CIA ALERT

ગુજરાત Archives - Page 151 of 158 - CIA Live

September 12, 2018
hardik-1.jpg
1min10360

cialive@yahoo.com

ગુજરાતમાં મોટો નેતા જેને કહેવાય રહ્યો હતો એ હાર્દિક પટેલએ આમરણાંત ઉપવાસ છોડીને હવે જીવતા જીવત સરકાર સામે લડત આપવાના નિર્ધાર સાથે મોટો યુટર્ન લીધો છે. પહેલો યુ ટર્ન એકેય માંગણી સંતોષાયા વગર જ ઉપવાસનું આંદોલન સમેટી લઇને પારણા કરવા અંગેનો છે. બીજો યુ ટર્ન રાજનીતિના રવાડે ચઢી ગયેલા હાર્દિક પટેલેને હવે સમાજ અને સામાજિક પરિબળનું જ્ઞાન લાદ્યું છે. હવે સમાજને સાથે રાખીને રાજનીતિક નહીં સામાજિક લડાઇ લડશે.

આજે તા.12મી સપ્ટેમ્બરના રોજ ખોડલધામ-ઉમિયાધામનાં પ્રમુખોએ હાર્દિક પટેલને પારણા કરાવવાનો નિર્ણય કર્યો છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નેરશ પટેલ રાજકોટથી અમદાવાદ પહોંચી રહ્યા છે. સોલા ઉમિયા ટ્રસ્ટ ખાતે પાટિદારોની છ મુખ્ય સંસ્થાના અગ્રણીઓની બેઠક યોજાશે જેમાં લલિત વસોયા, જેરામ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અને તેઓ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને લઈને ચર્ચા કરશે.

Hardik Patel’s tweet

 

આવી જાહેરાત પત્રકાર પરિષદમાં કરવી પડી

પાસનાં નેતા મનોજ પનારાએ એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે, હાર્દિક 18 દિવસથી ઉપવાસ પર છે પરંતુ સરકારે એક વાર પણ અમારી સામે જોયું નથી. સરકારને હાર્દિક પટેલનાં ઉપવાસ નથી દેખાઈ રહ્યાં. સરકાર તો ઈચ્છે જ છે કે હાર્દિક પટેલ પહેલા જેવો લડવૈયો ન રહે અને તે મરી જાય પરંતુ હાર્દિકે જીવવાનું છે સરકાર સામે હજી વધારે લડત આપવા માટે. ઉપવાસને કારણે હાર્દિક ખૂબ બિમાર થઈ ગયો છે અમને અમારો સિંહ જેવો હાર્દિક પાછો જોઈએ છે. જેથી અમારા સમાજનાં વડીલો અને સંસ્થાનાં અગ્રણીઓનાં કહેવાથી આજે બપોરે ત્રણ વાગે અમે હાર્દિકનાં પારણા કરાવશું.

ઉપવાસ કે આંદોલન પરીણામ વિહીન કેમ

ઇતિહાસ કરે છે કે કોઇપણ આમરણાંત ઉપવાસની સફળતાનો આધાર નિયત પર નિર્ભર રહેલો હોય છે. ખરેખર પાટીદાર સમાજને કે ખેડૂતને ફાયદા કરવાની નિયત સાથે ઉપવાસ કરાયા હોત તો અવશ્ય પરિણામ મળ્યું હોત. ભૂતકાળમાં અણ્ણા હજારે કે અન્યોએ જ્યારે જ્યારે ઉપવાસી આંદોલન કર્યા ત્યારે તેમની નિયત કોઇ સરકારને પાડી દેવાની કે કોઇ રાજકીય નેતાને બતાવી દેવાની ન હતી. પ્રજાહિત પ્રાયોરિટીમાં હોય ત્યારે મૃત્યુંનો ડર શેનો, આવી નિષ્ઠા હોય તો કયું આંદોલન બૂમરેંગ થાય

હાર્દિક પટેલનું આમરણાંત ઉપવાસનું શસ્ત્ર અન્ય કોઇને ભલે ફળ્યું ન હોય પણ રાજ્ય સરકારને તો ફળ્યું જ છે.  હાર્દિક પટેલ અેન્ડ કંપનીની વાત માની લઇએ કે રાજ્ય સરકાર અન્યાયી છે, જુલમકારી છે, પણ આમરણાંત ઉપવાસમાંથી પીછેહઠ કરીને ખુદ હાર્દિક પટેલ એન્ડ કંપનીએ એ વાતની પ્રતીતિ કરાવી દીધી છે સરકારનું સ્ટેન્ડ મક્કમ હતું, છે અને હવે રહેશે. હાર્દિક પટેલ એન્ડ કંપનીએ હવે રાજ્ય સરકાર સામે લડવા માટે આમરણાંત ઉપવાસથી મોટું શસ્ત્ર શોધવું પડશે.

 

 

You can find on Google Play store too

September 8, 2018
hardik1.jpg
1min37990

cialive@yahoo.com

પાસ નેતા હાર્દિક પટેલની માગણીઓ પરત્વે છેલ્લા 14 દિવસથી ચાલી આવેલા શ્રેણીબદ્ધ ઘટનાક્રમો બાદ છેવટે રાજ્ય સરકાર તેના સ્ટેન્ડ પર અટલ રહી હતી અને આમરણાંત ઉપવાસ જેવા આત્યાંતિક અને અંતિમ શસ્ત્ર ઉગામ્યા પછી પણ હાર્દિક પટેલ એન્ડ કંપનીના ફાળે કશું જ આવ્યું નહીં. કોઇએ પારણા કરાવ્યા નહીં અને પોતાની મરજીથી હોસ્પિટલ ભેગા થવું પડ્યું છે. ગુજરાત સરકારની આ મોરલ વિક્ટરી છે. રાજ્ય સરકારનું સ્ટેન્ડ પહેલેથી જ એવું રહ્યું હાર્દિક પટેલને સહેજ પણ ભાવ આપવો નહીં અને છેલ્લે સુધી હાર્દિક પટેલને સરકારે ભાવ આપ્યો જ નહીં.

અગાઉ મહારાષ્ટ્રમાં અણ્ણા હજારેએ આમરણાંત ઉપવાસ કરીને અનેક વખત રાજ્ય સરકારને ઝુકાવી હતી પરંતુ, ગુજરાતમાં હાર્દિક પટેલનું આમરણાંત ઉપવાસનું મોડ્યુલ કહો કે બ્રહ્માસ્ત્ર નિષ્ફળ નિવડ્યું છે. કોઇપણ અહિંસક લડતમાં આરણાંત ઉપવાસને અંતિમ શસ્ત્ર માનવામાં આવે છે પરંતુ, હાર્દિક પટેલ માટે આ શસ્ત્ર ફળદાયી નિવડ્યું નથી. બબ્બે વખત જળત્યાગ કર્યા પછી પણ હાર્દિક પટેલની ચીમકીને સરકારે રાબેતા મુજબ સિરીયસલી લીધી નહીં. છેલ્લે 24 કલાકનું અલ્ટીમેટમ આપવું પડ્યું. અલ્ટીમેટમ આપ્યા પછી પણ રાજ્ય સરકાર પોતાના સ્ટેન્ડ પર અફર રહી હતી. છેલ્લે ખોડલ ટ્રસ્ટના નરેશ પટેલને મળવાની ઔપચારિકતાઓ પછી હાર્દિક પટેલને હોસ્પિટલ ભેગો કરવો પડ્યો. રાજ્ય સરકારે આમાં પણ કોઇ જબરદસ્તી કરી નહીં. ઉલ્ટાનું પોલીસ અધિકારીએ હાર્દિક પટેલને હોસ્પિટલ દાખલ કરવા માટે પહેલા સામેથી લેખિત સંમતિ અને મરજી પત્ર માંગ્યો. રાજ્ય સરકાર માટે આ મોરલ વિક્ટરી એટલા માટે છે કે જો અહીં રાજ્ય સરકાર ઝુકી ગઇ હોત તો સામી ચૂંટણીએ ગુજરાતમાં ભાજપા માટે આકરાં ચઢાણો ચઢવાનો વારો આવ્યો હોત. હાર્દિક પટેલ એન્ડ કંપનીને જો આવો નૈતિક વિજય મળ્યો હોત તો પાટીદાર આંદોલનની સિકલ આજથી જ બદલાઇ જવા પામી હોત.

ઉપવાસના ૧૪મા દિવસે પણ, પોતાની તબિયત લથડી રહી હોવા છતાં સરકારના પેટનું પાણી જરાસરખું પણ હલ્યું નહીં એટલે હાર્દિક પટેલ કોઈ વિરોધ વગર હૉસ્પિટલમાં ઍડ્મિટ થઈ જવું પડ્યું હતું.

hardik1

હાર્દિક પટેલની આડકતરી પીછેહઠ

સાથીઓ હૉસ્પિટલમાં લઈ ગયા એનો વિરોધ ન કર્યો : ઉપવાસના ૧૪મા દિવસે શ્વાસ લેવામાં તકલીફ અને અર્ધબેહોશી જેવી હાલત પાટીદારોને અનામત મળે, ખેડૂતોનાં દેવાં માફ થાય અને અલ્પેશ કથીરિયાને મુક્ત કરવાની માગણી સાથે ૧૪ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલા પાટીદાર નેતા હાર્દિક પટેલની તબિયત તા.7મી સપ્ટેમ્બરએ બપોરે લથડતાં તેના સાથીદારો તેને સોલા સિવિલ હૉસ્પિટલમાં લઈ ગયા હતા અને એનો વિરોધ પણ હાર્દિક પટેલે કર્યો નહોતો. આમ તબિયત ખરાબ થતાં તેમ જ સરકાર તરફથી કોઈ હિલચાલ ન થતાં હાર્દિક પટેલે આમરણ ઉપવાસમાં આડકતરી પીછેહઠ કરી હોવાનો સૂર ઊઠ્યો હતો. સોલા હૉસ્પિટલ સરકારી હોવાથી મોડી રાતે તેને પાટીદાર નેતાઓ વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી સ્વામીનારાયણ ગુરુકુળ વિશ્વ પ્રતિષ્ઠાનમ (SGVP) હૉસ્પિટલમાં લઈ ગયા હતા. એવું માનવામાં આવે છે કે તેને બૅન્ગલોરની જિંદલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવશે.

સામાજિક લડાઇ રાજકીયમાં પરિવર્તીત થઇ હોવાથી પરિણામ મળતા નથી

હાર્દિક પટેલે જ્યારે પાટીદાર અનામત આંદોલન શરૂ કર્યુ હતું ત્યારે તેની લડાઇ સામાજિક હતી. સમાજના ઉત્થાન માટે શરૂ થયેલી લડાઇ તબક્કાવાર રાજકીય મોડ પર આવી ગઇ. પોલિટીકલ નેતાઓને મળવાનું શરુ કર્યું, કોંગ્રેસને ખુલ્લો ટેકો આપ્યો. પરીણામે બૌદ્ધિક વર્ગમાં આવતા પાટીદારોએ રાજકીય આંદોલનને સહકાર આપવાનું બંધ કરી દીધું, છેલ્લે નોબત એ આવી કે આમરણાંત ઉપવાસ જેવું કારગત શસ્ત્ર ઉગામ્યા પછી પણ હાર્દીક પટેલે જ પીછેહઠ કરવી પડી છે. હવે રાજ્ય સરકાર સંભવ છે કે પાટીદારો માટે પોતાની રીતે પેકેજ જાહેર કરી શકે પણ હાર્દિક પટેલ એન્ડ કંપનીની માગણીઓ પરત્વે હરગીઝ ઝુકશે નહીં એમ જણાય રહ્યું છે.

 

Google Play store

September 7, 2018
np-1280x720.jpg
1min5310

હાર્દિક અને સરકાર વચ્ચે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની મધ્યસ્થી, આજે અમદાવાદમાં નરેશ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે મહત્વની મિટીંગ, સંભવતઃ આજે હાર્દિકના ઉપવાસ પૂરા થાય તેવી શક્યતાઓ

 

પાટીદાર આગેવાન મનાતા અને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેશ પટેલ અને ઉપવાસે ઉતરેલા હાર્દિક પટેલ વચ્ચે આજે અમદાવાદ ખાતે સમાધાનકારી બેઠક યોજાઇ રહી છે. રાજ્ય સરકાર અને હાર્દિક પટેલ બન્નેએ નરેશ પટેલની મધ્યસ્થીની વાત સ્વીકારી છે, પરીણામે આજે અમદાવાદ ખાતે હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે મિટીંગ યોજાઇ રહી છે. આ બેઠક બાદ સંભવતઃ હાર્દિક પટેલ પારણા કરે તેમ માનવામાં આવી રહ્યું છે.

છેલ્લા  14 દિવસથી ઉપવાસે ઉતરેલા પાસ નેતા હાર્દિક પટેલ આજે તા.7મી સપ્ટેમ્બર 2018ના રોજ પારણા કરી લે તેવી પ્રબળ શક્યતાઓ જોવાય રહી છે. ખોડલધામ ટ્રસ્ટના  ચેરમેન અને દિગ્ગજ પાટીદાર નેતા ગણાતા શ્રી નરેશ પટેલ મધ્યસ્થી બને તો હાર્દિક પટેલ ગ્રુપને કોઇ વાંધો ન હોવાનું મોડીરાત્રે સરકારને જણાવ્યા બાદ હવે સરકાર નરેશ પટેલને મધ્યસ્થી બનાવીને હાર્દિક સાથે વાટાઘાટ કરે તેવી સંભાવનાઓ જોવાય રહી છે. આજે શુક્રવારે બપોરે કે સાંજ સુધીમાં હાર્દિક પટેલ પારણા કરે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.

પાટીદાર સમાજને અનામત અને ખેડૂતોના દેવા માફ કરવાની માગણી સાથે હાર્દિક પટેલ છેલ્લા 13 દિવસથી ઉપવાસ પર ઊતર્યો છે. હાર્દિકને મનાવીને પારણાં કરાવવા સરકાર કોઈ રસ્તો શોધવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ મધ્યસ્થી બનાવવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે ગુરુવારે નરેશ પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સરકાર અને પાસ કહેશે તો સામાજિક શાંતિ અને હિત માટે હું મધ્યસ્થી બનવા તૈયાર છું. નરેશ પટેલના હકાર પછી સરકાર પણ તેમને મધ્યસ્થી તરીકે સ્વીકારવા તૈયાર હોવાનું લાગે છે. પાસે પણ ગુરુવારે મોડી રાત્રે નરેશ પટેલને મધ્યસ્થી બનાવવા સામે વાંધો ન હોવાનું કહ્યું હતું. આને પરિણામે શુક્રવારે નરેશ પટેલ હાર્દિકને મનાવવા પહોંચશે એવું માનવામાં આવે છે. સૂત્રોની વાત માનીએ તો હાર્દિક પટેલ આજે શુક્રવારે બપોરે પારણાં પણ કરી લે તો નવાઇ નહીં.

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ અને ખેડૂતાના પ્રશ્ર્ને લડી લેવાના મૂડમાં આવી ગયેલી કૉંગ્રેસે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મળીને પાટીદાર આંદોલનકારીઓ તેમ જ ખેડૂત સમુદાય સાથે સીધો સંવાદ સ્થાપવાની હાકલ કરી હતી. વરિષ્ઠ કૉંગ્રેસી નેતાઓ અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ ઉપરાંત વિપક્ષના નેતા પરેશ ધાનાણી તથા ધારાસભ્યો સહિત કૉંગ્રેસના એક પ્રતિનિધિમંડળે ગુરુવારે સાંજે મુખ્ય પ્રધાનની ઑફિસમાં વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી અને ધરતીપુત્ર હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન મામલે તેની સાથે સીધો સંવાદ સાધવા, ખેડૂતોનું દેવું માફ કરવા અને અલ્પેશ કથિરિયા સહિતના પાટીદારો સામેના ખોટા કેસો પાછા ખેંચી લેવા રજૂઆત કરી હતી. આ મામલે રાજ્ય સરકાર 24 કલાકમાં પગલાં નહીં લે તો શુક્રવારે સવારે 11 વાગ્યાથી શનિવારે સવારે 11 વાગ્યા સુધી રાજ્યના તમામ જિલ્લામાં કૉંગ્રેસના કાર્યકરો ઉપવાસ આંદોલન કરશે અને વિરોધ વ્યક્ત કરશે એવી ચીમકી પણ આપી હતી.

હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલન જ્યારે 13માં દિવસમાં પ્રવેશ્યું છે ત્યારે કૉંગ્રેસે હવે આ મામલે સીધો હસ્તક્ષેપ કર્યો છે. કૉંગ્રેસના પ્રતિનિધિમંડળે ગુરુવારે સીએમ રૂપાણીની મુલાકાત લઈને તેમને આ મામલે હાર્દિક સાથે સંવાદ સાધવા તેમ જ ખેડૂતોના હિતમાં પગલાં લેવા રજૂઆત કરી હતી. એટલું જ નહીં આ મામલે રાજ્ય સરકાર 24 કલાકમાં પગલાં નહીં લે તો શુક્રવારે સવારે 11 વાગ્યાથી શનિવારે સવારે 11 વાગ્યા સુધી રાજ્યના તમામ જિલ્લામાં કૉંગ્રેસના કાર્યકરો ઉપવાસ આંદોલન કરશે અને વિરોધ વ્યક્ત કરશે. પાટીદારો માટે ઉપવાસ કરશે

September 6, 2018
h5.jpg
1min7120

છેલ્લા 13 દિવસથી ખેડૂતોના પ્રશ્ને આમરણાંત ઉપવાસે ઉતરેલા પાટીદાર (પાસ) નેતા હાર્દિક પટેલના સમર્થનમાં આજે સુરતના યુવાનોએ દેખાવો કરીને વરાછા-કાપોદ્રાની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરાવી દીધી હતી. પાસના કાર્યકર્તાઓએ મિનીબજાર ખાતેની હીરાની ઓફીસો સામે પણ દેખાવો કરીને કામકાજ બંધ કરી દેવાની ફરજ પાડી હતી.

મીની બજારનું કામકાજ બંધ

આજે સવારે પાસના કાર્યકર્તાઓ વરાછા રોડના મીની હીરાબજાર ખાતે ગયા હતા અને ત્યાં જઇને સૂત્રોચ્ચાર સાથે હાર્દિક પટેલના સમર્થનમાં કામકાજ બંધ રાખવા માટે રજૂઆતો કરી હતી. મોટા ભાગના હીરા દલાલો તેમજ વેપારીઓ માર્કેટમાંથી નીકળી જતા આજે સવારે મીની બજાર ખાતે આ પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો.

ધારુકાવાળા શૈક્ષણિક સંકુલ પાસે વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા

(સ્કુલ યુનિફોર્મ અને માથે પાટીદાર ટોપી પહેરીને વિદ્યાર્થીઓએ સુરતના કાપોદ્રા વિસ્તારમાં દેખાવો યોજ્યા હતા)

 

 

કાપોદ્રા ધારુકાવાળા શૈક્ષણિક સંકુલમાં આવેલી કોલેજ અને સ્કુલના વિદ્યાર્થીઓ હાર્દિક પટેલના સમર્થનમાં રોડ પર આવી ગયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. એક તબક્કે સમગ્ર વિસ્તારમાં તનાવપૂર્ણ સ્થિતિ સર્જાય જવા પામી હતી. સ્કુલ યુનિફોર્મ સાથે માથે પીળા રંગની ટોપી પહેરીને સ્કુલના વિદ્યાર્થીઓએ હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયાના સમર્થનમાં દેખાવો કર્યા હતા. પાસ સમર્થક યુવાનોના દેખાવોને પગલે ધારુકાવાળા કેમ્પસમાં ચાલતી તમામ કોલેજો તેમજ એન.એન.જે. પટેલ સ્કુલના શૈક્ષણિક કાર્યને ઘેરી અસર પહોંચી હતી.

September 5, 2018
hardik-1280x720.jpg
1min6030

ખેડૂતો માટે ઉપવાસે ઉતરેલા પાસ નેતા હાર્દિક પટેલનું સ્વાસ્થ્ય હવે દર કલાકે કથળી રહ્યું છે. અત્યાર સુધી હાર્દિક પટેલના ઉપવાસને નજરઅંદાજ કરનાર રાજ્ય સરકાર તા.4થી સપ્ટેમ્બરથી એવી હરકતમાં આવી કે હવે હાર્દિકની માગણીઓ પરત્વે અંદરખાને વિચારણા શરૂ કરી દીધી છે. જેમ જેમ હાર્દિકનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે તેમ તેમ રાજ્ય સરકારનું બ્લડ પ્રેશર વધી રહ્યાનું જણાય આવે છે. જે રીતે  રાજ્ય સરકારે હાર્દિકને પારણા કરાવવા માટે પ્રયાસો શરૂ કર્યા છે એ જોતા હવે રાજ્ય સરકારે હાર્દિક પટેલના મુદ્દે કંઇકને કંઇક નમતું ઝોખવું પડે તે દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે.

ઉપવાસના 11માં દિવસે સરકારે હાર્દિકને સિરીયલી લેવાનું શરૂ કર્યું

હાર્દિક પટેલ છેલ્લા 11 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠો છે, પરંતુ આજદિન સુધી એક પણ પ્રધાન કે ભાજપના ધારાસભ્યએ હાર્દિકના આંદોલન અંગે હરફ સુધ્ધા ઉચ્ચાર્યો ન હતો, પરંતુ વિવિધ પાટીદાર સંસ્થાઓ દ્વારા હાર્દિકના આંદોલનને સમર્થન આપીને મધ્યસ્થી બનવાની જાહેરાત કર્યાના 24 કલાકમાં જ પ્રધાન સૌરભ પટેલે આજે એકાએક નિવેદન કર્યું હતું કે, હાર્દિક પટેલના ઉપવાસથી સરકાર પણ ચિંતિત છે. હાર્દિકે પણ તેની તબિયતનું ધ્યાન રાખી ડૉક્ટર પાસે સારવાર લેવી જોઈએ.

હાર્દિકનું સ્વાસ્થ્ય નબળું પડી રહ્યું છે, સરકારનું બીપી વધી રહ્યું છે

પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીની માંગ સાથે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ છેલ્લા 11 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. તેના ઉપવાસથી અગિયાર દિવસમાં હાર્દિકનું 20 કિલો વજન ઊતરી ગયુ છે. હાર્દિકનું ધરખમ વજન ઉતારતાં સોલા સિવિલના ડૉક્ટરે તેને હૉસ્પિટલમાં દાખલ થવા સલાહ આપી હતી. હાર્દિક ગયા મહિનાની 25મી તારીખથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ તા. 25મી ઑગસ્ટથી આમરણાંત ઉપવાસ પર હાર્દિક પટેલ ઊતર્યો ત્યારે તેનું વજન 78 કિલો હતું. ઉપવાસના 10 દિવસ બાદ તેના વજનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને એક મણ એટલે કે 20 કિલો વજન ઊતરી ગયું છે. હાર્દિકના મેડિકલ ચેકઅપ માટે સોલા સિવિલ હૉસ્પિટલની ટીમ પહોંચી હતી. તબીબોની ટીમમાં એક ફિઝિશિયન ડૉક્ટરને પણ સાથે રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હાર્દિક બે દિવસથી યુરિન કે બ્લડ ટેસ્ટ કરવાની ના પાડી રહ્યો છે.

સોલા સિવિલના ડૉકટરે જણાવ્યું હતું કે, બે દિવસ બાદ શારીરિક તપાસ કરવામાં આવી હતી તેમાં પલ્સ અને બ્લડ પ્રેસર નોર્મલ છે. તેણે સુગર અને યુરિન ટેસ્ટ કરવાની ના પાડી હતી. 100/80 પલ્સ રેટ અને હાલ 58.3 કિલો વજન થયું છે. હાર્દિકને હૉસ્પિટલમાં એડમિટ થવાની સલાહ આપવામાં આવી છે. હલનચલન કરવામાં તેને તકલીફ થાય છે અને ચક્કર આવી રહ્યા હોવાની તેણે ફરિયાદ કરી છે. હાર્દિક ઉપવાસ પર ઊતર્યો ત્યારે તંદુરસ્ત અને હસમુખો ચહેરો ધરાવતો હતો, પરંતુ ઉપવાસ પર ઊતરતા તેણે અન્નનો ત્યાગ કર્યો હતો. આ ઉપરાંત બે દિવસ જળનો ત્યાગ કરતાં તેની હાલત દિવસે ને દિવસે કથળી હતી, પરંતુ 1 સપ્ટેમ્બરે એસપી સ્વામીએ જળગ્રહણ કરાવ્યું જેને પગલે તેને થોડી રાહત થઈ હતી, પરંતુ તેનું વજન ઉતરવાનું ઓછું થયું ન હતું.

પાટીદાર સંસ્થાઓ મેદાનમાં આવી

મંગળવારે તા.4 સપ્ટેમ્બર 2018ના રોજ અમદાવાદના એસ. જી. હાઈવે પર આવેલા ઉમિયા કેમ્પસમાં પાટીદારોની 6 ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓની બંધબારણે બેઠક મળી હતી. બેઠક બાદ સાંજે સી. કે. પટેલ અને જેરામ પટેલની આગેવાનીમાં પ્રતિનિધિમંડળ સરકારને રજૂઆત કરવા સચિવાલય પહોંચ્યું હતું, જ્યાં કેબિનેટ પ્રધાનો સૌરભ પટેલ, કૌશિક પટેલ તથા ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાથે સંયુક્ત બેઠક યોજીને હાર્દિકને પારણાં કરાવવા માટેનો વિચાર-વિમર્શ કર્યો હતો. બીજી બાજુ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તમામ પ્રશ્ર્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હાર્દિક પટેલ પારણાં કરશે નહીં અને ઉપવાસ આંદોલન ચાલુ જ રહેશે.

 

September 4, 2018
kerosene.jpg
1min6780

ફક્ત બીપીએલ કાર્ડ ધારકોને મળશે, એપીએલ કાર્ડ ધારકોને કેરોસીન વિતરણ બંધ કરાતા અનેક પરિવારો મુશ્કેલીમાં

ગરીબ પરિવારોને વર્ષોથી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગ દ્વારા અપાતા પ્રાથમિક ઇંધણ કેરોસીન પર શનિવાર, તા.2 સપ્ટેમ્બર 2018થી રાજ્ય સરકારે પ્રતિબંધ મુકયો છે. કેરોસીન બંધ થઇ જતા લાખો ગરીબ પરિવારોને ભારે મુશ્કેલી સર્જાશે. ચોમાસાની સિઝનમાં કેરોસીન પર આશરો રાખી પ્રાયમસ પર રસોઇ બનાવી રાંધેલું અનાજ ખાતા ગરીબ પરિવારો મુશ્કેલીગ્રસ્ત બની ચૂક્યા છે.

ગુજરાત સરકારે પુરવઠા ખાતેની ચેનલ મારફતે કેરોસીન વિતરણ પર પાછલા ઘણાં વર્ષોથી સતત કાપ મુકવાનું શરૂ કર્યું હતું અને આખરે બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે.

ગુજરાતમાં જ્યારે પુરવઠા ચેનલ મારફતે રેશનિંગથી કેરોસીન વિતરણ શરૂ કરાયું હતું ત્યારે પ્રતિ લિટરના રૂ. 0.15 પૈસા દરથી શરૂ થયેલું કેરોસીન છેલ્લે 27 રૂપિયાને 10 પૈસા ભાવે મળતું હતુ. જે પણ હવે બંધ કરી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે એપીએલ કાર્ડ ધારકોનું કેરોસીન બંધ કરાયું છે. બીપીએલ અને અંત્યોદર ધારકોને કેરોસીન મળશે જે પણ થોડા સમય પછી બંધ કરી દેવામાં આવે એમ જણાય છે.

શરૂઆતમાં કાર્ડ વિના અમર્યાદીત પ્રમાણમાં લોકોને કેરોસીન આપવામાં આવતું હતુ. બાદમાં કાર્ડની શરૂઆત થતા કાર્ડ દીઠ 18 લિટર કેરોસીન આપવામાં આવતું હતું સમયાંતરે બીપીએલ અને અંત્યોદર કાર્ડ આવતા કેરોસીનમાં કાપ મુકવાની શરૂઆત કરી દેવાઇ હતી.

જેમાં છેલ્લે બીપીએલ અને અંત્યોદર ધારકોને વ્યકિત દીઠ 2 લિટર અને કાર્ડ દિઠ 8 લિટર કેરોસીન અપાતુ હતું. જયારે એપીએલ કાર્ડ ધારકોને વ્યકિત દીઠ 2 લિટર અને કાર્ડ દીઠ 4 લિટર કેરોસીન મળતું હતું. જોકે 1લી સપ્ટેમ્બરથી એપીએલ ધારકોને કેરોસીન આપવાનુ બંધ કરવામાં આવ્યું છે. એકલા અમદાવાદમા જ 2 લાખથી વધુ એપીએલ કાર્ડધારકો છે. ત્યારે આખા રાજ્યમાં લાખો કુંટુબોને મળવાપાત્ર કેરોસીન હવેથી બંધ થઇ જશે.

September 3, 2018
mundan.jpg
1min7250

પાટીદાર ભાઈઓ અને મહિલાઓ પણ હાર્દિકના સમર્થનમાં બહાર આવ્યા છે. અરવલ્લી જિલ્લાના છાપરિયા ગામના 50થી વધુ યુવાનોએ માથે મુંડન કરાવ્યું હતું. પોતાના વાળ હાર્દિક માટે ત્યાગ કરી તેને સમર્થન આપ્યું હતું. જ્યારે આ ગામની 200થી વધુ મહિલાઓ પણ એક દિવસના પ્રતીક ઉપવાસ ઉપર બેઠી હતી અને રામધૂન બોલાવી જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતા.

પાસ કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસને 10 દિવસ થઈ ગયા છે ત્યારે ઉત્તર ગુજરાતમાં પાટીદારો હાર્દિકના સમર્થનમાં ઉતર્યા છે. પાટીદારો અને ખેડૂતો  આ‌વેદનપત્ર આપવા ઉપરાંત ઉપવાસ સહિત વિવિધ કાર્યક્રમોથી હાર્દિકને સમર્થન કરી રહ્યા છે.

 

August 28, 2018
narmada.jpg
1min4570

ઉત્તર ગુજરાતના 15 જળાશયોમા 33.11 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમા 78.24 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમા 48.06 ટકા, કચ્છના 20 જળાશયોમા 12.59 ટકા અને સૌરાષ્ટ્રના 138 જળાશયોમા 44.52 ટકા જેટલો જળસંગ્રહ

 

રાજયના કુલ 203 જળાશયોમાં હાલ 275018 એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે જે કુલ સંગ્રહશકિતના 49.41 ટકા જેટલો થાય છે.

 

સરદાર સરોવર ડેમમાં 171409 એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે જે કુલ સંગ્રહશકિતના 51.31 ટકા જેટલો થાય છે. સરદાર સરોવરની જળ સપાટી આજે 119.55 મીટર પર નોંધાઈ હતી.

રાજ્યના અન્ય જળાશયોમાં પાણીનો સંગ્રહ પર નજર કરીએ તો ઉત્તર ગુજરાતના 15 જળાશયોમા 33.11 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમા 78.24 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમા 48.06 ટકા, કચ્છના 20 જળાશયોમા 12.59 ટકા અને સૌરાષ્ટ્રના 138 જળાશયોમા 44.52 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજયમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 70.29 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રિજિયનમાં 25.21 ટકા, ઉત્તર ગુજરાતમાં 38.62 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 63.99 ટકા, સૌરાષ્ટ્રમાં 69.02 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 90.85 ટકા જેટલો સરેરાશ વરસ્યો છે ખેતીવાડી વિભાગનાં આંકડાઓ મુજબ, રાજ્યમાં કુલ 85.67 લાખ હેક્ટર સરેરાશ વાવેતર વિસ્તારમાં 20 ઑગસ્ટનાં સ્થિતિએ 85.95 ટકા વાવેતર થઈ ગયું છે. રાજ્યમાં ખેડૂતોએ મુખ્યત્વે ડાંગર, બાજરા, મકાઇ, તુવેર, અડદ, મગફળી, સોયાબીન, કપાસ અને શાકભાજીનું વાવેતર કર્યુ છે. કપાસનાં કુલ વાવેતર વિસ્તારની સરખામણીએ આ વર્ષે 103 ટકા વાવેતર થયું છે, જ્યારે મગફળીના કુલ વાવેતર વિસ્તારની સરખામણીમાં 97 ટકા જેટલુ વાવેતર થયુ છે.

August 27, 2018
insurance-fraud.jpg
1min7470

ખાનગી વીમા કંપનીમાં પૉલિસી ધારક હયાત ન હોવા છતાં ખોટા દસ્તાવેજો રજૂ કરીને રૂ.૧૯.૫૦ લાખનો વીમો પકવવાનો પ્રયાસ કરવા બદલ સીઆઈડી ક્રાઈમે બે મહિલા સહિત ત્રણ જણાની ધરપકડ કર છે.

પ્રાઈવેટ ઇન્સ્યુરન્સ કંપનીઓમાં મૃતકના નામે બોગસ વીમા મેળવવા કૌભાંડ છેલ્લા ત્રણેક વર્ષથી રાજ્યમાં ચાલી રહ્યુ હતું. અનેક મૃતકોના ખોટા દસ્તાવેજો રજૂ કરીને વીમાની રકમ મેળવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ખાનગી લાઈફ ઈન્સ્યોરેન્સ કંપનીમાં રાહુલ કાળુભાઈ પગીના નામે રૂ.૧૯.૫૦ લાખનો વીમો એજન્ટ જયશ્રીબેન હિમાંશુભાઈ પરમારે ૩૦મી એપ્રિલ ૨૦૧૫ના રોજ ઉતાર્યો હતો. જેમાં નોમીની તરીકે રાહુલની માતા ડામોરને દર્શાવી હતી. પછી તા. ૫મી ઓકટોબર ૨૦૧૫ના રોજ રાહુલ પગીનું મૃત્યુ થયુ હોવાનું જણાવીને વીમો મેળવવા માટે ચૂંટણીકાર્ડ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ,બેકનો કોરો ચેક, તથા મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાની ગ્રામ પંચાયતમાંથી મરણ સર્ટિફિકેટ મેળવીને રજૂ કર્યું હતું. પાંચ માસમાં રાહુલના મૃત્યુ નીપજવા અંગે ખાનગી લાઈફ ઈન્સ્યોરેન્સ કંપનીને શંકા જતા તેમને તપાસ કરી હતી જેમાં જાણવા મળ્યુ હતુ કે, વીમાનો એજન્ટ જયશ્રીબેન હિમાંશુભાઈ પરમારે ખાનગી લાઈફ ઈન્સ્યોરેન્સ કંપનીના સેલ્સ મેનેજર હિમાંશુ ચતુરભાઈ પરમાર સાથે મેળાપીપણામાં બોગસ વીમો ઉતારીને ૧૯.૫૦ લાખ વીમો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ખાનગી લાઈફ ઈન્સ્યોરેન્સ કંપનીએ સીઆઈડી ક્રાઈમને જાણ કરી હતી.

સીઆઈડી ક્રાઈમે તપાસ કરીને ખાનગી લાઈફ ઈન્સ્યોરેન્સ કંપનીના સેલ્સ મેનેજર હિમાંશુ ચતુરભાઈ પરમાર,વીમાનો એજન્ટ જયશ્રીબેન હિમાંશુભાઈ પરમાર અને રાહુલની માતા મનીષાબેન ડામોર સામે ગુનો નોંધીને ધરપકડ કરી હતી.

August 25, 2018
hardik-patel-770x433.jpg
1min14270

આજે તા.25મી ઓગસ્ટ 2018થી પાટીદાર નેતા હાર્દિક પટેલ પોતાના અમદાવાદ ખાતેના નિવાસસ્થાને અનશન શરૂ કરે તે પહેલા જ પોલીસે સમગ્ર રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાંથી હજારો પાટીદારોને અટકાયતીના પગલા રૂપે નજરકેદ કર્યા હોવાની વિગતો જાણવા મળી છે. બીજી તરફ હાર્દિક પટેલ પોતાના નિવાસસ્થાને ઉપવાસ કરવા માટે મક્કમ છે અને જો ભવિષ્યમાં તેની કોઇકને કોઇક કેસમાં ધરપકડ થાય તો જેલમાંથી ભૂખ હડતાળ જારી રાખવાની જાહેરાત કરી ચૂક્યો છે.

બીજી તરફ હાર્દિકના ઘર તરફના માર્ગો પર બેસુમાર પોલીસ ખડકી દેવામાં આવી હોવાના ફોટો પણ સોશ્યલ મિડીયામાં વાઇરલ થઇ રહ્યા છે. શનિવારે સવારે હાર્દિક પટેલે પત્રકારોને જણાવ્યુ હતું કે તે કોઇપણ સંજોગોમાં પોતાના ઉપવાસ ચાલુ રાખશે. હાર્દિક પટેલના સમર્થનમાં કોંગ્રેસના ત્રણ પાટીદાર નેતાઓ પણ હાર્દિક પટેલના ઘરે પહોંચ્યા છે. આ નેતામાં લલિત કથગરા, લલિત વસોયા અને કિરીટ પટેલનો સમાવેશ છે.

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલના અનશનને લઇને સમગ્ર ગુજરાતમાં ઉતેજનાપૂર્ણ માહોલ સર્જાયો છે. આજે હાર્દિક પટેલના નિવાસસ્થાને પહોંચવા માટે નીકળેલા પાટીદાર યુવકોને પોલીસે માર્ગમાં જ શોધી-શોધીને અટકાયતમાં લીધા હોવાના બિનસત્તાવાર સમાચારો સાંપડ્યા છે. ચોટીલા, ઉત્તર ગુજરાત, પંચમહાલ વગેરે વિસ્તારોમાંથી હાર્દિક પટેલના નિવાસસ્થાને પહોંચવાનો પ્રયાસ કરનારાઓને પોલીસ શોધી શોધીને અટકાયતમાં લઇ રહી છે. ટૂંકમાં હાર્દિક પટેલના અનશન પર સમગ્ર ગુજરાતની શાંતિનો આધાર જણાય રહ્યો છે.

પોલીસ તંત્ર દ્વારા પાસ સમર્થકોને હાર્દિકના સમર્થનમાં જતાં રોકવા માટે સૌરાષ્ટ્રભરમાં પાસના કન્વીનરો, સહકન્વીનરો વગેરેને નજર કેદ કરવાનો દોર શુક્રવાર તા.24 ઓગસ્ટ 2018થી જ શરૂ થઇ ગયો હતો. પાસના કાર્યકરો દ્વારા હાર્દિક સુધી પહોંચવા ગેરિલા પધ્ધતિ અપનાવવામાં આવે તેવા નિર્દશો મળે છે. અંદાજે એકાદ હજાર સૌરાષ્ટ્રીયન પાટીદાર તો અમદાવાદ પહોંચી ગયા હોવાનું જાણવા મળે છે. રક્ષાબંધનને દિવસે હાર્દિકને રાખડી બાંધવા ર૦૦ જેટલી પાટીદાર બહેનો સૌરાષ્ટ્રમાંથી હાર્દિકને રાખડી બાંધવા પહોંચશે.

પાસના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ હાર્દિકના ઉપવાસના સમર્થનમાં ગુજરાતભરમાથી પાસના કાર્યકરો સમર્થનમાં ઉમટી પડવા હાકલ થતાં જ સૌરાષ્ટ્રના ગામે ગામથી પાસના કાર્યકરોની ફોજે કેસરિયા કર્યા છે. સેંકડો કાર્યકરોએ  અમદાવાદ પહોંચવા તેમના નામ નોંધાવી દીધા છે. પોલીસ છૈલ્લી ઘડીએ અટકાયતી પગલા લેશે એવી દહેશત સાથે જ પાસના વ્યુહ મુજબ સૌરાષ્ટ્રના અંદાજે એક હજાર  જેટલા કાર્યકરો તો અમદાવાદ અને અમદાવાદની આસપાસ પોહંચી પણ ગયા હોવાનું જાણવા મળે છે.