યું છે. સુરત શહેરમાં એ-૧ ગ્રેડ ધરાવતા સૌથી વધુ વિદ્યાર્થીઓ છે. સુરતમાં ૧૮૬, જ્યારે રાજકોટમાં ૧૦૮ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવ્યો છે. અમદાવાદમાં માત્ર ૪૦ વિદ્યાર્થીઓ જ એ-૧ ગ્રેડમાં પાસ થયા છે.

તાજેતરમાં જાહેર થયેલા ધો. ૧૦ અને ધો. ૧૨ સાયન્સનું પરિણામ ગત વર્ષની સરખામણીએ ઘટ્યું હતું પણ આજે જાહેર થયેલું ધો.૧૨ કોમર્સનું પરિણામ ત્રણ ટકા વધ્યું છે. જ્યારે આ વર્ષે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થિનીઓ અગ્રેસર રહી છે. પરીક્ષામાં ૮૨.૨૦ ટકા વિદ્યાર્થિનીઓ અને ૭૦.૯૭ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ૨૦૧૯માં ૭૩.૨૭% પરિણામ આવ્યું હતું જ્યારે આ વર્ષે ૭૬.૨૯% પરિણામ જાહેર થયું છે. બીજી તરફ ત્રણેય રિઝલ્ટમાં સુરતના વિદ્યાર્થીઓ જ આખા રાજ્યમાં ટોપ પર રહ્યા છે. માર્ચ- ૨૦૨૦ની પરીક્ષા માટે રેગ્યુલર ૩.૭૪ લાખ વિદ્યાર્થીઓ રજિસ્ટર થયા હતા, જ્યારે કે ૭૯ હજાર વિદ્યાર્થીઓ રિપિટર તરીકે રજિસ્ટર્ડ થયા હતા.

June 16, 2020
petrol-diesel-1.jpg
1min5270

પેટ્રોલ, ડીઝલના ભાવમાં સતત નવમા દિવસે દર વધારો થયો હતો. સોમવારે પેટ્રોલના દરમાં ૪૮ પૈસાનો અને ડીઝલના દરમાં ૨૩ પૈસાનો વધારો થયો હતો. ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલના ભાવમાં રૂા. ૨નો વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલના દર પ્રતિ લિટરે રૂ. ૭૫.૭૮થી વધીને રૂ. ૭૬.૨૬ થયા હતા, જ્યારે ડીઝલના દર પ્રતિ લિટરે રૂ. ૭૪.૦૩થી વધીને રૂ. ૭૪.૨૬ થયા હતા, એમ સ્ટેટ ઓઇલ માર્કેટિંગ કંપનીના પ્રાઇસ નોટિફિકેશનમાં જણાવાયું હતું.

સંપૂર્ણ દેશમાં આ વધારો લાગુ થયો છે અને દરેક રાજ્યમાં સ્થાનિક સેલ્સ ટેક્સ અથવા વેટને આધારે તેના દર અલગ અલગ હશે. સાતમી જૂનથી ઓઇલ કંપનીઓએ દરમાં સુધારો કરવાનું શરૂ કર્યા બાદ સતત નવમા દિવસે પેટ્રોલ-ડીઝલના દરમાં વધારો થયો હતો.

નવ દિવસમાં પેટ્રોલના દરમાં પ્રતિ લિટરે રૂ. પાંચ અને ડીઝલના દરમાં પ્રતિ લિટરે રૂ. ૪.૮૭નો વધારો થયો હતો.

વધારાનું ભંડોળ ભેગુ કરવા માટે સરકારે પેટ્રોલ-ડીઝલની એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો કર્યા બાદ માર્ચના મધ્યમાં દરને ફ્રીઝ કરવામાં આવ્યા હતા.

June 16, 2020
rupani-1280x789.jpg
1min5160

ગુજરાતમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે એવી સોશિયલ મીડિયામાં અને લોકોમાં જે વાતો ચાલે છે તે માત્ર એક અફવા જ છે. રાજ્ય સરકાર લોકડાઉન ફરીથી લાગુ કરવાની બાબતે કોઈ પણ વિચારણા કરતી નથી એવું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાન રાજ્યના નાગરિકોને આવી ખોટી અફવાઓથી ગેરમાર્ગે ના દોરવાઈ જવાની અપીલ કરતા એમ પણ કહ્યું છે કે તા. ૧ જૂનથી અનલોક થવાને કારણે રાજ્યમાં જન જીવન પૂર્વવત્ થવા માંડ્યું છે. ઉદ્યોગધંધા રોજગાર અને આર્થિક વાણિજ્યિક ગતિવિધિઓ પણ હવે ધબકતી થવા માંડી છે ત્યારે લોકડાઉન ફરી લાગુ કરવા અંગે રાજ્ય સરકારની કોઈ જ વિચારણા નથી.

તેમણે એવું પણ જણાવ્યું હતું કે, કોરોના સાથે કોરોના સામે જીવન જીવવાની સાથે રોજ બરોજની ગતિવિધિઓ હવે સામાન્ય થઈ છે ત્યારે ફરીથી લોકડાઉન આવશે તેવી ખોટી અફવાઓથી લોકો ગેરમાર્ગે ન દોરાય તે પણ જરૂરી છે.

June 14, 2020
CIA_Live_Logo_New2.jpg
2min9750

ધો.12 વિજ્ઞાન પ્રવાહ પછી વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો જેવા કે મેડીકલ, પેરામેડીકલ, ફાર્મસી વગેરેમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષાઓ હજુ તો જુલાઇ માસના અંતમાં લેવામાં આવશે, એ પહેલા હાલ જુનના બીજા અઠવાડીયાથી જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ બી.એસસી.ના પહેલા વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને રજિસ્ટ્રેશન બાદ તા.7મી જુલાઇએ પ્રવેશ કન્ફર્મ કરીને ફી ભરવા માટેની તારીખ પણ જાહેર કરી દીધી છે.

આ સ્થિતિમાં ધો.12 સાયન્સ પ્રવાહ પાસ થયેલા વિદ્યાર્થીઓ એ મૂંઝવણમાં છે કે તેઓ મેડીકલ, પેરામેડીકલ પ્રવેશ પહેલા બી.એસસી.ના પ્રવેશ પ્રાધાન્ય કેવી રીતે આપી શકે. જો બી.એસસી.માં પ્રવેશ કન્ફર્મ કરાવે તો કોલેજો ઓરિજિનલ માર્કશીટ લઇ લેશે અને પછી એ પરત મેળવવામાં ભારે ધાંધીયા થયાના દાખલા ભૂતકાળમાં નોંધાયા છે.

Options Beside B.Sc….

  • MBBS
  • Dental
  • Homeopathy
  • Aurvedic
  • Optometry
  • Nursing
  • Pharmacy
  • Agriculture
  • Physiotherapy

હવે શું થશે

વીર નર્મદ યુનિવર્સિટીએ ભલે બી.એસસી.માં પ્રવેશ કાર્યવાહી શરૂ કરી દીધી હોય. હવે એ પરિસ્થિતિ ઉદભવશે કે પ્રવેશાર્થીઓ બી.એસસી.માં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવશે. એવા પણ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવશે જેમને નીટ કે ગુજકેટના આધારે પ્રવેશ મળવાનું નિશ્ચિત છે, આમ છતાં સેફ્ટી ખાતર મોટા ભાગના વિદ્યાર્થીઓ બી.એસસી.માં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવશે અને જ્યાં સુધી પ્રોફેશનલ અને વોકેશનલ કોર્સમાં પ્રવેશ કાર્યવાહીનો પહેલો રાઉન્ડ જાહેર ન થાય ત્યાં સુધી બી.એસસી.માં એડમિશન કન્ફર્મ નહીં કરાવે. 2019માં પણ આ જ પ્રકારની સ્થિતિ સર્જાઇ હતી આ વખતે પણ આવું જ થવાની શક્યતા છે.

સ્વાભાવિક છે કે મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક, નર્સિંગ, ફાર્મસી વગેરે પ્રોફેશનલ કોર્સિસની પ્રવેશ શક્યતાઓ તપાસ્યા વિના વિદ્યાર્થીઓ બી.એસસી.ને કેવી રીતે અપનાવી શકે.

વીર નર્મદ યુનિવર્સિટીની બી.એસસી.ની પ્રવેશ પ્રક્રિયાની તારીખો

Latest on This Wen

June 14, 2020
corona-gujarat.jpg
1min5880

જૂનમાં મહિનામાં ૧૧ દિવસમાં ૫૨૭ કેસ નોંધાયા અને ૩૪૭ મૃત્યુ થયાં છે. આ કેસને દર ૧ કલાક સાથે ડિવાઇડ કરો તો ૧૧ દિવસના ૨૬૪ કલાકમાં પ્રતિ કલાકે રાજ્યમાં ૧૯.૯ એટલે કે વીસ જેટલા કેસ અને ૧.૩ એટલે કે ઍવરેજ એક મોત તો નીપજ્યું છે.

રાજ્ય સરકારે લૉકડાઉન ખોલીને અનલૉક જાહેર કરતાં તમામ લોકો ઘરોમાંથી બહાર આવી રહ્યા છે. આ અનલૉક ગુજરાત માટે કાળ બનીને આવ્યું છે. રાજ્યમાં અનલૉક-1ના પ્રથમ ૧૧ દિવસમાં ૫૨૭૩ પૉઝિટિવ કેસ અને ૩૪૭ મોત થયાં છે. આ આંકડાને ૧૧ દિવસના કલાકો સાથે ભાંગીને આંકડો મેળવો તો ચોંકાવનારું તથ્ય જાણવા મળે છે.

આ સ્થિતિ ગંભીર છે અને એની ગંભીર નોંધ લેવાય એ આવશ્યક છે. જોકે વેપારધંધાને પાટે ચડાવવા માટે સરકારે જે ગાઇડલાઇન બનાવી એમાં તકેદારીની તમામ બાબતો આવરી લેવાઈ છે છતાં સરકારના આ કૅલ્ક્યુલેટેડ જોખમમાં પ્રથમ ૧૧ દિવસમાં રાજ્યમાં લોકો કોરોનાના સાણસામાં આવી રહ્યા હોય એવું માલૂમ થઈ રહ્યું છે. કોરોના મહામારીના સંકટ વચ્ચે પણ માનવતા નેવે મૂકી પ્રાઇવેટ હૉસ્પિટલો દરદીઓને લૂંટી રહી છે.

June 14, 2020
online-class-2.jpg
1min6730

કોરોના લોકડાઉનને કારણે બાળકોને સ્કૂલ મોકલવા શક્ય નથી ત્યારે સરકાર તરફથી ઓનલાઇન શિક્ષણ આપવાની પહેલ કરવામાં આવી છે, પરંતુ અંદાજે ૫૬ ટકા બાળકો પાસે સ્માર્ટફોન જ ન હોવાનું જાણવા મળ્યું હતું. સર્વેક્ષણમાં વિવિધ સ્કૂલના ૪૨,૮૩૧ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો હતો.

બાળકોના અધિકાર માટે કાર્યકરતી બિનસરકારી સંસ્થા સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા ‘સિનારિયો એમિડસ્ટ કોવિડ-૧૯-ઓનગ્રાઉન્ડ સિચ્યુએશન એન્ડ પોસિબલ સોલ્યુશન’ અભ્યાસ હાથ ધરાયો હતો. સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે ૪૩.૯૯ ટકા બાળકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને અન્ય ૪૩.૯૯ ટકા વિદ્યાર્થીઓને સ્માર્ટફોનનું બેઝિક જ્ઞાન છે, જ્યારે ૧૨.૦૨ ટકા બાળકો સ્માર્ટફોન વાપરી શકતા નથી. કુલ ૫૬ ટકા બાળકો પાસે સ્માર્ટફોન જ નથી. ‘ટેલિવિઝન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે ૬૮.૯૯ ટકા વિદ્યાર્થીઓને ટીવી જોવાનો શોખ છે, જ્યારે ૩૧.૦૧ ટકા બાળકોને આવો શોખ નથી. તેથી સ્માર્ટફોન દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવું એ એકમાત્ર ઉકેલ રહ્યો નથી’, એમ સર્વેક્ષણમાં જણાવાયું હતું.