CIA ALERT

ગુજરાત Archives - Page 58 of 158 - CIA Live

September 28, 2020
balikavadhu_director.jpg
1min8380

એક સમયે ભારત જ નહીં બલ્કે વિશ્વભરમાં વસેલા ભારતીયોમાં સુપરહિટ નિવડેલી અને ખાસ્સી ચર્ચાસ્પદ બનેલી ટીવી સિરીયલ બાલિકા વધુ, કુછ તો લોગ કહેંગે જેવી જાણીતી ટીવી સિરિયલના ડાયરેક્ટર રામવૃક્ષ ગૌડ પરિવારનું જતન કરવા માટે શાકભાજી વેચીને પેટીયું રળી રહ્યા છે. સમય અને કિસ્મત એ સૌથી અકળ છે, ક્યારે શું બને છે જીવનમાં એ ક્યારેય પામી શકાતું નથી.

રામવૃક્ષે કહ્યું કે, મુંબઈમાં તેનું પોતાનું મકાન છે, પરંતુ બે વર્ષ પહેલા બીમારીને કારણે તેમનો પરિવાર ઘરે આવી ગયો હતો. લોકડાઉન લાગ્યા બાદ તે મુંબઈ પરત ન ફરી શક્યા. કામ બંધ થવાને કારણે આર્થિક પરિસ્થિતિ કથળી ગઇ હતી. તેમણે ફિલ્મ પ્રોડ્યૂસર સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, પ્રોજેક્ટ પર એક દોઢ વર્ષ બાદ જ કામ શરૂ થઈ શકશે. બાદમાં તેમણે પિતાનો જ કારોબાર અપનાવવાનો નિર્ણય કર્યો અને આઝમગઢ શહેરના હરબંશપુરમાં ડીએમ આવાસની નજીક રસ્તા પર શાકભાજી વેચવા લાગ્યા. તેનાથી પરિવારનું ભરણપોષણ સરળતાથી થઈ જાય છે. બાળપણમાં પણ તે પોતાના પિતાની સાથે શાકભાજીના કારોબારમાં મદદ કરતા હતા, માટે આ કામ તેમને સારું લાગ્યું અને આ કામથી તેઓ સંતુષ્ટ છે.

વાત રામવૃક્ષ ગૌડની કરી રહ્યા છે. તેઓ હાલ આઝમગઢ જિલ્લાના નાઝામાબાદ વિસ્તારના ફરિહાબાદના રહેવાસી છે. રામવૃક્ષ 2002માં પોતાના મિત્ર સાહિત્યકાર શાહનવાઝ ખાનની મદદથી મુંબઈ પહોંચ્યા હતા. તેમણે ફિલ્મ ઉદ્યોગમાં ખુદને સ્થાપિત કરવા માટે ઘણી મેહનત કરી. પહેલા લાઈટ વિભાગમાં કામ કર્યું, ત્યાર બાદ ટીવી પ્રોડક્શનમાં નસીબ અજમાવ્યું અને ધીમે ધીમે અનુભવ વધ્યો તો ડાયરેક્શન કરવાની તક મળી. ડાયરેક્શનનું કામ રામવૃક્ષને પસંદ આવ્યું અને તેમણે આ જ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો હતો.

પહેલા અનેક સીરિયલના પ્રોડક્શનમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું બાદમાં એપિસોડ ડાયરેક્ટર, યૂનિટ ડાયરેક્ટરનું કામ કર્યું, ત્યાર બાદ તેમણે ક્યારેય પાછળ વળીને નથી જોયું. રામવૃક્ષ કહે છે કે, બાલિકા વધુમાં યૂનિટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું, ત્યાર બાદ ઈસ પ્યાર કો ક્યા નામ દું, કુછ તો લોગ કહેંગે, હમાર સૌતન હમાર સહેલી, ઝટપટ ચટપટ, સલામ જિંદગી, હમારી દેવરાની, થોડી ખુશી થોડા ગમ, પૂરબ પશ્ચિમ, જૂનિયર જી જેવી સીરિયલમાં પણ તેમને કામ કરવાની તક મળી.

September 28, 2020
corona-gujarat.jpg
1min4690

છેલ્લા 45 દિવસથી ગુજરાતમાં સૌથી વધુ કોરોના કેસીસ સુરતમાં મળી આવતા હતા. પરંતુ, તા.27મી સપ્ટેમ્બર 2020ના રોજ સુરત કરતા વધુ કેસો અમદાવાદમાંથી મળી આવ્યા છે.

તા.28મી જુલાઇએ સવારે 8 વાગ્યે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં 178 નવા કેસ નોંધાયા છે. જ્યારે 175 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદ જિલ્લામાં 19 કેસ નોંધાયા છે અને 27 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કારણે ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે.

સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 160 કેસ નોંધાયા છે પરંતુ સાજા થયેલા દર્દીઓની સંખ્યા થોડી વધારે છે. સુરતમાં 183 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરત જિલ્લામાં પણ 109 કેસ નોંધાયા છે અને 100 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

રાજકોટ શહેરમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા 100થી વધારે નોંધાઈ રહી છે. જોકે, જામનગરમાં છેલ્લા બે દિવસમાં કેસમાં થોડો ઘટાડો થયો છે. રાજકોટમાં 112 નવા કેસ નોંધાયા છે અને 110 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજકોટ જિલ્લામાં 59 કેસ નોંધાયા છે અને 111 દર્દીઓ સાજા થયા છે. જામનગરમાં 81 નવા કેસ નોંધાયા છે અને 52 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જામનગર જિલ્લામાં 18 કેસ નોંધાયા છે અને 9 દર્દીઓ સાજા થયા છે. રાજકોટ શહેરમાં કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

વડોદરા શહેરમાં પણ કોરોનાની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. છેલ્લા ઘણા સમયથી 90થી ઉપર કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં વડોદરામાં કોરોનાના 92 નવા કેસ સામે આવ્યા છે અને 92 દર્દીઓ સાજા થયા છે. વડોદરા જિલ્લામાં 41 કેસ નોંધાયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોવિડ-19ના કારણે એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

September 27, 2020
Navratri_9swaroop.jpg
1min5070

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રવર્તમાન વિશ્વ વ્યાપી કોરોના મહામારીને કારણે આ વર્ષે આગામી   નવરાત્રી એટલે કે 17 થી 25 ઑક્ટોબર દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા ઉજવનારો રાજ્ય કક્ષાનો નવરાત્રી મહોત્સવ નહિ ઉજવવાનો નિર્ણય કર્યો છે. કોરોના સંક્રમણની સ્થિતિ ફરીથી ગંભીર બની રહી હોવાથી પ્રજાના આરોગ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

મુખ્યમંત્રીએ વિશાળ જનહિતમાં  આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તાજેતરમાં ગુજરાતમાં કોરોનાના કુલ કેસોનો આંકડો 1.30 લાખને પાર ગયો છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુ 3,396 થયા છે. રાજ્ય સરકારે નવરાત્રિના તેમના આયોજનને રદ કરવાનો નિર્ણય કરતા આ વર્ષે કોરોનાકાળમાં અન્ય ખાનગી આયોજનોને પણ આડકતરો ઈશારો કરી દીધો હોવાનું જણાય છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આ નિર્ણય મુજબ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે  ઉજવવામાં આવતો રાજ્ય કક્ષાનો પરંપરાગત નવરાત્રી મહોત્સવ આ વર્ષે ઉજવવામાં આવશે નહિ.

September 25, 2020
ashapura.jpg
1min6040

આવતા મહિને નવરાત્રિના પવિત્ર તહેવારનો પ્રારંભ થાય છે, પરંતુ કોરોના મહામારીને કારણે કચ્છના અત્યંત પવિત્ર ધામ એવા માતાના મઢ આશાપુરા મંદિરને દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મંદિર-પ્રશાસન અને સરકારી અધિકારીઓ વચ્ચે થયેલી મીટિંગમાં સ્થાનિક કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું જેમાં ૧૩થી ૨૫ ઑક્ટોબર વચ્ચે મંદિર બંધ રાખવાની જાહેરાત કરી છે. જોકે દર્શનાર્થીઓ ઑનલાઇન દર્શનનો લાભ લઈ શકશે.

નવરાત્રિમાં માતાના મઢનું મંદિર બંધ રહેશે એવી આ પ્રથમ ઘટના છે. દર વર્ષે નવરાત્રિમાં કચ્છના માતાના મઢમાં અનેક ભક્તો ઊમટી આવે છે. દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શન માટે આવે છે. લાખો ભાવિકો માનતા રાખીને કે શ્રદ્ધાથી પદયાત્રા કરીને માતાના મઢ આવે છે. ગુજરાતનાં જ નહીં, મુંબઈ સહિતનાં દેશનાં અન્ય શહેરો-રાજ્યોમાંથી પદયાત્રા, સાઇકલયાત્રા કરીને લોકો માતાજીનાં દર્શન કરવા કચ્છમાં માતાના મઢ જાય છે. પદયાત્રાના માર્ગ પર અનેક કૅમ્પનું આયોજન થાય છે.

September 25, 2020
corona-gujarat.jpg
1min4440

ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલાં દર્દીઓને શોધવા માટે રાજ્યભરમાં કરાતા ટેસ્ટનો આંક તા.25મીએ સવારે આઠ વાગ્યે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાકના ૬૧,૯૦૪ ટેસ્ટને ઉમેરતાં ૪૦.૪૮ લાખ સુધી પહોંચ્યો છે. આ ટેસ્ટથી નવા ૧૪૦૮ સાથે અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસનો આંક વધીને ૧,૨૮,૯૪૯ સુધી પહોંચ્યો છે. એમાંથી ચોવીસ કલાકમાં વધુ ૧૫૧૦ ડિસ્ચાર્જ થતાં સાજા થનારનો આંક પણ વધીને ૧,૦૯,૨૧૧ થયો છે. જોકે, વધુ ૧૪ મળી કુલ ૩૩૮૪ દર્દીઓના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ કેસ સુરતમાંથી ૨૭૮ મળ્યા છે એમાં શહેરમાંથી ૧૭૬ અને ગ્રામ્યના ૧૦૨ કેસનો સમાવેશ થાય છે. જોકે, ગ્રામ્ય વિસ્તારના વધુ ૩ દર્દી અને શહેરના બે મળી કુલ પાંચ દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. આ જ રીતે અમદાવાદમાંથી નવા ૧૫૬ કેસ અને ગ્રામ્યમાંથી ૨૭ કેસ ઉમેરાયા છે. શહેરના વધુ ૩ દર્દીના મૃત્યુ થયા છે. રાજકોટ શહેરમાંથી નવા ૧૦૨ કેસ મળ્યા છે એની સાથે બે દર્દીના મૃત્યુ થયા છે જ્યારે રાજકોટ આસપાસના તાલુકાઓમાંથી વધુ ૪૫ કેસ નોંધાયા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ પછી ગંભીર સ્થિતિનો સામનો કરતાં જામનગરમાંથી નવા ૯૧ કેસ મળ્યા છે અને ગ્રામ્યમાંથી ૭ કેસ આવ્યા છે.

વડોદરા જિલ્લામાં કુલ ૧૩૨ કેસમાં શહેરમાંથી નવા ૯૧ સંક્રમિત મળ્યા છે. જ્યારે એક એક દર્દીના મૃત્યુ સરકારી ચોપડે નોંધાયા છે. આ સિવાય ગાંધીનગરમાંથી નવા ૫૦ કેસ મળ્યા છે એમાં શહેરમાંથી ૨૭ કેસનો સમાવેશ થાય છે. આ સાથે એક દર્દીનું મૃત્યુ પણ નોંધાયું છે. ભાવનગર શહેરમાંથી ૨૫ કેસ અને ગ્રામ્યમાંથી ૧૩ કેસ તેમજ જૂનાગઢમાંથી ૧૮-૧૮ કેસ મળી કુલ ૩૬ કેસ નોંધાયા છે.

September 23, 2020
Career-in-Architecture-1-800x445-1.jpg
2min10030

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વ્હાઇટ કોલર પ્રોફેશન તરીકે ગણનાપ્રાપ્ત બેચલર ઓફ આર્કિટેક્ચર અભ્યાસક્રમમાં પ્રવેશ માટેના લાયકાતના ધોરણોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર અને કેન્દ્ર સરકારે આ વર્ષે કોવીડ-19 પેન્ડેમિક પરિસ્થિતિને પગલે નિર્ણય લીધો છે. ફક્ત આ વર્ષ માટે બદલાયેલા નિયમમાં ધો.12 ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને નાટામાં પાસ પર્સન્ટેજ લાવવાની શરતે બી.આર્ક. કોર્સમાં પહેલા વર્ષમાં પ્રવેશ આપવામાં આવશે. એવી જ રીતે ધો.10 પછી ત્રણ વર્ષના ડિપ્લોમા હોલ્ડર ઉમેદવારોને પણ પાસ થવાની શરતે પ્રવેશ આપવામાં આવશે. આ વિદ્યાર્થીઓ પણ નાટા પરીક્ષાના નિયમો પાળવાના રહેશે.

અત્યાર સુધી આ નિયમ હતો

અત્યાર સુધી એવો નિયમ હતો કે બી.આર્ક.માં પહેલા વર્ષમાં પ્રવેશ માટે ધો.12 પીસીએમમાં ઓછામાં ઓછા 50 ટકા માર્કસ હોવા ફરજિયાત હતા. હવે આ વખતે કોવીડ-19ની પરિસ્થિતિમાં દેશના અનેક રાજ્યોના બોર્ડ દ્વારા ધો.12ની પરીક્ષાઓ લેવાઇ શકી ન હોઇ, એલિજિબિલીટી ક્રાઇટેરીયા ઘટાડી દેવામાં આવ્યા છે.

બેચલર ઓફ આર્કિટેક્ચર કોર્સમાં લાયકાતના ધોરણોમાં સુધારા અંગેનું ગેઝેટ

Click here to view Gujarat Architecture Colleges

http://jacpcldce.ac.in/Adm20/Archi/BArch_Institute.pdf

ગુજરાતમાં આર્કિટેક્ચરમાં પ્રવેશ કાર્યવાહીનું સમયપત્રક

September 23, 2020
corona-gujarat.jpg
1min5130

તા.23મી સપ્ટેમ્બર 2020ના રોજ સવારે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં નવા ૧૪૦૪ પોઝિટિવ કેસ સાથે કુલ ૧૬ દર્દીના મૃત્યુ થયા છે. આ સાથે કુલ કેસનો આંક ૧,૨૬,૧૬૯ થયો છે જ્યારે મૃત્યુ આંક વધીને ૩૩૫૫ થયો છે. વધુ ૧૩૨૧ દર્દી સાથે કુલ ડિસ્ચાર્જ થનારની સંખ્યા ૧,૦૬,૪૧૨ થઇ છે જે ૮૪.૩૪ ટકાનો રિવકરી રેટ છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસ ૧૬૪૦૧ છે, આ પૈકી ૯૨ વેન્ટીલેટર ઉપર છે અને ૧૬૩૧૦ સ્ટેબલ દર્દી છે.

કોરોનાથી દેશભરમાં થતા મૃત્યુમાં પંજાબ પછી ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. ગુજરાતમાં કોરોનાથી થયેલા મૃત્યુની સંખ્યા 3355 થઇ ચૂકી છે.

September 22, 2020
gfsu.png
1min5940

ગુજરાત ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટીને કેન્દ્રિય યુનિવર્સિટી તરીકેનો દરજ્જો આપવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. આ માટેનું બિલ લોકસભામાં પસાર કરાયું હતું. આ યુનિવર્સિટી માટે કેન્દ્ર સરકાર ૧૦૦ ટકા ગ્રાન્ટ ફાળવશે અને યુનિવર્સિટીનું વડુ મથક ગાંધીનગર રહેશે. આ ઉપરાંત રાજ્યની રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય કક્ષાની રક્ષા શક્તિ યુનિવર્સિટી બનશે. ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ગુજરાત ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટીને આ વિશિષ્ટ દરજ્જો મળતા યુનિવર્સીટીનાં કાર્યક્ષેત્રનો વ્યાપ દેશ અને દુનિયામાં વધશે જેને કારણે તમામ સ્તરે પ્રિવેન્શન ઓફ ક્રાઈમ, ઝડપી ક્રાઈમ ઇન્વેસ્ટીગેશન અને જસ્ટિસ ડિલિવરી સિસ્ટમને લગતા અનેક કાર્યો થઇ શકશે જેના કારણે રાજ્યમાં ઝીરો ટોલરન્સની રાજ્ય સરકારની નીતિને અને ગુનાખોરી નાથવા માટેની પ્રવૃત્તિઓ ડામવાની રાજ્ય સરકારની નીતિને બળ મળશે. ગુજરાત સ્થિત આ શૈક્ષણિક સંસ્થા ફોરેન્સિક સાયન્સનાં વિષયમાં દેશ-ભરની એક-માત્ર પ્રમુખ સંસ્થા તરીકે સુકાન સંભાળશે. આ યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો મળતા કેન્દ્ર સરકાર દ્વારા આ યુનિવર્સિટીને ૧૦૦% ગ્રાન્ટ આપવામાં આવશે.

September 21, 2020
gujarat-vidhansabha.jpg
1min5530

21/9/20 સોમવારથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુસત્ર ૨૧ થી ૨૫ સપ્ટેમ્બર દરમિયાન મળી રહ્યું છે. હાલ કોરોના મહામારી વચ્ચે વિધાનસભામાં ધારાસભ્યના સામૂહિક ટેસ્ટ બાબતે પણ તૈયારી કરી છે. ગુજરાત વિધાનસભામાં આજે તમામ ધારાસભ્યો અને પ્રધાનોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તમામ નેતાઓના રેપિડ ટેસ્ટ કરાયા હતા. કોરોના ટેસ્ટ માટે કુલ છ ટીમ ફાળવવામાં આવી હતી. ભાજપાના ધારાસભ્યો અને મંત્રીઓ માટે ચાર અને કોંગ્રેસના ધારાસભ્યોના ટેસ્ટ માટે બે ટીમ ફાળવાઇ હતી.

ત્રણ ધારાસભ્ય – ધાનેરાના નાથા પટેલ, દક્ષિણ ગુજરાતના વ્યારાના પુનભાઈ ગામિક અને અમરેલીના વીરજી ઠુમ્મર કોરોના પોઝિટિવ આવ્યા છે.

આજે બંને પક્ષના ધારાસભ્ય દળની બેઠક પહેલા ટેસ્ટ કરાયા હતા. ગુજરાત વિધાનસભા શાસક પક્ષના સભાખંડમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવતી બેઠક વ્યવસ્થા એક ખુરશી છોડી બીજી ખુરશી પર બેસવાની વ્યવસ્થા કરાઈ છે. એક ખુરશી પર પટ્ટી લગાડવામાં આવશે. ખુરશી ખૂલે નહિ તે રીતે ફિક્સ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાંચ દિવસના સત્રમાં ૨૦ બિલો પર ચર્ચાનો નિર્ણય કરાયો છે. હાલના સમયે કોરોના વિશ્વ વ્યાપી પ્રશ્ન છે, તેથી પ્રથમ દિવસે કોરોના બાબતે અઢી કલાક ચર્ચા થશે. ૨૦ બિલ અને સંકલ્પ વગેરે પર કામકાજ સલાહકાર સમિતિમાં નિર્ણય થયો છે. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં વધુ સ્વચ્છ અને નોટિફાઇડ બિલ પણ સત્ર દરમિયાન લાવવામાં આવશે.

September 20, 2020
corona-gujarat.jpg
1min4990

છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ સુરતમાંથી નવા ૨૮૧ કેસ, અમદાવાદમાંથી ૧૭૮ કેસ, રાજકોટ ૧૫૧, વડોદરા ૧૩૮, જામનગર ૧૨૬ નવા કેસ નોંધાય છે જ્યારે ગાંધીનગરમાંથી ૪૩ કેસ, ભાવનગરમાંથી ૪૧, જૂનાગઢમાંથી ૩૫ કેસ નવા નોંધાયા છે. આ સિવાય જિલ્લાઓમાં જોઇએ તો ઉત્તર ગુજરાતના મહેસાણામાંથી એક સાથે ૬૯ કેસ અને બનાસકાંઠમાંથી ૪૪ કેસ નવા ઉમેરાયા છે. આ સિવાય પંચમહાલમાંથી ૩૦, અમરેલીમાંથી ૨૯ કેસ નોંધાયા છે.

મોરબી જિલ્લામાંથી ૨૮ કેસ, કચ્છ ૨૬, ભરૂચમાંથી ૨૪ કેસ નોંધાયા છે. પાટણ જિલ્લામાંથી ૨૩, મહીસાગરમાંથી ૧૬, દાહોદ અને ગીર સોમનાથમાંથી ૧૫-૧૫ કેસ નવા નોંધાયા છે. દેવભૂમિ દ્વારકામાંથી ૧૪, સાબરકાંઠામાંથી ૧૩, ખેડા, નર્મદા, સુરેન્દ્રનગરમાંથી ૧૨-૧૨ કેસ ઉમેરાયા છે. જ્યારે તાપી અને આણંદ જિલ્લામાંથી ૧૦-૧૦ કેસ આવ્યા છે. બોટાદમાંથી ૯, છોટાઉદેપુર અને નવસારીમાંથી ૮-૮ કેસ, પોરબંદરમાંથી ૫, અરવલ્લી અને વલસાડમાંથી ૨-૨ અને ડાંગમાંથી ૧ નવો કેસ નોંધાયો છે.

કોરોનાના સંક્રમણમાં રાજ્યમાં સતત બીજા દિવસે અને સપ્ટેમ્બર મહિનામાં આઠમી વખત નવા ૧૪૩૨ કેસનો વિક્રમ સર્જાયો છે. આ સાથે વધુ ૧૬ દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયાનું સરકારે સ્વીકાર્યું છે. અલબત્ત, અગાઉ સુરત અને અમદાવાદમાં કોરોનાના દાખલ થયેલા દર્દીઓના મૃત્યુને લઇ થતી હોબાળો હવે રાજકોટ પછી ગાંધીનગરમાં પણ સર્જાયો છે. આ મુદ્દે સરકાર મૌન છે, પરંતુ રાજકોટમાં ચોવીસ કલાકમાં વીસથી વધુ અને ગાંધીનગરમાં પંદરથી વધુ દર્દીના મૃત્યુ થયા છે. જોકે, સત્તાવાર રીતે સરકારે રાજકોટ અને ગાંધીનગરમાં એક એક દર્દીના મૃત્યુ થયાનું જાહેર કર્યું છે. આ સિવાય સુરતમાં કુલ પાંચ, અમદાવાદ ૩, વડોદરા અને ભાવનગરમાં ૨-૨, કચ્છ અને અમરેલીમાં ૧-૧ દર્દીના કોરોનાથી મૃત્યુ થયાનું જાહેર કર્યું છે.