CIA ALERT

ગુજરાત Archives - Page 70 of 158 - CIA Live

July 21, 2020
corona-gujarat.jpg
1min5840

આજે શ્રાવણ માસના પહેલા દિવસ તા.21મી જુલાઇ 2020ના રોજ 6 કરોડની વસતિ ધરાવતા ગુજરાત રાજ્યમાં કોરોના કેસોનો આંકડો 50,000 કેસોની સંખ્યાને આંબી જશે. તા.20 જુલાઇ 2020ની સાંજે 8 કલાકે ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યા 49,439 હતી. ગુજરાતમાં હાલ દૈનિક 900 પ્લસ નવા કેસોની સરેરાશને જોતા આજરોજ તા.21મી જુલાઇ 2020ના રોજ ગુજરાતમાં કોરોના કેસોનો આંકડો 50 હજારને પાર પહોંચી જશે.

ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ હવે વકરી રહી છે, છેલ્લા ચાવીસ કલાકમાં ૧૨૩૬૯ ટેસ્ટ દ્વારા નવા ૯૯૮ પોઝિટિવ દર્દી મળી આવ્યા છે આ સાથે રાજ્યના કુલ કેસનો આંક ૪૯૪૩૯ સાથે અડધા લાખને આંબવાની તૈયારીમાં છે.

એક જ દિવસમાં વધુ ૨૦ દર્દીઓના કોરોના સંક્રમણને લીધે મૃત્યુ થયા છે. એમાં સૌથી વધારે સુરતમાં કુલ ૧૧ દર્દીના મરણ કોરોનાથી થયાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે. અલબત્ત, નવા સંક્રમિત દર્દીઓનો આંક નિયંત્રિત રીતે ૨૮૪નો જાહેર કરાયો છે. અમદાવાદમાં કુલ ચાર દર્દીના મૃત્યુ સાથે નવા ૧૮૩ કેસ ઉમેરાયા છે.

ચોવીસ કલાકમાં ૭૭૭ દર્દીઓને ડિસ્ચાર્જ અપાતા કુલ રિકવર થનારનો આંક ૩૫૬૫૯ થયો છે. અલબત્ત, રાજ્યમાં કુલ મૃત્યુ આંક ૨૧૬૭ થયો છે.

આ બન્ને સંક્રમિત મહાનગરો-જિલ્લા પછીના ક્રમે આવતા વડોદરા શહેરમાંથી નવા ૬૦ દર્દીઓ મળી આવ્યા છે અને વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૮ કેસ આવ્યા છે. જોકે, સારવાર હેઠળના મહાનગરના દર્દીઓ પૈકી બેના મૃત્યુ થયાનું રાજ્યના હેલ્થ બુલેટિનમાં જાહેર કરાયું છે. આ જ રીતે નવસારીમાં બે દર્દી અને એક ગીર સોમનાથના દર્દીનું કોરોનાથી મૃત્યુ જાહેર કરાયું છે.

રાજકોટ શહેરમાંથી નવા ૪૦ કેસ મળ્યા છે જ્યારે વિવિધ તાલુકાંથી ૧૬ દર્દીઓ સંક્રમિત થયા હોવાનું જાહેર કરાયું છે. ભાવનગર શહેરમાંથી ૨૬ મળી કુલ ૪૨ કેસ નવા ઉમેરાયા છે. જામનગરમાં કુલ ૨૨ કેસ આવ્યા છે એમાં શહેરમાંથી ૧૩ કેસ છે. ગાંધીનગરમાં કુલ ૨૦ કેસમાં ૧૨ ગ્રામ્ય વિસ્તારના છે. જૂનાગઢમાં પણ ગ્રામ્ય વિસ્તારના ૧૩ કેસ સાથે કુલ ૧૯ કેસ નોંધાયા છે.

જિલ્લાઓમાં સૌથી વધારે કેસ મહેસાણામાં વીસનગર, ઊંઝા, બેચરાજી, કડીમાંથી મળી નવા ૨૬ કેસ જાહેર કરાયા છે. ભરૂચમાં વાગરા, જંબુસર, અંકલેશ્વર, વાલીયામાંથી ૨૨ કેસ ઉમેરાયા છે. સુરેન્દ્રનગર શહેર ઉપરાંત મુળી, પાટડી, ધ્રાંગધ્રામાંથી નવા ૨૦ કેસ, પાટણ અને વલસાડમાંથી નવા ૧૭-૧૭ કેસ આવ્યા છે.

મહાનગરોમાંથી ગ્રામ્ય વિસ્તારોમાં વધતાં જતાં ચેપને નાથવા માટે હવે સ્થાનિક સ્તરે લોકોએ સ્વૈચ્છાએ લોકડાઉનનો અમલ શરૂ કર્યો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં સંક્રમિત મહાનગરો, વિસ્તારોમાંથી આવનારાઓને ચેકનાકાઓ ઉપર ચેક કર્યા પછી પ્રવેશ આપવાની શરૂઆત કરી છે. પાંચ જિલ્લાઓમાં અમદાવા, વડોદરા, સુરત તેમજ અન્ય રાજ્યોમાંથી આવનારાઓને ફરજિયાત ૧૪ દિવસ હોમ કોરન્ટાઇન રહેવાની શરતે જ પ્રવેશ અપાય છે. સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં વિવિધ મેળા, શિવ મંદિરોમાં વિશિષ્ટ પૂજા દર્શનના કાર્યક્રમોને પણ મોકુફ રાખવામાં આવ્યા છે. રાજ્યના ઘણાં મોટા મંદિરોએ સંક્રમણની સ્થિતિને ધ્યાને લઇ હમણાં મંદિરો બંધ રાખવાની જાહેરાત કરી છે.

અમદાવાદ પછી સુરત અને વડોદરાની જેમ હવે રાજ્યભરમાંથી ધનવંતરી રથ દ્વારા શંકાસ્પદોના હેલ્થ ચેકઅપ, એન્ટીજન ટેસ્ટ જેવી કામગીરીને યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. અલબત્ત, હજુય લોકો સોશીયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવા જેવી સામાન્ય બાબતોને અપનાવતા નથી એના કારણે સ્થિતિ દિવસે દિવસે વધારે કથળી રહી છે.

આ જ કારણે ગીરસોમનાથ, કચ્છ અને તાપી જેવા જિલ્લાઓમાંથી એક જ દિવસમાં નવા ૧૬-૧૬ કેસ આવ્યા છે તો પંચમહાલમાંથી નવા પંદર કેસ, અમરેલી, ખેડા, બનાસકાંઠામાંથી ૧૩-૧૩ કેસ મળ્યા છે. દાહોદ શહેર અને લીમખેડામાંથી નવા ૧૨ કેસ આવ્યા છે. મહીસાગરમાંથી ૧૧, નવસારીમાંથી ૧૦, બોટાદ, મોરબીમાંથી ૯ કેસ મળ્યા છે. નર્મદામાં ૭, આણંદ અને સાબરકાંઠામાંથી ૬-૬, અરવલ્લીના ૫, દેવભૂમિ દ્વારકાના ૩, છોટાઉદેપુર અને પોરબંદરમાંથી ૧-૧ કેસ નવા ઉમેરાયા છે.

આમ, હાલ રાજ્યમાં ૧૧૬૧૩ એક્ટિવ કેસ છે એમાં ૭૫ વેન્ટીલેટર ઉપર છે જ્યારે ૧૧૫૩૫ સ્ટેબલ છે.

July 20, 2020
CR-1280x1620.jpg
1min5840

ગુજરાત ભાજપના પ્રમુખ પદે જીતુ વાઘાણીના અનુગામી તરીકે તાત્કાલિક અસરથી સુરત ભાજપના કદાવર નેતા અને નવસારીના સાંસદ સી.આર. પાટીલની પસંદગી કરવામાં આવી હોવાની જાહેરાત ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જયપ્રકાશ નડ્ડાએ કરી છે.

સી.આર. પાટીલની પહેલી પ્રતિક્રિયા

દક્ષિણ ગુજરાતમાં ભાજપના મોટા નેતા તરીકે સી.આર.પાટીલનુ નામ જાણીતું છે. આ અંગે સી.આર. પાટીલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ‘ભારતીય જનતા પાર્ટીએ એક કાર્યકર્તામંથી પ્રમુખ બનાવાની તક આપી છે. હું તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું.’

ગુજરાતની 7 વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા ભાજપે જીતુ વાઘાણીની જગ્યાએ નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી દીધી છે. ભાજપના અનેક નેતાઓમાં આ નિર્ણયને પગલે સન્નાટો મચી ગયો છે.

July 20, 2020
kuber.jpg
1min6340

વડોદરા જિલ્લા વહિવટી તંત્રની હદમાં આવતા કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિર તા.31મી જુલાઇ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. શ્રાવણ માસમાં અહીં ભારે ભીડ થતી હોઇ, તા.19મી જુલાઇએ જિલ્લા કલેક્ટરેટના અધિકારીઓએ મંદિરની મુલાકાત લઇને આજે તા.20મી જુલાઇથી આતા.૩૧મી સુધી મંદીરના દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વડોદરા જિલ્લાના કરનાળી સ્થિત કુબેર ભંડારી ભગવાનના દર્શન માટે અમાસ નું  મહત્વ રહેલું છે. દેશવ્યાપી લોકડાઉનનાને કારણે છેલ્લા ચાર મહિના પછી અમાસના દર્શન બંધ હતા. હવે  શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે દર્શનનો લાભ ભાવિક ભક્તોને મળી રહે તે માટે કવાયત શરૂ કરી દેવામાં આવી હતી.  

અમાસ અને શ્રાવણ મહિના ને ધ્યાનમાં રાખીને કુબેર ભંડારી ટ્રસ્ટ’ના સંચાલકોએ રાજ્ય સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી તમામ વ્યવસ્થા નું આયોજન કર્યું હતું. 

પણ રાજ્ય સરકારની સૂચનાને ધ્યાનમાં રાખી કુબેર ભંડારી દર્શના ટ્રસ્ટી મંડળ તાત્કાલિક તેનો અમલ શરૂ કર્યો હતો.  આજથી મંદિરના દ્વાર તારીખ ૩૧ જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.  આજે અમાસની પૂર્વે દર્શન માટે આવતા અનેક ભાવિક ભક્તો રાજ્ય સરકારના અચાનક નિર્ણયને કારણે મંદિરે દર્શન કર્યા સિવાય ડેલીએ હાથ દઇ પરત ફરવાનો વારો આવ્યો હતો.

કુબેર ભંડારી ટ્રસ્ટના વ્યવસ્થાપક રજનીભાઈ પંડ્યા જણાવ્યું છે કે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે આવતીકાલે અમાસના દર્શન અને શ્રાવણ મહિના દરમિયાન રાજ્ય સરકારની સૂચના પ્રમાણે તારીખ ૩૧ જુલાઈ સુધી કુબેર ભંડારી મંદિર ભાવિક ભક્તો માટે દર્શન બંધ રાખવામાં આવ્યા છે તેમજ પૂજા વિધિ કે પછી અન્ય ધાર્મિક વિધિ પણ મંદિર ખાતે કરવામાં આવશે નહીં સાથે સાથે ધર્મશાળા અને ભંડારો પણ બંધ રહેશે.

July 20, 2020
corona-gujarat.jpg
1min4730

કોરોના સંક્રમણથી પ્રભાવિત ગુજરાતના ૩૩ પૈકી આઠ મહાનગરો સહિત કુલ ૩૨ જિલ્લાઓમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૯૬૫ પોઝિટિવ કેસ મળી આવ્યા છે બીજી તરફ સારવાર હેઠળ રહેલા વધુ ૨૦ દર્દીઓના કોવિડ-૧૯ના કારણે મૃત્યુ થયા હોવાનું હેલ્થ બુલેટિનમાં જાહેર કરાયું છે.

આ કેસને રોકેટ ગતિ આપનાર સુરત મહાનગરમાં નવા ૨૦૬ કેસ અને ૬ દર્દી તેમજ જિલ્લામાંથી નવા ૭૯ કેસ તથા ૩ દર્દી મળી કુલ ૨૮૫ કેસ નવા ઉમેરાયા છે જ્યારે કુલ ૯ દર્દીઓએ સંક્રમણને લીધે દમ તોડ્યો છે. અમદાવાદમાં પણ એક પખવાડિયા સુધી સંક્રમિત દર્દીઓનો આંક બસ્સોની નીચે રહ્યા પછી રવિવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં વધુ ૨૧૨ કેસ ઉમેરાયા છે એમાં મહાનગરના ૧૮૬ છે જ્યારે શહેરના જ વધુ છ દર્દીઓના મૃત્યુ જાહેર કરાયા છે.

અન્ય મહાનગરોમાં જોઇએ તો વડોદરામાં કોરોનાના સંક્રમિત દર્દીઓનો આંક શહેર અને જિલ્લાના કેસોના ઉતારચડાવ વચ્ચે ૭૦-૮૦ કેસની વચ્ચે લાંબા સમયથી સ્થિર છે. વડોદરાના જુદા જુદા વિસ્તારમાંથી નવા ૬૭ કેસ મળ્યા છે જ્યારે જિલ્લામાંથી નવા ૧૨ કેસ ઉમેરાયા છે. રાજકોટ શહેરના ૩૮ કેસ મળી કુલ ૪૯ કેસ આજે ઉમેરાયા છે. ભાવનગર શહેરમાં નવા ૨૫ કેસ નોંધાયા છે તો એક દર્દીનું મૃત્યુ જાહેર કરાયું છે. ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૦ નવા કેસ ઉમેરાયા છે. જૂનાગઢમાં એકાએક રફતાર ઘટીને ૧૫ કેસની રહી છે. બીજી તરફ જામનગર સિટીના ૭ મળી કુલ ૧૦ કેસ નોંધાયા છે એમાં જિલ્લામાંથી એક દર્દીનું મૃત્યુ થયું છે. સૌરાષ્ટ્રના અન્ય એક ગીર સોમનાથમાં નવા બે કેસ મળ્યા છે, પરંતુ એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

ગાંધીનગર જિલ્લામાંથી નવા ૨૪ મળી કુલ ૩૦ કેસ ઉમેરાયા છે. આ કેસ ગાંધીનગર તાલુકાના ગામડાઓ, દહેગામ, માણસા અને કલોલ તાલુકામાંથી ઉમેરાયા છે.

July 18, 2020
somnath_temple-1280x720.jpg
1min5990

બાર જ્યોર્તિલિંગ પૈકીના એક અને ગુજરાતના સૌરાષ્ટ્ર ખાતે આવેલા સોમનાથ મહાદેવ મંદિરનું સંચાલન કરી રહેલા સોમનાથ ટ્રસ્ટે આગામી સપ્તાહથી શરૂ થઇ રહેલા પવિત્ર શ્રાવણ મહિનામાં ભાવિકોની ઉમટતી ભીડને જોતા મંદિરના સમય તેમજ દર્શન વ્યવસ્થામાં ફેરફાર કર્યા છે. દૂર દૂરથી દર્શનાર્થે જતા લોકોએ ફેરફારો ધ્યાનમાં લઇને તેમની યાત્રાનું આયોજન કરવું.

  • શ્રાવણ મહિનામાં સવારે 6.00 કલાકે મંદિર ખોલવામાં આવશે.
  • શનિવાર, રવિવાર તેમજ સોમવારે સમયમાં વધારો કરવામાં આવશે.
  • શ્રાવણ મહિનો હોવાના કારણે રાતે 9.15 સુધી મંદિર ખુલ્લું રાખવામાં આવશે.
  • બહારથી આવતા શ્રદ્ધાળુઓ પણ સરળતાથી દર્શન કરી શકે તે માટે દર્શન વ્યવસ્થા તેમજ સમય વધારવાનો નિર્ણય લેવાયો હોવાનું સોમનાથ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા જણાવાયું હતું.

July 17, 2020
corona-gujarat.jpg
1min4670

ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૯૧૯ નવા પોઝિટિવ કેસ મળી આવ્યા છે બીજી તરફ ૮૨૮ દર્દીઓને આઇસીએમઆરની ગાઇડલાઇન્સ મુજબ ડિસ્ચાર્જ કરાયા છે. આ સમયગાળામાં અમદાવાદ અને સુરતમાં પાંચ પાંચ મળી કુલ ૧૦ દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. આ બન્ને શહેર-જિલ્લામાં અનુક્રમે નવા ૧૮૧ તથા ૨૬૫ કેસ નવા ઉમેરાયા છે. આ સિવાયના શહેર-જિલ્લામાં કેસ વધ્યા છે, પરંતુ કોવિડ-૧૯થી એકપણ દર્દીના મૃત્યુની આજે આરોગ્ય વિભાગના બુલેટિનમાં જાહેરાત કરવામાં આવી નથી.

જોકે, છેલ્લા પંદર દિવસથી સતત ૮૦૦-૯૦૦ કેસની રફતારના લીધે કુલ પોઝિટિવ કેસનો આંક રોકેટ ગતિએ વધીને ૪૫૦૦૦ને પાર થઇ ૪૫૫૬૭ સુધી પહોંચ્યો છે. જ્યારે ડિસ્ચાર્જની સંખ્યા પણ વધીને કુલ ૩૨૧૭૪ થઇ ગઇ છે. અલબત્ત, મૃત્યુ આંક છેલ્લા વીસેક દિવસથી નવી ગાઇડલાઇન્સના લીધે રોજેરોજ વધતો ઘટ્યો છે. કુલ ૨૦૯૧ દર્દીના મૃત્યુ થયા છે જે સમગ્ર દેશમાં કેસની સંખ્યાના પ્રમાણમાં સૌથી વધારે છે.

July 16, 2020
covid_test.jpg
1min5070

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે તા.16મી જુલાઇના રોજ પત્રકારોને જણાવ્યું હતું કે અમે હવે ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ માટેના નિયમો સુધારી દીધાં છે.

નવા નિયમો મુજબ હવે ગુજરાત રાજ્યમાં હવે કોઇ પણ વ્યક્તિ માત્ર એમબીબીએસ તબીબના પ્રિસ્ક્રિપ્શનને આધારે ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ કરાવી શકશે.

અમદાવાદ મેડિકલ એસોસિએશને કરેલી વિનંતીને પગલે ગુજરાત સરકારે તા.14મી જુલાઇએ મંગળવારે બહાર પાડેલાં નવા નિયમ મુજબ હવેથી સરકારી સમિતિની મંજૂરી લેવી જરૂરી રહેશે નહીં.

અગાઉના નિયમ મુજબ માત્ર એમડી ડોક્ટર અને તે પણ કોરોનાના લક્ષણ ધરાવતા દર્દી કે અત્યંત જરૂરી હોય તેવી સર્જરી, ડાયાલિસીસ કે અન્ય આરોગ્યલક્ષી સારવાર અને પ્રસૂતિના કેસમાં જે તે દર્દીના કોરોના ટેસ્ટને પ્રિસ્ક્રાઇબ કરી શકતા હતા. આ પ્રિસ્ક્રિપ્શન જિલ્લા સ્તરની કે શહેર સ્તરની સમિતિને મોકલવાનું રહેતું અને મંજૂરી પછી ટેસ્ટ થતો હતો. હવે આ નિયંત્રણો રહેશે નહીં.

July 16, 2020
corona-gujarat.jpg
1min4770

કોરોનાનું સંક્રમણ તો વધતું જ જઈ રહ્યું છે પરંતુ રાહત આપનારી વાત એ પણ છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 791 જેટલા દર્દીઓ કોરોનાના સંક્રમણને હરાવીને સ્વસ્થ થયાં છે. જેથી હવે રાજ્યમાં કોવિડ-19 વાયરસને હરાવીને કુલ 31346 જેટલા દર્દીઓ સ્વસ્થ થયાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 4,87,707 ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 11221 થયાં છે. જેમાંથી 68 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 11153ની હાલત સ્ટેબલ છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 3,50,281 વ્યક્તિઓને ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે. જે પૈકી 3,47,754 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે તો 2,527 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે. જ્યારે રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 4, ભાવનગર કોર્પોરેશન અને સુરતમાં 1-1, તેમજ નવસારી અને ગાંધીનગરમાં પણ 1-1 દર્દીઓ મોતને ભેટતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 2081 થયો છે.

July 16, 2020
rajkot-earthquake.jpg
1min5380

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઘણાં ભાગોમાં સવારે 7.40 મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ રાજકોટથી 22 કિલોમીટર દૂર હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 નોંધાઈ છે. સવારમાં આવેલા ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ગભરાહટનો માહોલ સર્જાઈ ગયો છે.

રાજકોટ સિવાય તેની આસપાસના અમરેલી, જેતપુર, સાવરકુંડલા, વડીયા કોટડાસાંગાણી, ગોંડલ વગેરે પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપના આંચકા અનુભવાતા ગભરાયેલા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સવારમાં ભૂંકપ આવ્યો હોવાથી શરુઆતમાં ઘણાં લોકોને ચક્કર આવતા હોવાનો પણ અહેસાસ થયો હતો. જોકે, એક ઘરના તમામ સભ્યોને આ પ્રકારના અનુભવ બાદ આ આંચકા ભૂકંપના હોવાનું માલુમ પડતા લોકો પોતાના ઘરની બહાર ખુલ્લામાં દોડી ગયા હતા.

ભોંયતળીયે રહેતા લોકો કરતા એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને ભૂકંપના આંચકાની અનુભૂતિ વધારે થઈ હતી. આ ભૂંકપના આંચકાનું કેન્દ્ર બિંદુ રાજકોટથી ગોંડલ તરફ જવાના માર્ગે 22 કિલોમીટર દૂર હતું.

July 16, 2020
corona_india.jpg
1min4400

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ગુરૂવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 968876 સુધી પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 32695 નવા કેસ નોંધાયા છે. 

જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ 63.25 ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 20783 લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને 612815 સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે.

જ્યારે છેલ્લા 24 કલાકમાં 606 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 24915 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે ગુરૂવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 331146 એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 275640 કેસ નોંધાયા છે જ્યારે 10928 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ 151820 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 2167 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં 116993 કેસ નોંધાયા છે જ્યારે 3487 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતને પાછળ છોડીને કર્ણાટક આ યાદીમાં ચોથા સ્થાન પર પહોંચી ગયું છે. કર્ણાટકમાં અત્યાર સુધીમાં 47253 કેસ નોંધાયા છે જ્યારે 928 લોકોના મોત થયા છે. જ્યારે ગુજરાતમાં 44650 લોકો સંક્રમણમાં આવ્યા છે ત્માંથી 2081 લોકો મોતને ભેટી ચૂક્યા છે. 

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 13545388 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 583965 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 7551514 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 5409909 કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.