સુરત જિલ્લાની સુમુલ ડેરી દ્વારા સુમુલ ગોલ્ડ અને તાજા દૂધમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો જે કાલ ૧૧ ડિસેમ્બરથી અમલમાં આવશે. જેના પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાતાં ચિંતિત બની હતી.
સુરત શહેરમાં રોજ ૯ લાખ લિટર જેટલું દૂધનું વેચાણ થાય છે જેમાં સુમુલ ગોલ્ડ અને સુમુલ તાજા દૂધની માંગ વધુ રહે છે. સુમુલ ડેરીના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ચોમાસુ છ મહિના ચાલતા ઘાસચારાની તંગી ઊભી થઈ છે. સાથે દૂધની પણ અછત જોવા મળી રહી છે. જેને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો હતો. રો-મટિરિયલ્સ અને પશુપાલકોની માગને ધ્યાનમાં રાખીની સુમુલ દ્વારા દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જેમાં સુમુલ ગોલ્ડનો લિટરનો હાલનો ભાવ ૫૬ રૂપિયા છે. જેમાં બે રૂપિયાનો વધારો કરી ૫૮ રૂપિયામાં મળશે. જ્યારે સુમુલ તાજાની હાલના ભાવ ૪૪ રૂપિયામાં ૨ રૂપિયાનો વધારો કરી ૪૬ રૂપિયામાં મળશે. દૂધના ભાવ વધારાને લઈ શહેરના લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
ધો.12 B ગ્રુપના વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચાડજો : એઇમ્સ ભણવું એટલે બેડો પાર
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
હાલમાં ધો.12 બાયોલોજી ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે જુદા જુદા મહત્વના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની પરીક્ષાઓનું રજિસ્ટ્રેશન શરૂ થઇ રહ્યા છે. હાલ નીટનું રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે અને બીજી તરફ એઇમ્સ, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સમાં બી.એસસી. નર્સિંગ અને બી.એસસી. પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ માટે પરીક્ષા લેવામાં આવે છે અને તેના રજિસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓએ એ સમજવાની જરૂર છે કે એઇમ્સ એ મેડીકલ ફિલ્ડની ભારતની સર્વોચ્ચ સંસ્થા છે અને તેમાં બી.એસસી. નર્સિંગ કે પેરામેડીકલમાં અભ્યાસ કરવો એટલે જીવનનો બેડો પાર જેવી સ્થિતિ સર્જવી એમ ગણાય.
ધો.12 બાયોલોજી ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ બી.એસસી. નર્સિંગ અને બી.એસસી. પેરામેડીકલ કે જેમાં પેથોલોજીકલ લેબ-માઇક્રોબાયોલોજી સમકક્ષનું કામકાજ આવે છે, આ બન્ને કોર્સમાં તેઓ લાયકાતપાત્ર છે. જ્યારે ધો.12 એ ગ્રુપના વિદ્યાર્થીઓ ઇચ્છે તો એઇમ્સના બી.એસસી. પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
AIMS B.Sc. Nursing and B.Sc. Paramedical Entrance Details
નીચેની લિંક પર ક્લીક કરશો તો એઇમ્સની વેબસાઇટ પરથી નોટીફિકેશનની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકાશે
All India Institute of Medical Sciences (AIIMS) has released an important notice regarding entrance examinations to admission in B.Sc. Courses-2020 on its official website.
According to the notification, the basic registration (PAAR) for B.Sc(H) Nursing/B.Sc Nursing (Post-Basic)/B.Sc(Paramedical Courses) -2020 will commence on December 12, 2019. The last date for the registration will be January 16, 2020.
Eligibility
B.Sc (H) Nursing course
Candidates who have passed the 12th Class under the 10+2 Scheme/Senior School Certificate Examination or Intermediate Science or an equivalent examination from a recognized University/Board of any Indian State with English, Physics, Chemistry and Biology and has a minimum aggregate marks required in qualifying examination i.e.10+2 or equivalent is 55% for Gen/EWS/OBC and 50% in case of SCs/STs categories can apply for B.Sc (H) Nursing course 2020 entrance examination.
B.Sc (Paramedical Courses)
The candidates who have passed 10+2 or equivalent examination with English, Physics, Chemistry and either Biology or Mathematics with 50% for Gen/ EWS/OBC and 45% in case of SCs/ STs Categories are eligible to apply for B.Sc (Paramedical Courses).
B.Sc Nursing (Post-Basic)
The candidate who have passed 12th class under 10+2 system of education or an equivalent examination from a recognized Board/University (Those who have passed 10+1 on or before 1986 are also eligible). (For BSc Nursing Post-Basic)
Diploma in General Nursing and Midwifery from any institution recognized by the Indian Nursing Council. (For BSc Nursing Post-Basic)
Registration as a nurse, RN, RM (registered nurse, registered midwife) with any State Nursing Council. (For BSc Nursing Post-Basic)
In case of male nurses, (if passed before implementation of new integrated course in 2003), beside being registered as a nurse with the State Nursing Council, should have obtained a certificate in General Nursing and instead of Training in Midwifery, training in any subject out of following, for a period of six months: i) O.T. Techniques, ii) Ophthalmic Nursing, iii) Leprosy Nursing, iv) TB Nursing, v) Psychiatric Nursing, vi) Neurological and Neuro Surgical Nursing, vii) Community Health Nursing, viii) Cancer Nursing, ix) Orthopaedic Nursing (For BSc Nursing Post-Basic)
AIIMS B.Sc Nursing 2020 entrance exam: Important Dates
ગુજરાત કો. ઓ. મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા અમૂલ દહીંની વિવિધ પ્રોડકટ ભાવોમાં ભાવ વધારો ઝીંકાયો હતો જેમાં મસ્તી દહીં ૪૦૦ ગ્રામ પાઉચમાં ૨ રૂપિયા, કિલોમાં ૫ રૂપિયા, જ્યારે ૫ કિલોના પેકીંગમાં ૨૫ રૂ. લાઈટ દહીંની જુદી-જુદી વેરાઈટીઓનામાં પ્રતિકિલોએ ૧ રૂપિયાથી ૮ રૂપિયા સુધીનો વધારો કરાયો છે. આમ ગુજરાતી થાળીમાં પીરસાતી કઢીનો સ્વાદ ખાટો બન્યો છે.
નવો લાગુ થયેલો ભાવ સમગ્ર રાજ્યમાં શુક્રવારથી અમલી બન્યો હતો. જીસીએમએમએફએ દહીંની પ્રોડકટમાં એક રૂપિયાથી લઈને ૮ રૂ. સુધીનો ભાવ વધારો કર્યો છે. પશુપાલન વ્યવસાય સતત ખર્ચાળ બનવા સહિત ડેરી પેદાશોનું ઉત્પાદન પણ મોંઘું બની રહ્યું હોઈ તેને સરભર કરવા માટે ભાવવધારો કરવાની ફરજ પડી છે. ઉપરાંત પશુદાણની કિંમતમાં થઈ રહેલો વધારો દહીંના ભાવ વધારા માટે જવાબદાર હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું.
ધો.12 બાયોલોજી સાથે પાસ થઇને મેડીકલ પ્રવેશ માટે પ્રયત્નશીલ વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે અમે ટીમ શિક્ષણ સર્વદા એક મહત્વની બાબત પર અંગૂલી નિર્દેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધી સામાન્ય વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક જગતમાં એવી સામાન્ય સમજ છે કે મેડીકલ કોલેજમાં પ્રવેશ માટે ધો.12 બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓએ બધુ મળીને કુલ 50 ટકા માર્કસ લાવવા ફરજિયાત છે. 50 ટકામાં પ્રેક્ટીકલના માર્કસ પણ ગણતરીમાં લેવાય. એવી જ રીતે નીટમાં લઘુત્તમ લાયકાત 50 પર્સન્ટાઇલની હોવાની માન્યતા તમામમાં પ્રવર્તે છે. પરંતુ, નીટ 2020નું ઇન્ફર્મેશન બુલેટિન વાંચતા કેટલીક મહત્વની સ્પષ્ટતા અહીં કરી રહ્યા છીએ.
શું ફેરફારો છે નીટ અને ધો.12ના પરીણામની લઘુત્તમ લાયકાતમાં વાંચો અહીં
NEET પરીક્ષામાં પણ લઘુત્તમ લાયકાતનું ધોરણ ઓપન કેટેગરીના ઉમેદવારો માટે 50 પર્સન્ટાઇલ જ્યારે એસ.સી., એસ.ટી., ઓબીસી વર્ગના ઉમેદવારો માટે 40 પર્સન્ટાઇલ કરવામાં આવ્યું હોવાનો નિર્દેશ નીટ ઇન્ફર્મેશન બુલેટીનમાં પાના નં.36, ચેપ્ટર નં.13માં કરવામાં આવ્યો છે.
એમ.બી.બી.એસ.માં પ્રવેશ માટે બોર્ડની પરીક્ષાના પરીણામની આ લઘુત્તમ લિમિટમાં આ વખતે જાહેર થયેલા નીટ 2020 પરીક્ષાના નોટિફિકેશનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેનું અર્થઘટન આ મુજબ છે.
મેડીકલ કોલેજના પહેલા વર્ષમાં પ્રવેશ મેળવવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોએ ધો.12 બોર્ડની પરીક્ષામાં ઓછામાં ઓછા 50 ટકા માર્કસ મેળવવા ફરજિયાત છે.
એવી જ રીતે ઓપન કેટેગરીમાં 10 ટકા ઇડબલ્યુએસ (ઇકોનોમિકલી વિકર સેકશન) માં પોતાનું નામ સામેલ કરાવનારા વિદ્યાર્થીઓએ ધો.12 બોર્ડની પરીક્ષામાં 45 ટકા ફરજિયાત લાવવાના રહેશે.
તેમજ અનામત વર્ગના વિદ્યાર્થીઓએ જેમકે એસ.સી., એસ.ટી. અને ઓબીસીના વિદ્યાર્થીઓએ એમ.બી.બી.એસ.ના પહેલા વર્ષમાં પ્રવેશ માટે ધો.12 બોર્ડની પરીક્ષામાં બધુ મળીને કુલ 40 ટકા માર્કસ લાવવાના રહેશે.
નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ જાહેર કરેલા NEET 2020ના નોટિફિકેશનમાં નીચે મુજબનો નિયમ દર્શાવાયો છે જે અહીં અક્ષરસઃ પ્રસ્તુત છે
To be eligible for admission to the Undergraduate Medical
Courses, a candidate must have passed in the subjects of Physics, Chemistry,
Biology/Bio-technology and English individually and must have obtained a
minimum of 50% marks taken together in Physics, Chemistry,
Biology/Biotechnology at the Qualifying Examination as mentioned in Graduate
Medical Education Regulations-1997 as amended in 2018 and BDS Course
Regulations, 2007 and in addition must have come in the merit list of National
Eligibility Cum Entrance Test for admission to Undergraduate Medical Courses.
In respect of the candidates belonging to the SC, ST and
OBC-NCL category, the marks obtained in Physics, Chemistry,
Biology/Biotechnology taken in qualifying examination and competitive
examination (Physics, Chemistry, Biology) must be 40% marks instead of 50%.
In respect of candidates with Benchmark Disabilities
specified under the Rights of Persons with Disabilities Act, 2016, the minimum
marks in qualifying examination in Physics, Chemistry and Biology/Biotechnology
taken together must be 45% instead of 50% for Unreserved category & GEN-EWS
candidates and 40% for SC/ST/OBC-NCL candidates.
For admission in BUMS Course, the candidate must have passed the 10th standard with Urdu or Arabic or Persian language as a subject, or clear the test of Urdu of 10th Standard (wherever there is provision to conduct of such test) in the entrance examination conducted by the University or Board or registered Society or Association authorized by the Government to conduct such examination. For admission in BSMS course, the Candidate must have passed Tamil as one of the subjects in the 10th Standard/in Higher Secondary course or Candidates shall have to study Tamil as a subject during the First Professional course
બનાસકાંઠા જિલ્લામાં દાંતાથી અંબાજી જતા માર્ગને એક મહિના માટે બંધ કરવામાં આવ્યો છે. ભારતભરમાં યાત્રાધામ તરીકે મશહૂર આરાસૂરી અંબાજી માતા મંદિર બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલું છે. અંબાજીમાં દાંતા માર્ગમાં મરામતની કામગીરી ચાલી રહી હોવાથી આ કામગીરી દરમિયાન કોઈ અકસ્માત ન સર્જાય તે માટે જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડી દાંતાથી અંબાજી જવા વાયા હડાદ થઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ત્રિશૂળિયા ઘાટમાં ડુંગરો કાપવાની કામગીરીને લઈને આ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું.
ગુજરાતની સર્વાંગી વૈશ્ર્વિક વિકાસ યાત્રાના પાયામાં રાજ્યની સુદૃઢ અને સંગીન કાયદો વ્યવસ્થાની સ્થિતિ રહેલી છે. આ જ કારણોથી ગુજરાતની કાયદો વ્યવસ્થા, સુરક્ષા-સલામતીની સ્થિતિની નોંધ દેશભરમાં લેવાય છે, એવું ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાને ગુજરાત પોલીસ દળના ૧૬૮ જેટલા અધિકારીઓ-કર્મયોગીઓને તેમની વિશિષ્ટ અને પ્રસંશનીય સેવા માટે ર૦૧૪ થી ર૦૧૯ના પ્રજાસત્તાક દિવસ સ્વાતંત્ર્ય દિવસ અવસરે જાહેર થયેલા પોલીસ ચંદ્રક અમદાવાદમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં એનાયત કર્યા બાદ વધુમાં કહ્યું હતું કે, ભારતભરમાં ગુજરાત પોલીસની પ્રતિષ્ઠા એવી વધી છે કે ગુનો આચરનારાઓને પાતાળમાંથી પણ શોધી કાઢી સજા આપવાની, નશ્યત કરવાની સજ્જતા-દક્ષતા ગુજરાત પોલીસમાં છે.
પોલીસના જવાનોએ પોતાના જાનની પરવા કર્યા વગર લોકોની સેવા કરી છે, જેથી ગુજરાત પોલીસ અને રાજ્યનું ગૌરવ વધ્યું છે. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, પોલીસ મહાનિર્દેશક શિવાનંદ જ્હા, ગૃહના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગતાસિંહ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત પોલીસ દળમાં ર૦૧૪થી ર૦૧૯ના વર્ષો દરમ્યાન ૯ પોલીસ અધિકારી-કર્મીઓને પ્રજાસત્તાક દિવસે તેમ જ ૯ જવાનોને સ્વાતંત્ર્ય દિવસે એમ કુલ-૧૮ અધિકારી-કર્મીઓને રાષ્ટ્રપતિ પોલીસ પદક જાહેર કરવામાં આવેલા તે તથા ગણતંત્ર દિવસે પ૮ અને સ્વાતંત્ર્ય દિવસે ૯ર પોલીસ પદક પણ જાહેર કરાયેલા તે પદક અર્પણ થયા હતા.
બીટકનેક્ટ કૌભાંડમાં અનેક રોકાણકારોનાં નાણાં સલવાયા બાદ સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપવામાં આવી હતી. સુરત સીઆઈડી ક્રાઈમે ઝડપથી કેસની ગુત્થી ઉકેલીને એક પછી એક આરોપીને પાંજરે પૂર્યા છે. બીટ કનેક્ટ કૌભાંડના મુખ્ય આરોપી સતીષ કુંભાણીની રૂા. 70 કરોડની આસપાસની મિલકતો અધિકારીઓએ રીકવરી અર્થે સીઝ કરી હોવાની વિગતો સાંપડી છે. બીજી તરફ કૌભાંડનાં સૂત્રધાર ધવલ માવાણીની જામીન અરજીનો ફેંસલો પણ ઝડપથી આવશે.
સુરત સીઆઈડી ક્રાઈમે બીટ કનેક્ટ કૌંભાડમાં એકથી વધુની ધરપકડ કરી છે. સતીષ કુંભાણી, ધવલ માવાણી, સુરેશ ગોરસિયા સહિતનાઓ પાસેથી સીઆઈડી ક્રાઈમે મહત્વની વિગતો મેળવી છે. ધવલ માવાણી અને સુરેશ ગોરસિયાએ જામીન મેળવવા માટે ઉધામા નાખ્યા છે. સુરેશ ગોરસિયાના જામીન સુરત સેશન્સ કોર્ટમાંથી રદ થયા છે. બન્ને આરોપીએ હાઈકોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી છે. તેમજ આરોપી સતીષ કુંભાણીએ પણ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. જેની સુનાવણી 29મીએ આવશે.
બીટકનેકટ કૌભાંડમાં સુરત સીઆઈડી ક્રાઈમે ઠેક-ઠેકાણે દરોડા પાડી મિલકતોને સીઝ કરવાની કાર્યવાહી આરંભી છે. શરૂઆતમાં દિવ્યેશ દરજી સીઆઈડીની જાળમાં આવ્યા બાદ સતીષ કુંભાણીની ધરપકડ કરવામાં આવી હતી. બન્ને સામે આવકવેરા વિભાગે તપાસનો દૌર શરૂ કર્યો છે. બન્નેને આવકવેરા વિભાગે તરફથી નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સીઆઈડી ક્રાઈમે ફરિયાદનાં આધારે નાણા ગુમાવનારાઓને નાણા મળી રહે તે માટે રીકવરી અર્થે આરોપીઓની મિલકતોને સીઝ કરવાની કામગીરી થોડો સમય અગાઉથી આરંભી દીધી છે. હાલમાં જ સીઆઈડી ક્રાઈમે સતીષ કુંભાણીની અંદાજે રૂા. 70 કરોડની મિલકતો સીઝ કરી છે. સીઆઈડી ક્રાઈમે કેટલાં મકાન, ફાર્મ હાઉસ સીઝ કર્યા છે તે જાણવા મળ્યું નથી.
ટ્રાફિક મેમો ફાડીને દંડ વસૂલવામાં ગુજરાત પોલીસ 101 કરોડની વસૂલાત સાથે દેશમાં બીજા ક્રમે
નવો મોટર વેહીકલ એક્ટ લાગુ થયા બાદ અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ મળીને પ77 કરોડથી વધુ રૂપિયાનાં મેમો ફાટયા હોવાનું તા.21મી નવેમ્બર 2019ના રોજ કેન્દ્રના પરિવહન મંત્રાલય દ્વારા લોકસભામાં આધિકારીક રીતે જણાવવામાં આવ્યું હતું.
આ વાસ્તવિક દંડ વસૂલાત ન હોવાનું પણ મંત્રાલયે જણાવ્યું હતું. કારણ કે કેટલાક ચલણોમાં કેશ રૂપિયા વસૂલ થયા છે તો કેટલાક ચલણો આર.ટી.ઓ.માં તો કેટલાક ચલણને અદાલતોમાં મોકલવામાં આવી રહ્યા છે. ભાજપ સાંસદ જગદંબિકા પાલે લોકસભામાં પૂછેલા સવાલનો ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ જવાબ આપ્યો હતો.
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં કુલ 38 લાખ લોકોનાં મેમો ફાડવામાં આવ્યા છે. તામિળનાડુમાં સૌથી વધુ 14.13 લાખ લોકોનાં ચલણ નીકળ્યા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ટ્રાફિક પોલીસ દ્વારા દંડનીય વસૂલાત રૂ.101 કરોડની કરી દેવામાં આવી છે. દંડ વસૂલ કરવામાં ગુજરાત સમગ્ર ભારતમાં ઉત્તર પ્રદેશ (પહેલા ક્રમ) પછી બીજા ક્રમે આવે છે.
નવો કાયદો લાગુ કરવામાં આવ્યા બાદ દેશમાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું કહેવામાં આવ્યું છે. જો કે તેમાં ફક્ત નવ રાજ્યોની જાણકારી જ મૂકવામાં આવી છે. ગતવર્ષનાં સપ્ટેમ્બર-ઓક્ટબરની તુલનામાં ક્યાં કેટલો ઘટાડો નોંધાયો તેનું વિવરણ સંસદમાં આપવામાં આવ્યું હતું. જો કે છત્તીસગઢમાં અકસ્માતોમાં 4.1 ટકાનો વધારો નોંધાયો હોવાનું પણ તેમાં ટાંકવામાં આવેલું છે. ‘ રાજ્ય”’ અકસ્માતમાં ઘટાડો કેરળ””’ 2.1 ટકા યુપી””” 9.8 ટકા બિહાર”’ 10.પ ટકા ગુજરાત’ 13.8 ટકા ઉત્તરાખંડ”””””’ 21.8 ટકા હરિયાણા 11.8 ટકા પુડ્ડુચેરી 30.7 ટકા ચંદિગઢ’ 7પ ટકા
ભારતીય કપાસ નિગમ દ્વારા સૌરાષ્ટ્રના કુલ ૪૧ કેન્દ્રોમાંથી હાલ ૧૧ કેન્દ્રો પર ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જ્યારે રાજકોટ જિલ્લામાં કુલ ૧૦ કેન્દ્રોમાંથી હાલ બે કેન્દ્રો પર કપાસની ખરીદી કરવામાં આવી રહી છે. આઠ ટકા ભેજનું પ્રમાણ હોય તેવા કપાસની મણે ૧૧૦૦ રૂપિયામાં ખરીદી કરવામાં આવી રહી હતી.
સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. તેમ જ ચાલુ વર્ષે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં પાક ઉતારા સમયે થયેલા માવઠાને કારણે ખેડૂતોને પાકમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. અમુક જિલ્લામાં ખેડૂતોએ પોતાનો પાક વરસાદથી ખરાબ ન થાય તે માટે જિલ્લાના માર્કેટ યાર્ડોમાં મૂકી દીધો હતો.
માવઠાનું ગ્રહણ દૂર થતાં જ કપાસની ભરપૂર આવકની અસર માર્કેટમાં જોવા મળી રહી છે. સતત બીજા દિવસે કપાસિયા તેલમાં ડબાએ ૧૦ રૂપિયાનો ઘટાડો થયો હતો. એક તરફ માર્કેટ યાર્ડમાં ભરપૂર આવક છે અને બીજી તરફ હજુ આવક થવાની સંભાવના છે ત્યારે ભાવમાં ઘટાડો થયો છે. હાલ કપાસિયા તેલનો ડબાનો ભાવ ૧૨૯૦થી ૧૩૨૦ પર પહોંચ્યો હતો.
ભારતની વસતી ગણતરી ૨૦૨૧ના પડઘમ વાગવાનો શુભારંભ થઇ ગયો છે. વસતી ગણતરી સન ૨૦૨૧ એ સન ૧૮૭૨થી સળંગ શૃંખલામાં ૧૬મી અને આઝાદી પછીની ૮મી વસતી ગણતરી છે.
ગુજરાતમાં આ વસતી ગણતરીનો શુભારંભનો પ્રથમ તબક્કો મે-જૂન, ૨૦૨૦થી શરૂ થશે અને સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ચાલશે. રાજ્યના ૩૩ જિલ્લાના ૨૫૧ તાલુકાઓમાં વસતી ગણતરીની કામગીરી હાથ ધરાશે.
ગુજરાતમાં સૌ પ્રથમવાર વસતી ગણતરી માટે મોબાઇલ ઍપ્લિકેશનનો પણ ઉપયોગ કરવામાં આવશે. વસતી ગણતરી કચેરીના નાયબ નિયામક ડૉ. સંચિતા સરકારે જણાવ્યું હતું કે, ભારતની વસતી ગણતરી વિશ્ર્વની એકમાત્ર વિશાળ વહીવટી કવાયત છે. ભારતની વસતી ગણતરી અંતરાય વિના અવિરતપણે દર દસ વર્ષે નિર્ધારિત સમયપત્રક અનુસાર સંપન્ન કરવામાં આવે છે, એટલું જ નહીં પૂર, રોગચાળો, કુદરતી આફતો, રાજકીય અશાંતિ જેવી વિકટ પરિસ્થિતિમાં પણ અંતરાય વિના વસતી ગણતરીની કામગીરી સફળ રીતે પૂર્ણ કરવામાં આવે છે અને તે રીતે પૂર્ણ થઈ પણ છે.
આગામી વર્ષ ૨૦૨૧ની વસતી ગણતરીમાં આ વખતે પ્રથમ વખત માહિતી એકત્રિત કરવા મોબાઇલ ઍપ્લિકેશનનો ઉપયોગ કરાશે. વસતી ગણતરીના પ્રથમ તબક્કામાં ઘર-યાદીકરણની સાથે રાષ્ટ્રીય વસતી પત્રકની માહિતી અદ્યતન કરવાની ક્ષેત્રિય કામગીરી પણ કરાશે. વસતી ગણતરી ૨૦૨૧ની ક્ષેત્રિય કામગીરીનું સંચાલન, દેખરેખ પર સેન્સસ ૨૦૨૧ના પોર્ટલ દ્વારા કરાશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.