CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 51 of 144 - CIA Live

February 27, 2021
vaccine-1.jpg
1min502

નાયબ મુખ્યમંત્રીએ આ સાથે સ્પષ્ટતા કરી છે કે આરોગ્ય વિભાગ દ્વારા માન્ય ખાનગી હોસ્પિટલોમાં કોરોના વેક્સિન આપવામાં આવશે. જેમાં રુ. 150 વેક્સિનની કિંમત પેટે અને રુ. 100 વહીવટી ચાર્જ સ્વરુપે એમ કુલ મળીને રુ. 250 પ્રતિ ડોઝ લેવામાં આવશે.

દેશની સાથે સાથે ગુજરાતમાં પણ પહેલી માર્ચથી એટલે કે સોમવારથી 60 વર્ષ કે તેથી મોટી ઉંમરના તેમજ 45થી 59 વર્ષના કો-મોર્બિડ કન્ડીશન ધરાવતા લોકોને કોરોના રસી આપવાની શરૂઆત થશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે કે, કોરોના વાયરસ સામે હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વર્કર્સનને રક્ષણ આપવા રસીકરણ અભિયાનની પૂર્ણાહુતિ સાથે જ હવે કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ રાજ્યમાં પહેલી માર્ચથી સામાન્ય નાગરિકો માટે પણ રસીકરણની પ્રક્રિયા શરું કરવાં આવશે. આ સાથે જ નાયબ મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા સમાન્ય નાગરીકો માટે કોરોના વેકસીનની કિંમત નક્કી કરવામાં આવી છે જે અંતર્ગત ખાનગી હોસ્પિટલમાં કોરોના વેક્સિન લેવા માટે રુ. 250 ચૂકવવા પડશે જ્યારે સરકારી હોસ્પિટલમાં આ વેક્સિન વિનામૂલ્યે આપવામાં આવશે.

45થી 59 વર્ષની ઉંમરના કો-મોર્બિડ કન્ડીશન ધરાવતા નાગરિકો માટે 20 પ્રકારની ગંભીર બીમારી કેન્દ્ર સરકારે નિયત કરી છે. જેમાં એક વર્ષમાં હાર્ટ એટેક આવ્યો હોય, હાર્ટની ગંભીર બીમારી, જન્મજાત બીમારી, કેથેટર, સ્ટેન્ટ મૂકાયા હોય, કિડની અને લિવરની ગંભીર બીમારી, ડાયાબિટીસ, હાઈપરટેંશન અને એન્ઝાયટી એમ ત્રણ ભેગી બીમારી, કેન્સર, HIV, સિક્લસેલ, થેલેસેમિયા મેજરનો સમાવેશ થાય છે. જે લોકોને આ બીમારીની સારવાર ચાલતી હોય તેમણે રજિસ્ટ્રર્ડ મેડિકલ પ્રેક્ટિશનરનું સર્ટિફિકેટ પણ જોડીને રસીકરણ માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

February 27, 2021
coronaupdate.jpg
1min819

ભારતમાં શુક્રવાર, તા.26 ફેબ્રઆરીનો દિવસ સતત ત્રીજો દિવસ છે જેમાં ચોવીસ કલાકની અવધિમાં કોરોનાના કુલ નવા 16.5 હજાર કરતા વધુ કેસ નોંધાયા છે. તેમજ એક જ દિવસમાં 114 જેટલા લોકો કોરોનાના કારણે મોત નિપજ્યા હતા.

શુક્રવારે ભારતના તમામ રાજ્યોમાં મળીને કુલ 16,581 કોરોના કેસ નોંધાયા હતા જ્યારે ગુરુવારે દેશમાં 16,605 કેસ નોંધાયા હતા. દેશમાં વધતા કોરોના કેસની રાજ્યો અનુસાર વાત કરવામાં આવે તો સૌથી વધુ ફાળો મહારાષ્ટ્રનો છે જ્યાં સતત ત્રીજા દિવસે 8000 કરતા વધુ નવા સંક્રમણના કેસ સામે આવ્યા છે. જોકે શુક્રવારે મહારાષ્ટ્રમાં ગુરુવાનાર આંકડા 8702 કરતા થોડા ઓછા 8333 નવા કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે ત્યારબાદ કેરળમાં પણ ધડાધડ કેસ વધી રહ્યા છે. શુક્રવારે કેરળમાં 3671 કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં પણ સતત કોરોના કેસ વધી રહ્યા છે. અહીં શુક્રવારે 460 નવા કોરોના કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 101, સુરતમાં 74, વડોદરામાં 109, રાજકોટમાં 67, ભાવનગરમાં 13, ગાંધીનગરમાં 10, કચ્છમાં 9, છોટા ઉદેપુર, ખેડા, મહીસાગર, પંચમહાલમાં 6-6 સહિત કુલ 460 કેસ નોંધાયા છે. જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેવા રાજ્ય તામિલનાડુમાં પણ કોરોના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં શુક્રવારે 481 નવા કોરોના કેસ નોંધાયા હતા.

રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં 101, સુરતમાં 74, વડોદરામાં 109 તેમજ રાજકોટમાં દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 2136 એક્ટિવ કેસમાંથી 38 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 2098 સ્ટેબલ છે. રાજ્યમાં 24 કલાકમાં એકપણ દર્દી મોતને ભેટ્યો નથી જેથી હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4408એ પહોંચ્યો છે.

રાજયમાં પાટણ અને ડાંગ એમ 2 જિલ્લાઓમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયેલો નથી. જ્યારે વેક્સિનેશન પ્રક્રિયામાં અત્યાર સુધીમાં કુલ 8,20,700 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું અને 1,65,538 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આ ઉપરાંત 24 કલાકમાં વધુ 315 દર્દીઓ કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે. જેથી રાજ્યમાં કુલ સ્વસ્થ દર્દીઓની સંખ્યા 2,62,487 થઈ છે.

February 26, 2021
election_voting.jpg
1min576
  • પશ્ચિમ બંગાળ,
  • આસામ,
  • કેરળ,
  • તમિલનાડુ અને
  • પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે.

ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં જ્યારે આસામમાં 3 તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. કેરળ, પુડુચેરી અને તમિલનાડુમાં સિંગલ ફેઝમાં તારીખ 6 એપ્રિલે મતદાન થશે.

તમામ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ તારીખ 2 મેના રોજ જાહેર થશે. આસામ અને પશ્ચિમ બંગાળમાં તારીખ 27 માર્ચે પ્રથમ તબક્કાનું મતદાન થશે. પશ્ચિમ બંગાળમાં તારીખ 29 એપ્રિલે 8મા અને અંતિમ તબક્કાનું મતદાન થશે. 5 રાજ્યોમાં કુલ મળીને 824 વિધાનસભા બેઠક માટે ચૂંટણી થશે. 18.6 કરોડ મતદાતા, 2.7 લાખ મતદાન કેન્દ્રો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા ગાઈડલાઈન્સનું પાલન કરતા વૉટિંગ થશે અને તે માટેનો સમયગાળો 1 કલાક સુધી વધારવામાં આવ્યો છે. પુડુચેરીમાં કોઈ ઉમેદવાર મહત્તમ 22 લાખ રૂપિયા સુધી ચૂંટણી પ્રચાર પાછળ ખર્ચો કરી શકે છે. પણ, બાકીના 4 રાજ્યોમાં કોઈએક સીટ પર ઉમેદવાર મહત્તમ 38 લાખ રૂપિયાનો ખર્ચો કરી શકશે.

આસામમાં વિધાનસભા ચૂંટણી 3 તબક્કામાં યોજાશે. મતગણતરી 2 મેના રોજ થશે. જ્યારે કેરળમાં સિંગલ ફેઝમાં તારીખ 6 એપ્રિલે વિધાનસભા ચૂંટણી યોજાશે. તમિલનાડુમાં પણ તમામ 234 સીટો પર સિંગલ ફેઝમાં તારીખ 6 એપ્રિલે વિધાનસભા ચૂંટણી યોજાશે. જ્યારે પુડુચેરીમાં પણ એક તબક્કામાં તારીખ 6 એપ્રિલે વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન થશે. જ્યારે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન અલગ-અલગ 8 તબક્કામાં થશે.

February 26, 2021
corona-gujarat.jpg
1min529

ગુજરાતમાં 26/2/21 ના રોજ રાત્રે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 424 કેસ નોંધાયા છે જ્યારે 301 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોના વાયરસને હરાવીને સાજા થવાનો દર 97.62 ટકા નોંધાયો છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના કારણે 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 4408 પર પહોંચી છે.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને છેલ્લા 3 દિવસમાં જ 11 જગ્યાઓ માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરવાની ફરજ પડી છે. એવામાં કોમ્યુનિટિ સ્પ્રેડનો તબક્કો શરૂ થયાની શંકા હેલ્થ ખાતાના સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. બીજી બાજું શહેરમાં છૂટા છવાયા કોરોનાના કેસો નોંધાવાનું તો ચાલું જ છે, આ સાથે હવે સોસાયટીઓમાં કોરોનાના ચેપ લાગવાની શરૂઆત થઈ ગઈ છે. જેના કારણે 22મી તારીખે સૌપ્રથમ 3 જગ્યાને, 23મી તારીખે 5 અને 24મી તારીખે વધુ 3 જગ્યાને માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયા છે.

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ફરી કોરોના વાયરસના કેસમાં બુધવારે મોટો ઉછાળો નોંધાયો છે. આ ઉછાળો ચિંતાજનક બની રહ્યો છે. રાજ્યમાં સતત 10 દિવસથી નવા નોંધાતા કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. પાછલા 24 કલાકમાં વધુ 8,807 કેસ નોંધાયા છે જેણે 129 દિવસ જૂનો (18 ઓક્ટોબરે 9,060 કેસ નોંધાયા હતા) રેકોર્ડ તોડ્યો છે. રાજ્યમાં 80 લોકોના કોરોનાથી મોત નોંધાયા છે, જે પાછલા 2 મહિનાના (24 ડિસેમ્બરે 89નાં મોત નોંધાયા હતા) સૌથી વધુ છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસ 21,21,119 થયા છે જ્યારે 51,937 લોકોએ જીવ ગુમાવ્યો છે.

કોરોના રસીકરણ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 8,19,801 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 1,15,338 વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

February 25, 2021
corona_testing1.jpg
1min450

કોરોનાના કેસોમાં અચાનક ફરી વધારો થતાં કેટલાક રાજ્યોમાં બહારથી આવતા લોકો પર નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. હાલ કેટલાક રાજ્યના રાજ્યોએ બનાવેલા નિયમ અનુસાર, બહારના રાજ્યોમાંથી આવતા લોકોએ ફરજિયાતપણે કોરોના નેગેટિવ હોવાનો રિપોર્ટ બતાવવાનો રહેશે. છેલ્લા એક સપ્તાહમાં મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, એમપી અને પંજાબમાં જ દેશના 86 ટકા કેસ સામે આવ્યા છે.

દેશમાં હાલ જેટલા કેસ નોંધાઈ રહ્યા છે તેમાંથી 75 ટકા તો માત્ર મહારાષ્ટ્ર અને કેરળમાં જ આવી રહ્યા છે. તેવામાં દિલ્હીએ મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, એમપી અને પંજાબથી આવતા લોકો માટે કોરોના નેગેટિવ રિપોર્ટને ફરજિયાત બનાવ્યો છે. 26 ફેબ્રુઆરીથી આ નિયમ લાગુ પડી જશે, અને 15 માર્ચ સુધી તેનો અમલ કરાશે. બસ, ટ્રેન કે ફ્લાઈટમાં આવતા લોકો પર આ નિયમ લાગુ કરાશે, જ્યારે કારમાં આવતા લોકોને તેમાંથી મુક્તિ અપાઈ છે

કર્ણાટકે પણ મહારાષ્ટ્ર અને કેરળમાંથી આવતા લોકો માટે કર્ણાટકમાં એન્ટ્રી લીધાના ઓછામાં ઓછા 72 કલાક પહેલા કરાવાયેલો RT-PCR રિપોર્ટ ફરજિયાત બનાવ્યો છે, અને આ રિપોર્ટ નેગેટિવ હશે તે લોકોને જ રાજ્યમાં એન્ટ્રી મળશે. કર્ણાટક જતી ફ્લાઈટમાં બેસનારા વ્યક્તિએ તે જ વખતે એરલાઈનના સ્ટાફને આ રિપોર્ટ બતાવવો પડશે. તેવી જ રીતે ટ્રેનમાં TTE અને બસમાં કંડક્ટરે આ રિપોર્ટ ચકાસવાનો રહેશે.

ગુજરાતના પાડોશી એવા મહારાષ્ટ્રએ ઘણા સમયથી ગુજરાત, કેરળ, ગોવા, દિલ્હી અને રાજસ્થાનથી આવતા લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. આ ટેસ્ટ મહારાષ્ટ્રના એન્ટ્રી કર્યાના ઓછામાં ઓછા 96 કલાક પહેલા કરાવેલો હોવો જોઈએ. આ સિવાય જે લોકોમાં પણ કોરોનાના લક્ષણ દેખાશે તેમનો ત્યાં જ એન્ટિજેન ટેસ્ટ કરાશે તેવું પણ મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું છે. જો કોઈ ટેસ્ટ કરાવ્યા વિના આવશે અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેને કોવિડ કેર સેન્ટરમાં મોકલાશે, જેનો ખર્ચો જે-તે વ્યક્તિએ ભોગવવાનો રહેશે.

ઉત્તરાખંડે પણ મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, એમપી, છત્તીસગઢમાંથી આવતા લોકો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. હરિદ્વારમાં હાલ કુંભમેળો ચાલી રહ્યો છે, ત્યારે તેમાં ભાગ લેવા આવતા લોકોએ પણ ટેસ્ટ કરાવવો ફરજિયાત છે.

February 25, 2021
vaccine.jpg
1min421

દેશમાં કોરોના વાયરસના કેસમાં ઝડપી વધારા વચ્ચે કોરોના રસીકરણ અભિયાનના આગામી તબક્કાનો તા.1 માર્ચથી આરંભ થશે. દેશમાં 16 જાન્યુ.થી શરૂઆત બાદ છેલ્લી સ્થિતિએ 1.ર1 કરોડ લોકોનું રસીકરણ કરાઈ ચૂકયુ છે.

આગામી તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો સાથે જેમની ઉંમર 4પ વર્ષથી વધુ હોય અને કો-મૉર્બિડિટીઝ (ગંભીર બીમાર) હશે તેઓને આવરી લેવામાં આવશે. કોરોના રસીકરણ માટે કેન્દ્ર સરકાર હવે ખાનગી સેન્ટરો-હોસ્પિટલોને મંજૂરી આપવા જઈ રહી છે.’

કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યંy કે 1 માર્ચથી 10 હજાર સરકારી અને ર0 હજાર ખાનગી સેન્ટરો પર કોરોના રસીકરણ થશે. આ તબક્કાના લાભાર્થીઓની સંખ્યા 10 કરોડથી વધુ છે. સરકારીમાં નિ:શુલ્ક અને ખાનગીમાં લોકોએ નાણાં ચૂકવવા પડશે. ખાનગી હોસ્પિટલો- કેન્દ્રોમાં રસીકરણ કરવા ઈચ્છતા લોકોએ કેટલા નાણાં ચૂકવવા પડશે તે અંગે ખાનગી હોસ્પિટલો અને મેન્યુફેકચરર્સ સાથે વાતચીત બાદ ટૂંક સમયમાં સ્વાસ્થ્ય મંત્રાલય નિર્ણય લેશે. તેમણે આશા વ્યક્ત કરી કે તેમના મોટાભાગના સહયોગી (મંત્રી) પોતાના ટીકાનું ચૂકવણું કરશે. સરકારની યોજના આગામી 4 થી 6 સપ્તાહમાં રોજ પ લાખ લોકોનું રસીકરણ કરવાની છે. 8 રાજ્યોના 7પ ટકા સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સિન અપાઈ ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે કોરોના રસીકરણની દેશમાં શરૂઆત 16 જાન્યુઆરીથી કરવામાં આવી હતી. દેશમાં વીતેલા દિવસોમાં કોરોનાના નવા મામલાઓમાં ઉછાળો જોવા મળ્યો હતો. આ કારણસર રસીકરણની ગતિ પણ વધારવાની ચર્ચાઓ શરૂ થઈ છે. કેન્દ્ર સરકાર આગામી ચારથી છ સપ્તાહમાં રસીકરણની દર 5 લાખ પ્રતિદિવસ કરવાની યોજના બનાવી રહી છે. સરકાર દેશમાં 200 જગ્યા પર દરરોજ અપાઈ રહેલી રસીની સંખ્યાને બમણી કરવાની તૈયારી કરી રહી છે.

February 23, 2021
coronaupdate.jpg
1min384

ગુજરાતમાં ચૂંટણી પત્યાના 24 કલાકમાં જ કોરોનાના કેસો એકદમ વધી ગયા એટલું જ નહીં પણ સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ કોરોના પ્રત્યે કડકાઇ પણ વધારી દીધી છે.

22મી ફેબ્રુઆરીને સોમવારે રાત્રે 8 કલાકે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કુલ 315 કેસ નોંધાયા છે તો તેની સામે રાજ્યમાં 24 કલાકમાં 272 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યનો રિકવરી રેટ પણ 97.70%એ પહોંચ્યો છે.

રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં 72, સુરતમાં 52, વડોદરામાં 68 તેમજ રાજકોટમાં 42 દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 1732 એક્ટિવ કેસમાંથી 30 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 1702 સ્ટેબલ છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 મોત નોંધાતા હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4406એ પહોંચ્યો છે.

ગુજરાતના પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કોવિડના કેસો વધતા ચેકપોસ્ટ ઉભી કરીને આ રાજ્યોમાંથી આવતા તમામ મુસાફરોનું સ્ક્રિનિંગ હાથ ધર્યું છે.

રાજ્યમાં અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડ એમ 10 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં 8,13,582 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું અને 67,300 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. લોકોને ટેસ્ટિંગ સુવિધા નજીકમાં મળી રહે તે માટે વધુ ટેસ્ટિંગ બુથ પણ ઉભા કરવામાં આવશે.

February 23, 2021
Gujarat-map.jpg
1min435

ગુજરાતની અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ અને જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું રવિવારે સરેરાશ ૪૬ ટકા જેટલુ મતદાન નોંધાયા બાદ હવે 23/2/21 મંગળવારે સવારથી જ મતગણતરી થશે અને બપોર સુધીમાં પરિણામો જાહેર થઇ જશે.

ગુજરાતની છ મનપાનું સરેરાશ ૪૬.૧ ટકા મતદાન થયું હતું.

સૌથી વધારે જામનગર ૫૩.૩ અને સૌથી ઓછું અમદાવાદમાં ૪૨.૧ ટકા મતદાન થયું હતું.

ભાવનગરમાં ૪૯.૫, રાજકોટમાં ૫૦.૭૨, વડોદરામાં ૪૭.૮ અને સુરતમાં ૪૭.૧ ટકા મતદાન થયું હતું. જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠકોની પેટાચૂંટણીમાં ૫૧.૮ ટકા મતદાન થયું હતુ.

મોડી રાત સુધી તમામ ઇવીએમ જે તે મનપાના સ્ટ્રોન્ગ રૂમમાં મોકલી આપવામાં આવ્યા હતા. તેમજ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મતગણતરી માટે પણ પંચ દ્વ્રારા પુરી તૈયારીઓ કરવામાં આવી છે. તેમજ મતગણતરી માટેના સ્ટાફને પણ કાઇન્ટીંગ સેન્ટરો પર મોકલી દેવામાં આવ્યો છે.

રાજ્યની મહાનગરપાલિકાઓમાં અમદાવાદની ૧૯૨, સુરતની ૧૧૬, વડોદરાની ૭૬, રાજકોટની ૭૨, ભાવનગરની ૫૨ અને જામનગરની ૬૪ બેઠકો અને જૂનાગઢની ખાલી પડેલી ત્રણ બેઠકો પર કુલ ૫૭૫ બેઠકો માટે ૨૨૭૬ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ૫૭૭ ભાજપ, ૫૬૬ કોંગ્રેસ, ૯૧ એનસીપી, ૪૭૦ આમ આદમી પાર્ટી અને ૩૫૩ અન્ય પક્ષો તથા ૨૨૮ અપક્ષો મેદાનમાં છે

February 22, 2021
mohandelkar.jpg
1min439
Image result for hotel sea green south marine drive mumbai mohan delkar

સમગ્ર ભારતમાં ચર્ચાસ્પદ બનેલા સેલવાસના સાંસદ શ્રી મોહનભાઇ ડેલકરના મૃત્યુના સમાચાર બાદ બહાર આવેલી માહિતી મુજબ દક્ષિણી મુંબઇના મરીન ડ્રાઇવ ખાતે આવેલી હોટેલ સી ગ્રીન એક રૂમમાંથી તા.22મી ફેબ્રુઆરીએ બપોરે 2 વાગ્યાના અરસામાં મોહન ડેલકરનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના મૃતદેહ પાસેથી ગુજરાતી ભાષામાં લખાયેલી એક ચિઠ્ઠી પણ મળી આવી હતી.

મોહન ડેલકર મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, અને તેમણે કયા સંજોગોમાં આપઘાત કર્યો તે અંગે મુંબઈ પોલીસે તપાસ શરુ કરી છે.

મોહન ડેલકરનો મૃતદેહ અંગે જાણ થતાં જ તેમના પરિવારજનો સેલવાસથી મુંબઇ જવા રવાના થઇ ચૂક્યા હતા. 58 વર્ષિય મોહન ડેલકર તેમની પાછળ તેમના પત્ની કલાબેન અને બે સંતાનો અભિનવ અને દિવિતાને વિલાપ કરતા છોડી ગયા છે. મોહન ડેલકર સેલવાસની લોકસભા બેઠક પરથી અપક્ષ સાંસદ તરીકે ચૂંટાયા છે. તેઓ 1989થી સેલવાસ બેઠકનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

  • દક્ષિણી મુંબઈના મરિન ડ્રાઈવ પર આવેલી હોટેલ સી ગ્રીનમાંથી મળ્યો ડેલકરનો મૃતદેહ
  • અપક્ષ સાંસદ હતા ડેલકર, ભાજપ અને કોંગ્રેસ તરફથી પણ ચૂંટણી લડી ચૂક્યા છે
  • ડેલકરે ભારતીય નવશક્તિ પાર્ટીની પણ સ્થાપના કરી હતી

February 22, 2021
vaccine.jpg
1min493

આરોગ્ય ક્ષેત્ર અને કોરોના યોદ્ધાઓ સહિત અગ્રણી કાર્યકરોનું હજુ સુધી મોટા પ્રમાણમાં રસીકરણ ન થઈ શક્યું હોવાની બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્રના આરોગ્ય ખાતાએ કોરોનાની રસીકરણની પ્રક્રિયા વધુ ઝડપી બનાવવાનો આદેશ આપતો પત્ર દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખ્યો છે.

તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવને લખેલા પત્રમાં કેન્દ્રના આરોગ્ય ખાતાના સચિવ રાજેશ ભૂષણે રસીકરણની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા અઠવાડિયામાં રસી આપવાના દિવસોની સંખ્યા વધારીને ઓછામાં ઓછા ચાર દિવસ કરવાનો તેમ જ પચાસથી વધુ વયના લોકોને વહેલામાં વહેલી તકે રસી આપી શકાય તે માટે રસીકરણની પ્રક્રિયાને વેગ આપવાનો આદેશ આપ્યો હતો.

હાલ, અમુક રાજ્યમાં અઠવાડિયામાં બે જ દિવસ રસી આપવામાં આવે છે તો અમુક રાજ્યમાં અઠવાડિયામાં ચાર કે તેથી વધુ દિવસ રસી આપવામાં આવી રહી છે. આ સેવાનો વ્યાપ વધારી શકાય તે માટે સિસ્ટમમાં પૂરતી જોગવાઈ કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

પહેલી માર્ચથી રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવા તમામ યંત્રણા સજ્જ રાખવાની પણ તેમણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી હતી.

૨૧ ફેબ્રુઆરી સુધીમાં ૨,૩૦,૮૮૮ સેશનમાં દેશભરમાં રસીના ૧,૧૦,૮૫,૧૭૩ ડોઝ આપી દેવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

મહારાષ્ટ્ર અને કેરળ સહિત દેશના અમુક રાજ્યોમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં વધારો થયેલો જોવા મળી રહ્યો હોવા વચ્ચે કેન્દ્ર સરકારે તેમને કોરોનાના ટૅસ્ટની સંખ્યા વધારવાની સલાહ આપી છે.

ભારતમાં હાલ કોરોનાના કુલ ૧,૪૫,૬૩૪ સક્રિય કેસ છે જે કુલ કેસની સંખ્યાના ૧.૩૨ ટકા જેટલા છે.

દરમિયાન, કોરોનાની રસીનું ઉત્પાદન કરતી સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (એસઆઈઆઈ)ના સીઈઓ આદાર પુનાવાલાએ રવિવારે અન્ય દેશોને એમ કહીને ધીરજ રાખવા જણાવ્યું હતું કે કંપનીને ભારતની જરૂરિયાતને પહોંચી વળવા પ્રાથમિકતા આપવામાં આવી છે.

કંપની ભારતની જરૂરિયાતને પૂરી કરવા ઉપરાંત અન્ય દેશોની જરૂરિયાતને પહોંચી વળાય તે માટેના પણ પ્રયાસ કરી રહી છે, એમ તેમણે કહ્યું હતું.