CIA ALERT

ગુજરાત Archives - Page 148 of 158 - CIA Live

October 25, 2018
banner-sea.jpg
1min9630

દહેજ-ઘોઘો વચ્ચે રો-રો ફેરી સર્વિસ આડે સતત વિધ્નો આવી રહ્યા છે. અગાઉ નરેન્દ્ર મોદીએ ફક્ત મુસાફરો માટેની દહેજ-ઘોઘા વચ્ચેની રો-રો ફેરી સર્વિસ શરૂ કરી હતી. એ પછી તેને બંધ કરીને માલવાહક ટ્રક, વાહનો સમેત મુસાફરોને લઇ જતી રો-રો ફેરી સર્વિસ શરૂ કરવાનું આયોજન પૂરું કરીને ગઇ તા.12મી ઓક્ટોબર 2018ના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે ઉદઘાટિત કરવાનું આયોજન હતું, પણ તૈયારીઓ પૂરી ન થઇ શકતા એ તા.27મી ઓક્ટોબર 2018ના રોજ એટલે કે બે દિવસ બાદ કરવાનું આયોજન હતું. હવે તા.27મી ઓક્ટોબરે પણ રો-રો ફેરી સર્વિસ શરૂ થવા સામે પ્રશ્નો ઉપસ્થિત થયા છે કેમકે આજરોજ તા.25મી ઓક્ટોબર 2018ના રોજ ટ્રાયલ દરમિયાન દુર્ઘટના સર્જાઇ હતી અને શીપ સાથેની સેફ્ટી બોટ ડૂબી જતા 7 લોકો ડુબ્યા હતા જેમાંથી 6ને બચાવી લેવાયા છે જ્યારે એક વ્યક્તિ ઘટનાના કલાકો પછી પણ મળી આવી ન હતી.

  • 12 ઓક્ટોબર 2018ના રોજ બીજા વખતનું ઉદ્ઘાટન થવાનું હતું જે મૌકુફ રહ્યું
  • તા.27 ઓક્ટોબર 2018ના રોજ ત્રીજી વખત ઉદ્ધાટન થવાનું હતું એ પણ હવે અનિશ્ચિતકાલિન મૌકુફ

દહેજ ઘોઘા રોરો ફેરીમાં વાહનો પણ લઈ જઈ શકાય તેવું વિશાળ જહાજ સામેલ કરવામાં આવ્યું છે. દહેજ-ઘોઘા રોરો ફેરીની શીપ સાથે રહેલી સેફ્ટી બોટ આજે તા.25મી ઓક્ટોબર 2018ના રોજ દરિયામાં અચાનક શીપથી છૂટી પડી ગઇ હતી અને કર્મચારીઓ હજુ કંઇ સમજે એ પહેલા તો એ દરિયાનાં પાણીમાં ઉંધી વળી ગઈ હતી. આ બોટમાં ૭ લોકો સવાર હતા. જેમાંથી ૬ લોકોને બચાવી લેવાયા છે. પરંતુ હજી પણ એક કર્મચારી લાપતા છે. જેની મરિન પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

October 25, 2018
statue-of-unity.jpg
1min11250

લગભગ 11 હજાર જેટલા આમંત્રિતોની હાજરીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના લોકાર્પણ પ્રસંગે તા. 31 ઓક્ટોબર 2018ના દિવસે ખુદ સરદાર વલ્લભભાઈ પટેલના પૌત્ર જ હાજર નહીં રહે તેવી શક્યતા છે. 78 વર્ષના ગૌતમભાઈ અને તેમની પત્ની વડોદરામાં રહે છે. પણ તેમનો પુત્ર કેદાર અમેરિકામાં સ્થાયી થયો હોવાથી તેઓ વડોદરા અને અમેરિકા વચ્ચે આવન જાવન કરતા રહે છે. હાલમાં પણ તેઓ અમેરિકા છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ૧૫ દિવસથી સીએમઓ દ્વારા આ સમારોહમાં ગૌતમભાઈ અને તેમના પત્ની હાજર રહે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પણ તેમનો  સંપર્ક થઈ રહ્યો નથી. વલ્લભ વિદ્યાનગરમાં રહેતા સરદાર પટેલના ભત્રીજા મનુભાઈ પટેલના પુત્ર ભુપેન્દ્ર પટેલનુ કહેવુ છે કે તેમનો કોન્ટેક્ટ કરવાના અમારા પરિવારના તમામ પ્રયત્નો પણ નિષ્ફળ ગયા છે.

ગૌતમભાઈ આ કાર્યક્રમમાં હાજર રહે તેવુ લાગતુ નથી. એમ પણ જાહેર સમારોહથી તેઓ દુર રહેવાનુ જ પસંદ કરે છે. જોકે  સરદાર પટેલ પરિવારના બીજા ૩૦ સભ્યો લોકાર્પણના કાર્યક્રમમાં હાજર રહેશે. સરદાર પટેલ પરિવારના તમામ સભ્યોને ગોલ્ડ પાસ આપવામાં આવ્યા છે જેથી તેઓ પીએમ સહિતના વીવીઆઈપીઓની સાથે બેસી શકે.

October 24, 2018
organic-farming.jpg
1min16230

સુરતના આંગણે તા.25મી ઓક્ટોબર 2018ના રોજ બાગાયતી પાકોમાં સજીવ ખેતી વિષય પર એક અત્યંત ઉપયોગી સેમિનાર નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજાઇ રહ્યો છે. આ સેમિનારના નિષ્કર્ષનો લાભ છેવાડાના ખેડૂતો સુધી પહોંચે તે માટે પ્રયાસો કરવામાં આવશે.

કૃષિ રસાયણોના અતિરેકથી જમીન, પાણી, હવા અને ખોરાકના પ્રદૂષણો વધ્યા છે અને પર્યાવરણના પરિબળો અસમતોલ થતાં ઉભા થયેલા પ્રશ્નોનો એક માત્ર ઉકેલ સજીવ ખેતી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને નવસારી કૃષિ યુનિવર્સિટી, ગુજરાતના બાગાયત ખાતું અને ગુજરાત બાગાયત વિકાસ પરિષદ, આણંદના સંયુક્ત ઉપક્રમે બાગાયતી પાકોમાં સજીવ ખેતી ઉપર એક દિવસીય સેમિનાર યોજવામાં આવ્યો છે.

આ સેમિનાર તા.25મી ઓક્ટોબર 2018ના રોજ સવારે 8.30 કલાકથી શરૂ કરીને સાંજે 6 કલાક સુધી ચાલશે. અઠવા કૃષિ ફાર્મ, કલામંદિર જ્વેલર્સની પાછળના ભાગે આવેલા અસ્પી શકીલમ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યુટ ખાતે આ એક દિવસીય સેમિનારમાં અધ્યક્ષ સ્થાને નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. સી.જે. ડાંગરીયા ઉપસ્થિત રહેશે. આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.એન.સી. પટેલ આ સેમિનારનું ઉદઘાટન કરશે. જ્યારે ગુજરાત રાજ્યના બાગાયત નિયામક શ્રી ડો.પી.એમ. વઘાસીયા મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના શ્રી મથુરભાઇ સવાણી, ઉદ્યોગપતિ શ્રી દેવરાજભાઇ આર. મુંજાણી અને અસ્પી, મલાડ-મુંબઇના શ્રી શરદભાઇ પટેલ અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેશે.

October 24, 2018
DARSHAN_naik.jpg
1min6270
  • તલાટી કમ મંત્રીઓ પોતાની લાગણી અને માંગણીઓ સંતોષાય એ માટે દર્શન દેસાઇની સહાનુભૂતિ
  • જર્જરિત પશુ દવાખાના નવા બનાવવા તેમજ તત્કાલિત અસરથી રિપેરિંગ કરવા દર્શન દેસાઇની રજૂઆત
  • કીમમાં અદ્યતન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવા માટે દર્શન દેસાઇની માગણી
  • ભાંડૂત ખાતે સુરત મનપાની પ્રપોઝ્ડ ડિસ્પોઝલ સાઇટ આવે તે પહેલા રોકથામ કરવા દર્શન દેસાઇની માગ
  • જિલ્લા પંચાયત વિસ્તારમાં બોગસ તબીબો સામે નક્કર કામગીરી કરવા માટે દર્શન દેસાઇની આક્રમક રજૂઆતો
આજ રોજ યોજાયેલી સુરત જિલ્લા પંચાયત ની સામાન્ય સભા માં જિલ્લા પંચાયત સભ્ય શ્રી દર્શન ભાઈ નાયક દ્વારા આરોગ્ય, સિંચાઈ, શિક્ષણ, રસ્તા, મકાનો વગેરે વિભાગોને સ્પર્શતા પાયાના 18 જેટલા લોકપ્રશ્નોની કરેલી આક્રમક રજૂઆતોને પગલે શાસકોમાં સન્નાટો મચી ગયો હતો. દર્શન દેસાઇએ એક પછી એક એવા પ્રશ્નો ઉઠાવ્યા હતા કે અધિકારીઓના મોઢા સિવાય જવા પામ્યા હતા. દર્શન દેસાઇએ કહ્યું કે લોકોના કામો નહીં થાય ત્યાં સુધી તેઓ અાક્રમકતાથી રજૂઆતો કરતા રહેશે અને લોકોને સ્પષ્ટ ચિતાર આપશે કે કયા અધિકારી કે પદાધિકારીને કારણે કામો થતા નથી.
જિલ્લા પંચાયતની આજની સામાન્ય સભામાં દર્શન દેસાઇએ રજૂ કરેલા મહત્વના પ્રશ્નોમાં
(૧) ખાસ કરીને બોગર્સ ડોક્ટરો અને ચોર્યાસી તાલુકા માં પ્રાથમિક આરોગ્ય કેદ્રો અને PM કરવાની બાબતમાં સભામાં ધારદાર રજુઆત કરવામાં આવી જેના  અનુસંધાન માં જિલ્લા પંચાયતના સાથી સભ્યો એ પણ આરોગ્યની નબળી કામગીરી ને ચિંતા વ્યક્ત કરી અને તત્કાલ પગલાં લેવા રજુઆત કરી હતી.
(૨) ધનસુખભાઈ પટેલ દ્વારા ઓલપાડ તાલુકાના ભાંડૂત ગામેં શહેર નો  ઘન કચરો નાખવા ના વિરોધ માં મુકાયેલ ઠરાવ ને નામંજુર કરતા દર્શન ભાઈ નાયક દ્વારા સુરત જિલ્લા ના તમામ  ગામડા ના લોકો ની લાગણી ને માન આપવા ખાતર કોઈ પણ  ગામ માં શહેર નો કચરો ન નાખવો જોઈએ એવી ધારદાર રજુઆત કરવામાં આવી અને આ રજુઆત ધ્યાન માં લઇને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દ્વારા સરકાર માં  લેખિત રજુઆત કરવાંની ખાત્રી આપવામાં આવી હતી.
(3) કીમ ગામે વસ્તી વધતા જે હાલમાં  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાલે છે તેને અધતન બનાવી કમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવાની રજુઆત કરવામાં આવી હતી.
(૪) સુરત જિલ્લા ના તલાટી કમ મંત્રીઓ પોતાની લાગણી અને માંગણીઓ સંતોષાય એ માટે હડતાલ પર ઉતર્યા છે સાચા અર્થ માં ગામડાના વિકાસ અને  લોકો ની સેવામાં એમનો મોટો  ફાળો છે તો તેમની માગણી સંતોષાય તે માટે આજની સુરત જિલ્લા પંચાયતની સભામાં પ્રમુખ સ્થાનેથી ઠરાવ કરવાની માગણી દર્શન ભાઈ નાયક દ્વારા કરવામાં આવી હતી.
(5) સુરત જિલ્લા માં જુના જર્જરિત પશુ દવાખાના નવા બનાવવા તેમજ તત્કાલિત અસર થી રિપેરિંગ કરવા માટે જિલ્લા ના પશુપાલકો ના હીતમાં રજુઆત કરવામાં આવી હતી.

 

October 23, 2018
guj.jpg
1min5730

ગુજરાતમાં આ વર્ષે મોટાભાગના તાલુકાઓમાં પૂરતો વરસાદ ન વરસતા તળાવ-નદી નાળા અને ડૅમો ખાલીખમ છે ત્યારે હવે પીવાનાં પાણી અને સિંચાઇ માટે એક માત્ર નર્મદા નીરનો જ મોટો વિકલ્પ બચ્યો છે. અગાઉ કચ્છના તમામ 10 તાલુુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા બાદ આજે વધુ 250 મિ.મી.થી ઓછો સરેરાશ વરસાદ વરસ્યો હોય તેવા તમામ 51 તાલુકાને પણ સરકારે અછતગ્રસ્ત જાહેર કરતા ઉનાળાના દિવસોમાં પરિસ્થિતિ ગંભીર બને તેવી સ્થિતિ સર્જાઇ છે. સરકારે અછતગ્રસ્ત 51 તાલુકાના ખેડૂતો અને પશુપાલકોને તત્કાળ નહીં પણ ડિસેમ્બર મહિનાથી સરકાર સહાય મળશે, કારણ કે સરકારે આગોતરી અછત જાહેર કરી છે. અછતગ્રસ્ત જાહેર કરાયેલા તાલુકાઓમાં કચ્છના તમામ 10, પાટણના આઠ, બનાસકાંઠાના 9, મહેસાણાના ચાર, સુરેન્દ્રનગરના સાત, રાજકોટના બે, મોરબીના ચાર, દેવભૂમિ દ્વારકાના બે, ભાવનગરના એક, અમદાવાદના ત્રણ, જામનગરના બે તાલુકાનો સમાવેશ થાય છે.

અછતગ્રસ્ત 51 તાલુકાના ખેડૂતો અને પશુપાલકોને તત્કાળ નહીં પણ ડિસેમ્બર મહિનાથી સરકાર સહાય મળશે

  • કચ્છના તમામ 10 તાલુુકાને અછતગ્રસ્ત
  • પાટણના 08
  • બનાસકાંઠાના 09
  • મહેસાણાના 04
  • સુરેન્દ્રનગરના 07
  • રાજકોટના 02
  • મોરબીના 04
  • દેવભૂમિ દ્વારકાના 02
  • ભાવનગરના 01
  • અમદાવાદના 03
  • જામનગરના 02

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સરકારના નિર્ણયની જાહેરાત કરતા કહ્યું હતું કે, રાજ્યમાં 250 મિ.મી. થી ઓછો વરસાદ થયો હોય તેવા તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર કરાયા છે. ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ.3000 કરોડ થી વધુ ચુકવણું થશે આનો અમલ પહેલી ડિસેમ્બર-2018 થી થશે. આ 51 અછતગ્રસ્ત તાલુકાઓમાં ખેડૂતોને હેક્ટરદીઠ 6800 રૂપિયા સહાય અપાશે તેમજ વધુમાં વધુ બે હેક્ટર સુધી સહાય ચુકવાશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે 125 મિ.મી. થી ઓછો વરસાદ થયો હોય તેવા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવાની પદ્ધતિ હતી. કેન્દ્ર સરકારના ધોરણોને અનુસરીને ગુજરાત સરકારે પણ 125 મિ.મી. સુધીના વરસાદને બદલે 250 મિ.મી. થી ઓછો વરસાદ થયો હોય તેવા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. આ તાલુકાના ગામોમાં ખેડૂતોએ જે વાવેતર કર્યું હોય અને જે ખર્ચ થયું હોય તેમાં ભારત સરકારના ધારાધોરણ મુજબ હેક્ટરદીઠ રૂ.6800 સહાય આપવાનો નિર્ણય કર્યો છે અને વધુમાં વધુ આ સહાય 2 હેક્ટર સુધી ચુકવવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે, આ અછતગ્રસ્ત તાલુકાઓમાં પશુપાલકોને પણ ઓછા વરસાદને કારણે ઘાસચારો મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે અને પશુ સાચવવાનું મોંઘું પડતું હોય છે તેથી આવા અબોલ પશુઓને સાચવવા અને પશુપાલકોને મદદરૂપ થવા જ્યાં જ્યાં ઢોરવાડા ઊભા કરવામાં આવશે તથા પાંજરાપોળ અને ગૌશાળામાં જે પશુઓ રાખવામાં આવે છે તેમને સાચવવામાં મદદરૂપ થવા માટે ગુજરાત સરકાર દ્વારા પશુદીઠ રૂ.25 ની મદદ કરવામાં આવે છે તેમાં વધારો કરીને મોટા પ્રમાણમાં પશુઓને ઢોરવાડામાં મૂકવામાં આવે ત્યારે તેના સંચાલકોની માંગ આવ્યેથી બે મહિના માટે મોટા પશુદીઠ રૂ.70 ની સહાય આપવામાં આવશે. જેના કારણે જે બે મહિના મોટા પ્રમાણમાં આ સંસ્થાઓ પશુઓને સાચવશે ત્યારે તેમને રૂ.70 ની સહાય મળવાના કારણે તેમનું ભારણ ઘટશે. આ બે મહિના સિવાયના બાકીના સમયમાં હાલ જે રીતે પશુદીઠ રૂ.25 ની સહાય આપવામાં આવે છે એ યથાવત ચાલુ રહેશે. અત્યારે જે પશુપાલકો પોતાના ઘરે ગાય-ભેંસ જેવા પશુઓ રાખે છે તેમને બે રૂપિયા કિલોના ભાવે જે ઘાસ આપવામાં આવે છે તે પ્રમાણે હવે આ અછતગ્રસ્ત જાહેર કરેલા 51 તાલુકાઓમાં પણ પશુદીઠ રૂ. બે કિલોના ભાવે ઘાસ અપાશે. આ અછત રાહતનો અમલ તા.01.12.2018 થી કરવામાં આવશે. આ માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો, પશુપાલકો માટે રૂ.3000 કરોડથી વધુ રકમનો ખર્ચ કરવામાં આવશે.

October 22, 2018
strike.jpg
1min7020

ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના પ્રમુખ ભરતભાઈ આહીરે કરેલી જાહેરાત મુજબ આજરોજ તા.22 ઓક્ટોબર 2018થી ગુજરાત રાજ્યના તમામ 11 હજાર જેટલા પંચાયત તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. આ હડતાળને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કામ પણ બગડે તેવી સંભાવના વર્તી રહી છે.

ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના પ્રમુખ ભરતભાઈ આહીરે કહ્યું હતું કે, પડતર પ્રશ્નોને અંગે અનેક રજૂઆતો છતાં સરકાર દ્વારા તેનો ઉકેલ નથી આવતો. પંચાયતના 1થી 32 અને મહેસૂલના 1થી 18 કામ મળીને કુલ 50 કામોમાંથી 47 કામ તલાટી કમ મંત્રી અને 3 કામ મહેસૂલ તલાટી તથા ઈ-ધરા સેન્ટર મળીને કરે છે. આમ કામનો રેશિયો 90 અને 10 ટકા હોવા છતાં તલાટી મંત્રીઓને વર્ષોથી અન્યાય થાય છે.’ તલાટી મંત્રીઓની હડતાળ 31મી સુધી ચાલી તો સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કાર્યક્રમને લઈને સરકારને કોઈપણ પ્રકારનો સહયોગ તલાટી મંત્રીઓ નહીં આપીએ. રવિવાર સુધી એકતા યાત્રામાં તલાટીઓએ ફરજ બજાવી છે પરંતુ, આજથી હડતાળને કારણે કોઇપણ તલાટી કમ મંત્રીઓ કાર્યક્રમમાં નહીં જોડાય.

પંચાયત તલાટી મંડળ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન કરવામાં આવ્યું છે ત્યારે સરકારને એકતા યાત્રાની કામગીરીને ફટકો પણ પડી શકે છે. જેથી પંચાયત તલાટીઓની કામગીરી મહેસૂલી તલાટીઓને સોંપવાની કવાયત કલેક્ટરો દ્વારા હાથ ધરાઇ છે. આ જવાબદારી રાતોરાત પરિપત્ર આપીને પ્રાથમિક શાળાઓના આચાર્યોને સોંપવામાં આવી છે.

October 20, 2018
socialmedia.png
1min22460

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તા.19 ઓક્ટોબર 2018ના રોજ સુરત કલેક્ટર પદે ડો.ધવલ પટેલએ સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયા છોડ્યાના રિપોર્ટ પહેલા વહેલા રજૂ કર્યા ત્યારે કહ્યું હતું કે સુરત કલેક્ટરે શરૂ કરેલો આ ટ્રેન્ડ વાઇરલ થશે અને થયું પણ એવું જ. સુરત કલેક્ટર ડો.ધવલ પટેલના પગલાને ચોમેરથી આવકાર મળ્યો અને અનેક લોકોએ પોતાના કલાકો વેડફી નાંખતા સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયાથી દૂર રહેવા માટે મન બનાવી લીધા હોવાના ફિડબેક મળી રહ્યા છે.

સુરત સિટી પ્રાંત અધિકારી, ઓલપાડ પ્રાંત અધિકારી, માંડવી પ્રાંત અધિકારી, બારડોલી પ્રાંત અધિકારી અને કામરેજ પ્રાંત અધિકારી આજે દિવસ દરમિયાન તમામ વ્હોટ્સ એપ ગ્રુપમાંથી એક પછી એક લેફ્ટ થઇ ગયા

આજે સુરત કલેક્ટર ડો.ધવલ પટેલના પગલે સુરત કલેક્ટર બેડામાં ફરજ બજાવતા 5 ડેપ્યુટી કલેક્ટર્સ ( પ્રાંત અધિકારીઓ)એ પણ સોશ્યલ મિડીયાથી દૂર રહેવાના નિર્ણયનો અમલ કર્યો છે. સુરત સિટી પ્રાંત અધિકારી, ઓલપાડ પ્રાંત અધિકારી, માંડવી પ્રાંત અધિકારી, બારડોલી પ્રાંત અધિકારી અને કામરેજ પ્રાંત અધિકારી આજે દિવસ દરમિયાન તમામ વ્હોટ્સ એપ ગ્રુપમાંથી એક પછી એક લેફ્ટ થઇ ગયા હતા. મિડીયા ગ્રુપ સમેત કર્મચારીઓ, અધિકારીઓ, સોશ્યલ ગ્રુપ તમામમાંથી આ અધિકારીઓ ફટાફટ લેફ્ટ થયા હતા.

સોશ્યલ મિડીયાથી દૂર રહેવાનો આ ટ્રેન્ડ સામાન્ય કર્મચારીઓથી લઇને નાયબ મામલતદાર અને મામલતદારોમાં પણ ચર્ચાસ્પદ રહ્યો છે અને આગામી દિવસોમાં સુરત કલેક્ટરેટના વધુ કર્મચારીઓ સોશ્યલ મિડીયાને રામ રામ કરી દે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.

October 20, 2018
9-1280x853.jpg
1min21760

જયેશ બ્રહ્મભટ્ટ, 98253 44944

વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભાઇ પટેલના સ્ટેચ્યુને આગામી તા.31મી ઓક્ટોબર 2018ના રોજ સરદાર જયંતિના દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અનાવૃત કરે એ પૂર્વે સમગ્ર રાજ્યમાં સરદાર એકતા રથયાત્રા ફેરવવાના કાર્યક્રમના ભાગરૂપે આજે સુરત શહેરમાં પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં સ્થાનિક ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઇ મોદીના નેતૃત્વમાં એકતા રથયાત્રાને ફરાવવામાં આવી રહી છે. અશ્વ દળની આગેવાની, 300થી વધુ બુલેટ બાઇક ધારક યુવાનોની ફૌજ અને એ પછી સરદાર વલ્લભભાઇના પ્રતિક સાથેના એક્તા રથને નિહાળીને પશ્ચિમ સુરતવાસીઓ બોલી ઉઠ્યા કે સરદારની આ એકતા રથયાત્રા પૂરી આન, બાન અને શાનથી નીકળી છે.

આજે એકતા રથયાત્રાને પ્રસ્થાન કરાવવા માટે શહેર મેયર શ્રી જગદીશભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી થેન્નારાસન, સાંસદ શ્રી દર્શનાબેન જરદોષ, શહેર ભાજપા પ્રમુખ શ્રી નીતિનભાઇ ભજીયાવાલા, ડેપ્યુટી મેયર શ્રી નિરવ શાહ, સ્થાયી સમિતિ ચેરમેન શ્રી અનિલભાઇ ગોપલાણી,

(આજરોજ તા.20મી ઓક્ટોબર 2018ના રોજ એકતા રથયાત્રાને સુરત પશ્ચિમ મત વિસ્તારમાં ફેરવવામાં આવી રહી છે)

(સુરત પશ્ચિમ વિભાગમાં એકતા રથયાત્રાનું મેનેજમેન્ટ કરી રહેલા શ્રી પૂર્ણેશભાઇ મોદી અને શ્રી નિરવ શાહ)

સુરત પશ્ચિમ વિસ્તારમાં ઠેર-ઠેર લાકોએ એક્તા રથયાત્રાનું સ્વાગત કર્યું હતું. હજારો લોકો સ્વયંભુ એકતા રથયાત્રામાં જોડાયા હતા. સવારે 9 વાગ્યે તાપી કિનારે રામજી મંદિર પાસેથી એકતા રથયાત્રાને પ્રસ્થાન કરાવવા પૂર્વે સુરત મહાનગરપાલિકા દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પૂજા અર્ચના બાદ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરીને એકતા રથયાત્રાને લીલીઝંડી આપવામાં આવી હતી. ધારાસભ્ય શ્રી પૂર્ણેશ મોદીના નેતૃત્વમાં અડાજણ વિસ્તારમાં જુદા જુદા સ્થળોએથી પસાર થયેલી એકતા રથયાત્રાને સ્થાનિક રહેવાસીઓ, ભાજપાના કાર્યકરો, સંસ્થાઓ વગેરે દ્વારા ઠેરઠેર ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો.

(એકતા રથયાત્રાની સુરત પશ્ચિમ મત વિસ્તારમાં  અશ્વદળએ આગેવાની લીધી હતી)

(સુરત પશ્ચિમ વિભાગમાં એકતા રથયાત્રામાં બુલેટ સાથે કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા)

એકતા રથયાત્રાની પશ્ચિમ વિસ્તારની યાત્રા દરમિયાન કાર્યકરોએ માથે સાફા પહેર્યા હતા. ખાસ કરીને કેસરીયા સાફા સાથેને સેંકડો કાર્યકરોની હાજરીમાં રથયાત્રા આકર્ષક લાગતી હતી. મહિલા કાર્યકરો પણ માથે સાફો પહેરીને એકતા રથયાત્રામાં જોડાઇ હતી. આજની આ રથયાત્રાની આગેવાની ડેપ્યુટી મેયર શ્રી નિરવ શાહ, કોર્પોરેટર શ્રી પ્રવીણભાઇ પટેલ, ભાજપાના પૂર્વ કોષાધ્યક્ષ શ્રી અશોક ગોહિલ, શિક્ષણ સમિતિના સભ્ય શ્રીઓ શ્રી મેહુલ ઠાકર, શ્રી પરિમલભાઇ ચાસીયા, અડાજણના શ્રી મહેશભાઇ પટેલ (વિદ્યાકુંજ), અડાજણના શ્રી હેમંતભાઇ પટેલ, સ્થાનિક વોર્ડ હોદેદારો કાર્યકરો, યુવા પાંખ, મહિલા પાંખ, જુદા જુદા મોરચાના સભ્યો, કાર્યકરો, આગેવાનો વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા.

(ડેપ્યુટી મેયર શ્રી નિરવ શાહ એકતા રથયાત્રાના નેતૃત્વમાં)

(અડાજણના કોર્પોરેટર શ્રી પ્રવીણભાઇ પટેલ, શિક્ષણ સમિતિના સભ્યો સર્વશ્રી મેહુલભાઇ ઠાકર, શ્રી પરિમલભાઇ ચાસીયા, સ્થાનિક આગેવાનો સાફા સાથે એકતા રથયાત્રામાં જોડાયા હતા)

(સુરત પશ્ચિમ વિભાગમાં એકતા રથયાત્રાને પ્રસ્થાન પૂર્વે પૂર્ણેશભાઇ મોદી અને અનિલભાઇ ગોપલાણીએ પૂજા અર્ચના કરી હતી)

(સુરત પશ્ચિમ વિભાગમાં એકતા રથયાત્રા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા)

October 19, 2018
drdhaval.jpg
1min141010

Jayesh Brahmbhatt 98253 44944

સુરત કલેક્ટર અને ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા ડો. ધવલ પટેલે આજે તેમના સહકર્મચારીઓ તેમજ સહ અધિકારીઓને એક છેલ્લો મેસેજ (સોશ્યલ મિડીયા પર) આપીને અચરજમાં મૂકી દીધા હતા. ડો. ધવલ પટેલે કરેલા મેસેજનો સાર એ હતો કે તેઓ હવેથી સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયાને કાયમ માટે તિલાંજલી આપી રહ્યા છે. તેઓ મોબાઇલ ફોન યુઝ કરશે, તેના પર ફોન કોલ કરીને, મેસેજ કરીને અગર તો ઇમેલ થકી તેમને (ડો. ધવલ પટેલનો) સંપર્ક કરી શકાશે.

સોશ્યલ મિડીયાથી દૂર રહેવા માટે કોઇ પહેલની જ જાણે રાહ જોવાતી હોય એમ

સુરત કલેક્ટર ડો. ધવલ પટેલની પહેલ સમાજના અનેક લોકોને પ્રભાવિત કરશે

પોતાના સહકર્મચારીઓ અને સહઅધિકારીઓને સુરત કલેક્ટર ડો.ધવલ પટેલે પાઠવેલો આ મેસેજ જોતજોતામાં એટલો વાઇરલ થયો કે ન પૂછો વાત. બુદ્ધિજીવીઓથી લઇને સરકારી અધિકારીઓમાં આજે તા.19મી ઓક્ટોબર 2018ની સાંજથી આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. મોટા ભાગના અધિકારીઓનું કહેવું હતું કે આઇ.એ.એસ. ડો. ધવલ પટેલે શરૂ કરેલો ટ્રેન્ડ લાંબો સમય ચાલશે. સોશ્યલ મિડીયા અને સ્માર્ટ ફોન સામાજિક સમસ્યાઓના સૌથી મોટા પરીબળ તરીકે ઉપસી રહ્યા છે.

(આ હતો સુરત કલેક્ટરનો તેમના સહકર્મચારીઓ, અધિકારીઓને અંતિમ સ્માર્ટ ફોન મેસેજ)

સનદી અધિકારી ડો.ધવલ પટેલએ સ્માર્ટ ફોન કે સોશ્યલ મિડીયા પર એક્ટીવ નહીં રહેવા પાછળ તેમનું અંગત કારણ હોવાનું જણાવ્યું છે. ભલે તેઓ અંગત કારણથી સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયાથી પરહેઝ રાખશે. પણ હવે પછી તેમણે શરૂ કરેલો આ ટ્રેન્ડ સેંકડો નહીં પણ હજારો લોકો અપનાવતા થશે અને એટલે જ સી.આઇ.એ. લાઇવ વેબ પણ કહે છે કે ડો.ધવલ પટેલ શરૂ કરેલો આ ટ્રેન્ડ દૂર તક જાયેગા.

અનેક બુદ્ધિજીવીઓ સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયાથી દૂર થઇ રહ્યા છે. સમાજના અનેક લોકો પ્રભાવશાળી વ્યક્તિઓનો ફોલો કરતા હોય છે. કોઇ સનદી અધિકારી, આઇ.એ.એસ. ઓફિસર જ્યારે સ્માર્ટ ફોને સોશ્યલ મિડીયા વગર સરળતાથી જીવી જાણતો હોય તો પછી સામાન્ય વ્યક્તિઓ તો સરળતાથી તેના વગર રહી શક્શે. અને એટલે જ સ્માર્ટ ફોન કે સોશ્યલ મિડીયાથી દૂર રહેવા માટે કોઇ પહેલની જ જાણે રાહ જોવાતી હોય એમ સુરત કલેક્ટર ડો. ધવલ પટેલની પહેલ સમાજના અનેક લોકોને પ્રભાવિત કરશે એમાં બે મત નથી.

  • ખુદ ફેસબુકના સ્થાપક ઝુકરબર્ગ દિવસમાં 25 મિનીટ પણ ફેસબુક પર હોતા નથી જ્યારે ભારતમાં લાખો નહીં પણ કરોડો લોકો દિવસમાં 4થી 6 કલાક ફેસબુક કે વ્હોટ્સએપ પર ચોંટેલા રહે છે
  • યુથ આઇકોન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે રીલાયન્સના મુકેશ અંબાણીને ક્યારેય કોઇએ સ્માર્ટ ફોન પર વાત કરતા કે ચેટ કરતા જોયા નહીં હોય
  • જાણકારો કહે છે કે સોશ્યલ મિડીયાથી જો વ્યક્તિ દૂર રહે તો તેની પ્રોડક્ટિવિટી અને ક્રિએટિવીટીમાં ખાસ્સો વધારો થઇ શકે
  • ભારતમાં અનેક સામાજિક સમસ્યાઓનું નિરાકરણ આવી જાય જો બહુમતિ લોકો સોશ્યલ મિડીયાનો મર્યાદિત ઉપયોગ કરે.
  • સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયાનો મર્યાદિત ઉપયોગ એક પરિવારમાં માસિક રૂ.એક હજારથી ત્રણ હજારની બચત કરાવી શકે
October 16, 2018
liquor.jpg
1min11530
  • માર્ચ 2018થી લિકર પરમિટ નવી-રિન્યુઅલ બધી જ કાર્યવાહી સ્થગિત
  • એપ્રિલ 2018થી ગુજરાતમાં દારુ પર 65 ટકા જેટલો જંગી ટેક્સ
  • સરકારે દારુ પરમિટના નીતિ-નિયમો કડક બનાવવા ઉપરાંત તોતિંગ ટેક્સ નાંખતા સત્તાવાર લિકર શોપનું વેચાણ ઘટ્યું
  • કાયદેસર વેચાતો દારુ ઓછો થતાં સરકારની તિજોરીને મળતા ટેક્સની આવકમાં પણ ઘટાડો
  • ખાનગીમાં ગેરકાયદે દારુનો વેપલો કરતા બુટલેગરોને તડાકો
  • ગુજરાતમાં 6 કરોડની વસતિ પૈકી ફક્ત 72 હજાર પાસે દારુની પરમિટ 
  • 72000 દારુની પરમિટ પૈકી 40 હજાર હેલ્થના કારણોસર અપાયેલી છે

ગુજરાતમાં દારુબંધીનો કડકાઇથી અમલ કરાવવા માટે રાજ્ય સરકારે છેલ્લા છ મહિના દરમિયાન અનેક પગલાં ભર્યા છે. રાજ્ય સરકારના પગલાં આવકારદાયક છે પણ આ પગલાંની બીજી તરફ કેટલીક આડઅસરો પણ ઉપસ્થિત થઇ છે. જેમકે રાજ્ય સરકારે ગુજરાતમાં લિકર પરમિટ શોપ પરથી વેચાતા દારુ પર 65 ટકા જેટલો ટેક્સ ઠોકી બેસાડતા થયું એવું કે હવે ખાનગીમાં ગેરકાયદેસર દારુ વેચી રહેલા બુટલેગરોને તડાકો પડી ગયો છે. જેમની પાસે પરમિટ છે એ લોકો પણ પરમિટના દારુની જગ્યાએ ખાનગીમાં દારુ લઇ રહ્યા છે, બુટલેગરો દ્વારા વેચાતો દારુ સસ્તો પડતો હોવાથી લોકો હવે ગેરકાનુની રીતે દારુ ખરીદી રહ્યા છે.

બીજી બાજુ રાજ્ય સરકારે માર્ચ 2018થી નવી લિકર પરમિટ આપવાનું કે જુની પરમિટ રિન્યુ કરવાનું બંધ કરી દીધું છે. જેને લઇને પરમિટ હોલ્ડર પણ ગેરકાયદેસર હોવા છતાં બુટલેગરો પાસેથી જ દારુ ખરીદી રહ્યા છે.

રાજ્યમાં આવેલી સત્તાવાર લિકર શોપમાં છેલ્લા 6 મહિના દરમિયાન લિકર વેચાણ સતત ઘટ્યું છે. ગુજરાતના હોટેલિયર્સ આગેવાનોનું એક પ્રતિનિધિમંડળ ગુજરાત સરકારના જુદા જુદા અધિકારીઓ તેમજ મંત્રીઓને મળ્યું હતું અને તેમણે ઉપરોક્ત રજૂઆતો કરી જે પૈકી કેટલીક રજૂઆતો આંખ ઉઘાડનારી હતી. એક રજૂઆત એવી પણ હતી કે રાજ્ય સરકારે પરમિટ રિન્યુઅલ બંધ કરતા, જેમની પરમિટ રિન્યુ નથી થઇ તેવા લોકો પણ હવે બુટલેગરો પાસેથી દારુ ખરીદી રહ્યા છે. આવું થવાને કારણે ગુજરાત સરકારની તિજોરીને મળતો ટેક્સ પણ ગુમાવવાનો વખત આવે છે.

જોકે રાજ્યના ગૃહ વિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે કે ટૂંક સમયમાં અને ઘણુંખરું દિવાળી પહેલા લિકર પરમિટ નવી અને રિન્યુઅલની પ્રોસેસ ફરીથી શરૂ થશે. નવા દર અનુસાર પરમિટ હોલ્ડરોએ ફી ચૂકવવાની રહેશે. પરમિટ માટે રૂ.2000ની પ્રોસેસિંગ ફી નો નવો ધારો લાગુ કરવામાં આવ્યો છે. એવી શક્યતા છેકે લિકર પરમિટ અંગેનું સત્તાવાર નોટિફિકેશન ટૂંક સમયમાં જાહેર થશે.