CIA ALERT

ગુજરાત Archives - Page 150 of 158 - CIA Live

October 2, 2018
HARDIK_kalsaria.jpg
1min6040
  • ખેડૂતોને દેવા માફી
  • પાટીદારોને અનામત
  • રાજદ્રોહને કેસમાં ધરપકડ કરવામાં આવેલા પાસના કન્વિનર અલ્પેશ કથિરીયાની જેલમુક્તિની માગ

HARDIK

19 દિવસના ઉપવાસ પછી બેંગાલુરુમાં નેચરોપથીની સારવાર દીધા બાદ ફરી એકવાર પાસ કન્વીનર હાર્દિક પટેલ મેદાનમાં આવી ચૂક્યા છે. હાર્દિક પટેલે તા.2જી ઓક્ટોબર 2018ને ગાંધી જયંતીથી ફરી એકવાર ઉપવાસની શરૂઆત કરી છે. મોરબીના બગથળા ગામેથી હાર્દિક પટેલે પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે. ખેડૂતોને દેવા માફી, પાટીદારોને અનામત અને રાજદ્રોહને કેસમાં ધરપકડ કરવામાં આવેલા પાસના કન્વિનર અલ્પેશ કથિરીયાની જેલમુક્તિની માગ સાથે હાર્દિક પટેલે પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે.

HARDIK1

હાર્દિક પટેલના પ્રતીક ઉપવાસ આંદોલનમાં પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયા પણ હાજર રહ્યા હતા. તો હાર્દિક પટેલના પ્રતીક ઉપવાસમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો પણ જોડાયા હતા. ઉપવાસ શરૂ કરવાની સાથે હાર્દિક પટેલે કહ્યું,’મે આ લડાઈને ક્રાંતિ અને અહિંસાના માર્ગે ચલાવવાનો સંકલ્પ લીધો છે. આ કાર્યક્રમને રાજ્યના દરેક તાલુકાઓ સુધી લઈ જવામાં આવશે.’

October 2, 2018
gir_lion.jpg
1min5370
ગીર અભ્યારણ્યમાં ગીર પૂર્વ વનવિભાગ હેઠળના દલખાણિયા રેન્જના સરસીયા વીડીના સમરડી વિસ્તારમાં વસતા ર૧ ગીર કેસરીની ડણક કાયમ માટે શાંત બની ગયાની વનતંત્રએ સોમવારે નફ્ફટ કબૂલાત આપી હતી. ૧૯ સપ્ટેમ્બર 2018 થી ૧ ઓકટોબર 2018 એટલે કે ૧ર દિવસમાં ર૧ સિંહોના રામ રમી ગયા છે. ગીર જંગલના ઇતિહાસમાં ટૂંકાગાળામાં ર૧ સાવજોનું ગ્રુપ આખે આખું ઇન્ફેકશન અને ઇનફાઇટમાં મોતના મુખમાં ધકેલાઇ ગયાનો વનવિભાગે એકરાર કર્યો છે.
દલખાણિયા રેન્જ હેઠળના સરસીયા વીડી પાસેના સમરડી વિસ્તારમાં ટહેલતા ર૧ ડાલામથ્થાઓનું જૂથ ૧ર દિવસના ટૂંકાગાળામાં તરફડીને મોતને ભેટયા હતા. વનવિભાગે ર૦ સપ્ટેમ્બરે ૧૧ સિંહોના મોત થયાનું જાહેર કર્યુ હતું.
ત્યારબાદ આ ગ્રુપના અન્ય સિંહોને સારવાર માટે જશાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડાયા હતા. જયાં સારવાર દરિમયાન 30 સપ્ટેમ્બર 2018 સુધીમાં ૧૬ સાવજોની ગર્જના કાયમી માટે શાંત બની ગઇ હતી. દરમિયાન તા.30મી સપ્ટેમ્બર 2018ના રોજ વનવિભાગે ૧૯ સપ્ટેમ્બરથી થી ૧ ઓકટોબર દરમિયાન ર૧ સિંહોના મોત થયાનું નફ્ફટ કબૂલાત કરી હતી. તા.1લી ઓક્ટોબર 2018ના રોજ સિંહ-સિંહણ અને સિંહ બાળ મળી ર૧ના મોત થયાની જાહેરાત કરી હતી.
બીજી બાજુ જશાધાર રેન્જમાં સારવાર હેઠળ રહેલા અને મોતને ભેટેલા ૪ ડાલામથ્થાના મૃતદેહમાંથી વાયરસ મળી આવ્યા હતા. જેની ચકાસણી માટે એફએસએલમાં મોકલાયા છે. દલખાણિયા વિસ્તારના ટહેલતા ૭ સિંહોના સમરડી વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યા હતા. જયારે ૧૪ સિંહના જશાધાર રેન્જમાં સારવાર દરમિયાન મોત થયાનું સોમવારે વનવિભાગે સ્વીકાર્યુ હતું.
September 26, 2018
garlic-1.jpg
1min8740
  • 3 વર્ષ અગાઉ જે લસણ રૂ.1500થી 1700 રૂપિયે મણ ખેડૂતો વેચતા હતા એ હવે ફક્ત રૂ.60 મણે ગુજરાતમાં વેચાયું, ખેડૂતો પાયમાલ થઇ ગયા
  • એક તરફ નિકાસ બંધ અને બીજી તરફ લસણમાં પણ ચાઇનીઝ ઘૂસપેઠ, ખેડૂતોને લસણના પોષણક્ષમ ભાવથી વંચિત રાખે છે

જયેશ બ્રહ્મભટ્ટ   98253 44944

જગતના તાત ગણાતા ખેડૂતોની હાલત સુધરતી નથી. ખેડૂતાને પાકના પોષણક્ષમ ભાવ પણ મળતા નથી. ખેડૂતોએ કાળી મજૂરી કરીને લસણનો પાક તૈયાર કર્યો પણ લસણને માર્કેટમાં વેચવા માટે લાવતા જ ભાવ ગગડીને તળિએ બેસી ગયા. એક વીઘા જમીનમાં લસણ વાવવાથી ખાતર, બિયારણ, જંતુનાશક દવા, મજૂરી બધુ મળીને પચ્ચીસ-ત્રીસ હજાર ખર્ચ થાય. તેની સામે વીઘે 30 હજાર ઉત્પાદન-ખર્ચવાળા લસણનો ભાવ પ્રતિમણ રૂ.60 રૂપરડી જેવો તળિયે જઇ બેઠો છે. ખેડૂતોનું કહેવું છે કે વળતર તો દૂર, વિઘા-દીઠ કેટલા હજાર નુકસાન ખમવું પડશે એની જ હવે તો ચિંતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણેક વર્ષથી લસણનો ભાવ સાવ તળિયે બેસી ગયો છે. લસણની માગ તો વધી રહી છે ત્યારે લસણનો ભાવ વધવાને બદલે સાવ તળિયે બેસી ગયો છે. ખેડૂતોને લસણનો યોગ્ય ભાવ મળતો નથી જેથી જગતના તાતને રડવાનો વારો આવ્યો છે. લસણનો ભાવ સતત ઘટી રહ્યો છે ત્યારે ખેડૂતોને એક કિલો લસણના માત્ર 75 પૈસા મળી રહ્યાં છે. ખેડૂતોને મણે 150 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. લસણનો ભાવ વધવાને બદલે સાવ તળિયે કેમ બેસી ગયો છે.

સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, જામનગર, અમરેલી જિલ્લા સહિત અનેક સ્થળે લસણની ખેતી થાય છે. વર્ષ 2015-16માં દેશી લસણના ભાવ મણના રૂા.1400 હતા, તેની સામે તા.25મી સપ્ટેમ્બર 2018ના રોજ રાજકોટ યાર્ડમાં રૂા.60થી 275ના ભાવે સોદા થઈ રહ્યાં છે. આ અંગે ખેડૂતો કહે છે કે છેલ્લાં બે વર્ષથી લસણમાં પ્રત્યેક ખેડૂતે હજારો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કેમ કે નિકાસ બંધ અને ઉપરથી સ્થાનિકો સારા ઉત્પાદન છતાં ચાઇનીઝ લસણની ઘૂસપેઠ અને બન્ને પરિબળ નડી રહ્યા છે. અમને બધું થઈને લસણ એક કિલોના 10થી 15 રૂપિયે પડે છે જ્યારે તેની સામે અમને કિલો લસણનાં માત્ર 75 પૈસા જ મળે છે.

September 22, 2018
gujcmdcm.jpg
1min5500

ગુજરાતમાં ખેડૂતો અંગેની નીતિ ઘડવામાં રાજ્યની ભાજપા સરકાર સદંતર નિષ્ફળ નિવડી રહી છે અને જે પણ કરી રહી છે એની ભારોભાર ટીકાઓ થઇ રહી છે. તાજેતરમાં રાજ્ય સરકારે ખેડૂતોને અકસ્માત મોતના કિસ્સામાં રૂ.2 લાખનું વળતર આપવાની કરેલી જાહેરાતના ઉલ્ટા પ્રત્યાઘાત પડ્યા છે. ખેડૂતોએ એવી ટીકા કરી છે કે લઠ્ઠાકાંડમાં દારૂ પીને મોતને ભેટનારાઓને રૂ.4 લાખ આપતી સરકાર ખેડૂતોને મોતના બદલામાં રૂ.2 લાખ આપવાનું કેવી રીતે વિચારી શકે.

ગુજરાતમાં ધારાસભ્યોના તોતિગ પગાર વધારાના બીજા દિવસે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ખેડૂતોને અકસ્માતે મોત માટેની રૂ. એક લાખની સહાયને વધારીને રૂ. બે લાખ કરવાની કરેલી જાહેરાતના રાજ્યભરમાં અવળા પ્રત્યાઘાતો પડ્યા છે. લઠ્ઠાકાંડમાં મરી જાય એને રૂ. ચાર લાખ મળે છે. જ્યારે ખેડૂતોને મૃત્યુ બાદ બાદ બે લાખ આપવાની વાત સરકાર કરે છે એવો સૂર ઠેર ઠેર ઊઠી રહ્યો છે તેમ જ સોશિયલ મીડીયામાં પણ સરકારની ઠેકડી ઉડાવતા મેસેજોનો મારો ચાલી રહ્યો છે ત્યારે રાજકોટના ખેડૂતોએ શાકભાજીના પુરતા ભાવ ન મળતા ચક્કાજામ કરીને રોડ પર પડેલા ખાડાઓમાં શાકભાજી ભરીને તેને પૂરવાનો અનોખો વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો. તેમ જ નીતિન પટેલની જાહેરાતને ખેડૂતોની ગંભીર મજાક હોવાનું જણાવ્યું હતું.

ખેડૂતો આક્રમક બનતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને મહામહેનતે સમજાવટથી ખેડૂતોને શાંત કરી ટ્રાફિક પૂર્વવત્ કરાવ્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર ખેડૂતોને શાકભાજીના પૂરતા ભાવ ન મળતા મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાવનગર હાઇવે પર અનોખો વિરોધ કર્યો હતો. મહીકા ગામના પાટિયા પાસે રોષે ભરાયેલા ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને અનોખી રીતે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. ગ્રુપ અને ખેડૂતોએ રસ્તા પર શાકભાજી ફેંકી હાઇ-વે પર ચક્કાજામ કર્યો હતો. તેમજ રસ્તા પરના ખાડા પણ શાકભાજીથી બૂરી દીધા હતા.

September 21, 2018
gspc.jpg
1min12270

Jayesh Brahmbhatt   98253 44944

ગુજરાતમાં જાહેર સાહસો એટલે કે પબ્લિક સેક્ટર યુનિટ્સ કે જેનો વહીવટ રાજ્ય સરકાર કરી રહી છે એ એકમોએ 18 હજાર કરોડથી વધુની જંગી ખોટ કરી છે. એક તરફ રાજ્ય સરકારની તિજોરી તળીયા ઝાટક છે, દેવું વિક્રમી રીતે વધી ગયું છે અને બીજી તરફ આવા ખોડંગાતા પબ્લિક સેક્ટર યુનિટમાં રાજ્ય સરકાર દ્વારા નાંખવામાં આવતા રૂપિયા નિરર્થક બની રહ્યા છે. એકલા જીએસપીસી ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (જીએસપીસી)ની ખોટ જ રૂ.17 હજાર કરોડથી વધુની રકમને પાર કરી ગઇ છે. આ કોઇ આક્ષેપબાજી કે પોલિટીકલ સ્ટેટમેન્ટ નથી પણ ક્રોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) દ્વારા તેના રિપોર્ટમાં ગુજરાતના પબ્લિક સેક્ટર્સના નફા નુકસાનનું સરવૈયુ કાઢવામાં આવ્યું છે તેના પરથી મળેલી વિગતો અત્રે પ્રસ્તુત છે.

ગુજરાતમાં કયા જાહેર સાહસોએ કેટલી ખોટ કરી

રાજ્ય સરકાર હસ્તકના કુલ 77 પબ્લિક સેક્ટરના એકમોમાંથી 14 પીએસયુ (પબ્લિક સેક્ટર યુનિટ) (સરકારી સાહસો) એ ₹18,412.39 કરોડની ખોટ કરી છે. ખોટ કરનારા 14 પીએસયુમાં સૌથી મોટો ફાળો ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (જીએસપીસી)નો છે.

પીએસયુની ₹18,412 કરોડની ખોટમાં જીએસપીસીનો ₹17,061 કરોડનો ફાળો છે. ત્યાર બાદ સરદાર સરોવર નિગમ લિમિટેડની ખોટ ₹973 કરોડ, ગુજરાત એસટી નિગમની ₹184 કરોડ, ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશનની ખોટ ₹117 કરોડ છે. જે સરકારી નિગમોની કુલ ખોટ ₹18,412 કરોડ થઈ છે તેમાં જીએસપીસીનો હિસ્સો 92 ટકા છે. જીએસપીસીનું ₹20,000 કરોડનું કૌભાંડ કેગના રિપોર્ટ દ્વારા છતું થાય છે.

ગુજરાતમાં કયા જાહેર સાહસોએ કેટલો નફો કર્યો

ગુજરાતના 55 પીએસયુએ ₹3,647.96 કરોડનો નફો કર્યો છે. વર્ષ 2016-’17ના ફાઇનલાઇઝ્ડ એકાઉન્ટ્સ પરથી કેગે હાથ ધરેલા પરફોર્મન્સ ઓડિટમાં આ વિગતો બહાર આવી છે. કેગના રિપોર્ટમાં જે નોંધવામાં આવ્યું છે તેમાં રાજ્ય સરકારના સૌથી વધુ નફો મેળવનારા જાહેર સાહસ એકમોમાં ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ છે જેણે ₹737.79 કરોડનો નફો કર્યો છે. ત્યાર બાદ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે ₹445 કરોડનો નફો, ગુજરાત ગેસ લિમિટેડે ₹303.33 કરોડ, ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશને ₹293.38 અને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડનો નફો 284.79 કરોડ છે.

2016-17માં પીએસયુમાં કુલ રોકાણ રૂ.દોઢ લાખ કરોડ

વર્ષ 2012-’13માં સ્ટેટ પીએસયુમાં કુલ ₹1,02,689 કરોડનું રોકાણ થયું હતું જે વધીને 2016-’17માં ₹1,49,499 કરોડ થયું છે. વર્ષ 2012-’13થી 2015-’16 દરમિયાન રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ 4.95થી 6.82 ટકા રહ્યું છે. તેવી જ રીતે સ્ટેટ પીએસયુની જાહેર ઇક્વિટી વર્ષ 2012-’13માં ₹59,130 કરોડ હતી તે વધીને 2016-’17માં ₹85,112 પહોંચી છે.

2012-’13થી 2015-’16 સમયગાળા દરમિયાન રિટર્ન ઓન ઇક્વિટી 0.27 ટકાથી વધીને 4.53 ટકાની વચ્ચે રહી છે. એસટી નિગમ અંગે રિપોર્ટમાં કેગે ટિપ્પણી કરી હતી કે નિગમનું આંતરિક કંટ્રોલ મિકેનિઝમ નબળું છે. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ઓડિટનાં તારણોમાં આ નિગમે 2012-’16માં ખોટ નોંધાવી છે. કંપનીની મોટા ભાગની આવક ફર્ટિલાઇઝરના વેચાણમાંથી આવી હતી, ગુજરાત એગ્રો કંપની પાસે એક્સ્પાયર્ડ ફર્ટિલાઇઝરના નાશ કે નિકાલ માટે કોઈ મેનેજમેન્ટ કે સિસ્ટમ ન હતી જે પર્યાવરણીય કાયદાનો ભંગ પણ કરે છે.

જીએસપીસીએ ભારત સરકારના પેટ્રોલિયમ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ પાસે ₹2.97 કરોડના વિલંબિત પેમેન્ટ બાબતે નીકળતાં નાણાં લેવાની કોઈ દરકાર રાખી ન હતી. તેવી જ રીતે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડે તેનાં નાણાં બ્લોક હોવા છતાં જમીન હસ્તગત કરવાના નિર્ણયો લીધા હતા, સાબરમતી ગેસ લિમિટેડે યોગ્ય કેટેગરાઇઝેશન ન કરી શકવાને કારણે ₹58 લાખની રેવન્યુ ગુમાવી હતી. આઇડીસીએ તેના પ્લોટધારકોને ફાળવાયેલા પ્લોટ ઉપરાંત વધારાના પ્લોટ માંગતાં તેમને ફાળવ્યાનો નિર્ણય જે ગેરવાજબી કન્સેશનના ₹2.97 કરોડ અપાયું છે.

You can download from Google play store too

September 20, 2018
government_gujarat.jpg
1min6440

સરકારે છેલ્લાં બે વર્ષમાં દેવા પાછળ રૂ. 33265 કરોડ વ્યાજપેટે ચૂકવ્યા

ભાજપ શાસિત ગુજરાત સરકારના દેવામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. જુલાઈ, 2018ની સ્થિતિએ ગુજરાતનું બાકી જાહેર દેવું રૂપિયા 2.17 લાખ કરોડને વટાવી ગયું હતું.

સરકારે છેલ્લાં બે વર્ષમાં દેવા પાછળ રૂ. 33265 કરોડ વ્યાજપેટે ચૂકવ્યા છે. ગુજરાતની હરણફાળ ગતિને લીધે ગુજરાત વધુને વધુ દેવાદાર બનતું જાય છે. ગુજરાત વિધાનસભામાં પુછાયેલા લેખિત પ્રશ્ર્નના પ્રત્યુત્તરમાં નાણાપ્રધાને જણાવ્યું હતું કે, તા. 31-7-2018ની સ્થિતિએ 2017-18ના વર્ષના સુધારેલા અંદાજ મુજબનું દેવું રૂપિયા 2,17,338 કરોડને વટાવી ગયું હતું.

છેલ્લા બે વર્ષમાં દેવામાં રૂ. 36595 કરોડનો વધારો થયો છે જેમાં વર્ષ 2016-17માં રૂ. 18595 કરોડ અને વર્ષ 2017-18માં રૂ. 18000 કરોડનો વધારો થયો હતો. ગુજરાત સરકારે છેલ્લાં બે વર્ષમાં વ્યાજપેટે રૂ. 33265 કરોડ ચૂકવ્યા છે જેમાં વર્ષ 2016-17માં રૂ. 16087 કરોડ અને વર્ષ 2017-18માં 17178 કરોડ ચૂકવ્યા હતા. જ્યારે મુદલમાં વર્ષ 2016-17માં રૂ. 9073 કરોડ અને વર્ષ 2017-18માં રૂ. 13701 કરોડ ચૂકવ્યા હતા.

September 19, 2018
gemguj.jpg
1min8420
  • મહાત્મા મંદિર ખાતેથી ૬ સપ્તાહ માટે ગવર્નમેન્ટ ઇ-માર્કેટ પ્લેસ લોન્ચ કરવામાં આવ્યું
  • રાજ્યમાં વર્ષ ૨૦૧૮માં ૯૦૧ પ્રાઇમરી, ૨૦૦૩ સેકન્ડરી ખરીદદારો અને ૩૩૨૧ વેચાણકારોએ નોંધણી કરાવી : કુલ રૂા.૨૪૬ કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન કરાયા

 

રાજ્ય સરકારના તમામ વિભાગો હવેથી કોઇપણ ખરીદી ગવર્નમેન્ટ ઇ-માર્કેટ પ્લેસ GeM  દ્વારા કરશે તેમ, આજે મહાત્મા મંદિર ખાતેથી ૬ સપ્તાહ માટે GeM ના લોન્ચિંગ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી જે.એન.સિંગે જણાવ્યું હતું. GeM ના પ્લેટફોર્મ સિવાય કોઇપણ વસ્તુની ખરીદી કરવાની જરૂરિયાત જણાશે તો તે અંગે જે તે વિભાગે ઉદ્યોગ વિભાગ પાસે તે અંગેની મંજૂરી લેવી પડશે. જેટલા વધુ ખરીદનાર અને વેચનાર આ GeM માં જોડાશે તેટલું આ પ્લેટફોર્મ સફળ થશે જેથી તેને પ્રાધાન્ય આપવું જરૂરી છે તેમ મુખ્ય સચિવશ્રીએ ઉમેર્યુ હતું.

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગર્વમેન્ટ ઈ-માર્કેટપેલેસ (GeM) બાબતે જાગૃત્તિ ફેલાય તેવા ઉદ્દેશથી સમગ્ર દેશમાં 6 સપ્ટેમ્બર થી 17 ઓક્ટોબર સુધી ઝુંબેશ હાથે ધરવામાં આવી છે. જેમાં વર્કશોપ, રોડ-શો, ઈવેન્ટ્સ અને અન્ય માહિતી, શિક્ષણ અને સંચારની પ્રવૃત્તિઓ સહિત ખરીદદારો અને વેચાણકારોની નોંધણીનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે GeM ના CEO શ્રી રાધા ચૌહાણે GeM અંગેની વિગતો રજૂ કરીને તેનાથી થનારા ફાયદા જણાવ્યા હતા. GeM ના પ્લેટ ફોર્મ થકી સરકારી વિભાગોને ખરીદીમાં પારદર્શિતા અને ઝડપ આવશે તેમ પણ તેમણે કહ્યુ હતું.

શ્રીમતી રાધા એસ ચૌહાણે જણાવ્યું કે, જાગરૂકતાના સમયગાળા દરમિયાન જી.આઇ.એમ. પર કેન્દ્રીય, રાજ્ય અને સ્થાનિક એજન્સીઓ દ્વારા ઑન-બોર્ડિંગ અને ખરીદીમાં વધારો કરવા માટે ગ્રાહક નોંધણી ડ્રાઇવ પણ લોંચ કરવામાં આવી છે. વધારાના વર્ગોમાં ઑન-બોર્ડિંગ માટે વિક્રેતા રજિસ્ટ્રેશન ડ્રાઇવની પણ શરૂઆત થઈ રહી છે. અને તેમણે એમ પણ જણાવ્યું કે કેન્દ્રીય પ્રધાનો, રાજ્યો અને તેમની એજન્સીઓ, સરકારી કચેરીઓ સહિત, જીઈએમ પર ઑન-બોર્ડિંગ માટે કી વિક્રેતાઓની સૂચિને શેર કરવા સાથે કાર્યરત કરવામાં આવશે. શ્રી રાધા ચૌહાણે ઉપસ્થિત અધિકારી અને વેપારીઓના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપી તમામને GeM ની પદ્ધતિ અંગે માહિતગાર કર્યા હતા.

GeM નો મુખ્ય ઉદ્દેશ કોમન ગુડ્ઝ એન્ડ સર્વિસ માટેની સુવિધાઓ વન-સ્ટોપ ઓનલાઈન માર્કેટ પ્લેસ પૂરી પાડવાનો છે. GeMનો ઉદ્દેશ સરકારી પદ્ધતિઓને સંપૂર્ણપણે પારદર્શી બનાવવાનો અને તેની કાર્યક્ષમતામાં વધારો કરવાનો છે. અહિં તમામ ટ્રાન્ઝેક્શન સલામત અને સુરક્ષિત રહે છે.

કોમર્સ અને ઈન્ડસ્ટ્રીઝ મિનિસ્ટરશ્રી સુરેશ પ્રભુએ આ ઝુંબેશને વિશે જણાવ્યું હતું કે,  GeM ના ઉપયોગથી ઓછા દરે, ઓછા સમયમાં વધારે સારી ગુણવત્તા પ્રાપ્ત થશે. જેનો મુખ્ય ઉદ્દેશ જટીલ પદ્ધતિઓની સામે પબ્લિક પ્રોક્યોરમેન્ટનું સરળીકરણ કરવાનો છે.

અત્યાર સુધીમાં ગુજરાતમાં 901 પ્રાઈમરી અને 2003 સેકન્ડરી ખરીદદારો અને 3640 વેચાણકારો અને સર્વિસ પ્રોવાઈડર્સ દ્વારા ઓનલાઈન પરચેઝ માટે રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. 17 સપ્ટેમ્બર સુધીમાં 3321 વેચાણકારો દ્વારા કુલ રૂ. 246.53 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન પણ કરવામાં આવ્યા છે.

આ આખી પ્રક્રિયા દ્વારા કેન્દ્ર સરકારના મીનીમમ ગવર્નમેન્ટ, મેક્સીમમ ગવર્નન્સના સૂત્રને સાચા અર્થમાં સાકાર કરવા માટે જાહેર વહીવટમાં ભ્રષ્ટ્રાચાર બંધ થાય તેમજ પારદર્શીતા વધારવાનો છે. આ ઉપરાંત ડિઝીટલ ઈન્ડિયાના ઉદ્દેશ કેશલેશ, કોન્ટેક્ટલેસ, પેપરલેસ ટ્રાન્ઝેક્શન વધારવાનો ઉદ્દેશ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી ૨૦૧૬માં વડાપ્રધાનશ્રી દ્વારા વિવિધ સરકારી વિભાગો/સંગઠનો/ પીએસયુ માટે સામાન્ય વપરાશના માલ અને સેવાઓની ઓનલાઈન પ્રાપ્તિની સુવિધાને આવશ્યક બનાવવા માટે જીઈએમ એસપીવી વન-સ્ટોપ ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (જીઈએમ) સ્થાપવાનું નક્કી કરાયું હતું. જીઇએમ મારફતે ખરીદી દ્વારા સામાન્ય નાણાકીય નિયમોમાં નવાો નિયમ નંબર ૧૪૯ ઉમેરીને નાણા મંત્રાલય દ્વારા સરકારી યુઝરને અધિકૃત અને ફરજિયાત બનાવવામાં આવ્યા છે.

ઉદ્યોગ કમિશનર શ્રી મમતા વર્માએ સ્વાગત પ્રવચન કર્યુ હતું તેમજ એડિશનલ કમિશનર શ્રી એચ.જે. વ્યાસે આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે રાજ્ય સરકારના તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ,ઉદ્યોગપતિઓ, વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને GeMની પ્રક્રિયા અંગે માહિતી મેળવી હતી.

September 19, 2018
gujcmdcm.jpg
1min6710

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના આજે પ્રથમ દિવસે સરકારને ઘેરવા માટે કૉંગ્રેસે ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કર્યું હતું. કૉંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરોએ વિધાનસભા તરફ કૂચ કરી હતી. જેની સામે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે ગુજરાતના ખેડૂતો માટે અમારી સરકારે ઘણાં મહત્ત્વના કાર્યો કર્યા છે. અને હાલ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હોવાથી બે દિવસ બાદ ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું.

ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વિધાનસભામાં કૉંગ્રેસ જુદા જુદા વિષયો પર વિરોધ કરે છે. ખેડૂતોનું નામ આગળ કરી કૉંગ્રેસ ભાજપનો વિરોધ કરી રહ્યું છે. અમારી કામગીરી સામે કૉંગ્રેસ ભૂતકાળની સરખામણી કરે. અમે 22 વર્ષમાં એક પણ વખત ખેડૂતો પર લાઠીચાર્જ કે ગોળીબાર કર્યો નથી. જ્યારે કૉંગ્રેસે ખેડૂતોની રેલી પર અત્યાચાર કર્યા હતા. કૉંગ્રેસે ખેડૂતોને અત્યાચાર સિવાય કશું આપ્યું નથી. કૉંગ્રેસે દાયકાઓ સુધી શાસન કર્યું પણ નર્મદા યોજના મામલે કંઈ કર્યું નથી. સૌરાષ્ટ્રના છેવાડાના ગામ સુધી અમે પાણી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. હાલ ખેડૂતોને મહત્તમ પાણી પહોંચે તેવા અમારા પ્રયત્નો રહ્યાં છે. ડ્રીપ ઈરિગેશન પદ્ધતિમાં 70થી 80 ટકા સબસિડી ખેડૂતોને આપી છે. કૉંગ્રેસને સાચી રીતે ખેડૂતોના પ્રશ્ર્ન ઉકેલવામાં રસ નથી પરંતુ કઈ રીતે રાજકીય લાભ લઈ શકે તે જ તરફ કામ કરે છે. તેઓ આવું કરીને રાજ્યની શાંતિ ડહોળી રહ્યાં છે.

September 18, 2018
balwan.jpeg
1min8480

એ દિવસ હતો 18મી સપ્ટેમ્બર, 1965નો અને શહીદ થયા હતાં બળવંતરાય મહેતા કે જેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતાં. આજે તેમનો 49મો શહીદી દિવસ છે. એપ્રિલ-1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ છેડાયુ હતું અને સપ્ટેમ્બર-1965 સુધી ચાલ્યુ હતું. યુદ્ધ દરમિયાન પાકિસ્તાન સાથે જોડાયેલી દરેક સરહદે સૈન્યનો ધમધમાટ ચાલતો હતો. તેમાં ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલી પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદે પણ સેના પાકિસ્તાન સામે યુદ્ધે ચડી હતી. યુદ્ધ તો ભારત જીતી ગયું. પરંતુ આ યુદ્ધે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન છીનવી લીધા

ઘટના 1965ની છે. આઝાદીના 18 વર્ષ બાદ 1965માં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન સામસામે હતા. 1965ના એપ્રિલ મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયેલું હતું. સરહદો સળગતી હતી. હજી આઝાદી બાદ દેશ ધીરે ધીરે સ્થાયી થઈ રહ્યો હતો. ત્યારે અપલખણું પાકિસ્તાન સરહદ પર કાંકરીચાળો કરતું હતું. જે સ્થિતિ વકરતા યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ યુદ્ધ તો ભારત જીતી ગયું. પરંતુ આ યુદ્ધે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન છીનવી લીધા.

એપ્રિલ 1965થી શરૂ થયેલું યુદ્ધ સપ્ટેમબર 1965 સુધી ચાલ્યુ હતું. સરહદ પર સૈનિકો પાકિસ્તાનને પરાસ્ત કરવા લડી રહ્યા હતા. ત્યારે કચ્છની પાકિસ્તાન બોર્ડર પર પણ સૈનિકોની બંદૂકો અને તોપો ધણધણી રહી હતી.  સરહદી રાજ્ય હોવાને કારણે ગુજરાત પણ અસરગ્રસ્ત હતું. એટલે તત્કાલીન સીએમ બળવંતરાય મહેતાએ સૈનિકોનો જુસ્સો વધારવા કચ્છ બોર્ડર જવાનું નક્કી કર્યું. 18 સપ્ટેમ્બર, 1965ના રોજ બળવંતરાય મહેતા પત્ની સરોજિની મહેતા સાથે કચ્છની મુલાકાત માટે નીકળ્યા. બરાબર આ જ સમયે પાકિસ્તાનના મેરીપુર એરબેઝ પરથી એક પાકિસ્તાની ફાઈટર જેટ પણ ટેક ઓફ થયું. આ ફાઈટર જેટના પાઈલટ હતા કૈસ મઝહર હુસૈન. જેમને ભારતની સરહદ નજીક ઉડી રહેલા પ્લેનની બાતમી મેળવવાનું કામ સોંપાયું હતું. BBC Radioને આપેલા એક ઈન્ટરવ્યુમાં કેન્સે કહ્યું હતું,’ ટેક ઓફ બાદ રડાર સ્ટેશનથી મને 20 હજાર ફૂટની ઉંચાઈ પર ઉડવાની સલાહ અપાઇ હતી. આ જ ઉંચાઈ પર હું ફાઈટર જેટ લઈ ભારતીય સરહદમાં પણ ઘૂસ્યો. ત્રણ ચાર મિનિટ બાદ મને નીચે આવવા કહેવાયું. 3 હજાર ફૂટની ઉંચાઈ પર મને એક ભારતીય જેટ દેખાયું, જે ભૂજ તરફ જઈ રહ્યું હતું. જો કે સિવિલિયન એરક્રાફ્ટ હોવાથી મેં તેના પર ફાયરિંગ ન કર્યું અને કંટ્રોલરને જાણ કરી. જો કે કંટ્રોલરે પણ તાત્કાલિક આદેશ ન આપ્યો’ . કેન્સ કહે છે કે, ‘જ્યારે મેં જહાજને ઈન્ટરસેપ્ટ કર્યું તો પાઈલટે પ્લેનની બંને વિંગ્સ હલાવવાની શરૂઆત કરી. સાંકેતિક રીતે તેનો અર્થ થાય છે કે અમને જવા દો. આ દરમિયાન થોડીવાર રહીને મને તે પ્લેનને શૂટ કરવા ઓર્ડર મળ્યા. પરંતુ એક સિવિલિયન પ્લેનને ટાર્ગેટ કરવા માટે હું સજ્જ નહોતો.હું હજુ પણ અસમંજસમાં હતો, પરંતુ કંટ્રોલરનો આદેશ માન્યા વગર છૂટકો નહોતો આખરે 100 ફૂટ દૂરથી મેં ફાયર કર્યું. અને ગણતરીની સેકન્ડમાં પ્લેન સીધું જમીન પર પછડાયું.’

(તસ્વીરમાં ડાબેથી પાઇલોટના યુનિફોર્મમાં પાકિસ્તાની પાઇલોટ કે જેણે ગુજરાતના મુખ્યમંત્રીનું વિમાન તોડી પાડ્યું હતું)

‘શેષ’ નામના આ વિમાનમાં સવાર બળવંતરાય મહેતા સાથે પ્લેનમાં પત્ની સરોજિની ઉપરાંત પાયલટ એમ.જે એન્જિનિયર સહિત 9 જણા મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે જ પાકિસ્તાની એરફોર્સના વિમાને આ પ્લેન પર હુમલો કર્યો. આ હુમલો એટલો જબરજસ્ત હતો કે પ્લેન ક્રેશ થયું. અને ગુજરાતના તત્કાલીન સીએમ બળવંતરાય મહેતા સહિત તમામ 9 મુસાફરો શહીદ થઈ ગયા.

You can find us on Google Play store too

September 12, 2018
blend.jpg
1min12800
Jayesh Brahmbhatt 98253 44944
રાજ્યમાં આવેલી દારુની કાયદેસરની દુકાનો એટલે કે પરમીટ લિકર શોપમાં છેલ્લા કેટલાય દિવસોથી જુદી જુદી જાતના દારુની ગંભીર અછત વર્તાય રહી છે. પરમિટ હોલ્ડરને દારુ ખરીદવા માટે પહેલા જે પ્રકારની ચોઇશ મળતી હતી તેને બદલે હવે બે-પાંચ બ્રાન્ડ પૈકી જે બ્રાન્ડ હાજર હોય તો બ્રાન્ડ લઇને ચાલતી પકડવી પડે છે. આનું કારણ દારુ બનાવતી ડિસ્ટલરીઓ, કંપનીઓ દ્વારા ગુજરાતની પરમિટ શોપમાં દારૂનો સપ્લાય બંધ કરી દીધો હોવાનું જાણવા મળે છે. એક તરફ
(1) રાજ્ય સરકારે નવી પરમિટ આપવાનું બંધ કરી દીધું છે
(2) જુની પરમિટ રિન્યુ કરવાનું બંધ કરી દીધું છે
(3) દારુની દુકાનો પર પ્રાઇશ ટેગ લખ્યા વગરની બોટલો વેચવાનું બંધ કરાવી દીધું છે અને
(4) દારુની દુકાનોમાં વેચાતી જુદી જુદી બ્રાન્ડ માટેની બોટલનો લઘુત્તમ ભાવ નક્કી થઇ શકે તે સબબની ફાઇલને મંજૂરી આપવાનું કામ વિલંબમાં નાંખ્યું છે.
આવા કારણોસર ગુજરાતમાં કાયદેસર રીતે પરમિટ લઇને દારુ પીનારા લોકો માટે મુસિબતોનો પાર રહ્યો નથી. બીજી તરફ રાજ્ય સરકાર એવું આશ્વાસન લઇ રહી છે કે તેઓ ગુજરાતમાં દારુબંધીનો ચૂસ્ત અમલ કરી રહ્યા છે. હકીકત એ છે કે જે રાજ્યોમાં દારુ મુકિ્ત છે તેના કરતા વધુ દારુ જ્યાં દારુબંધી છે એ ગુજરાતમાં વેચાય છે અને પીવાય છે.
છેલ્લા ઘણા દિવસોથી પરમિટ શોપમાં પહેલાની જેમ જુદી જુદી જાતના દારુની વેરાયટી બ્રાન્ડ મળતી હતી તે મળવાનું બંધ થવા પાછળનું કારણ પરમીટ શોપ માટે રાજ્ય સરકારે નક્કી કરેલા નવા નિયમો છે.
દારુની બોટલનો યુનિટ રેટ નક્કી ન થાય ત્યાં સુધી ગુજરાતની લિકર શોપમાં ફેક્ટરીઓ દારુ સપ્લાય નહીં કરે
થોડા મહિના અગાઉ રાજ્યના તોલમાપ વિભાગે કેટલીક પરમીટેડ લિકર શોપ ઉપર કાર્યવાહી હાથ ધરીને કિંમત દર્શાવ્યા વગરની દારૂની બોટલો વેચવાના આરોપ સર લિકર શોપ માલિકોને લાખો રૂપિયા દંડ ફટકાર્યો હતો. આટલેથી આગળ વધીને સરકારે દારૂની ફેક્ટરીઓને નોટિસ આપીને દારુની પ્રત્યેક બોટલો પર લઘુત્તમ ભાવ છાપવા સબબની ચીમકી આપી હતી. આ નોટીસના જવાબમાં ફેક્ટરી દ્વારા ગુજરાત સરકારને ગુજરાતમાં લાગુ પડતા વિવિધ વેરા અને દુકાન માલિકના નફાની ટકાવારીની માહિતી આપવા રજૂઆત કરવામાં આવી હતી.
દારુની બોટલનો પ્રતિ યુનિટ દર નક્કી કરવા માટે  ગુજરાતમાં લાગુ પડતા વેરાઓ તેમજ નફા અંગેની તમામ માહિતી હોવી અનિવાર્ય છે. હવે દારુની ફેક્ટરીઓને પહોંચાડવા સબબની માહિતીની ફાઇલ  સરકારમાં જુદા જુદા કન્સર્ન ડિપાર્ટમેન્ટમાં ખો-ખોની રમતનો દાવ આપી રહી છે.
ગુજરાતમાં ભરવા પાત્ર ટેક્સ તેમજ અન્ય માહિતીના અભાવે દારુની ડિસ્ટલરીઓ, ફેક્ટરીઓ દ્વારા કિંમત છાપ્યા વગરનો માલ ગુજરાતની લિકર શોપમાં સપ્લાય કરવાનું બંધ કરી દેવાયું છે. અને આ જ કારણે રાજ્યની પરમીટ શોપ કહો કે લિકર શોપમાં દારુ પીનારાઓની ભાષામાં કહીએ તો માલ મલવાનો બંધ થઇ રહ્યો છે.

We are in Google Play store too….