CIA ALERT

ગુજરાત Archives - Page 69 of 158 - CIA Live

July 25, 2020
corona-gujarat.jpg
1min4860

ગુજરાતમાં સતત ચોથા દિવસે કોરોનાથી સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યા એક હજારથી વધુ જળવાઇ રહી છે. ચોવીસ કલાકમાં વધુ ૧૦૬૮ દર્દીઓ ચેપગ્રસ્ત હોવાનું સરકારે જાહેર કર્યું છે અને સારવાર હેઠળના ૨૮ દર્દીઓના મૃત્યુ થયા છે એમાં સૌથી વધારે ૧૨ સુરત શહેર અને જિલ્લાના દર્દીઓનો સમાવેશ થાય છે. સુરતમાં સતત વધતાં મૃત્યુ સાથે ફરીથી સંક્રમિત દર્દીઓનો આંક ૩૦૦ને પાર થઇ ૩૦૯ થયો છે એમાં જિલ્લામાંથી વિક્રમી ૯૩ દર્દીઓનો સમાવેશ થાય છે. આ સમયગાળામાં કુલ ૨૨૭ દર્દીઓ ડિસ્ચાર્જ પણ થયા છે.

અમદાવાદ મહાનગરમાં નવા ૧૬૧ દર્દીઓનો ઉમેરો થયો છે તો ૩ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. જ્યારે ૧૯૧ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જિલ્લાના દસક્રોઇ, ધંધૂકા, ધોળકા, બાવળા, વિરમગામ અને સાણંદમાંથી નવા પંદર કેસ મળ્યા છે. જિલ્લાના સારવાર હેઠળના ૧૪ દર્દી ડિસ્ચાર્જ થયા છે.

વડોદરા હવે ધીમે ધીમે દૈનિક એકસો દર્દી તરફ ગતિ કરી રહ્યું હોય તેમ મહાનગરમાંથી વધુ ૭૦ મળી કુલ ૯૨ દર્દીઓ સંક્રમિત થયાનું જાહેર કરાયું છે અલબત્ત, સારવાર હેઠળના મહાનગરના ૩ દર્દીઓના મૃત્યુ પણ સરકારે જાહેર કર્યા છે. આ જ રીતે રાજકોટ મહાનગરમાંથી નવા ૪૬ કેસ નોંધાયા છે અને જિલ્લામાંથી ૧૩ કેસ તેમજ એક દર્દીના મૃત્યુ નોંધાયું છે. ભાવનગર મહાનગરામાંથી ૨૧ મળી કુલ ૩૯ કેસ નોંધાયા છે તો જૂનાગઢમાં મહાનગરમાંથી ૧૭ સાથે કુલ ૨૮ કેસ ઉમેરાયા છે. જામનગરમાં મહાનગરના ૭ મળી કુલ ૧૨ કેસ નોંધાયા છે જ્યારે મહાનગરમાંથી એક દર્દીના મૃત્યુની જાહેરાત કરાઇ છે.

રાજ્યમાં કચ્છમાં ૩, મહેસાણા અને તાપી જિલ્લામાં એક એક દર્દીના મૃત્યુ કોવિડના સંક્રમણથી થયાનું હેલ્થ બુલેટિનમાં જાહેર કરાયું છે.

આ ઉપરાંત ભરૂચ જિલ્લામાંથી નવા ૩૦ દર્દીઓ સંક્રમિત સ્થિતિમાં શોધાયા છે તો અમરેલીમાંથી વધુ ૨૬, સુરેન્દ્રનગરમાં મુળી, ધ્રાંગધ્રા, પાટડી, સાયલા, વઢવાણમાંથી નવા ૨૫ કેસ નોંધાયા છે. સરહદી જિલ્લા કચ્છમાંથી વધુ ૨૨, પાટણ જિલ્લામાંથી ૨૦, ગીર સોમનાથ તથા નવસારીમાંથી ૧૯-૧૯ કેસ, દાહોદ અને વલસાડમાંથી ૧૮-૧૮ કેસ, આણંદ તથા તાપીમાં ૧૦-૧૦, નર્મદા અને સાબરકાંઠામાંથી ૯-૯ કેસ, બોટાદ, ખેડા, પંચમહાલમાંથી ૮-૮ કેસ, અરવલ્લીમાંથી ૭, મોરબીમાંથી ૬, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, મહીસાગર તેમજ પોરબંદરમાંથી વધુ ૨-૨ કેસ ઉમેરાયા છે.

આમ, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫૩,૬૩૧ કેસ નોંધાયા છે પરંતુ છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૮૭૨ દર્દીઓ ડિસ્ચાર્જ થતાં કુલ ૩૮૮૩૦ દર્દી રિવકર્ડ થયાં છે આમ, કુલ રિવકરી રેટ ૭૨.૪૦ ટકા સુધી પહોંચ્યો છે. જોકે, રાજ્યમાં ૨૨૮૩ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસ ૧૨૫૧૮ છે જ્યારે ૮૩ વેન્ટીલેટર ઉપર છે અને એમાંથી ૧૨૪૩૫ સ્ટેબલ છે.

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંક ઝડપથી વધી રહ્યો છે એની પાછળ રોજેરોજ થતાં ટેસ્ટની સંખ્યા તબક્કાવાર રીતે વધારીને સરેરાશ દૈનિક ૧૪થી ૧૫ હજાર કરવામાં આવી છે. ચોવીસ કલાકમાં ૧૪૫૯૫ ટેસ્ટ કરાયા છે એ સાથે કુલ આંક છ લાખને પાર થઇ ૬,૦૬,૭૧૮ થયો છે. આમ, પ્રતિ મિલિયન ૨૨૪.૫૩ ટેસ્ટ દૈનિક થઇ રહ્યા છે, તેમ દાવો કરાયો છે. સરકારે આજે સૌથી વધારે સંક્રમિત દસ રાજ્યોના એક દિવસમાં નોંધાયેલા નવા કેસ, એક્ટિવ કેસ અને કુલ કેસના આંકડા જાહેર કરી દાવો કર્યો છે કે આ ત્રણેય ફેક્ટરમાં ગુજરાત સૌથી નીચે છે. પ્રથમ ક્રમે મહારાષ્ટ્રમાં શુક્રવારે ૯૮૯૫ કેસ નોંધાયા છે જ્યારે એક્ટિવ કેસ ૧,૪૦,૩૯૫ છે જ્યારે કુલ કેસ ૩,૪૭,૫૦૨ છે. આ પછી આંધ્રપ્રદેશ, તામીલનાડુ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, તેલંગણા, ઓરિસ્સા છે. આ ક્રમ એક જ દિવસમાં આવેલા કેસને ધ્યાને લઇ જાહેર કરાયો છે. આ પરિપ્રેક્ષ્યમાં ગુજરાત દસમા ક્રમે રહે છે.

July 24, 2020
crpatil.jpg
1min36270

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ખરો રાજકીય નેતા એ ને કહેવાય કે જે લોકોની નાડ પારખીને ચાલે. ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રમુખ અને સુરતના કદાવર નેતા એ આજે પુરવાર કરી દીધું કે એ ખરા લોક નેતા છે. જ્યારથી સુરતમાં તેમના સન્માન માટે કાર રેલીની જાહેરાત થઇ ત્યારથી ગુજરાતના બુદ્ધીજીવી વર્ગથી લઇને ખુદ ભાજપમાં પણ કોવીડ-19 પેન્ડેમિકમાં સુરત જેવા હોટસ્પોટ શહેરમાં રેલી યોજવાની વિરોધમાં મત આપી રહ્યા હતા. જો રેલી યોજાઇ હોત અને એ પછી સુરતમાં કોરોના કેસો વધ્યા હોત તો દોષનો ટોપલો સી.આર. પાટીલના શિરે ઢોળાયો હોત. આમેય રેલી યોજીને જેટલું માન સન્માન મળવાનું હતું એ મળી ચૂક્યું હતું, છેલ્લી ઘડીએ રેલી રદ કરીને સી.આર. પાટીલ રેલી યોજવા કરતા વધુ માન ખાટી ગયા.

બાજીગર ફિલ્મના ડાયલોગની યાદ આવી ગઇ

कभी कभी कुछ जितने के लिए कुछ हारना पडता है और हार कर जितने वाले को बाजीगर कहेते है

લાખો રૂપિયાના ખર્ચાની સામે કોરોના કેસોની નાલેષીની વધુ કિંમત ચૂકવવી પડી હોત

બીજી તરફ સુરતમાં સીઆર પાટીલના આગમન માટે તડામાર તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી હતી. તેમના રેલી રૂટ માટે લાખો રૂપિયાના ખર્ચે ખાસ રથ તૈયાર કરવામાં આવ્યો હતો. રેલીના બબ્બે વખત રૂટ બદલવામાં આવ્યા હતા. અંદાજે એક લાખ માણસ કાર રેલીમાં જોડાય, સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરે એવું જડબેસલાક પ્લાનિંગ હતું.

તા.24મી જુલાઇએ બપોરે 2.25 કલાકે ખુદ સી.આર. પાટીલએ એવી જાહેરાત કરી કે વર્તમાન કોરોનાની પરિસ્થિતિને જોતા તેઓ પોતાના સન્માન માટે યોજાયેલી રેલી અને અભિવાદન કાર્યક્રમ રદ કરી રહ્યા છે.

રેલી યોજાઇ હોત તો કોરોનાના કેસોની નાલેષી મળી હોત

જો રેલી યોજવામાં આવી હોત તો હવે પછી સુરતમાં કોરોના કેસોની સંખ્યા માટે સીઆર પાટીલની રેલીને પર દોષારોપણ કરીને તેનો દોષનો ટોપલો સીઆર પાટીલના નામે નાલેષી સ્વરૂપે ઢોળાયો હોત. આ બધી બાબતોને ગંભીર ગણીને એ પ્રમાણે નિર્ણય લે એ ને જ ખરો લોક નેતા કહેવાય.

Read Also

July 24, 2020
2min5510

તા.23 જુલાઇના ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાંથી મળેલા કોરોના કેસોની સંખ્યા

  • રાજકોટ શહેરમાં 4પ,
  • સુરેન્દ્રનગરમાં 31,
  • ભાવનગરમાં 39,
  • બોટાદમાં 7,
  • જામનગરમાં 3ર,
  • દીવમાં 4,
  • જૂનાગઢમાં 43 સહિત
  • કુલ 249 કેસ સામે આવ્યા છે. રાજકોટમાં એક જ પરિવારના છ સભ્યો, પીડીયુ મેડિકલ કોલેજના ડોક્ટર પણ કોરોનાગ્રસ્ત જાહેર થયા છે. મોરબીમાં પોલીસ જવાન સહિત બેના મૃત્યુ થયા છે.

રાજકોટની સ્થિતિ

રાજકોટ શહેરમાં 6 માસના બાળકથી માંડી 89 વર્ષના વૃધ્ધ આજે કોરોનાની ચપેટમાં આવી ગયા હતા. ભક્તિનગર પાર્ક રેલનગરમાં 6 માસનો બાળક અને કરણપાર્ક એસ્ટ્રોન સોસાયટીમાં 89 વર્ષના વડિલ મોહનભાઈ ભૂવા તેમજ તેમના પરિવારના પાંચ મળી કુલ છ સભ્યો કોરોનાગ્રસ્ત થયા છે. સરકારી હોસ્પિટલના ર7 વર્ષના ડોક્ટર નીતિન રામાવત પણ ચેપગ્રસ્ત થયા છે.’ શહેરમાં કોરોનાનો જ્યાંથી પગપેસારો થયો હતો તે જંગલેશ્વર, દૂધસાગર રોડ, રેલનગર, દોશી હોસ્પિટલ રોડ, બજરંગવાડી, રામાપીર ચોકડી, રૈયા રોડ, સંતકબીર રોડ એમ મોટાભાગના વિસ્તારોમાં આજે કોરોનાના કેસ નોંધાયા છે. શહેરના 4પ ઉપરાંત જિલ્લામાં 1પ મળી વધુ 60 કેસ થયા છે.
ધોરાજીમાં આજે જમનાવડ રોડ, સ્વામિનારાયણ મંદિર પાસે, બહારપુરા વિસ્તાર, જામકંડોરણા રોડ, માતાવાડી, રંગારી મહોલ્લા વગેરે વિસ્તારમાં એક સાથે 8 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. અહીંયા કુલ કેસ 118 થયા છે.

સુરેન્દ્રનગરની સ્થિતિ

સુરેન્દ્રનગર જિલ્લામાં નવા 31 સાથે કુલ 630 કેસ થયા છે. સુરેન્દ્રનગરના સાજા થયેલા દર્દીઓએ જણાવ્યું હતું કે અમારી સારવાર સરકારે મફત કરી છે. લોકો અમારી નજીક આવતા નથી. અમને સ્નેહની જરૂર છે. પાટડી પંથકમાં મુકબધિર દંપતી જયદીપભાઈ અને શીલ્પીબેન ગજ્જર રહે છે. આ સગર્ભા મહિલા અમદાવાદથી આવ્યા બાદ કોરોનાગ્રસ્ત થયા હતા. તેઓ સાજા થતાં તેમને રજા અપાઈ હતી.

ભાવનગરની સ્થિતિ

ભાવનગર શહેરમાં ર3 અને અધેવાડા, ગારિયાધાર, રાતોલ, ઘોઘાના વાળુકડ, વાઘનગર, મોટી વડાળ, મેઢા, ચોરવડલા, મેવાસા, નાના સુરકા, ઉમળાળા વગેરે ગામોમાં કુલ 16 મળી એક જ દિવસમાં નવા 39 કેસ થયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 1093 થઈ છે. આજે એક દર્દીનું’ મૃત્યુ થયું હતું.

મોરબીની સ્થિતિ

મોરબીમાં પંચાસર રોડ ઉમિયા સોસાયટી, સામાકાંઠે આનંદ નગર, મયુર નગર રોડ, કાયાજી પ્લોટ, ટંકારાના ગજડી ગામ મળી વધુ 6 કેસ થયા છે. જ્યારે મોરબીના પોલીસ લાઈનમાં રહેતા પોલીસ જવાન સલીમભાઈ મકરાણી અને પારેખ શેરીમાં મંજુલાબેન આડેસરા નામના વૃધ્ધાનું મૃત્યુ થયું હતું.

જામનગરની સ્થિતિ

જામનગરમાં રાફડો ફાટયો હોય તેમ શહેરમાં રર સહિત 3ર કેસ નોંધાયા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. શહેરમાં સાધના કોલોની, દિગ્વિજય પ્લોટ, હાપા વેલનાથ સોસાયટી, મહાવીર સોસાયટી, શરૂ સેક્શન, ગોકુલનગર, પંચવટી, નવાગામ ઘેડ, આરબ જમાતખાના પાસે, આર્યસમાજ પાસે, કાલાવડ જકાતનાકા બહાર વગેરે વિસ્તાર ઉપરાંત વાંસજાળિયા, નંદાણા, વસંતપુર, મોટી માટલી, ધ્રોલ, જોડિયાના માધાપર,’ સિક્કા વગેરે મળી 3ર કેસ થયા છે. જેમાં પ0 વર્ષથી ઓછી વયના 13 અને વધુ વયના 19 દર્દી છે. જ્યારે શંકરટેકરી નાગેશ્વર મંદિર પાસે 4પ વર્ષના દર્દીનું મૃત્યુ થયું હતું. જામકંડોરણાના કુંભારવાડામાં હાટકેશ્વર મંદિર પાસે 60 વર્ષના વૃધ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

પોરબંદરની સ્થિતિ

પોરબંદર જિલ્લામાં રામધુન મંદિર નજીક મહારાજ બાગમાં અને બિરલા રોડ પર સિગ્મા સ્કૂલ પાસે એમ બે કેસ નોંધાયા છે. કોરોના હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સ અને કાપડના વેપારી પોઝિટિવ જાહેર થયા છે. વેપારીના ભત્રીજાને બે દિવસ પહેલાં કોરોના થયો છે. કોડિનારના ગ્રામ્ય વિસ્તાર ગીર દેવળી અને નવાગામ ખાતે કુલ બે પુરૂષ દર્દી કોરોનાગ્રસ્ત થયા છે. તળાજાના ત્રાપજ અને બેલા, બપાસરા, બોરલા, ઘાટરવાળા વગેરે ગામોમાં કુલ 8 કેસ થયા છે. ગામડામાં સંક્રમણ અટકાવવા પ્રયાસ થઈ રહ્યા છે. પીપરલા ગામના આગેવાનોએ દુકાનોની સમય મર્યાદા, મંદિરો બંધ, માસ્ક ફરજિયાત વગેરે નિયમો કર્યા છે. તળાજા ટીડીઓએ સરપંચનોને કોરોના સંદર્ભે પગલાં લેવા પત્રથી જાણ કરી છે.

બોટાદની સ્થિતિ

બોટાદમાં ભાભણ રોડ, યોગીનગર, ગોપીનાથ સોસાયટી, ગોપાલનગર, આનંદધામ સોસાયટી, સતવારા શેરી અને માંડવા ગઢડા ખાતે વધુ 7 કેસ થયા છે. તાલાલા પંથકમાં હડમતિયા, આંકોલવાડી, આંકોલવાડી ગીર, સુરવા ગીર, બોરવાવ ગીર વગેરે મળી વધુ 6 કેસ થયા છે. દીવમાં એક પોલીસ સહિત ત્રણ સરકારી કર્મચારી અને ઘોઘલાનો એક મળી કુલ ચાર નવા કેસ થયા છે.

જૂનાગઢની સ્થિતિ

જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલ સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા ર4 વર્ષ અને ર7 વર્ષના પુરૂષ સહિત વધુ 31 સંક્રમિત થયા છે.ઉપરાંત ભેસાણ, મેંદરડા, વિસાવદર, વંથલી, માણાવદર વગેરે મળી કુલ 43 કેસ થયા છે. આજે એક કોરોનાગ્રસ્ત વૃધ્ધનું મૃત્યુ થયું છે. અમરેલીમાં વૃંદાવન પાર્કમાં, લીલિયાના પાંચતલાવડા ગામે બે મળી વધુ 3 કેસ થયા છે.

ગીરસોમનાથની સ્થિતિ

ગીર સોમનાથમાં સરેરાશ કાયમી આવતા કેસોના અઢી ગણા, રેકર્ડ બ્રેક 49 કેસથી હાહાકાર મચી ગયો છે. જેમાં વેરાવળમાં 9, ઉના શહેરમાં 6, સુત્રાપાડા, તાલાલા પંથક, કોડિનાર પંથકના ગામોમાં વાયરસ પ્રસર્યો છે. જ્યારે ઉનાના દેલવાડાના 4પ વર્ષના પુરૂષનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આજે થાનગઢમાં કોવિડ 19ના 11 કેસ થયા છે જે પૈકી સાત નગરપાલિકાનાં કર્મચારી છે જેમાં મુખ્ય અધિકારી ચીફ ઓફીસર ચેતનભાઈ મનજીભાઈ જેપાલ, અન્સુમાનસિંહ ગોહિલ, વોટર વર્કસમાં ફરજ બજાવતા જીતેશ ગૌસ્વામી, પ્યુન શૈલેષ ઉર્ફે રાજુભાઈ ચૌહાણ, બે કોમ્પ્યુટર ઓપરેટર, વેરા વસુલાતની ફરજ બજાવનાર દિપેશ વ્યાસ તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં જવાહર સોસાયટીમાં જય અંબે સોસાયટી જુનાવાસ વગેરેમાં કોરોના કેસ થયા છે. ચોટીલામાં અલમદિના પાર્કમાં રહેતા પુરૂષને પોઝિટિવ આવતા ચોટીલા શહેરનો આંક પાંચ ઉપર પહોંચેલ છે.

July 24, 2020
corona-gujarat.jpg
1min5760

કોરોના વાયરસનું સંક્રમણ હવે દિનપ્રતિ દિન નવા વિક્રમો સાથે રાજ્ય આખાને ભરડામાં લેવા માટે મથી રહ્યું હોય તેમ દૈનિક ૧૧૦૦ની નવી સપાટી સર્જવા આગળ વધી રહ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૧૦૭૮ કેસ નોંધાયા છે, આની સાથે વધુ ૨૮ દર્દીઓના કોવિડ-૧૯ના લીધે મૃત્યુ થયું હોવાનું જાહેર કરાયું છે. સુરતમાં કોરોના વાયરસના ચેપને નાથવા માટે અમદાવાદ મોડેલ અપનાવાયું હોવાથી હવે ધીમે ધીમે નવા કેસનો આંક નિયંત્રણમાં આવી રહ્યો છે આને લીધે ૨૨ દિવસ બાદ અમદાવાદ ફરીથી ટોપ થઇ ગયું છે.

ચોવીસ કલાકમાં સુરત મહાનગરમાંથી નવા ૧૮૧ કેસ મળ્યા છે જ્યારે ૧૦ દર્દીના મૃત્યુ થયા હોવાનું સરકારે જાહેર કર્યું છે તો જિલ્લામાંથી નવા ૭૫ કેસ નોંધાયા છે અને ચાર દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. બીજી તરફ અમદાવાદમાં હવે સંક્રમણનો વ્યાપ વધ્યો હોય તેમ મહાનગરમાંથી નવા ૧૮૭ કેસ મળ્યા છે એની સાથોસાથ જિલ્લામાંથી એક સાથે ૨૩ નવા કેસ ઉમેરાયા છે. આ સમયગાળામાં મહાનગરમાં ચાર અને જિલ્લાના એક મળી કુલ પાંચ દર્દીઓના કોવિડથી મૃત્યુ થયાનું સરકારે જાહેર કર્યું છે.

અમદાવાદ અને સુરત પછી વડોદરા મહાનગરમાંથી ધીમે ધીમે નવા કેસ વધીને હવે ૭૧ સુધી પહોંચ્યા છે જ્યારે જિલ્લામાંથી નવા ૧૧ કેસ ઉમેરાયા છે. વડોદરા શહેરના ૨ દર્દીના મૃત્યુ કોરોનાથી થયાનું જાહેર કરાયું છે. ગાંધીનગર મહાનગરમાંથી નવા નવ કેસ અને જિલ્લામાંથી વધુ ૨૨ કેસ ઉમેરાયા છે.

સૌરાષ્ટ્રના ચાર મહાનગરોમાં રાજકોટમાંથી નવા ૪૪ કેસ મળ્યા છે તો જિલ્લાના વિવિધ તાલુકામાંથી ૧૫ કેસ નોંધાયા છે. જામનગર શહેરમાં સ્થિતિ હવે વધારે ગંભીર થઇ રહી છે અહીં ચોવીસ કલાકમાં નવા ૨૫ કેસ આવ્યા છે જ્યારે ગ્રામ્યમાંથી ૯ કેસ ઉમેરાયા છે. ભાવનગર મહાનગરમાંથી નવા ૨૩ કેસ અને એક દર્દીનું મૃત્યુ થયું છે અને જિલ્લામાંથી નવા ૧૬ કેસ ઉમેરાયા છે. જૂનાગઢમાં આ જ રીતે કેસ વધીને આજે નવા ૨૩ તેમજ જિલ્લના ૨૦ મળી કુલ ૪૩ કેસ નોંધાયા છે.

છોટાઉદેપુર, પંચમહાલથી છેક વલસાડ, તાપી સુધીના આદિવાસી પટ્ટામાંથી એક જ દિવસમાં સવાસોથી વધારે પોઝિટિવ કેસ મળી આવ્યા છે. નર્મદા જિલ્લામાં રાજપીપળામાંથી ૨૧ કેસ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૯ કેસ મળી એક સાથે ૪૦ કેસથી હાહાકાર મચી ગયો છે. આ જિલ્લામાં કેવડીયા કોલોની, ગળતેશ્વર આદિવાસી, ગ્રામીણ વિસ્તારોમાં કેસ નોંધાયા છે. દાહોદ શહેર અને આસપાસના ગામોમાંથી નવા ૩૧ દર્દી નોંધાયા છે.

July 23, 2020
real_cia-1-1280x1022.jpg
1min8620

તા.22મી જુલાઇ 2020ની રાત્રે 8 કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓમાં કોરોનાના નવા 202 કેસો મળી આવ્યા હતા અને કુલ 13 દર્દીઓના મોત નિપજ્યા હતા.

રાજકોટની સ્થિતિ

બુધવાર તા.22મી જુલાઇએ નવા મળેલા કોરોના પોઝીટીવ કેસોમાં રાજકોટ શહેરમાં 43 અને તાલુકાઓમાં 12 મળીને જિલ્લામાં નવા 55 કેસ નોંધાયા હતા.

રાજકોટ શહેરના લક્ષ્મીવાડી, નાના મવા રોડ, કાલાવડ રોડ, એસ્ટ્રોન સોસાયટી, જંકશન પ્લોટ, એરપોર્ટ રોડ, જયરાજ પ્લોટ, યુનિવર્સિટી રોડ, મવડી પ્લોટ, રૈયા રોડ, પ્રહલાદ પ્લોટ, રેલનગર, પંચવટી રોડ, દાસી જીવણપરા, સોની બજાર, કોઠારિયા રોડ, ગાંધીગ્રામ, ન્યુ જાગનાથ સહિતના વિસ્તારમાંથી નવા 41 કેસ નોંધાયા હતા.

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની સ્થિતિ

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાંથી મળેલા કોરોનાના નવા કેસોમાં ભાવનગરમાં 38, જૂનાગઢમાં 31, જામનગર અને ગીર સોમનાથમાં 13-13, સુરેન્દ્રનગરમાં 22,’ અમરેલીમાં 16, બોટાદમાં 14, નવા કેસ નોંધાયા હતા. આ ઉપરાંત છેલ્લા ચોવિસ કલાકમાં રાજકોટમાં 6, જામનગરમાં 4 અને જૂનાગઢમાં 3 દરદીનો કોરોનાએ ભોગ લીધો હતો.

સૌરાષ્ટ્રમાં વિસ્તારવાઇઝ કેસોની નવા સંખ્યા

  • રાજકોટમાં 55 કેસ
  • જૂનાગઢમાં મહિલા કોર્પોરેટર સહિત 31 પોઝિટિવ
  • જામનગરમાં 13 કેસ
  • ભાવનગરમાં 38
  • સુરેન્દ્રનગરમાં 31
  • અમરેલીમાં 16
  • બોટાદમાં 14
  • ગીર સોમનાથમાં 13 નવા કેસ

અમરેલીની સ્થિતિ

અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકામાં 5, જાફરાબાદમાં 3, રાજુલામાં 3, લાઠી, દામનગર, ખાંભા, બગસરા અને અમરેલીમાં એક-એક કેસ નોંધાતા જિલ્લાનો કુલ આંક 259 થયો હતો.

July 23, 2020
real_cia-1280x1022.jpg
1min6150

ગુજરાતમાં ચોમાસાની મોસમનો કુલ સરેરાશ ૩૦૦.૭૮ મીમી વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જે છેલ્લાં ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ ૮૩૧ મિમીની સરખામણીએ ૩૬.૨% છે. જોકે વરસાદનું જોર નબળું પડ્યું હોય તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે. બુધવારે સવારે પૂરા થતા છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં માત્ર ૩૩ તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના સરહદી તાલુકા વાવમાં નોંધાયો હતો. અહીં એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે રાજ્યના અન્ય તાલુકામાં સુરત શહેરમાં ૧૮ મિમી, વડોદરાના પાદરામાં ૧૭ અને કચ્છના નખત્રાણામાં ૧૪ મિમી વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં ચાલુ વર્ષે અંદાજીત ૬૪.૨૮ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે.

આઇએમડી દ્વારા પી.પી.ટી રજૂ કરી આગામી સમયમાં તા.૨૧ થી ૨૩ જુલાઈ દરમ્યાન ગુજરાતમાં વરસાદ થવાની શકયતા નહિવત છે તેમ જણાવ્યું છે. તા.૨૪મી જુલાઈ-૨૦૨૦ના દિવસે સામાન્ય વરસાદ થઇ શકે છે. કોઇ ભારે વરસાદ થવાની શકયતા જણાતી નથી. તા.૨૫મી જુલાઈ-૨૦૨૦ના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા નગર હવેલી વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શકયતા છે. તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની શકયતા છે.

કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાલુ વર્ષે તા. ૨૦મી જુલાઈ-૨૦૨૦ સુધીમાં અંદાજીત ૬૪.૨૮ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૫૩.૧૩ લાખ હેક્ટર વાવેતર થયું હતું.

આ વર્ષે છેલ્લાં ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૭૫.૭૨% વાવેતર થયું છે. જ્યારે રાજયનાં ૨૦૫ જળાશયોમાં હાલમાં કુલ સંગ્રહ ૨૭૦૬૨૮ એમ.સી.એફ.ટી છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૮.૬૦% છે. હાલમાં વરસાદ ન હોઇ જળાશયોમાં કોઇ નોંધનીય આવક નોંધાયેલ નથી અને હાલમાં કોઇ જળાશય એલર્ટ ૫ર નથી.

July 23, 2020
corona-gujarat.jpg
1min4630

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ મહાનગરોની સાથોસાથ હવે ગ્રામ્ય વિસ્તારોમાં અમર્યાદિત રીતે પ્રસરી રહ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૧૦૨૦ નવા પોઝિટિવ કેસ મળ્યા છે જ્યારે સારવાર હેઠળના ૨૮ દર્દીઓના કોવિડ-૧૯ સંક્રમણથી મૃત્યુ થયા હોવાનું સરકારે સત્તાવાર રીતે જાહેર કર્યું છે. આ કેસોમાં સૌથી વધારે આઠ મહનગરોના ૫૫૦ કેસ અને ૧૭ મૃત્યુ છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ૪૬૮ કેસ અને ૧૧ દર્દીના મૃત્યુ નોંધાયા છે.

કોરોનાથી સૌથી વધારે ચેપગ્રસ્ત થયેલા સુરત મહાનગરમાંથી નવા ૨૦૧ દર્દીઓ નોંધાયા છે. જ્યારે જિલ્લાઓના નગરો, ગામોમાંથી નવા ૫૫ દર્દી ઉમેરાયા છે. જોકે, છેલ્લા વીસ દિવસથી ગંભીર સ્થિતિનો સામનો કરતાં સુરત શહેરના જ વધુ ૧૨ દર્દી તેમજ જિલ્લાના ૭ મળી ૧૯ દર્દીઓના સંક્રમણના કારણે મૃત્યુ થયા છે. આ પછી અમદાવાદ મહાનગરમાં નવા ૧૮૧ કેસ મળ્યા છે જ્યારે જિલ્લામાંથી નવા ૧૫ કેસ ઉમેરાયા છે. મહાનગરના વધુ ૩ દર્દીના કોવિડથી મૃત્યુ થયાનું જાહેર કરાયું છે.

અમદાવાદની જેમ હવે વડોદરામાં સૌથી સંક્રમિત નાગરવાડામાંથી નવા કેસ ઉમેરાતા ઘટીને નહીવત થયા છે પરંતુ નવા વિસ્તારોમાંથી રોજેરોજ નવા કેસ મળી રહ્યા છે. મહાનગરમાંથી ૬૨ કેસ મળ્યા છે તો જિલ્લાના ૧૮ કેસ નવા આવ્યા છે. મહાનગરમાં એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયાનું જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રના ચાર મહાનગરોમાં જોઇએ તો રાજકોટમાંથી નવા ૪૮ કેસ નોંધાયા છે જ્યારે જિલ્લામાંથી ૧૨ કેસ આવ્યા છે. ભાવનગરમાં ૨૨ મળી કુલ ૩૮ કેસ નોંધાયા છે. જૂનાગઢ શહેરમાંથી ૨૦ નવા કેસ અને જિલ્લામાંથી ૧૦ કેસ નોંધાયા છે. શહેર અને જિલ્લામાં એક એક દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે. જામનગર શહેરમાંથી ૧૨ મળી કુલ પંદર કેસ નવા ઉમેરાયા છે.

અમદાવાદમાં કોટ વિસ્તારમાંથી કેસની સંખ્યા નહીવત થઇ ગઇ છે એ જ રીતે પૂર્વમાંથી ધીમે ધીમે કેસ ઘટી રહ્યા છે પરંતુ પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં રોજેરોજ કેસની સંખ્યા વધી રહી છે આને કારણે શહેરમાં છેલ્લા દસ દિવસ કરતાં વધુ સમયથી માઇક્રો કન્ટેન્ટમેન્ટ એરિયાની સંખ્યા બસ્સોની ઉપર જળવાઇ રહી છે. હવે મહાનગરમાં પોશ ગણાતા બોપલ, ઘુમા, આંબલીનો સમાવેશ થયો હોવાથી એના કેસ ગણાય છે. જ્યારે જિલ્લાના ધોળકા, બાવળા, સાણંદ, દસક્રોઇ, વિરમગામ જેવા તાલુકાના ગામડાઓમાંથી નવા પંદર કેસ ઉમેરાયા છે.

ભરૂચમાં અંકલેશ્વર, વાગરા, જંબુસર સહિતના તાલુકાઓમાંથી રોજેરોજ કેસ આવી રહ્યા છે નવા ૨૭ કેસ ઉમેરાયા છે. તો દાહોદ શહેર અને લીમખેડા સૌથી વધારે સંક્રમિત બન્યા છે. આને લીધે નવા ૨૭ કેસ નોંધાયા છે. મહેસાણામાં વિસનગર, ઊંઝા, બેચરાજી, કડી અને મહેસાણા નગરમાંથી નવા ૨૪ કેસ ઉમેરાયા છે. ગીર સોમનાથ, કચ્છમાંથી ૨૧-૨૧ કેસ નોંધાયા છે.

July 22, 2020
breaking_CIA-1280x831.jpg
2min65330

શાળાએ કરેલો શિક્ષકો-કર્મચારીઓનો વેતન ખર્ચ હવે પછી ફી નિર્ધારણમાં ધ્યાને લેવાશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે તા.16 જુલાઇ 2020ના રોજ જારી કરેલા એક પરીપત્રમાં સ્પષ્ટ આદેશો આપ્યા છે જે અત્રે પ્રસ્તુત છે.

  • ગુજરાતમાં શાળાઓ વાસ્તવિક રીતે શરૂ ન થાય ત્યાં સુધી સ્કુલ સંચાલકો એક પણ રૂપિયાની ફી વસુલ કરી શકશે નહીં.
  • જે સ્કુલોએ ચાલુ વર્ષે વાલીઓ પાસેથી ફી વસૂલ કરી લીધી છે, એડવાન્સમાં ફી ભરાવી દીધી છે તેમને ફી સરભર કરી આપવાની રહેશે.
  • શાળાઓ કોઇપણ પ્રકારની ઇતર પ્રવૃતિની ફી વસૂલ કરી શકશે નહીં. જે પ્રવૃત્તિ થતી નથી તે પ્રવૃતિની ફી વસુલ કરી શકાશે નહીં.
  • શાળાઓને શિક્ષકો, કર્મચારીઓના વેતનનો જે ખર્ચ થયો છે તે વાસ્તવિક ખર્ચ હવે પછીના ફી નિર્ધારણ વખતે ધ્યાનમાં લેવામાં આવશે.
  • 2020-21ના શૈક્ષણિક વર્ષમાં સંચાલકોએ કોઇપણ પ્રકારની ફી વસૂલ કરવાની રહેશે નહીં.
  • 30મી જુન 2020 સુધીની ફી નહીં ભરનાર વાલીના સંતાનોને સ્કુલમાંથી દૂર કરી શકાશે નહીં.

રાજ્યના શિક્ષણ વિભાગના પરિપત્રની પીડીએફ ફાઇલ માટે વ્હોટ્સ એપ કરો 98253 44944

Also Read

July 22, 2020
corona-gujarat.jpg
1min5130

ગુજરાતમાં કોરોના સંક્રમણનો પહેલો કેસ નોંધાયાના ૧૨૫મા (21મી જુલાઇ 2020) દિવસે નવા વિક્રમી ૧૦૨૬ કેસ ઉમેરાતા કુલ આંક અડધા લાખને પાર થઇ ૫૦૪૬૫ સુધી પહોંચી ગયા છે એ જ રીતે છેલ્લા પખવાડિયાથી સતત ઘટી રહેલા મૃત્યુ આંકમાં ચોવીસ કલાકમાં જ એક સાથે ૩૪ દર્દીના કોવિડ-૧૯ના મૃત્યુ થતાં હડકંપ મચી ગયો છે. સૌથી વધારે મૃત્યુ સુરતમાં ૨૧ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં ૬ દર્દીના મૃત્યુ જાહેર કરાયા છે.

આ સિવાય ભાવનગર અને જામનગર મહાનગરોમાં તેમજ ગીર સોમનાથ, પાટણ અને કચ્છ જિલ્લામાં પણ એક એક દર્દીના મૃત્યુ થયા છે. આઠ મુખ્ય મહાનગરોમાંથી ૫૭૬ અને જિલ્લાઓમાંથી ૪૫૦ કેસ નવા ઉમેરાયા છે. આમ, ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ વ્યાપક બની રહ્યું છે.

૧૯ માર્ચે રાજ્યમાં કોરોનાના કેસની ગુજરાતમાં વિધિવત એન્ટ્રી થઇ હતી. આ તીવ્ર અને ખતરનાક મીજાજ ધરાવતા વાયરસથી રાજ્યમાં મૃત્યુ પામાનર દર્દીઓની સંખ્યા ૨૨૦૧ થઇ ગઇ છે અલબત્ત, છેલ્લા ચોવીસ કલાકમાં ૭૪૪ દર્દીઓના ડિસ્ચાર્જ સાથે કુલ રિવકર થનાર દર્દીઓની સંખ્યા પણ ૩૬૪૦૩ સુધી પહોંચી છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સુરત મહાનગરમાંથી ૨૨૫ નવા કેસ અને જિલ્લામાંથી ૭૩ કેસ મળી આવ્યા છે જ્યારે શહેરમાં સારવાર હેઠળના ૧૪ દર્દીઓ તેમજ જિલ્લાના ૭ મળી ૨૧ દર્દીઓના મૃત્યુ કોવિડથી થયાનું સરકારે સ્વીકાર્યું છે. અમદાવાદમાં જિલ્લાના ૧૨ કેસ, એક મૃત્યુ તેમજ મહાનગરના ૧૮૭ કેસ અને પાંચ દર્દીના મૃત્યુ મળી કુલ ૧૯૮ કેસ અને ૬ના મૃત્યુ જાહેર કરાયા છે. અલબત્ત, આ બન્ને જિલ્લામાંથી અનુક્રમે વધુ ૧૭૩ તેમજ ૨૦૫ દર્દીઓ ડિસ્ચાર્જ પણ થયા છે.

વડોદરા શહેરમાંથી નવા ૬૦ કેસ સાથે જિલ્લાના મળી કુલ ૭૫ કેસ ઉમેરાયા છે તો રાજકોટમાં ૪૫ સાથે કુલ ૫૮ કેસ નોંધાયા છે. ભાવનગરમાંથી નવા ૨૬ કેસ અને એક દર્દીના મૃત્યુ નોંધાયા છે આ સિવાય જિલ્લામાંથી ૧૨ નવા દર્દી સંક્રમિત હોવાનું જાહેર કરાયું છે. જામનગરમાંથી નવા ૧૬ કેસ આવ્યા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. જિલ્લાના નવા ચાર કેસ નોંધાયા છે. ગાંધીનગર મહનગરમાંથી ૧૨ અને જિલ્લાના ૧૯ કેસ નવા છે જ્યારે જૂનાગઢમાં પાંચ મળી કુલ ૧૨ કેસ ઉમેરાયા છે.

દક્ષિણ-મધ્ય ગુજરાતમાં વલસાડ, નવસારી, પછી હવે દાહોદ જિલ્લામાં એક સાથે ૩૯ કેસ મળી આવ્યા છે. બનાસકાંઠામાંથી ૨૫, સુરેન્દ્રનગરમાંથી ૨૧, પાટણ ૨૦, નર્મદા ૧૯,  ગીર સોમનાથ અને મહેસાણા ૧૮-૧૮, નવસારી અને પંચમહાલ ૧૭-૧૭, ભરૂચ ૧૬, ખેડા ૧૪, વલસાડ ૧૩, કચ્છ ૯, આણંદ અને બોટાદ ૮-૮, અમરેલી ૭, મહીસાગર, મોરબીમાંથી ૬-૬, સાબરકાંઠામાંથી ૫, તાપી ૪, પોરબંદરમાંથી ૨ અને અરવલ્લી, ડાંગ અને દેવભૂમિ દ્વારકામાંથી ૧-૧ કેસ મળ્યો છે.

છેલ્લા ચોવીસ કલાકમાં ૧૩૬૯૩ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ૫,૬૨,૬૮૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલ ૧૧૮૬૧ એક્ટિવ કેસ છે એમાંથી ૮૨ વેન્ટીલેટર ઉપર છે અને ૧૧૭૭૯ સ્ટેબલ છે.

July 21, 2020
mask_valve.jpg
1min9710

કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે દેશભરના દરેક રાજ્યોના આરોગ્ય વિભાગોને પત્ર લખીને જણાવ્યું છે કે વાલ્વાવાળા માસ્કની જગ્યાએ નાગરીકો કપડાના બનેલા ત્રણ સ્તર (ત્રિપલ લેયર) માસ્કનો ઉપયોગ કરીને કોરોના સંક્રમણથી બચી શકે છે.

સિમ્બોલિક ફોટો. કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે માસ્ક પર ઉપરોક્ત દર્શાવેલા ફોટો જેવા કોઇપણ પ્રકારના વાલ્વ કે એર ફિલ્ટર લગાડેલા હોય તો એ સંક્રમણને રોકતા નથી પણ ફેલાવી જરૂર શકે છે. આવા માસ્ક નહીં પહેરવા માટે દેશભરમાં જનજાગૃતિ લાવવામાં આવી રહી છે.

હાલમાં વાલ્વવાળા માસ્ક અંગે નાગરીકોમાં ભારે ગેરસમજ પ્રવર્તી રહી છે. ઘણાં લોકો વાલ્વવાળા માસ્કને સુરક્ષિત ગણી રહ્યા છે. ઘણાં ફેશનમાં વાલ્વવાળા માસ્ક પહેરે છે. હકીકતમાં વાલ્વવાળા માસ્ક સંક્રમણને રોકી નહીં પણ ફેલાવી શકે તેટલા જોખમી છે.

વાલ્વવાળા માસ્કમાં જ્યારે એ પહેરનાર વ્યક્તિ શ્વાસ બહાર કાઢે છે ત્યારે વાલ્વ ખુલ્લા થઇ જાય છે અને જો એ પહેરનાર વ્યક્તિ એસિમ્ટમેટિક વાઇરસ કરીયર હોય તો અનેક લોકોને એ સંક્રમિત કરી શકે. આમ વાલ્વવાળા માસ્ક સંક્રમણને રોકતા નથી પણ ફેલાવી જરૂર શકે છે.

દેશના આરોગ્ય મંત્રી ડૉ.હર્ષ વર્ધને ટ્વીટ કરીને અનુરોધ કરવો પડ્યો

કેન્દ્રએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને વાલ્વવાળા એન-95 માસ્ક પહેરવાની વિરુદ્ધ ચેતવણી જાહેર કરીને જણાવ્યું છે કે, આનાથી વાયરસનો ફેલાવો અટકતો નથી. અને કોવિડ-19 મહામારીને રોકવા માટે લેવામાં આવેલા પગલાની વિરુદ્ધ છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયમાં સ્વાસ્થ્ય સેવા ડિરેક્ટર રાજીવ ગર્ગે રાજ્યોને સ્વાસ્થ્ય અને ચિકિત્સા શિક્ષણ બાબતના પ્રધાન સચિવોને પત્ર લખીને જણાવ્યું છે કે, સામે આવ્યું છે કે સ્વાસ્થ્યકર્મીઓને જગ્યાએ લોકો એન-95 માસ્કનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે, ખાસ કરીને જેમાં વાલ્વ હોય છે. 

તેમણે જણાવ્યું છે કે, તમારા ધ્યાનમાં લાવવામાં આવે છે કે વાલ્વવાળા એન-95 માસ્કો કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે ઉઠાવવામાં આવેલા પગલાની વિરુદ્ધ છે કેમકે માસ્ક બહારથી આવતા વાયરસને રોકી શકતો નથી. આને ધ્યાનમાં રાખીને હું તમને અપીલ કરું છું કે તમામ સંબંધિત લોકોને આદેશ આપે કે તેઓ ફેસ/ માઉથ કવરના ઉપયોગનું પાલન કરે અને એન-95 માસ્કના ખોટા ઉપયોગને રોકે. 

Also Read