CIA ALERT

ગુજરાત Archives - Page 32 of 155 - CIA Live

July 29, 2021
night_curfew.jpg
1min365

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર સમી જતાં હવે રાજ્ય સરકાર દ્વારા અગાઉ લાદવામાં આવેલા નિયંત્રણોને તબક્કાવાર ઉઠાવી લેવામાં આવી રહ્યાં છે જેમાં હવે રાત્રી કફર્યૂમાં વિશેષ એક કલાકની રાહત તેમજ લગ્નસમારોહમાં 200ને બદલે 400 વ્યક્તિઓની મંજૂરી સાથે સમગ્ર રાજ્યમાં 4 ફૂટની પ્રતિમા સાથે સાર્વજનિક ગણેશોત્સવની પણ છૂટ આપવામાં આવી છે.

મુખ્યપ્રધાન વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈ થી 1 કલાક ઘટાડવામાં આવી છે. એટલે કે આ 8 મહાનગરો માં રાત્રિ કર્ફ્યૂનો અમલ હાલ’ રાત્રીના 10થી સવારે 6 વાગ્યા સુધી નો’ છે તે’ 31 જૂલાઈથી રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે.’

આ 8 મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. આ ઉપરાંત’ રાજ્યમાં હાલ જાહેર સમારંભો’ ખુલ્લી જગ્યામાં યોજવામાં જે 200 વ્યક્તિઓની’ મર્યાદા છે તે’ તારીખ 31′ જૂલાઈથી’ વધારીને 400′ વ્યક્તિઓની કરવામાં આવી છે’ આવા’ કાર્યક્રમોનું’ જો બંધ હોલમાં’ આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતાના 50 ટકા પરંતુ મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં અને કોરોના સંક્રમણ નિયંત્રણના નિયમોના સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવાના રહેશે.

સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવ માં સાર્વજાનિક ગણેશોત્સવમાં’ વધુમાં વધુ 4 ફૂટની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો’ નિર્ણય’ પણ આજે મળેલી કોર કમિટીમાં લેવામાં આવ્યો છે.

July 28, 2021
corona_testing1.jpg
1min489

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતમાં RTPCR ટેસ્ટના દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરતા વધુમાં જણાવ્યું હતું કે, ખાનગી લેબમાં આ ટેસ્ટનો ચાર્જ હવેથી 400 રુપિયા રહેશે. હાલ RTPCR ટેસ્ટના ખાનગી લેબ દ્વારા 700 રુપિયા વસૂલવામાં આવે છે, જેમાં ગુજરાત સરકારે 300 રુપિયાનો ઘટાડો જાહેર કર્યો છે.

જો દર્દી હોસ્પિટલમાં હોય કે દર્દીના ઘરેથી સેમ્પલ કલેક્ટ કરવાનું હોય તો તેનો ચાર્જ 900 રુપિયાથી ઘટાડીને 550 રુપિયા નક્કી કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. સરકારી હોસ્પિટલોમાં આ ટેસ્ટ નિશુલ્ક ઉપલબ્ધ છે.

એરપોર્ટ પર RTPCR ટેસ્ટ ચાર્જ 2700 રૂપિયા

વિદેશથી આવતા કે જતા કોઈપણ પેસેન્જર જો એરપોર્ટ પર ટેસ્ટ કરાવવા માગતા હોય તો તેમને તેના માટે 2700 રુપિયા ચૂકવવાના રહેશે. કોરોનાના આરંભ વખતે આ ટેસ્ટના 4500 રુપિયા લેવામાં આવતા હતા.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોનાનું નિદાન કરવા માટે સિટી સ્કેન પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. અત્યારસુધી સિટી સ્કેન માટે 3,000 રુપિયા વસૂલવામાં આવતા હતા, જેમાં 500 રુપિયાનો ઘટાડો કરીને 2500 રુપિયાનો દર નક્કી કરવામાં આવ્યો છે. જે પણ સરકારી હોસ્પિટલમાં આ મશીન ઉપલબ્ધ છે, ત્યાં નિ:શુલ્ક સિટી સ્કેન કરી આપવામાં આવશે.

17 જિલ્લામાં નવા સિટીસ્કેન મશીનો ખરીદાશે

અલગ-અલગ જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલો માટે નવા 17 સિટી સ્કેન મશીન વસાવવામાં આવશે તેમ પણ નીતિન પટેલે જણાવ્યું હતું. જેમાં આણંદ, બોટાદ, ડાંગ, છોટા ઉદેપુર, ભરુચ, ગોધરા, જામખંભાળિયા, લુણાવાડા, મહેસાણા, રાજપીપપળા, સુરેન્દ્રનગર, નવસારી, સુરેન્દ્રનગર, વેરાવળ, વ્યારા, પેટલાદની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, રાજકોટની હોસ્પિટલ અને વડોદરાની જમનાબાઈ હોસ્પિટલમાં સિટી સ્કેન મશીન વસાવાશે. જેના માટે 82.50 કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત, સોલા, ગાંધીનગર અને ગોત્રી મેડિકલ કોલેજમાં MRI મશીનની ખરીદી માટે પણ મંજૂરી અપાઈ છે.

July 24, 2021
rain_forecast.png
1min445

બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે. જેના પગલે 24થી 26 જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહંતીએ જણાવ્યું છે કે, રાજ્યમાં કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં હજુ વરસાદની રાહ જોવાઇ રહી છે. તેવા વિસ્તારોમાં પણ સારો વરસાદ થવાની આશા છે.”

રાજ્યમાં 24 જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર, ભરૂચ, ડાંગ, તાપી, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

25 જુલાઈના રોજ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.

26 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે.”

અત્યારસુધી ગુજરાતમાં સરેરાશ 25.79 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 27.09 ટકા, ઉત્તર ગુજરાતમાં 19.28 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 21.90 ટકા અને સૌરાષ્ટ્રમાં 24.04 ટકા, દક્ષિણ ગુજરાતમાં 31.75 ટકા વરસાદ નોંધાયો છે.

July 23, 2021
backtoschool.png
1min591

રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11ના વર્ગોની શાળાઓમાં 26મી જુલાઈ 2021ને’ સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજયભાઈ’ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.’

કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈ શાળા-વર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ તદઅનુસાર’ સમગ્ર રાજ્યમાં આગામી 26મી’ જુલાઈથી શાળાઓના ધોરણ 9 થી 11 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. આ વર્ગો 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરી શકાશે. એટલું જ નહિ વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે. શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનું સંમતિપત્રક પણ લાવવાનું રહેશે. આ સાથે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત રાખવામાં આવશે તેવો નિર્ણય પણ મુખ્યપ્રધાને કોર કમિટીમાં કર્યો હતો.’

રાજ્ય સરકારે આ અગાઉ તારીખ 9 જુલાઈથી ઉચ્ચત્તર માધ્યમિક ધોરણ 12ના વર્ગો તેમજ ડિપ્લોમા-ડિગ્રીના કોલેજ વર્ગો 50 ટકા કેપેસિટીથી શરૂ કરાવેલા છે. હવે, ધોરણ 9 થી 11 ના શાળા વર્ગો પણ શરૂ થશે ત્યારે કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઈડલાઈન્સનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કરાવવાનું રહેશે. કોર કમિટીની’ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રાસિંહ ચુડાસમા, ઉર્જા પ્રધાન સૌરભભાઈ પટેલ, ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપાસિંહ જાડેજા તેમજ મુખ્યસચિવ’ અનિલ મુકિમ અને સચિવો ઉપસ્થિત રહ્યા હતા.

July 18, 2021
ncc.png
1min421

ગુજરાતની એનસીસી કેડેટે આવી રહેલા કારગિલ વિજય દિવસ નિમિત્તે જવાનોના શૌર્ય અને બલિદાનને વખાણતા ૩૦,૦૦૦ કાર્ડ સૈનિકોને મોકલ્યા હતા. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ૨૬ જુલાઇએ  કારગિલ વિજય દિવસ ઊજવાય છે. આ વખતે ૨૨મી સંવત્સરી ઊજવાશે.  ૪થી ૧૫ જુલાઇ દરમ્યાન ઉજવવામાં આવેલા ‘ એક મૈં સો કે લિયે’  અભિયાનના એક ભાગરૂપે ગુજરાતમાંથી આ કાર્ડ્સ મોકલવામાં આવ્યા હતા તેમ જ સોશિયલ મીડિયા પર પણ દેશના જવાનોને બિરદાવતા અનેક સંદેશાઓ વહેતા કરવામાં આવ્યા હતા.

ધ નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી) આ પ્રસંગે  અમારા અભિયાન ‘કારગિલ કે વીરો કો ગુજરાત કા આભાર’ ના પાંચમા ચરણના એક ભાગરૂપે હતો. 

‘આ કાર્ડ્સ યુવા કેડેટસ માટે શહીદોની શહાદત અને સરહદોનું રક્ષણ કરતા જવાનોનું સન્માન કરવાનું એક માધ્યમ છે.’ એમ એનસીસીએ જણાવ્યું હતું.

આ કાર્ડ્સ ઉધમપુરના નોર્ધન કમાન્ડના ચીફ લેફ્ટેનન્ટ જનરલ સુધી પહોંચે તેવી આશા અમે રાખી રહ્યા છીએ જેઓ કારગિલ યુદ્ધ વખતે લેફ્ટેનન્ટ કર્નલના હોદ્દા પર હતા અને જેમને વીરચક્ર પ્રાપ્ત થયું છે. ૨૫ જુલાઇ પહેલા કારગિલ ક્ષેત્ર પર તૈનાત સૈનિકોને સુપરત કરવામાં આવશે.

July 17, 2021
gseb-1280x720.jpg
1min896

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે આજરોજ જાહેર કરેલા ધો.12 સાયન્સના ઔપચારિક પરીણામની વિગતો અત્રે પ્રસ્તુત છે. બોર્ડ દ્વાર ઓફલાઇન પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી તેમજ ધો.10, ધો.11 અને ધો.12ના પરીણામોના આધાર પર મૂલ્યાંકન કરવા માટે શાળાઓને કહેવાયું હતું. શાળાઓએ જે પરીણામ આપ્યું એ બોર્ડે જાહેર કર્યું છે.

બધા વિષયોનું 100 ટકા પરીણામ

બધા જિલ્લાઓનું 100 ટકા પરીણામ રાજકોટના સૌથી વધુ વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં કુલ 829

July 16, 2021
gandhinagar.jpg
1min647

આજે 16/7/2021 સાંજે 4 વાગ્યે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પાટનગરના ગાંધીનગર ખાતે પુનઃનિર્મિત ‘ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન’ તેમજ પંચતારક હોટલ સાથે આઠ જેટલાં વિવિધ વિકાસલક્ષી કાર્યોનું નવી દિલ્હીથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરવાના છે.

માહિતી મુજ્બ કાયાકલ્પ થયેલા ગાંધીનગર રેલવે સ્ટેશનમાં 3 પ્લેટફોર્મ્સનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે જેમાં 3 પ્લેટફોર્મ, 2 એસ્કેલેટર્સ, 3 એલિવેટર્સ, 2 પેડેસ્ટ્રિયન સબ-વે સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.

July 14, 2021
edible_oil.jpg
1min440

ગુજરાતમાં હવે આગામી દિવસોમાં હિન્દુ તહેવારો શરૂ થશે પરંતુ આ તહેવારો પહેલા જ દર વર્ષની જેમ ખાદ્ય તેલના ભાવમાં પરંપરાગ રીતે ભાવમાં વધારો શરૂ થવા લાગ્યો છે. આ વખતે કાચા માલની અછતના નામે સિંગતેલના ભાવમાં રૂપિયા ૨૫ અને કપાસિયા તેલના ભાવમાં પણ રૂપિયા ૨૫ નો ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે.

અષાઢ મહિનાની શરૂઆત થતા જ હવે તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે આવા ટાંણે લોકોના બજેટ પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલમાં તોતિંગ ભાવવધારો અને બીજી તરફ હવે ખાદ્યતેલના ભાવ પણ આસામાને જઈ રહ્યાં છે.

 

કાચા માલની અછતના નામે સિંગતેલના ડબ્બાનો ભાવ ૨૪૦૦ થી ૨૪૫૦ રૂપિયા અને કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ ૨૩૦૦ ને પાર પહોંચાડવામાં આવ્યો  છે. પહેલીવાર કપાસિયા તેલનો ડબ્બો ૨૩૦૦ ને પાર પહોંચ્યો છે. આ વર્ષે કપાસના ભાવ વધતા કપાસિયા તેલના ભાવમાં સતત વધારો ઝીંકાઈ રહ્યો છે. લોકો સૌથી વધુ કપાસિયા તેલનો વપરાશ કરે છે, ત્યારે આ ભાવવધારો ગૃહિણીઓના બજેટને બગાડી દેશે. સતત પંદર દિવસથી ઘટાડા બાદ કપાસિયા તેલ અને સિંગતેલના ભાવમાં વધારો થયો છે.

અત્રે ઉલ્લખનીય છે કે, મે મહિનાના અંતમાં સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. જેથી લોકોને રાહત થઈ હતી. મે મહિનામાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતા ખાદ્યતેલમાં વાયદા બજાર ખુલતાની સાથે જ કડાકો બોલાયો હતો. જેથી સિંગતેલના ડબ્બાના ભાવમાં ૫૦ રૂપિયાનો ઘટાડો થયો હતો. તો કપાસિયા તેલના ભાવ ૩૦ રૂપિયા ઘટ્યા હતા. સિંગતેલ ડબ્બો ૨૫૦૦થી ૨૫૫૦ થયો હતો. જેના બાદ સતત ભાવ ઘટ્યા હતા.

July 10, 2021
rain_forecast.png
1min435

10મી થી 17મી જુલાઇ સુધીમાં ગુજરાતના 75 ટકા ભાગોમાં બે થી ત્રણ ઈંચ તથા બાકીના વિસ્તારોમાં બે ઈંચ સુધીનો વરસાદ થવાની આગાહી જુદી જુદી ક્લાઇમેટ સાઇટ દ્વારા કરવામાં આવી છે.

બંગાળની ખાડીના ભેજયુકત પવનો ભારત ઉપર ફૂંકાશે. એક સાયકલોનીક સરકયુલેશન ઓડીશા, પશ્ચિમ બંગાળ લાગુ બંગાળની ખાડી ઉપર 4.5 કિ.મી.ના લેવલનું છે. 3.1 કિ.મી.ના લેવલે એક ટ્રફ આ સાયકલોનીક સરકયુલેશનથી આંધ્ર અને ઓડીશા તરફ 3.1 કિ.મી.ના લેવલે છે. જે એક – બે દિવસમાં લો પ્રેશર મધ્ય પશ્ચિમ બંગાળની ખાડીમાં થશે.

તા. 10 થી 17 જુલાઈ સુધીની આગાહી આપતા જણાવેલ છે કે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે અને ક્રમશ: માત્રામાં વધારો થતો જશે. સૌરાષ્ટ્ર અને ગુજરાત રીજનના 75% વિસ્તારોમાં હળવો – મધ્યમ – ભારે અને વધુ ભારે વરસાદ વરસી શકે છે. અમુક દિવસે છૂટોછવાયો કયારેક સાર્વત્રિક અલગ અલગ વિસ્તારમાં જેમાં એકલ દોકલ વિસ્તારોમાં અતિ ભારે આગાહી સમયમાં કુલ વરસાદની માત્રા 50 થી 75 મી.મી. જેમાં અતિ ભારે વરસાદવાળા સેન્ટરોની માત્રા 75 મી.મી.થી 200 મી.મી. સુધી થઈ જશે. સૌરાષ્ટ્ર-ગુજરાતનાં બાકીના 25 ટકા ભાગોમાં અલગ અલગ દિવસોમાં ઝાપટાથી માંડીને બે ઈંચ વરસાદ થઈ શકે છે. કચ્છમાં પણ સમાન સ્થિતિ રહેવાની શકયતા છે.

July 9, 2021
CIA_Live_Logo_New2.jpg
1min398

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તા.8મી જુલાઇ 2021ના રોજ ગુજરાત સરકારે કોવીડ-19 ગાઇડલાઇન્સ અપડેશન જાહેર કર્યુ. તા.10મી જુલાઇથી ગુજરાતના ફક્ત મોટા શહેરો એટલે કે 8 મહાનગરપાલિકાઓમાં જ કોરોના કરફ્યુ (રાત્રિ કરફ્યુ) રાત્રે 10થી સવારે 6 સુધી યથાવત્ રહેશે. એ સિવાય કોચિંગ, ટ્યુશન ક્લાસીસોને 50 ટકા ક્ષમતાથી ચલાવવાની છૂટ આપી છે. આખું ગામ જાણે છે કે આજકાલ ટ્યુશન ક્લાસીસો સ્કુલો કરતા મોટા થઇ ચૂક્યા છે, હવે એ ટ્યુશન ક્લાસીસો, કોચિંગ ક્લાસીસો ચાલુ રહેશે પણ એનાથી નાની સ્કુલો કે ધો.11-12 જેવા મોટા વર્ગોમાં સ્કુલો કે કોલેજો ને ચલાવવાની મંજૂરી કેમ નથી અપાતી એ અંગે અનેક તર્ક વિતર્કો વાલીઓ અને બુદ્ધિજીવીઓમાં ચર્ચાસ્પદ બની રહ્યા છે.

ચોરેને ચૌટે ચર્ચાતા તર્ક વિતર્કો એવા છે કે

  • જ્યાં કોરોનાના કેસો બિલકુલ નથી એવા જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવાની મંજૂરી કેમ નથી અપાતી, ગ્રામીણ વિસ્તારોમાં આમેય ઓનલાઇન શિક્ષણ અસરકારક રહ્યું નથી, ત્યાં કેસો પણ ઓછા છે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બંધ છે, જો કોચિંગ ક્લાસીસોને મંજૂરી મળતી હોય તો છેવાડાના જિલ્લાઓ, ગ્રામીણ વિસ્તારોમાં ઉપલા વર્ગોની શાળાઓને મંજૂરી આપવી જોઇએ જેથી વિદ્યાર્થીઓના અભ્યાસને પહોંચતું નુકસાન નિવારી શકાય.
  • સરકારે 50 ટકા ક્ષમતા સાથે ટ્યુશન ક્લાસીસો ચલાવવાની મંજૂરી આપી છે, મોટા શહેરો ઉપરાંત મિડીયમ કક્ષાના, ટાયર થ્રી જેવા અર્બન વિસ્તારોમાં પણ આજકાલ ટ્યુશન ક્લાસીસો કોચિંગ ક્લાસીસો સ્કુલો કરતા મોટા છે અને સ્કુલો કરતા વધુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે, હવે આ ટ્યુશન ક્લાસીસો, કોચિંગ ક્લાસીસો ધમધમી ઉઠશે પણ સરકાર કોલેજો કે શાળાઓ શરૂ કરવાની કેમ પરવાનગી આપતી નથી એ સવાલ ઉપસ્થિત થાય છે.
  • જો સ્કુલ કોલેજો શરૂ કરવાથી કોરોનાના કેસો વધવાનો ભય હોય તો શું કોચિંગ ક્લાસીસોમાં વિદ્યાર્થીઓની અવરજવરથી કોરોનાના કેસો નહીં વધે
  • ધંધાદારી ટ્યુશન ક્લાસીસો કરતા તો શાળાઓમાં વધુ સારી રીતે કોવીડ-19ની ગાઇડલાઇન્સનો અમલ થઇ શકે તેમ છે, ધંધાદારી ક્લાસીસોને જ મંજૂરી આપવા પાછળનો તર્ક સરકારે જાહેર કરવો જોઇએ.
  • જો કોચિંગ ક્લાસીસોને ઓફલાઇન શિક્ષણની મંજૂરી મળી શકતી હોય તો સરકારે એટલિસ્ટ કોલેજો કે જ્યાં પુખ્તવયના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ત્યાં કોવીડ ગાઇડલાઇન્સનો સ્વૈચ્છીક અને ચુસ્ત અમલ શક્ય છે ત્યાં શૈક્ષણિક પ્રવૃતિ ઓફલાઇન કરવા માટે કેમ પરવાનગી આપવામાં આવતી નથી.