CIA ALERT

ગુજરાત Archives - Page 65 of 158 - CIA Live

August 16, 2020
corona_india.jpg
1min6170

ભારતમાં ગતરોજ તા.15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના ચોવીસ કલાક દરમિયાન કોરોનાના નવા 67,000 કરતા વધારે કેસ નોંધાયા છે. આ પાછલા અઠવાડિયાના સૌથી વધુ કેસ છે, જે પહેલા ગુરુવારે 66,037 કેસ નોંધાયા હતા. ભારતમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો 26 લાખની નજીક પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક 50,000ને પાર થઈ ગયો છે.

ભારતમાં ગુરુવારે 67,103 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે સાથે કુલ પોઝિટિવ કેસનો આંકડો 25,90,572 થયો છે. દેશમાં કોરોના વાયરસના કારણે થયેલા કુલ મૃત્યુમાંથી 27% મૃત્યુ ઓગસ્ટના 15 દિવસમાં નોંધાયા છે. આ 15 દિવસમાં દેશમાં 13,500 કરતા વધારે લોકોના મોત નોંધાયા છે. જ્યારે જુલાઈ મહિનામાં થયેલા કુલ મૃત્યુનો આંકડો 19,122 હતો.

મહારાષ્ટ્રમાં 300થી વધુ લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા જ્યારે 12,000 કરતા વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં નોંધાયેલા વધુ 322 મોત નોંધાયા જે 13 ઓગસ્ટે નોંધાયેલા 413 કરતા નીચો આંકડો છે, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 19,749 થયો છે, જ્યારે 12,614 નવા કેસ નોંધાયા છે, આ પહેલા 8 ઓગસ્ટના રોજ 12,822 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 5,84,754 થયો છે.

આ તરફ કર્ણાટકમાં 8,818 નવા કેસ નોંધાયા છે, રાજ્યમાં પહેલીવાર નવા કેસનો આંકડો 8,000ને પાર ગયો છે.

રાજ્યમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે જેમાં શનિવારે 55,000 કરતા વધારે દર્દીઓએ કોરોના વાયરસને માર આપી છે આ સાથે કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 18.5 લાખ કરતા વધુ થયો છે.

August 14, 2020
ausi-flood6.jpg
1min7060

સૌરાષ્ટ્રમાં બુધવારની રાતથી શરૂ થયેલો વરસાદ આજે દિવસ દરમિયાન પણ ચાલુ રહેતા લગભગ મોટા ભાગના જિલ્લાઓ તરબોળ થયાં હતા. રાજકોટ, અમરેલી અને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. રાજકોટમાં ચાર ઈંચ, ગોંડલમાં ચાર ઈંચ, વીરપુરમાં ત્રણ ઈંચ, ઉપલેટામાં ત્રણ ઈંચ, જસદણમાં બે ઈંચ, લોધીકામાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા, જ્યારે શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

બીજી બાજુ આજે ગુરૂવારે સવારથી રાજ્યના ૨૧૭ તાલુકાઓમાં વરસાદ શરૂ થયો હતો જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ ૧૮૨ મિમી એટલે કે સાડા સાત ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં ગુરૂવારે અમદાવાદ, આણંદ, ખેડા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વડોદરા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જામનગર, જૂનાગઢ, કચ્છ, રાજકોટ સહિતના મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ૧૧૩ મિમી એટલે કે સાડા ચાર ઇંચ અને ધ્રાંગધ્રામાં ચાર ઇંચ પાણી વરસ્યું હતું.

રાજકોટમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. શહેરનાં બસ સ્ટેન્ડ, ઢેબર રોડ, ગોંડલ રોડ, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. બીજી તરફ ગોંડલ, વીરપુર, ધોરાજી, જસદણ સહિતના ગામોમાં છેલ્લા ૨૪ કલાકથી વરસાદ વરસી રહ્યો છે. ગોંડલ પંથકમાં ધોધમાર ચાર ઈંચ વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાય ગયા છે. વીરપુરમાં ૩ ઈંચ વરસાદ પડતા સિમ વિસ્તારમાં નદી-નાળા છલકાયા હતા, આ સાથે જ લોધિકામાં ૨ ઈંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા.

આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં વહેલી સવારથી જ ભાવનગર, તળાજા, ઘોઘા, સિહોર, પાલિતાણા, ગારીયાધાર, વલ્લભીપુર અને ઉમરાળા તાલુકાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

August 14, 2020
real_cia-1-1280x1022.jpg
1min7040

ગુજરાત સમેતના કેટલાક રાજ્યોમાં કોરોના ટેસ્ટીંગની સંખ્યા વધારવા અંગે વડાપ્રધાન શ્રી મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં કરેલી ટકોરનો પ્રતિસાદ બે જ દિવસમાં ગુજરાતમાં દેખાયો છે. તા.12 અને તા.13 એમ બે જ દિવસના સમયગાળામાં ગુજરાતમાં એક લાખ કોરોના ટેસ્ટ કરાયા અને તેમાંથી 2244 દર્દીઓ મળ્યા. આમ ગુજરાતમાં ટેસ્ટીંગ વધ્યા પછી પણ કોરોનાના કેસો વધ્યા નથી એ સુખદ કહી શકાય તેવી બાબત બહાર આવી છે. તા.13મીએ સાંજે ગુજરાતમાં કોરોના કુલ કેસનો આંક ૭૫૦૦૦ને પાર થયો છે. જ્યારે મૃત્યુ આંક વધીને ૨૭૦૦ને પાર થઇ ૨૭૩૨ થઇ ગયો છે.

  • 12 ઓગસ્ટે 50,124 કોરોના ટેસ્ટ 1152 નવા કેસ 18ના મોત
  • 13 ઓગસ્ટે 50,817 કોરોના ટેસ્ટ 1092 નવા કેસ 18ના મોત

ગુજરાતમાં કોવીડ પેન્ડેમિકની સ્થિતિમાં અત્યાર સુધીમાં તા.12મી ઓગસ્ટને બુધવારે પહેલી વખત એક સાથે ૫૦,૧૨૪ ટેસ્ટ કરાયા હતા. ગુરુવારે ૫૦,૮૧૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે, આ ટેસ્ટમાં આરટીપીસીઆર કરાયા છે કે એન્ટીજેનનો સમાવેશ પણ કરી દેવાયો છે એના અંગે કોઇ ફોડ પડાયો નથી.

કોરોના ટેસ્ટસમાં 8માં ક્રમે છે ગુજરાત

છેલ્લા ૧૨ દિવસમાં કરવામાં આવેલા ટેસ્ટને ધ્યાનમાં લઇ તો ૬૦ હજારથી વધુ કેસ ધરાવતા ૧૧ રાજ્યોમાં ટેસ્ટિંગના મામલે ગુજરાત આઠમાં ક્રમે આવે છે. આ ૧૨ દિવસમાં સૌથી વધુ ટેસ્ટ ઉત્તર પ્રદેશમાં કરવામાં આવ્યા છે.

  • ઉત્તર પ્રદેશમાં ૧૦૮૬૯૧૮ ટેસ્ટ કરાયા છે,
  • મહારાષ્ટ્રમાં ૭૭૯૯૬૬,
  • તમિલનાડુમાં ૭૭૩૮૮૭,
  • બિહારમાં ૭૨૪૮૦૮,
  • આંધ્ર પ્રદેશમાં ૬૯૭૯૯૧,
  • આસામમાં ૬૫૬૪૦૫,
  • કર્ણાટકમાં ૪૭૫૫૨૫ ટેસ્ટ
  • ગુજરાતમાં ૩૪૪૨૨૮ ટેસ્ટ કરાયા છે.
  • એવી જ રીતે આસામમાં ૧૨ દિવસમાં ૬૫૬૪૦૫ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આસામમાં પણ ઘનિષ્ઠ ટેસ્ટીંગ

  • છેલ્લા બે દિવસમાં જ આસામમાં ૧૯૫૧૭૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આસામની સરખામણીએ ગુજરાતમાં ૧૨ દિવસમાં ૩૪૪૨૨૮ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી છેલ્લા બે દિવસમાં ગુજરાતમાં ૯૧૭૭૧ ટેસ્ટ કરાયા છે. આ ૧૨ દિવસમાં જોઇએ તો આસામમાં ગુજરાત કરતા લગભગ બે ગણા ટેસ્ટ કરવામાં આવ્યા છે. આસામમાં અત્યાર સુધીમાં કુલ ૬૯૦૦૦ કેસ નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં ૭૪૩૯૦ કેસ નોંધાયા છે. જો કે, ગુજરાતમાં ૧૨ ઓગસ્ટ સુધીમાં ૭૪૩૯૦ કેસ નોંધાયા છે. જોકે પશ્ર્ચિમ બંગાળ અને દિલ્હીની કરતા ગુજરાતમાં ટેસ્ટ વધારે કરવામાં આવ્યા છે. દિલ્હીમાં ૨૦૯૯૫૪ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને પશ્ર્ચિમ બંગાળમાં ૨૯૩૫૨૩ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં બે દિવસમાં અનુક્રમે ૯૭૭ તથા ૧૦૪૬ દર્દીઓને આઇસીએમઆરની ગાઇડલાઇન્સ પ્રમાણે ડિસ્ચાર્જ કરાયા હતા આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ ૭૫૪૮૨ કેસમાંથી કુલ ૫૮,૪૩૯ દર્દી ડિસ્ચાર્જ થતાં કુલ રિવકરી રેટ ૭૭.૪૨ ટકા સુધી પહોંચી ગયો છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસ ૧૪૩૧૦ છે એમાંથી ૭૯ વેન્ટીલેટર ઉપર છે જ્યારે ૧૪૨૩૧ સ્ટેબલ છે.

August 13, 2020
Studying-Abroad.jpg
4min2546

બિનઅનામત વર્ગના ઉમેદવારો માટે

યોજનાનું સ્વરૂપ / લોન સહાયના ધોરણો:

  • ધોરણ-૧૨ પછી ફક્ત M.B.B.S, સ્નાતક (ડિપ્લોમા પછી ડિગ્રી મેળવેલ હોય તો પણ માન્ય) થયા પછી અનુસ્નાતક તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અથવા અન્ય નામથી ઓળખાતા સમકક્ષ અભ્યાસક્રમ માટે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રુ. ૧૫.૦૦ લાખની વિદેશ અભ્યાસ લૉન નિગમ તરફથી આપવામા આવશે.

લાયકાતના ધોરણો : ધો-૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ.

વ્યાજનો દર : વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ.

આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કેતેથી ઓછી.

લોન માટેનાં જામીન / દસ્તાવેજ:

  • સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કે તેથી ઓછી રકમના ધિરાણ માટે ધિરાણની રકમથી દોઢ ગણી કિંમતની લાભાર્થીની પોતાની કે સગા સંબંધીની મિલકત પર બોજાનોંધ કરાવવાની રહેશે.
  • સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કરતાં વધારે હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઇ સગા સબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
  • દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ પોસ્ટ ડેટેડ ચેક આપવાના રહેશે

લોનની પરત ચુકવણી:

  • રૂા.૫.૦૦ લાખ સુધીની કુલ લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૫ (પાંચ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.
  • રૂા.૫.૦૦ લાખથી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૬(છ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.
  • ભરપાઇ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા લેવાનાં રેહેશે.
  • લોન લેનાર નિશ્ચિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચુકવણી કરી શકાશે

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે

વિદેશમાં અભ્યાસ અર્થે નાણાકીય લોન

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ અભ્યાસ લોન (S.E.B.C.)

યોજનાનું સ્વરૂપ / લોન સહાયના ધોરણો

  • વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ રૂ.૧૫.૦૦ લાખની વિદેશ અભ્યાસ લૉન આપવામા આવશે.
  • ધોરણ-૧૨ પછી ડિપ્લોમા / સ્નાતક અથવા સમકક્ષ અભ્યાસક્રમો માટે
  • સ્નાતક (બેચલર ડિગ્રી) પછી અનુસ્નાતક કક્ષાના (Post Graduate) અભ્યાસક્રમ માટે

લાયકાતના ધોરણો

  • ધોરણ-૧૨ પછી વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે ધોરણ-૧૨ માં ઓછામાં ઓછા ૬૫% ટકા કે તેથી વધુ ગુણ. (NT/DNT, વધુ પછાત, અતિ પછાત માટે ૫૫ %)
  • સ્નાતક (ગ્રેજ્યુએટ) પછી વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે સ્નાતક (ગ્રેજ્યુએટ) માં ઓછામાં ઓછા ૬૦% ટકા કે તેથી વધુ ગુણ. (NT/DNT, વધુ પછાત, અતિ પછાત માટે ૫૦ %)

વ્યાજનો દર

  • વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ.

આવક મર્યાદા

  • સા. અને શૈ. પ. વર્ગ / SEBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૧૦.૦૦લાખથી ઓછી.

મહત્વના જરૂરી આધારો

  • જાતિનો દાખલો
  • કુટુંબની આવકનો દાખલો, આઇ. ટી. રીટર્ન, ફોર્મ -૧૬
  • અભ્યાસની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, અને ટકાવારીના આધારો
  • વિદેશના અભ્યાસનો ઓફરલેટર/ I – 20 / Letter of Acceptence
  • વિદ્યાર્થીના પાસપોર્ટની નકલ
  • વિદ્યાર્થીના જે તે દેશના વીઝાની નકલ
  • એર ટીકીટની નકલ

ફોર્મ કેવી રીતે ભરવુ

આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર વિદ્યાર્થીએ વિદેશ જતાં પહેલા નીચે જણાવેલ વેબસાઇટ પર જઇ ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહેશે. ફોર્મ ભર્યા બાદ જરૂરી આધારો અપલોડ કરી, સબમીટ કરી ફોર્મની પ્રીન્ટ કાઢી અપલોડ કરેલા આધારો બિડાણ કરી વિદ્યાર્થીને લાગુ પડતી, જે તે જિલ્લા કચેરીમાં જમા કરાવવાનુ રહેશે.

વેબસાઇટ : https://esamajkalyan.gujarat.gov.in/

ઉપર મુજબની વેબસાઇટ પર જઇ Director Developing Cast Walfare પર જવુ. તેના પર વિદ્યાર્થીને માર્ગદર્શન માટે નિયત ફોર્મ જરૂરી આધારોની યાદી સાથે મળી જશે. લોન કેવી રીતે પરત કરવી : વિદ્યાર્થીના અભ્યાસ પૂર્ણ થયાના એક વર્ષ બાદ.

આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ અભ્યાસ લોન (E.B.C.)

યોજનાનું સ્વરૂપ / લોન સહાયના ધોરણો

  • વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ રૂ.૧૫.૦૦ લાખની વિદેશ અભ્યાસ લૉન આપવામા આવશે.
  • સ્નાતક (બેચલર ડિગ્રી) પછી અનુસ્નાતક કક્ષાના (Post Graduate) અભ્યાસક્રમ માટે

લાયકાતના ધોરણો

સ્નાતક (ગ્રેજ્યુએટ) પછી વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે સ્નાતક (ગ્રેજ્યુએટ) માં ઓછામાં ઓછા ૬૦% ટકા કે તેથી વધુ ગુણ.

વ્યાજનો દર

વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ.

આવક મર્યાદા

આ. પ. વર્ગ / EBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦લાખ કે તેથી ઓછી.

મહત્વના જરૂરી આધારો

  • આર્થિક પછાત વર્ગનો દાખલો
  • કુટુંબની આવકનો દાખલો, આઇ. ટી. રીટર્ન, ફોર્મ -૧૬
  • અભ્યાસની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, અને ટકાવારીના આધારો
  • વિદેશના અભ્યાસનો ઓફરલેટર/ I – 20 / Letter of Acceptence
  • વિદ્યાર્થીના પાસપોર્ટની નકલ
  • વિદ્યાર્થીના જે તે દેશના વીઝાની નકલ
  • એર ટીકીટની નકલ

ફોર્મ કેવી રીતે ભરવુ

આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર વિદ્યાર્થીએ વિદેશ જતાં પહેલા નીચે જણાવેલ વેબસાઇટ પર જઇ ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહેશે. ફોર્મ ભર્યા બાદ જરૂરી આધારો અપલોડ કરી, સબમીટ કરી ફોર્મની પ્રીન્ટ કાઢી અપલોડ કરેલા આધારો બિડાણ કરી વિદ્યાર્થીને લાગુ પડતી, જે તે જિલ્લા કચેરીમાં જમા કરાવવાનુ રહેશે.

વેબસાઇટ : https://esamajkalyan.gujarat.gov.in/

ઉપર મુજબની વેબસાઇટ પર જઇ Director Developing Cast Walfare પર જવુ. તેના પર વિદ્યાર્થીને માર્ગદર્શન માટે નિયત ફોર્મ જરૂરી આધારોની યાદી સાથે મળી જશે. લોન કેવી રીતે પરત કરવી : વિદ્યાર્થીના અભ્યાસ પૂર્ણ થયાના એક વર્ષ બાદ

August 13, 2020
gujarateducation.jpg
2min575

Open Category બિન અનામત વર્ગના ઉમેદવારો માટે

શૈક્ષણિક અભ્યાસ યોજના

યોજનાનું સ્વરૂપ/લોન સહાયના ધોરણો:

રાજ્યમાં ચાલતા મેડીકલ, ડેન્ટલના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો વ્યવસાયિક અભ્યાસક્રમો, ઇજનેરી, ટેકનોલોજી,ફાર્મસી, આર્કિટેકચર, આર્યુવેદિક, હોમીયોપેથી, ફિઝીયોથેરાપી, વેટરનરી વગેરે સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો,નર્સિંગ (સ્નાતક કક્ષા) નાં વગેરે અભ્યાસક્રમો માટે (હાયર એજ્યુકેશન જેવા કે બીબીએ,બીકોમ,બીએસી,બીએ વગેરે સિવાય,) સમગ્ર અભ્યાસક્રમની કુલ ટયુશન ફી અથવા રૂા.૧૦.૦૦ લાખ તે બે પૈકી જે ઓછું હોય તે પ્રમાણેની લોન ૪ ટકાના સાદા વ્યાજે નિગમ તરફથી આપવામાં આવશે.

આ યોજનામાં રાજ્યમાં ચાલતા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો સાથે સાથે રાજ્યમાં અને ભારતના અન્ય રાજ્ય / કેન્દ્રશાશિત પ્રદેશોમાં પણ અભ્યાસ કરતા તબીબી સ્નાતક , તબીબી અનુસ્નાતક અને ઉચ્ચ અભ્યાસક્રમોમાં અનુસ્નાતક જેવા કે IIM , IIT , NID , NIFT , IRMA ,TISS માં પણ લોન આપવાની રહેશે.

લાયકાતના ધોરણો :ધો-૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ.

વ્યાજનો દર : વાર્ષિક ૪ ટકા લેખે સાદુવ્યાજ

આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કે તેથી ઓછી.

  • અરજદાર બિન અનામત વર્ગના હોવા જોઈએ.

શૈક્ષણિક યોજનાઓ માટેનાં પાત્રતા અને ધિરાણના માપદંડ

  • ગુજરાત રાજયની કોઇપણ શાળામાંથી ધોરણ-૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ સાથે પાસ કરેલ હોવું જોઇએ.
  • જે તે અભ્યાસક્રમના સબંધિત કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત હોઇ તેવા અભ્યાસક્રમ માટે લોન મળવા પાત્ર થશે.
  • અરજદાર ગુજરાતના હોવા જોઇએ અને બિન અનામત વર્ગના હોવા જોઇએ.
  • સંબંધિત અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યા અંગેનો પુરાવો રજુ કરવાનો રહેશે.
  • ધિરાણનો વ્યાજ દર વાર્ષિક ૪ ટકા સાદું વ્યાજ રહેશે. પ્રતિ વર્ષ જેટલુ ધિરાણ આપવામાં આવશે. તે મુજબ જ સાદુ વ્યાજ ગણવામાં આવશે.
  • વિધવા અને અનાથ લાભાર્થીને અરજદારને અગ્રીમતા આપવાની રહેશે.
  • અભ્યાસ વચ્ચેથી છોડી દેનાર કે નિશ્વિત સમય મર્યાદામાં ડીગ્રી ન મેળવી શકનારની લોન એક સાથે વસુલ કરવાને પાત્ર થશે તેમજ વ્યાજ સહાય મળવાપાત્ર રહેશે નહિ.
  • રાજ્યની શૈક્ષણિક લોન યોજનાઓ માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ૬.૦૦ લાખ કે તેથી ઓછી રેહેશે.

લોન માટેનાં જામીન / દસ્તાવેજ:

  • સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કે તેથી ઓછી રકમના ધિરાણ માટે ધિરાણની રકમથી દોઢ ગણી કિંમતની લાભાર્થીની પોતાની કે સગા સંબંધીની મિલ્ક્ત પર બોજાનોંધ કરાવવાની રહેશે.
  • સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કરતાં વધારે હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઇ સગા સબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
  • દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ પોસ્ટ ડેટેડ ચેક આપવાના રહેશે.

લોનની પરત ચુકવણી:

  • રૂા.૫.૦૦ લાખ સુધીની કુલ લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૫ (પાંચ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં લોનની રકમ વ્યાજ સાથે ભરવાની રહેશે.
  • રૂા.૫.૦૦ લાખથી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૬(છ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં લોનની રકમ વ્યાજ સાથે ભરવાની રહેશે.
  • ભરપાઇ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા લેવામાં આવશે.
  • લોન લેનાર નિશ્ચિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચુકવણી કરી શકાશે.

August 13, 2020
food_delivery.png
1min6460

ગુજરાત સરકારે આખરે મોડી રાત સુધી ફૂડ ડિલિવરી ચાલુ રાખવાની મંજૂરી આપતા રેસ્ટોરન્ટ્સને મોટી રાહત મળી છે. સોમવારે સીએમ વિજય રૂપાણી અને ગુજરાત હોટલ્સ એન્ડ રેસ્ટોરન્ટ્સ એસોસિએશન (HRA)ના પ્રતિનિધિઓ વચ્ચે થયેલી બેઠકમાં મોડી રાત સુધી ફૂડ ડિલિવરી ચાલુ રાખવાની મંજૂરી મળી ગઈ છે. આમ ખાવાના શોખીન ગુજરાતીઓ હવે મોડી રાત સુધી રેસ્ટોરન્ટ્સ અને હોટલ ફૂડના મજા માણી શકશે.

ગુજરાત HRAના પ્રેસિડન્ટ નરેન્દ્ર સોમાનીએ જણાવ્યું કે, લોકડાઉન બાદ બહાર ખાતા લોકોની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે, જોકે તાજેતરમાં ફૂટફોલ્સમાં નજીવો સુધારો થયો છે, એ પણ વીકેન્ડમાં. અમે આ મુદ્દે રજુઆત કરીને સરકારને 10 વાગ્યા બાદ પણ ફૂડ ડિલિવરીની મંજૂરી આપવા કહ્યું હતું જેથી કરીને આવક ચાલુ રહે. આ અંગે મુખ્યમંત્રીએ અમને સકારાત્મક પ્રતિસાદ આપ્યો અને જણાવ્યું કે, રેસ્ટોરાં રાત્રે 10 વાગ્યે પછી પણ ધંધો કરી શકશે.

રાજ્ય સરકારના સુત્રએ જણાવ્યું હતું કે, ‘એવી કોઈ માર્ગદર્શિકા નથી કે જે રાત્રે 10 વાગ્યા પછી રેસ્ટોરાંઓને ચાલુ રાખવા પર પ્રતિબંધ મૂકી શકે. જો રેસ્ટરન્ટો ઇચ્છતા હોય તો તેઓ મધ્યરાત્રિ પછી ધંધા માટે તેમના પરિસરને ખુલ્લા રાખી શકે છે.’ રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ હવે આવા રેસ્ટોરાંને ઘણો ફાયદો થશે જેમના બિઝનેસને લોકડાઉનને કારણે ફટકો પડ્યો છે.

સિટી રેસ્ટોરન્ટસના પાર્ટનર દિલિપ ઠક્કરે કહ્યું કે, કેટલાક યુવાનો મોડી રાત સુધી ખાવાનો ઓર્ડર આપે છે. મોડા કામ કરનારા કેટલાંક આઇટી પ્રોફેશનલ્સ પણ મોડાથી ઓર્ડર માંગે છે. રેસ્ટોરન્ટસના અંદાજ મુજબ ડાઇન-ઇન્સમાં ઓછામાં ઓછા 60%નો ઘટાડો થયો છે. જોકે હવે ટેકઓવેને મંજૂરી અપાતા રેસ્ટોરન્ટના વ્યવસાયને બચાવવામાં મદદ મળશે.

August 13, 2020
smcbuilding.jpg
1min10700

સુરતમાં ભેસ્તાન-જીઆવ રોડ પર સ્થાનિક કોર્પોરેટર સતીશ પટેલ વતી રૂપિયા ઉઘરાવતા પન્ટરને લાંચ લેવાના બદલામાં એન્ટીકરપ્શન બ્યુરો પોલીસે ધરપકડ કરી છે.

સુરત શહેર પોલીસ એન્ટીકરપ્શન બ્યુરોએ આપેલી માહિતી મુજબ ગઇ તા.12 ઑગસ્ટના રોજ સુરતના ભેસ્તાન-જીઆવ રોડ પર છટકું ગોઠવીને કોર્પોરેટર સતીશ પટેલના વચેટીયાનો ઝડપી લેવાયો હતો.

સુરતના ભેસ્તાન-જીઆવ રોડ પર કાસારામ સોસાયટીના ગેટની સામે બાંધકામ કરી રહેલા એક વ્યક્તિને કોર્પોરેટર સતીષ ચંપકભાઈ પટેલ (કોર્પોરેટર, વોર્ડ નં-38) અને અભિરાજ દેવરજન એજવાએ આવીને બાંધકામ ગેરકાયદેસર હોવાનું કહ્યું હતું. બાદમાં તેમણે તે વ્યક્તિને ધમકી આપી હતી કે જો તે 20 હજાર રૂપિયા નહીં આપે તો સુરત મહાનગર પાલિકા દ્વારા ડિમોલેશન કરાવી દેશે. આનાકાની બાદ તે વ્યક્તિએ આ બંને શખસને 15 હજાર રૂપિયા આપવા સહમતિ દર્શાવી હતી.

એ વ્યક્તિ પૈસા આપવા માગતી ન હોવાથી તેમણે સુરત શહેર ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. ત્યારબાદ ACBએ પોલીસ ઈન્સ્પેક્ટર કે જે ચૌધરીની આગેવાનીમાં ટીમે એક ટ્રેપ ગોઠવી હતી. જ્યાં અભિરાજને રંગેહાથે પકડી લેવામાં આવ્યો હતો. જોકે, કોર્પોરેટર સતીષ પટેલ આ ટ્રેપ દરમિયાન મળ્યા નથી અને તેમની તપાસ હાલ ચાલી રહી છે.


August 12, 2020
CIA_Live_Logo_New2.jpg
1min8430

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

હાલ કોવીડ-19 પેન્ડેમિકની સ્થિતિમાં શાળાઓ ગત માર્ચ માસથી બંધ છે અને નવા શૈક્ષણિક વર્ષ 2021-22ના શૈક્ષણિક વર્ષના પ્રથમ સત્રનું શિક્ષણ કાર્ય સમગ્ર રાજ્ય અને દેશમાં ઓનલાઇન ચાલી રહ્યું છે. જ્યાં મોબાઇલ, ઇન્ટરનેટ નથી ત્યાં સરકારે ટેલિવિઝનથી બાળકોના ભણવાની વ્યવસ્થા કરી છે. દરમિયાન જુલાઇ 2020થી તો સરકારે ઓનલાઇન શિક્ષણ લઇ રહેલા પ્રાથમિક શાળાના બાળકોની સામાયિક પરીક્ષા યોજી હતી અને હવે સરકાર ઓનલાઇન શિક્ષણમાં પણ રેગ્યુલર પરીક્ષા લેવાના મૂડમાં જણાય રહી છે.

એક તરફ સુરત સમેત રાજ્યની હજારો ખાનગી શાળાઓના સંચાલકોએ સરકારની આ સામાયિક પરીક્ષાનો બહિષ્કાર કર્યો છે. તા.10મી સુધીમાં માર્કસ સરકારને અપલોડ કરવાના હતા એ પણ હજુ થયા નથી ત્યારે રાજ્ય સરકારે હવે દ્વિતીય સામાયિક પરીક્ષાની તારીખો જાહેર પણ કરી દીધી છે.

ધો.3થી 8માં પરીક્ષા 27 અને 28 ઓગસ્ટે લેવાશે

રાજ્ય સરકારે દ્વિતીય સામાયિક પરીક્ષાની તારીખ જાહેર કરતા પરિપત્રમાં જણાવ્યું છે કે ધો.3થી 5માં આ વખતે પર્યાવરણ અને ધો.6થી 8માં વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની પરીક્ષા યોજવાની સૂચના આપી છે. તા.5મી સપ્ટેમ્બર 2020 સુધીમાં વાલીઓએ બાળકોની આન્સરશીટ શાળાને પહોંચતી કરવાની રહેશે.

દ્વિતીય સામયિક પરીક્ષાનો સરક્યુલર

August 12, 2020
fee-issues1.jpg
1min5630

ગુજરાતમાં કોરોનાના કારણે શાળા કૉલેજો બંધ હોવાથી ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. ત્યારે શાળાઓમાં માત્ર ટ્યુશન ફી લેવાના હાઇકોર્ટના આદેશને પગલે હવે ટેક્નિકલ કોલેજોમાં પણ ટ્યુશન ફી જ લેવા માટે સરકારે સૂચના આપી છે, જેના પગલે હવે ટેક્નિકલ કોલેજો પણ વધારાની ફી ના લે તે માટેની સૂચના સંચાલકોને આપવામાં આવશે.

વૈશ્વિક મહામારી કોરોનાના સંજોગોમાં સાવચેતીના પગલારૂપે શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને હાલ ઘે૨ બેઠા ઓનલાઈન શિક્ષણ પૂરું પાડવામાં આવી ૨હ્યું છે. ત્યારે હવે ગુજરાત હાઈ કોર્ટના ચુકાદા બાદ શાળાઓની જેમ એઆઇસીટીઇ હેઠળ આવતી કોલેજોનું ફીનું માળખું પણ નિયમન સાથે ક૨વા ગુજરાત સ૨કા૨ દ્વારા કવાયત શરૂ કરી દેવામાં આવેલ છે. આ સંદર્ભે ટેક્નિકલ કોલેજોની ફી નિયત ક૨તી એફઆરસીને કોરોનાને લઈને ફીનું મોડલ સ્ટ્રકચ૨ નક્કી ક૨વા માટે સ૨કા૨ દ્વારા પરિપત્ર ઈશ્યૂ કરી દેવાતા આગામી દિવસોમાં એફઆ૨સીની તાકીદની બેઠક આયોજિત ક૨વામાં આવેલ છે.

એઆઇસીટીઇ હેઠળ આવતી ટેક્નિકલ કોલેજોનું ફીનું જેમાં રાજ્યની ટેક્નિકલ કોલેજોનું ફીનું મોડલ સ્ટ્રકચ૨ નિયત કરાશે. કોલેજ સંચાલકોને નુકસાન ન થાય અને વિદ્યાર્થીઓને પ૨વડે તેવું ફીનું સ્ટ્રકચ૨ નક્કી ક૨વામાં આવશે. અહીં એ ઉલ્લેખનીય છેકે, સ્કૂલ ફીના મુદે ગુજરાત હાઈ કોર્ટ ચુકાદો આપી માત્ર ટ્યુશન ફી સિવાયની ફી નહીં લેવા જણાવેલ છે. તેમજ રાજ્ય સ૨કા૨ અને સંચાલકો વચ્ચે યોજી આ પ્રશ્નનું નિરાક૨ણ લાવવા જણાવેલ હતું. ગુજરાત હાઈ કોર્ટના આ ચુકાદા બાદ શાળાઓની જેમ ટેક્નિકલ કોલેજોનું મોડેલ ફી સ્ટ્રકચ૨(ફી માળખું) નિયત ક૨વા રાજ્ય સ૨કારે કાર્યવાહી આરંભી આ અંગે એફઆરસીને સૂચના આપી દીધી હતી. કોરોનાના કહે૨ના પગલે હાલ માત્ર ઓનલાઈન શિક્ષણ અપાતું હોવાથી વર્ષ ૨૦૨૦-૨૧ માટે જ કોલેજોનું આ ફીનું સ્ટ્રકચ૨ નિયત કરાશે અને આ માટે આગામી દિવસોમાં એફ.આ૨.સી. (ફી નિર્ધા૨ણ કમિટી)ની ખાસ બેઠક આયોજિત ક૨વામાં આવી છે.

August 11, 2020
corona-gujarat.jpg
1min6560

ભારતમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની ભાળ મળ્યા પછી ગુજરાતે માર્ચ મહિનાના આરંભથી ચેપગ્રસ્ત શંકાસ્પદોને શોધવા માટે શરૂ કરેલા ટેસ્ટનો આંક તા.10મી ઓગસ્ટ 2020ના રોજ ૧૦ લાખને પાર થયો છે.

ગુજરાતના પડોશી રાજ્યોએ આ આંક દોઢ મહિના પહેલા પાર કરી દીધો છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૨૯,૬૦૪ ટેસ્ટ કરાયા અને એમાંથી વધુ ૧૦૫૬ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. આ સાથે કુલ ટેસ્ટનો આંક ૧૦,૧૭,૨૩૪ થયો છે જ્યારે કેસનો આંક ૭૨૧૨૦ સુધી પહોંચ્યો છે.

કોરોનાની સારવાર લઇને અત્યાર સુધીમાં નવા ૧૧૩૮ દર્દીઓ મળી કુલ ૫૫૨૭૬ ડિસ્ચાર્જ થયા છે એના પગલે રાજ્યનો રિવકરી રેટ ૭૬.૬૪ ટકા થયો છે. અલબત્ત, વધુ ૨૦ દર્દીઓના સારવાર દરમિયાન પાછલા ચોવીસ કલાકમાં મૃત્યુ થયા છે એનો કુલ આંક પણ ૨૬૭૪ સુધી પહોંચ્યો છે જે ૩.૯૬ ટકા સાથે સમગ્ર દેશમાં સૌથી વધારે છે.

તા.10મી ઓગસ્ટનો રિપોર્ટ

10મી ઓગસ્ટના ચોવીસ કલાકમાં સૌથી વધારે કેસ સુરતમાંથી નોંધાયા છે મહાનગરમાંથી ૧૭૬ અને ગ્રામ્યમાંથી નવા ૬૦ કેસ ઉમેરાતા કુલ ૨૩૬ કેસ થયા છે જ્યારે ૪-૪ દર્દીઓના મૃત્યુ પણ નોંધાયા છે. અમદાવાદમાં ૧૩૩ કેસ અને ગ્રામ્યમાંથી ૧૧ નવા કેસ મળી કુલ ૧૪૪ કેસ નોંધાયા છે જ્યારે વધુ ચાર દર્દીના કોવિડ સંક્રમણને લીધે મૃત્યુ થયાં છે. વડોદરા મહાનગરમાંથી નવા ૯૩ કેસ અને ગ્રામ્યમાંથી વધુ પંદર કેસ મળી ૧૦૮ કેસ થયા છે. મહાનગરના બે દર્દીઓના મૃત્યુ થયાનું સરકારે જાહેર કર્યું છે. ગાંધીનગર મહાનગરમાંથી નવા ૮ અને ગ્રામ્યમાંથી ૧૮ કેસ નવા ઉમેરાયા છે.

સૌરાષ્ટ્રના મહાનગરો અને એના જિલ્લામાં જોઇએ તો સૌથી વધુ રાજકોટમાંથી ૬૧ કેસ અને ગ્રામ્યમાંથી ૩૫ કેસ મળી કુલ ૯૬ કેસ થવા જાય છે. ગ્રામ્યના એક દર્દીનું મૃત્યુ થયું છે. આ જ રીત ભાવનગર શહેરમાંથી નવા ૩૦ દર્દી નોંધાયા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. ગ્રામ્યમાંથી વધુ ૧૮ કેસ ઉમેરાયા છે. જામનગર શહેરમાંથી નવા ૩૦ કેસ અને ગ્રામ્યમાંથી એક જ કેસ ઉમેરાયો છે. જૂનાગઢ શહેરમાંથી ૨ અને ગ્રામ્યમાંથી ૧૬ મળી ૧૮ કેસ નવા નોંધાયા છે.

સૌરાષ્ટ્રમાં અન્ય જિલ્લાઓમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાંથી ૪૨ કેસ વધુ ઉમેરાયા છે એટલું જ નહીં એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. ગીર સોમનાથમાંથી નવા ૨૯ કેસ, મોરબી અને પોરબંદરમાંથી નવા ૨૫-૨૫ કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી વધુ ૨૦ કેસ, દેવભૂમિ દ્વારકામાંથી ૫ અને બોટાદમાંથી ૩ નવા કેસ નોંધાયા છે. પોરબંદરના એક દર્દીનું કોવિડના લીધે મૃત્યુ થયું છે. કચ્છ જિલ્લામાંથી સતત નવા કેસ આવી રહ્યા છે અહીં વધુ ૩૨ કેસ ઉમેરાયા છે.

ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ મહેસાણા જિલ્લામાંથી ૧૯ કેસ નોંધાયા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. પડોશી પાટણ જિલ્લામાંથી વધુ ૧૩, બનાસકાંઠા અને સાબરકાંઠામાંથી ૮-૮ કેસ, અરવલ્લીમાંથી એક જ કેસ નવો ઉમેરાયો છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંથી ભરૂચ ૨૦, પંચમહાલ અને વલસાડમાંથી ૧૮-૧૮, ખેડા ૧૫, દાહોદ ૧૪, નર્મદા ૧૧, મહીસાગર અને નવસારીમાંથી ૯, છોટાઉદેપુર ૨, તાપી ૧ કેસ નોંધાયો છે.

આમ, હાલ રાજ્યમાં ૧૪૧૭૦ એક્ટિવ કેસ છે એમાંથી ૭૬ વેન્ટીલેટર ઉપર છે અને બાકીના ૧૪૦૯૪ સ્ટેબલ છે