CIA ALERT

ગુજરાત Archives - Page 77 of 158 - CIA Live

June 14, 2020
coronaindia-1-1280x1044.jpg
1min6040

ભારતમાં કોવિડ-૧૯ના દરદીની સંખ્યા બે લાખનો આંક પાર કર્યાના માત્ર દસ દિવસ બાદ શનિવારે કુલ દરદીની સંખ્યા ત્રણ લાખને પાર કરી ગઇ હોવાની માહિતી સ્વાસ્થ્ય મંત્રાલયે આપી હતી.

શનિવારે સવારે ૮ વાગ્યા સુધીમાં કોરોના વાઇરસના ૧૧,૪૫૮ નવા કેસ નોંધાવા સાથે કુલ કેસ વધીને ૩,૦૮,૯૯૩ થયા હોવાની અને ૩૮૬ દર્દીનાં મૃત્યુ સાથે કુલ આંક વધીને ૮૮૮૪ પર પહોંચ્યો હતો.

ભારતમાં કોરોનાના પ્રથમ ૧૦૦ કેસમાંથી એક લાખ કેસ નોંધાતા ૬૪ દિવસ લાગ્યા હતા અને ત્યાર બાદ પંદર દિવસમાં કોરોનાના કેસ વધીને બે લાખની સપાટીએ પહોંચ્યા હતા. હવે માત્ર દસ દિવસમાં એક લાખ કેસ વધવા સાથે ભારત વિશ્ર્વના સૌથી વધુ કોરોનાના દર્દીઓવાળા દેશોની યાદીમાં ચોથા ક્રમાંકે પહોંચ્યો છે.

જોકે, મંત્રાલયના જણાવ્યા અનુસાર કોરોનાના કેસની સંખ્યા બમણી થવાનો સમયગાળો ૧૫.૪ દિવસથી વધીને ૧૭.૪ દિવસ થયો છે.

હાલ દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને ૧,૪૫,૭૭૯ થઇ છે અને અત્યાર સુધીમાં કુલ ૧,૫૪,૩૨૯ વ્યક્તિ સાજી થઇ છે અને એક દર્દી અન્ય દેશમાં જતો રહ્યો છે. આ સાથે સાજા થનારા દરદીની ટકાવારી વધીને ૪૯.૯૦ ટકા થઇ છે.

કુલ નોંધાયેલા સક્રિય કેસમાં કેટલાક વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે.

June 14, 2020
rainingujarat-1.jpg
1min5840

ગુજરાતમાં પાંચ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સાર્વત્રિક વરસાદનો પ્રારંભ થઈ ગયો છે. શનિવારે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૬ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં સવા છ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. અમદાવાદ જિલ્લાના દેત્રોજમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

વડોદરાના કરજણમાં સવા ત્રણ ઇંચ, ખેડાના માતરમાં ત્રણ ઇંચ, બહુચરાજીમાં અને સાબરકાંઠાના પ્રાંતિજમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બીજી તરફ, રાજ્યના ૧૩ તાલુકામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો. રાજ્યના ૬૪ તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો.

જૂનાગઢના તરસડા ગામમાં નદીના વહેણમાં બળદગાડું તણાઇ જતા એકનું મોત થયું હતું. બીજી બાજુ શનિવારે સવારથી સાંજ સુધીમાં રાજ્યના છ તાલુકામાં ૫ મીમીથી ૩૬ મીમી સુધીનો વરસાદ નોંધાયો હતો. જેમાં કચ્છના નખત્રાણામાં ૩૬ મીમી વરસાદ વરસ્યો હતો.

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ૨૧, કચ્છના માંડવીમાં આઠ, વડાદરાના પાદરા, સુરતના માંગરોળ, અને ડાંગના સુબીરમાં પણ સાંજ સુધીમાં પાંચ થી ૧૦ મીમી વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં શુક્રવારે મોડી સાંજથી સૌરાષ્ટ્ર બાદ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. મધ્ય ગુજરાતમાં મોડી રાત્રે એકથી ૩.૫ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો જ્યારે દાહોદમાં ત્રણ વીજ કર્મીને કરંટ લાગતા તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

વડોદરામાં ભારે પવન સાથે વરસેલા વરસાદથી સાત સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. વડોદરા શહેર અને જિલ્લા સહિત મધ્ય ગુજરાતમાં શુક્રવારે રાત્રે એકથી ૩.૫ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વડોદરા જિલ્લાના ડભોઇમાં ૩.૫ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા અને પંચમહાલ જિલ્લામાં પણ સર્વત્ર વરસાદ થયો હતો. વડોદરા શહેરમાં માત્ર એક ઇંચ વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. દરિમયાન ગીરજંગલ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં અડધો થી એક ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લાના ગોંડલ અને ભાવનગરમાં એક-એક ઈંચ વરસાદ પડ્યો હતો. પરંતુ છેલ્લા ચાર દિવસથી જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લામાં વરસી રહેલા વરસાદથી નદી- નાળા બે કાંઠા વહેતા થયા છે. જેમાં જૂનાગઢના તરસિગડામાં એક બળદગાડું તણાતા એકને બચાવી લેવાયો હતો પરંતુ ગાડામાં બેઠેલી એક મહિલાનું તણાઇને ડૂબી જવાથી મોત થયું હતુ. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર, મહુવા, તળાજા, પાલિતાણા, ગારિયાધાર, ઉંમરાળા, ઘોઘા અને શિહોર પંથકમાં વરસાદ પડ્યો હતો.

June 13, 2020
petrol-diesel-1.jpg
1min5520

કોરોના સંકટથી ત્રસ્ત પ્રજાને માથે હવે પેટ્રોલ-ડીઝલના વધારાનો બેવડો માર સહન કરવો પડી રહ્યો છે. શનિવારે પેટ્રોલમાં લિટરદીઠ 59 પૈસા તેમજ ડીઝલમાં 58 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો. સળંગ સાત દિવસ સુધી પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો ઝિંકવામાં આવતા સપ્તાહમાં પેટ્રોલ રૂ. 3.98 તેમજ ડીઝલ રૂ.4 મોઘું થયું છે.  

દેશમાં 82 દિવસ સુધી ઈંધણના ભાવમાં કોઈ બદલાવ નહીં થયા બાદ તેલ કંપનીઓ દ્વારા સળંગ સાતમાં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ વધીને લિટરે રૂ. 75.16 જ્યારે ડીઝલનો ભાવ રૂ. 73.39 થયો છે.  

માર્ચના મધ્યમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ ઉપરના એક્સાઈઝ દરમાં વધારો કરવામાં આવ્યા બાદ ઈંધણના દરમાં વધારો સ્થગિત કરાયો હતો. ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પ, ભારત પેટ્રોલિયમ કોર્પ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પ દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ગ્રાહકો પર લાદવાને બદલે તેને વહન કરી રહ્યા હતા. આંતરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં ફેરફારને પગલે કંપનીઓ ઈંધણના ભાવ પોતાની રીતે નિયંત્રીત કરી શકે છે.

June 13, 2020
corona-gujarat.jpg
1min5740

ગુજરાતમાં લોકડાઉન હટ્યા બાદ કોરોના વાઈરસના કેસ અને દર્દીઓના મોતમાં ચોંકાવનારો વધારો થઇ રહ્યો છે. 11મી જૂને સાંજે 5.00 વાગ્યા સુધીમાં ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 513 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ સંક્રમિત થયેલા ચોપડે નોંધાયેલા કેસોની સંખ્યા 22ને આંબી ગઈ હતા.

રાજ્ય સરકારે લોકડાઉન ખોલીને અનલોક જાહેર કરતા તમામ લોકો ઘરોમાંથી બહાર આવી રહ્યા છે. આ અનલોક ગુજરાત માટે કાળ બનીને આવ્યું છે. રાજ્યમાં અનલોક-1ના પ્રથમ 11 દિવસમાં 5273 પોઝિટિવ કેસ અને 347 મોત થયા છે.

રાજ્યમાં જૂન મહિનામાં 11 દિવસમાં 5273 કેસ નોંધાયા અને 347 મૃત્યુના આંકડાઓને ધ્યાનમાં રાખીએ તો દર કલાકે રાજ્યમાં 20 જેટલા કેસ અને 1.3 એટલે કે સરેરાશ એક મોત તો નીપજ્યું છે. જોકે, વેપાર ધંધાને પાટે ચડાવવા માટે સરકારે જે ગાઇડલાઇન બનાવી તેમાં તકેદારીની તમામ બાબતો આવરી લેવાઈ છે છતાં સરકારના આ કેલ્ક્યૂલેટેડ જોખમમાં પ્રથમ 11 દિવસમાં રાજ્યમાં લોકો કોરોનાના સાણસામાં આવી રહ્યા હોય તેવું માલૂમ થઈ રહ્યું છે.

કોરોના મહામારીના સંકટ વચ્ચે પણ માનાવતાં નેવે મુકી ખાનગી હોસ્પિટલો દર્દીઓની લૂંટી રહી છે. અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં લોકો પાસેથી બેફામ રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. ત્યારે હવે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલે કોરોનાના દર્દી પાસેથી માત્ર પાંચ કલાકના 1 લાખ 10 હજાર રૂપિયા વસૂલ્યા હોવાનો કોરોના દર્દીના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે.

June 13, 2020
rain_forecast.png
1min8840

ગુજરાતમાં સતત વરસી રહેલા મેઘરાજાએ છેલ્લા 24 કલાકથી જૂનાગઢ અને ગીર સોમનાથ પર હેત વરસાવાનું શરૂ કર્યું છે.

સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ અને ગીરસોમનાથ સહિતના જિલ્લાઓમાં મેઘમહેર થતા ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. શુક્રવારની સવાર સુધી બોટાદ અને અમરેલી જિલ્લામાં પણ એક થી બે ઇંચ પાણી વરસ્યું હતું. રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. નોંધાઈ રહ્યો છે.

સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર પંથકમાં પડી રહ્યો છે. 24 કલાકમાં રાજ્યના 53 તાલુકામા હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં જૂનાગઢના માળિયામાં અઢી ઇંચ, બોટાદના ગઢડામાં અઢી અને પોરબંદરના કુતિયાણાના બે ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત 10 તાલુકામાં એક થી અઢી ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના માળિયા , બોટાદના ગઢડા, પોરબંદરના કુતિયાણા, ગીર-સોમનાથના તલાલા, જૂનાગઢના મેંદરડા, પોરબંદરના રાણાવાવ, જૂનાગઢ ના માણાવદર, ગીર-સોમનાથના ગીર-ગઢડા, અને અમરેલીના વડિયામાં એક થી અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

આ ઉપરાંત સુરતના ચોર્યાસીમાં પણ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ જિલ્લાના અનેક તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. સોરઠ પંથકમાં મેઘમહેર થતાં ખેડુતોએ વાવણી કાર્યનાં શ્રીગણેશ કર્યા છે. એક થી ત્રણ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. માળિયા, મેંદરડા, શાપુર માણાવદર, વિસાવદરમાં ધોધમાર વરસાદ પડયો હતો. સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ નોંધાયો છે. કચ્છના માંડવી અને મુંદ્રામાં ઝાપટાં પડ્યા છે.

June 12, 2020
weather-forecast.jpg
1min7010

બંગાળની ખાડીમાં લો પ્રેશર ઊભું થવાથી આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં થંડરસ્ટોર્મની એક્ટિવિટી જોવા મળશે, જેના પગલે ચાર દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવો વરસાદ વરસશે તથા ૧૪મી જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.

ભારે વરસાદની સાથે દક્ષિણ ગુજરાતમાં પ્રતિ કલાકે ૪૦થી ૪૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. કેરળમાં વરસાદ પછી ૧૦ દિવસ પછી મુંબઈમાં અને એ પછીના સપ્તાહે ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય તેવો સામાન્ય ટ્રેન્ડ છે. જોકે, હજુ મહારાષ્ટ્રમાં ચોમાસાનું સત્તાવાર આગમન થયું ન હોવાથી ગુજરાતના ચોમાસાની તારીખો જાહેર કરવામાં આવી નથી.

તેમ છતાં ૧૧, ૧૨, ૧૩ અને ૧૪મી જૂને ભારેથી અતિભારે પ્રી-મોન્સૂન વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ હા… મહારાષ્ટ્રમાં ચોમાસું આવી ગયા બાદ ગુજરાતમાં વરસાદની આગામી તારીખો જાહેર કરવામાં આવશે, તેવું હવામાન ખાતાના વિજ્ઞાની મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું.

June 11, 2020
coronaindia-1-1280x1044.jpg
1min7390

છેલ્લા 24 કલાક દરમિયાન વધતાં કોરોના પેશન્ટની સંખ્યામાં રેકૉર્ડ વધારા પછી ભારતમાં કોરોનાવાયરસ પીડિતોની કુલ સંખ્યા ત્રણ લાખ નજીક પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે 10,956 નવા કેસ સામે આવ્યા છે, અને એક દિવસમાં સૌથી વધારે 396 મૃત્યુ પામ્યા છે. ભારતમાં કુલ દર્દીઓની સંખ્યા 2,97,535 થઈ ગયો છે, જેમાંથી 1,47,195 લોકો સ્વસ્થ થઈને ઘરે પાછા ગયા છે, જેને કારણે ભારતમાં રિકવરી રેટ 49.47 ટકા પહોંચી ગયો છે. આ સમયે દેશમાં કુલ 1,41,842 સક્રિય COVID-19 કેસ છે, અને ભારતમાં અત્યાર સુધી 8,498 લોકો COVID-19ને કારણે પોતાની જીવ ગુમાવી ચૂક્યા છે.

આની સાથે જ ભારતમાં કોરોના વાયરસને કારણે સૌથી વધારે પ્રભાવિત દેશોની સૂચીમાં બ્રિટેનને પાછળ મૂકીને ભારત ચોથા નંબરે પહોંચી ગયો છે. ભારત હવે રશિયા, બ્રાઝીલ અને અમેરિકાની પાછળ છે. અમેરિકામાં સૌથી વધારે 20 લાખ કેસ છે, તો તેના પછી બ્રાઝીલમાં સાડાસાત લાખ કેસ છે. જ્યારે ત્રીજા નંબરે રશિયમાં 4 લાખ 93 હજારથી વધારે કેસ છે.

મહારાષ્ટ્રમાં કુલ કેસ
મહારાષ્ટ્રની વાત કરીએ તો માત્ર મહારાષ્ટ્રમાં કુલ 97,648 કેસ પૉઝિટીવ આવ્યા છે જેમાં છેલ્લા 24 કલાકમાં 3607 કેસ નવા છે. હાલ 47980 કેસ સક્રિય છે અને 46078 દર્દીઓ સ્વસ્થ થઈને પાછાં ઘરે ગયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 152 લોકો છેલ્લા 24 કલાકમાં મૃત્યુ પામ્યા છે અને આ સાથે જ મહારાષ્ટ્રમાં મરણાંક 3590 પહોંચ્યો છે.

નોંધનીય છે કે ગુરુવારે કેન્દ્ર સરકારે જણાવ્યું કે દેશમાં ચોક્ક્સ રીતે કૉમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થઈ રહ્યું. ભારતીય કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના મહાનિદેશક બલરામ ભાર્ગવે કહ્યું કે, “અહીં સુધી કે ભારત WHOની કોમ્યુનિટી સ્પ્રેડની વ્યાખ્યા પણ નથી.” તેમણે કહ્યું કે ભારતમાં કૉમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થઈ રહ્યું. શબ્દ ‘કૉમ્યુનિટી સ્પ્રેડ’ને લઈને ઘણા વિવાદની સ્થિતિ છે.

India : 10 June : વધુ 10,911 કેસ : કુલ 2,87,025 કેસ : 8,105નાં મોત

કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે બુધવારે અત્યાર સુધીના એક દિવસમાં નોંધાયેલા કોરોના કેસનો નવો રેકોર્ડ બન્યો છે.

10 June બુધવારે નોંધાયેલા નવા 10,911 કેસ સાથે દેશમાં કોરોના વાયરસનો કુલ આંકડો 2,87,025 પર પહોંચ્યો છે. આ સાથે કુલ 356 લોકોના મોત નોંધાયા છે, જેની સાથે કુલ મૃત્યુનો આંકડો 8,000ને પાર કરીને 8,105 પર પહોંચ્યો છે.

દિલ્હીમાં બુધવારે વધુ 1,501 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 32,810 થયો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 984 થયો છે. દિલ્હીમાં આ બીજીવાર બન્યું છે જ્યારે એક દિવસમાં 1,500 કરતા વધારે કેસ નોંધાયા છે. નવા 191 કેસ સાથે તેંગાણામાં 4000 કરતા વધારે કેસ થઈ ગયા છે, અને વધુ 8ના મોત સાથે કુલ મૃત્યુઆંક 156 થયો છે.

ગુજરાતમાં બુધવારે 510 કેસ નોંધવાના કારણે કુલ કેસનો આંકડો 21,553 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કુલ 1347 લોકોના મોત થઈ ગયા છે. રાજ્યમાં સૌથી વધારે અમદાવાદમાં 15,305 કેસ છે.

મહારાષ્ટ્ર રાજ્યમાં દેશના સૌથી વધારે કોરોના કેસ નોંધાયેલા છે જ્યાં વધુ 3,254 કેસ સાથે કુલ આંકડો 94,041 પર પહોંચી ગયો છે. જ્યારે નવા 149 મોત સાથે કુલ મૃત્યુઆંક 3,438 થયો છે. રાજ્યમાં 44,500 કોરોનાથી પીડાતા દર્દીઓ સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા છે.


June 11, 2020
corona-gujarat.jpg
1min5260

ગુજરાતમાં ૫ જૂન પછી પાંચ દિવસમાં ફરીથી ૫૧૦ નવા કોરોના પોઝિટિવ દર્દીઓનો ઉમેરો થયો છે જ્યારે ૩૪ દર્દીઓએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયાં છે. અમદાવાદમાં વધુ ૩૪૩ નવા કેસ ઉમેરાતાં કુલ કેસનો આંક ૧૫૦૦૦ને પાર થઇ ૧૫૩૦૫ થયો છે જ્યારે વધુ ૨૬ દર્દીઓના વિવિધ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં કુલ આંક ૧૦૯૨ એટલે કે હવે ૧૧૦૦ની નજીક પહોંચી ગયો છે. અત્યાર સુધી અમદાવાદ, સુરત, વડોદરા અને ગાંધીનગર, ભાવનગરમાં મૃત્યુ નોંધાતા હતા, એ હવે અન્ય જિલ્લાઓમાં પણ ધીમે ધીમે ચેપ પ્રસરતાં ત્યાં પણ મૃત્યુ વધી રહ્યા છે જે ચિંતાની બાબત છે. છેલ્લા ચોવીસ કલાકમાં સુરત અને અરવલ્લીમાં બે બે, ગાંધીનગર, ભાવનગર, સાબરકાંઠા અને બનાસકાંઠામાં એક એક દર્દીના મૃત્યુ થયા છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સુરતમાં નવા ૭૩ કેસ, વડોદરામાં ૩૫, ભાવનગરમાં ૮, ખેડામાં ૬, રાજકોટમાં ૫,મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, આણંદ, સુરેન્દ્રનગરમાં ૪-૪, ગાંધીનગર, કચ્છ, જામનગર, ભરૂચ, જૂનાગઢ, પોરબંદર, મોરબીમાં ૨-૨ કેસ, પંચમહાલ, પાટણ, છોટા ઉદેપુરમાં એક એક કેસ તેમજ અન્ય રાજ્યના ૩ નવા કેસ ઉમેરાયા છે.

June 11, 2020
jageshmukati.jpg
1min6290

2020 ખરેખર એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે બેકાર વર્ષ સાબિત થઈ રહ્યું છે. ચાલુ વર્ષે આ દુનિયામાંથી વિદાય લેનારાઓની યાદીમાં વધુ એક કલાકારનું નામ જોડાઈ ગયું છે. ગુજરાતી રંગમંચ અને ટેલિવિઝનના જાણીતા કલાકાર જગેશ મુકાતીએ જીંદગીના તખ્તા પરથી વિદાય લઈ લીધી છે. ગુજરાતી નાટકોમાં પ્રેક્ષકોને ખડખડાટ હસાવનાર અને ‘શ્રી ગણેશ’ સિરિયલ દ્વારા ઘરઘરમાં જાણીતું નામ બનેલા જગેશ મુકાતીનું 47 વર્ષે નિધન થયું છે. શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેમનું મૃત્યુ થયું છે.

સુત્રોએ આપેલી માહિતી મુજબ, ગત શુક્રવારે ઓક્સિજન ઓછું થતા જગેશ મુકાતીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હૉસ્પિટલમાં દાખલ કરાતા સૌથી પહેલા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે નેગેટીવ આવ્યો હતો. પરંતુ તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. થોડુંક ચાલતા અને હાંફી હતા, ઓક્સિજન લેવલ સતત નીચે જતું હતું. એટલે તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા અને છેવટે વેન્ટિલેટરનો સહારો આવો પડયો. 10 જૂને બપોરે 3-3.15 વાગ્યાની આસપાસ હૉસ્પિટલમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બુધવારે સાંજે જ પરિવાર દ્વારા તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

બૉલીવુડ, ટેલીવુડ અને ઢોલીવુડના અનેક સેલેબ્ઝે તેમના નિધન પર શૉક વ્યક્ત કર્યો છે. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટર મલ્હાર ઠાકરે કહ્યું હતું કે, જગ્ગુ દાદા વિલ મિસ યુ, જો શક્ય હોય તો પાછા આવી જાવ.

અભિનેતા સાથે કામ કરનાર ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ફૅમ અભિનેત્રી અંબિકા રંજનકરે દુ:ખ વ્યક્ત કરતા લખ્યું હતું કે, દયાળુ અને મદદગાર મિત્ર જગેશની હંમેશા યાદ આવશે.

જગેશ મુકાતીએ અનેક ગુજરાતી નાટકો સાથે ટીવી સિરિયલ ‘અમિતા કા અમિત’, ‘શ્રી ગણેશ’ અને ‘ચાલ જીવી લઈએ’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તમને જણાવી દઈએ કે, 2000માં આવેલી સિરિયલ ‘શ્રી ગણેશ’નું અત્યારે પુન:પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. આ સિરિયલમાં અભિનેતાએ ગણેશ ભગવાનનું પાત્ર ભજવ્યું છે.

June 11, 2020
life_insurance-1.jpg
1min5550

વર્તમાન નાણાં વર્ષના સતત બીજા મહિનામાં એટલે કે મેમાં જીવન વીમા કંપનીઓના નવા વેપાર મારફતના પ્રીમિયમ્સ ઘટાડો નોંધાયો હતો. ગયા વર્ષના મેમાં રૂપિયા ૧૮૪૧૪ કરોડની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષના મેમાં નવા વેપાર મારફતના પ્રીમિયમનો આંક ૨૫.૪૦ ટકા ઘટી ૧૩૭૩૯ કરોડ રહ્યો હતો.

નાણાં વર્ષના પ્રથમ બે મહિનાના આંક જોઈએ તો પ્રીમિયમ્સ રૂપિયા ૨૮૩૯૫.૯૦ કરોડ પરથી ૩૦ ટકા ઘટી રૂપિયા ૨૦૪૬૬.૭૬ કરોડ રહ્યું હતું એમ પ્રાપ્ત આંકડા જણાવે છે.

મે ૨૦૧૯માં વીમાના એકંદર આવરણનો આંક જે રૂપિયા ૫.૮૦ ટ્રિલિયન રહ્યો હતો તે વર્તમાન વર્ષના મે સુધીમાં ૨૦.૨૦ ટકા ઘટી રૂપિયા ૪.૭૦ ટ્રિલિયન પર આવી ગયો હતો. દેશમાં ૨૩ ખાનગી જીવન વીમા કંપનીઓ કાર્યરત છે તેમના પ્રીમિયમ્સની આવકમાં મેમાં ૨૮ ટકા જ્યારે એલઆઈસીની નવા પ્રીમિયમ્સ મારફતની આવકમાં ૨૪ ટકા ઘટાડો નોંધાયાનું પણ આંકડા જણાવે છે. એપ્રિલ તથા મેમાં દેશભરમાં લોકડાઉન રહેતા વેપાર પર અસર રહી હતી.