CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 82 of 144 - CIA Live

May 14, 2020
monsoon.png
1min6080

ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના દેશના કેટલાક રાજ્યમાં ચોમાસું ત્રણથી સાત દિવસ મોડું બેસવાની અને મુંબઈમાં ૧૦ કે ૧૧ જૂનથી વરસાદ પડવાનો શરૂ થવાની આગાહી કરાઈ છે.

મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા, આંધ્ર પ્રદેશ, ઓડિશા, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશના અમુક વિસ્તારોમાં ચોમાસું સામાન્ય કરતા ત્રણથી સાત દિવસ મોડું શરૂ થશે. દિલ્હીમાં ચોમાસું ૨૩થી ૨૭ જૂન દરમિયાન શરૂ થાય એવી શક્યતા છે.

એ જ પ્રમાણે મુંબઈ અને કોલકાતામાં ચોમાસું ૧૦ કે ૧૧ જૂને અને ચેન્નઈમાં ૧થી ૪ જૂન દરમિયાન શરૂ થાય એવી શક્યતા છે.

જોકે, ભારતના અંતરિયાળ વાયવ્ય વિસ્તારમાં ચોમાસું ૧૫ જુલાઈને બદલે થોડું વહેલું એટલે કે ૮ જુલાઈએ શરૂ થવાની શક્યતા છે. દક્ષિણ ભારતમાં ચોમાસું પૂરું થવાની નવી તારીખ ૧૫ ઑક્ટોબર હશે.

દરમિયાન, હવામાન ખાતાના જણાવ્યાનુસાર વાયવ્ય ચોમાસું ૧૬ મે ની આસપાસ આંદામાન અને નિકોબાર ટાપુથી આગળ વધવાની શરૂઆત કરે તેવી શક્યતા છે.

બંગાળના ઈશાન અખાતમાં બુધવારે સવારે ઓછા દબાણનો પટ્ટો સર્જાયો હતો. ૧૫મી મે સુધીમાં તે બંગાળના દક્ષિણ અખાત પર કેન્દ્રીત થવાની અને ૧૬ મે એ વાવાઝોડાંમાં રૂપાંતરીત થાય તેવી શક્યતા છે.

May 12, 2020
pmmodi.jpg
1min4940

12મી મે ના રોજ રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાવાઇરસ રોગચાળો અને લૉકડાઉનને લઇને છેલ્લા અઢી મહીનાથી જે સંજોગોમાં દેશ જીવી રહ્યો છે તેમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની વાત પર ભાર મૂકતા રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું.

વડાપ્રધાને કહ્યું કે, “આ સંજોગોમાં રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવવા માટે ભારતના જીડીપીના લગભગ 10 ટકા એટલે કે 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરાશે અને તે કુટિર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ માટે આ પેકેજ સહાયતા પૂરી પાડશે. 

તા.12મી મેથી કેટલાંક દિવસ સુધી નાણામંત્રી દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન સંબંધિત પેકેજની વિશેષ જાણકારી આપવામાં આવશે.” તેમણે રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવવાની વાત પર સતત ભાર મુક્યો.

તેમણે કહ્યું કે, “ભારત અર્થવ્યવસ્થા, માળખાગત સુવિધા, તંત્ર જે ટેક્નોલોજી ડ્રિવન છે તથા માંગ જે સપ્લાય સાથે તાલમેલ રાખે છે એમ કૂલ પાંચ સ્તંભ પર ખડો છે.” આફતની વાત કરતાં તેમણે કચ્છનાં ભૂકંપને યાદ કર્યો અને કહ્યું કે તે વિનાશ તેમણે નજરોનજર જોયો પણ છતાં પણ કચ્છ તેમાંથી બેઠું થયું. આપણે જે નક્કી કરીએ તે શક્ય બને જ છે.” તેમણે ઉમેર્યું કે, “આ સદી શરૂ થઇ ત્યારે લોકો Y2Kની આફતથી ડરતા હતા પણ ભારતે તેનો પણ સામનો કર્યો.

આપણે બહેતર ઉત્પાદન કરીશું, ગુણવત્તા પણ સારી બનાવીશું તથા સપ્લાય ચેઇનનું આધુનિકીકરણ કરીશું. ભારતની આત્મનિર્ભરતા એક સુખી, સમૃદ્ધ વિશ્વનું નિર્માણ કરશે. જ્યારે કોરોના સંકટ શરૂ થયું ત્યારે ભારતમાં એકપણ પીપીઈ કિટ બનતી ન હતી. એન-95નું પણ નહિવત્ત ઉત્પાદન હતું.  આજે ભારતમાં દરરોજ 2 લાખ પીપીઈ કિટ અને 2 લાખ એન-05 માસ્ક બની રહ્યા છે. આ એટલાં માટે આપણે કરી શક્યા કે ભારતમાં આફતને અવસરમાં બદલવાની આવડત છે.”

તેમણે કહ્યું કે, “સમગ્ર વિશ્વમાં 42 લાખ લોક સંક્રમિત થયા છે. 
 2.75 લાખ લોકોના દુઃખદ મૃત્યુ થયાં છે. ભારતમાં પણ અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. આ અકલ્પનિય સંકટ છે. આ યુદ્ધ જેવી સ્થિતી છે અને વિશ્વ ચાર મહીનાથી તેની સામે ઝઝૂમી રહ્યું છે પરંતુ થાકવું, હારવું, તૂટી જવું, વિખેરાઈ જવું માનવને મંજૂર નથી.”

May 12, 2020
cbse_logo.jpeg
2min6180

ગુજરાત બોર્ડે બોર્ડના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની ચકાસણીનું કામ લગભગ પૂરૂં કરી દીધું હોવાના અહેવાલો વચ્ચે સેન્ટ્રલ બોર્ડ દ્વારા હજુ હવે વિદ્યાર્થીઓની આન્સરશીટ ચકાસવાનું ભગીરથ કાર્ય હાથ ધરવા જઇ રહી છે. સેન્ટ્રલ બોર્ડે જાહેર કર્યું છે કે ઉત્તરવહીઓ પરીક્ષકોના ઘરે મોકલવાવવામાં આવશે. સિક્યુરિટી તેમજ પ્રાઇવેશી જળવાય રહે એ માટે ખાસ ગાઇડલાઇન બહાર પાડવામાં આવશે અને સર્ટિફાઇડ પરીક્ષકોને ત્યાં દોઢ કરોડ જેટલી ઉત્તરવહીઓ પહોંચાડીને તેની ચકાસણીનું કામ હાથ ધરવામાં આવશે.

સેન્ટ્રલ બોર્ડના સૂત્રોન જણાવ્યા અનુસાર સેન્ટ્રલ બોર્ડની સ્કુલોના ધો.10 અને ધો.12ના પરીક્ષાર્થીઓની અંદાજે દોઢ કરોડ ઉત્તરવહીઓની ચકાસણીનું કામ પાર પાડતા અંદાજે 50 દિવસ જેટલો સમય નીકળી જાય તેમ છે. સીધી ગણતરી એવી પણ છે કે સેન્ટ્રલ બોર્ડના પરીણામો જાહેર કરવામાં આ વર્ષે જુલાઇ મહિનો આવી જશે.

With taking the new route of ‘ from home’ amid the lockdown, there may be several concerns about the handling of answers sheets. To address this, board will soon issue security and privacy guidelines to to avoid any mishandling of the answersheets, a CBSE official told .

The board is set to roll out the evaluation process following the approval given by the Ministry of Home Affair to the MHRD. Answersheets will be moved from 3,000 designated schools to the residences of qualified evaluators who will correct it at their homes. The process is expected to be completed in 50 days as 1.5 crore answersheets in 173 subjects needs to be evaluated.

“The guidelines on transportation and security are being formulated and it will be released soon,” said the official.

The permission for evaluation has been granted for all areas except the containment zones.

May 11, 2020
trains.jpg
1min4790

ભારતીય રેલવે સૌથી પહેલા મેજર રિઓપનિંગનો આરંભ કરવાની જાહેરાત તા.10મી મેને રવિવારે બપોરે કરી હતી. રેલવેના જણાવ્યા અનુસાર તા.12 મે 2020થી પેસેન્જર ટ્રેન તબક્કાવાર રીતે પેસેન્જર ટ્રેન્ો શરૂ કરવામાં આવશે.

શરૂઆતમાં 15 જોડી ટ્રેન સાથે. આ ટ્રેનો દિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટણા, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગાલુરૂ, ચેન્નાઈ, તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ-તાવીને જોડનારી નવી દિલ્હીથી સ્પેશિયલ ટ્રેનો રૂપમાં ચલાવવામાં આવશે.

આ ટ્રેનોમાં રિઝર્વેશન 11 મેથી સાંજે 4 વાગ્યાથી શરૂ થશે અને ફક્ત આઈઆરસીટીસીની વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે. રેલવે સ્ટેશનો પર ટિકિટ બુકિંગ બંધ રહેશે અને કોઈ કાઉન્ટર ટિકિટ (પ્લેટફોર્મ ટિકિટ સહિત) જારી કરવામાં આવશે નહીં.

May 9, 2020
arthurroad_jail.jpg
1min7490

મુંબઈની હાઇ-સિક્યુરિટીવાળી આર્થર રોડ જેલમાં ૭૭ કેદી તથા જેલના કર્મચારીઓ સહિત ૧૦૩ જણની કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી હોવાનું મેડિકલ રિપોર્ટમાં જણાયું હતું.

જેલના જે કેદીઓના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, તેમને નજીકની હોસ્પિટલોમાં પાઠવાયા હોવાનું અધિકારીએ કહ્યું હતું.કોરોના વાઇરસને કારણે આર્થર રોડ જેલ સહિત આઠ જેલને આઇસોલેટેડ કરવામાં આવી હતી અને લોકડાઉન દરમિયાન જેલના સ્ટાફ સહિત અંદરની કોઇ પણ વ્યક્તિને જેલની બહાર નહીં જવા દેવાનો તથા નવી વ્યક્તિને જેલમાં પ્રવેશવા ન દેવાનો આદેશ અપાયો હતો.

જોકે તકેદારી રાખવામાં આવી હોવા છતાં આર્થર રોડ જેલના કેદીઓ અહીંના રસોઇયાના સંપર્કમાં આવ્યા હતા અને તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો, એવું કહેવાય છે. મુંબઈ મહાનગરપાલિકાની મદદથી આ તમામ કેદીઓને ક્વોરન્ટાઇન કરવામાં આવશે.

May 9, 2020
corona-gujarat.jpg
1min4770

કોરોનાનો વ્યાપ વધતો અટકાવવામાં ગુજરાત સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઇ છે. રાજ્યમાં ૭૦૨૧ કેસો, ૪૨૫ મૃત્યુ સાથે મૃત્યુ દર ૨૩ ટકા અને રીકવરી રેટ માત્ર ૧૬ ટકા સાથે નિષ્ફળતામાં પ્રથમ નંબરે રહી છે એવો ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે,૪૦ દિવસ પછી પણ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, બોટાદ જેવા શહેરોમાં કોરોનાને કાબુમાં લેવા અને સારવાર કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે.

એટલે જ કેસોની સંખ્યામાં રોજનો ૩૦૦ થી ૪૦૦ જેટલો વધારો થાય છે. રીકવરી રેટ ૧૬% જેટલો ઓછો છે. જે કેરાલામાં ૭૯% જેટલો રીકવરી રેટ છે. ગુજરાતમાં મૃત્યુ દર ૨૩% જેટલો ઉંચો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં એક લાખ જેટલા જ ટેસ્ટ થયા છે. અને ભારતમાં ૭ લાખ જેટલા ટેસ્ટ થયા છે, જ્યારે ૮.૫ કરોડની વસ્તીવાળા જર્મનીએ ૨૫ લાખ ટેસ્ટ પૂર્ણ કર્યા છે અને રોજના ૧.૨૫ લાખ ટેસ્ટ કરે છે. ગુજરાતમાં માત્ર ૫ હજાર ટેસ્ટ થાય છે જ્યારે આપણા કરતાં નાના અને ઓછા સમૃદ્ધ રાજસ્થાન રોજના દસ હજાર ટેસ્ટ કરે છે.

May 8, 2020
gujrat-012.jpg
1min5100

ગુજરાતના જે લોકો અન્ય રાજ્યોમાં ફસાયા હતા તેમને પરત લાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૨૯૫૪૦ લોકોને પરત લાવવામાં આવ્યા છે. જેમાં મહારાષ્ટ્રમાંથી ૧૫૫૨૩, રાજસ્થાનમાંથી ૪૨૫૨, યુપીથી ૧૪૧૨, મધ્યપ્રદેશમાંથી ૧૫૯૦, કર્ણાટકમાંથી ૧૧૩૮, તમિલનાડુમાંથી ૬૦૪ સહિતના રાજ્યમાંથી લોકોને પરત લાવવામાં આવ્યા છે. જ્યારે ગુજરાતમાંથી પરપ્રાંતના ૮૦ હજારથી વધુ લોકોને પણ તેમના વતનમાં મોકવામાં આવ્યા છે, એવું મુખ્ય પ્રધાનના અગ્ર સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, પરપ્રાંતિયોને પોતાના વતન રાજ્ય પહોંચાડવા માટે રાજ્યમાંથી ગઇકાલ સુધીમાં ૬૭ ટ્રેનોના માધ્યમથી ૮૦૪૦૦ જેટલા શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. જેમા યુપી, બિહાર, ઝારખંડ અને ઓડિશાથી આવે છે તેમને મોકલવામાં આવ્યા છે. વધુ ૩૪ ટ્રેનોના માધ્યમથી યુપી, બિહાર, ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ અને છત્તિસગઢના લોકોને મોકલવાની તૈયારી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. યુપીની ૨૦, ઓડિશાની ૫, બિહાર ૪, ઝારખંડ ૨, મધ્ય પ્રદેશ ૨ અને છત્તિસગઢ માટે ૧ ટ્રેન રાજ્યના અલગ અલગ શહેરોથી રવાના થશે. જે પૈકી સુરતમાંથી ૧૨, અમદાવાદ અને વિરમગામથી ૩-૩, રાજકોટથી ૨, મોરબીથી ૩, વડોદરાથી ૩, જામનગરથી ૨, નડિયાદ, જૂનાગઢ, મહેસાણા, પાલનપુર, ભરૂચ અને ગોધરાથી પણ ટ્રેનો રવાના થશે.

May 8, 2020
Odisha-Surat-trains.jpg
1min5230

સૂરતથી તાજેતરમાં ઓડિશા ગયેલા ૨૧ શ્રમિકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાનું ટેસ્ટીંગના પરીણામમાં માલૂમ પડ્યું હતું. ઓડિશામાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા વધીને ૨૦૬ થઇ છે. રાજ્યના ગંજમ જિલ્લામાં ૧૭ અને મયૂરભંજમાં ચાર દરદી છે.

અગાઉ, રાજ્ય સરકારે ગંજમને રેડ ઝૉનમાં, જ્યારે મયૂરભંજ અને જગતસિંહપુરને ઑરેન્જ ઝૉનમાં રાખવાની જાહેરાત કરી હતી. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે ગંજમ જિલ્લામાં બીજી મેએ કોરોના વાઇરસનો સૌપ્રથમ દરદી નોંધાયો હતો, પરંતુ બાદમાં ત્રણથી ચાર દિવસમાં આવા દરદીઓની સંખ્યા અચાનક ઘણી વધી ગઇ છે.

ગંજમ જિલ્લામાં હીરા ઘસવાના કે તેને લગતા અન્ય કાર્ય સાથે સંકળાયેલા અંદાજે ત્રણ લાખ મજૂર છે. ગુજરાતના સુરતમાં ઓડિશાના હીરાના અનેક કારીગર છે.

ઓડિશામાં ગંજમ ઉપરાંત જાજપુર, ભદ્રક, બાલેશ્ર્વર અને ભુવનેશ્ર્વરને રેડ ઝૉનમાં મુકાયા છે. ઓડિશામાં ૧૦ ઑરેન્જ ઝૉન અને ૧૪ ગ્રીન ઝૉન છે.

May 6, 2020
corona-1.jpg
1min5270

તા.6 મે એ રાત્રે 12 વાગ્યાથી અમલી બને એ રીતે તા. 15 મે સુધી અમદાવાદમાં સંપૂર્ણ પણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લૉકડાઉન દરમિયાન ફક્ત દવા અને દૂધની જ દુકાનો ખુલ્લી રહેશે. આ સિવાય તમામ દુકાનો બંધ રહેશે. કરિયાણા તથા શાકભાજી અને ફળની દુકાનો પણ બંધ રહેશે. લૉકડાઉનનો ચૂસ્ત પણે અમલ કરાવવા માટે મિલીટ્રીની બટાલિયન્સ ઉતારવામાં આવી છે.

બીજી તરફ, અમદાવાદમાં 15 મે સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત થતાં જ દુકાનોમાં ખરીદી કરવા માટે ભારે ભીડ ઉમટી પડી હતી. કરિયાણાની અને શાકભાજીની દુકાનોમાં ભીડ જોવા મળી હતી અને લાંબી લાઈનો લાગી હતી.

ગુજરાતમાં કોરોના વાયરસની સૌથી ખરાબ અસર અમદાવાદમાં થઈ છે. અમદાવાદમાં કોરોના કેસ અને તેનાથી થતો મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. જેને જોતા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બુધવારે રાત્રે 12 વાગ્યાથી અમદાવાદ સંપૂર્ણપણે બંધ રહેશે. ફક્ત દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રહેશે. આ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. વિજય નેહરા ક્વોરેન્ટીન હોવાથી તેમના સ્થાને નવા મ્યુનિસિપલ કમીશનર બનેલા મુકેશ કુમારે એક બેઠક બાદ આ નિર્ણય લીધો છે.

May 5, 2020
vijay_nehra-1280x850.jpg
1min4870

અમદાવાદના મ્યુ. કમિશનર 14 દિવસ માટે ક્વોરન્ટાઈન થયા છે. સરકારને આપેલી માહિતીમાં તેમણે જણાવ્યું છે કે તેઓ કોરોનાના સંપર્કમાં આવ્યા હોવાથી તેઓ અગમચેતીના ભાગરુપે ક્વોરન્ટાઈન થઈ રહ્યા છે. નેહરાનો હવાલો હાલ તેમના પુરોગામી મુકેશ કુમારને સોંપવામાં આવ્યો છે.