ગુજરાતના માજી ગૃહમંત્રી અને હાલમાં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દીવ-દમણના પ્રશાસક (એડમિનિસ્ટ્રેટર) તરીકે કાર્યરત શ્રી પ્રફુલ પટેલને લક્ષદ્વીપના વહીવટકર્તાનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે. તાજેતરમાં લક્ષદ્વીપના વહીવટકર્તા દિનેશ્વર શર્માનું નિધન થતાં ખાલી પડેલી જગ્યાની જવાબદારી શ્રી પ્રફુલ પટેલને સોંપવામાં આવી છે.
આજે પ્રફુલ પટેલે લક્ષદ્વીપનું વડુમથક કવારટ્ટી પહોંચીને વિધિવત રીતે લક્ષદ્વીપના એડમિનિસ્ટ્રેટર તરીકે કામગીરી અખત્યાર કરી લીધી હતી.
Arrived at Kavaratti, Lakshadweep, to take charge as an Administrator, received greetings & guard of honor from the officers. Before starting this new responsibility need your blessings and support, to serve citizen-centric governance to the people of Lakshadweep. pic.twitter.com/M6l8OsGoET
18 વર્ષ લાંબા ક્રિકેટ કરિયર બાદ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે આજરોજ તા.9મી ડિસેમ્બર 2020ના રોજ એકાએક નિવૃત્તિની જાહેરાત કરી દીધી
18 વર્ષ જેટલી લાંબી ક્રિકેટિંગ કરીયરમાં સતત લાઇમલાઇટમાં રહેલા ગુજ્જુ એવા ભારતીય વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે આજે તા.9મી ડિસેમ્બર 2020ના રોજ એકાએક વિશ્વભરના ક્રિકેટ રસીકોને આંચકો આપે એવી પોતાના રિટાયરમેન્ટની જાહેરાત કરી દીધી છે.
પાર્થિવ પટેલે આજે ટેસ્ટ, વનડે, ટી ટ્વેન્ટી સમેત ક્રિકેટના તમામ ફોર્મેટ્સમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે.
35 વર્ષના પાર્થિવ પટેલે પોતાના 18 વર્ષના કરિયરમાં ભારત માટે 25 ટેસ્ટ, 38 વનડે ઈન્ટરનેશનલ અને બે T20 ઈન્ટરનેશનલ મેચ રમેલી છે.
વર્ષો સુધી ગુજરાતની રણજી ટીમના કેપ્ટન રહેલા પાર્થિવ પટેલે ગુજરાત માટે કુલ 194 મેચ રમી છે. પાર્થિવ પટેલે પોતાને 17 વર્ષની ઉંમરમાં રમવા માટે મળેલી તક અંગે પોતાના નિવૃત્તિના પત્રમાં આનંદ વ્યક્ત કર્યો છે.
ઇન્ડિયન મેડિકલ અસોસિએશને (આઇએમએ) સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયન મેડિસિન (સીસીઆઇએમ) દ્વારા ૨૦ નવેમ્બરના એક ગેઝેટ પ્રસિદ્ધ કરીને આયુર્વેદિક ડૉકટરોને ઑપરેશન કરવાની આપેલી પરવાનગીનો વિરોધ કરવા આવતી કાલે તા.8મી ડિસેમ્બર 2020ના રોજ સુરત, ગુજરાત, મુંબઈ, મહારાષ્ટ્ર સહિત દેશભરમાં અનેક શહેરોમાં તબીબો દેખાવો કરશે, કેટલીક પ્રાઇવેટ બ્રાન્ડ્સની હોસ્પિટલો પણ બંધ રાખવાનો નિર્ણય જાહેર કરાયો છે.
આઇએમએ માગણી કરી રહ્યું છે કે સીસીઆઇએમએ દ્વારા આપવામાં આવેલી સજિર્કલ પ્રક્રિયાઓ વિશેની સૂચનાઓ પાછી ખેંચી લેવામાં આવે તેમ જ મિક્સોપેથીને પ્રોત્સાહન આપવાની યોજના બનાવી રહેલી રાષ્ટ્રીય તબીબી આયોગની તમામ ચાર સમિતિઓને વિસજર્ન કરવામાં આવે, ઉપરાંત આપણા દેશમાં દરેક પ્રકારની દવાના સંશોધનકાર્યને પ્રોત્સાહન આપી તેનો વિકાસ કરવો જોઈએ.
સુરત ઇન્ડિયન મેડિકલ એસોસીએશન સક્રિય રીતે લડી રહ્યું છે આ મુદ્દા પર
આ માટે સીસીઆઇએમએ આયુર્વેદ પ્રક્રિયાઓ મોર્ડન મેડિકલ સાયન્સની સમકક્ષ છે એ વાતને તેમને પુરાવા આપીને સાબિત કરવી જોઈએ. અગાઉ કાયદાકીય લડતમાં કોર્ટના આદેશો છે કે મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા અથવા સ્ટેટ મેડિકલ કાઉન્સિલ સાથે રજિસ્ટર્ડ વ્યક્તિઓ જ મોર્ડન મેડિસિન સિસ્ટમની પ્રેક્ટિસ કરી શકે છે. સીસીઆઇએમ સાથે કાનૂની લડત એક જ વિકલ્પ છે. સીસીઆઇએમના આદેશને કારણે ઉદ્દભવનારી સંભવિત આફતો સામે સમાજને જાગરૂક કરવા આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાત રાજ્યના કોઇપણ વિસ્તારમાં 15 મીટરની ઊંચાઈ ધરાવતું બાંધકામ કરવા માટેની પ્રક્રિયામાં પ્લાન સહિતના વિવિધ મહત્વના દસ્તાવેજો ડેવલપમેન્ટ પ્લાન 2017 મુજબ યોગ્ય હશે તો તેને 24 કલાકમાં જ ઓનલાઈન જ ડેવલપમેન્ટ પરમિશન આપી દેવાશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન 2.0 વર્જનનું તા.3 ડિસેમ્બર 2020ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે રૂપાણીએ પ્રતીકરૂપે પાંચ નગર-મહાનગરમાં ઓનલાઈન એપ્રૂવલ અને રજા ચિઠ્ઠીનું આર્કિટેક્ટ-ઈજનેરોને વિતરણ કર્યું હતું.
સરળ અને પારદર્શી પ્રક્રિયા ODPSથી શરૂ કરી છે કે પોતાના કોમ્પ્યુટરમાંથી પ્લાન સબમિટ કરે અને 24 કલાકમાં તો પાકી મંજૂરી મળી જાય. જેથી ડેવલપમેન્ટ ચાર્જ ભરીને વ્યક્તિ મકાન બાંધકામ શરૂ કરી શકે. ODPS માટે બાંધકામ જમીનથી 15 મીટર સુધીની ઊંચાઈવાળું હશે તેના આર્કિટેક્ટ, એન્જિનિયર્સ દ્વારા પ્લાન, નકશાની ખરાઈ કરી સર્ટિફાઈડ કરી ઓનલાઈન સબમિટ કરવાના રહેશે. આ માટે એક બાંયધરીપત્રક પણ સબમિટ કરવાનું રહેશે.
બાંધકામની મંજૂરી આપવા માટે 15 વાયટલ પેરામિટર્સ નિયત કરાયા છે, જે પૈકીના એકપણનું પાલન નહીં થતું હોય તો સિસ્ટમ દ્વારા જ પ્લાનને મંજૂરી નહીં મળે.
ગુજરાતમાં માસ્ક પહેર્યા વગર બહાર નીકળતા લોકો સામે કડક પગલાં ભરવા તેમ જ આવા લોકોને કોરોના સેન્ટરમાં સેવા આપવા માટેની સજા કરવાનું જાહેરનામું બહાર પાડવા ગુજરાત હાઈ કોર્ટના નિર્દેશ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. અગાઉ ગુજરાત હાઈ કોર્ટે સરકારને માસ્ક ન પહેર્યુ હોય તેમને કોવિડ સેન્ટરમાં સેવાની સજા કરવાનો આદેશ કર્યો હતો, જેના પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે.
ગુજરાત હાઈ કોર્ટે માસ્ક ન પહેરનારને કોવિડ કોમ્યુનિટી સર્વિસમાં સેવાની સજાનો આદેશ બહાર પાડવા રાજ્ય સરકારને નિર્દેશ કર્યો હતો, જેની સામે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ગુજરાતના સોલિસિટર જનરલે આ મામલે આજે જ સુનાવણી કરવા માટેની સુપ્રીમ કોર્ટમાં વિનંતી કરી હતી.
આ સુનાવણી વેળાએ સુપ્રીમ કોર્ટે દિશા-નિર્દેશ આપતા કહ્યું હતું કે રાજ્યોને કહો કે કોરોના વાઈરસ પોઝિટિવ દર્દીઓના ઘરની બહાર કોવિડ-૧૯ પોઝિટિવ પોસ્ટર લગાવવું ન જોઈએ. સામે કેન્દ્રએ જણાવ્યું હતું કે કોવિડ પોસ્ટર ચોટડવાની કોઈ વાત કેન્દ્ર સરકારની ગાઈડલાઈનમાં નથી. સોલિસિટર જનરલ તુષાર મહેતા: ક્યારેક ઈલાજ પોતે અટકાવ કરતા વધારે ખતરનાક હોય છે.
હાઈ કોર્ટ માસ્ક પહેર્યા વગર ફરનારા સામે નારાજ છે. હાઈ કોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે આકરું વલણ અપનાવ્યું હતું. એને પગલે માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેર સેન્ટરમાં ૫થી ૧૫ દિવસ સુધી ફરજિયાત ૫થી ૬ કલાકની કોમ્યુનિટી સેવા આપવા માટે ગુજરાત સરકારને આદેશ કર્યો છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે ત્યારે ગુજરાત હાઈ કોર્ટ માસ્ક પહેર્યા વગર ફરનારા સામે નારાજ છે. હાઈ કોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે આકરું વલણ અપનાવ્યું છે. એને પગલે માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેર સેન્ટરમાં ૫થી ૧૫ દિવસ સુધી ફરજિયાત ૪થી ૬ કલાકની કોમ્યુનિટી સેવા આપવા માટે ગુજરાત સરકારને આદેશ કર્યો છે, જેને કોમ્યુનિટી સર્વિસ કહેવામાં આવે છે.
સુરત શહેરમાં જુદા જુદા ત્રણ બનાવોમાં હત્યાના બનાવો બનતા શહેરમાં હત્યાનો સિલસિલો થયાવતા રહ્યો છે. એટલું જ નહીં કફર્યૂના સમયમાં લોકોને ઘરથી બહાર નીકળી શકાતું નથી. ત્યારે પણ એક યુવકની ચપ્પુના ઘા ઝીંકીને તેની હત્યા કરી દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.
પ્રથમ બનાવમાં શહેરના કોટસફીલ રોડ ખાતે લગ્નમાં સોંપેલા કામના બાકી નીકળતા રૂ. 5 હજાર બાબતે ફેબ્રીકેશનનું કામ કરતા યુવાન અને મિત્રોએ ઝઘડો કરી માર મારતા પડી ગયેલા મહિધરપુરા મણિયારા શેરીમાં પૂજા એપાર્ટમેન્ટમાં રહેતા સુધીરકુમાર પ્રવિણચંદ્ર પેરીસ ઇવેન્ટ મેનેજરનું કામ કરે છે અને નાનપુરા કાદરશાની નાળ નવો મહોલ્લો ઘર નં. 1589માં રહેતા અને ફેબ્રીકેશનનું કામ કરતા મો.અઝીઝ અબ્દુલ રફીક શેખ (ઉ.વ. 23) અને તેના પિતા ફેબ્રીશનને લગતું કામ સોંપતા હતા. સુધીરકુમારે દીવા માટેનું કામ સોંપ્યું હતું. તેના પેમેન્ટના રૂા. 5 થી 7 હજાર બાકી હતા. જે અંગે ઝઘડો કર્યે હતો. સુધીરકુમારને શહેરના કોટસફીલ રોડ એર ઇન્ડિયા પાસે બોલાવી મિત્ર શેખ નાસીર આમદમિયાં (ઉ.વ.47) સાથે મોપેડ પર પહોંચ્યો હતો. વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન ઉગ્ર બોલાચાલી થતા નાસીરે સુધીરકુમારને માર માર્યો હતો. નીચે પડી જતા મૃત્યુ થયું હતું. મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અઝીઝ અને નાસીરની અટકાયત કરી હતી.
બીજા બનાવમાં સોમવારની મોડી રાત્રે કતારગામ ફૂલપાડા વિસ્તારમાં 6 લોકોએ ચપ્પુના ઘા ઝીંકીને રાજા નામના યુવકને પતાવી દીધો હતો. મૃતકના આખા પરિવારને 15 દિવસ પહેલાં મોતની ધમકી મળી હતી.જે સંદર્ભે પોલીસને કરેલી અરજીનો જવાબ લખાવીને યુવક પરત આવ્યો તે રાત્રે જ તેની હત્યા થઇ હતી. બનાવ અંગે પોલીસે ગુનો ંનોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ત્રીજા બનાવમાં શહેરના પુણાગામ ખાતે ભૈયાનગરમાં હત્યાનો બનાવ બન્યો હતો. આ ઘટના કફર્યૂના સમયમાં બની હતી. પૂણા ભૈયાનગરમાં જૂની અદાવતમાં બે મિત્રએ ચપ્પુના ઘા ઝીંકી મિત્રની ઘાતકી હત્યા કરી હતી. પુણા ભૈયાનગર પાસે સારથી કોમ્પલેક્ષ નજીક રહેતા 30 વર્ષીય દેવેન્દ્ર ઝાવરે ઉર્ફે ચિન્ટુંની બે મિત્રોએ 25 જેટલા ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી.
આજરોજ તા.1લી ડિસેમ્બરે ગુજરાત સરકારના નાયબ મુખ્યપ્રધાન શ્રી નીતિન પટેલે કરેલી જાહેરાત અનુસાર કોવીડ-19ના લેબોરેટરી ટેસ્ટ RT-PCR ટેસ્ટની કિંમત ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોના રેટ ઘટાડીને 800 રૂપિયા કરવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલો જ્યારે દર્દીના ઘરે જઇને ટેસ્ટ કરે તો 1100 રૂપિયા ચુકવવા પડશે.
નીતિન પટેલે જાહેરાત કર્યા મુજબ આજથી આનો અમલ શરૂ થશે.
અગાઉ ગુજરાતમાં ખાનગી લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ કરાવવાનો ખર્ચ 1500 રૂપિયા હતો, જ્યારે ઘરે બેઠા 2000 રૂપિયાના દરે ટેસ્ટ થતો હતો.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) મુજબ SARS-COV-2 શોધવા માટે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમેરેજ ચેઈન રિએક્શન (RTPCR) ટેસ્ટ સ્ટાન્ડર્ડ છે. આ ટેસ્ટથી એવી ખબર પડે છે કે, દર્દીમાં વાયરલ લોડ કેટલો છે અને તેને કયા પ્રકારના ક્વોરેન્ટાઈનમાં રાખવાનો છે. અગાઉ ICMRએ ગાઈડલાઈન્સ બહાર પાડી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, રેપિડ એન્ટિજન ટેસ્ટમાં વ્યક્તિ પોઝિટિવ આવે તો તેનો ખરેખર સંક્રમિત માનવો જોઈએ, પરંતુ તેમાં લક્ષણો હોય અને રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે તો RT-PCR ટેસ્ટ ચોક્કસથી કરાવવો જોઈએ.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સૂત્રો મુજબ, અમદાવાદથી કેવડિયા માટે સાબરમતી રિવરફ્રન્ટથી જે સી પ્લેન સેવાની 19 સીટર ટ્વિન ઓટ્ટર 300 સી પ્લેન માલદીવ્સની કંપનીની પ્રોપર્ટી હોવાથી તેને શનિવારે માલદીવ્સમાં માકલવામાં આવશે.
સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી સી પ્લેન સર્વિસ દેશની પહેલી આ પ્રકારની સર્વિસ છે. તેને સરકારે ઉડાન યોજના અંતર્ગત શરૂ કરી હતી. આ સર્વિસનું સંચાલન સ્પાઈસજેટ કંપની કરી રહી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદથી કેવડિયા માટે સાબરમતી રિવરફ્રન્ટથી જે સી પ્લેન સેવાની શરૂઆત કરી હતી, તેને એક મહિનાથી પણ ઓછા સમયમાં અસ્થાયી રૂપથી બંધ કરી દેવામાં આવી છે. સી પ્લેનમાં મેઈન્ટેનન્સ સંબંધી પરેશાનીઓના કારણે તેને હાલમાં અસ્થાયી રૂપથી બંધ કરવી પડી છે. 19 સીટરના આ પ્લેનને માલદીવ્સમાં પાછું મોકલવામાં આવશે.
ગુજરાતના રાજકોટમાં શુક્રવારે એક કોવિડ-19 હૉસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી, જેમાં પાંચ કોરોના વાયરસ દર્દીઓના નિધન થઈ ગયા છે.
માવડી વિસ્તારના શિવાનંદ હૉસ્પિટલના આઇસીયૂમાં લગભગ રાતે એક વાગ્યે આગ લાગી હતી, જ્યાં 33 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. આમાંથી સાત દર્દીઓને આઇસીયૂમાં દાખલ કરવામાં આવ્યા હતા. જણાવવાનું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘટનામાં તપાસના આદેશ આપ્યા છે.
તેમણે આગળ જણાવ્યું કે આગની સૂચના મળતા જ ઘટના સ્થળે પહોંચ્યા અને ત્રીસ દર્દીઓને બચાવીને બહાર લાવ્યા. જ્યારે આઇસીયૂમાં ત્રણ દર્દીઓના નિધન થઈ ગયા. તેમણે જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને આગ લાગવાના કારણનો તાગ મેળવી શકાયો નથી. તો, સમાચાર એજન્સી એએનઆઇએ સૂચના આપી કે મૃત્યુ પામનારની સંખ્યા પાંચ પર પહોંચી ગઈ છે.
રેસ્ક્યૂ કરવામાં આવેલા દર્દીઓને બીજા કોવિડ-19 હૉસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર થઈ રહી છે. જણાવવાનું કે આ પહેલા ઑગસ્ટમાં અમદાવાદમાં ચાર માળના પ્રાઇવેટ હૉસ્પિટલમાં આગ લાગવાથી આઠ કોરોના દર્દીઓના નિધન થયા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે કોવિડ-19 હૉસ્પિટલના આઇસીયૂમાં આ આગ લાગી હતી. ફાયર બ્રિગેડ અધિકારીએ જણાવ્યું કે આગ લાગ્યા પછી હૉસ્પિટલમાંથી અન્ય ત્રીસ કોરોના વાયરસના દર્દીઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે, જેમની સારવાર થઈ રહી છે. જો કે, પછી તેમાંથી બેના નિધન થઈ ગયા છે.
આજે ૨૫મીએ કેવડિયા કોલોની ખાતેના સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક ટેન્ટ સિટી-૨ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઉપસ્થિતિમાં દેશના રાજ્યોની વિધાનસભા અધ્યક્ષો, લોકસભા, રાજ્યસભાના સ્પીકરો અને તેમની સાથે જોડાયેલા અધિકારીઓની કોન્ફરન્સ યોજાય રહી છે
સ્ટેચ્યૂ ઓફ યુનિટી એક અતિ વિશિષ્ઠ સ્થળ છે. દેશની એકતાના ઘડવૈયા સરદાર સાહેબનું આ સ્મારક છે. આ અંગે રાજેન્દ્ર ત્રિવેદીએ આ અતિ વિશિષ્ઠ સ્થળની આ પરિષદ માટે પસંદગી કરવા બદલ લોકસભાના અધ્યક્ષને સાભાર ધન્યવાદ આપ્યા હતા.
૨૫મી અને ૨૬ નવેમ્બરના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. રાજ્યમાં યોજાનારી સ્પીકર કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા માટે રાષ્ટ્રપતિ ગુજરાત આવશે. આ કોન્ફરન્સમાં દેશના તમામ વિધાનસભા સ્પીકર હાજર રહેશે. ૨૬ નવેમ્બરના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સ્પીકર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કોન્ફરન્સ લોકસભા સ્પીકરના અધ્યક્ષસ્થાને યોજાઈ રહી છે અને તેમાં દેશની તમામ વિધાનસભાના અધ્યક્ષો હાજરી આપી રહ્યા છે.
આ કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણ એ પણ હશે કે કાર્યક્રમના સમાપનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમાપન સ્પીચ વર્ચ્યુઅલી કરશે. આમ એક સાથે બધા વડા ભેગા થાય એ પ્રથમ અને ઐતિહાસિક ઘટના બની રહેશે. અન્ય આકર્ષણની વાત એ છે કે, આ કાર્યક્રમમાં સરદાર પ્રતિમાના સાનિધ્યમાં બંધારણના આમુખની સાક્ષી હેઠળ રાષ્ટ્રીય એકતાના શપથગ્રહણ કાર્યક્રમ થશે. જેમાં આ પરિષદને અવિસ્મરણીય અને યાદગાર બનાવશે. લોકસભા અને રાજ્યસભાના નેતા પ્રતિપક્ષને પણ આમંત્રિત કરાયા છે. આ પરિષદના આયોજનમાં રાજ્ય સરકારે સંપૂર્ણ પીઠબળ આપ્યું છે.
આ બેઠક માટે ૫૦૦ થી વધુ વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓને હાજર રાખવામાં આવશે. આ સાથે પોલીસ બંદોબસ્ત માટે પણ ચાર જિલ્લાના પોલીસના ૨૦૦૦ સુરક્ષા જવાનો સ્ટેન્ડબાય કરવામાં આવશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.